SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ GENERGE) સત્સંગ-સંજીવની @( અલ્પ અજ્ઞાની કુંવરજીના નમસ્કાર વાંચશો. ૫. ત્રિભોવનભાઈ, કીલાભાઈ, નગીનભાઈ વિ.ને નમસ્કાર KI} પહોંચે. ના ભાદરવા વદ ૧, શનિ, ૧૯૪૭ - કલોલ. | નમો નમઃ પ્રભુ રાજચંદ્ર સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, * આપનો પત્ર ગયાં કાલ દને આવ્યો તે પહોંચ્યો છે. હું ત્યા બંને મહાત્માઓ રાળજથી ભાદરવા સુદ ૧૦ને રવિવારના અગિયાર વાગે કલોલ ક્ષેમકુશળ પોંચ્યા છીએ. ને તે જ દિવસ અહીં (કલોલ) આગળ રહી સોમવારના | સવારના બંને મહાત્માઓ અમદાવાદ પધાર્યા. ને ત્યાંથી બંને મહાત્માઓ વિરમગામની ટિકિટ લઈ વિરમગામ પધાર્યા. ને ત્યાંથી એક દિવસ રહી મંગળવારે સાયલે જવાનો વિચાર હતો. હું પણ અમદાવાદ એમની સાથે ગયો હતો. તે સહેજ વિદિત કરું છું. ઉપર લખેલા વખતમાં સત્યરુષોના ચરણ સમીપ આ બાળકનો સમાગમ રહ્યો હતો. - કલોલ પધાર્યા પછી અમારા કુટુંબના ઘણા માણસો મળવા સારૂં આવેલા. તેમની સાથે વાતચીત કરવા મહાત્મા રોકાયા હતા. તેવા સમય પરત્વે આ બાળક સાથે કંઈ પણ વાતચીત થઈ નથી. | ઉગરીબેનને દર્શનનો લાભ થયો, પરંતુ ઘણા માણસો મળવા આવેલા તેથી કંઈ પણ વાતચીત થઈ નથી. વળી સાંજના ચાર વાગતાના સુમારે મેળાપ થયો તેમાં સાહેબજીએ કહ્યું કે કૉંઈ પૂછવાનું હોય તો પૂછો. તો ઉગરીબેને જણાવ્યું કે હું તો કંઈપણ જાણતી નથી, પણ મારા આત્માનું હિત થાય તેમ કરો. ને પરોઢિયાના સમય જા પરત્વે મહાત્માશ્રી ઉગરીબેનને ‘યમ નિયમ સંયમ આપ કીયો' એ કવિતાના અર્થ સમજાવવા બેઠા. સુજ્ઞ ભાઈ ! મહાત્માઓના વિરહતાપથી આ બાળકની દશા (સમાગમ થયા પહેલાંની દશા કરતાં) કંઈક સુધરશે. આગળ તો મહાત્મા જાણે કે કેમ થશે ? પ્રિય ભાઈ ! બંને મહાત્માઓનો વિરહ આ બાળકને ઘણો જ સાલે છે. એ વિષે કાંઈપણ લખી શકાતું નથી. કૃપાળુદેવના ફોટોગ્રાફની નકલો તૈયાર થઈ હોય તો બાળકને મોકલાવશો. કારણ દિન ૧0ની અંદર ઉગરીબેનને અમદાવાદ જવા વિચાર છે. તો પોતે સાથે લઈ જાય. અત્યારે એ જ. પત્ર લખવા કૃપાભાવ રાખશો. અયોગ્ય લખાણને માટે ક્ષમા ઈચ્છું છું. આપના પિતાજી તથા | માણેકચંદભાઈ, છોટાલાલ, સુંદરલાલ તથા ત્રિભોવનને મારું પાયલાગું કહેશો. તમારા લિ. કુંવરજીનું પાયલાનું સ્વીકારશોજી. પત્ર-૧૭ આસો વદ ૧૧, ૧૯૫૨ - ખંભાતથી નડિયાદ. પવિત્ર મુરબ્બી હિતકારી પરમ ભાગ્યશાળી, પરમહિતના વાંચ્છક ભાઈ અંબાલાલભાઈની સેવામાં. લિ. અલ્પ પામર બાળ ત્રિભોવનભાઈ તથા દાસ કીલાના નમસ્કાર. આપ મોટા ભાગ્યના ધણી કે પરમકૃપાળુનાથ દીનદયાળ, પરમહિત વંચ્છક, ભૂલ્યાને માર્ગ બતાવનાર, (A) ચારગતિમાં પડતા જીવને, સંસાર સમુદ્રમાં તણાઈ જતાને તારનાર, સફરી જહાજ સમાન, પરમાર્થે જેનો દેહ છે, તરણતારણ, સહજાત્મસ્વરૂપી, આત્માનંદી, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રની પેરે શીતળતા કરણહાર, પારસમણિ ૨૪૩
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy