SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ OS S S SS SS સત્સંગ-સંજીવની ) SS સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હોલમાં લોકો ભરાઇ જતા, જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી ન હતી. તેથી ઘણા લોકો નીચે ઊભા-ઊભા સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઇ જતું જેથી લોકો આશ્ચર્યસહિત આનંદ પામતા અને વિચાર કરતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય ! - ત્યાર પછી સં. ૧૯૫૪માં ૫. કૃપાળુદેવનો સમાગમ વસો સ્થળે થયો હતો. અને છેલ્લો સમાગમ સં. ૧૯૫૪-માં ખેડામાં નરસીંહરામના બંગલામાં થયો હતો. ત્યારે સાહેબજીએ યોગ્ય શિખામણો આપી વૈરાગ્યનો બોધ કર્યો હતો. અને સંસારથી જલ્દી છૂટવા ઇચ્છા રાખવી, એમ કહ્યું હતું. બીજું સ્મૃતિમાં રહેલ નથી. 1 અહો ! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું. અહો ! તેમની વીતરાગતા. અહો ! તેમની મુખમુદ્રા. અહો! તેમની કૃપા ! એ બધું વચનમાં આવી શકે નહિં પણ બહુ સ્મૃતિમાં આવે છે. હું પામર એઓશ્રી માટે વધુ શું લખું.? પૂજ્ય ત્રિભોવનભાઇ માણેકચંદ - ખંભાત તારા ૐ સત્ શ્રી સહજાત્મસ્વરૂપી ભગવાનને નમો નમઃ શ્રીમદ રાજચંદ્રજીના સમાગમમાં ખંભાતવાળા શાહ ત્રિભોવનદાસ માણેકચંદ આવેલા અને તે સમયે જે પ્રસંગ બનેલા તે સ્મરણમાં રહેલું જે અત્રે લખ્યું છે. સંવત ૧૯૪૫ની સાલમાં અમદાવાદવાળા છગનલાલભાઇ સાથે શ્રી ખંભાતવાળા અંબાલાલભાઇને પત્ર વ્યવહાર ચાલતો હતો. અંબાલાલભાઇ તે સમયે શ્રી ઢુંઢીયાની જૈન શાળાના સેક્રેટરી તરીકે હતા. હું પણ તેઓની સાથે તે કામમાં દોરાયો હતો. અંબાલાલભાઇને તથા છગનલાલભાઈને પત્ર વ્યવહાર ચાલતો, તેમાંથી અંબાલાલભાઇએ લખેલા અમુક પત્ર છગનલાલભાઇએ શ્રી જઠાભાઇને વંચાવ્યા હતા. તે ઉપરથી શ્રી જેઠાભાઇએ અંબાલાલભાઇ પ્રત્યે કંઈ પ્રશ્નના આકારમાં પત્ર લખ્યો. તે પત્ર અંબાલાલભાઇએ વાંચ્યો અને તેના જવાબમાં લખ્યું શું ? તે મને બરાબર યાદ નથી. પણ અંબાલાલભાઇએ મને કીધું હતું કે આ લખનાર પુરૂષ બુદ્ધિવાન છે. આ સં. ૧૯૪૬ની સાલમાં ભાઇ સુંદરલાલ માણેકચંદનું ફરીથી લગ્ન થવાનું હતું. તેથી સાણંદ જાન જવાની હતી. તે જાનમાં હું તથા અંબાલાલભાઇ ગયા હતા. અને ત્યાંથી હું તથા અંબાલાલભાઇ અમદાવાદ ગયા હતા. ત્યાં છગનલાલભાઇને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. અમો તેમને ત્યાં ગયા. અને અમોને જુઠાભાઇને મળવાની આકાંક્ષા રહેતી હતી. પછી અમો જુઠાભાઇને ત્યાં ગયા હતા. જુઠાભાઇની શરીર પ્રકૃતિ નરમ રહ્યા કરતી હતી. પણ તેઓશ્રીમાં વિનયનો ગુણ ઘણો અદ્ભુત હતો. તેઓની સરળતાએ અમો બંનેના ચિત્ત હરણ કર્યો. કેટલીક ધર્મ સંબંધી વાતચીત થઇ હતી. પછી અમો જમવા ગયા હતા. જમીને ફરીથી અમો જુઠાભાઇ પાસે ગયા. જુઠાભાઇએ કહ્યું કે “હું ક્યાં પ્રતિબંધ કરૂં ?’’ આ વચન સાંભળતાં અમારા હૃય કંપાઇ ગયા. તે દિવસે છગનલાલભાઇને ત્યાં મોટો વરઘોડો ચઢવાનો હતો. તેથી અમોને તેડવા માટે માણસ મોકલ્યું. પણ અમારે જવાનું મન બિલકુલ નોતું છતાં જવું પડ્યું હતું. રસ્તામાં ચાલતાં ચાલતાં ઘણી ઉદાસવૃત્તિ રહ્યા કરતી હતી. અને જુઠાભાઇનું વચન બહુજ ખટકતું હતું કે આને કેવો ભાગ્યનો ઉદય !! ૧૧૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy