SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ REVERSIS સત્સંગ-સંજીવની EVERY SM પ્રશ્ન :- આ જીવે ધર્મનું સ્વરૂપ જાણ્યું છે? તેમ જ્ઞાનનું ? તેમ અજ્ઞાનનું ? તેમ મિથ્યાત્વનું ? તેમ જગતનું ? તેમ મોક્ષનું ? તેમ અધર્મનું ? તેમ સાધુનું તેમ અસાધુનું ? અને કષાયનું સ્વરૂપ જાણ્યું છે ? એ વિચારો મને યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશો. - જો જીવે ધર્મનું સ્વરૂપ જાણ્યું હોય તો અધર્મમાં કેમ પ્રવર્તે. જો જીવે જ્ઞાનનું સ્વરૂપ જાણ્યું હોય તો અજ્ઞાનમાં કેમ પ્રવર્તે. જો જીવે સમ્યકત્વનું સ્વરૂપ જાણ્યું હોય તો મિથ્યાત્વમાં કેમ પ્રવર્તે. જો જીવે મોક્ષનું સ્વરૂપ જાણ્યું હોય તો જગતમાં પ્રીતિ-ભક્તિ કેમ કરે, જો જીવે સાધુનું સ્વરૂપ જાણ્યું હોય તો અસાધુના આચરણ કેમ કરે. આ વિચારતાં જો તેનું સમાધાન સ્પષ્ટ લાગે તો જે જે પ્રકારે પોતે માન્યતા કરી અભિનિવેશ કર્યો છે તે કેમ કરે ? અને એવો એવો અભિનિવેશ મૂક્યા વિના ઉપર જણાવ્યા જે પ્રકારો તેમાં પ્રવેશ થવાય કે નહીં તે વિચારો. અનંતકાળથી તે આજ દિન પર્યંતમાં કોઈ પણ પ્રકારે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કોઈ પણ માઠા ભાવથી મન, વચન, કાયા કે આત્માના કોઈ પણ અધ્યવસાયથી ત્રિયોગે કાંઈ પણ દોષ થયો હોય તો ખરા આત્મભાવે કરી ખમાવું છું. અને હવે પછી તેવો કોઈ પણ દોષ ન થાય એમ પ્રવર્તવા ઈચ્છું છું. આક્રોશથી કાંઈ વચનવર્ગણાએ કરી દુભવ્યા હોય, આપની ઉત્કૃષ્ટ મનોવૃત્તિને મારાથી નિમિત્ત બન્યું હોય, કોઈ કોઈ પ્રસંગે મારા મન, વચન, કાયાના કે આત્માના કોઈ પણ યોગ અધ્યવસાયથી કહેવાનું બન્યું હોય તે અતિ દિનભાવે હું ક્ષમાવું છું. આપના પુણ્યોદયે અને ભવસ્થિતિના પરિપકવના કારણે આપને એવા મહાત્મા પુરૂષનો યોગ મળવો સૂજીત હશે તે બન્યો. હવે જે જે પ્રકારે સરૂની આજ્ઞા આરાધવી એ સૌ સૌની વૃત્તિના ખ્યાલ ઉપર છે, તેમાં કોઈ કોઈનું નિમિત્ત નથી. માટે આપ ગમે તે પ્રકારે પણ વિચરતા સત્યરૂષના-સદ્ગુરૂના ચરણસમીપમાં રહેવાની ઈચ્છા રાખશો. અને તેના પરિણામની વૃદ્ધિ કરતા રહેશો તો ભવિષ્યકાળે આપનું કલ્યાણ થશે. જે કલ્યાણ થવાના પ્રસંગે અનંતી અનુકંપા ઉત્પન્ન થશે તે એવી કે કેને તારૂં ? કોને પાર ઉતારું, અર્થાત્ મને પ્રાપ્ત થયેલો માર્ગ આ જગતના જીવ ક્યારે પામે આવી અનુકમ્પા પ્રાપ્ત થશે ત્યારે જ માર્ગનું યથાર્થ ભાન થશે કે જેને સંગે અનંતી દયા અને અનંતી ક્ષમાં રહી છે. માટે ધીર વીર થઈ જે માર્ગ પામવાના સાધનમાં પ્રવર્તવું એ જ કૃતકૃત્યતા છે. પ્રણામ પ્રાપ્ત થાય. પત્ર-૩૩ જીવ જો જરાય વિચાર કરે તો આ સાડા ત્રણ હાથનું પૂતળું જે દેખાય છે તેને તો બાળીને ભસ્મીભૂત કરવાનું છે. એવું સ્પષ્ટ જો જણાતું હોય તો પછી તેની સુશ્રુષા શા માટે કરવી જોઈએ. કારણ કે જે ઘર બાળી નાંખવાનું છે તે ઘરની આશા રાખી ગોખ જાળીયાં આમ મૂકાવીએ તો ઠીક દેખાય એવો જે વિચાર રાખવો તે નિરર્થક જેવો છે. તો પછી જે ચેલાદિકની આશા રાખી કે તે શરીરાદિ સેવાનું કારણ બને અથવા તે મારું નામ રાખે, સારો શિષ્ય છે એમ કહેવાય. મારી ભક્તિ કરવામાં ઠીક પડશે એ વિષે જે ભાવના રાખવી અને તેવી ભાવનાએ ગુરૂપણું આરોપણ કરી બીના ગુરૂપણે ગુરૂના ગુણ ધારણ કરવા એ અનંત સંસાર વધારનારૂં મહામોહનીય સ્થાનક જેની ૭૦ કોડા કોડીની સ્થિતિ છે, તેવું કર્મ ઉપાર્જન કરે છે. એવી જે વાત આપે શ્રી મુખે સાંભળી છે તે મને તો યથાતથ્ય લાગે છે. માટે મારી સમજણ પ્રમાણે ચેલાદિક કરવા કે પરિગ્રહાદિકની ઈચ્છા રાખવી એ આપ જેવા પવિત્ર પુરૂષને યોગ્ય નથી. કારણ કે જે પુરૂષને જ્ઞાની પુરૂષનો સમાગમ થયો છે તે પુરૂષ તો હવે કેવા પ્રકારથી છૂટાય એવી જ ભાવના રાખવી અને એ જ પ્રમાણે વર્તવું એ જ સંસાર ક્ષય કરવાનું કારણ ૨૧૭
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy