SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ GSSSS સત્સંગ-સંજીવની (E) - RESTRO આ બાળકના મુખાર્વેિદ માંહેથી પ્રકાશિત થયેલ ઉદ્ગારો ભાસ કરાવે છે. વળી આ બાળક કેવા પ્રકારે બધા જ પાઠ આંક વિ. લખી આપવા કહે છે કે તેમ થવું એ અશક્ય ગણી શકાય. શું તે બધું અમલમાં મૂકવામાં આ બાળક શક્તિવાન નિવડશે કે કેમ ? તે સંદેહને પ્રાપ્ત થવાય છે. તથાપિ આ બાળકના મુખમાંહેથી ઉદ્ભવ પામેલ સુભાષિત-નમ્રતા ભરેલ વાક્યોએ કરી ખરેખર વિશ્વાસને પાત્ર છે. આ પ્રમાણેના વિચારો પંડિતજી પોતાના મન સાથે કરતા હવા. તે સમયે આ આખપુરૂષે પંડિતજી પ્રત્યે તેના મનોગત ભાવ જાણી અતિ નમ્ર ભાવે જણાવ્યું કે આપશ્રી ઉદ્ભવ પામેલ છેવટના વિચારોથી હમારા કહેવા પ્રત્યે કોઈ અંશે પ્રતીતપણે થયા છો. આ પ્રમાણે આ આખપુરૂષના મુખાર્વેિદ માંહેથી ઉદ્ગારો થવાથી શ્રી પંડિતજી આશ્ચર્યપણું પામી સ્તબ્ધ બની ગયા કે આ શું ! આ મારા સમીપે કોણ પુરૂષ છે ! આ ઉદ્ગારો પ્રકાશનાર કયો પુરૂષ છે ? વળી આ ઉદ્ગારો ક્યાંથી શ્રવણ થાય છે ! ખરેખર આ બાળક નહીં પણ હરિએ આ બાળકરૂપ ધારણ કરેલ આ પુરૂષ હોવો જોઈએ. આ પુરૂષને શું શિક્ષણ આપવું. અર્થાત્ આ બાળકને હું શિક્ષણ આપવા યોગ્ય નથી. આ પ્રમાણે પંડિતજી પોતાના મન સાથે વિચારો કરતા હવા. બાદ આ આખપુરૂષ તરફથી થયેલ માંગણી માટે ચમત્કાર દર્શિત થવા અર્થે પંડિતજીએ આ આખપુરૂષ પ્રત્યે ફરમાન કર્યું કે આપની ઈચ્છાનુસાર આલેખીને બતાવો. આ પ્રમાણે ફરમાન થવાથી આ આપ્તપુરૂષે સ્લેટ-પાટી પર પેન વડે સશુદ્ધ અક્ષરે આલેખવા પ્રારંભ કર્યો. જેમ કોઈ પુરૂષ વિદ્વત્તાને પ્રાપ્ત થયેલ હોય, (જ્ઞાની હોય) અને લખવામાં સહેજે સમર્થ થાય તેમ આ પુરૂષે આ લોકોત્તર કાર્ય પ્રારંભિત કરવામાં સહેજે થઈ શકવું માની ટૂંક સમયમાં લખીને પંડિતજીને દર્શિત કર્યું. પંડિતજીને દૃષ્ટિગોચર થતાં જ પંડિતજી અતિ આશ્ચર્ય પામી આ પુરૂષ પ્રત્યે અતિપ્રેમયુક્ત હુવા, અને અતિ પ્રમોદિત હોઈ આ ચમત્કૃતિનું સ્વરૂપ સઘળાં વિદ્યાર્થીઓને એકઠા કરી તેમની સમક્ષ ઉત્સુકપણે તે બધું દર્શિત કર્યું, કહી દેખાડ્યું કે જાઓ, આ બાળક કેવો મહાન્ દેવી પુરૂષ છે. તે સઘળું જ જાણે છે. બાદ પંડિતજી આ આપ્તપુરૂષે ગુપ્તપણે ગોપવી રાખેલ લબ્ધિ પ્રભાવ તેને વધુ પ્રકારે પ્રકાશમાં મૂકાવવા અર્થે આગળ વધ્યા અને આ આખપુરૂષ પ્રત્યે કહેવા લાગ્યા કે હે બાળ વીરા ! હું તારી અનુપમ લીલાને જોઈ અતિ આનંદિત થયો છું. વળી તારી અનુપમ લીલાને વધુ પ્રકારે જોવા અર્થે ઈચ્છા ધરાવું છું. ત્યારે આ આપ્તપુરૂષ વિનયસહીત નમ્રભાવે પંડિતજી પ્રત્યે જણાવ્યું કે મારા યોગ્ય ફરમાવો જે હું મારી યોગ્યતાનુસાર આપશ્રી સમીપે દર્શિત કરીશ. આ પ્રમાણે આપ્તપુરૂષના મુખાવિંદમાંહેથી અમૃત ઉદ્ગાર સ્કુરિત થયા બાદ પંડિતજી બોલ્યા કે હે વીરા ! હું આજ દિન પર્વતમાં બહુધા પુરૂષોથી પરિચીત થયેલ છું. વળી લોકોમાં અગ્રભાગે મનાતા ડાહ્યા અને વિદ્વત્તા પામેલ પુરૂષોથી પણ પરિચીત થયેલ છું. છતાં આજ દિન પયંતમાં હારા સરખી અદ્ભુત લીલાનો પ્રકાશક પુરૂષ ક્યારે પણ દૃષ્ટિગોચર થયેલ નથી. જે આજે તારી અનુપમ લીલાએ હારા પ્રત્યે મ્હારી ચિત્તવૃત્તિને સંપૂર્ણપણે આકર્ષે છે. જેથી હું તારા પ્રતિ સંપૂર્ણપણાની માન્યતા રાખી (શ્રદ્ધા રાખી) હારી યોગ્યતા ધારું છું. અને તેથી તારી અનુપમ લીલાઓનો ભાસ વધુ પ્રકારે જોવા ઈચ્છા ધરાવું છું. આ પ્રમાણે પંડિતજીએ અતિ ઉત્કંઠિત ભાવે દર્શિત કર્યું. બાદ આ આપ્તપુરૂષે પંડિતજી પ્રત્યે અતિ લઘુત્વભાવે જણાવ્યું કે આપે મારા માટે જે કાંઈ દર્શાવ્યું તે પ્રસ્તુતિ) માટે હું યોગ્ય નથી. આપશ્રીની ઈચ્છાનુસાર મમ પ્રતિ આજ્ઞા ફરમાવો. જે હું મારી જોગ્યતાનુસારે આપશ્રી સમીપે દર્શિત કરવામાં ઉત્કંઠિત હોઈશ. આ પ્રમાણે આ આપ્તપુરૂષે દર્શિત કર્યું. ત્યાર બાદ પંડિતજીએ જણાવ્યું કે - કક્કાના પદો લખી શકશો ? ત્યારે આ બાળવારે જણાવ્યું કે હા-જી. તે લખી શકાશે. પંડિતજી આથી વધુ આશ્ચર્ય પામ્યા. ને હજુ આથી પણ વધુ પ્રકારે અનુભવગમ્ય થવા અર્થે આગળ વધ્યા કે હે વીરા ! તેં જ્યારે એમ જણાવ્યું કે કક્કાના પદો લખી શકાશે તો સાથે જો , મા, રુ ઈત્યાદિ શબ્દો લખી શકાય ૧૮૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy