________________
866 સત્સંગ-સંજીવની
આઠ આના લેતો હતો. એક દિવસને વિષે સાહેબજી બહાર ઉપવનો તરફ ફરવા માટે પધારતા હતા તે વખતે તે હરિજન તે રસ્તા પર ઊભો હતો. સાહેબજીને જતા દેખી તે હરિજનના મનમાં સહેજે એવો જ ભાસ થયો કે આ તો ભગવાન છે. તેવા વિચારોથી તે હરિજન સાહેબજી સન્મુખે આવી બે હાથ જોડી નમસ્કાર કરી, સાહેબજીના પૂંઠે પૂંઠે ચાલતો હતો. સાહેબજી જ્યારે કોઇ એક સ્થાને બિરાજમાન થયા ત્યારે તે હરિજન સાહેબજીના સન્મુખે બે હાથ જોડી ઊભો રહ્યો અને સાહેબજી પ્રત્યે કહેતો હતો કે આપ ભગવાન છો તેવું ધારી હું એક વાત પૂછવા માટે તમારી પાછળ પાછળ આવ્યો છું. આપ કહેતા હો તો પૂછું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે પૂછ. પછી તે હરીજને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે મને અમારા લોકો ગુરૂ તરીકે માને છે અને હું અમારા લોકો પાસેથી અરધો રૂપિયો લઇ કંઠીઓ બાંધુ છું, તે કામ હું સારુ કરૂં છું કે કેમ ? તે કહો. ત્યારે સાહેબજીએ તે હરિજનને જણાવ્યું કે પૈસાની લાલચથી કોઇને પણ ખોટું કહેવું નહીં, તેમજ ખોટું બતાવવું નહીં. જેવું જાણતા હોઇએ તેવું જ કહેવું.
એક દિવસને વિષે સાહેબજી કેટલેક દૂર ઉપવનો તરફ પધાર્યા હતા ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. સર્વે મુમુક્ષુભાઇઓ સાહેબજીના સન્મુખે બેઠા હતા. તે સમયે સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો. ત્યાગ-વૈરાગ્ય સંબંધમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલતો હતો, તે સાંભળી સર્વે મુમુક્ષુભાઈઓનાં નેત્રો માંહેથી ચોધારાએ અશ્રુ વહેતા હતાં. તે સમયે એક ગાંડા જેવો માણસ કેટલેક દૂરથી બીભત્સ શબ્દોમાં બકવાદ કરતો કરતો આવતો હતો, જે સાંભળીને કેટલાક ભાઇઓ તે માણસ તરફ દૃષ્ટિ કરી જોયા કરતા હતા. તે માણસ જ્યારે સાહેબજીના સમીપમાં આવી પહોંચ્યો તે વખતે તે માણસ તદ્દન શાંત થઇ ગયો હતો.
સાહેબજી જ્યારે દિશાએ પધારતા હતા, ત્યારે હું સાથે જતો હતો. બીજા પણ કેટલાક ભાઇઓ સાથે આવતા હતા. રસ્તામાં ચાલતાં સાહેબજીના મુખારવિંદ માંહેથી અપૂર્વ બોધ થતો હતો જે સાંભળી ઘણો જ આનંદ થતો હતો જેનો નમૂનો અત્રે ધવલપત્ર પર મૂકવા અશક્ત છું, પરંતુ જેઓ તેઓશ્રીના પ્રત્યક્ષપણામાં સમાગમનો લાભ મેળવી શક્યા છે તેઓશ્રી તેનો અનુભવ મેળવી શક્યા હશે. બાકી તો વાણી દ્વારાએ આવી શકતું નથી. જ્યારે સાહેબજી દિશાએથી પાછા પધારતા હતા ત્યારે ભાઇ શ્રી અંબાલાલભાઇ સ્વચ્છ લોટામાં સ્વચ્છ જલ લઇ રાખેલ તે વડે સાહેબજીના હસ્ત, ચરણ પર જળધારા વહેવરાવતા હતા. ત્યાર બાદ સ્વચ્છ કપડા વડે લૂછી દેતા હતા. ત્યાર બાદ તે સ્થાને આશરે દોઢ-બે કલાક સુધી સ્થિરતા કરતા હતા અને અપૂર્વ બોધ દેતા હતા. ત્યાર બાદ મુકામે પધારતા હતા.
• સાહેબજીને ભાઇ શ્રી અંબાલાલભાઇ નવરાવતા હતા. સાહેબજી નાહીને ડહેલા પર પધારતા હતા. ત્યાં આશરે અગ્યાર વાગતા સુધી ઉપદેશધ્વનિ ચાલતો હતો. ત્યાર બાદ સાહેબજી જમવા માટે પધારતા હતા અને અમો સર્વે ભાઇઓ રસોડે જમવા માટે જતા હતા. લગભગ એક વાગે અમો સર્વે જમતા હતા, ત્યાં સુધીમાં સર્વે ભાઇઓ અન્યોન્ય સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશ શ્રવણ કરેલ તે સંબંધી વાતચીત ચલાવતા હતા. સાહેબજી કસોવાળી ગરમ પાસાબંદી પહેરતા હતા તથા કીરમજી રંગનો ફેંટો બાંધતા હતા.
Thous
ત્યાર પછી ફરી સમાગમ શ્રી અમદાવાદમાં થયો હતો. સાહેબજી અમદાવાદ પધાર્યા સંબંધી સમાચા૨ ભાઇ શ્રી અંબાલાલભાઇના કહેવાથી જાણ્યા હતા, જેથી હું તથા ભાઇ સબુરભાઇ તથા બાબરભાઇ તથા ભાઇ શ્રી અંબાલાલભાઇ અમો ચારે ખંભાતથી સવારે ગાડીમાં બેસી આણંદ સ્ટેશન સુધી ગયા. ત્યાંથી રેલવે ટ્રેનમાં બેસી અમદાવાદ ગયા. ત્યાં સાયંકાળે છ વાગતાના સુમારે પહોંચ્યા હતા. સ્ટેશન પરથી ભાડાની ગાડી ક૨ી જ્યાં સાહેબજીનો ઉતારો હતો ત્યાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ પ્રથમ ભાઇ શ્રી અંબાલાલભાઇ સાહેબજીના દર્શનાર્થે
૧૪૮