________________
R RAS
સત્સંગ-સંજીવની NR NR GREY)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે મુમુક્ષુભાઇના પત્રો
પૂ. શ્રી લઘુરાજસ્વામિનો પત્ર
પત્ર-૬૨
ખેડા - અષાડ વદ ૧૩, સોમ, ૧૯૫૩ પ્રગટ, સાચા સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ ચરણાય નમો નમઃ
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સત્-ચિત્ - આનંદ, સર્વોપરી સદ્ગુરુ સહજાત્મસ્વરૂપની સેવામાં -
પામર અલ્પમતિ બાળ દુષ્ટ દાસીના પુનઃ પુનઃ નમસ્કાર.
હે નાથ ! આપની પવિત્ર સેવામાંથી અપૂર્વ વાણી ધારાનું એક પત્ર આવ્યું. (વ. ૭૮૮) આપ મહાત્મા પ્રભુને ત્રિકરણ યોગે નમસ્કાર હો, નમસ્કાર હો.
જનકવિદેહી જેમ સહજભાવે સ્વધર્મમાં નિશ્ચલપણે રહ્યા છે તેમના ચરણકમળની સેવા, ભક્તિ, સમીપમાં આ દાસનું અહોરાત્રિ વસવું, એ ઇચ્છાએ વર્તતો આ અતૃપ્ત આત્મા તે પૂર્ણ દર્શનનો લાભ થયે અતિ આનંદિત થશે, થઇશ.
હે કૃપાળુનાથ, નમિરાજ ઋષિની દશા જોઇ, અદ્ભુત ભાવ જોઇ, ઇદ્ર ગુણસ્તવન કરી, નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો.
| હે નાથ, તે તો ઋષિપણામાં દીઠા; પણ હે કૃપાળુ નાથ, જે ઉદય વર્યા છતાં તેથી અન્ય દશા, ઋષિપણાના ભાવને પામ્યા છે ને અત્યંત અદ્ભુત વેપારી ઋષિપણાથી વધતા પ્રભુને પુનઃ પુન: નમસ્કાર હો. દીનદાસ પામર લલ્લના નમસ્કાર. પૂ. શ્રી સૌભાગ્યભાઇનો પત્ર
પત્ર-૬૩
શ્રાવણ વદ ૭, ગુરૂ, ૧૯૫૦ સ્વસ્તાન શ્રી મુંબાઇ બંદર મહાશુભસ્થાને
સર્વ શુભોપમાલાયક બિરાજમાન પ્રેમ પેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી રાયચંદભાઇ વિ. રવજીભાઇ.
સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગના પ્રણામ વાંચશો. - આપનો કૃપાપાત્ર હાલમાં નથી તો લખશો. લીંમડીથી એક કાગળ મંગળવારે લખ્યો હતો. તે પોતો હશે ? તેનો જવાબ આવે જાણીશ. હું ગઇકાલે અહિં આવ્યો છું. ખુશીમાં છું. પણ મનના ધારેલા વિચારથી જે કામ કરવું ધારીએ તેમાં કેટલાંક કામ ધાર્યા પ્રમાણે બને નહીં. એટલે ખેદ આવી જાય કે આંવું નિબીડ કર્મ શું ઉદય
૭૨.