________________
O SEEKERS સત્સંગ-સંજીવની SS SS SS ()
પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષુઓ ઉપર લખેલા પત્રો
પત્ર-૧
શ્રી સદ્ગુરુ ચરણાય નમઃ
પૂ. મુનિશ્રીજી, પવિત્ર સેવામાંથી અસંગ અપ્રતિબદ્ધ થવાની ઈચ્છાનો પત્ર સવિગત વાંચી પરમ આનંદ થયો છે. પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી આપને જેમ યોગ્ય લાગે તેમ વિચારશો. આપ અસંગ થાઓ એ હું ખુશ છું. અને તેમજ ઈચ્છું છું. બાકી સામાન્ય મુમુક્ષભાઈઓ અને બાઈઓને હવે બીલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થયે આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે.
ચારિત્ર ધર્મમાં સર્વ મુમુક્ષુઓ પ્રમાદને આધીન વર્તે છે. તેને જાગૃત રાખનાર કોઈ છે નહીં. હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલા માણસો તેથી તેઓની દયા આવે છે. બાકી જગતમાં અનંત જીવો છે. અને જો તેમની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક રહી જશે. માટે આપણે જ જો સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું હિત થશે. તે પછી તે દશા દ્વારાએ જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપા રાખવી.
આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી. વડવા અથવા ઈડરથી આવતાં આપની જે દશા હતી તેવી દશા આપને પહાડો અથવા એકાંતમાં રહેતાં પ્રાપ્ત થાય એમ લાગે છે ? આપ આટલો વખત. કરમાલામાં નિવૃત્તિથી રહ્યા, તેથી અનુભવમાં આવ્યું હશે, કદાપિ તે દશા પરાણે બળથી લેવા જઈએ એકાદ દિવસ રહી પાછી જતી રહે છે, કારણ કે અત્યારે તે દશા લેવી તે કૃત્રિમતા છે.
પ્રથમ તો સત્સંગમાં તે દશા સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી પરભાવની લાગતી એમ સહેજે બનતું. તે પરમ સત્સંગનું ફળ હતું. હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ તો લઈ શકાય પણ તે સત્સંગના પ્રત્યક્ષ યોગ સિવાય વધુ વખત ટકી. શકે એ મને તો મુશ્કેલ લાગે છે.
તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું. જવું, પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું. આમ કરવામાં આવશે તો વિશેષ દશા અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ મારા સમજવા પ્રમાણે મેં લખી છે.
આપ તો ગુણજ્ઞ છો. આપને ગમે તેમ પ્રવર્ત હોય તે આપ જણાવશો. આત્મદશા જાગૃત કરવાનું મુખ્ય સાધન મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું. કોઈપણ પદ, કાવ્ય અથવા વચન તે મુખથી ઉચ્ચાર થતો હોય અને મન તેમાં પ્રેરાઈ વિચાર કરતું હોય તો કાયા એ મનની વૃત્તિને અનુસાર વર્તે છે. મન દોરાય ત્યાં કાયા દોરાય છે. મન જો વિચારમાં પ્રવર્તે તો કાયા શાંત રહે છે. જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર એ બે કામ સાથે લયતારૂપે થયા કરે તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગૃત કરે છે. માટે અલ્પ પરિચય, અલ્પ પરિગ્રહ, આહારનો નિયમ અને નિરસભાવ આ બધા સાધનો કર્તવ્ય છે. અને તે સાધનો ઉપરની દશા મેળવવામાં ઉપકારભૂત થાય છે. અને તેથી નિર્જરા થઈ કર્મક્ષય કરે છે. જેમ જેમ લયતા વિશેષ તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન
૧૯૧ -- ,