SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ GREEી) સત્સંગ-સંજીવની કીકીઆઈ) () કોઈ પ્રકારથી સત્યરુષની આશાતના થાય નહિ. આ ભૂખ્યાને તે અમૃત ભોજનનું પાન કરાવશો, તમો દાતાર થાજો. તથા કૃપાળુને નમસ્કાર. પત્ર-૨૦ જેઠ વદી ૨, બુધ, ૧૯૫૩ પ્રગટ સરૂ ચરણાય નમઃ પરમ પવિત્ર ભાઈની સેવામાં, વિનંતી, આપના પત્રથી શ્રી કપાળુનાથના દર્શનનો લાભ મળશે તે ખબર સુણાવવાળા ઉમેદભાઈ પાસેથી સાંભળ્યા, તે માત્ર અમને જ કહ્યું છે. આપની પુન્યાનો તો પાર નથી જે એવા સત્પરુષના ચરણકમળના જોગે તે પ્રભુની અમૃતવાણીનું પાન કર્યું હશે. તમારી કૃતકૃતાર્થતાને ધન્ય છે. હું મહાદુર્ભાગી દુષ્ટ પરિણામી, અનાથને તે મહાત્માના દર્શનની અંતરાય પડી, વિજોગ પડ્યો. અતિખેદ ! એવો જોગ ઘણો દુર્લભ છે. આપ પત્ર લખી સત્યરુષના વચનામૃતનું કંઈ પાન કરાવવા કૃપા કરશો. લિ. મનસુખ પરસોત્તમના પ્રણામ. પત્ર-૨૧ માગશર વદ ૬, ૧૯૫૫ શ્રીમદ્ પરમગુરૂભ્યો નમઃ પરમ પવિત્ર આત્માર્થી પવિત્ર હિતાર્થના કરણહાર શ્રી અંબાલાલ લાલચંદની પવિત્ર સેવામાં, હું હાલ ઉપાધિમાં પડ્યો છું કારણ કે મારા કાકાજીનું મરણ થયું છે. આપના પવિત્ર મુખથી જે મારા હિતાર્થને માટે પરમ કૃપા થઈ હતી તેનો પશ્ચાત્તાપ વૃત્તિમાં ઘણો થાય છે. ખરેખર મારી મોટાઈ, ગુરૂપણાની અભિમાન પ્રકૃતિ, ક્રમે ક્રમે સમજાય છે. આપ વિના એ દોષ અવશ્ય વર્ધમાન થાત. હાલ પરગામના માણસોને ખંભાતમાં પેસવા દેતા નથી તેનું કેમ ? તે આપ કૃપા કરી જણાવશો. આપનો કે કોઈપણ પવિત્ર આત્માનો મારી અભિમાન વૃત્તિથી અવિનય, અભક્તિ કે કંઈપણ અપરાધ થયો હોય તેની ક્ષમા ઈચ્છું છું. લિ. સેવક મુનદાસના પ્રણામ વાંચશો. પત્ર-૨૨ ૐ શ્રી સદગુરૂ ચરણાય નમઃ પવિત્ર ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે, મુનદાસના પ્રણામ પ્રાપ્ત થાય. આણંદમાં પરમકૃપાળુ દેવની સેવામાં, દર્શનનો લાભ અમને બીજા દિવસે બપોરના બાર ઉપર અઢી ત્રણની અંદર મળ્યાથી પરમ આનંદ થયો છે. પરમકૃપાળુની મહાવૈરાગ્ય દશા જોઈ ચકિત થઈ ગયો હતો. તે વખતમાં સંદેશરવાળા જીવાભાઈએ એવો એક પ્રશ્ન કર્યો કે, હાલ મોક્ષ છે કે નથી ? તેનું કપાળુદેવે યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું. હાલ મોક્ષ છે, ગમે ત્યારે પણ કર્મથી અબંધ થાય તે પણ મોક્ષ કહેવાય. તથા કર્મ થકી સર્વથા મૂકાવું તે મોક્ષ - નિર્વાણ કહેવાય, પણ આજના પાંચમા આરાના મહિમાથી સત્યરુષનો બોધ સાંભળવો મહાદુર્લભ ૨૪૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy