SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. સાયલેથી લીઃ અલ્પજ્ઞબાળ ત્રંબકના નમસ્કાર વાંચશો. | | | આપનો પત્ર વ. ૮૩૩ ગઇ પરમદિવસે સાંજે આવ્યો. તે વાંચી રાતે શ્રી ડુંગરભાઇ પાસે વંચાવવા ગયો હતો. પણ શુધ્ધિ નહીં હોવાથી કાગળ નથુલાલને આપેલ હતો. દસ બજ્યા પછી શુધ્ધિ આવેલી ત્યારે વંચાવ્યો. વળી ગઇકાલે દસ બજ્યે શુધ્ધિ આવી ત્યારે ફેર વંચાવ્યો પછી તે કહે જે “સાહેબજીએ લખ્યું છે તેજ પ્રમાણે ને તેવી વૃત્તિમાં છું, મારે બીજાં કાંઇ નથી. હવેથી મને કોઇ બોલાવશો નહીં. મારા ધ્યાનમાં ચૂક પડે છે”. તેમ કહી સૂતા અને બોલતા બંધ થયા. તાવ આવી શરીરમાં ધ્રુજ થઇ ગઇ. કાલ રાતના નવ વાગતા શ્રી ડુંગરે સુખ સમાધિ સહિત તે દેહનો ત્યાગ કરી અપૂર્વ હીત કર્યું છે. તે આપને જણાવવા લખ્યું છે. દઃ સેવક ત્રંબક. (જવાબ વ. ૮૩૪) JAY પરમપૂજ્ય બોધસ્વરૂપ, જ્ઞાનમૂર્તિ, કૃપાસાગર, રાયચંદ્રભાઇ ૨વજીભાઇની સેવામાં પત્ર-૯૧ સં. ૧૯૫૧ આપની કુશળતાનો પત્ર લખાવી આનંદીત કરશો એવી આશા છે. અનુભવપ્રકાશ નામનો ગ્રંથ વાંચતાં તેમાંથી થોડી હકીકત ઉતારી આ સાથે મોકલું છું. તેમાં દત્તાત્રેયજીએ પ્રહલાદને ઉપદેશ આપ્યાની હકીકત બતાવેલી છે. તે વિચાર બરાબર છે કે કાંઇ ફેરફાર છે.? તે વિષે આપનો અભિપ્રાય કૃપા કરીને જણાવશો. લી. અજ્ઞાંકિત સેવક ખીમચંદ લક્ષ્મીચંદના દંડવત્ સેવામાં અંગીકાર કરશોજી. (જવાબ વ. ૬૩૭) અનંત દુઃખથી મુક્ત કરાવનાર અનાથના નાથ શ્રી રાયચંદ્રજી કરૂણાસાગર પ્રભુજીને ત્રિકાળ નમો નમઃ આપના દર્શન કાંપમાં થશે એમ સંભવ રહેતો હતો, કમનસિબે જોગ બન્યો નહીં. પવિત્ર અંબાલાલભાઇએ આપ અનંત કૃપાળુનાં ફરમાનથી લખેલ કે અરસપરસ ભાઇઓએ પોતપોતાની વર્તણુંક વિષે લખવું, તો તેમ લખતાં રહીશું. આ સેવકને શાસ્ત્રસંબંધીનું જાણપણું નહીં હોવાથી પરથમ જરા મનમાં દીલગીરી રહેતી હતી. પણ આપ કૃપાળુ નાથના હડમતાળાના તેમજ ઉદેલના સમાગમમાં તે શંકા દૂર થઇ છે. આપ અનંત કૃપાળુ પર શુધ્ધ શ્રધ્ધા રહે તે ઘણું જ સારૂં છે. આ સેવક મહા પાપી છે. જડ જેવો છે. ભૂલચૂકની માફી માગું છું. લીઃ મગનના પુનઃ પુનઃ નમસ્કાર. આત્માર્થી પરમ પવિત્ર, તરણ તારણ, નાવ સમાન, ઉત્કૃષ્ટ વૈરાગી, અનંતા દયાળુ પુરૂષ, આ લોકને વિષે ગંધહસ્તી સમાન, અનંત ગુણના ભંડાર, વિવેકના સાગર, અનંતી ક્ષમાવંત, મહાધી૨જવંત, આ સંસારમાં મારા જેવા અજ્ઞાનીને સર્વે બંધનથી છોડવનાર, સંપૂર્ણ જ્ઞાન ભંડાર, સ્વયંભૂરમણ સમુદ્રની પેઠે ગંભીર, આ બાળક ઉપર મહાઅતિશય દયા કરણહાર, બોધબીજના દાતાર, મોક્ષમાર્ગને વિષે પોચાડનાર, ભવ્યજીવને તારણહાર, અતિ દયાળુ, મહાત્મા જ્ઞાન દાતા, પૂજ્ય સાહેબશ્રી કૃપાળુદેવશ્રી રાજ્યચંદ્રજી પ્રભુ! મહારો સમે સમેનો વારંવાર નમસ્કાર સ્વીકારશો. આ બાળક અલ્પજ્ઞ વિનંતી કરૂં છું કે આ સંસારરૂપી સમુદ્ર થકી મને તરવા ઇચ્છા છે. ૯૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy