SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 103 આર્ય શ્રી પોપટલાલ પ્રત્યે, પત્ર એક પ્રાપ્ત થયો છે. સત્સંગ-સંજીવની પુત્ર-૮ સંવત ૧૯૫૪ શ્રાવણ સુદ-૧૪ સોમવા૨ ઘણા મુમુક્ષુઓને સત્સમાગમનો લાભ પામવાની ઈચ્છા રહે છે, અને તે ઈચ્છા રહે એ સ્વાભાવિક છે. કારણ કે ઘણા ઘણા કાળથી સત્પુરુષોનો વિયોગ છે, તેથી વર્તમાન કાળમાં કોઈ સત્પુરુષનું ઉત્પન્ન થવું થાય તો અસમાં સત્ નહીં હોવાની શંકા હોવાથી ઘણા જીવોને સત્ પ્રાપ્ત થવાની ઈચ્છાથી સત્સંગના લાભને પામવાની ઈચ્છા રહ્યા કરે છે. પણ તે ઈચ્છા પાર પડવી એ તો સત્પુરુષની ઈચ્છાનુસાર છે. વર્તમાન કાળમાં હાલ જ્યાં સુધી દ્રવ્યથી વ્યવહારથી સત્પુરુષોને ગૃહસ્થાશ્રમ વર્તે છે, ત્યાં સુધી મુમુક્ષુઓના સમાગમમાં આવવાનું પ્રતિબંધરૂપ ગણાય છે. તેમાં વળી ઉપદેશ કાર્ય કરવું એ પણ ગૃહસ્થાશ્રમીને અઘટીત જેવું છે. છતાં કોઈક મુમુક્ષુ ખાસ ઈચ્છાએ સત્સમાગમમાં આવ્યો અને સહેજ સ્વભાવે તેની સાથે વાતચીત થઈ તો થઈ, નહીં તો વખતે વાતચીત ના પણ બને, કારણ કે સત્પુરુષો કોઈ પ્રતિબંધમાં રહેતા નથી, એમ જાણી આપણે તેવા પ્રતિબંધમાં જ્ઞાની પુરુષોને નાખવા કે મુમુક્ષુઓને તે સમાગમના યોગમાં આવાગમનનું આમંત્રણ કરવાનો પ્રતિબંધ કર્તવ્ય નથી. આપ વિચારો કે માંડ માંડ કેટલીક વિનંતી કરતાં છતાં, આજ પોણા બે વર્ષ થયાં. થયેલા સત્પુરુષના વિયોગનો લાભ થવાનો, તે મહાન કૃપાળુદેવે કૃપા કરીને, સમાગમ યોગ બનવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, ત્યાં આપણે સાંભળવાનો યોગ મેલીને બધાનો સવડ કરવારૂપી પ્રવૃત્તિમાં પડવું પડે અને આવો યોગ બને ત્યારે તે પ્રવૃત્તિમાં વખત જાય. ત્યારે પછી સત્સંગ શ્રવણ, ઉપદેશનું સાંભળવું ક્યારે બને ? કારણ કે શ્રવણ કરવાની ઈચ્છા સર્વ જીવને સરખી હોય છે. અને સત્સંગમાં કેમ પ્રવર્તવું એ વિષે જગત જીવો અમાહિતગાર છે. એટલે હાલ તો આપણે આપણા માટે કૃપા થવાની ઈચ્છવી, તે કૃપા થયા પછી સહેજે કોઈ કોઈ મુમુક્ષુને પોતાને સમાગમની ખાસ ઈચ્છા હશે અને સમાગમમાં આવશે તો તેની ઈચ્છાએ પછી યથાવસરે જેમ થવું હશે તેમ થશે. મારી ઈચ્છા પ્રમાણે તો હાલ તો પ્રવૃત્તિમાં પડવું ઘટતું નથી અને અનુકંપા માર્ગનો ત્યાગ કરવો યોગ્ય નથી. જગત જીવો પ્રત્યે અનુકંપા રાખવી કે સર્વ જીવો ક્યારે સન્માર્ગને પામે, અને સત્પુરુષને પ્રવૃત્તિમાં નાંખવા નહીં કે આજ્ઞાનો ભંગ કરવો નહીં એ બંને વાતને સાચવી જેમ હિતાર્થ લાગે તેમ હાલ તો યોગ્ય છે. જો કે પ્રથમ તમોને જણાવેલું કે ક્ષેત્રાદિ વિષે હાલ અચર્ચિત રહેવું તો પણ તે વાત વનમાળીભાઈના જાણવામાં ત્યાં તરફથી આવી, જીવનો એવો સ્વભાવ છે કે જ્યારે સત્સમાગમનો યોગ થાય ત્યારે પ્રવૃત્તિને તેને કોરે ક૨વી પડે છે. અને તે કોરે કરતાં સત્યમાગમના લાભ વખતે કોઈ પ્રવૃત્તિ આવી નડતી હોય ત્યારે આજથી કોરે ક૨વાનું કારણ જણાવવું પડે કે મારે નિવૃત્તિમાં જવું છે અથવા તો જીવ જૂઠું પણ બોલે અને વાત જણાવે એટલે સ્વાભાવિક છે કે બીજા મોંઢે પણ જાય, સ્ત્રી આદિ જાણે, એ વિગેરે પછી ચર્ચિત થયા કરે. જો તે જીવને અણજાણપણે જણાવવામાં આવે તો તે જગતના પદાર્થો પ્રત્યે, પ્રવૃત્તિ પ્રત્યે, તેની ભાવના કેવી છે તે જણાઈ આવે. આ વિષે સહેજે લખ્યું છે. બધી જ વખતે વિશેષ માણસો રહે એવું કંઈ નથી. જ્ઞાની પુરૂષોની ઈચ્છાનુસાર છે. વખતે કેટલોક કાળ ૧૯૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy