________________
D SHARE) સત્સંગ-સંજીવની
)
પરમકૃપાળુ પરમદયાળુ, પરમોપકારી, પરમઆનંદી, સહજાનંદી, પરમ સ્વરૂપી, ત્રિલોક્યનાથ, તરણતારણ, જગતમાતા, જગતભ્રાતા, જગત્રાતા, જગતબંધુ, દીનાનાથ, દીનદયાળ, દીનબંધુ, સર્વોપરી પરમ પૂજ્ય, અનાથના નાથ, અશરણના શરણ, સત્યપ્રભુજીશ્રીની પવિત્ર સેવા પ્રત્યે વંદું છું. હું અલ્પજ્ઞ મૂઢ, અશરણ, અનાથ, પામર, ત્રિવિધ યોગે પરમ પ્રેમે નમસ્કાર કરું છું. કોઇ પણ પ્રકારે આપ સર્વાત્મા પ્રભુજીશ્રીનો અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે અસત્કાર વિગેરે કોઇપણ દોષ, વળી અન્ય પ્રકાર સંબંધીનો દોષ મારા કોઇપણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો અત્યંત નમ્રપણે, અત્યંત દીનપણે ફરી ફરીને ગુણસ્તવન કરી કરીને, ગુણચિંતવન કરી કરીને ક્ષમાવું . નમસ્કાર કરું છું. વંદન કરું . મસ્તકે કરી પ્રદક્ષિણાએ કરી દંડવત્ કરી વારંવાર ક્ષમાવું છું. ( પત્ર દ્વારા દર્શન લાભ આપવા દયા કરશોજી. હાલ ત્યાં ક્યાં સુધી સ્થિરતા છે, તે યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશોજી.
લિ. દીન છોરૂ અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક વારંવાર પ્રતિસમય નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૬૩૫)
પત્ર-૧૦
ખંભાત
કાર્તિક સુદ ૧૨, બુધ, ૧૯૫૨ ગુણાતિત દેહાદિ-ઇન્દ્રિજહર, કીયે સર્વ સંહાર વૈરી તુફાન |
મહા શુર વીર નહી કો વિષાદ, નમો રાજચંદ્રમ્ નમો રાજચંદ્રમ્ // જે મહાપુરુષની દેહાદિક ઇન્દ્રિયો પોતાના ગુણ મૂકી આત્મપરિણામરૂપ થઇ છે, જેથી ક્રોધાદિક કરી ચાર અને રાગદ્વેષાદિક શત્રુનો જેણે સંહાર કહેતાં નાશ કર્યો છે, અને અનાદિ કાળની વિપર્યાસ બુદ્ધિ જેની મટી આત્મા આત્મપરિણામરૂપ થયો છે જેનો, અને તે આત્મપરિણામના વિષે સદા જાગૃતપણુ વર્તે છે જેને, એવા મહા શૂરવીર છે, સર્વ પર્યાયે જેને આત્મા ભાસી રહ્યો છે, આત્મામાં તદાકારપણું વર્તે છે જેને, એવા સર્વાત્મા પ્રભુજીશ્રી રાજચંદ્રજી નામરૂપ સર્વાત્માને ત્રિકાળ નમો નમઃ
અશરણને નિશ્ચય શરણના આપણહાર એવા કૃપાવંત પ્રભુશ્રીજી !
બે દિવસ થયા પત્રની રાહ જોતો હતો જેથી અલ્પજ્ઞ આત્માથી કોઇ કલ્પનાથી કલ્પાયું હોય અથવા પ્રાય ખોટું હોય, તો તે માટે અથવા કોઈપણ રીતે અયોગ્ય અવિવેકરૂપ લખાયું હોય, તો અત્યંત દીનપણે આત્મભાવથી પુનઃ પુનઃ નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું. તે આપ સાહેબ ક્ષમા આપવા યોગ્ય છો. એવો અલ્પજ્ઞ મૂઢાત્મા છું. જેથી આ દીન પ્રાણી પ્રત્યે, જે ભૂલ જણાવવી યોગ્ય લાગે તે જણાવવાની દયા કરશો, એમ આ અલ્પજ્ઞ આત્મભાવથી ઇચ્છે છે.
- જે પુરુષની દેહ બુદ્ધિ મટી છે, સદા સર્વ આત્મા વ્યાપી રહ્યો છે, સદા ભાસી રહ્યો છે જેને, એવા આત્મજ્ઞ કે જે આત્મસ્વરૂપ જ છે, આત્માકાર જ છે, આત્મારૂપ જ છે એવા સર્વાત્મા શ્રી રાજચંદ્રજીને આ અલ્પજ્ઞ આત્માનો આત્મભાવથી ત્રિકાળ નમસ્કાર છે.
૧૯