SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ O GR S S S સત્સંગ-સંજીવની (SR SR SARSA () તેમ હોય તો તે પણ લખી દર્શાવો. આ પ્રમાણે પંડિતજી તરફથી આજ્ઞા થવાથી આ વીર પુરૂષે તે તરફ પ્રયાણ કર્યું ને સહજ માત્રમાં બંને કાર્યોની સમાપ્તિ કરી પંડિતજીને દર્શિત કર્યું. આ લખાણથી પંડિતજીને સ્તબ્ધ બનાવી દીધા. અને તે પોતાના મનમાં આશ્ચર્યચકીત થયા કે આ પુરૂષ કઈ સ્થિતિને પ્રાપ્ત થયેલ છે ? કયા આધારે આ બધું દર્શિત કરી શકે છે ? વિ. આ પુરૂષના સંબંધમાં વિચારો કરવામાં મગ્ન હૂવા. જેથી કેટલોક વખત સુધી પંડિતજી મૌનપણે બેસી રહ્યા. તેવે સમયે આ આપ્તપુરૂષે પંડિતજી પ્રત્યે લઘુત્વભાવે બે હાથવડે અંજલિ જોડી વિજ્ઞાપના કરી કે હે પંડિતજી ! આપશ્રીની કૃપાવડે, આપશ્રીના ફરમાનથી હું આપશ્રીએ કહેલા વિષયો લખી આપશ્રીની સમીપ મૂકી શક્યો છું. તથાપિ હજુ પણ મહારા મન વિષે આગળ નવિન વિષયો આપશ્રીની સમીપ આલેખવાની ઈચ્છા વૃદ્ધિમાન થતી જાય છે. તો આપશ્રીની આજ્ઞા હોય તો નવીન પાઠ આલેખું ? | આલેખેલું દૃશ્ય થતાં પંડિતજી એકદમ બાથમાં ભીડી ભેટી પડતા અને ગાત્રો પરે ચુંબન કરતાં, વળી આશિર્વાદ વાણીએ ઉદ્ગારો કહેતા હવા કે તું ખરેખર દૈવત બુદ્ધિવાન હોઈશ. હારી બાળચેષ્ટા ખરેખર એમ જ સૂચવન કરે છે. હારાં લક્ષણો હમોને એવી જ ખાત્રી કરાવે છે. ઈત્યાદિ આશીર્વાદપૂર્વકના ઉદ્ગારો પ્રગટ કરતા હવા. વળી તેઓશ્રી જ્યારે બોલ્યવયમાં બાળપણાની રમત-ગમ્મત કરવા અર્થે બહાર નીસરતા ત્યારે સહેજે તેઓશ્રી પ્રતિ સઘળાઓની પ્રેમદૃષ્ટિ આકર્ષાતી. વળી તેઓશ્રીની નિર્દોષ રમત-ગમ્મત તરફ લોકોના મન સહજે આકર્ષિત હોતા હવા. વળી તેઓશ્રી જતા હોય ત્યારે તેઓશ્રી તરફ દૃષ્ટિ થતાં વટેમાર્ગુ મહિયારીઓ અતિ પ્રેમિત હોઈ વાયણાં (મીઠડાં) લેતી હવી. લોક-વ્યાખ્યાન અનુસાર પાંચ વાક્યો પ્રાયે યથોચિત મનાય છે તેમ અત્રે જે પરમપુરૂષનું જીવન-વૃત્તાંત ધવલ પત્ર પ૨ ટાંકવામાં આવે છે, તેઓશ્રીને માટે તેઓશ્રીની બાળ ચર્યાએ જનસમૂહમાં ઉચ્ચપ્રકારનો ભાસ કરાવ્યો. જે પ્રેમની ફુરણાએ ભવિષ્યમાં મહાનૂ થવાના આશીર્વાદ આપતા હતા. જે પાંચ વાક્યોને અનુસાર આ પુરૂષરત્ન પરમનિધાનરૂપે, પરમજ્યોતિરૂપે પ્રગટ થયેલ છે. (૧) લક્ષ્મીમાન (૨) કીર્તિમાન (૩) ધીમાન (૪) ધર્યવાન (૫) કાંતિમાન. તેઓશ્રી બાળવયથી જ તર્ક શક્તિમાં નિપુણ હતા. વળી સૌંદર્યવાન, સુભાષિત બોલનારા હતા. વળી રમ્મત ગમ્મતમાં વિજયી નિવડ્યા હતા. * નોંધ : આ જીવનવૃત્તાંત લખતાં પૂ. શ્રી. અંબાલાલભાઈનો દેહોત્સર્ગ થવાથી અપૂર્ણ. અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ - અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો - એવા પરમકૃપાળુ સદ્ગુરૂદેવ - આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. - શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy