________________
SિMS સત્સંગ-સંજીવની
)
તેને ટાળવાનો ઉપાય પણ ક્યાંથી થાય ? માટે તે દોષો ટળેલા છે જેના અને તે દોષ ટાળી શકવાનો ઉપાય બતાવનાર છે એવા નિર્દોષ જ્ઞાની પુરૂષને સેવવામાં તમે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે સંદેહ આણશો નહીં અર્થાત્ બેધડકથી નિઃશંકપણે એવા જ્ઞાની પુરૂષની સેવા કરજો કારણ તેવા પુરૂષની મુખ્યતા છે. અને તેવા પુરૂષના કારણ વિના સ્વરૂપમય સ્થિતિ પામવાના કારજની સિદ્ધિ થતી નથી. જેમકે કોઈ અજાણ્યો માણસ માર્ગે જતાં પોતે ભૂલો ન પડે અથવા અવળે માર્ગે ચઢી ન જવાય તેટલા માટે જાણીતા પુરૂષને ઠેઠ સુધી સાથે રાખવાની આવશ્યકતા ઈચ્છે છે. તેની પેઠે સ્વરૂપ સ્થિતિ પામવાને માટે સ્વરૂપ સ્થિતિ પામેલા એવા પુરૂષની મુખ્યતા છે અને જે સાધક તેવા સગરૂથી વિમુખપણે રહીને એટલે સત્યરૂષના કારણ રહિત થઈને નિજેચ્છાએ સ્વંકલ્પનાએ પ્રવર્તે છે તે ઉન્માદપણે ભવવૃદ્ધિ કરે છે એમ સમજવું.
(૬) મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; | દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સંભવ.... // ૬ //.
અર્થ : જે એવી રીતે સદ્ગુરૂના આશ્રયથી રહિતપણે પ્રવર્તે છે તેવા બાળજીવો સેવનાની રીતિને અજાણતાં થકો સુગમપણે કરી સેવના કરીએ છીએ એમ માને છે. પણ હે પ્રભુ ! તમારી જે સેવના તે તો અગમ કહેતાં - ગમ ન પોંચે અને અનુપ કહેતાં જેની ઉપમા ન અપાય તેવી છે. તેને બાળ જીવો કયાંથી જાણે ? પણ મારી તો એટલે આ સેવકની તો એજ યાચના, ઈચ્છા છે કે આનંદરૂપી જે ઘન તેમાં તદ્રુપ સ્થિતિ તે જ કદાચિત્ એટલે કદાપિ આપો તો આપજો.
ઈતિ સંભવજિનનું સ્તવન સમાપ્ત.
ચોથા શ્રી અભિનંદન સ્વામિનું સ્તવન (૧) “અભિનંદન જિન દરીસણ તરસીયે, દરીશણ દુર્લભ દેવ;
મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.” // ૧ // અર્થ : હે અભિનંદન જિનેશ્વર ! તમારા દર્શન એટલે તમે જે સ્વરૂપને પામ્યા તે સ્વરૂપને પામવા તરસીયે કહેતાં વાંછીયે છીએ, ઈચ્છીએ છીએ પણ તે સ્વરૂપને પામવું દુર્લભ થઈ પડ્યું છે. કારણકે જે સ્વરૂપ જેનાથી પમાય એવા જ્ઞાની પુરૂષની દુર્લભતા થઈ પડી છે. જો કે સર્વકાળ તેવા જ્ઞાનીપુરૂષની દુર્લભતા છે તેમાં વળી આવા દુષમકાળને વિષે અત્યંત દુર્લભતા હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને તે દુર્લભતાથી સ્વરૂપની પ્રાપ્તિ થવી ક્યાંથી સંભવે ? આત્મસ્વરૂપ પામવા માટે જે જે મતવાદીઓ એટલે બૌદ્ધ, નૈયાયિક, જૈમિનિ, વિશેષાદિક તથા તમારા નામથી પ્રવર્તતા એવા જુદા જુદા ગચ્છાદિ સંપ્રદાયોમાં જઈને પૂછું છું તો સૌ અહમેવ કહેતા પોતાનું અહંકારપણું સ્થાપે છે. એટલે એમ કહે છે કે તમે અમારા મત પ્રમાણે ચાલો, અમે કહીએ તેમ કરો તો તમારું ભવિષ્યકાળે કલ્યાણ થશે પણ તેથી કાંઈ સ્વરૂપ સ્થિતિનો માર્ગ પામવો, સંભવતો નથી. (૨) “સામાન્ય કરી દરશણ દોહીલું, નિર્ણય સકલ વિશેષ;
મદમેં ઘેર્યો રે અંધો કેમ કરે, રવિ શશી રૂપ વિલેખ.” || ૨ //. અર્થ : કારણકે સામાન્યપણે કરીને એટલે મતાગ્રહી લોકો કરે છે તે પ્રકારે કરીને તમારું દર્શન એટલે આત્મસ્વરૂપને પામવું અતિ દોહીલું છે. જેમકે કોઈ એક જન્માંધ પ્રાણી હોય અને તેને મદ્યપાન કર્યું હોય તે પ્રાણી સૂર્યચંદ્રના સ્વરૂપને અણજાણતો થકો તેની ગુણ પ્રવર્તના ઉપકારને જાણી ન શકે તેમ. અનાદિકાળના મિથ્યાત્વાદિ દોષે કરી જાતિ અંધ છે અને વળી તેને મતાંતરના આગ્રહરૂપી મદીરા પીધો છે. તે પ્રાણીઓને
૨૩૧