SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ @ ફિHERERS સત્સંગ-સંજીવની (SHREFORSી ) કર્યું. તે હકીકત તે વખતે પૂ.શ્રી. રેવાશંકરભાઈ હાજર હતા તેમના તરફ પૂછવાથી જાહેર થશે. હું હાજર હતો અને સેવામાં રહેતો તથા તેઓશ્રીની સેવા વખતે વાત-ચીત થતી તથા એમના શરીરને જે વ્યાધિ થતી તે અમારા જોવામાં આવતી તે ઉપરથી હું કહું છું, કે તેમનો પુરુષવેદ ક્ષય થયો હતો. લાયક સમ્યકત્વ આત્મજ્ઞાન સંપૂર્ણ હતું. સંઘયણ વજ ઋષભનારાજ હતું. તથા કેમ જાણીએ ઘણાં કર્મ આ ટુંકા સમયમાં વેદી પૂરા કરવાના હોય એમ જણાતું હતું. વળી પોતે પૂ.શ્રી. મનસુખભાઇને એમ પણ પ્રકાશેલ કે “હવે પછી હું કોઇ પણ માને રોવરાવીશ નહીં.” તે ઉપરાંત અમુક અમુક વખતે પૂ.શ્રી મનસુખભાઈને સૂચવેલ કે – “તમારા ભાઈનું સમાધિ મરણ થશે.” સવારના નવ બજ્યાથી પાછળથી જે હકીક્ત બની તે સઘળી આપને નિવેદન કરવા પૂ.શ્રી નવલચંદભાઇને વિનંતી કરી છે. કારણ કે તેઓ નિર્વાણ સમયે હાજર હતા. અમો શ્રી વવાણિયા ગયા નથી, જવા ઇચ્છા નથી. અલૌકીક પુરૂષને માટે લૌકિક સાચવવા જરૂર જણાતી નથી. હું હાલ દસેક દિવસથી ગામ ગયેલ, રાત્રિએ આવ્યો છું. પાછળથી વવાણિયા જવા માટે વીરમગામ આદિ સ્થળેથી પૂછાવેલું. તેમને પૂ. શ્રી. નવલચંદભાઇએ ન જવા લખી જણાવેલ છે. મારો પણ એ જ અભિપ્રાય છે. અહીંથી પણ કેટલાક પૂછે છે તેમને પણ તે જ અભિપ્રાય આપીએ છીએ. ફક્ત સગપણ સંબંધ ધરાવનાર જ લૌકિક પ્રસંગે મોરબી આદિ સ્થળેથી વવાણિયા જશે. મારો પોતાનો અભિપ્રાય એમ થાય છે કે આપ ખુદ જ માતુશ્રી તથા પિતાશ્રી તથા બાઇશ્રીના પ્રસંગમાં એકથી વધારે વખત આવ્યાં હશો ? માટે આપ એક જ તેમના મોઢા સુધી આવો તો તેમના અંતઃકરણમાં ધીરજ થાય. આપ ઘણે દૂર હોવાથી આ તરફ પધારવાની અગવડ તો જો કે ઘણી છે. તેથી લખવાને મન અચકે છે. પરંતુ આપને એકને આ તરફ પધારવા પૂ.શ્રી. નવલચંદભાઇની પણ સલાહ થાય છે. અને જો એમ બનશે તો જવાનો રસ્તો મોરબી થઇ છે. માટે અહીં રૂબરૂ કેટલીક અરજ આપને કરવાની છે. તે બની શકશે. પત્ર દ્વારાએ તમામ ખુલાસા નિવેદન કરી શકાય તેમ નથી. જેઓ આવવા ઇચ્છા રાખે છે તેમણે પત્રથી પુ.શ્રી મનસુખભાઇને અથવા પૂ. પિતાશ્રીને દિલગીરી જણાવવા હરકત નથી. પૂ.શ્રી મનસુખભાઇએ મને તથા પૂ.શ્રીનવલંચદભાઇને શ્રી વવાણિયા બોલાવેલ છે, પરંતુ ત્યાં જવાનું કેટલાક કારણથી બની શકે તેમ નથી. ભારતભૂમિનો તેમાં વિશેષે કરીને આપણો જ પ્રકાશિત સૂર્ય અસ્ત થયો છે. કલ્પવૃક્ષ ફળ આપતાં આપતાં ચાલ્યું ગયું છે. રત્નચિંતામણી ઇચ્છિત ફળ આપી શકે છે એવું ફળ લેનારાના સમજવામાં આવતાં કાળરૂપી કાગડાએ તે ચિંતામણીને ખસેડી મૂક્યું. આપણે સર્વ બાળકો ઘોર અંધાર સંસારમાં મુસાફરી કરતાં જે સફરી જહાજ હાથ આવેલું પરંતુ પંચમ કાળના પવનના જબરા ઝપાટાથી તે આશ્રય ખોઇ બેઠાં છીએ. સહજ આત્મસ્વરૂપ પ્રભુના વિરહથી જે ખેદ થાય છે તે કોઇ પણ પ્રકારે વર્ણવી શકાય તેમ નથી. તેની સાથે એવા તો બેશુદ્ધ બની ગયા છીએ કે શું કરવું તે કાંઇ સૂઝતું નથી. શું લખવું ? યા શું વિચાર કરવો ? યા કેમ કરવું ? તે સઘળું ખેદાદિક કારણને લઇને કાંઇ પણ સૂઝતું નથી. હવે પછી નીચેની બિના લખવાથી આપના ખેદમાં વધારો કરનાર હું થઇ પડીશ તો પણ મારે લખ્યા વિના ચાલતું નથી. તે એ કે ચૈત્ર સુદી પુનમના રોજ આપને તથા મુનિઓને એક પત્ર લખવા મને આજ્ઞા કરી હતી. તેથી સેવાથી પરવારી કાગળ લખી જ્યારે વંચાવવા લઇ ગયો ત્યારે તેઓશ્રી બોલ્યા કે મારા કહેવાનો મતલબ ફરી ગયો છે. અમુક વાત વિપરીત લખાણી છે. તે પ્રમાણે ભૂલનો ઠપકો આપવાથી હું બહુ ખેદખીન્ન ૨૯૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy