SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ GRESS સત્સંગ-સંજીવની SERPERSON) કરી ત્યાગને માટે રોજ સત્સંગમાં પ્રસંગાનુસારે વાતચીત ચર્ચાય છે, અને નિવૃત્તિ સ્થિર કરવા નિત્ય નિયમાદિ વગેરેનો લક્ષ રાખવાનું બને છે. વિશેષને માટે તો વાતચીતનો પ્રસંગ વધારે બને છે. પણ જીવનો પુરુષાર્થ ચાલી શકતો નથી. | મુનિશ્રી દેવકરણજી આચારાંગ સૂત્ર વાંચવાનું કરતા હતા. તેમાંથી પ્રશ્ન પૂછાવ્યું છે કે તે નીચે પ્રમાણે આચારાંગ સૂત્રમાં મુનિઓને વિશેષ સંકડાશની વાત કરી છે. મુનિએ ગૃહસ્થને ત્યાં જતાં... અશુચિ વિગેરેથી પગ ખરડાય તો પથ્થર ઉપર પગ ધોવે નહીં, તેમજ લીલ ઉપર પગ ઘસે નહીં, પણ કાંકરાથી લુછી નાખે. .... ઇત્યાદિ જે વિશેષ પ્રકારે માંહે જણાવ્યું છે તેનો શો પરમાર્થ હોવો જોઈએ તે સમજી શકાતો નથી. તે જાણવાની મુનિ દેવકરણજીની ઇચ્છા છે. | કર્મગ્રંથ વાંચવાનો નિયમ સવારના ચાલુ છે. હાલ બીજા કર્મગ્રંથમાં ઉદયનો અધિકાર વંચાય છે. પ્રથમ કર્મગ્રંથમાં ત્યાગનું વિશેષપણું પ્રદર્શિત કર્યું હોય એમ લાગે છે. મિથ્યાત્વાદિકના જવાથી વિરતિપણું આવે છે. તેથી કષાયાદિકનું ટળવાપણું થઇ અયોગિપણું પ્રાપ્ત થાય છે. અને એવું જે વિરતિપણું પ્રાયે આવ્યાથી સર્વ પ્રકારના મિથ્યાત્વાદિકનો રસ મોળો પડી ક્રમે ક્રમે કરી સર્વ વિરતિપણું આવ્યાથી સર્વ પ્રકારના મિથ્યાત્વાદિકનો નાશ થાય છે. પર્વે બાંધેલા એવાં વેદનીય કર્મ ઉદયથી તે વેદના વેદતાં તે પ્રત્યે જે મોહાદિથી રાગદ્વેષ વર્તે છે અને ઇષ્ટ અનિષ્ટ પદાર્થાદિકમાં જે હાસ્ય-શોક આવે છે તેથી અને બીજા તેના મૂળ ૩૨ પ્રકાર લઇ ઉત્તર ૩૪૦ પ્રકારે છે. તે મોહનીય કર્મનું ગ્રહણ થાય છે. એમ પ્રતિપાદન કરી તેથી આઠે કર્મ ઉપાર્જન કરે છે એમ સૂચવ્યું હોય તેમ લાગે છે. - જે મોહાદિક કર્મની અનુદીરણા કરવાથી અથવા તે મોહાદિના નહીં ગ્રહવાથી તે આઠે કર્મનો ક્ષય થાય છે, નવાં કર્મ બંધાય છે તેના મુખ્ય આઠ ભેદ લઇ તેથી નિવૃત્ત થવાનું અધિકાધિક તેમાં સૂચવ્યું છે તેમ મારી અલ્પદષ્ટિથી સમજાય છે. તેમાં વળી પ્રવૃત્તિવાળી દશાથી ને કર્મ ગ્રંથ વાંચવાથી મન તેમાં સ્થિર થાય છે. એ મુખ્ય ઉપાય સમજાય છે. પણ તેનો પરમાર્થ થોડામાં વિશેષપણે સમજવા – સુગમપણે સમજવાનું કેમ બની શકે ? ... અને આત્માર્થ ભણી કેમ વલણ થઈ શકે એ જાણવાની ઇચ્છા રહે છે. તે ....સવિનય વિનંતી કે પૂ. શ્રી મનસુખભાઇએ શ્રી ચત્રભુજ બેચરદાસને માટે ગૃહસ્થાશ્રમનો ચિત્રપટ મોકલવા જણાવ્યું છે તે આપ કૃપાયુક્ત આજ્ઞાનુસાર કરીશ. પૂ. શ્રી મનસુખભાઇ રવજી જણાવે છે કે શ્રી પરમકૃપાળુદેવના પવિત્ર હસ્તથી લખાયેલા કેટલાક ઉપદેશ પત્રો મારી પાસે છે તે આજ્ઞા થયેથી મોકલવાનું કરીશ. તો યોગ્ય અવસરે તે પત્રો અત્રે પ્રાપ્ત થવા પરમ કૃપાયુક્ત પવિત્ર આજ્ઞા થયે પરમોત્કૃષ્ટ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થયો સમજીશ. અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર સ્વીકારશોજી. ( પત્ર-૪૭ શ્રીમદ્ સદ્ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર, પરમકૃપાળુ, દેવાધિદેવ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવ પ્રભુશ્રીની સેવામાં : ગઈ કાલે રવિવારે અત્રે સાંજના મારું આવવું થયું છે. રસ્તામાં આવતાં વીરમગામ સ્ટેશને પર
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy