Book Title: Ashrav ane Anubandh
Author(s): Mohjitvijay
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005184/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીની આત્નીની 'રવ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મસા. (મોટા પંડિત મહારાજ) www.jainelis yog Page #2 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ : પ્રવચનકાર : સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિપુણ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પદર્શનવિદુ, માવચનિકપ્રભાવક સ્વ. પ.પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. (મોટા પંડિત મહારાજ). વિ.સં. ૨૫૨૮ * વિ.સં. ૨૦૫૮ * ઈ.સ. ૨૦૦૨ * નકલ-૩૦૦૦ આવૃત્તિઃ દ્વિતીય મૂલ્ય: ૨00 :પ્રજ્ઞશકઃ કાવાર્થ માગણી ૫, જૈન મર્ચંટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. : આર્થિક સહયોગદાતા: ખેડાવાળા સ્વ. શ્રી મણીલાલ બાલાભાઈ શેઠ, સ્વ. ગજીબા મણીલાલ શેઠ તથા સ્વ. શ્રી ચીનુભાઇ મણીલાલ શેઠના સ્મરણાર્થે હસ્તે જશવંતલાલ મણીલાલ શેઠ તરફથી Page #3 -------------------------------------------------------------------------- ________________ ૬ પ્રાપ્તિ સ્થાન ક એક અમદાવાદ ગીતાર્થ ગંગા નટવરભાઈ એમ. શાહ, (આફ્રીકાવાળા) ૫, જૈન મર્ચંટ સોસાયટી, ૯, પરિશ્રમ', બેંક ઓફ ઇન્ડીયા સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. (૦૭૯)-૨૬૬૦૪૯૧૧ (૦૭૯)-૭૪૭૮૫૧૨, ૭૪૭૮૬ ૧૧ છેક મુંબઈ નિકુંજભાઈ આર. ભંડારી શ્રી ચીમનભાઈ ખીમજી મોતા વિષ્ણુમહલ, ત્રીજે માળે, ૯ / ૧, ગજાનન કોલોની, ગરવારે પેવેલીયનની સામે, જવાહરનગર, ડી રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦. ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-૬૨. 8(૦૨૨)-૨૮૧૪૦૪૮, ૨૮૧૦૧૯૫ R(૦૨૨)-૮૭૩૪૫ ૩૦ લલિત ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથ નગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦. (૦૨૨)-પ૬૮ ૦૬ ૧૪, ૫૬ ૮ ૬૦ ૩૦ * સુરત એક રાજકોટ શૈલેષભાઈ બી. શાહ કમલેશભાઈ દામાણી શ્રીનાથજી એપાર્ટમેન્ટ, છ માળે, “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, હરિપરા, હાથ ફળીયા, સુરત-૧. રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૬૧) - ૪૩ ૯૧ ૬૦, ૪૩ ૯૧ ૬૩ (૦૨૮૧) - ૨૩૩૧૨૦ જ બેંગલોર વિમલચંદજી Clo, J.NEMKUMAR & COMPANY, Kundan Market, D.S.Lane, Chickpet Cross, Bangalore-560 053, (O) 2875262, (R) 2259925. આ જામનગર ઉદયભાઈ શાહ C/o, મહાવીર અગરબત્તી વર્ક્સ, C- 9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર, (૦૨૮૮) - ૬૭૮૫૧૩ : મુદ્રક : મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઇટ-બોપલરોડ, અમદાવાદ-પ૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા For Private & Person Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ स्व. मुनिराजश्री मोहजितविजयजी महाराज ( बड़े पंडित महाराज) For Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયકતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકોશ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો, તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઇ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને, પ્રધાન કાર્ય જયાં સુધી બહાર ન આવે ત્યાં સુધી, કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭, ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ) Page #9 -------------------------------------------------------------------------- ________________ છે પ્રાસ્તાવિક છું “સાધક માટે આરાધનાનો પ્રાણ ચાર શરણાં, વ્યાખ્યાનનો પ્રાણ શુદ્ધ તાત્ત્વિક પ્રરૂપણા.” ઉપદેશક હોય પ.પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા., વિષય હોય પૂ. ઉમાસ્વાતિજી મ.સા.ના “તત્ત્વાર્થસૂત્ર'માંથી “આશ્રવતત્ત્વ', અને શ્રોતા હોય રાજનગરના જિજ્ઞાસુ શ્રાવકો, પછી કયો રંગ બાકી રહે? નિત્ય નવ નવા રંગથી રંગાઈ જાય નવરંગપુરાનો ઉપાશ્રય! - પ.પૂ. મોટા પંડિત મ.સા.ના સં. ૨૦૫૪ના રાજનગર મળે નવરંગપુરા ઉપાશ્રયે થયેલ ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે સવારે “આશ્રવ તત્ત્વ' પર ખૂબ જ માર્મિક પ્રવચનો થયેલા. સુજ્ઞ શ્રોતા અને તપસ્વી શ્રીમતી દર્શનાબેને સદર પ્રવચનોની વિસ્તૃત નોંધ કરી લીધેલ તેને પાયામાં રાખી સાધ્વીજી પૂ. બોધિરત્નાશ્રીજી મ.સા., શ્રી જયોતિષભાઇ, શ્રી ઉત્તમભાઈ ગાંધી, શ્રી ગિરીશભાઈ તથા શ્રીમતિ સુમિત્રાબેન હસમુખભાઈ આદિ શ્રોતાઓએ પણ કરેલ નોંધનો પૂરક તરીકે સહારો લઈ તત્ત્વના મર્મને ખોલતા “આશ્રવ અને અનુબંધ' પુસ્તકનું સુંદર સંકલન થયું, જેની પ્રથમ આવૃત્તિ સં. ૨૦૧૬માં પ્રકાશિત થઈ અને વાચકોની અવિરત માંગને ધ્યાનમાં રાખી તેને વધારે સુદઢ કરી તેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે તે આપણા સૌનું સદ્ભાગ્ય છે. સાધકે પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવે ત્યારે વિવિધ શુભાશુભ પરિણામો-ભાવો દ્વારા નવા કર્મો બંધાવવાની તેમાં જે શક્તિઓ પડેલી હોય છે તેને “અનુબંધ' કહેવાય છે જ્ઞાનીઓ બંધ કરતાં અનુબંધને જ પ્રધાનતા આપે છે. આ વાત ખૂબ સુંદર રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી, વ્યવહારનિશ્ચયથી, અઢાર પાપસ્થાનકોની દૃષ્ટિથી, ગુણસ્થાનકની ભૂમિકાની દૃષ્ટિથી... વગેરે અનેક જુદા જુદા દષ્ટિકોણથી આ પુસ્તકમાં વિચારાઇ છે, સાથે જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં આશ્રવ કેમ? વૃત્તિ-લેશ્યા-અધ્યવસાય શું છે? અનુબંધ ક્યારે શુભ? અને ક્યારે અશુભ? વગેરે અનેક વાતો પણ સૂક્ષ્મ રીતે આમાં વિચારાઇ છે. કેટલાક હૃદયસ્પર્શી વાક્યો તથા જીવનમાં રાહબરી સિદ્ધાંતો કે પદાર્થો જણાયા છે તેને ગાઢ અક્ષરોમાં વાચકોનું વિશેષ ધ્યાન દોરવા છાપ્યા છે, જેનું વારંવાર દોહન કરી જીવનમાં અંગીકાર કરશો તેવી અભ્યર્થના. આ પુસ્તકને નજર સમક્ષ રાખીને, આપણે સૌ પૂ. મોટા પંડિત મ.સા.ને હૈયામાં બહુમાનપૂર્વક ધારણ કરીને, મિથ્યાત્વ દૂર કરીને, વિરતિભાવ આદરીને, ઇન્દ્રિયો પર સંયમ કેળવીને, કષાયો પર વિજય મેળવતાં મેળવતાં, વિવિધ યોગો પર પ્રભુત્વ પ્રાપ્ત કરતાં કરતાં, આશ્રવને હેય બનાવતાં બનાવતાં અનુભવજ્ઞાન પ્રાપ્ત કરીએ તે જ અભિલાષા. જ્યોતિષ અમૃતલાલ શાહ ગીતાર્થ ગંગા ભાદરવા સુદ ૧૨, ૨૦૫૬, રવિવાર Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ષડ્રદર્શનવિ પ્રવચનિકપ્રભાવક સ્વ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મહારાજાનો જ્ઞાનવૈભવ વ્યાકરણ. સાહિત્ય : રસગંગાધર અને સાહિત્યદર્પણ. : સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન બૃહવ્યાસ પર્વત. નબન્યાય : સિદ્ધાંતલક્ષણથી માંડીને બાધાંતન્યાય પર્વત. પ્રાચીનન્યાય : ખંડખાદ્ય આદિ મૂર્ધન્ય ગ્રંથો. જૈનન્યાય : સન્મતિતર્ક, ન્યાયખંડખાદ્ય, સ્યાદ્વાદકલ્પલતા, અનેકાંતજયપતાકા, તત્ત્વાર્થસૂત્ર આદિ ઉચ્ચ કોટિના ગ્રંથો. પદર્શન બૌદ્ધ, સાંખ્ય, વેદાંત આદિ દર્શનોના તે તે આકર ગ્રંથો. આગમ : દશવૈકાલિક, પ્રજ્ઞાપના સૂત્ર, આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય, અનુયોગદ્વાર આદિ અનેક નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ આદિ અવગાહન પૂર્વક. યોગ-અધ્યાત્મ : યોગવિંશિકા, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, યોગશતક, યોગસાર, યોગશાસ્ત્ર, અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષત, અધ્યાત્મમતપરીક્ષા આદિ અનેક ગ્રંથો. : ધર્મસંગ્રહ, ધર્મબિંદુ, શ્રાદ્ધવિધિપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, આચારપ્રદીપ આદિ વિવિધ ગ્રંથો. કર્મશાસ્ત્ર : પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ આદિ આધારશિલારૂપ ગ્રંથો. અન્યદર્શન : ઉપનિષદુ, ભગવદ્ગીતા, પાતંજલ યોગસૂત્ર (વ્યાસભાષ્ય), બ્રહ્મસૂત્ર યોગગ્રંથ (શાંકરભાષ્ય) આદિ. આયુર્વેદ સુશ્રુતસંહિતા, ચરકસંહિતા, આર્યભિષક, ભાવપ્રકાશ આદિ ગ્રંથો. પ્રાચીનખગોળ :સૂર્યસિદ્ધાંત, સિદ્ધાંતશિરોમણિ આદિ ગ્રંથો. નીતિશાસ્ત્ર, : કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિ, વિદુરનીતિ, પંચતંત્ર, સમાજશાસ્ત્ર, વ્યાસ મહાભારત આદિ. અને અર્થશાસ્ત્ર આચાર Page #11 -------------------------------------------------------------------------- ________________ આધુનિક વિજ્ઞાન : ફીઝીક્સ, બાયોલોજી, બાયોટેકનોલોજી, સોશ્યલ સાયન્સ, કોસ્મોલોજી, એસ્ટ્રોનોમી, હિસ્ટ્રી આદિ. તથા અન્ય ગ્રંથોનું પરિશીલનઃ ૧૦૮ બોલ સંગ્રહ, અનેકાંતવાદપ્રવેશ, અનેકાંતવ્યવસ્થાપ્રકરણ, અષ્ટકપ્રકરણ, અસ્પૃશતિવાદ, આધ્યાત્મિકમતપરીક્ષા, આરાધકવિરાધકચતુર્ભગી, ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ, ઉપદે શપદમહાગ્રંથ, ઉપદેશમાલા, ઉપદે શરહસ્ય, ઉપમિતિભવપ્રપંચ કથા, કૂપદષ્ટાંતવિશદીકરણ, ગુરુતત્ત્વવિનિશ્ચય, જંબૂદ્વીપસંગ્રહણી, જૈનતર્કભાષા, જ્ઞાનબિંદુ, જ્ઞાનસાર, જ્ઞાનાર્ણવ, દેવધર્મપરીક્ષા, દ્રવ્યગુણપર્યાયનોરાસ, ઢાત્રિશદ્ધાત્રિશિકા, ધર્મપરીક્ષા, ધર્મસંગ્રહણી, ધૂર્તાખ્યાન, નરહસ્ય, નયોપદેશ, નિશાભક્તસ્વરૂપતો દૂષિતત્વવિચાર, ન્યાયપ્રવેશસૂત્ર, ન્યાયાવતાર, પંચવસ્તુક, પંચસૂત્ર, પંચાશક, પરિશિષ્ટપર્વ, પ્રતિમાશતક, પ્રતિમા સ્થાપનન્યાય, પ્રશમરતિ, બંધહેતુબંગપ્રકરણ, બ્રહ્મપ્રકરણ, ભાષારહસ્યપ્રકરણ, માર્ગ પરિશુદ્ધિ, યતિદિનકૃત્ય, યતિલક્ષણસમુચ્ચય, વાદમાલા, લોકતત્ત્વનિર્ણય, લલિતવિસ્તરા, વિંશતિવિશિકા, વિચારબિન્દુ, વિષયતાવાદ, વેદાંકુશ, વૈરાગ્યકલ્પલતા, વૈરાગ્યરતિ, શ્રદ્ધાનજલ્પપટ્ટક, શ્રાવકધર્મવિધિપ્રકરણ, શ્રાવકવ્રતભંગ પ્રકરણ, ષોડશકપ્રકરણ, સંબોધપ્રકરણ, સપ્તભંગીન પ્રદીપ, સમયસાર, સમ્યક્તષસ્થાન ચઉપઇ, સમ્યક્તસપ્તતિ, સર્વજ્ઞસિદ્ધિ, સામાચારીપ્રકરણ, સ્યાદ્વાદરહસ્ય, સ્યાદ્વાદભાષા, હિંસાષ્ટક આદિ શતશ ગ્રંથોનું પરિશીલન. Page #12 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧ ૧ સ્થળ : નવરંગપુરા ઉપાશ્રય, અમદાવાદ. તા. ૧૨-૭-૯૮, રવિવાર, અષાઢ વદ-૩ અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર ૫૨માત્માઓ, જગતના સધળા જીવો આ દુ:ખમય સંસારમાંથી મુક્ત બની, અનંત સુખમય એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે, એટલા માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. “તત્ત્વાર્થસૂત્ર” એ ચારે ફીરકામાં માન્ય છે. તે જૈનશાસનનું હૃદય છે, ગાગરમાં સાગર સમાવીને મૂક્યો છે. એક એક અધ્યાયમાં(પ્રકરણમાં) નાનાં નાનાં સૂત્રો રચી તેનો સંગ્રહ કરી આ ગ્રંથ બનાવ્યો ત્યારે પૂર્વી વિદ્યમાન હતાં. તત્ત્વાર્થસૂત્રના રચિયતા પૂ. ઉમાસ્વાતિ મહારાજ છે. તેઓશ્રીના શિષ્ય શ્રીશ્યામાચાર્ય કે જેઓ પૂર્વધર હતા, તેમણે “પ્રજ્ઞાપના સૂત્ર(આગમગ્રંથ)” ઉપાંગ બનાવ્યું છે. તત્ત્વાર્થસૂત્ર ઉપર સૌથી મોટી “ગંધહસ્તી” ટીકા ૮૪૦૦૦ શ્લોક પ્રમાણ રચાઇ છે. અહીંયાં આપણે આખા “તત્ત્વાર્થસૂત્ર”નું વિવરણ ન કરતાં માત્ર છઠ્ઠા અધ્યાયને સ્પર્શ કરીશું. આપણા મન, વચન અને કાયાના યોગ(પ્રવૃત્તિ) કર્મનો řઆશ્રવ કરનારા છે. જે વિચારો, જે બોલો કે જે ચેષ્ટા કરો તેની સામે નિયમા(ચોક્કસ) કર્મબંધ છે; પછી તે શુભ હોય કે અશુભ તે જુદી વાત. તો આની સામે Precautionary steps યાને સાવચેતીરૂપ પગલાં લેવા જેવું તમને જરૂરી લાગે છે ? આપણો કર્મવાદ Natural justice (કુદરતી ન્યાય) ઉપર રચાયેલો છે. (૧) ચાર ફીરકા : શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ બાદ શાસનમાં મૂળ શ્વેતાંબર શાખામાંથી જુદાજુદા સમયે (૧) દિગંબર (૨) સ્થાનકવાસી અને (૩) તેરાપંથી એમ ત્રણ પંથ નીકળ્યા, વર્તમાનમાં લોકો આ ચારેને સાથે મળીને જૈનધર્મના ચાર ફીરકા તરીકે ઓળખે છે. (૨) પૂર્વે : જૈન દર્શનનાં અમુક શાસ્ત્રો પૂર્વ તરીકે ઓળખાય છે. પૂર્વ ૧૪ છે. (આગમોના બારમા અંગમાં આવેલ શાસ્ત્રો) (૩) ઉપાંગ : ઉપાંગ નામના ૧૨ આગમ ગ્રંથો છે. ૪૫ આગમોમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયક્ષાસૂત્ર, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર, ૧ અનુયોગસૂત્ર અને ૧ નંદીસૂત્ર છે. (૪) આશ્રવ : મકાનમાં ખુલ્લાં બારી-બારણાંને કારણે જેમ કચરો ભરાય, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આદિના કારણે જીવમાં શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ આશ્રવ તત્ત્વ હેય(છોડવા યોગ્ય) છે, ઉપાદેય(આચરવા યોગ્ય) નથી. આ સંસાર આશ્રવ તત્ત્વના કારણે જ અનાદિથી ચાલી રહ્યો છે. આશ્રવ શું છે? સંસારમાં અનંતી વર્ગણાઓ પૈકી જીવ આઠ વર્ગણા ગ્રહણ કરે છે. આ કર્મનું બાહ્યદષ્ટિથી મૂળ કાર્મણવર્ગણા છે. અજ્ઞાન-રાગ-દ્વેષ તે આંતરિક મૂળ છે. જુનાં કર્મોથી રાગ-દ્વેષ થાય, ને વળી તેનાથી નવાં કર્મો બંધાય છે. અનાદિની આ ઘટમાળ છે. જે છે તે છે. હવે તેમાંથી આપણે છૂટવાનું છે. જૂનાં કર્મો આપણને રાગ-દ્વેષનાં નિમિત્ત આપે છે. પાછા કષાયથાય એટલે તે વખતે નવાં કર્મો બંધાય છે. This is a vicious circle. (આ વિષચક્ર છે.) આ ચક્રાવામાંથી છૂટવા માટે તત્ત્વનું જ્ઞાન જરૂરી છે. “તત્ત્વજ્ઞાનતિમોક્ષ:'. નવ તત્ત્વનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન તે તત્ત્વજ્ઞાન છે. કાશ્મણવર્ગણા ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. તે લોકસ્થિતિ છે. જે કુદરતના નિયમ છે તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી, તીર્થકરો પણ નહીં. જ્યાં પરસ્પર ઉપઘાત(અથડામણ) છે ત્યાં space(અવકાશ)નો પ્રશ્ન છે, યાને કે જ્યાં પરસ્પર ઉપધાત હોય ત્યાં, એક જગ્યા પર એક વસ્તુ હોય તો તે જ જગ્યા પર બીજી વસ્તુ રહી ન શકે. સિદ્ધશિલા ઉપર સિદ્ધના જીવોને પરસ્પર ઉપઘાત નથી, તેથી એક જ આકાશપ્રદેશ ઉપર ત્યાં અનેક સિદ્ધોના જીવોના આત્મપ્રદેશ રહી શકે છે, અવગાહના (ઊંચાઈ) એક જ ક્ષેત્ર ઉપર છે. જ્યાં એક જીવ રહી શકે ત્યાં જ બીજો, ત્યાં જ ત્રીજો, એમ અનંત પણ રહી શકે. માટે સિદ્ધશિલાના એક આકાશપ્રદેશ ઉપર અનંતા સિદ્ધોના આત્મપ્રદેશો રહી શકે છે. તે બધાને પરસ્પર ઉપઘાત નથી, અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્યને બીજા દ્રવ્યનો ઉપઘાત નથી. જયાં બાદર પરિણામ છે ત્યાં જ ઉપઘાતના કારણે અવકાશનો પ્રશ્ન છે. અચિત્તમહાત્કંધ(જીવરહિત પુદ્ગલોનો સ્કંધ, ધર્માસ્તિકાય વગેરે) સૂક્ષ્મ પરિણામી છે. તે જયાં હોય તે જગ્યા પર મકાન પણ બની શકે છે, તેમાંથી ગાડી પણ પસાર થઈ શકે, કશો જ વાંધો ન આવે; કારણ કે તે સૂક્ષ્મ પરિણામી દ્રવ્ય છે. જીવ જ્ઞાનાત્મક છે, પ્રકાશાત્મક છે. તેથી મોક્ષમાં, જયોતિમાં જ્યોતિ મળી જાય તેમ, એક જ આકાશપ્રદેશ ઉપર અનંતા સિદ્ધોના આત્મપ્રદેશો રહી શકે છે. સિદ્ધના જીવો રહે છે ત્યાં જ કાર્મણવર્ગણાઓ અને બીજી વર્ગણાઓ પણ છે, છતાં તે બધી વર્ગણાઓ ત્યાં (૧) વર્ગણા પુદ્ગલયા પુલોનો સમૂહ, તે વર્ગણા તરીકે ઓળખાય છે. જગતમાં ૨૬ પ્રકારની વર્ગણાઓ છે તેમાંની ૮ પ્રકારની વર્ગણાને આત્મા પ્રહણ કરે છે, જેના સંક્ષિપ્ત વિવરણ માટે જુઓ પરિશિષ્ટ-૧. (૨) કષાય ? જુઓ પરિશિષ્ટ - પ. (૩) લોકસ્થિતિઃ ચૌદ રાજલોકમાં અમુક કાર્યો અમુક ચોક્કસ નિયમને અનુસરીને ચાલે છે એવો અનિવારણીય નિયમ તે લોકસ્થિતિ. (૪) બાદરપૂલ, જે જગા રોકે છે અને જે ઇંદ્રિયથી ગ્રાહ્ય છે તે બાદરનો પ્રતિસ્પર્ધી શબ્દ તે સૂક્ષ્મ એટલે અનેક પરમાણુ ભેગા થાય તો પણ જે ઇંદ્રિયથી ગ્રાહ્ય થતું નથી તે, જે અછઘ, અદાહ્ય અને અભેદ્ય હોય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ તેમને ઉપાધિરૂપ થતી નથી. જયારે જીવો બાદર પરિણામવાળા થાય ત્યારે જ ઉપઘાતની સંભાવનાના કારણે બીજી space શોધવી પડે છે, જેમ કે તમે એક ચોપડી ઉપર બીજી ચોપડી મુકો. તો તે પ્રથમના આકાશપ્રદેશો છોડી બીજા આકાશપ્રદેશો પર જ રહે છે. ઉપરાંત જેમ વિજ્ઞાન એ Carbon Cycling (કોલસામાંથી હીરો) શીખવે છે, તેમ જૈનશાસ્ત્રોમાં બતાવ્યું કે જગતમાં એક પરમાણુ-પુદ્ગલ જ બધા સ્વરૂપે પરિણમન પામે છે. સોનું, ચાંદી, પિત્તળ તે મૂળથી કશું નથી પણ પરમાણુ જ છે અને તેનું જ એકમાંથી બીજામાં Cycling (પરિણમન) થયા કરે છે. Unit(ઘટક)માં પરમાણુ છે. તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ અને બાદર, બાદરતર, બાદરતમ પરિણામી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ અનુસાર જેવા સંયોગ મળે તેમ તેના જુદાજુદા પરિણામો થતા હોય છે. સિદ્ધના જીવોની નજીક કાર્મણવર્ગણાઓ હોવા છતાં તેમને તેનો અસરકારક સંબંધ પણ નથી અને બંધ પણ નથી, જયારે આપણને સંબંધ પણ છે અને બંધ પણ છે. આમાં કારણરૂપ આત્માના પરિણામો જ છે. આત્મા જો અશુદ્ધ ભાવ દ્વારા પરાક્રમ ન કરે તો બંધનો પ્રશ્ન જ નથી. સંસારનું સર્જન જો માત્ર પુદ્ગલના હાથની જ વાત હોત તો મોક્ષનો સવાલ જ ઊઠત નહીં. કેમ કે બંધમાં કાર્મણવર્ગણા પૂરી પાડનાર આપણે જ છીએ. આપણે જે આકાશપ્રદેશ પર છીએ તે જ આકાશપ્રદેશ પર કાર્મણવર્ગણાઓ છે અને તેને જ આપણે ગ્રહણ કરીએ છીએ. પાયાના સિદ્ધાંત તરીકે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મનો કર્તા છે, (૪) આત્મા કર્મનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. માટે જ મોક્ષની કિંમત છે. જગતમાં આત્મદ્રવ્ય છે અને માટે જ આ બધી વાતો છે. આત્માને કર્મનો બંધ છે, કારણ કે આત્મા પરિણામી છે. તમે તેનાં કારણો જાણો તો જ ઠેકાણું પડે. અત્યારે તમને દ્રવ્યનો બોધ નથી, ભાવનો પણ બોધ નથી, માટે જ સંસારના ચક્કરમાંથી બહાર નીકળી શકતા નથી. આના માટે તત્ત્વજ્ઞાન મેળવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણી ભૂલ સિવાય કર્મ કાંઈ એમ ને એમ આવીને પડતાં કે ચોંટતાં નથી. તત્ત્વનું અજ્ઞાન એ જ મોહનું શરીર છે, જ્યારે તત્ત્વનું જ્ઞાન એ જ ચારિત્રધર્મનું શરીર છે. તેથી તત્ત્વજ્ઞાન સિવાય જીવ આ સંસારમાંથી છૂટે જ કેવી રીતે? (૧) સંબંધ અને બંધ કર્મ સાથે આત્માનું અત્યંત જોડાણ તે બંધ. જેમ લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય તેમ આત્માની સાથે કર્મનું એકમેકથવું તે બંધ, અને કાર્મણ વર્ગણાનું આત્મા વડે ગ્રહણ થવું તે સંબંધ. સંબંધ અનેક પ્રકારના હોય છે, દા.ત. ટેબલના પાયા અને ટેબલ પરના લાકડાનો. સંબંધમાં બે વસ્તુ એકરૂપ થતી નથી, જ્યારે બંધમાં બે વસ્તુ ક્ષીરનીરની જેમ એકરૂપ થઈ જાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ હવે યોગ અને કષાયની વાત કરીએ. યોગ :– મન, વચન અને કાયાના યોગથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે. જીવ છેક ચૌદમા `ગુણસ્થાનકે પહોંચે ત્યારે જ યોગનો નિરોધ કરે છે. ત્યાં જીવ સૂક્ષ્મ અને બાદર બધા જ યોગોનો નિરોધ કરે છે અને માટે જ ત્યાં એક પણ કાર્યણવર્ગણા આત્મા પર ચોંટતી નથી. કંપન છે ત્યાં સુધી જ કર્મનો બંધ છે. હા, રાગ-દ્વેષ વગરના યોગ હોય તો ખાલી શાતાવેદનીયકર્મ બંધાય. માટે કેવલીને પણ બંધ છે. તેમને રાગ-દ્વેષ તથા ચારઘાતીકર્મો ગયાં છે, પણ યોગ હોવાના કારણે કંપન થવાથી બંધ થાય છે અને શાતાવેદનીય કર્મ બંધાય છે. કેવળીને પહેલા સમયે કર્મનો બંધ થાય, બીજા સમયે તે કર્મ ભોગવાઇ જાય અને ત્રીજા સમયે તે ખરી જાય. જ્યારે આપણને કર્મ બંધાય છે તેમાં મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. જેટલી રાગ-દ્વેષની માત્રા તીવ્ર તેટલો કર્મબંધ પણ તીવ્ર. જ્યાં ચંચળતા છે ત્યાં કાર્પણવર્ગણા ચોંટશે. માટે જ કહ્યું છે કે મુનિ સ્થિર રહે. મુનિ જો વગર કારણે શરીર પણ હલાવે, તો તેના ૐઉત્તરગુણની ખામી છે તેમ ગણાય. આત્મામાં પરિણામની ચંચળતા રાગ-દ્વેષથી થાય છે. આ મન-વચન-કાયાની ચંચળતા છોડવી પડે. તે નહીં છોડવાના કારણે જ આપણે કોટાકોટી સાગરોપમ(એક સાગરોપમ= ૧૦ કોટાકોટી પલ્યોપમ) સંસારભ્રમણ કરાવે તેવાં કર્મો બાંધીએ છીએ. હવે યોગ છે ત્યાં સુધી TMલેશ્યા છે. કેવળીને પણ ઊંચા પ્રકારની શુક્લલેશ્યા હોય છે. જ્યાં ચંચળતા ત્યાં લેશ્મા ખરી જ. ચૌદમા ગુણસ્થાનકે શરીર છે, પણ કોઇ ક્રિયા થતી નથી. જીવ ત્યાં મન-વચન-કાયાના સૂક્ષ્મ ને બાદર બધા જ યોગ અટકાવી દે છે. જો કે પઋજુસૂત્રનય કે જે વર્તમાનને જ માનનારો છે તેના મતે તો ધર્મ, નિર્વાણના પૂર્વ સમયે જ થાય છે. ૪ (૧) ગુણસ્થાનક : આત્મશુદ્ધિની ક્રમબદ્ધ વધતી જતી કક્ષાઓ. તે ચૌદ છે. નામ માટે જુઓ પરિશિષ્ટX-૧. (૨) ઘાતીઓં અને અઘાતીઓં : આત્માના મૂળગુણ - અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ઘાત કરનાર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ તે ઘાતીકર્મ કહેવાય અને તેનાથી વિપરીત કે જે જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરનારાં નથી તેવા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ તે અધાતીકર્મ. (૩) ઉત્તરગુણ સાધુને પાંચ મહાવ્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન(ચોરી) વિરમણ,બ્રહ્મચર્યનું પાલન અને પરિગ્રહ વિરમણ) અને શ્રાવકને પાંચ અણુવ્રત (સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલ બ્રહ્મચર્ય : સ્વદારાસંતોષ અને પરસ્ત્રીગમન વિરમણવ્રત તથા સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત) એ મૂળવ્રતોરૂપ મૂળગુણને પુષ્ટ કરે-અતિશય કરે તેવા ગુણો તે ઉત્તરગુણો. દા.ત. દશવિધ યતિધર્મ- સમિતિ-ગુપ્તિ આદિ સાધુને ઉત્તરગુણ અને ગુણવ્રત અને શિક્ષાવ્રત તે શ્રાવકને માટે ઉત્તરગુણ. (૪) લેશ્યા ઃ મનોયોગના પરિણામ જે આઠે કર્મના રસબંધનું મૂળ કારણ છે. સંક્ષિપ્ત નોંધ માટે જુઓ પરિશિષ્ટ ૨. (૫) ઋજુસૂત્રનય : અતીત અને અનાગત કાળને છોડીને અને વક્રતાના પરિત્યાગપૂર્વક (ઋજુ=સરળતાથી) વર્તમાનકાળને લક્ષમાં રાખી પ્રતિપાદન કરનાર દષ્ટિકોણ. : Page #16 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ સમજીએ તો કર્મની ચાવી પણ આપણા જ હાથમાં છે. મોક્ષ છે, જીવનો મોક્ષ થઈ શકે છે, પણ જીવ અજ્ઞાન હોવાથી તેનો મોક્ષ થતો નથી. જીવ દર્શનમોહનીય વગેરે કર્મના ઉદયના કારણે મોક્ષનો સાચો ઉપાય જાણતો નથી, ને ઉપચાર કરતો નથી, માટે રખડ્યા કરે છે. માટે જ કહ્યું છે કે હે જીવ! તું ભણ, બોધ પામ, નહીંતર રિબાઈ રિબાઈને મરીશ. આપણે તો જીવીએ છીએ તે પણ રિબાઈ રિબાઈને. જીવનો જ્યાં સુધી મોક્ષ થતો નથી ત્યાં સુધી તેને સંસારમાં મોટે ભાગે દુર્ગતિમાં જ રહેવું પડે છે. ત્રસમાં બે હજાર સાગરોપમથી વધારે સમય સળંગ રહી ન શકાય અને તેમાંય પંચેન્દ્રિયમાં તો એક હજાર સાગરોપમથી વધુ સમય રહી શકાતું નથી, અને સળંગ મનુષ્યભવ તો પાછો સાત વખતથી વધારે વખત મળતો નથી. આટલા સમયમાં આ જીવે કાં તો મોક્ષે જવું પડે, યા એકેન્દ્રિયાદિમાં ધકેલાવું પડે. તમારે ભૌતિક દુ:ખોથી પણ છૂટવું હોય તો આના સિવાય બીજો વિકલ્પ જ નથી. હું સાભળો છો ! તમને કહું છું તમને..તમને.. ગામને નહીં. તમને અહીં થોડી અનુકૂળતાઓ મળી છે એટલે કાંઈ સૂઝતું નથી. જાગો-સમજો નહીંતર મરી જશો. મુખ્ય આશ્રવ તત્ત્વ છે, તેના કારણે જ બીજાં તત્ત્વો ઊભાં થાય છે. આશ્રવ છે માટે જ નિર્જરાની વાત છે, સંવરની વાત છે અને મોક્ષની વાત છે, અન્યથા તે બધાં તત્ત્વોનો કંઇ અર્થ રહેતો નથી; તેથી જ આશ્રવતત્ત્વનું જ્ઞાન એ સૌથી અગત્યનું છે. આશ્રવ એકાંતે જીવનો પર્યાય નથી, એકાંતે અજીવનો પર્યાય નથી, પણ ઉભયાત્મક છે. જીવની જડ ઉપર અસર છે અને જડની જીવ ઉપર અસર છે. કાશ્મણવર્ગણામાં જે શક્તિ આવે છે તે જીવ પોતાના પરિણામથી જ ઊભી કરે છે. આપણે નિમિત્તોની વચ્ચે જીવવાનું છે. સંસારમાંથી મોક્ષે જવું હોય તેણે બધાં નિમિત્તોનેFace(સામનો) કરતાં કરતાં જીવવાનું, પણ Face કેવી રીતે કરવાનું? રાગ-દ્વેષ વગર. માટે સ્થિતપ્રજ્ઞ થવાનું છે. આપણને ભૂતકાળનાં કર્મો પ્રમાણે સંયોગો ઊભા થાય છે. માટે સંયોગોનું બીજું કોઇ મુખ્ય કારણ નથી પરંતુ કર્મ જ કારણ છે અને નવું કર્મ પણ તેનાથી જ ઊભું થાય છે, પણ જો કર્મના ઉદય વખતે જીવ તે શાંતિથી ભોગવે તો નવા કર્મનો આશ્રવ થશે નહીં. (૧) બસ જીવો જેઓ સ્વેચ્છાએ હાલી-ચાલી શકે તેવા જીવો તે ત્રસ જીવો અને સ્થાવર જીવો એટલે કે જે સ્વેચ્છાએ હલનચલન કરી શકતા નથી, જેથી સ્થિર રહેનારા છે તે, (૨) એકાંતે નિરપેક્ષપણે (એક પકડ પકડી રાખવી તે), તેનો પ્રતિસ્પર્ધીઅનેકાંતે (અનેક રીતે સ્વીકાર કરવો તે) યાને કે સાપેક્ષપણે.(૩) સ્થિતપ્રજ્ઞ : આખા જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતાથી જેનું મન પર છે, અર્થાત્ સુખ કે દુઃખમાં જેને સમાન ભાવ છે, તેવો નિર્લેપ ગૃહસ્થ કે સાધુ. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, "दुःखेष्वनुद्विग्नमनः सुखेषु विगतस्पृहः। वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते।।" Page #17 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ પહેલાં તત્ત્વનો નિર્ણય અને પછી તત્ત્વનો પક્ષપાત થવો જોઈએ. તેમ જ ત્યારબાદ હેમનું હેય તરીકે અને ઉપાદેયનું ઉપાદેય તરીકે સેવન કરવાનું છે. જે જીવને તત્ત્વનો પક્ષપાત નથી, તે જીવનો પોતાનો દોષ છે. આત્મકલ્યાણના માર્ગમાં પહેલાં શુશ્રુષા(જિજ્ઞાસા) પછી શ્રવણ અને પછી ગ્રહણ કરવાનું છે. બુદ્ધિના આઠ ગુણ વડે તત્ત્વોનું વિશ્લેષણ કરી તેનો સ્વીકાર કરવાનો. તમે તેનાથી તત્ત્વના પક્ષપાત સુધી પહોંચો તો જ ખરું કહેવાય. પૂ. શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજા ફરમાવે છે કે તત્ત્વના જ્ઞાન વગર મોક્ષ નથી. તત્ત્વના અજ્ઞાન ઉપર જ અઢાર પાપસ્થાનકો મજા કરે છે અને અઢાર પાપસ્થાનકોથી જ કર્મો આવ્યા કરે છે. તત્ત્વનું અજ્ઞાન અઢારે પાપસ્થાનકોનું Backbone(કરોડર) છે. આત્માની પ્રકૃતિ એ મોક્ષ છે અને આત્માની વિકૃતિ એ આ સંસાર છે. આત્મા મૂળ સ્વભાવમાં હોય તે પ્રકૃતિ છે. કોઇપણ વિકૃતિ અન્યકૃત જ હોય છે. બુદ્ધિના આઠ ગુણોમાં તત્ત્વનો પક્ષપાત આવી જાય છે અને ત્યાં સુધી પહોંચો તેમાં જ બુદ્ધિની સફળતા છે અને તે જ સમ્યગ્દર્શન છે. તમારી બુદ્ધિ એ જ સમ્યગ્દર્શન છે અને તમારી બુદ્ધિ એ જ મિથ્યાદર્શન છે. અહીંયાં યોગ શબ્દ એ કર્મ, ક્રિયા, ચેષ્ટા એ અર્થમાં છે. “યિતે તિ વર્ષ”. મન, વચન અને કાયાની જે ચેષ્ટા-પ્રવૃત્તિ તે જ ખરેખર યોગ છે. તેનાથી કામણવર્ગણાનો આત્મા સાથે સંબંધ થાય છે અને તે Natural Phenomenon(કુદરતી ઘટનાક્રમ) છે. જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં આશ્રવ. માટે જ છેક ચૌદમાં ગુણસ્થાનકે સંપૂર્ણ અનાશ્રવ છે. તેરમાં ગુણસ્થાનકે યોગ છે, તેથી ત્યાં પણ આશ્રવ છે અને કર્મબંધ છે. કર્મ કર્યું અને કેવું બંધાય તેની હાલના તબક્કે ચર્ચા નથી. ત્રણે યોગોનું પ્રવર્તન(પ્રવૃત્ત થવું તે) વીર્યંતરાયના ક્ષયોપશમથી થાય છે. જીવ મનપર્યાતિથી(મનની વર્ગણાઓને ગ્રહણ કરીને વાપરવાની શક્તિથી) મનોવર્ગણાનાં પુદ્ગલોને વાતાવરણમાંથી ગ્રહણ કરી દ્રવ્યમનરૂપે પરિણમન પમાડે છે, અને તેના અવલંબનથી જે ઉપયોગ પ્રવર્તાવે છે, તે મનોયોગ છે. તે વખતે જીવનો જે પરિણામ તે વેશ્યા છે. સંસારમાં આપણે એટલા બધા પરવશ છીએ કે કાંઈ પણ કરવું હોય તો પુદ્ગલનું મુખ જોવું પડે, બોલવું હોય તો ભાષાવર્ગણાનાં પુદ્ગલ જોઇએ, (૧) બુદ્ધિના ૮ ગુણ સંક્ષિપ્ત નોંધ માટે જુઓ પરિશિષ્ટ-૩. (૨) અઢાર પાપસ્થાનકો આ પાપસ્થાનક સેવવા-સેવરાવવા યોગ્ય કે અનુમોદનાને પાત્ર નથી. અઢાર પાપસ્થાનકની યાદી માટે જુઓ પરિશિષ્ટ X૨. (૩) ક્ષયોપશમઃ ઉદયમાં આવેલ કર્મનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલ કર્મનું ઉપશમન કરવું તે. Page #18 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ વિચાર કરવો હોય તો મનોવર્ગણાનાં પુદ્ગલની જરૂર પડે. સંસારમાં જીવ પરતંત્ર છે, મોક્ષમાં જીવ સ્વતંત્ર છે. શ્રી સિદ્ધર્ષિગણિએ ભાવલેશ્યાની વ્યાખ્યા કરતાં કહ્યું કે, જીવને મનોયોગ વખતના જે પરિણામ તે ભાવલેશ્યા. છેક તેરમા ગુણસ્થાનક સુધી ભાવલેશ્યા છે, ચૌદમા ગુણસ્થાનકે તે નથી. તેરમા ગુણસ્થાનકે પરમશુક્લલેશ્યા છે. પછી જીવ અલેશી થશે, કારણ કે ત્યાં મનોયોગના પરિણામ જ નથી. જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી લેશ્યા રહેવાની. રાગ-દ્વેષ ન હોય અને મનોયોગના પરિણામ થાય તો પરમશુક્લલેશ્યા સમજવી. ‘મનપર્યાપ્તિ’ એ એક પ્રકારની શક્તિ છે. કુવિકલ્પો-અશુભવિકલ્પો તથા શુભવિકલ્પોથી આશ્રવ થાય છે. સુવિકલ્પોથી પુણ્યનો આશ્રવ અને કુવિકલ્પોથી પાપનો આશ્રવ અને જો માધ્યસ્થભાવ રહે તો 'નિર્જરા થાય. નિશ્ચયનય સકામનિર્જરાને જ નિર્જરા માને છે. પણ જો સકામનિર્જરા કરવાની તાકાત ન હોય તો વ્યવહારનય કહે છે, હે જીવ ! તું પુણ્યાનુબંધીપુણ્યનું ઉપાર્જન કર. માધ્યસ્થભાવ એટલે રાગ નહિ અને દ્વેષ પણ નહિ, બેની વચમાંનો ભાવ તે માધ્યસ્થભાવ. ઔદાસિન્ય(રાગ-દ્વેષરહિતપણાનો નિર્લેપ ભાવ) તે જ માધ્યસ્થતા છે. તેનાથી જ સકામનિર્જરા થાય છે. નિશ્ચયનયથી પાંચમે ગુણસ્થાનકે માધ્યસ્થભાવ આવે છે, જ્યારે વ્યવહારનયથી અપુનર્બંધક અવસ્થાથી મધ્યસ્થભાવ ચાલુ થાય છે. શુદ્ધ નિશ્ચયનય તો ચૌદે ગુણસ્થાનકને હેય માને છે, ફક્ત સિદ્ધસ્વરૂપને જ ઉપાદેય માને છે. તેના મતે તો કૈક્ષાયિકસમકિત એ જ સમ્યક્ત્વ છે. શાસ્ત્રમાં અસંખ્ય નયો છે. તમામ નયો ભેગા થાય ત્યારે જ પ્રમાણરૂપ બને છે. ત્યાં સુધી તોHalf Truth(અર્ધસત્ય) જ છે. તમે આ પ્રવચનો સાંભળ્યા પછી જો સમજ્યા હશો, તો તમારા જીવનમાં Revolution (ક્રાંતિ) આવશે. નહીં આવે તો હું સમજીશ કે તમે સાંભળ્યું પણ Bumper ગયું (કાને અથડાઇને હવામાં ચાલી ગયું). તમને તમારા યોગની કિંમત છે ખરી ? મન-વચનકાયાની પ્રવૃત્તિ સામે શુભ-અશુભ આશ્રવ છે. તેનું ફળ શું ? આપણી કોઇપણ ચેષ્ટા નિષ્ફળ નથી. અશુભ આશ્રવથી જ દુર્ગતિ છે. સંસારમાં મોટે ભાગે દુર્ગતિ જ છે, તો મારું શું થશે ? તેમ વિચારી બધા પદાર્થને નયથી, ભંગથી, પ્રમાણથી જિનાજ્ઞા પ્રમાણે સમજીને ચાલવું જોઇએ. આનાથી જ ધર્મધ્યાન આવે છે. તે ‘આજ્ઞાવિચય’ નામનો ધર્મધ્યાનનો પાયો છે. તે ધર્મધ્યાનથી અસંખ્યાતગુણ નિર્જરા થાય છે. (૧) નિર્જરાઃ કર્મનું આત્માથી વિસર્જન, સાધુઓને ધર્મનિર્જરાપ્રધાન છે. સામનિર્જરા એટલે ધર્મમય પ્રવૃત્તિથી કર્મ ખપાવવાં તે અને અકામનિર્જરા એટલે ધર્મનિરપેક્ષ કષ્ટ સહન કરીને સ્વાભાવિક કર્મનો છૂટકારો. (૨) અપુનબંધક અવસ્થા ઃ જુઓ પરિશિષ્ટ X-3. (૩) ક્ષાયિક સમક્તિ : જુઓ પરિશિષ્ટ X-૪. Page #19 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ સભા- સાહેબજી ! અમારે શું કરવું? કેવી રીતે વિચારવું? સાહેબજી:- હેય પદાર્થનું ચિંતન કરો. મનને સારા ઠેકાણે રોકો. સ્વાધ્યાય કરો, તે નિર્જરાનું કારણ છે, અત્યંતર તપ છે. સભા- આપશ્રીએ હમણાં “ભંગથી જિનાજ્ઞાને સમજીને ચાલવું જોઈએ” તેમ કહ્યું, તેમાં ‘ભંગ” શબ્દ ન સમજાયો. સાહેબજી:-દેશવિરતિના ભાંગા, ઇરિયાવહિયાના ભાંગા કેટલા? ૧૮, ૨૪,૧૨૦ છે. આવા અસંખ્ય ભાંગા છે. આટલું સૂક્ષ્મ વિભાજન કરી કરીને, આપણે ત્યાં જે બધું બતાવ્યું છે, તે પણ જૈનધર્મની એક Speciality(વિશિષ્ટતા) છે. રાગ-દ્વેષ વગર બધા પદાર્થને વિચારવાના છે. દા.ત. “મકાન છે, જે ઇંટ-ચૂના-પત્થરથી બનેલું છે, જે પુદ્ગલ છે; તે જડ છે, પણ મોહનીયકર્મના ઉદયથી તેને હું મારું માનું છું. પુદ્ગલ કોઈ દિવસ જીવનું થતું નથી.” આમ ચિંતન કરતાં કરતાં, તેની સાથે Attach(ચોટેલા) છો તેને બદલે Detach(છૂટા) થાઓ, એટલે અમારી મહેનત સફળ. આવું વિચારતાં વિચારતાં મન Narrow (સંકુચિત) મટી Broad(વિશાળ) થઈ જાય, તમે 'અપ્રશસ્ત રાગ-દ્વેષ કરી તેમાં ચોંટી ગયા છો તેમાંથી બહાર નીકળો. બધે ઔદાસિન્યભાવ લાવવાનો છે. ઔદાસિન્યભાવ મોક્ષનો Highway(ધોરીમાર્ગ) છે. આવા વિચારો કરતાં કરતાં Broad Minded(વિશાળ મનના) થવાનું છે. પરિવાર માટે પણ વિચારે. જેમ કે બેઉનાં કર્મો મચ થયાં માટે પિતા-પુત્ર થયા. તમે અત્યારે અપ્રશસ્ત રાગ-દ્વેષ કરી કર્મ બાંધો છો. અત્યારે તમારી દુનિયા કઈ ? ૧૪ રાજલોક એ તમારી દુનિયા કે દુકાન-ઘર-પરિવાર એ જ તમારી દુનિયા? સભા - તો અમારું શું? સાહેબજી:- આત્માના ગુણપર્યાય એ જ તમારા છે, જડના નહિ. સમકિતી આત્મા જ્યોતિ યાને જ્ઞાન સિવાય કશાને પોતાનું માનતો નથી. તેને જ્ઞાનમાં જ સ્વત્વ બુદ્ધિ છે, બાકી બધું કર્મકૃત છે. જે પરતત્ત્વો છે, તે જ કર્મનાં કારણો છે. આવા વિચારો કરીને જડ પદાર્થોથી વિમુખ થાઓ તો ધીરે ધીરે આગળ વધી શકશો. સુમાનુષત્વ અને સુદેવત્વ આ બે સદ્ગતિ છે અને કુમાનુષત્વ અને કુદેવત્વ એ બે દુર્ગતિ છે. Steering(સુકાન) તમારા હાથમાં છે. જે ગાડી ચલાવતો હોય તે ધ્યાન ન રાખે તો પોતાને તો નુકસાન કરે, પણ સાથે (૧) પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રશસ્ત એટલે શુભ યાને વખાણવા લાયક અને હિતને કરનારા અને અપ્રશસ્ત એટલે અશુભ યાને વખોડવા લાયક, સ્વાર્થ ભળેલા. Page #20 -------------------------------------------------------------------------- ________________ - આશ્રવ અને અનુબંધ પોતાના આશ્રિતોને (ગાડીમાં બેઠા છે તેમને) તથા સામાવાળાને પણ નુકસાન કરે. તેમ જો ધ્યાન ન રાખ્યું તો તમે તમારા ભેગા તમારા આશ્રિતોને પણ નુકસાન કરશો. સંસારમાં તો કષાયોનાં તાંડવનૃત્યો જ છે. તમને ચિંતા, ભય, શોક, સંતાપ કેટલાં? તમને કોઈ વખત સારો વિચાર આવી જતો હોય તેવું બને, પરંતુ લબ્ધિમન (અજાગ્રતમન)માં તો કચરો જ ને? તમારા જીવનમાં તત્ત્વનિર્ણયાત્મક ધર્મ છે ખરો? પ.પૂ.આ.હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. કહે છે કે અનુદિત(ઉદયમાં નહીં આવેલ) કર્મોને ઉદિત ન થવા દો અને ઉદિત કર્મોને વિપાકોદયના બદલે પ્રદેશોદયથી ખેરવી નાખો. (અહીં મોહનીયકર્મને નજરમાં રાખીને વાત કરેલ છે.) મોક્ષ અને સંસાર બંને તમારા હાથમાં છે. બેઉનાં કારણો પણ શાશ્વત છે. બધા તીર્થકરો આ જ કારણો બતાવે છે. અધ્યવસાયની મધુરતા માણે તે જ મોક્ષે જાય છે. જેના અધ્યવસાય કલુષિત છે તે રિબાઈ રિબાઈને મરે છે. તીર્થકરો ૧૪ રાજલોક બતાવે છે, પણ તમે તો Man-made (કૃત્રિમ)માં જ ફસાઈ ગયા છો. મન-વચન-કાયાના યોગોનું Result (ફળ) છે, માટે જ તેના પર કાબૂ રાખવાનો છે. મન-વચન-કાયાથી સંસાર છે, મન-વચન-કાયાથી પુણ્યબંધ છે અને મન-વચન-કાયાથી પાપબંધ છે. તેનાથી જ સદ્ગતિ, દુર્ગતિ, સુખ અને દુઃખ છે. મોક્ષ છે, તેથી “મારે મોક્ષે જવા માટે મન-વચન-કાયા પર નિયંત્રણ મૂકવાનું છે.” મૂળ મોહનીયકર્મ છે. તે નિષ્ફળ થશે, તે પછી બાકીનાં બધાં કર્મો પાંગળાં છે. વૃત્તિ, લેશ્યા, અધ્યવસાય પર Control(નિયંત્રણો મૂકી Alert(સતર્ક) રહી શકો, તો જરૂર સદ્ગતિ થઈ શકે. તત્ત્વનિર્ણય કર્યા પછી તત્ત્વનો પક્ષપાત કરવાનો છે. શ્રાવક એક અતર્મુહૂર્તથી વધારે "આર્તધ્યાન કે'રૌદ્રધ્યાનમાં રહી શકે નહિ. સ્ત્રીઓ સમય થાય એટલે રસોઇ ચૂલા પરથી ઉતારી લે છે, કે બળવા દે છે? એ રીતે બળવા સુધી આવે તે પહેલાં અશુભ ધ્યાનમાંથી બહાર નીકળી જવાનું શ્રાવને ખબર હોય કે આર્તધ્યાન તિર્યંચગતિનું અને રૌદ્રધ્યાન નરકગતિનું કારણ છે. તમારી શું હાલત છે? તમને દુર્ગતિની કંઈ ચિંતા ખરી? તમારે તો જયાં રસ ત્યાં જ વિચારણા છે, ત્યાં તમે Alert(સતર્ક) છો, સંસારમાં (૧) ઉદિત ઉદીરણાકરણ લાગીને કે સ્વાભાવિક ઉદયમાં આવેલાં કર્મો. ઉદીરણાકરણ એટલે સત્તામાં પડેલ કર્મને ઉદયમાં લાવવા માટે થતો પુરુષાર્થ. (૨) વિપાકોદય: કર્મનું સાક્ષાત્ ભોગવવું તે, ફલપ્રદ ઉદય. કર્મના આત્માને અસર પહોંચાડે તેવો ઉદય. (૩) પ્રદેશોદય : કર્મના જે ઉદયથી આત્મા પર ખાસ કાંઈ અસર ન થાય તે.(૪) અધ્યવસાય આધ્યાત્મિક દૃષ્ટિએ મનના પરિણામ : વિચાર, માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કાર વગેરે. (૫) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તે બે અશુભધ્યાન અને ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે બે શુભધ્યાનની સમજ માટે જુઓ પરિશિષ્ટ X-૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આશ્રવ અને અનુબંધ બધું વ્યવસ્થિત કરો છો. ત્યાં તમને Conviction (પાકી ખાતરી કે ભરોસો; પ્રતીતિ) છે. માટે જ લખ્યું છે કે જ્યાં Conviction છે ત્યાં Strength(સામર્થ્ય, જોર, બળ) છે. સભા- ઉદિત કર્મોને કેવી રીતે નિષ્ફળ કરવાં? સાહેબજી:- ઉદયકાળ પાકી ગયો છે, પણ જો જીવની સાવધાની હોય તો તે કર્મને વિપાકના બદલે પ્રદેશોદયથી ખરી જવું પડે છે. સાત્ત્વિક માણસને ગમે તેવાં નિમિત્ત મળે તો પણ તે તેના જાજવલ્યમાન ઉપયોગથી કર્મના વિપાકોનો રસ તોડીને તેને પ્રદેશોદયમાં ફેરવી દે છે. સાત્વિકમાણસોનો કર્મરૂપી અટવી ઉપર પૂરો કાબૂ હોય છે. નિદ્ધત સુધીના કર્મોદયને નિષ્ફળ કરી શકાય છે. નિકાચિતમાં ફેરફાર તો શ્રેણીમાં જ થાય છે. તેના માટે શ્રેણીનો જ તપ માગ્યો છે, બીજો તપ ના ચાલે. શુભ નિકાચિતનો વાંધો નથી. સમકિતી સારા કર્મોની સતત નિકાચના કર્યા કરે છે, જે તેને સાધનામાં સહાયરૂપ થાય છે. શુભકર્મોની નિકાચના માટે ૩૧૬ ભાવના ક્રિયારૂપે સાધન છે. તેના ઉપર ચિંતન કરી કરીને પુણ્યબંધ અને નિર્જરા કરવાની છે. જ્ઞાનીથી કદાચ ભૂલ થાય તો પણ અપવર્તનાકરણ અને પ્રાયશ્ચિત્ત વગેરે કરીને તે ભૂલને નિષ્ફળ કરી દે છે. સભા- મૃત્યુ સમયે નવકાર સંભળાવવાથી કલ્યાણ થઈ શકે? સાહેબજી:- નિશ્ચયનયથી મૃત્યુ વખતે આત્મજાગૃતિ માગી છે. નવકાર વગેરે સંભળાવવાની વ્યવસ્થા તો વ્યવહારનયથી છે. “નાતસ્ય ધ્રુવો મૃત્યુ...(જનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે)” (આવી રીતે સંભળાવેલો નવકાર આત્મજાગૃતિનું પ્રબળ નિમિત્તકારણ બની શકે છે.) “આયુષ્યકમને સાત ઉપઘાત છે. આપણી ઇચ્છા વગર જ આપણે ઉંમરમાં મોટા થયા છીએ, તેમ આપણે ગમે ત્યારે આગળ પરલોકમાં ઊપડી પણ જઇશું. ખબર નથી ક્યારે. તમે આ બધું શ્રવણ કરીને Digest (પાચન) કરો છો ખરા? કે પછી Swallow(ગળી (૧) નિદ્ધત કર્મબંધની તીવ્રતાની કક્ષાનો સૂચક શબ્દ છે. સંચિત કર્મોનું દઢ થવું, જે કર્મ સાથે ગાઢ સંબંધ સૂચવે છે. નિધત્તથી પણ વધારેં ગાઢ કક્ષા સૂચક શબ્દ નિક્તચિત કર્મ છે. સંચિત કર્મોનું તીવ્ર દઢીકરણ, જે સમુચિત પુરુષાર્થ કર્યા પછી પણ તૂટતું નથી, એક માત્ર સામર્થ્યયોગનો જ્ઞાનરૂપ તપ જ તેને તોડી શકે. (૨) શ્રેણી: કર્મની ક્ષપણા કરવાની (ખપાવવાની) આત્માના શુદ્ધ અધ્યવસાયની નિસરણી-ક્ષપકશ્રેણી વગેરે. (૩) ૧૬ ભાવના : અનિત્યાદિ ૧૨ અને મૈત્રી આદિ ચાર એમ ૧૬ ભાવના. યાદી માટે જુઓ પરિશિષ્ટ X-૬ (૪) અપવર્તનાકરણ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસ ઘટાડવો તે. (૫) આયુષ્યર્મને લાગતાં સાત ઉપઘાત જુઓ પરિશિષ્ટ ૪. Page #22 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૧ જવું તે) કરી જાઓ છો ? પૂ. આ. હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે, સંસારનું મૂળ બીજ જીવ તું પોતે જ છે, કાર્યણવર્ગણા નહીં. તું યાને આત્મા ભૂલ ન કરે તો કશું થાય નહીં. કાર્યણની શક્તિમાં પણ તું જ કારણ છે. આશ્રવ ઉભયના પર્યાય સ્વરૂપ છે. તેમાં જડ અને ચેતન બંનેનું Interaction (પારસ્પરિક અસર) છે. “પરદ્રવ્યની પરદ્રવ્ય ઉપર અસર નથી” આ નિશ્ચયનયનું વાક્ય-સૂત્ર અપ્રમત્ત મુનિને લાગુ પડે છે, અમને પણ નહીં. વ્યવહારનયથી ન્યાય-નીતિનું ધન સદ્ગતિનું કારણ બને છે, અન્યાયનું ધન દુર્ગતિનું કારણ બને છે. આહાર પણ સાત્ત્વિક જોઇએ. કારણ કે તેની ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઉપર અસર છે. મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે. જે બુદ્ધિથી પર (સૂક્ષ્મ) છે તે આત્મા છે. પૂ.આ. હરિભદ્રસૂરિજી બધે દ્રવ્યશુદ્ધિ માગે છે. સભાઃ- ધનની શુદ્ધિ કેવી રીતે ? સાહેબજીઃ- આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જે Best possible(મહત્તમ શક્ય) હોય તે નીતિ પાળવાનું અમે કહીએ છીએ. કુમારપાળ રાજા કે સિદ્ધરાજના રાજ્યમાં જે નીતિ હતી તેવી Demand(માંગ) નથી કરતા. સુરાજ્યના કાયદાઓ તમારી આDemocracy (લોકશાહી)માં અમે તમને લાગુ નહીં કરીએ. રાજા જે કાયદા કરે તે માર્ગાનુસારી હોવા જોઇએ. અમાર્ગાનુસારી કાયદા તે નરકગતિનું કારણ છે. “રાજેશ્વરી તે નરકેશ્વરી”. સંસારમાં બધાં સત્તાસ્થાનો જોખમી છે. જો તેનો સદુપયોગ ન કર્યો ને ભૂલ્યા, તો તે દુર્ગતિનું કારણ બને છે. સામાન્ય માણસ કરતાં સત્તાધીશને વિશેષ દોષ લાગે છે. રાજ્યવ્યવસ્થામાં ન્યાયની પ્રધાનતા જોઇએ. નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનો તેના પર અંકુશ જોઇએ. જેમાં ધર્મ અને નીતિશાસ્ત્રનો અંકુશ હોય તેવી રાજ્યવ્યવસ્થા તે Theocractic State(ઇશ્વરસત્તાક રાજ્ય) છે અને જેના ઉપર ધર્મ અને નીતિનો અંકુશ નહીં તે Democractic State(લોકશાહી રાજ્ય) છે. અત્યારે શું છે ? જે તીર્થંકર ભગવંતો મોક્ષમાર્ગ આપે છે, તેમના માટે રાજ્યવ્યવસ્થા બતાવવી તે તો તુચ્છ બાબત છે, પણ શાસ્ત્રો અને સાધુઓ તો તમને સંકુચિત દૃષ્ટિવાળા લાગે છે ને ? તમારી Democracy તો એરીસ્ટોટલે ઘડી છે. તમારે ત્યાં Courts of Laws(કાયદાની અદાલતો) છે, Courts of Justice (ન્યાયની અદાલતો) નથી. ૧ઉત્સર્ગથી કુલિન-ઉચ્ચકુળમાં જન્મેલ છે, તે જ સત્તા ઉપર આવવાને લાયક છે. તમે શાસ્ત્રોને શંકાની દૃષ્ટિએ જુઓ છો, જ્યારે વિજ્ઞાનને શ્રદ્ધા-વિશ્વાસની દૃષ્ટિથી જુઓ છો. (૧) ઉત્સર્ગથી : સામાન્ય સંજોગોમાં કરાતો ધર્મ કે પ્રવૃત્તિ (વિધિમાર્ગ) તે ઉત્સર્ગ, અને તેનું પ્રતિસ્પર્ધી અપવાદથી એટલે વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને કરાતો કારણિક ધર્મ કે પ્રવૃત્તિ, તે અપવાદ. A-2 Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આશ્રવ અને અનુબંધ શુભબંધ-અશુભબંધ બધું તમારા હાથમાં છે. મોક્ષ અને સંસાર બંને તમારા હાથમાં છે. જેટલો મન-વચન-કાયા ઉપર કાબૂ તેટલું તમારું કલ્યાણ. ઘરમાં ધૂળ કેમ આવી? તો કહો કે બારી-બારણાં ખુલ્લાં છે માટે. તેમ આશ્રવનાં દ્વાર ખુલ્લાં છે માટે કર્મો આવે છે. પ્રતિસમય જીવ સાતે કર્મોને બાંધે છે, (આયુષ્યકર્મ-આઠમું, તે સિવાયનાં). વેશ્યા તેનું નામ જે આઠે કર્મોના બંધનું મૂળ કારણ છે. કર્મોનો બાપ વેશ્યા છે. માટે લશ્યાને ઓળખી, સમજી તેને શુભ કરવી પડશે; અને જો શુભ લેશ્યા આત્મસાત થશે તો નિયમા સદ્ગતિ આવશે. ત્રણ શુભ લેશ્યા છે અને ત્રણ અશુભ લેશ્યા છે. શુભ લેશ્યાથી સદ્ગતિ થાય છે. લેશ્યા આત્માનો વૈભાવિક પરિણામ છે. માટે મોક્ષમાં લેશ્યા, ભવ્યત્વ પરિણામ, તથાભવ્યત્વ કે *ભવિતવ્યતા કશું જ નથી. જયાં સુધી કારણ વિદ્યમાન હોય ત્યાં સુધી લેશ્યા, ભવ્યત્વ પરિણામ, તથાભવ્યત્વ ને ભવિતવ્યતા છે. આશ્રવને ન્યૂન, ન્યૂનતર, ન્યૂનતમ કરતા જવાનું છે. આશ્રવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી વિચારો, આશ્રવને વ્યવહારનય અને નિશ્ચયનયથી વિચારો, આશ્રવને જ્ઞાનથીક્રિયાથી વિચારો, આશ્રવને ૧૮ પાપસ્થાનકોથી વિચારો. અઢાર પાપસ્થાનક સાથે તેને કાર્યકારણભાવ છે. ભગવાન હેતુવાદથી બોલે છે. આખું જગત કાર્ય-કારણભાવથી ચાલે છે. ધર્મનો પાયો Logical(તર્કસંગત) છે. આત્માનું ચોક્કસ સ્વરૂપ છે, પુદ્ગલનું ચોક્કસ સ્વરૂપ છે. જેનું કારણ હોય અને પોતે કાર્ય હોય તે અનિત્ય છે. જેની ઉત્પત્તિ બીજા કોઈ પણ કારણથી નથી, તે જ જગતમાં શાશ્વત છે. કર્મ પ્રવાહથી અનાદિ છે, વ્યક્તિગત સાદિ છે (નવા કર્મોની અપેક્ષાએ). કાળ પ્રવાહથી અનાદિ છે વ્યક્તિગત સાદિ છે. અહીં વ્યક્તિગત એટલે Individually (અલગપણે, કોઈ એક જીવના સંદર્ભમાં) અને પ્રવાહથી તેCollectively (સમસ્તપણે)ની અપેક્ષાએ વાત છે. કર્મના પ્રભાવની અસર તમારે લેવી કે ન લેવી તે તમારા હાથમાં છે. કારણ કે કર્મમાં ફેરફાર શક્ય છે. બાંધતી વખતે જ કર્મ ફેરફાર થવાને પાત્ર છે, યાને કે ઉદયમાં આવતાં પહેલાં ફેરફાર થઇ શકે. ધર્મ તમને બધી Techniques (તરકીબો) બતાવે છે. કર્મ બંધાય (૧) ભવિતવ્યતા થવા યોગ્ય ભાવો. (૨) હેતુવાદથી તર્કથી સમજાવી શકાય તે રીતે. શાસ્ત્રોમાં આવતા પદાર્થોમાં જે તર્કગમ્ય હોય તે તર્કથી સમજવા જ જોઇએ અને શ્રદ્ધાગમ્ય એટલે જે શ્રદ્ધેય પદાર્થો હોય તેમાં શ્રદ્ધા જ રાખવાની; ત્યાં તર્ક નહીં કરવાના. (૩) સાદિ અને અનાદિ સાદિ એટલે જેની શરૂઆત હોય તે અને અનાદિ એટલે જેની શરૂઆત ન હોય તે. Page #24 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૩ છે ત્યારે નિદ્ધત કક્ષા સુધી બંધાય છે અને તેમાં ફેરફાર થઈ શકે છે; નિકાચિત તો પછી થાય છે. નિકાચિત કર્મોમાં ફેરફાર કરવા તો શ્રેણી જ માંડવી પડે. જેની પાસે પરિશુદ્ધ આજ્ઞાયોગ દઢ છે તે જીવ, તીવ્ર મિથ્યાત્વથી નરકમાં જવા યોગ્ય બાંધલાં દાણ વિપાકવાળાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને, નિષ્ફળ કરી શકે છે. પરિશુદ્ધ આજ્ઞાયોગ: ભાવથી છેકે ગુણસ્થાનકે-નિરતિચાર સાધુપણું, તે પણ દીર્ઘકાળ પાળતાં પરિશુદ્ધ આજ્ઞાયોગ દઢ બને છે. આ કક્ષાએ પહોંચેલ આત્માને વિદ્યા-તત્ત્વપૂર્વકનો સદ્ધોધ હોય છે, તેને કેવળીના ઉપદેશની પણ જરૂર નથી. અધ્યવસાયથી બધા કર્મોમાં ફેરફાર થાય છે. જે અધ્યવસાયને Command. (નિયંત્રિત) કરે છે તેને આ બધું પ્રાપ્ત થાય છે. તમે શું કરો છો? થોડો ઘણો ધર્મ કરો, તેનાથી થોડી પુણ્યપ્રકૃતિ બંધાય અને તે પણ પોકળ, તત્ત્વજ્ઞાન ધર્મનો પ્રાણ છે. માટે વર્ષો સુધી, મરો નહીં ત્યાં સુધી તમારા માટે ધર્મ શ્રવણ કરવાનું લખ્યું છે. “મારી ક્રિયા, પ્રવૃત્તિ, ચેષ્ટા તે જ યોગ છે. તેનાથી જ આશ્રવ છે. તો મારે શું કરવું?” તેમ વિચારો. પરિણામ પામેલું એક સૂત્ર પણ મોક્ષનું કારણ બને છે. અપરિણત એવું લાખો સૂત્રોનું જ્ઞાન પણ મોક્ષનું કારણ નથી. જ્ઞાનને આત્મામાં પચાવવાની જરૂર છે. જૈનશાસનમાં કોરા જ્ઞાનની કોઈ કિંમત નથી, પરિણત જ્ઞાનની જ કિંમત છે. જ્ઞાનની જ્ઞાનમાં સાર્થકતા નથી, એના પરિણમનમાં સાર્થકતા છે. વિજ્ઞાન એ પુદ્ગલના પર્યાય શોધ્યા કરે છે, જ્યારે ભગવાન કહે છે, હે જીવ! તું આત્માના પર્યાય શોધ. ક્યાં આત્મરમણતા? અને ક્યાં આ પુદ્ગલાભિનંદીપણું? અહીં Spiritualism (અધ્યાત્મવાદ) છે અને સંસારમાં Materialism (ભૌતિકવાદ કે જડવાદ) છે. હાસ્યરમણતા તે મોહનીયનું કારણ છે. સ્વરૂપથી વૈરાગ્ય છે તે વીતરાગતાનો અંશ છે. વીતરાગતા એ તો તમને દીવેલ પીધા જેવું મોટું લાગે ને? ૪, ૧૬, ૬૪ કષાયોએ આત્માના શુદ્ધ સ્વભાવને Seal (કુંઠિત) કરી દીધેલ છે. તમને કષાયોમાં અને વિષયોમાં જ સુખ દેખાય છે. તમને જે સુખ છે તે અશાંતિનું સુખ છે. તમને શાંત બેસવું ગમે ? વિષયોની ઇચ્છાનો અભાવતે શાંતિ. મુનિઓ જ શાંત, ઉપશાંત અને પ્રશાંતતાના આનંદનો ફુવારો માણી શકે છે. તમે તો સદા અશાંત : ભોગવતાં પહેલાં અશાંત, ભોગવતાં પણ અશાંત અને ભોગવ્યા પછી પણ અશાંત; જ્યારે ભગવાન તો સદા શાંત હતા. સમકિતીને (૧) વીતરાગતા સંપૂર્ણ રાગ રહિતપણું. તેમાં રાગ-દ્વેપ બંનેનો સર્વથા ક્ષય હોય છે. (૨) વિષયો : જુઓ પરિશિષ્ટ - પ. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આશ્રવ અને અનુબંધ તો એમ થાય કે, હું જે સુખદુ:ખની પ્રતીતિ કરું છું, તેવું જ મારા ભગવાને કહ્યું છે, જાણે પ્રભુ મારા આત્મામાં પ્રવેશીને જાણી ગયા છે. માટે ચોક્કસ પ્રભુ તો સર્વજ્ઞ જ છે. નિશ્ચયનય ભાવને પ્રધાનતા આપે છે, વ્યવહારનય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારેને પ્રધાનતા આપે છે. નયનું કામ શું? તો કહે છે કે તે પોતાની કોટીને (પક્ષને) ઉત્કટ કરે અને બીજાની કોટીને ગૌણ કરે. નય જો પોતાની કોટીને ઉત્કટ કરવાની સાથે પણ જો બીજાની કોટીને ઉખેડી નાખે, તો તે નય દુર્નય બની જાય. જે નય પ્રમાણનું અંગ છે, તે નય સય છે અને જે પ્રમાણથી નિરપેક્ષ છે, તે દુર્નય છે. સભા- બીજા ધર્મનાં પુસ્તકો વંચાય? સાહેબજી:- જે સ્વમાં Immature(અપરિપક્વો છે તેના માટે ના, અને જે સ્વમાં mature(પરિપક્વ) છે તેના માટે હા. જે શક્તિસંપન્ન છે અને ગુણદોષનો યથાર્થ વિવેક કરી જાણે છે, તેને તો બધું જ ભણવાનું વિધાન છે. તેવી વ્યક્તિ જો અન્યદર્શનનો અભ્યાસ ન કરે તો તેને જ્ઞાનાવરણીયકર્મ બંધાય; પણ વિવેક જોઇએ. તમારા સંસારમાં જેમ ભૌતિક પરખ માટે વિવેકની માંગ છે, તેમ અહીં ગુણદોષના પરખની શક્તિ/વિવેક જોઇએ. તમે કાંઈ મૂખને બજારમાં માલ લેવા મોકલો ખરા? અને મોકલો તો શું થાય? તેમ In the absence of due capacity, if you dare you will be lost. (22104 el Fral અભાવમાં જો તમે જોખમ ખેડશો તો (જે હશે તે પણ) ગુમાવી બેસશો). ચૌદ પૂર્વમાં એક પૂર્વ કર્મસાહિત્ય માટે આપ્યું છે. તેમાં કર્મસાહિત્યનું તમામ જ્ઞાન, નય-ભંગ ને પ્રમાણથી સમજાવ્યું છે. * નિશ્ચયનયથી ચારિત્રથી મોક્ષ છે, વ્યવહારનયથી તત્ત્વજ્ઞાનથી મોક્ષ છે. તત્ત્વજ્ઞાન પણ ચારિત્રરૂપે અમલ કરવાનું આવે. ચારિત્ર આવ્યા વિના તત્ત્વજ્ઞાન પણ મોક્ષ ન અપાવી શકે. ક વ્યવહારનયથી બાહ્યક્રિયા ચારિત્રરૂપ છે, નિશ્ચયનયથી અંતરંગ પરિણામ ચારિત્રરૂપ છે. વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્રથી મોક્ષ છે, નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર મોક્ષમાર્ગ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૫ તા. ૧૯-૭-૯૮, રવિવાર, અષાઢ વદ-૧૧ અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા, જગતના જીવમાત્ર આદુઃખમય સંસારમાંથી મુક્ત બની અનંત સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે એટલા માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. આશ્રવમાં જીવને પુણ્ય અને પાપ બંને સંબંધિત છે. આપણી મન-વચન-કાયાની ચેષ્ટા યાને પ્રવૃત્તિથી આશ્રવ થાય છે. જીવ જો સર્વથા જડમાં પ્રવૃત્તિ ન કરે તો આશ્રવ જ ન થાય. શુભ પ્રવૃત્તિથી શુભાશ્રવ અને તેનાથી પુણ્યપ્રકૃતિ બંધાય છે, અશુભપ્રવૃત્તિથી અશુભાશ્રવ અને તેનાથી પાપપ્રકૃતિ બંધાય છે; જયારે માધ્યસ્થભાવ એ આત્માનો શુદ્ધભાવ હોઈ સકામનિર્જરા કરાવે છે. જીવ જો વિવેકસંપન્ન હોય તો શુભભાવથી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. તમે બેઠા હો તો પણ મનોયોગ ચાલુ જ હોય છે. Even(અરે !) તંદ્રામાં (અર્ધજાગ્રત અવસ્થામાં) પણ તમારા વિચારો ચાલુ હોય છે; જો કે ગાઢ નિદ્રામાં વિચારો ચાલુ હોતા નથી. છતાંય નિદ્રામાં પણ પરિણામ કાંઈ અટકતા નથી અને તેથી આશ્રવ ચાલુ જ છે. નિદ્રામાં પણ મન, વચન અને કાયા ત્રણેય યોગ ભાગ ભજવે છે. જીવે મન-વચનકાયાના યોગ ઉપર કંટ્રોલ મેળવવો જરૂરી છે, કારણ કે કાશ્મણવર્ગણામાં સ્વતંત્ર કોઈ શક્તિ નથી. આકાશપ્રદેશોમાં રહેલી કામણવર્ગણાઓનો જીવ સાથે ચાર પ્રકારે બંધ થાય છે. તે બંધ જીવ પોતે જ કરે છે. કાશ્મણવર્ગણામાં આત્મા શક્તિ સંક્રાંત કરે છે, જેથી જીવના પરિણામ દ્વારા કર્મ ચાર પ્રકારે વિપાક બતાવે છે. અહીંયાં તમે જો સાવધ બની બરાબર Handling (સંચાલન) કરો તો આત્માને લાભ થઇ શકે છે, અને જો તમે મન-વચનકાયા ઉપર કાબૂ ન રાખો તો તમારો દાટ પણ વળી જાય. કેન્દ્રસ્થાનમાં જીવ છે. જીવ ભૂલ ન કરે તો જડ કશું જ ન કરી શકે. ભૂલનો પ્રારંભ જીવથી જ થાય છે. મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન તમે કરો છો, માટે આત્મપ્રદેશો સાથે કર્મનો સંબંધ થાય છે. તે વખતે જેવો પરિણામ હોય તેવો બંધ થાય છે. (૧) કર્મનો ચાર પ્રકારે બંધ - જુઓ પરિશિષ્ટ - XX Page #27 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ સભા - સાહેબ, જડનો પ્રભાવ ખરો કે નહિ? સાહેબજી:- જડનો પ્રભાવ કેવી રીતે થયો? તમે ભૂલ કરી પછી જડ ખબર પાડે છે. પછી બાજી જડના હાથમાં આવે છે. જો કર્મ નિકાચિત થયેલું હોય તો કર્મ સર્વેસર્વા થશે અને નિદ્ધત હશે તો પણ તમારા માટે મુશ્કેલ છે. ત્યાં જો તમે પાવરફુલ હો તો તેને ખબર પાડી શકો. પણ આ બધું થયું તો પછી ને? સિદ્ધો જયાં છે ત્યાં પણ કાર્મણવર્ગણાઓ પડી છે, પણ ત્યાં સિદ્ધોને મન-વચન-કાયાનું પ્રવર્તન નથી, પરિણમન નથી, તેમને ફક્ત શુદ્ધ ભાવની રમણતા છે, માટે બંધ નથી ને કર્મનો સંબંધ પણ નથી. કાર્મણવર્ગણાઓ જીવને સ્વયં કાંઈ કરી શકતી નથી. સભા- ભવિતવ્યતા મોક્ષમાં શું કરે ? સાહેબજી:- ભવિતવ્યતા સંસારમાં જ હોય, તે મોક્ષમાં હોય નહિ. તેવી જ રીતે લેશ્યા પણ સંસારમાં જ હોય, મોક્ષમાં નહિ. વિચારો પણ સંસારમાં જ હોય, મોક્ષમાં નહિ. અધ્યવસાય પણ સંસારમાં જ હોય, મોક્ષમાં નહિ. મૂર્ખતા અહીંયાં જ છે, કાં ભૂતકાળની ભૂલ હોય, કાં હવે તમે ભૂલ કરવાના હો. જો ભૂતકાળની ભૂલ હોય તો પણ ખબર તો હવે જ પડે ને? તમારું કરણ ક્યાં છે તેના પર આધાર છે. જો નિકાચિત કર્મ હોય તો તમને બરાબર ખબર પાડે છે. - ભગવાન તો બધા ભેદ ખોલી ખોલીને બતાવે છે. તમે આશ્રવતત્ત્વને સમજો તો બધો ખ્યાલ આવે. Master key(જાતજાતનાં સંખ્યાબંધ તાળાં ખોલનારી ચાવી) તમારા હાથમાં છે. તમને મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોય તો તમને નવું મિથ્યાત્વ ન બંધાય. કાર્મણવર્ગણામાં કોઇ જ શક્તિ નથી. જીવ પોતે જ તેમાં શક્તિ સંક્રાંત કરે છે. માટે મનવચન-કાયા ઉપર કાબૂ મેળવો તો કાંઇ પ્રશ્ન નથી. હા, એક વખત આત્મા સાથે કાર્મણવર્ગણાનો બંધ થઇ જાય પછી જ તે કર્મરૂપે પોતાની તાકાત બતાડે છે. આત્મા અનંતી વર્ગણામાંથી આઠ વર્ગણાને ગ્રહણ કરે છે. અત્યારે તમારા Stage(કક્ષા)માં જેટલી Possibility (શક્યતા) હોય તેટલું કરો, તેમ કરતાં કરતાં કર્મોનો હ્રાસ કરી શકશો. તમારા મન-વચન-કાયાના યોગથી, લેગ્યાથી, અધ્યવસાયથી, પરિણામથી, વિચારથી કર્મ બંધાય છે, માટે શક્ય તેટલો તેમનો પરિહાર(ત્યાગ) કરો. જયાં શક્ય નથી ત્યાં સારા પરિણામ કરો. જ્યારે ગ્રંથકારે કહ્યું કે આમ તો સકામનિર્જરા જ કરવાની છે, ત્યારે શિષ્ય કહ્યું કે તેની અમારી તાકાત નથી; ત્યારે વ્યવહારનયથી જણાવ્યું કે Page #28 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૭ પુણ્યાનુબંધીપુણ્યનું ઉપાર્જન કરો. માટે સકામનિર્જરા અને પુણ્યાનુબંધીપુણ્ય બે જ કરવા જેવાં છે. અને તે માટે આશ્રવતત્ત્વને બરાબર સમજો, બધા 'નયથી સમજો . ક્રિયાનય કહેશે, મન-વચન-કાયાના યોગથી આશ્રવ થાય છે. તું જે કાંઇ ક્રિયા કરે છે તેનાથી કર્મ આવે છે. જ્યારે જ્ઞાનનય કહેશે, જે ભાવમાં વિકૃતિ છે તેનાથી આશ્રવ થાય છે. આ બધું Accidently (અચાનક) બનતું નથી. બધું કાર્યકારણભાવથી ગોઠવાય છે, કર્મનું આવાગમન પણ તેનાથી છે. સભા:- અહીંયાં પ્રધાન કોણ ? સાહેબજીઃ- જ્યાં જે નયથી બોલાતું હોય ત્યાં તે નય પ્રમાણ ગણાય. વ્યવહારનય વચનયોગને-કાયયોગને પ્રધાનતા આપશે, જયારે નિશ્ચયનય મનોયોગને પ્રધાનતા આપશે. એક નય બીજા નયનો અપલાપ નહિ કરે, પણ પોતાને બળવાન કરશે. વ્યવહારનય નિમિત્ત-નૈમિત્તિકને પ્રધાનતા આપીને વચન-કાયાના યોગને કારણ ગણશે, જ્યારે નિશ્ચયનય ઉપાદાન(જીવની લાયકાત, Potentiality)ને પ્રધાનતા આપીને મનોયોગને પ્રધાન ગણશે. દરેક નય પોતાની પુષ્ટિ કરશે. ઉદિત કષાયને નિષ્ફળ બનાવવા માટે દૃષ્ટાંત : જીવનમાં તમને જ્યારે અશુભ નિમિત્ત મળતાં અસાવધાન અધ્યવસાયથી મોહનીયકર્મ ઉદીરણામાં આવે, ત્યારે તમારાં મન-વચન-કાયાને તેમાંથી પાછાં ખેંચી લેજો. જેમ કે કષાયનો પરિણામ થાય તેવું નિમિત્ત મળ્યું, તેથી ક્રોધ સળવળ્યો, પણ તે વખતે ક્રોધથી વચનપ્રયોગ ન કરો, કે કાયાથી પણ તેને પ્રદર્શિત ન થવા દો. આમ કરવાથી સહકારી કારણ ખસી જવાથી કષાયનું બળ તૂટી જશે. વચન-કાયાને પાછાં ખેંચી લેવા માટે, મનમાં જે કષાયનો ભાવ થયો છે તેને શમાવવા માટે, ક્રોધના પ્રતિસ્પર્ધી ભાવોનો વિચાર કરો. તમારી પાસે જેટલી શક્તિ હોય તેટલા Angle(દૃષ્ટિકોણ)થી વિચાર કરો. જેમ કે ક્રોધથી કેવાં કેવાં પાપો બંધાશે ? જેથી ભવિષ્યમાં તેના કેવા વિપાકો આવશે ? કે ભવોની કેવી પરંપરા સર્જાશે ? બે મિનિટ કરેલા ક્રોધના વિપાકો કેટલા લાંબા ટાઇમ સુધી ભોગવવા પડશે ? આમ, વિચાર કરતાં કરતાં સંક્લિષ્ટ મન શમી જશે. તેથી ઉદયમાં આવેલું કર્મ ખાસ ફળ આપ્યા વગર ખરી પડશે. આમ તો અનુદિત કર્મને ઉદિત ન થવા દેવું તે તમારા હાથની વાત છે. જેમ એક નાની ભૂલથી જો હાડકાં ભાંગી જાય તોLife long(યાવજ્જીવ) સહન કરવું પડે, તેમ ક્રોધ કરવાનો સમય અંતર્મુહૂર્તનો હોય છે, જ્યારે વિપાકનો સમય (૧) નય :- જુઓ પરિશિષ્ટ X-૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આશ્રવ અને અનુબંધ કોટાકોટી સાગરોપમનો હોય છે. આવા જેટલા દૃષ્ટિકોણથી વિચાર કરાય તેટલો કરો. આનાથી કષાયો ધીરે ધીરે શાંત થતા જશે, જેથી ઘણાં કર્મો થોડા સમયમાં ભોગવાઇ જશે અને નવાં બંધાશે નહિ. સંસારમાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. પૂ. સિદ્ધર્ષિગણિ મહારાજાએ કહ્યું છે કે 'અવધિજ્ઞાનીને કર્મ પ્રત્યક્ષ છે, જયારે બીજાને કર્મ તર્કથી સિદ્ધ છે; અર્થાત્ કર્મને આપણે તેના કાર્ય દ્વારા જોઈ શકીએ છીએ. મન-વચન-કાયા દ્વારા ઊંઘમાં પણ વેશ્યા, અધ્યવસાય, પરિણામ ચાલુ છે. માટે સૂતાં પહેલાં પરિણામ, વેશ્યા, અધ્યવસાય વિશુદ્ધ કરીને સૂઓ. (યોગ્ય પુરુષાર્થથી આવી વિશુદ્ધિ થઈ શકે.) કર્મના સિદ્ધાંતમાં કોઇ નાનુંમોટું નથી. આશ્રવની પ્રક્રિયા Natural Phenomenon કુદરતી ઘટનાક્રમ) છે. જીવમાત્રને આ નિયમો સમાન રીતે લાગુ પડે છે, Even(અરે) તીર્થકરના આત્માને કે અભવ્યના આત્માને પણ આપણે એટલા મૂર્ખ નથી કે આપણે આપણું બગાડીએ, પણ આપણને આ બધી બાબતોમાં શ્રદ્ધા નથી. Conviction is strength(દઢ માન્યતા, પાકી સમજણ કે પ્રતીતિ તે જ બળ-શક્તિ છે). તમને આની ખાતરી થઇ જાય, પછી જ પ્રક્રિયામાં રસ પડશે. તમને એક વખત નિશ્ચય થાય કે દુર્ગતિમાં જવું નથી, સદ્ગતિમાં જ જવું છે; બસ, પછી તમને બધા ધર્મનો ખપ પડશે. આ સંસારમાં બધું કાર્યકારણભાવથી જ થાય છે. સિદ્ધોને કારણનો અભાવ છે, માટે કર્મબંધ નથી. જ્યારે આ સંસારમાં તો કર્મને સ્વીકારવાનાં કારણો નજર સામે છે. સામાન્ય બુદ્ધિવાળો ઘણું કમાય ત્યારે વિચાર આવે ખરો કે આમ કેમ? વળી બુદ્ધિશાળી ઘણી મહેનત કરે છે છતાં ઠેકાણું ન પડે, ત્યારે આનું કોઈ કારણ હોવું જોઈએ એવું લાગે છે? દર્શનશાસ્ત્રનો સિદ્ધાંત છે કે, કારણને અનુરૂપ કાર્ય થાય છે. તમે ભૌતિક રીતે ગમે તેટલો વિચાર કરો, બધાને સલાહ આપો અને બધાની સલાહ લ્યો, પણ જો આFieldમાં (ક્ષેત્રમાં) અજ્ઞાન હો અને આત્માની દષ્ટિએ વિચાર ન કરો, તો ખરેખર મહામૂઢ છો. જેમ વકીલો, ડૉક્ટરો તેમના ક્ષેત્રમાં ગમે તેટલા નિષ્ણાત હોય, પણ આ ક્ષેત્રમાં ઝીરો ને? માટે ધર્મક્ષેત્રની અપેક્ષાએ તેઓ મૂઢ છે. જયારે તમને જીવનમાં તક મળી છે, માટે આ તત્ત્વને બરાબર સમજો. તમારા મન-વચન-કાયાના યોગ નિષ્ફળ નથી જતા. તમે પ્રવૃત્તિ કરો છો, બેઠા બેઠા વિચાર કરો છો ત્યારે કેવા વિચારો હોય છે? બસ, વિષય-કષાયોની પ્રેરણાથી વિચારણા કરી, ભાવના ભાવી, ધ્યાન કરીને દુર્ગતિયોગ્ય કર્મો બાંધતા હો છો. તમને ગતિ ચોવીસ કલાક બંધાતી હોય છે, જ્યારે આયુષ્યકર્મ જીવનમાં એક જ વખત બંધાય છે. (૧) અવધિજ્ઞાની : જેને રૂપી પદાર્થોનું ઇંદ્રિયો કે મનની સહાય સિવાય સાક્ષાત્ જ્ઞાન થયું છે તે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આશ્રવ અને અનુબંધ સભા- આયુષ્યનો બંધ શેના પર આધાર રાખે ? સાહેબજીઃ- આયુષ્યનો બંધ તમારી વૃત્તિ, અધ્યવસાય અને વેશ્યા પર આધાર રાખે છે. જો આ શુભ હોય તો ઊંઘમાં કાળ કરો તો પણ સદ્ગતિ નિશ્ચિત થાય. માટે આ ત્રણેને આખી જિંદગી Maintain કરવા (સાચવવા) પડે. ઘોલના પરિણામમાં આયુષ્ય બંધાય છે. અધ્યવસાય ચડઊતર કરતા હોય તે ઘોલનો પરિણામ કહેવાય. આવા પરિણામમાં જ જીવ આયુષ્ય બાંધે, સ્થિર પરિણામ હોય ત્યારે નહીં. ધ્યાનની અવસ્થામાં આયુષ્ય બંધાતું નથી. સ્થિર અવસ્થામાં પણ આયુષ્ય બંધાતું નથી. તમારી વેશ્યા, અધ્યવસાય, વૃત્તિ સારાં હોય તો સદ્ગતિ બાંધો. જે જીવ આખો વખત સારી રીતે જીવતો હોય, તેને જ આ ત્રણ Maintain થાય (સચવાય) છે. માટે ગમારને તો કૂવામાં જ પડવાનું છે. હા, અકસ્માતથી ભવિતવ્યતા સારી હોય તો ઠીક. સભા-વૃત્તિ, વેશ્યા અને અધ્યવસાય એટલે શું? સાહેબજી:-વૃત્તિ ત્રણ પ્રકારની હોય છે. સાત્ત્વિક વૃત્તિ, તામસી વૃત્તિ અને રાજસી વૃત્તિ. વેશ્યા એટલે મનોયોગનો પરિણામ તે વેશ્યા અને પછી અધ્યવસાય છે. તામસી વૃત્તિ પ્રધાન હોય અને આયુષ્ય બાંધે તો જીવ નરકમાં જાય. આ વૃત્તિ આદિ) ત્રણેમાં એક સુધરે તો બીજું સુધરે અને એક બગડે તો બીજું બગડે. વૃત્તિ, વેશ્યા અને અધ્યવસાય એ ત્રણે Interconnected (એક-બીજા સાથે સંબંધિત) છે. અધ્યવસાયને વિચિત્રગર્ભાની ઉપમા આપી છે. વિચિત્રગર્ભા એટલે જેના પેટમાં ઘણું પડ્યું છે તે. જે તે વખતે જે પરિણામની પ્રધાનતા હોય તે પરિણામને અધ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. જો કે તે અધ્યવસાય પાછો Overall(સમગ્રતયા), જે લાંબા ગાળાના અધ્યવસાયો પડ્યા છે તેના એક પાસા-ભાગ સમાન છે. હંમેશાં પ્રધાનતાની અપેક્ષાએ વાત થાય. જેમ કે મુનિનો અધ્યવસાય શું? તો કહેવાય કે ચારિત્ર. કારણ કે દર્શન અને જ્ઞાનના અધ્યવસાય તો તમારામાં પણ હોઈ શકે, જે મુનિમાં પણ છે જ. પણ જેની મુખ્યતા હોય, અનન્યતા હોય તેને અનુલક્ષીને વાત થાય. જેમ કે તમે પાલીતાણા જાત્રા કરવા જાઓ ત્યારે તેની સાથે બીજાં ઘણાં કામો કરતા હો, જેમ કે સીહોરમાંથી પેંડા લો વગેરે... પણ કહેવાય શું? સીહોર પંડા લેવા ગયા હતા તેમ નહીં, પણ પાલીતાણા જાત્રા કરવા ગયા હતા તેમજ ને? કેમ કે જાત્રા તમારે મુખ્ય લક્ષ હતું. વિશેષમાં જેટલા પણ અધ્યવસાય તમારા પેટમાં પડ્યા હોય, તે બધાથી સતત કર્મબંધ ચાલુ. અધ્યવસાય પ્રમાણે કર્મનું મીટર ફર્યા જ કરે છે. જેમ તમે વ્યાજે પૈસા મૂક્યા હોય તો વ્યાજ ચડ્યા જ કરે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આશ્રવ અને અનુબંધ ને? જેટલી મૂડી મૂકી હોય તે બધી પર ને? અથવા તમે કોઈ ધંધામાં Silent(નિષ્ક્રિય) પણ ભાગીદાર થયા, એટલે તે ધંધાના નફા-તોટામાં તમારો હિસ્સો ચાલુ થઈ જાય ને? તેમ તમારામાં પડેલા (જાગ્રત-અજાગ્રત) બધા અધ્યવસાયોથી તમારા આત્મા ઉપર કર્મનું મીટર સતત ચાલુ છે. સભા - આખી જિંદગી ધર્મ કરેલો હોય, પણ આયુષ્યનો બંધ પડી ગયો હોવાના કારણે જીવદુર્ગતિમાં જાય, તો તે ધર્મ નિષ્ફળ જાય? સાહેબજી:-આખી જિંદગી ધર્મ કરેલો હોય તેને, તે ધર્મદુર્ગતિમાં પણ એવાં નિમિત્ત લાવી આપે કે જેથી તે દુર્ગતિમાંથી નીકળી સતિમાં જાય. પણ આયુષ્ય બાંધી લીધું હોય તેને એક વખત તો દુર્ગતિમાં જવું પડે, પછી ત્યાં નિમિત્તની સહાયથી બહાર નીકળે. જેમ ચંડકૌશિક, જે નરકગતિની લાયકાતવાળો હતો, તો પણ તે આઠમા દેવલોકમાં ગયો. કારણ કે ભૂતકાળમાં ધર્મદ્વારા બાંધેલી પુણ્યપ્રકૃતિના ઉદયકાળમાં તેને ભગવાન મહાવીરનો સંયોગ થયો. માટે આ રીતે દુર્ગતિમાં પણ ધર્મ સહાય કરે છે. સભા- ભવના કારણે વૃત્તિઓ ના બદલાય? સાહેબજી:- હા, ભવ એકદમ એવો મળે તો બદલાય. પણ શાસ્ત્રમાં ઘણા દાખલાઓ છે કે જાતિસ્મરણજ્ઞાન પામીને પાંચમા ગુણસ્થાનકે પહોચી ૧૧વ્રતધારી શ્રાવકરૂપે ઘણા પંચેન્દ્રિય તિર્યંચો જુદા-જુદા દ્વીપોમાં છે. ભવિતવ્યતાથી તે જીવ ચૂકી ગયો હોય, પણ પછી પાછું નિમિત્ત મળતાં ઊહાપોહ કરતાં ચૂકી ગયેલું બધું યાદ આવતાં તેને બધી ખબર પડે અને આરાધનાના માર્ગે પુનઃ ચડી જાય. આયુષ્યનો બંધ એક વખત થાય છે, માટે તમે એવી રીતે જીવો કે આ ત્રણે (લેશ્યા,વૃત્તિ અને અધ્યવસાય) વસ્તુઓ સારી રીતે Maintain થાય(સચવાય). જો વેશ્યા ખરાબ હોય તો તે તમારા કાર્ય કરવાનો Approach (અભિગમ) બગાડશે. ત્યારે વિચારવું જોઇએ કે મારે મારા કાર્યની સિદ્ધિ ગમે તે રીતે થાય તે મને મંજૂર નથી. આ રીતે ન મળે તો આનાથી નીચે તો હું ઊતરીશ જ નહિ, તેના વગર ચલાવી લઇશ. પણ તમારી આવી ત્રેવડ ખરી? તમારાં ધારા-ધોરણ શું છે? સંસારના ક્ષેત્રમાં તે તમે ચલાવો ખરા? વેપાર કરવામાં તમારે ચોક્કસ ધારા-ધોરણ ખરાં કે નહિ? (૧) સાત્ત્વિકવૃત્તિ ગુણપ્રધાન છે, માટે તેનો અધિપતિ ધર્મરાજા છે અને તે સદ્ગતિનું કારણ છે, (૨) રાજસીવૃત્તિ રાગપ્રધાન છે, માટે તેનો અધિપતિ રાગકેસરી છે અને તે (૧) જાતિસ્મરણજ્ઞાન: જુઓ પરિશિષ્ટ-૪-૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આશ્રવ અને અનુબંધ તિર્યંચગતિનું કારણ છે અને (૩) તામસીવૃત્તિ દ્વેષપ્રધાન છે, માટે તેનો અધિપતિ દ્વેષગજેંદ્ર છે અને તે નરકગતિનું કારણ છે. જયાં સુધી મનમાં વૃત્તિઓનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ત્રણે વૃત્તિઓ સાથે જ રહેવાની, પણ Pre-dominant positionમાં(સર્વોપરી સત્તા કે પ્રભાવ ધરાવતું સ્થાનમાં) કઈ છે, તેની પર કર્મબંધનો આધાર રહેવાનો. હંમેશાં Subordinate(ઊતરતા દરજજાનું-ગૌણ) હોય તેણે તો Pre-dominan(સર્વોપરી કે પ્રભાવશાળી)ને Submitતાબે કે આધીન) થવાનું જ આવે. તેનું પેલાની આગળ ખાસ કંઈ ચાલે નહીં. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ : આ ચાર ભાવના આત્મસિદ્ધ થઈ જાય તો તે વેશ્યાશુદ્ધિ માટે Purifying agent(શુદ્ધિકરણ માટેનું સાધન)નું કામ કરે તેમ છે. આ ચાર ભાવનાઓમાં પણ પાછા દરેકનાં ચાર ચાર પેટા ભેદ કર્યા છે. સાત્ત્વિકવૃત્તિવાળો જીવ જીવનમાં બધી બાબતોમાં Minimum standards (લઘુતમ ધોરણો) બાંધી દે છે કે, જેનાથી નીચે ઊતરવા તો એ ક્યારેય તૈયાર થાય જ નહીં. તમે સાત્ત્વિકવૃત્તિ રાખી શકો છો ખરા? ના, માટે જ પ્રસંગે હે, હે કરી પાણીમાં બેસી જાઓ છો. કારણ કે તમને Conviction(દઢ માન્યતા કે પ્રતીતિ)ની ખામી છે. આમ તો પુણ્ય હશે તો આડું અવળું કરીને પણ સફળ થશો, પણ પુણ્યપ્રકૃતિ ગમે તે રીતે જગાડવાની નથી; કારણ કે તે રીતે મારક છે. પુણ્યપ્રકૃતિ સંસારના બંધવાળી હોય તો તે વજર્ય છે, પાપાનુબંધી પુણ્ય હોય તો વજર્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ, જે મોક્ષનું કારણ બને; જે સ્વરૂપથી પણ પુણ્ય બંધાવે અને ફળથી પણ પુણ્યબંધનું કારણ બને. ફરીથી વિચારજો કે આશ્રવ ચારે બાજુથી ચાલુ છે. આશ્રવનાં કારણો પણ વિદ્યમાન છે. મન-વચન-કાયાના યોગના પંદર પ્રકારબતાવ્યા છે. તેનું વિવેચન આગળ ઉપર આવશે ત્યારે ખબર પડશે કે, આપણે એમ ને એમ સંસારમાં ભરાણા નથી. કર્મ હશે ત્યાં સુધી જીવને કર્મ પકડીને લઈ જશે. નરકમાં જવાનાં કર્મો તેને બળાત્કારે નરકમાં લઈ જશે. આ સંસારમાં આપણે ક્યાંય સ્વતંત્ર નથી. અત્યારે પણ આપણને જે મળ્યું છે તે બધું આપણી ઇચ્છા મુજબનું નથી મળ્યું, માટે કોઈ બીજું તત્ત્વ કામ કરે છે. હવે સારા વિચારો અને સારા પરિણામોથી ક્ષયોપશમ થાય છે, તેથી સમકિત પામવા માટે ગુરુ પાસે ધર્મનું શ્રવણ કરવાનું છે, સમજવાનું છે. શાસ્ત્રમાં તેને જ અધિગમથી (૧) મન-વચન-કાયાના પંદર યોગ યાદી માટે જુઓ પરિશિષ્ટ-X-૯. (૨) અધિગમથી સમક્તિ (Development by means) : ભણવા દ્વારા યાને કે અભ્યાસ, અધ્યયન કરીને કે પર ઉપદેશથી કે બાહ્ય નિમિત્તને આશ્રયીને થતું જે તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે અધિગમથી મેળવેલ સમકિત . Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આશ્રવ અને અનુબંધ સમકિતનું પ્રધાન કારણ માન્યું છે; હા, દર્શન કરતાં, પૂજા કરતાં કોઈક વખતે નિમિત્ત મળવાથી કોઇકને સમકિત થાય તે જુદી વાત છે. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે કાંઈ ભગવાન હાથ પકડીને આપવાના નથી. નવતત્ત્વનું શ્રદ્ધાન ગુરુગમથી જ થવાનું છે, માટે ગુરુવાણીનું શ્રવણ કરવાનું છે, તેની ઉપાસના-આરાધના કરવાની છે. જયારે દર્શનમોહનીયનો યોપશમ થશે ત્યારે ભાવથી સમકિત પમાશે. સભા- દ્રવ્યસમકિત અને ભાવસમકિત એટલે શું? સાહેબજી:-તર્કથી બેસે તેને દ્રવ્યસમકિત માન્યું છે અને જે ભાવકીધા છે તે ભાવોની જીવને પ્રતીતિ થાય ત્યારે ભાવસમકિત કહેવાય. માત્ર જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થતું સમકિત તેને દ્રવ્યસમકિત માન્યું છે, કારણ કે તત્ત્વ તર્કથી બેઠું છે. તર્કથી બેઠું છે એટલે મિથ્યાત્વમાં મંદતા આવે, પરંતુ Extreme (પરાકાષ્ઠા) નથી. હજી દર્શનમોહનીયની શુદ્ધિ સંપૂર્ણ થઇ નથી. દર્શનમોહનીયના ક્ષયોપશમથી અને અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી જે ભાવ થાય, તેને ભાવસમકિત માન્યું છે. સમકિતીને ઔદયિકભાવમાં(કર્મના ઉદયથી થતાં ભાવમાં) પીડાનો અનુભવ થાય છે અને ક્ષયોપશમભાવમાં(કર્મના ક્ષય અને ઉપશમથી થતાં ભાવમાં) સુખનો અનુભવ થાય છે. સુખ તો પ્રશમ આદિના અધ્યવસાય અને પરિણામમાં જ છે, જ્યારે સંસારમાં પીડાનો અનુભવ પ્રતીતિનો વિષય બને છે. માટે નિશ્ચયથી સમકિતની વ્યાખ્યા શું કરી ? તો કહે છે, તત્ત્વપ્રતીતિ તે સમ્યક્ત. ધર્મના ક્ષેત્રમાં દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય તો કામ થાય. તેનો ક્ષયોપશમ કરવા માટે પુરુષાર્થ કેવો અને કેટલો કરો છો ? આલંબન કેવાં અને કેટલાં લો છો ? તથા તમારા કર્મો કેવાં છે? તે બધાં પાસાંઓ પર આધાર છે. તમારો પુરુષાર્થ મંદ હોય, આલંબન પણ નબળું હોય, તો તે વખતે કર્મ દીર્ઘકાળ અવરોધ કરે. સભા- સમકિત પામ્યા પછી તીર્થકરનો જીવ નીચે પડે ? સાહેબજી:- હા, એમાં શું થઈ ગયું? આગળનાં કર્મો જીવને પછાડે છે. વ્યવહારનય તર્કથી નિર્ણત તત્ત્વજ્ઞાનમાં સમકિત માને છે, જ્યારે નિશ્ચયનય અનુભવજ્ઞાનમાં સમક્તિ માને છે. હવે નિશ્ચયનયમાં જવા માટે રસ્તો શું? તો શુભભાવમાંથી શુદ્ધભાવમાં જવાનું છે. તો તેના માટે ઉપાય શું? તો વ્યવહારનય કહેશે કે, આત્માએ આરાધના કરતાં કરતાં વીર્ષોલ્લાસ ફોરવી, શુભભાવ કરતાં કરતાં શુદ્ધભાવમાં જવાનું છે. નિશ્ચયનય તો પ્રતીતિ થઇ હોય તો જ શ્રદ્ધા છે તેમ માને, જયારે વ્યવહારનય પ્રમાણે (૨) નવ તત્ત્વ: જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. Page #34 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૨૩ તો રુચિ થાય તો પણ શ્રદ્ધા છે તેમ મનાય. વ્યવહારનયથી રુચિથી થયેલ શ્રદ્ધામાં પણ સમકિત કહેલ છે. રુચિથી થયેલ તત્ત્વશ્રદ્ધાથી પામેલા સમકિત કરતાં, તર્કથી નિર્ણીત તત્ત્વજ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી પામેલ સમકિત ચઢિયાતું છે. આમ તો અભિવિનો આત્મા દર્શનમોહનીયનાં દળિયાંને ચાર સ્થાનકથી ત્રણ સ્થાનક આદિરૂપે કરે છે, પરંતુ ક્ષયોપશમ સમકિતને યોગ્ય રસક્ષય કરી શકતો નથી, તેથી તેટલા માત્રથી કાંઇ તેનો ઉદ્ધાર નથી. સભાઃ- અમારે કયો નય પકડવો ? સાહેબજી:- મોક્ષ નિશ્ચયનયથી થવાનો છે, માટે વ્યવહારનયમાંથી નિશ્ચયનયમાં જવાનું છે. વ્યવહા૨નય તે સાધન છે, નિશ્ચયનય સાધ્ય છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્ર જોઇશે, જે બધા Factors Demand (પરિણામ સાથે સહેજ અંશે પણ સંબંધ ધરાવતી હરકોઇ બાબતની માંગણી) કરશે. જેમ રસોઇ બનાવવા માટે બધા મસાલાની જરૂર પડે કે નહિ ? દરેક પદાર્થના જુદા જુદા ગુણધર્મો છે. મસાલા ઓછા હશે તો સ્વાદ નહીં આવે. માટે બધી જ સામગ્રી ભેગી કરવાની. તત્ત્વજ્ઞાનથી, સમ્યગ્દર્શનથી અને સમ્યક્ચારિત્રથી મોક્ષ ઃ આ પ્રમાણસૂત્ર છે. મારે તમને એ સમજાવવું છે કે આશ્રવતત્ત્વ મન-વચન-કાયા ત્રણેના યોગથી થાય છે. તેથી તમારો નિર્ણય જોઇએ કે “યોગોનું હું જેટલું પ્રવર્તન કરીશ તેટલો આશ્રવ નક્કી જ છે, માટે મારે ચોવીસ કલાક સાવધાન રહેવાનું છે; કારણ કે ભારે આશ્રવ દુર્ગતિનું કારણ છે, અને દુર્ગતિમાં એક વખત ગયા પછી તો મારા ડૂચા નીકળી જશે. તેથી અનુબંધે મોક્ષનું કારણ બને એવું મારું મન-વચન-કાયાનું પ્રવર્તન જોઇએ.’ ઊંઘમાં પણ લેશ્યા, અધ્યવસાય, પરિણામ બધા Factors(પરિબળો) કામ કરે છે. માટે જ રાતના સૂતાં પહેલાં દેવ-ગુરુ-ધર્મને યાદ કરી, સ્વાધ્યાય કરી, બધું વોસિરાવીને સૂવાનું છે. આ બધું શા માટે ગોઠવ્યું છે ? તમારું માથું ઠેકાણે રહે તે માટે. ક્રિયા પ્રમાણે ભાવ આવે છે. ધર્મને શરણે જઇ વિશુદ્ધ થઇને સૂઓ તો ઊંધમાં મૃત્યુ આદિ કાંઇ થાય તો પણ ઉદ્ઘાર થાય. ક્રિયા તે સાધન છે. ક્રિયાથી અપેક્ષિત ભાવ તે સાધ્ય છે. મન-વચન-કાયાથી ખાલી ક્રિયા કરો તે ચાલે નહિ, પણ તેને અપેક્ષિત જે ભાવ છે તે પણ કરવા જ પડે, અને જે પરિણામ કાઢી નાંખવાના છે તે પણ કાઢવા જ પડે. ધર્મને શરણે જઇને રહો અને તેની મર્યાદાને જો ચૂકો નહિ તો દુર્ગતિ થાય નહિ. સભાઃ- આયુષ્યના બંધ વખતે આપણો કેવો અધ્યવસાય છે તે ખબર પડે ? Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આશ્રવ અને અનુબંધ સાહેબજી:-ના, કેવી રીતે ખબર પડે? કર્મો બાંધો છો તે ખબર પડે છે? ખોરાક પચે છે તે ખબર પડે છે? સભા- હા, સાહેબજી, ખોરાક પચવાથી ફૂર્તિ આવે છે, તૃપ્તિ થાય છે તેટલી તો ખબર પડે છે. સાહેબજી:- તેમ તો કર્મ ઊંધું પડે તો ખબર પડે છે કે નહિ? તેમ કર્મ સીધું ઊતરે તો પણ ખબર પડે છે ને? જેમ પુણ્યનો ઉદય હોય તો બધું સીધું ગોઠવાતું જાય છે ને? પ્રસંગે સારી બુદ્ધિ મળે, જેથી ગમે તેમાંથી બહાર નીકળી જાઓ ને? તેમ પાપના ઉદયમાં વિપરિત Factors (પરિબળો)ની હડફેટમાં આવે જેથી અપયશ મળે ને? આવું બધું દેખાય છે કે નહિ? સફળતાનું મૂળ કારણ પુણ્ય છે. માટે તટસ્થતાથી વિચાર કરો કે ધર્મશાસ્ત્રોમાં કશું ખોટું કહ્યું નથી. સગા બે ભાઇઓમાં એકને રૂપ-રંગ કેવા અને બીજા ભાઈને રૂપ-રંગ કેવા મળે છે? કારણસામગ્રી સરખી હોવા છતાં કાર્યમાં ભેદ કેમ? સમાન સામગ્રી હોવા છતાં સમાન કાર્ય થયું નહિ, કારણ કે બેઉનાં કર્મ જુદાં છે. તમે પદાર્થ સામે રાખીને ચાલો તો ચોક્કસ કર્મ તત્ત્વ બેસે. કર્મનાં બધાં ફળ દેખાય છે. ઘણા બુદ્ધિશાળીઓ એમ ને એમ રખડતા હોય છે. ઘણા ઉદ્યમશીલ મનુષ્યો પણ કાંઈ પામતા નથી. જો બુદ્ધિ જ Criteria (ધોરણ) હોય તો આમ કેમ? અને જો પુરુષાર્થ જ ધોરણ હોય તો પણ આમ કેમ? માટે જ કહેવું પડે કે ત્રીજું કારણ હોવું જોઈએ, જે પ્રધાન છે; અને આ કારણો આનુષંગિક છે. આ ત્રીજું કારણ એ જ કર્મ છે. આમ કર્મરૂપી કારણની સિદ્ધિ થાય છે અને કર્મ પ્રમાણે સંસાર ચાલે છે, પ્રસંગે કર્મના ફળનું દર્શન થાય છે. આ રીતે આશ્રવતત્ત્વ બુદ્ધિગમ્ય છે. સભા:- કર્મવિપાકમાં કાળનું કારણ પ્રધાન ખરું ? સાહેબજી:-કાળ પાકે ત્યારે કર્મ ફળ આપે. અનાજ કેવી રીતે પાકે છે? પહેલાં બીજ રોપો, પછી છોડ થાય અને પછી ફળ આપે ને? વસ્તુનું સ્વરૂપ જ એવું છે. હા, તમે તેને special (વિશિષ્ટ) સામગ્રી આપો તો જલદીથી ફળ આપે. ત્યાં ઉદીરણાકરણ લાગે છે. અબાધાકાળમાં ઉદીરણાકરણ લાગી ઘટાડો થાય છે, માટે વહેલું ફળ આપે છે. માટે ઉદીરણાકરણ લગાડવું પડે. હા, ક્યારેક એવું પણ બને કે કર્મ બાંધ્યા પછી એક આવલિકા બાદ તરત જ કર્મ ઉદયમાં આવે. આમ તો અબાધાકાળ પ્રમાણે ઉદયમાં આવે. જેમ અનાજને પાકવામાં કેવી રીતનો Process(પ્રક્રિયા) હોય છે? પહેલાં મૉર આવે, પછી ફળ આવે અને પછી તે પાકે. હા, તમે તેને બહારથી જુદાં નિમિત્ત આપો, જેમ કે તમે (૧) અબાધાકાળ : કર્મની સુષુપ્ત અવસ્થા. કર્મનો ઉદયમાં આવતાં પહેલાનો સમય. (૨) આવલિકા : જુઓ પરિશિષ્ટ-X- ૧૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૨૫ ફળને ઘાસમાં મૂકો તો જલદી પાકે. આમ, તમે તેને બહારની સામગ્રી Optimum (સૌથી વધુ અનુકૂળ પરિસ્થિતિ) આપો, તો તે તેના Due course (યથાસમય) કરતાં વહેલું પણ પાકે. તેમ અહીં કર્મને ઉદીરણાકરણ લગાડો, યાને કે તેને અનુરૂપ નિમિત્તો ગોઠવી દો, તો Speedy Maturation (ઉતાવળે પકવણી) પણ કરી શકો; નહીંતર In due course (યથાસમયે) ફળ યા વિપાક બતાવે. પુદ્ગલમાં જેટલી Possibility (શક્યતા) હોય તેટલા ફેરફાર થઇ શકે, પણ કાંઇ મૉર બેસતાંની સાથે કેરી ન મળે. મકાનમાં જેમ અમુક ફેરફાર કરવા હોય તો થઇ શકે, પણ વધારે ફેરફાર કરવા હોય તો મકાન તોડવું પડે; તેમ સ્થિતિબંધ-રસબંધમાં અમુક મર્યાદા સુધી ફેરફાર થાય, પણ તેનાં કારણોનું સેવન કરવું પડે; સત્તા, અનુબંધ, બંધમાં ફેરફાર કરવો પડે. આશ્રવ માનો પછી પોતાની મેળે જિંદગી સુધરવા માંડશે. કોઇ જીવ પોતાનું બગાડવા ઇચ્છતો નથી, દુર્ગતિમાં કોઇને જવું નથી. એક વાર આ તત્ત્વ બરાબર બેસવું જોઇએ, જેમ ચંડકૌશિકને બેઠેલું તેમ. માટે જ ચંડકૌશિકે To the best of his capacity (તેની પૂરી શિકતથી) વીર્ય ફોરવ્યું અને તે નરકના બદલે આઠમા દેવલોકમાં ગયો. બહુ ક્રોધી જીવો દષ્ટિવિષ સર્પ થાય છે, ભલે તે આરાધક જીવો હોય તો પણ; જેમ ચંડકૌશિક આરાધક હતો, પણ દોષને પરવશ થઇને તેણે દોષને પોષ્યા જ કર્યા, જેથી દૃષ્ટિવિષ સર્પ થયો. પછી પુણ્યના ઉદયકાળે ભગવાન મળવાથી તેની બાજી ફરી ગઇ. પછી તો બધું તેને આંખ સામે આવ્યું કે, આગળ મારી આરાધના શું હતી ? મારું ચોથું વ્રત કેવું હતું ? મારી યોગ્યતા કેવી છે ? આમ વિચારતાં વિચારતાં તેનો બેડો પાર થઇ ગયો. આમ તો સિંહ-વાધ-વરુ વગેરે જંગલી પ્રાણીઓને નરકગામી કહ્યાં છે. કારણ કે તેઓને હિંસકવૃત્તિ હોય છે, તેઓ રૌદ્રધ્યાનના સંકલ્પ-વિકલ્પોના ભાવમાં રમ્યા કરે છે. જેમ ભગવાન મહાવીરનો જીવ પણ સાતમી નરકથી સિંહના ભવમાં અને ત્યાંથી મરી પાછો ચોથી નરકે ગયો હતો. સભા:- સાહેબજી ! ભવ પ્રમાણે વૃત્તિ-ભાવો ના થાય ? સાહેબજીઃ-જે તે ભવમાં જન્મગત જે Genes, Fluid(દેહની રચના માટે પાયામાં કે મૂળમાં મળેલા પુદ્ગલો કે પ્રવાહી પદાર્થ-શુક્રાણુઓ)મળે તે ભવમાં તેને અનુરૂપ ભાવોઅધ્યવસાયો થાય. તેમાં Genes, Fluid સારા કે ખરાબ તે પણ કારણ બને. Genes (શુક્રાણુઓ)વારસાગત મળે છે. જેમ પરાક્રમી પુરુષનું લોહી મળે તો પરાક્રમી થાય. તેમ પશુમાંસ ખાનારાઓને પાશવીવૃત્તિ આવે. વ્યવહારનયથી જડ અને પુદ્ગલની આત્મા ઉપર અસરો સ્વીકારી છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આશ્રવ અને અનુબંધ હિંસક પશુઓને આખો દિવસ રૌદ્રધ્યાનના સંકલ્પ-વિકલ્પોથી નરકગતિ નક્કી છે. ત્યાં જીવને કોણ ડહાપણ આપે? આ તો ચંડકૌશિકને ભગવાન મળ્યા એટલે બચી ગયો. માટે જ તમને કહીએ છીએ કે દશ દૃષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ મળ્યો છે, તો સફળ કરી લો. પણ તમને તો એમ થાય ને કે મહારાજ સાહેબ તો બધું બોલ્યા કરે, માટે જ તમે મને બધું પાછું આપીને ઘર ભેગા થાઓ છો ને? તમારે તો એવું છે કે Randomly (ઉદ્દેશ-ધ્યેય-યોજના વિનાનું, આડુંઅવળું કે અસ્તવ્યસ્ત) અહીંથી થોડું પકડો, ત્યાંથી થોડું પકડો. તે Patchwork (થાગડથીગડ) કામ છે. તમે ધર્મનું આખું માળખું સમજો છો ખરા? ધર્મમાં બધું Wholesome (સમગ્રપણે) જોઇએ, Randomથી કદી ઠેકાણું ન પડે. માટે જ ભગવાને કહ્યું છે કે, ગીતાર્થ પુરુષોને સાંભળો, જેથી તમારા જ્ઞાનમાં Patchwork ના થાય. આપણે આશ્રવતત્ત્વમાં મન-વચન-કાયાના પંદર ભેદ આગળ જોઇશું. સિદ્ધના જીવોને યોગ નથી, કષાય, પરિણામ કંઈ નથી, તેથી બંધ-સંબંધ પણ નથી. જ્યારે આપણે આ બધાં કારણો છે. ઊંઘમાં પણ આ બધી પ્રક્રિયા ચાલુ જ હોય છે. પૂ.આ. હરિભદ્રસૂરિએ ચાર પ્રકારે બંધ બતાવ્યો છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, રસબંધ અને સ્થિતિબંધ. પ્રદેશબંધ એ યોગના ચાંચલ્ય પર આધાર રાખે છે. જેમ સો કણિયાનો લાડુ, બસ્સો કણિયાનો લાડુ, પાંચસો કણિયાનો લાડુ. આ બધા કહેવાય તો લાડુ, પણ પ્રદેશોમાં ભેદ છે. પ્રદેશો અધિક અધિક છે. તેવી રીતે પ્રદેશબંધમાં જેમ યોગચાંચલ્ય અધિક છે તેમ બંધ અધિક. સ્થિતિબંધ અને રસબંધમાં કારણ તરીકે કષાય અને વેશ્યા મૂક્યાં છે. લશ્યાના ઉદય વખતે કાપાયિક પરિણામથી રસબંધ થાય છે, જયારે સ્થિતિબંધ તે કપાયની Intensity (તીવ્રતા) પર આધાર રાખે છે. ભૂલ કરવાનો સમય કેટલો? સામાન્ય, અને તેના પરિણામરૂપ ફળ ભોગવવાનો સમય અનેકગણો. દા.ત. ભૂલથી જરા લપસો ને Fracture(અસ્થિભંગ) થયું તો ભોગવવાનું કેટલું? ભૂલનો કાળ કેટલો? અને ફળનો કાળ કેટલો? જેમ ધંધામાં જરા પણ ભૂલ થઈ જાય તો બાવા બની જાઓ છો. પછી બાવા થઇને ભોગવવાનો પિરિયડ કેટલો? આખી જિંદગી ને? માટે જેટલો ભૂલ કરવાનો પિરિયડ, તેટલો ફળ ભોગવવાનો પિરિયડ તેવું નથી. અંતર્મુહૂર્ત માટે કરેલો કષાયનો પરિણામ કેટલાય કોટાકોટી સાગરોપમ સુધી કટુ ફળ આપી શકે છે. લશ્યાની શુદ્ધિનો મુખ્ય આધાર કષાય પર છે, યોગકૃત વેશ્યા તો બહુ સામાન્ય છે. કષાયોનું Replacement (કષાયોની બદલી)આત્માના સહજ સ્વભાવથી કરવાનું છે. અપ્રશસ્ત કષાયથી (૧) દશ ટાંત દુર્લભ મનુષ્યભવ તે દશ ઘેટાંત - યાદી માટે જુઓ પરિશિષ્ટ-૪-૧૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આશ્રવ અને અનુબંધ પાપબંધ અને પ્રશસ્ત કષાયથી પુણ્યબંધ થાય. તેમાં પણ વિવેક વગરના પ્રશસ્ત કપાય હોય તો પુણ્યબંધ થાય, પણ સાથે અનુબંધ શુભ ન પડે. વિવેકપૂર્વકના પ્રશસ્ત કપાયથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. જેમાં પ્રશસ્તતા કે અપ્રશસ્તતા કશું જ નથી તેવા શુદ્ધ પરિણામથી સકામનિર્જરા થાય. આ બધું બરાબર હૃદયને સ્પર્શે તે રીતે વિચારશો તો જીવ અશુભ કર્મબંધના પરિણામથી વિરામ પામશે. સભા- કર્મ આત્માને ચીકાશથી ચોટે છે? સાહેબજી:- કર્મને પણ ચોંટવાનો આશય નથી, પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. યોગથી આત્મપ્રદેશોમાં ચાંચલ્ય પેદા થાય છે અને આત્મપ્રદેશોમાં ચાંચ© થવાના કારણે કર્મનો સંબંધ થાય છે અને કર્મનો સંબંધ થવાથી કપાયનો પરિણામ થાય છે, જે સિદ્ધોને નથી. માટે જ તમારા પરિણામ શુદ્ધ છે કે કાષાયિક ? તે તપાસો. ચેતનામાં વિકૃતિ કેમ થાય છે? ચેતનાની વિકૃતિ એ સંસાર છે અને ચેતનાની પ્રકૃતિ એ મોક્ષ છે. પ્રકૃતિ એ સ્વભાવ છે અને વિકૃતિ એ વિભાવ છે. વિકૃતિ અન્ય કારણથી આવે છે, માટે Entity (ભૌતિક અસ્તિત્વ ધરાવતી બાબત) તરીકે જીવ અને કર્મ આવશે, જયારે Non-Entity તરીકે ફળ-મોક્ષ આવશે. Entityમાં વિપરીત ન હોય પણ સમાન ભાવવાળો હોય તો જથ્થો વધે, પણ વિપરીત ભાવવાળો હોય તો જથ્થો ન વધે પણ વિકૃતિ કરે. વૃદ્ધિ માટે એક જડ છે તો સામે પણ જડ જોઇએ, જયારે ચેતનાની સાથે વિપરીત ગુણધર્મવાળા યાને કે જડ એવા કર્મથી સંસારરૂપ વિકૃતિ થાય છે. જેમ કે સોનામાં બીજું સોનું ઉમેરો તો તેનો જથ્થો વધે, પણ તેના ગુણધર્મોમાં વિકૃતિ ના કરે, વિકૃતિ કરવા માટે તો વિજાતીય ધર્મ (ગુણ) જોઇએ. પાણીમાં પાણી ઉમેરો તો પાણીનો જથ્થો વધશે, પરંતુ પાણીમાં આવેલો કચરો તો વિકૃતિ જ કરે ને? નિશ્ચયનયથી પ્રકૃતિ મોક્ષ છે, નિશ્ચયનયથી વિકૃતિ સંસાર છે. વિકૃતિ આવી ક્યાંથી? જેમ પાણીનો ગુણધર્મ તો શીતળતાનો છે, પણ ગરમી આવી ક્યાંથી ? તે અવકૃત છે. ચેતનના ગુણધર્મ જુદા છે, જડના ગુણધર્મ જુદા છે. જડની ચેતન પર અસર છે અને ચેતનની જડ ઉપર અસર છે. વિપરીત ગુણધર્મો ભેગા થાય એટલે ઉલ્કાપાત થાય. માટે પરિણામ ના કરો તો કાંઈ કર્મબંધ થાય નહિ. બધે કામણવર્ગણાઓ પડી છે, પણ જીવો પરિણામ કરી યોગ-પ્રવર્તાવી કર્મ બાંધે છે. મન-વચન-કાયા અને જીવનો પરિણામ, તેનાથી જ સંસારનો વિસ્તાર થાય છે. સંસારી જીવની બે ખાસિયત છે A 3 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આશ્રવ અને અનુબંધ (૧) પોતે પરિણામ કરે અને (૨) યોગનું પ્રવર્તન કરે. માટે અહીં સંસારમાં આશ્રવ અને બંધ છે, જ્યારે તે બંનેનો સિદ્ધશિલામાં અભાવ છે. ત્યાં જડ પોતાના સ્વભાવમાં પડ્યું રહે છે અને ચેતન પોતના સ્વભાવમાં પડ્યો રહે છે. યોગ ન હોવાના કારણે ભેગા થવાનો અવકાશ જ નથી. સંબંધ નથી ને બંધ પણ નથી. સભાઃ- પરિણામ અને લેશ્યા એ બંને સરખા શબ્દો છે ? સાહેબજી:- જુદા પણ આવે અને એક પણ આવે, જે અર્થ જયાં લેવાનો હોય ત્યાં તેને એ રીતે પકડવો પડે. ‘નમ્’ ધાતુને ‘પરિ’ ઉપસર્ગ લાગે ત્યારે પરિણામ શબ્દ બને છે. સર્વે લેશ્યા આદિનો સરવાળો પણ પરિણામ કહ્યો, તેમ લેશ્યાના ખૂણામાં પણ પરિણામને મૂક્યો. તે લેશ્યા, પરિણામ, અધ્યવસાય બધું Cover (સમાવિષ્ટ) કરે છે. તેના પેટમાં બધું ગોઠવી દીધું છે. આ શબ્દની તાકાત ઘણી છે. જે તે વખતે તમારો આત્મા જે રીતે પરિણત થયેલો છે તે પરિણામ. તમારા અધ્યવસાયનું Analysis (પૃથક્કરણ) કરો તો લેશ્યા કઇ ? અધ્યવસાય કયો ? પરિણામ કયો ? ભાવ શું ? વિચાર શું ? મનના પરિણામ શું ? લબ્ધિમનની સ્થિતિ શું ? આ રીતે પેટમાં ઊતરતા જાઓ એટલે પરિણામની ખબર પડે. આ રીતે પરિણામને Over-all(સમગ્રતયા) બતાવ્યો છે, વ્યાપક અર્થમાં લીધો છે. બધા પદાર્થ ખોલશો એટલે બધું આવશે. આમ, પરિણામમાં, જીવના જે તે વખતના પરિણમનમાં જેટલાં પણ પાસાં કામ કરતાં હોય, તે બધાનો સમાવેશ થઇ જાય છે. અધ્યવસાયને “વિચિત્રગર્ભા’' (જેના પેટમાં ઘણા પરિણામો સમાય છે તે) તરીકે બતાવ્યો છે. ‘‘પ્રરળવશાત્” (સંદર્ભથી) શબ્દનું અર્થઘટન કરવું પડે, યાને કે કયા સંદર્ભમાં કેવી રીતે શબ્દ વપરાયો છે તદનુસાર તેને બોલાય. સભા:- અહીંયાં દેવ-ગુરુ-ધર્મનો યોગ હોવા છતાં પણ જીવો ખાડામાં જતા જાય છે, જ્યારે ત્યાં (સમૃદ્ધ દેશોમાં જેવા કે અમેરિકા વગેરેમાં) આ બધા સંજોગો ન હોવા છતાં પણ લોકો જલસા કરે છે, આમ કેમ ? સાહેબજી:- હા, વ્યવહારમાં જેનીeconomy sound(અર્થતંત્ર સદ્ધર) હોય તે factor (પાસું) પણ કામ કરે. તે લોકો કેટલાં વર્ષોથી શોષણ કરતા આવ્યા છે ? ૫૦૦ વર્ષોથી exploitation policy (શોષણનીતિ)થી ગોઠવણો જ એવી કરી છે તથા અત્યારે કાળ પણ એવો છે. પાંચમો આરો હુંડા અવસર્પિણી છે, જેથી અસદ્ (ખરાબ) તત્ત્વોને બળ મળે છે, સારાં તત્ત્વોને બળ ન મળે. અનુકૂળ સામગ્રી ન મળે તેવાં Backgroundમાં (પૂર્વભૂમિકામાં) કર્મો કરેલાં છે. કાળને પણ કારણ ગણ્યું છે, જેથી કરીને એ લોકોને જ ટેકો મળે, ને સુકૃત કરનાર વ્યક્તિને દબાવાનું આવે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આશ્રવ અને અનુબંધ ત્યાં પાપાનુબંધી પુણ્ય છે. economy sound(અર્થતંત્ર સદ્ધર) હોય, તે પણ કારણ બાહ્ય રીતે ભાગ ભજવે, માટે બધી રીતે વિચારવાનું આવે. આમ host of factors (ઘણાં બધાં પરિબળો) કામ કરે છે. નવાઇની વાત તો એ છે કે આટલું અહીનું શોષણ હોવા છતાં પણ હજુ ભારત ટક્યું છે, તેમાં કંઇક ધર્મ અને સંસ્કૃતિનું બળ કામ કરે છે, જેનું આ ફળ છે. પાપાનુબંધી પુણ્ય ઉદયમાં હોય તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પણ અનુકૂળ હોય જેથી પૈસો, સત્તા, સંપત્તિ, વૈભવ બધું જ મળે. હા, પાછું સમજો કે ધર્મ કરે તે ભૌતિક દૃષ્ટિએ તત્કાળ સુખી અને પાપ કરે તે ભૌતિક દષ્ટિએ તત્કાળ દુઃખી, તેવું નથી. આત્મા પર પાપ અને પુણ્ય બંને લાંબા ગાળે અસર કરનારાં છે. અહીંયાં લોકોને જલદી કામ ન મળે અને ત્યાં ઢગલાબંધ કામ મળે, આવા હજારો Factors (પરિબળો) છે. શાસ્ત્રકારોએ એવું નથી કહ્યું કે પાપી દુઃખી અને ધર્મ સુખી. પાપી સુખી પણ હોઈ શકે અને ધર્મી દુઃખી પણ હોઈ શકે. પાપાનુબંધી પુણ્ય લઈને આવેલો હોય તે ભૌતિક ક્ષેત્રમાં સુખી હોઇ શકે છે. જો તમારી માન્યતા પ્રમાણે ધર્મના યોગવાળા ખાડામાં જતા હોય તો પછી તો શું બને કે જીવો ધર્મ કરવાનું જ છોડી દેશે. ભૌતિક ક્ષેત્રે તેઓને જે સુખ મળે છે તે બધું તેમના ભૂતકાળની પુણ્યપ્રકૃતિના વિપાકનું ફળ છે. માટે એવું નહિ માનતા કે વર્તમાનના વર્તનના કારણે માંસાહારી સુખી અને અમે આદુ પણ નહિ ખાનારા દુઃખી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની avourability and Adversity (અનુકૂળતા અને પ્રતિકૂળતા) ઉપર પણ પુણ્ય-પાપના ઉદયનો ઘણો આધાર છે. વિપરીતતામાં ઘણી પાપ અને પુણ્યપ્રકૃતિઓ પણ નિષ્ફળ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જો વિપરીત હોય તો કર્મ ઘણું ઓછું ફળ બતાવી શકે, તેને પ્રદેશોદયથી ખરી જવું પડે. માટે એકેન્દ્રિયાદિ જીવોની ઘણી પુણ્યપ્રકૃતિઓ Fail (નિષ્ફળી જાય છે. એમ સદ્ગતિમાં ઘણી પાપપ્રકૃતિઓ પણ નિષ્ફળ જાય છે. ગતિના કારણે આમ બને છે, તેમ પુરુષાર્થથી પણ ફેરફાર કરી શકાય છે. તમે દ્રવ્યચારિત્ર લો તો, ચારિત્રમોહનીયને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિપરીત મળવાને કારણે પોતાનો વિપાક બતાવવામાં વ્યચારિત્ર Disturbance (અડચણ) રૂપ બનશે. કારણ કે કર્મ જ છે. જીવ જ એકલા કર્મને જ કારણ માને તો તે મિથ્યાદષ્ટિ છે, Lible learning is a dangerous thing, (અધકચરું જ્ઞાન એ જોખમી વસ્તુ છે) 'પાંચ કારણભેગાં થાય ત્યારે જ કોઇપણ કાર્ય થાય છે. (૧) પાંચ કારણ : પુરુષાર્થ, કર્મ, સ્વભાવ, કાળ અને ભવિતવ્યતા. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ આશ્રવ અને અનુબંધ સભા- એક વ્યક્તિની પુણ્યપ્રકૃતિ બીજા પર કામ કરે ? સાહેબજી:- હા, તીર્થકર આદિ વિશિષ્ટ પુણ્યપ્રકૃતિવાળી વ્યક્તિ હોય, તો તે આખા ગ્રહોની અસર ફેરવી નાંખે. શાસ્ત્રમાં પણ ઘણા દાખલાઓ આવે છે, જેમ કે દુકાળ પડવાનો હતો પણ એક પુણ્યશાળીના જન્મથી વરસાદ થયો, દુકાળ પડ્યો નહિ. ઘણી વખત એક પુણ્યશાળી વ્યક્તિના કારણે આખું ઘર ચાલતું હોય છે, જ્યારે એક પાપી વ્યક્તિને કારણે આખું ઘર બરબાદ થઈ જતું હોય છે. તીવ્ર પાપના સંપર્કથી અત્યારના વગર ગુને પણ ફાંસી મળે અને બીજા ભવમાં ચાલ્યો જાય તેવું પણ બને, ના બને તેમ નહીં. કારણ પુણ્ય હોય તો તે પણ દબાઈ જાય અને પાપ ઉદયમાં આવી જાય, કારણ એકબીજાનાં કર્મ એકબીજા ઉપર અસર કરે છે. ઘણી વખત દાન લેનારને જો તીવ્ર લાભાન્તરાય હોય તો સામાને દાન આપવાનું મન જ ન થાય, ત્યાં તીવ્ર અંતરાય કારણ છે. હા, સામો દાતાર હોવા છતાં પણ આવું બને. પવનંજયનો દાખલો આવે છે ને? સેવક પ્રતિ પણ સદ્વર્તન કરનારા એવા પવનંજયનું પણ અંજના પ્રતિ આવું વર્તન કેમ ? અંજનાના કર્મથી. શું પવનંજય હરામખોર છે? ના, પણ અંજના સતીએ ભૂતકાળમાં ધર્મવિરાધનાથી તીવ્ર પાપ બાંધેલું છે, તે તેમને અહીં અસર કરે છે. માટે એકના કર્મની બીજાની ઉપર અસર માની છે. ભગવાને બધા વિકલ્પો બતાવ્યા છે. માટે ઘણા Factors કામ કરે છે. ઘણી વખત પાપના ઉદયવાળો જીવ અપરાધી ન હોય તો પણ તેને ફાંસીને માંચડે લટકી જવું પડે છે. કારણ શું? ભૂતકાળનું પાપ. માટે તમારે ઘણું ભણવું પડે તેમ છે. ઘણાને આ પ્રશ્ન સતાવે છે કે ત્યાંના લોકો (અનાર્યભૂમિના) મજા કરે છે, માટે આપણે પણ ત્યાં જઇને મજા કરીએ. હવે આગળ વિચારીએ કે કર્મ જડ છે. કામણવર્ગણાઓમાં જીવ શક્તિ સંક્રાંત કરે છે, માટે ફેરફાર થાય છે. નિકાચિત-અનિકાચિતના નિયમ જુદા હોય છે. નિદ્ધત પણ પાવરફુલ હોય તો તેના નિયમ જુદા હોય છે. સભા- નિકાચિત કઈ અપેક્ષાએ? રસબંધની કે ચારે બંધની અપેક્ષાએ લેવાનો? સાહેબજી:- નિકાચનાકરણ લાગે તે આખી લતામાં લાગતું નથી, પણ તેના અમુક ભાગમાં લાગે છે, જે ચારે બંધની અપેક્ષાએ લાગે. તે ભાગ ઉદયમાં આવે ત્યારે, જીવ જો ક્ષપકશ્રેણીમાં હોય તો બરાબર, નહીંતર નિકાચનાકરણથી દઢ થયેલું કર્મ ઉદયકાળે સર્વેસર્વા થઇ જશે, જે તમને નિયમો પતિત કરે. શાસ્ત્રમાં દાખલાઓ ઘણા આવે છે, જેમ કે નંદિષેણ મુનિ. Page #42 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૩૧ [શ્રી નંદિષણ મુનિએ પ્રબળ વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી પોતે સ્વયં ગીતાર્થ, ૧૦ પૂર્વધર અને શાસ્ત્રજ્ઞ બન્યા હતા. એક દિવસ ગોચરી વહોરવા એક મહેલમાં ગયા હતા. તે મહેલ વેશ્યાનો હતો, ત્યાં ધર્મલાભ બોલી અંદર ગયા. તો વેશ્યા કહે કે અમારે ધર્મલાભ નથી જોઇતો અમારે તો અર્થલાભ જોઇએ છે. ત્યારે માનકષાયના ઉદયે તેઓએ તણખલું લઈને લબ્ધિદ્વારા ધનની વર્ષા કરી. તેથી વેશ્યા હવે તેમને છોડવા તૈયાર નથી. આ ભૂતકાળમાં બાંધી નિકાચિત કરેલું ભોગાવલીકર્મ, તેનો સમય પાકતાં ઉદયમાં આવ્યું છે. તેથી ભોગની વાંચ્છા થઇ, પણ સંયમના રક્ષણ માટે શાસ્ત્રમાં જે જે ઉપાયો બતાવ્યાં છે તે અનુસાર પોતે પોતાની શક્તિથી આઠગણો તપ કર્યો તેથી પણ આગળ વધી સંયમમાં લાંછન લગાવી વ્રતભંગ કરવો તેના કરતાં વ્રતનું રક્ષણ કરી મરી જવું વધારે સારું તેમ માની પર્વત પરથી પાપાત કરવા જાય છે, ત્યારે દેવી તેમને પકડી લે છે. ત્યારે નંદિપેણ મુનિ કહે છે તું કોણ વચ્ચે વિઘ્ન કરવા આવી? ત્યારે દેવી પ્રગટ થઇ કહે છે આપને પૂર્વ બાંધેલ નિકાચિત કર્મનો ઉદય છે, તે ટાળ્યો ટળશે નહીં. ત્યારે આમ શાસ્ત્રવિધિથી સંયમરક્ષણ માટે બધી આચરણા-પ્રયત્નો કર્યા પછી, શાસ્ત્રવિધિની જાળવણીપૂર્વક વેશ્યાને ઘેર રહેવા લાગેલ. ત્યાં પણ રોજ ૧૦વ્યક્તિને પ્રતિબોધ પમાડી સંયમ માર્ગ મોકલ્યા પછી જ જમવા બેસતાં. તેમાં એક દિવસ ૯ જણ પ્રતિબોધ પામી ચૂક્યા છે અને ૧૦માને સમજાવી રહ્યા છે. ત્યારે સમય ઘણો વીતી ગયો હોવાથી વેશ્યા ત્યાં જમવા બોલાવવા આવે છે. ત્યારે તેઓ જણાવે છે નવ જણને પમાડ્યા છે આ દશમા જલદી પ્રતિબોધ પામતા નથી. તે પામે એટલે આવું. ત્યાં વેશ્યા મજાકમાં કહે છે, દશમા તમે. વેશ્યાનું આ માર્મિક વચન સાંભળતાં જ પોતે ઊભા થઇ સંયમમાર્ગે પુનઃ પ્રયાણ કરે છે. (આ તબક્કે તેઓનું ભોગાવલી કર્મ પૂર્ણ થયેલ જાણવું.)]. સભા- સાહેબજી ! ક્ષપકશ્રેણીમાં કેવી રીતે બને? સાહેબજી:- ત્યાં જીવનું બળ ઘણું હોય છે, માટે કર્મ ટકી શકતું નથી. જગતનું કોઇ તત્ત્વ તેના પર કામ ન કરી શકે, તેવી ચેતનની પરિણતિ ત્યાં છે. આમ તો કોઇના કર્મોનું કોઇથી વેદન કરી શકાતું નથી, પરંતુ ક્ષપકશ્રેણી માંડી ચૂકેલ જીવ પર, કલ્પના તરીકે આખા વિશ્વના સમગ્ર જીવોનાં સમગ્ર કર્મો ભેગાં કરી નાખવામાં આવે, તો પણ તે બધાને ભસ્મીભૂત કરી નાખે, તેવો આત્મવીર્યનો ધોધ જીવમાં ક્ષપકશ્રેણિમાં વહેતો હોય છે. આવી સ્થિતિ હોય ત્યાં નિકાચિતકર્મ તો ક્યાંથી ટકે ? જડ કરતાં ચેતન અધિક બલિષ્ટ છે. જેમ એક આંધળો લો અને બીજો દેખતો લો. આ બેઉ લડે તો તેમાં જીતે કોણ? દેખતો. કર્મ આંધળું છે, તમે દેખતા છો. તમે તેની સામે લડી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આશ્રવ અને અનુબંધ તો કર્મ વિખરાઈ જાય. જીવ આગળ વધે, જાગ્રત થાય તેમ તેમ કર્મને સાફ કરતો જાય. જીવે કર્મ બાંધતાં જે પરિણામ કર્યા છે, તેનાથી વિપરીત પરિણામ તે કરે તો કર્મમાં ઘણા ફેરફાર થાય છે. સભા- આપણે કરી શકીએ? સાહેબજી:- હા, હા, આપણે ચાલુ જ છે. સભા- અનુમોદના રૂપે ? સાહેબજી:- હા, પણ ઘણાં સુકૃત કરીને બેઠા છો? જો સારા જીવો હોય તો તે સારી નિકાચના કરે. કરણમાં ફેરફાર થયા જ કરે છે. માટે જ શાસ્ત્રકારોએ ઘણી ધર્મક્રિયાઓ મૂકી છે, જેથી કરણમાં ફેરફાર થયા કરે. સભા- આ ભવનું પાપ આ ભવમાં ફળે ? સાહેબજી - આમ તો કર્મ બંધાયા પછી ઓછામાં ઓછું ૧૦૦ વર્ષે ઉદયમાં આવે, ઉત્કૃષ્ટથી ૭000 વર્ષે કર્મ ઉદયમાં આવે. અબાધાકાળ એટલો માન્યો છે. એટલે આ ભવમાં બાંધેલાં કર્મો આ જ ભવમાં ભોગવવાનાં આવે તેવું નથી. જેમ કે અમુક પ્રકૃતિ ક્યારે ફળે? તે Physics (પદાર્થવિજ્ઞાન) પ્રમાણે કામ કરે. જેટલો સ્થિતિબંધ તેના પ્રમાણે અબાધાકાળ, આ સામાન્ય ધોરણ છે. આ અબાધાકાળ દરમ્યાન તમારી પાસે તક છે. તમે ધારો તો કર્મને ઠેકાણે પાડી દઈ શકો, ખેરવી શકો, ફેરફાર કરી શકો. જેમ એક બળવાન માણસ બીજા હજારો માણસોને મારી શકે તેમ જાગ્રત જીવ અનેક કર્મોનો ખાત્મો બેડવી શકે. જીવ જો વીર્ય ફોરવે તો તેના અધ્યવસાયમાં જબરદસ્ત બળ મળે છે. શાસ્ત્રમાં દાખલા આવે છે. “પરિશુદ્ધ આજ્ઞાયાગમાં” જીવ ભયંકર પાપકર્મો ખપાવે છે. જે કર્મો તેમને ઘસડીને દુર્ગતિમાં લઇ જાય તેવાં હતાં, તે કર્મોને ભોગવ્યા વગર પ્રદેશોદય કરીને સાફ કરી નાખે છે. આમ તો કર્મ જીવને તત્ત્વ-અતત્ત્વ ન સમજવા દે, પણ “પરિશુદ્ધ આજ્ઞાયોગમાં” એટલું બળ છે કે તે કર્મને વિપાક ન બતાવવા દે. માટે સમજો, અધ્યવસાયમાં કેટલી તાકાત છે? મહાત્માઓ કાંઇ એમ ને એમ મોક્ષે જતા નથી. જીવ આગળ વધે પછી તો કર્મોને સાફ કરતો જ જાય છે. ત્યાં જાગૃતિ કેવી છે તે જોવાનું આવે. પુદ્ગલનું આ સ્વરૂપ છે. નિમિત્તની અપેક્ષાએ તેનું પરિણમન છે. સંક્રમણ થાય, પર્યાયાન્તર થાય એટલે જે પુદ્ગલ અગ્નિરૂપે હોય તે પાણીરૂપ બને અને પાણીરૂપે હોય તે અગ્નિરૂપે પણ બને. પર્યાયના પરિણમનસ્વભાવ પ્રમાણે તે બને. જેમ જીવદ્રવ્યમાં દેવગતિ, Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આશ્રવ અને અનુબંધ તિર્યંચગતિ નરકગતિ તે બધા જીવના પર્યાય જુદા, પણ જીવદ્રવ્યમાં કોઈ ફેરફાર નથી; કારણ કે દ્રવ્યના સ્વભાવમાં ક્યારેય ફેરફાર થતો નથી. તેના પર્યાયસ્વભાવ તે તે ટાઇમ પૂરતા જ હોય છે, અમુક કાળ પછી પર્યાય બદલાતાં તેનો જુદો સ્વભાવ હોય છે પણ દ્રવ્યનો સ્વભાવ શાશ્વત છે. જે પર્યાયનો જે સ્વભાવ હોય, તે સ્વભાવ તે પર્યાયરૂપ હોય ત્યારે હોય, પર્યાય બદલાય એટલે સ્વભાવ પણ બદલાય. જેમ કે પુદ્ગલ અગ્નિ તરીકે હોય ત્યારે બાળવાનો સ્વભાવ અને જયારે તે પાણીસ્વરૂપના પર્યાયમાં પરિણમે ત્યારે તેનો સ્વભાવ બદલાઈને શીતળતાનો આવે, પણ બંનેમાં મૂળ તો પુદ્ગલ તરીકે જ કાયમ રહે છે. શાસ્ત્રમાં આની ઘણી બધી વિચારણાઓ છે. સમજાવવા માટે ઘણો ટાઇમ માંગે. સૃષ્ટિમાં મૂળ પાંચ પદાર્થો છે. પંચાસ્તિકાયોમાં જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય આદિ સ્વતંત્ર છે. તેની અસરો પણ છે. પુદ્ગલની અમુક યોગ્યતા છે, જીવની અમુક યોગ્યતા છે. જો આમાં વિકૃતિ ન આવતી હોત તો સંસારનું સર્જન થાત જ નહિ. માટે પુદ્ગલ શું? ચેતન શું? તે બધું ભણવું પડે. શાસ્ત્રમાં પુદ્ગલમાં અનંત શક્તિ કહી છે. પણ કહે છે કે તે જડ હોવાના કારણે તેને સુખ નથી, દુશ્મ નથી, પણ શક્તિ તો અનંત છે. પુદ્ગલ દ્રવ્ય પણ કાંઇ સામાન્ય નથી. સભા- બધા જીવો ધારે તે કેમ નથી કરી શકતા? સાહેબજી:- કર્મ તત્ત્વ છે, આશ્રય તત્ત્વ છે માટે જ બધી મોકાણ છે. બધી ધાતુઓ ખાણમાં અશુદ્ધ હોય છે. તેને શુદ્ધ કરવા Refinaryમાં(ખનિજ ઇત્યાદિનું શોધન કરવાનું સ્થળ - કારખાનામાં) મોકલવી પડે છે. તેમ જીવ અશુદ્ધ હોય છે, તેને શુદ્ધ કરવો પડે છે; અને જેનાથી તે શુદ્ધ થાય છે તે જ ધર્મ છે. નિશ્ચયનય સકામનિર્જરાને ધર્મ માને છે, પુણ્યબંધને ધર્મ માનતો નથી. આશ્રવતત્ત્વ જ રુકાવટ કરનાર છે, નહીંતર જીવ ધારે તે કરી શકે. સભા- કોઇની કર્મપ્રકૃતિની કોઈના પર અસર થાય? સાહેબજી:-તીર્થકરની પુણ્યપ્રકૃતિની આપણી પાપપ્રકૃતિ ઉપર અસર થાય છે, માટે જ તીર્થકરની પુણ્યપ્રકૃતિ આપણી અનિકાચિત પાપપ્રકૃતિ પર અસર પાડે છે. માટે તીર્થંકર વિચરતા હોય ત્યાં દુષ્કાળ ન હોય, રોગ ન હોય, મરકી ન હોય, વેર-વિરોધ શમે. જો સોપક્રમકર્મ હોય તો વ્યવહારનયરિદ્રવ્યની પરદ્રવ્ય ઉપર અસર માને છે; જયારે નિશ્ચયનય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અસર સ્વદ્રવ્ય ઉપર થાય, પરદ્રવ્ય પર નહિ, એમ માને છે. પદ્રવ્યની પરદ્રવ્ય પર અસર થાય, જેમ કે ઝેર ખાઈએ તો મરી જવાય. સારું ક્ષેત્ર હોય તો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આશ્રવ અને અનુબંધ તે સારા ભાવ માટે કારણ બની શકે. ક્ષેત્રાકૃત પુણ્ય અને પાપપ્રકૃતિ પણ હોય છે, કે જે, જે તે ક્ષેત્રમાં જ ઉદયમાં આવે. National economy sound(રાષ્ટ્રિય અર્થતંત્ર સદ્ધર) હોય તો તે પુણ્યપ્રકૃતિ ઉદયમાં લાવવામાં કારણ બને. તેમાં પાછી તીવ્રરસવાળી પુણ્યપ્રકૃતિ અને મંદરસવાળી પુણ્યપ્રકૃતિ માટે નિયમો જુદા. જેમ કે શેરડીના સાંઠામાંથી રસ કાઢે તો તેમાં રસ કાઢવામાં તેનો જે પરિશ્રમ-પુરુષાર્થ છે તે ગૌણ છે, કારણ સાંઠામાં રસ ચિકાર ભરેલો જ છે, પણ સાંઠાને પીલીને રસ કાઢી લીધેલા કૂચામાંથી રસ કાઢે તો તેમાં તેની મહેનત-પુરુષાર્થ મુખ્ય કહેવાય. - તમારા ભાવોની બીજા ઉપર અસર થાય તેના માટે વ્યવહારનયનો દાખલો આવે છે કે, એક વેપારી પાસે ઘણાં ચંદનનાં કાષ્ટ છે. તેને થાય છે કે આ બધાં ચંદનનાં કાષ્ઠ ક્યારે વેચાય? તેને નિમિરિયો કહે છે કે જો રાજા મરે તો તારો બધો માલ વેચાઈ જાય. હવે આ વેપારી રાજાને નમસ્કાર કરી હાથ જોડે છે ત્યારે, તેને થાય છે કે રાજા જલદી મરે તો મારું બધું કાષ્ઠ વેચાઈ જાય, અને રાજાને એમ થાય છે કે આ માણસ કાયમ મને નમસ્કાર કરે છે અને મને તેને મારી નાંખવાનો ભાવ કેમ થાય છે? નક્કી કોઇ કારણ છે. પછી કારણ તપાસતાં બધી ખબર પડી. માટે એ નક્કી જ છે કે, તમારા સારા કે ખરાબ ભાવોની બીજાના ભાવો પર અસર થાય છે. તમે મહાત્મા પાસે જાઓ તો તમારા પરિણામ કેમ સુધરે છે? કારણ તેમના ભાવોની તમારા પર અસર થાય છે. જેવી કક્ષા હોય તેવી અસર થાય. સાધુ પાસે જાઓ તો સમ્યજ્ઞાન પામી શકો. 'સંવિગ્ન અને ગીતાર્થથી જીવ ધર્મ પામે. હા, સામે ઉપાદાન પણ જોવું પડે. તે પણ factor(પાસું) તો ખરું. એકાંતે માનો તો મિથ્યાત્વ. માટે સર્વ નયથી વિચાર કરો તે જ સત્ તત્ત્વ છે, એક નયથી મિથ્યાત્વ છે. નય એકાંશગ્રાહી છે, માટે એક નયથી વિચારો તો Half truth(અર્ધ સત્ય) છે, Whole of the truth(પૂર્ણ સત્યો નથી. જે સર્વાશ છે તે પ્રમાણ છે, જે એક અંશ છે, તે સંપૂર્ણ નથી. પ્રમાણના અભિપ્રાય તે સત્ય અભિપ્રાય છે, માટે તેને Authority અધિકૃત) ગણવું. પદાર્થ પછી વાક્યર્થ પછી મહાવાક્ષાર્થ પછી ઔદંપર્યાર્થ એટલે કે અંતિમ તાત્પર્યાર્થ, કે જે પ્રમાણથી જ નીકળે છે, માટે તેને જ ગ્રહણ કરવું. સભા- પુરુષાર્થ અને પુણ્યમાં ચઢિયાતું કોણ ? સાહેબજી:-પુરુષાર્થ અને બુદ્ધિ, સુખ-દુઃખનું ગૌણ કારણ છે, પ્રધાનપણે કર્મ કારણ (૧) સંવિઝ : સંવિગ્ન એટલે સંસારથી ભય પામેલો અને મોક્ષનો ઇચ્છુક, ભગવાનના શાસસની બરાબર પ્રરૂપણા કરનાર. ગીતાર્થ ગીતાર્થ એટલે સર્વ નયના જાણકાર અને તેઓનો યથાયોગ્ય સ્થાને વિનિયોગ કરનાર, ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા, સ્વસમય અને પરસમયના જ્ઞાતા હોય તે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૩૫ છે. વર્તમાન પુરુષાર્થ પણ ભૂતકાળના પુણ્યથી સફળ થાય છે. અંતરાયકર્મ તીવ્ર બાંધેલાં હોય તો બધો પુરુષાર્થ નિષ્ફળ જાય. જેથી લાભના બદલે નુકસાન થાય. આ બધું પ્રત્યક્ષ છે. આવો જીવ કમાવા જાય તો બાવો થઇને પાછો આવે. માટે કહે છે કે જેને આવા આવા યોગ હોય તેણે ત્યારે વેપાર-ધંધો કરવો નહિ. બજાર સારી હશે તો પણ ધંધામાં ખરાબ રીતે તે ઊંધો પડશે. ભગવાન કંઈ ખોટું બતાવતા નથી. હા, સર્જનની જયાં વાત આવે ત્યાં બતાવે છે કે પોતે પણ છ વસ્તુમાં અસમર્થ છે. જેમ કે તેઓ એક પણ જીવ બનાવી શકતા નથી, એક પણ નવો પરમાણુ બનાવી શકતા નથી. અનંતા તીર્થકરો આ જ કહે છે અને અનંતા તીર્થકરો આ જ કહેશે. આ જગત કોઈની ઇચ્છા મુજબ ચાલતું નથી, પછી ભલે તે તીર્થકર હોય, દેવતા હોય કે ઇન્દ્ર હોય. તે પોતાના Natural laws(કુદરતી કાયદા) પ્રમાણે ચાલે છે. જેમ કે આ કરો તો આ ગતિ; ખોરાકમાં ધૂળ નાખો તો ખોરાક બગડી જાય અને મસાલો નાંખો તો સ્વાદિષ્ટ થાય; જીવનો આ સ્વભાવ, પુદ્ગલનો આ સ્વભાવ; એમ બધા વિકલ્પો છે. તેમાં આપણે આશ્રવતત્ત્વની વિચારણા ચાલે છે. સંસારમાં કર્મપ્રવાહ આત્મા પર આવે છે, તેમ તેને ભોગવવા ગતિઓ પણ છે. આયુષ્ય જુદું છે, કાયસ્થિતિ પણ જુદી છે. તેમાં તો બસ, જીવ અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી સુધી ફર્યા જ કરે છે. સભા- કાયસ્થિતિ કયા આધારે ? સાહેબજી:- દીર્ઘ કાયસ્થિતિ એ તમારી પરિણતિ અને નિર્વિચારકતા પર આધાર રાખે છે. ભૌતિક સામગ્રીમાં લુબ્ધ થઈ વ્યામૂઢતા(અંજાઈ જવું તે, નિર્વિચારકતા)થી જીવ કાયસ્થિતિ બાંધતો હોય તો દીર્ઘકાળ સુધી તે ભવોમાં પડ્યો રહે. સાધારણવનસ્પતિકાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળની હોય છે. તમે ગમાર બની, વ્યામૂઢ થઇ, વિવેકહીન બની સંસારમાં પક્ષપાતી થઈ જાઓ, કોઈ કહે તો પણ સાંભળો જ નહિ; તો બસ, પછી તો જીવને એકેન્દ્રિયમાં જઈને ઠંડો પવન જ ખાવાનો આવે. પછી ત્યાં સામગ્રી પણ એવી જ મળ્યા કરે. અહીંયાં તો કર્મ સામે લડવાનો અવકાશ છે, અહીં (૧) ભગવાન પણ છ વસ્તુઓ કરવામાં અસમર્થ છે તે માટે જુઓ પરિશિષ્ટX-૧૨ (૨) કાયસ્થિતિ: મરીને ફરી ફરી તેના તે જ ભવમાં ઉત્પન્ન થવું તે. આવું ઉત્કૃષ્ટથી કેટલી વાર અને કેટલા કાળ સુધી બને તેનો વિચાર કાયસ્થિતિમાં આવે. જેમ કે મનુષ્ય મરીને મનુષ્ય સતત ૭ થી ૮ વખત થઈ શકે. દેવ અને નારકી મરીને પુનઃ દેવ કે નારકી થતા નથી. તેથી મનુષ્યની કાયસ્થિતિ ૭ થી ૮ ભવની કહેવાય અને દેવતા અને નારકીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૩૩ સાગરોપમની કહેવાય. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આશ્રવ અને અનુબંધ ધર્મશાસ્ત્રો-આલંબનો-સદ્ગુરુઓ બધું તમારી પાસે છે; પણ મોહનીયના કારણે મૂઢતા છે. અને મોહનીયના અભાવમાં 'મૂઢતભાવ આવે છે. તે આવે તો બધું ઓળખાય. સંસાર તમારું જ સર્જન છે અને તેનું વિસર્જન પણ તમારે જ કરવાનું છે. ત્યાં નિગોદમાં તો આમ પણ જીવ સામગ્રીહીન છે, ત્યાં વ્યક્તિગત દેહ પણ નથી અને અનુબંધ પણ એવા જ હોય. ઓઘથી પણ એવા જ મૂઢ ભાવ હોય. ત્યાં અકામનિર્જરા જ હોય. આમ કરતાં કરતાં અનંતો કાળ પસાર કરતાં જીવ ઉપર વિકસેન્દ્રિયમાં આવે. સંસારમાં પણ શું સ્થિતિ છે? દુર્ગતિ નજર સામે દેખાય છે? એક ભાઈ મને કહે કે “મને નરક નજર સામે દેખાય તો શ્રદ્ધા આવે” ત્યારે મેં કહ્યું કે “ભાઈ ! નજર સામે દેખાતી આટલી દુર્ગતિઓને ગળી ગયા છો, તો શું નરકને નહિ ગળી જાઓ?” સભા-નરકમાં પરમાધામીનો ડર છે. સાહેબજી:- કેમ અહીંયાં કસાઈનો ડર નથી ? પણ સંસારમાં મોહના કારણે મૂઢતા છે. તમને એમ થાય છે ખરું કે “આ આખા વિશ્વમાં જડથી જુદું જીવતત્ત્વ છે, મારા જેવા અનંતા જીવો છે, બધાને કુદરતનો નિયમ લાગુ પડે છે, માટે જો હું પણ તેનાથી વિરુદ્ધ જઇશ તો મને પણ તે નિયમ લાગુ પડશે?” માટે વિકૃતિ તે સંસાર છે, પ્રકૃતિ તે મોક્ષ છે. પ્રકૃતિની બહાર નીકળવું તેનું ફળ સંસાર છે, પ્રકૃતિની અંદર પાછા આવવું તેનું ફળ મોક્ષ છે. તીર્થકર ભગવંતો પોતાના ગણધરોને કહે છે કે “આ નિયમ મને પણ લાગુ પડે છે. તે તારા માટે પણ છે. મને કષાયનો ઉદય હતો તો મેં પણ આવા વિપાકી ભોગવ્યા છે.” આટલું સમજાવ્યા પછી પણ મને ખબર નથી પડતી કે આમાં તમને ક્યાં વાંધો છે? Technical hitch(હતુ સર કરવાના કુશળ તંત્રમાં થતો અટકાવ કે અવરોધ)ક્યાં છે તે તો તમે મને સમજાવો, તો મારો પણ ક્ષયોપશમ થાય. માટે આશ્રવતત્ત્વને બરાબર સમજે, વિચારો. જેમ ભવિતવ્યતા કામ કરે છે, તેમ કર્મ શું છે? તેનું સ્વરૂપ શું છે? બહારનાં કારણો કયાં? અંદરનાં કારણો કયાં? અને કેવી રીતે? પ્રકૃતિબંધ, રસબંધ કેવી રીતે? જ્ઞાનાવરણીય બંધ, દર્શનાવરણીયબંધ બધું સમજો. કારણ કે તે તમારું જ સર્જન છે ને તમારે જ વિસર્જન કરવાનું છે. દરેકનું જીવદળ જુદું છે, માટે હરેકનાં કર્મો પણ જુદાં છે. અવિરતિના અધ્યવસાય, પરિણામ, વેશ્યાથી વિરામ પામવાનું છે, ઔદાસિન્યભાવ (૧) મૂઢેતરભાવ : મોહના ઉદયથી જીવ મૃઢ બને અને તેનાથી ઇતર યાને કે ભિન્ન ભાવ તે મૂઢેતર ભાવ. (૨) વિક્લેન્દ્રિય : બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો માટે વપરાતો શબ્દ. Page #48 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૩૭ લાવવાનો છે. નિશ્ચયનયથી ચારિત્ર એટલે શું? તો કહે પોતાના સ્વભાવમાં રમણતા તે જ ચારિત્ર છે. સંસારની દષ્ટિએ ઔદાસિન્યરૂપ ચારિત્ર છે, પદાર્થની દૃષ્ટિએ સ્વરૂપ રમણતા એ ચારિત્ર છે, કર્મની દ્રષ્ટિએ અનાશ્રવરૂપ ચારિત્ર છે. હરેક નયની પરિભાષા જુદી જુદી છે. શ્રાવક ગીતાર્થ થઇ શકે છે. સંસારમાં તમારો Intellectual Growth (બૌદ્ધિક વિકાસ) છે, તેનો આ ક્ષેત્રમાં ઉપયોગ ચાલુ કરો તો તમને જલદી બેસે તેમ છે. તમારો વિકાસ જલદી થાય તેમ છે. ભણવાનું ચાલુ કરી, કેમ કે ક્યારે પરલોકનું તેડું આવીને ઊભું રહેશે તે ખબર નથી. કર્મસત્તા કહેશે, ‘ચલ'. આ સંસારનું સ્વરૂપ કેવું છે? સંસારમાં તમારે ઉપદ્રવ કેટલા? ગમે તેટલા મોટા માણસને પણ ઉપદ્રવ કેટલા ? આટલા ઉપદ્રવો વચ્ચે સુખ સંભવે ? પૂ. ઉપાધ્યાયજી મ.સાહેબે લખ્યું છે કે “સંસારમાં જીવ મજૂરી કરી કરીને માંડ પલાંઠી વાળીને બેસે ત્યાં પરલોકનું તેડું આવી જાય.” સંસારનાં નિમિત્તો એવાં છે કે કર્મોને સતત ટેકો મળ્યા કરે અને માટે જ કર્મ મોટી અસરો બતાવી શકે છે. અહીંનાં (ચારિત્રનાં) નિમિત્તો એવાં છે જે કર્મને તોડ્યા કરે. તમે પણ સારાં નિમિત્તામાં રહેશો તો કર્મને ટેકો નહીં મળે. પણ તમને કેવાં નિમિત્તો ફાવે? આખો દિવસ સાંભળવાનું શું? વાંચવાનું શું? વિચારવાનું શું? જોવાનું શું? સાધુ કરતાં તમારે શુભ નિમિત્તોનો બમણો મારો જોઈએ. તમે કેટલા ટકા મારો આપો છો? તમે તો પાછા વિપરીત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે. અમારે ચારિત્રમાં અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે. આમ અમારા કરતાં કર્મ પર મારો તમારે વધારે જોઇએ, છતાં તમે single(એક ગણો) મારો પણ રાખ્યો નથી. જેવો તમને અર્થ-કામમાં રસ પડે છે તેવો રસ અહીં (ધર્મમાં) પડવા માંડે તો બધો ફ્લોપશમ થવા માંડે. પ-૬ ભવમાં તમારું ઠેકાણું પડી જાય. આમ, વ્યવહારથી બાહ્ય પુરુષાર્થ આવે, પછી તો આત્મવીર્યના આંતરિક પુરુષાર્થથી અને શુદ્ધ ચેતનાના બળથી કર્મો હટવા માંડશે અને જીવને ઉપરનું સ્તર દેખાવાનું ચાલુ થશે. સમકિત કાંઈ ઉપરથી આવીને પડવાનું નથી. ગુરુગમથી મૃત ભણતાં ભણતાં, સાંભળતાં સાંભળતાં, નવ તત્ત્વનું અવગાહન કરતાં કરતાં સમકિત પ્રાપ્ત થશે. અહીં બધી Full proof system(દરેક રીતે સાબિત થઇ ચૂકેલી વ્યવસ્થિત પદ્ધતિઓ, રીતો કે રચનાઓ) છે, Air-light compartment (હવા પણ ઘૂસી ન શકે તેટલી ચુસ્ત જગ્યા) છે, કોઈ જ Loopholes (છટકબારીઓ) નથી. eee ee , Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આશ્રવ અને અનુબંધ s MAR તા. ૨૬.૭.૯૮, રવિવાર, શ્રાવણ સુદ-૩ અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા, જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારથી મુક્તિ મેળવી અનંત સુખમયે મોક્ષને પ્રાપ્ત કરે તે માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. ગ્રંથકાર મહર્ષિ આશ્રવતત્ત્વની વાત કરે છે. જીવની મન-વચન-કાયાની કોઇપણ પ્રવૃત્તિ નિષ્ફળ જતી નથી. તેનું સારું કે નરસું ફળ નક્કી જ છે. તેથી આત્મકલ્યાણ કરવા માટે મન-વચન-કાયાના યોગો પર અંકુશ મૂકવો પડે. ગ્રંથકારે મન-વચન-કાયાની વ્યાખ્યા કરી છે : કાયયોગ એટલે પુદ્ગલ અને આત્મપ્રદેશનો પરિણામ તે બંને ભેગા થઈને ગમનાદિ ક્રિયાના હેતુ બને તે કાયયોગ, ભાષાયોગ્ય પુદ્ગલ અને આત્મપ્રદેશનો પરિણામ તે બંને ભેગા થઇ બોલવારૂપ ક્રિયાના હેતુ બને તે વચનયોગ અને મનને યોગ્ય પુદ્ગલ અને આત્મપ્રદેશોનો પરિણામ ભેગા થઈને વિચારરૂપ ક્રિયાનો હેતુ બને તે મનોયોગ છે; યાને કે પુદ્ગલ અને આત્મપરિણામ બંને Interconnected(એકબીજા સાથે સંકળાયેલા) છે. વ્યવહારનયથી જીવ અને જડ અભિન્ન છે અને નિશ્ચયનયથી તે ભિન્ન છે. જીવ સંસારમાં સ્વતંત્ર નથી. જડની સહાય વગર ચેતન કશું કરી શકતો નથી અને ચેતનની સહાય વગર જડ કશું કરી શકતું નથી. બંનેની સહાયથી જ બધું થાય છે. યોગોના બે પ્રકારમાં અશુભયોગનું કથન પહેલું કરવાનું રહસ્યઃ હવે યોગો બે પ્રકારના છે. શુભયોગ અને અશુભયોગ. આમ તો શુભયોગ પહેલાં આવે પછી અશુભયોગ આવે. પણ વિવેચન કરવામાં ગ્રંથકારે પહેલાં અશુભયોગને મૂક્યો ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે, આવું કરવાની શી જરૂર ? અહીંયાં વ્યુત્ક્રમથી ગ્રંથકાર વિશેષ ધ્વનિત કરવા માંગે છે. જેમ કે અશુભયોગના વિપાકો જોઇને જીવને સંવેગ ઉત્પન્ન થઈ જાય તો લાભ થાય. બીજી રીતે મન-વચન-કાયાના શુભયોગનું પ્રવર્તન પણ જો અશુભઅનુબંધી અર્થાત્ પાપાનુબંધી હોય, તો તેવા શુભયોગનું પ્રવર્તન ફળરૂપે નકામું થાય છે; કારણ કે તેમાં બેઉ યોગ અને વિપાક ભવિષ્યમાં અશુભ થાય છે. તેથી તેમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૩૯ ભૌતિક સુખ થોડા સમય માટે છે ને ભૌતિક દુઃખ વધારે કાળ માટે ભોગવવું પડે છે. અશુભના વિપાક આવા છે અને આવા પ્રકારનું સંસારનું સ્વરૂપ અને આવા કર્મોના વિપાકો જોઇને જીવનું સંસાર તરફથી મન હટાવવાનું લક્ષ્ય છે, કે જેથી જીવને નિશ્ચયનયથી સકામનિર્જરા માટે આગ્રહ રહે અને વ્યવહારનયથી પુણ્યાનુબંધીપુણ્ય માટે આગ્રહ રહે. ખાલી પુણ્ય બંધાય તેવો ધર્મ કરવાથી કંઇ વિશેષ મળવાનું નથી. તમે જે ધર્મ કરો તેનું પુણ્ય શુભાનુબંધી હોવું જોઇએ, જે પરંપરાએ મોક્ષનું કારણ છે; જ્યારે પાપાનુબંધીપુણ્ય તો દીર્ઘકાળ સુધી સંસારમાં રખડાવશે. ધર્મથી સંસારનાં ભૌતિક સુખ મળે તેમાં બે મત નથી, કારણ કે ધર્મની તાકાત છે કે અભ્યુદય અને નિઃશ્રેયસ(મોક્ષ) બંને આપે; પણ પુણ્યાનુબંધીપુણ્ય સિવાય અભ્યુદય ઝેર સમાન છે. માટે પાપાનુબંધીપુણ્ય વિષ સમાન છે, તેથી તેવા ધર્મની અનુમોદના કે પ્રશંસા કરવાની નથી. જે પુણ્યબંધ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ફળ ચૂકવાવે તેવા પુણ્યબંધને શાસ્ત્રકારો ઉપાદેય કહેતા નથી. સભા:- સમકિતી પાપ કરે ખરો ? સાહેબજી:-હા, પણ તેને પાપમાં ઉપાદેયબુદ્ધિ ક્યારેય ન જ આવે. ભૂતકાળનાં કર્મો છે ને જીવ નબળો છે માટે પાપ કરે છે, પણ અનુબંધ તો પુણ્યનો પાડે છે. તેની વિશુદ્ધિ સારી હોવાથી તેને અનુબંધ પુણ્યનો પડે છે. આ બધું આગળ આવશે ત્યારે વધારે પદાર્થને ખોલીશું. Stepwise(ક્રમસર) આગળ વધીએ. માટે તો તમે ધર્મ કરવા નીકળો ત્યારે સાવધ રહેજો. ધર્મ કરીને વિવેકહીન ન બનો, આ ધર્મ અનુબંધથી શું આપે છે તે વિચારો. તે પુણ્યબંધ કરાવે તેટલા માત્રથી શું ? સંસારમાં ભૌતિક સુખો આપે, પણ અશુભ અનુબંધ હોવાના કારણે સત્બુદ્ધિ નહીં આપે. તે ધર્મ કરતી વખતે વૃત્તિ એવી રાખી છે કે અનુબંધ ખરાબ પડે. અનુબંધ-બંધ જીવ પોતે જ પાડે છે. અનુબંધ પુણ્યનો થાય કે પાપનો થાય તે જીવની પોતાની જ જવાબદારી છે. સંસારમાં જીવ કુટાય તો તેમાં કંઇ ધર્મની જવાબદારી નથી. પૂ.આ. શ્રી હરીભદ્રસૂરિજીએ કહ્યું છે કે સમકિતીનું કર્મ બળવાન હોય તો તે પાપ કરે ખરો, પણ તે પાપ તેનું છેલ્લી વખતનું હોય. કારણ પાપ કરતી વખતે પણ તેની વૃત્તિ એવી છે કે અનુબંધ તેને પુણ્યનો પડે છે, જેનાથી પાપની પરંપરા નહિ સર્જાય. એટલે કે તે કર્મ સમકિતીને Chain Reaction (કોઇ ક્રિયાની અસરરૂપે નવી ઘટનાઓની હારમાળા સર્જે તેવી પ્રતિક્રિયા) કે Vicious Circle(વિષચક્ર) ઊભું નહીં કરી શકે, જ્યારે બીજા જીવો તો પાપનું Chain Reaction કે Vicious Circle ઊભું કરે છે. અનંતાનુબંધી કષાય Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આશ્રવ અને અનુબંધ એમ ને એમ નથી કહ્યા, શુભની પરંપરા પેદા કરીને પણ અંત કરવાની છે તો નિર્જરા પણ આ કામ અપ્રમત્ત મુનિનું છે. ચારિત્રમોહનીય છે ત્યાં સુધી નિર્જરા સતત રહેતી નથી, માટે જ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવું પડશે, જે મોક્ષ પામવામાં સાધક છે; જયારે પાપાનુબંધી પુણ્ય તો મોક્ષ પામવામાં બાધક છે, જે સંસારનું પરિભ્રમણ વધારે છે. માટે ધર્મમાં આંધળુકિયાં કરવાનાં નથી. વિશેષ વાત માટે જ ઓવરટેક કરીને શાસ્ત્રકારોએ વ્યુત્કમ કરી વિશેષ ધ્વનિત કરવા અશુભયોગનું કથન પહેલાં કર્યું છે. સંસારમાં ઉપાદેયબુદ્ધિ રાખી ધર્મ ન થવો જોઇએ, યાને સંસારમાં હેયબુદ્ધિ રાખી ધર્મ કરવો જોઇએ. તમે ધર્મ કરો તે ઇષ્ટ છે, પણ ગમે તેમ કરીને ધર્મ કરો તે ઇષ્ટ નથી. ગમે તે અનુબંધ પાડો, જે મોક્ષસાધક બનવાના બદલે મોક્ષબાધક બને અને ઘણો સંસાર રખડાવે, તે ઈષ્ટ નથી. તમે થોડા શુભ ભાવ સાથે ધર્મ કરો, પણ સંસારનો રસ આકંઠ (ભરપૂર) હોય, સંસાર પ્રત્યેની હેયબુદ્ધિ હોય નહીં, આવા કેટલા આશયો તમારા મનમાં પડેલા હોય છે? માટે સમજીને ધર્મ કરવાનો છે. ભચાર, દસ, સોળ પ્રકારની સંજ્ઞાના ભાવથી પણ ધર્મ ન કરવો જોઇએ. એટલે કે સંજ્ઞાઓના ઉદયભાવમાંથી ફલિત થયેલો ધર્મ ન જોઈએ, શાસ્ત્રકારોએ “સંજ્ઞાવિષ્વમન્વિતમ્” (સંજ્ઞાના ઉદયભાવને નિષ્ફળ કરીને) ધર્મ કરવાનો કહ્યો છે. સભા- ભયસંજ્ઞાથી ફલિત થયેલો ધર્મ છે તેમ ખબર પડે? સાહેબજી:-હા, જેમ કે મોક્ષનો આશય ન હોય, પણ ભૌતિક દુઃખોના ભયના કારણે ધર્મ કરે. મારું ભૌતિક દુ:ખ ટળે અને મને ભૌતિક સુખ મળે તેવી ભાવના આવી. એટલે સંજ્ઞા આવી ગઈ. જયાં વિવેક ન હોય, પણ ટૂંકા વિચારથી ધર્મ કરવા પ્રેરાય, ત્યારે તે સંજ્ઞામાં ચાલ્યો ગયો છે તેમ કહેવાય. આનુષંગિક રીતે સંજ્ઞા આવે તો પણ, તેમાંથી ફલિત થયેલ ધર્મ હોય તો તે ધર્મને નબળો કરે. સભા- સમકિતીને પોતે સાધનાથી ચલિત થાય છે તે કયા સ્વરૂપથી દેખાય? સાહેબજી:- એનો અનુબંધ શુદ્ધ છે. તેને જવું છે મોલે, પણ વર્તમાનમાં જે દુઃખ આવ્યું છે તે અસમાધિનું કારણ બને તેમ છે, કારણ તેની તાકાત કરતાં દુઃખ વધારે છે. માટે તેને થાય કે હું આનો સામનો કરી શકું તેમ નથી, જેથી અસમાધિ દ્વારા દુર્ગતિનું કારણ બને (૧) સંજ્ઞા ૪ પ્રકારે - આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, સંજ્ઞા ૧૦ પ્રકારે - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ (સામાન્ય-વેલ દીવાલ પર ચઢે છે તે ઓધ સંજ્ઞાથી ચઢે છે.) અને લોક, સંજ્ઞા ૧૬ પ્રકારે - આહાર, ભવ, મંથન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ધ, લોક, સુખ, દુ:ખ, મોહ, વિચિકિત્સા (ધર્મના ફળ વિષે સંદેહ કે શંકા થવી તે) , શોક અને ધર્મ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આશ્રવ અને અનુબંધ તેમ છે. મારી મોક્ષની સાધના આનાથી ચલિત થાય છે. તે ચલિત થવાનું ચાલુ થાય તે આ સ્વરૂપે તેને દેખાય. સભા- અર્થકામ માટે ધર્મ થઇ શકે? સાહેબજી:- હા, અપવાદે થાય, અને અપવાદસૂત્ર લાગે ત્યારે પણ અનુબંધ શુભ માંગ્યો છે; નહીંતર તે અપવાદ ન ગણાય અને તે ધર્મ પણ સંસારમાં રખડાવનારો થશે. સમંજસવૃત્તિથી કરેલ ધર્મ દર્શનશુદ્ધિનું કારણ બને, જયારે અસમંજસવૃત્તિથી કરેલ ધર્મ સંસારપરિભ્રમણનું કારણ બને છે. સમંજસવૃત્તિનો ધર્મ એટલે વિધિ-પ્રતિષેધપૂર્વક થતો ધર્મ. સ્વેચ્છાએ કે અણઘડ રીતે સ્વમતિ પ્રમાણે કરાતો ધર્મ તે અસમંજસવૃત્તિનો ધર્મ છે. જેમ તપ ભગવાને બતાવ્યો છે, તેમ તેની વિધિ પણ ભગવાને બતાવી છે. શાસ્ત્રોમાં દાખલા આવે છે કે તપ કરીને પણ જીવ દીર્ઘકાળ સુધી સંસારમાં રખડ્યો છે. શ્રાવક માટે કર્મયોગ છે, જેમાં પુણ્યાનુબંધી પુણ્ય પ્રધાન છે અને નિર્જરા ગૌણ છે. સાધુ માટે જ્ઞાનયોગ છે, જેમાં નિર્જરા પ્રધાન છે, અને આનુષંગિક રીતે પુણ્યાનુબંધી પુણ્ય આવે. માટે બધું બરાબર સમજો છઠ્ઠા ગુણસ્થાનકે નિર્જરા પ્રધાન છે. પાંચમાં ગુણસ્થાનકના છેલ્લા અધ્યવસાયમાં રહેલા જીવની વિશુદ્ધિ કરતાં છઠ્ઠા ગુણસ્થાનકના પહેલા અધ્યવસાયમાં રહેલા જીવની વિશુદ્ધિ અનંતગણી વધારે હોય છે. અહીંયાં (સાધુપણામાં) રહેલા જીવની વિશુદ્ધિ ઘણી ઊંચી છે. દરેક ગુણસ્થાનકના અધ્યવસાયસ્થાનોનું Analysis (પૃથક્કરણ) કરવું જોઇએ. સભા દરેક ગુણસ્થાનકે આ રીતે ફેર પડે ? સાહેબજી:-ના, દરેક ગુણસ્થાનકે વધે, પણ પાંચમાં અને છઠ્ઠા વચ્ચે તો આ રીતનો ઘણો મોટો ફેર છે; કારણ પાંચમામાં સર્વવિરતિ નથી, ત્યાં સર્વવિરતિનો અધ્યવસાય દુષ્કર છે. પાંચમાં ગુણસ્થાનકના Top(શિખર) પર હોય તેના કરતાં છઠ્ઠા ગુણસ્થાનકની Beginning (શરૂઆત) પર હોય તો પણ, અધ્યવસાયસ્થાનમાં Giant Difference વિશાળ તફાવત) પડે છે, જેમાં વિશુદ્ધિની અપેક્ષા કારણભૂત છે. દેશવિરતિ કરતાં સર્વવિરતિના પરિણામ ચડિયાતા જ રહેવાના. માટે પાંચમાં ગુણસ્થાનકમાં રહેલો જીવ આખી જિંદગી જે આરાધના કરે છે, તે છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલો જીવ બે ઘડીના સમયમાં કરી આપે છે. બધી ચર્ચાઓ કરી છે. બધું તર્કથી બેસે તેમ છે, પણ તેમાં અંદર ઊતરવું પડે. પીઠિકા કેવી બાંધી છે? કે જીવ શુભ આશ્રવ કરશે, પણ અનુબંધ અશુભ હશે તો? જે ધર્મ કરે તે પણ શુભાનુબંધી હોવો જોઇએ, નહિતર તે અભ્યદય આપશે પણ પછી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આશ્રવ અને અનુબંધ દીર્ઘકાળ ખાડામાં નાખશે. તે ધર્મથી મળેલું ભૌતિક સુખ પણ ઝેર સમાન છે, જે ભાવપ્રાણોનો નાશ કરનારું થશે. પાપબંધમાં અપ્રશસ્ત કષાયોના પરિણામ જેટલા તીવ્ર, તેટલો સ્થિતિબંધ અને રસબંધ અધિક; જ્યારે પુણ્યબંધમાં પ્રશસ્તકષાયના પરિણામ જેટલા મંદ અને વિશુદ્ધિ જેટલી વધારે, તેટલો સ્થિતિબંધ અલ્પ અને રસબંધ અધિક થશે. કેમ? તો કહે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. જે શ્રાવક પ્રબુદ્ધ બને તેને વિશુદ્ધિની વધારે કિંમત થાય. ઉપલા ગુણસ્થાનકે વિશુદ્ધિ અધિક તેથી રસબંધ અધિક અને સ્થિતિબંધ અલ્પ, જયારે નીચલા ગુણસ્થાનકે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે. તત્ત્વરુચિ અને તત્ત્વપ્રતીતિમાં તફાવત છે. જેવું તત્ત્વ છે તેવું જ સંવેદનતતત્ત્વપ્રતીતિ. તેથી તત્ત્વરુચિ કરતાં તત્ત્વપ્રતીતિ ચઢી જાય. તત્ત્વરુચિથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત કરતાં તત્ત્વપ્રતીતિવાળું સમ્યક્ત ચઢિયાતું છે. જ્ઞાનથી દિશા મળે છે. જીવ જેમ જેમ જાણે તેમ તેમ જ્ઞાનના બળે સાચી દિશા મળે છે. તત્ત્વપ્રતીતિમાં વિશુદ્ધિ વધારે હોવાના કારણે જીવને બળ વધારે મળે છે. માટે તત્ત્વપ્રતીતિવાળાનું સમ્યક્ત વધારે સારું છે. જેમ વિશુદ્ધિ વધે તેમ શુદ્ધ ભાવો વધારે અને શુભ ભાવો ગૌણ થશે, જેથી રસબંધ (કે જે બંધના ચાર પ્રકારોમાં સૌથી મહત્ત્વનો છે) ઊંચો થશે. શુભ ભાવના પરિણામો છોડીને જીવે મોશે. જવાનું છે, જયારે શુદ્ધ ભાવના પરિણામો સાથે લઈને મોક્ષમાં જવાનું છે. શુભ ભાવ અમુક ગુણસ્થાનક સુધી ઉપાદેય છે, પછી તો તેને પણ છોડતા જવાનું છે. ધર્મ સાનુબંધ જોઇએ, વળી વિશુદ્ધિ પણ સાનુબંધ જોઇએ, જેમાં ક્રમસર વૃદ્ધિ થતી જાય. ગુણ પણ સાનુબંધ જોઇએ. માટે પહેલાં ધર્મચિ જોઇએ, જેથી જીવ અધર્મથી વિમુખ થતો જાય. પછી કઈ રીતનો ધર્મ થાય? શુભાશુભ સ્થિતિબંધ તે કષાયની માત્રા પર આધારિત છે, જયારે શુભ રસબંધ માટે પ્રશસ્ત કપાયનો મંદ પરિણામ અને અશુભ રસબંધ માટે અપ્રશસ્ત કપાયનો તીવ્ર પરિણામ જવાબદાર છે. કારણ કે જેમ જેમ કષાયની અલ્પતા તેમ તેમ વેશ્યાની શુદ્ધિની અધિકતા. સભા- પુણ્યમાં સ્થિતિ ઓછી કેમ? સાહેબજી:-પુણ્ય દીર્ઘકાળ ચાલે તે પણ ઇષ્ટ નથી. મોક્ષે જલદી મોકલવા છે. સ્વરૂપ જ એવું છે. સ્થિતિ વધારે બાંધવા કષાય વધારે કરવા પડે, માટે ખરી મહત્તા તો રસબંધની જ છે. સાધના કરતાં વિશુદ્ધિની કિંમત વધારે છે. પ્રશસ્ત કક્ષાના પરિણામ અમુક Limit (મર્યાદા) સુધી જ ઇષ્ટ છે. ઉપર જતાં પ્રશસ્ત કપાય પણ અલ્પ કરતા જવાનું છે. તત્ત્વાર્થકાર ભગવંત પહેલાં અશુભ આશ્રવ સમજાવે છે. પાપના વિપાકો એટલા Page #54 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૪૩ બતાવે છે કે જેથી જીવને ખબર પડે કે આ સંસાર કેવો છે ! કેટકેટલું દુર્ગતિમાં ભટકવું પડશે! ત્યાં પરવશપણે દુ:ખો ભોગવવાં પડશે, તેમાંથી નીકળવાનો કોઈ ઉપાય નહિ હોય, ત્યાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય, વેદના થાય તે પણ સહન કરવી જ પડે; પાછાં સામે નવાં પાપો બંધાતાં જશે; વર્તમાનમાં પણ દુઃખ અને પછી પણ દુઃખ, માટે બેઉ રીતે મૂંડાવવાનું જ થાય છે. આમ ફળ ને સ્વરૂપ બંનેથી સંસારમાં દુ:ખ જ દુ:ખ છે. ભૌતિક રીતે અશુભ અનુબંધ યાને પાપાનુબંધી પુણ્ય તત્કાલ થોડું સુખ આપે, પણ પછી દીર્ઘકાળ માટે દુઃખ આપશે. જયારે તે પુણ્ય ઉદયમાં આવશે ત્યારે, અનુકૂળતામાં તે ભોગવતાં તેમાં જીવ એવો લીન થઈ જશે કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કર્યા કરશે. કારણ કે તે ધર્મ કરતી વખતે તેનો ધર્મભાવ ઉપરછલ્લો, વિવેક વગરનો અને અવિવેકપૂર્વકનો હતો; જેના પરિણામે જીવને મૂંડાવવાનું જ આવે. સભા - વિનય અને વિવેક જુદા? સાહેબજી:- હા, વિનયગુણ નમ્રતા-લઘુતા બતાવે છે, જે માન-કષાયના વિજયથી આવે છે; જ્યારે વિવેક ગુણથી જીવ વસ્તુના ગુણધર્મને ઓળખી શકે છે. હેય શું? ઉપાદેય શું? કર્તવ્ય શું? અકર્તવ્ય શું? વગેરે તે ગુણદોષની પરખરૂપ છે. વિવેકને દર્શનમોહનીય સાથે સંબંધ છે, જયારે વિનયને ચારિત્રમોહનીય સાથે સંબંધ છે. શાસ્ત્રકાર ભગવંત અનુબંધને સામે રાખીને ચાર પ્રકારે બંધ સમજાવે છે. (૧) પાપાનુબંધી પાપ (પાપના અનુબંધવાળું પાપ) (૨) પુણ્યાનુબંધીપાપ પુણ્યના અનુબંધવાળું પાપ) (૩) પાપાનુબંધી પુણ્ય (પાપના અનુબંધવાળું પુણ્ય) (૪) પુણ્યાનુબંધી પુણ્ય (પુણ્યના અનુબંધવાળું પુણ્ય) ચારેમાં ઉપાદેય તરીકે એક માત્ર પુણ્યાનુબંધી પુણ્યને જ મૂક્યું છે. As a mather of fact (વાસ્તવિક રીતે જોઇએ તો) પુણ્યાનુબંધી પુણ્યની શરૂઆત ક્યાંથી થાય છે? તો કહે, જીવ અપુનબંધકદશા પામે પછી પુણ્યાનુબંધી પુણ્યના Track (માર્ગ) પર ચઢે છે. પૂ.આ. શ્રી હરીભદ્રસૂરિજી યોગશતકમાં બતાવે છે કે, જે જીવ હેતુસ્વરૂપ-અનુબંધથી શુદ્ધધર્મ કરે અને સ્યાદ્વાદની અભિમુખ હશે, તે ધીરે ધીરે માર્ગ તરફ આગળ વધી રહ્યો છે, તેની બુદ્ધિની નિર્મળતા થઇ રહી છે. સ્યાદ્વાદનો પક્ષપાત એ સમકિતનું લક્ષણ છે. એકાંતમાં પક્ષપાત એ મોહનો ઉદય છે. માટે વિચારજો, તપ શું કામ? શીલ શું A-4 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આશ્રવ અને અનુબંધ આ બધું વિચારવાનું છે. કામ? દાન શું કામ ? આ બધું કરું છું, પણ કેમ ? અને કઇ રીતે ? કાંઇ મગજમાં ઊતરે છે ખરું ? જો લોલંલોલ ચલાવ્યા કરશો તો હાડકાં ભાંગી જશે. માટે વિધિ-પ્રતિષેધ પ્રમાણે કરો. જેટલા વિધિ-પ્રતિષેધ ભગવાને મૂક્યા છે, તે બધા Safeguard (સલામતીનાં સાધન) છે. સભા:- પણ સાહેબ ! અમને તેનું જ્ઞાન નથી તેનું શું ? સાહેબજી:- પણ ગુરુ કહે તેમ કરે તેટલો સીધો તો હોય ને ? વેપારમાં પણ તેવું ખરું કે પહેલાં હું Expert (નિષ્ણાત) થઇ જાઉં, પછી વેપાર કરું ? કે પછી Basic(પાયાનું) જ્ઞાન મેળવીને ધંધો કરતાં કરતાં નિષ્ણાત થવાનું છે ? માટે અહીંયાં પ્રતિદિન ધર્મશ્રવણની વિધિ છે. દાન-શીલ-તપ વગેરે અનેક પ્રકારના ધર્મ જે કરે છે તેને અમે પૂછીએ કે શું કામ આ બધું કરે છે ? તેને સાચી વાત સમજાવીએ, તે સમજતો થાય અને સુધરતો જાય. વ્યવસાયમાં સ્વાયત્ત શ્રાવકે રોજ ઓછામાં ઓછા ત્રણ કલાક જ્ઞાન માટે ફાળવવા જોઇએ. અહીંયાં સાંભળીને તમારે તમારા પરિવારને તૈયાર કરવો જોઇએ, તેઓમાં સંસ્કરણ કરવું જોઇએ. માટે પહેલાં તે ગીતાર્થ પાસેથી મેળવે. તમે ધર્મક્રિયાઓ કરતા જાઓ, પણ કશું સમજવા તૈયાર ન હો તો તમારું ઠેકાણું નહીં પડે. તમે બિલકુલ ન સમજી શકો તેવા તો નથી જ. ભૌતિક ક્ષેત્રમાં કેટલા નિપુણ છો ? તમે કાંઇ ડફોળ નથી. તમારી પાસે Growth (વિકાસ, વૃદ્ધિ) છે, તેનો ઉપયોગ અહીં કરવાનો છે. જૈનો આખા સમાજમાં Cream Layer ( સર્વોત્તમ સ્તર) પર છે. ભગવાને અમને કહ્યું છે કે જેની પાસે Growth હોય તેને ધર્મનાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વો સમજાવવાં. અમારે અણઘડ પાસે વર્ણન કરવાનું હોય તો જુદી વાત છે. અમે આટલી મહેનત શાના માટે કરીએ છીએ ? સભાઃ- અપુનર્બંધક જીવ ખોટું કરે અને સમકિતી જીવ ખોટું કરે તેમાં તફાવત કયો પડે ? સાહેબજી:- અપુનર્બંધક અવસ્થાને પામેલો જીવ ખોટું કરે તો તેમાં કર્મની પ્રધાનતા છે અને જીવ ગૌણ છે, જ્યારે સમકિતી જીવ ખોટું કરે તો કર્મ સંપૂર્ણ રીતે જવાબદાર છે, કેમ કે કર્મ જબરદસ્તી ના કરે તો સમકિતી ખોટું કરે જ નહિ. જ્યારે અપુનર્બંધકમાં કર્મ સંપૂર્ણ જવાબદાર નથી. અપુનબંધકને તત્ત્વ Unclear (અસ્પષ્ટ) છે, જ્યારે સમકિતીને તત્ત્વ Clear (સ્પષ્ટ) છે. પાપ કરવાનું આવે છે ત્યારે તમને કેવાં સંવેદન થાય છે, તેના પર ઘણો આધાર છે. તમને તેનો ખેદ હોય, પશ્ચાત્તાપ હોય તો અમે સમજીએ કે આ જીવે પાપ સેવ્યું છે, પરંતુ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આશ્રવ અને અનુબંધ તે તેણે તેના દોષ તરીકે સ્વીકારેલું છે, તે સેવનનું તેને દુ:ખ છે; તેના સેવનમાં તે જીવ કરતાં તેનું કર્મ વધારે જવાબદાર છે, માટે તેના સેવનથી તેને બંધ અલ્પ થશે. તમારી શું હાલત છે? તમે તો પહેલાં પાપને પાપ તરીકે સ્વીકારો છો કે કેમ તે જ પ્રશ્ન છે, પાપ થાય છે કે નથી થતું તે વાત તો પછીની છે. વ્યવહારનયથી અઢારે પાપસ્થાનકોને પાપ તરીકે અને નિશ્ચયનયથી વિભાવમાત્રને પાપ તરીકે જીવ સ્વીકારતો થઈ જાય તો તે માર્ગ પર છે. કર્મ તેને જરા જગા આપે એટલે તે આગળ વધતો જશે. સમકિતી કાયપાતી હોય, ચિત્તપાતી ન હોય. તે બધું સમજીને બેઠેલો હોય. જેમ કે તમે કોઈ દિવસ “હું ખાડામાં પડું, ભલે મારાં હાડકાં ભાંગી જાય” તેવું વિચારતા નથી, કારણ કે તમે સમજેલા છો કે ખાડામાં પડવાથી હાડકાં ભાંગી જાય અને દુઃખી થવાય; તેમ સમકિતી બધાં પાપો માટે આમ સમજેલો હોય, તેથી તે કદી પણ રસપૂર્વક પાપ બાંધે જ નહીં. કર્મ બળવાન હોય તો તેને કરવાનું આવે, પણ ત્યાં પ્રધાનતા કર્મની, તેની નહીં. જેમ કે તમે ભૌતિક પ્રતિકૂળતા ક્યારે સહન કરો ? જ્યારે કોઇ જ બારી ન હોય ત્યારે ને? કારણ કે તમને ભૌતિક પ્રતિકૂળતા પસંદ નથી. તેમ સમકિતીને પાપ પસંદ નથી, પણ તેને આ રીતે જ ભોગવવાનું હતું માટે જ તે ભોગવે છે. પાપકર્મ જયાં સુધી ન સેવે ત્યાં સુધી આર્તધ્યાન-રૌદ્રધ્યાનના સંકલ્પ-વિકલ્પો શમે જ નહીં, માટે પાપકર્મને તે રોગની જેમ સેવે. અજ્ઞાન અવસ્થામાં બાંધેલાં કર્મો તેને એવા સંયોગોમાં મૂકે, કે એ રીતે ભોગવાય ત્યારે જ તે કર્મો સમાપ્ત થાય છે. તેને રુચિ નથી પણ મજબૂરી છે. માટે તેને Chain Reaction (કોઇ ક્રિયાની અસરરૂપે નવી ઘટનાઓની હારમાળા સર્જે તેવી પ્રતિક્રિયા) આવતું નથી. અમે સમજીએ છીએ કે અમારી પાસે જે સાંભળવા આવે છે તે વધતો-ઓછો ધર્મ તો કરે છે. તેને ધર્મ ગમે છે માટે આવે છે. તો હવે તેમના ધર્મને એવી રીતે ગોઠવીએ કે તે મોક્ષલક્ષી બને. તમે ધર્મની ક્રિયામાં બેઠા હો અને માથું આખા જગતમાં રખડવા મોકલો, તો કેટલો લાભ થાય? ક્રિયાનયથી શુભબંધ માટે શુભક્રિયા જોઈએ, તેમ જ્ઞાનનયથી શુભબંધ માટે શુભ અધ્યવસાય જોઇએ; નહીંતર જીવ લહેરથી ક્રિયા કરીને આખો સંસાર રખડશે. માટે બંને નયથી ધર્મ કરવાનો છે. ક્રિયાનું શુભ આલંબન છે પણ ત્યાં અધ્યવસાય (૧) કાયપાતી અને ચિત્તપાતી : સમકિતી જીવ સંસારની હરેક પ્રવૃત્તિ માત્ર કાયાથી જ કરતો હોય, પરંતુ તેનું ચિત્ત તેમાં ભળેલું ન હોય, તેનું ચિત્ત સદા મોલમાં રમતું હોય. તેથી જ કહ્યું છે કે “મોક્ષે વિત્ત મ તનુ". સમકિતી શરીરથી સંસારમાં અને ચિત્તથી મોક્ષમાં હોય. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४६ આશ્રવ અને અનુબંધ પણ શુભ માંગ્યો છે. ક્રિયા આલંબન(સાધન) છે, અધ્યવસાય સાધ્ય છે. તમારી પાસે તો ખાલી ક્રિયાનું જ લિસ્ટ હોય ને? કે અધ્યવસાયનું પણ લિસ્ટ ખરું? ના, કેમ? તેમાં તમને રસ ઓછો છે. સભા - મન બીજે જતું રહે છે. સાહેબજી:-અહીંયાં રસ ઓછો છે, માટે મન બહાર જતું રહે છે. ટી.વી. જોવા બેસો ત્યારે મનનો ઉપયોગ બીજે જાય ખરો? પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજીએ સૂત્ર આપ્યું છે કે “જેમાં અધિક રસ તેમાં ઉપયોગ”. જેમ જેમ રસ વધે તેમ તેમ તેમાં ઉપયોગની તીવ્રતા આવતી જાય. ક્રિયામાં મનને જોડવા માટે કટિબદ્ધ બની, જે તે ક્રિયાની વિધિ બતાવી છે તે પ્રમાણેનો તેનો અમલ કરો. તેને માટે જરૂરી બધું જ્ઞાન મેળવો, તો તમારું મન ચોંટે. Homework (જાતે પણ મહેનત કરી અભ્યાસ કરવો તે) કરવું પડે. સભા- ધર્મરસ ઓછો છે તો શું કરવું? સાહેબજી:- તો તમારે ઉપયોગ સાચવવા વધારે સાવધ રહેવું પડે. ચિત્તને કેન્દ્રિત કરવું પડે. ભૌતિક ક્ષેત્રે Career(કારકિર્દી બનાવવા માટે વિચારો છોને કે આમ થાય, આમ ન થાય ત્યાં ભવિષ્યનો વિચાર કરો છો, તેમ ભવિષ્યનો વિચાર કરી સંસારરસ અધિક હોવા છતાં તેને ગૌણ કરી ધર્મ કરવાનો છે. તમારે ત્યાં જે બધાRank holders(અમુક વર્ગ કે કક્ષામાં ખાસ સ્થાન ધરાવનારા) છે, તેમની શું સ્થિતિ હોય છે? તે સ્થાન મેળવવા તેઓ કેટલી મહેનત કરે છે? બધું ભૂલી દિવસ-રાત તેની પાછળ લાગ્યા રહેતા હોય છે. ઘણા તો રોજના પંદરથી અઢાર કલાક સુધીની મહેનત કરતા હોય છે. શું તેઓને તે વખતે મનોરંજન આદિ સંસારરસથી વૈરાગ્ય થઈ ગયો છે? ના, પણ લક્ષ્ય બીજું બંધાઈ ગયું છે. માટે પોતાને અધિક રસવાળી આનંદપ્રમોદની ક્રિયાઓને છોડીને, ઘણી વાર તો ભણવાનું કે મહેનત કરવાનું ન ગમતું હોય, કંટાળો આવતો હોય, તેમ છતાં તેઓ પોતાના લક્ષ્યના વિષયમાં લાગ્યા રહેતા હોય છે. ક્યારેક કોઈક પ્રસંગમાં જોડાય તો પણ જલદી તેમાંથી નીકળી પોતાના અભ્યાસમાં લાગી જાય, અને પ્રસંગ દરમ્યાન પણ તેનો જીવ તો પાછો તેના અભ્યાસના Planning(યોજના ઘડવા)માં જ રમતો હોય. કેમ આમ ? તો કહે અત્યારે આ મહેનત નહીં કરું તો મારો વિકાસ નહીં થાય, એમ તેને બેઠું હોય છે, અથવા સમજાયું હોય છે. તેમ તમારે અહીં લક્ષ્ય બાંધવું પડે. તમને થવું જોઇએ કે આનાથી (ધર્મથી) જ મારું આત્મકલ્યાણ છે. તેવું Convincingly(દઢતા કે ખાતરીપૂર્વક) ગોઠવાવું જોઇએ. પછી બધી બાજી આપોઆપ પલટાઈ જશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૪૭ અધ્યવસાયની વિશુદ્ધિ જેટલી વધારે તેટલો લાભ વધારે. દા.ત. પૂજા ક૨વા નીકળે ત્યારથી `દશત્રિનો અધ્યવસાય કરે અને પૂજા કરતી વખતે દશ ત્રિક ગોઠવે. પિંડસ્થધ્યાન માટેનું બધું Raw material(સાધન-સામગ્રી)અને Background (પશ્ચાદ્ભૂમિકા) તૈયાર કરે. જ્ઞાન સંપાદન કરી શુભ વિચારો કરે. ઘરેથી નીકળે ત્યારથી તેની તૈયારી હોય. અરે, ન્હાવા બેસે ત્યારથી વિચારણા હોય. એમ ને એમ કાંઇ પુણ્યબંધ થતો નથી. અમારે ત્યાં બધાયમાં બહુ વ્યવસ્થિત ગોઠવણી છે. તમે તો ખાલી ભગવાનને એક તિલક કરી લીધું એટલે જાણે ઘણું બધું થઇ ગયું. લાગ આવે તો તે પણ ગામના પૈસે કરી લો. હા, યથાશક્તિની વાત છે. પૂજા શક્તિસંપન્ન માટે કહી છે, જે સ્વદ્રવ્યથી કરવાની છે, ગામના પૈસે નહીં. જેની શક્તિ નથી તે દેરાસરમાંથી કાજો કાઢે, બીજા શેઠિયાને કેસર વાટી આપે વગેરે તેની શક્તિ અનુસાર કરે. દેરાસરમાં પ્રવેશતાં જ નિસીહિ મૂકી છે. સાવધાની કેટલી બતાવી છે? તમારે તો દહેરાસરમાં પણ ઘાલમેલ. Routine(નિત્યક્રમ) મુજબ ક્રિયા કરી લેવાની. આવી પૂજા દીર્ઘકાળ સુધી કર્યા કરશો તો પણ ફળવાની નથી. દ્રવ્યપૂજાના બળથી Ground work (પૂર્વભૂમિકા) તૈયાર કરી ભાવપૂજામાં જવાનું છે. વ્યવહારનયથી ક્રિયા આલંબન છે, જ્યારે જ્ઞાનનયથી પરિણામ, અધ્યવસાય અને લેશ્યાની વિશુદ્ધિ કરવાની છે. રોજે રોજ શુદ્ધિ વધવી જોઇએ. પછી જ ચિત્તપ્રસાદ એટલે કે ચિત્તની પ્રસન્નતા આવે, યોગની ભૂમિકા પામે. તમે નથી પામતા તેમાં ક્રિયાનો દોષ છે કે કરનારનો દોષ છે ? માટે ‘“જ્ઞાનયિામ્યાં મોક્ષમાર્યાં: '' (જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષમાર્ગ છે.) કહ્યું છે. તમે ધર્મ કરો છો પણ આ બધું સમજો છો ખરા ? સમજતા થાઓ તેમ ઠેકાણું પડશે. જે ક્રિયા કરતાં જે ભાવની પ્રતિસમય માંગ હોય, તે તમારે પૂરી કરવાની છે. વ્યવહારથી કહેવાય કે પ્રભુ યોગક્ષેમ કરે છે, જ્યારે નિશ્ચયનયથી તો જીવ પોતે જ પોતાનો યોગક્ષેમ કરે છે. અપેક્ષાએ બેઉ સાચા છે. તમે તો કહેશો કે “દાદા ઉપર શ્રદ્ધા છે, જે અમારો ઉદ્ધાર કરશે.' પણ પછી તમારાં આખો દિવસ પરાક્રમ કેવાં હોય છે ? શું આ તમારી શ્રદ્ધા ! નિમિત્ત-નૈમિત્તિકભાવ તે વ્યવહારનયની ભાષા છે. અપુનર્બંધક અવસ્થાને પામેલા જીવની બુદ્ધિ હવે ધીરે ધીરે સ્યાદ્વાદ તરફ જતી જાય છે. માટે જગત તેને સ્યાદ્વાદમય દેખાય (૧) દશ ત્રિક : જુઓ પરિશિષ્ટX-૧૩ (૨) પિંડસ્થધ્યાન ઃ પ્રભુની ગર્ભાવસ્થાથી માંડીને કેવળજ્ઞાન પામ્યા ત્યાં સુધીની છદ્મસ્થપણાની બધી અવસ્થાઓનું ધ્યાન. જેમાં ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણાવસ્થા, એ સઘળી અવસ્થાઓનું સમૂહાત્મક ધ્યાન છે. પદસ્થ ધ્યાન પૂર્વે પિંડસ્થ અને પછી રૂપાતીત. પદસ્થમાં કેવળજ્ઞાન અવસ્થાનું ચિંતન અને રૂપાતીતમાં સિદ્ધાવસ્થાનું ધ્યાન-ચિંતન આવે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ४८ આશ્રવ અને અનુબંધ છે. વસ્તુમાં અનંત ધર્મો-ગુણો તેને ન વિશેષે દેખાય છે, તે જ સમ્ય દર્શન છે. સ્યાદ્વાદ જો તમારા માથામાં Fit(બંધ બેસવું તે) ન થાય તો તે મોહનીયકર્મનો ઉદય છે. તેવા જીવો નિયમા મિથ્યાત્વી છે, સમકિતી નથી. હવે તમે ચેતી જાઓ. આશ્રવને બરાબર સમજો. નિશ્ચયનયથી કર્તુત્વ-ભોસ્તૃત્વ, શત્રુ-મિત્ર, મોક્ષ-સંસાર બધાનો કરનાર જીવ પોતે જ છે. માટે આશ્રવને બરાબર સમજીને તેને અટકાવો અને જો ન અટકાવી શકો તો શુભ આશ્રવ કરો અને તે પણ શુભાનુબંધી. ભગવાનનો ઉપકાર છે કે આપણને કેટકેટલી રીતે બધું બતાવ્યું છે ! હેતુ, સ્વરૂપ, નય, નિક્ષેપા, પ્રમાણ, ભાંગાઓથી જેટલું બને તેટલું, બધી રીતે, બધી બાબતો આપણા પૂર્વાચાર્યોએ એકદમ સ્પષ્ટ કરીને આપી છે. તે તેમના આપણી ઉપર જબરદસ્ત ઉપકાર છે. જીવ સાવધ થઈ જાય તો ધર્મ શું છે? સુખ શું છે? વગેરે તેને બધું દેખાવાનું ચાલુ થાય. નિરુપાધિકદશાનું સુખ તે જ ધર્મ છે, જે આત્માનો સહજ સ્વભાવ છે. “જે જે અંશે રે નિરુપાલિકપણું, તે તે જાણો રે ધર્મ; સમ્યગ્દષ્ટિરે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ.” સંસારનું સુખ સોપાધિક છે માટે તે અધર્મ છે. સોપાધિક સુખ પૌદ્ગલિક છે, જે મોહના ઉદયને આભારી છે. સભા- સાહેબજી, અમારે ધર્મ કેવી રીતે કરવો? સાહેબજી:- દાન-શીલ-તપ-ભાવ કેવી રીતે કરવા તે સમજો. દ્રવ્યશુદ્ધિ-ભાવશુદ્ધિ બધું બરાબર ગોઠવો. દ્રવ્યશુદ્ધિના અનેક પ્રકારો છે. જેમ કે ધનશુદ્ધિ, તેનાથી આહારશુદ્ધિ; આહારશુદ્ધિથી ઇન્દ્રિયશુદ્ધિ, પછી મનશુદ્ધિ, બુદ્ધિશુદ્ધિ. માટે જેવું ધન તેવી બુદ્ધિ, એમ કહ્યું છે. ક્રિયા ધર્મમાં ઉપાદેયબુદ્ધિ આવશે તો લાભ છે. “ક્રિયા ન કરનાર કરતાં ક્રિયા કરનાર સારો” (Something is better than nothing, ‘ન મામા કરતાં કાણો મામો સારો'ના ન્યાયે) અને “ક્રિયા કરનાર કરતાં ક્રિયા ન કરનારો સારો” આ બંને વાક્યો જુદા જુદા નથી મૂક્યાં છે. તેથી અપેક્ષાએ બંને સાચાં છે. નાની નાની ત્રુટીઓ સાથે પણ ધર્મ કરતો હોય, તો તે બિલકુલ ધર્મ નહીં કરનાર કરતાં સારો છે. નાની ત્રુટી સહિત ધર્મ કરનારે પણ Open mind (ખુલ્લું મન) રાખી સમજતા (૧) નિરૂપાધિકદશાનું સુખ કોઇપણ પ્રકારની ઉપાધિ વિનાનું સુખ જે મોહનીયકર્મના ક્ષયોપશમથી જન્મે છે. તે આત્માના સહજ સ્વભાવથી થનારું સુખ છે. પ્રશમનું સુખ તે મોક્ષનું સુખ તે નિરૂપાધિકદશાનું સુખ છે. (૨) સોપાધિસ્ખઃ ઉપાધિવાળું સુખ. બાહ્ય પુદ્ગલ પદાર્થરૂપ ઉપાધિથી જ સુખ તે સોપાધિક સુખ. Page #60 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૪૯ ન જવાનું, સુધરતા જવાનું અને આગળ વધવાનું છે, જડ નથી બનવાનું. બીજી અપેક્ષાએ મોટી ત્રુટીઓ સાથે ધર્મ કરતો હોય તો તેના કરતાં ધર્મ ન કરનારો સારો. મોટી ત્રુટીઓ સાથે ધર્મ કરે અને પાપ બાંધે, તેના કરતાં ન કરે તે સારું. મોટી અશુદ્ધિઓ ચાલી જ ન શકે. આ રીતે કરાતી ધર્મક્રિયા વિષક્રિયા બને છે. ધર્મક્રિયામાં નાની ત્રુટીઓ જ મંતવ્ય છે, મોટી ત્રુટીઓ સાથે કરાતો ધર્મ માન્ય નથી. માટે મોટી ત્રુટીપૂર્વક ક્રિયા કરનાર કરતાં ક્રિયા ન કરનાર સારો, નાની ત્રુટીપૂર્વક ક્રિયા કરનાર, ક્રિયા ન કરનાર કરતાં સારો. આમાં ઊંધો અર્થ લેશો નહીં. સભાઃ- સાહેબજી, મોટી ત્રુટી કઇ કહેવાય ? સાહેબજીઃ- આશયશુદ્ધિ, નિદાનશુદ્ધિ વગેરે જોઇએ. તેમાં ગરબડ હોય તે મોટી ત્રુટી કહેવાય. ધર્મને વેચવાનો નથી. સંસારમાં ઉપાદેયબુદ્ધિ આવે તો ધર્મ ધૂળ થઇ જાય છે. નિદાનશલ્ય (સાંસારિક ફળની અપેક્ષા), માયાશલ્ય અને મિથ્યાત્વશલ્ય, આ ત્રણ શલ્યથી રહિત જ ધર્મ કરાય. કરોડ કમાઓ પછી સાવધ રહેવાનું છે. નાની અવિધિથી મૂળ ફળ વિચ્છિન્ન નથી થતું, જ્યારે મોટી અવિધિ વિપરીત ફળ આપે છે. તમે ન કરી શકો તો સાચાનો પક્ષપાત કરજો અને ખોટાનો ખેદ કરજો, પરંતુ અશુભાનુબંધ ન થવો જોઇએ. તેના દ્વારા પુણ્યથી મળતા યોગો વિષરૂપ થશે. આપણે ત્યાં ધર્મક્રિયાને વિષક્રિયા, ગરલક્રિયા, સંમૂર્ચ્છિમક્રિયા, તèતુક્રિયા અને અમૃતક્રિયા આવાં વિશેષણો આપ્યાં છે. વિષક્રિયા : આવી ધર્મક્રિયામાં Spot poison (તત્કાળ મારે તેવું ઝેર) છે. ગરલક્રિયા : આવી ધર્મક્રિયામાં Slow poison (ધીરે ધીરે મારે તેવું ઝેર) છે. સામાન્ય નિયમ એ છે કે જેવી ક્રિયા તેવો પરિણામ. વ્યવહારનયથી કહેવાય કે ધર્મસ્થાનમાં મરે તો સદ્ગતિ, કારણ કે ધર્મસ્થાનમાં શુભક્રિયામાં શુભઅધ્યવસાયની, શુભપરિણામની વિશેષ સંભાવના છે. જ્યારે નિશ્ચયનય તો સદ્ગતિ માટે કહેશે કે, મરતી વખતે તેના અધ્યવસાય કેવા હતા ? લેશ્મા કેવી હતી ? વગેરે વગેરે. માટે બહુ ધ્યાન રાખીને સાંભળો, ભણો. ધર્મમાં અજ્ઞાનતા ગમે, કે ધર્મ સાંભળવો નથી ગમતો, તો તે મિથ્યાત્વનું ચિહ્ન છે. ધર્મ સમજવાની ઉત્કંઠા જાગે તો મિથ્યાત્વ મંદ પડ્યું છે તેમ કહી શકાય. બુદ્ધિના આઠ ગુણ છે. શુશ્રુષા, શ્રવણ, પછી ગ્રહણ, ગ્રહણ કરીને ધારણા કરો, પછી ઊહાપોહ કરો. Like mindedly(હકારાત્મક મનથી) કરો તે ઊહ, ઊહ એટલે તર્ક અને Counter arguments (પ્રતિદલીલો) કરો તે અપોહ. તેમ કરી ચોક્કસ અર્થ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આશ્રવ અને અનુબંધ તત્ત્વનિર્ણય કરો, પછી તત્ત્વનો પક્ષપાત થાય. બુદ્ધિના આઠ ગુણથી જીવ સમકિત પામે છે. સમકિતનું લક્ષણ છે તત્ત્વનો પક્ષપાત, જે “ગુરુગમ'થી પામવાનું છે અને આ તક આ ભવમાં જ છે, દુર્ગતિમાં નથી. માટે મળેલી સામગ્રીનો સદુપયોગ કરો. ધર્મમાં કે જ્ઞાનમાં ઉપાદેયબુદ્ધિ થઈ તો પણ મિથ્યાત્વ મંદ થશે. ગુરુ પાસેથી ધર્મનું શ્રવણ તે સમકિતનું કારણ છે. સમકિત પામવું એ કાંઈ સહેલું નથી. કેટકેટલું Hammering(સતત પ્રહારો) થાય, ઊહાપોહ થાય, તત્ત્વનું Conviction(દઢ માન્યતા, અટલ શ્રદ્ધા, પાકી ખાતરી કે ભરોસો) થાય, પછી તેનો સ્વાનુભવ યાને પ્રતીતિ થાય, ત્યારે સમકિત આવે. Even rational conviction is not enough. Feeling, self-realisation (A$ 422414R. પાકી ખાતરી કે ભરોસો પણ પૂરતાં નથી, બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રતીતિ કે સંવેદન) જોઈએ. ઉત્સર્ગથી પટુબુદ્ધિવાળો સમકિત પામે, જયારે નિસર્ગથી પામે તે પણ પૂર્વભવે અભ્યસ્ત હોય, તેનું Background (પૂર્વભૂમિકા) તૈયાર હોય છે. મરુદેવામાતા જેવો દાખલો અનંત અવસર્પિણી, ઉત્સર્પિણીમાં કોઇક થાય છે, તે Rare case(દુર્લભ ઘટના) છે, તેનું આલંબન લેવાય નહીં. તેમનો તથાભવ્યત્વનો(જીવની તે તે રીતે થવાની યોગ્યતાનો) પરિપાક થઈ ગયો છે, તેથી તેમની વાત જુદી છે અને જેને તેનો પરિપાક કરવાનો બાકી છે, તેની વાત જુદી. તત્ત્વ-અતત્ત્વનો બોધ કરવા, હેય-ઉપાદેયનો બોધ કરવા, કૃત્ય-અકૃત્યનો બોધ કરવા જ્ઞાનાચાર પ્રધાન છે. દર્શનાચાર પણ સાથે Connected (સંબંધિત) તો ખરો જ. સભા - માસક્ષમણ કરવાથી મોક્ષ થઈ જાય? સાહેબજી:-હા, પણ માસક્ષમણ કેવી રીતે કરવાનું? તેને માસક્ષમણ શું કામ કરવાનું મન થયું છે? તે આહાર છોડે છે તે સારું છે, પણ તેની સામે શું મેળવવા માંગે છે? તેમાં આશય શું છે? તે બધું તપાસવું પડે. હા, તપ એ સંવર-નિર્જરાનું કારણ છે. પણ તે કોના માટે સંવર-નિર્જરાનું કારણ બને ? માટે બધું વિચારવાનું આવે. તમે તો કોથળામાંથી બિલાડું કાઢો તેમ છો. સભા- એવું પણ કહેવાય છે ને કે નવ લાખ નવકાર ગણો તો મોક્ષ થઈ જાય. સાહેબજી:- આવું આ એક જ વચન થોડું છે? આવાં તો ઘણાં વચનો છે. પહેલો નવકાર ગણવાથી થતી વિશુદ્ધિ કરતાં બીજો નવકાર ગણવાથી થતી વિશુદ્ધિ વધુ હોય. તેમ ઉત્તરોત્તર નવ લાખ નવકાર ગણવાથી જોઇતી વિશુદ્ધિ થાય તો મોક્ષ થાય, નહીંતર નવ કરોડ ગણશો તો પણ કંઈ નહિ થાય. Page #62 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૫૧ શાસ્ત્રમાં પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ, ઐદંપર્યાયાર્થ : બધાથી વિચાર કરવાનું કહ્યું છે. ઐદંપર્યાયાર્થમાં પદાર્થની અનેક નયોથી વિચારણા અને પછી તેને પ્રમાણથી Certify(પ્રમાણિત) કરવાનું આવે. સાપેક્ષ અંશ નય છે, જ્યારે નિરપેક્ષ અંશ દુર્નય છે. નવ લાખ નવકાર ગણવાથી બધું થઇ જશે એમ માનશો તો એકાંતવાદી(નિરપેક્ષમાં માનનારા) કહેવાશો. વિશુદ્ધિની માત્રાને લક્ષમાં રાખીને આવાCourse (વિધિ) લખાયા છે. Quanity (જથ્થો) પરિણામની વિશુદ્ધિ માટે છે. એક નવકારથી માંડી ક્રમસર વિશુદ્ધિ વધે તેના માટે નવ લાખ નવકાર ગણતાં વિશુદ્ધિ વધી જશે. આ કંઇ ઘેલાઓનો ધર્મ નથી, પટુબુદ્ધિવાળાઓનો ધર્મ છે. સભા- અનાનુપૂર્વી ગણવાની કેમ? સાહેબજી:- ઉપયોગની તીવ્રતા વધારવા માટે ગણવાની છે. સીધું ગણવામાં સંસ્કાર થઈ ગયા હોય છે, જયારે આમાં સંસ્કાર થયેલા હોતા નથી, જેથી જીવ ઉપયોગ વધારે રાખે. આ બધું બાળજીવોને લક્ષમાં રાખીને કહેવાતું હોય છે. સભા- અર્થ-કામ માટે ધર્મન જ કરાય? સાહેબજી- અર્થ-કામ માટે ધર્મ ઉત્સર્ગથી નહિ, અપવાદથી જ થાય. અપવાદમાં પણ તેના હેતુ-સ્વરૂપ-અનુબંધ બધું બદલાઈ જાય છે. વિધિનું પ્રતિપાદન કરવું એમ અવિધિનો નિષેધ કરવો તે ઉપદેશકનું કર્તવ્ય છે. હું ખોટો ઉપદેશ આપું તોય ગુનેગાર અને સાચો ઉપદેશ ન આપે તોય ગુનેગાર. દર્શનાચાર બે પ્રકારે છે. અવિધિનિષેધરૂપ અને વિધિપ્રતિપાદનરૂપ. આ બંનેમાંથી એકમાં પણ અમે ચૂકીએ તો તેના પરિણામે થતા નુકસાન માટે અમે જવાબદાર. જો મેં જાણવા છતાં પણ અવિધિ ન બતાવી તો મારા પરિણામ કઠોર બને, સામો જીવ કુટાય અને મને સામે મિથ્યાત્વમોહનીય બંધાય. હું બતાવું છતાં તે ઊંધું કરે તો તેમાં મારી જવાબદારી નહિ. કોઇ પોતાની જાતે આપઘાત કરીને મરે તો કાંઈ અમારી જવાબદારી નથી, પણ મારા ઉપદેશને કારણે મરે તો તો મારી જવાબદારી ખરી ને ? તમને સારું લાગશે કે ખોટું લાગશે તેવી ચિંતાઓ કરી અમે તમને વિધિ-અવિધિ ન બતાવીએ, તે ન ચાલે. અમારે તો સત્યનું પ્રતિપાદન કરવાનું છે. તમને સાવધ કરવાનું અમારું કામ છે. Detective (ક્ષતિયુક્ત) ધર્મ Defective ફળને આપશે. માટે બંધ પણ શુભ અને અનુબંધ પણ શુભ જોઇશે. અમે આટલું શું કામ કહીએ છીએ? તમારું માથું ખાવા નહિ પણ તમને માર્ગદર્શન મળે તે માટે વ્યવહારનય પણ પુણ્યાનુબંધી પુણ્યને જ (૧) અનાનુપૂર્વી : ઊંધાચત્તા, વિપરીતક્રમથી લખેલા આંકડાઓ દ્વારા તે તે પદોને યાદ કરીને નવકાર ગણવા, તેવી પદ્ધતિ - (ટીપની ચોપડીમાં હોય છે તે રીતે.) Page #63 -------------------------------------------------------------------------- ________________ પર આશ્રવ અને અનુબંધ ઉપાદેય માને છે. તમારાથી કરાતા ધર્મમાં જો તેનો અભાવ હોય તો તેવા ધર્મની અમારાથી અનુમોદના પણ ન થાય, અમારે મૌન રહેવું પડે. બંધાતા કર્મમાં, તેના ઉદય વખતે જે નવું કર્મ (કેવું) બંધાવવાની શક્તિ છે, તે અનુબંધ છે. પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ ભવિષ્યમાં કેવું કર્મ બંધાશે તેની શક્તિ બંધાતા કર્મમાં પડી હોય છે. અનુબંધ તીવ્ર, મંદ, શુભ કે અશુભ કઇ રીતે ? તેની ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં આપેલી છે. અનુબંધ પરિવર્તનીય છે. મુગ્ધ જીવો તો હજુ બચી શકશે પણ દુરભિનિવિષ્ટ તો કુટાઇ જ મરશે. મુગ્ધને ખોટું કરવાનો આગ્રહ નથી, માટે તેને અનુબંધ દુરભિનિવિષ્ટ જેટલા તીવ્ર નહીં બંધાય. જેથી ભાવિમાં તેને એવી સામગ્રી મળશે કે તે તરી શકશે. સભાઃ- દુરભિનિવિષ્ટ એટલે શું ? સાહેબજી:-જે પોતાની ખોટી વાત પણ છોડે નહિ, પોતાની ખોટી વાતનો જ આગ્રહ રાખે, તે અમને(સાચાને) સાંભળવા કે સમજવા તૈયા૨ જ ન હોય; તેને થાય કે મહારાજ સાહેબ તો બધું કહ્યા કરે. તેવાને અમે સુધારી ન શકીએ. તેને બચવાનો અવકાશ નહીં. તેની ક્રિયાને વિષ કે ગરલ ક્રિયા તરીકે બતાવી છે. આવા જીવને તીવ્ર રસવાળો અનુબંધ પડશે, જેથી તેને ભવિષ્યમાં પણ કોઇ સુધારી ના શકે. સભા:- મુગ્ધ જીવ હોય તે અભિનિવિષ્ટ બને ? સાહેબજીઃ-મુગ્ધ હોય તે અબોધને કારણે હોય કે બીજાનો ચઢાવ્યો ચઢ્યો હોય, છતાં તે કષાયને પરવશ નથી; સાચું સમજાય ત્યારે ખોટું છોડવાની તેની તૈયારી હોય છે. માટે તેનું શક્ય તેટલું સમારકામ કરી શકીએ. આ બધું natural justice(કુદરતી ન્યાય) પર ચાલે છે. rule of physics (પદાર્થવિજ્ઞાનના નિયમો) ૫૨ જ આખો કર્મવાદ રચાયેલો છે. અનંતા તીર્થંકરો આ જ કહે છે અને અનંતા આ જ કહેશે. માટે જ તમને પૂછીએ કે પચીસ પચીસ વર્ષથી ધર્મ કરો છો તો કેવી રીતના કરો છો ? જે આ શાસન નીચે આવવા તૈયાર હોય તે બચી શકશે. ઘણા તો એવા આવે છે કે અમે તેમને કશું જ ના કહી શકીએ. અમે તો જોઇએ કે તે પ્રજ્ઞાપનીયછે કે અપ્રજ્ઞાપનીયછે? પ્રજ્ઞાપનીય હશે તો સમારકામ કરી શકાશે, જ્યારે અપ્રજ્ઞાપનીય વર્જ્ય છે; ઉપેક્ષણીય છે. મહાપુરુષોને જીવોની દયા આવતી હોય છે, માટે જ બધા પદાર્થો ખોલી ખોલીને બતાવ્યા છે. (૧) પ્રજ્ઞાપનીય એટલે જેને સમજણ આપવાથી ફાયદો થવાની શક્યતા છે તેવો કદાગ્રહ વિનાનો જીવ અને અપ્રજ્ઞાપનીય એટલે જ્ઞાન-બોધને માટે અયોગ્ય, કદાગ્રહી જીવ. Page #64 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ પ૩ પોડશક્યાં પુ.આ શ્રી હરિભદ્રસુરિજીએ કહ્યું છે કે, દરેક ધર્મક્રિયાને આશય, નિદાન, દ્રવ્ય અને ભાવશુદ્ધિના ભેદ-પ્રભેદની સાથે સમજવી જોઇએ. બધું ગુરુગમથી સમજવાનું છે. માટે તમારે અમારા Touch (સંપર્ક)માં સતત રહેવાનું છે. અમારે *પંચાચાર જ સમજાવવાનો હોય છે. માર્ગાનુસારીના ગુણોથી વાત આગળ ચાલે. તમને બધી પાયાની વાતો બેસે છે? આશ્રવતત્ત્વમાં ચાર મનના, ચાર વચનના, અને સાત કાયાના એ યોગના પંદર ભેદ બતાવીને ગ્રંથકારે બધું કવર કરી લીધું છે. સાગર ગાગરમાં સમાવી દીધો છે. સંવરનિર્જરા ન થઈ શકે ત્યાં સુધી જીવે શુભાશ્રવ કરવાનો આવશે, તેમાં પણ શુભાનુબંધ જોઇશે. ખાલી શુભાશ્રવ તો અનેક વાર કર્યો. તમે ધર્મ કરો અને છોડી દો, કરો અને છોડી દો તેથી શું ભલીવાર આવે? દેવલોકમાં જઈ પાછા આવી જાઓ, આંટો મારી આવો તેથી શું લાભ? કડીબદ્ધ ઉત્તરોત્તર ચઢતા પરિણામવાળો ધર્મ જોઇએ.ભાવથી પાંચમા ગુણસ્થાનક સુધી શુભ આશ્રવ પ્રધાન છે, નિર્જરા ગૌણ છે. જ્યાં સુધી કર્મયોગની પ્રધાનતા છે, ત્યાં સુધી આશ્રવ પ્રધાન રહેશે. દ્રવ્યથી છઠ્ઠ ગુણસ્થાનક અનેક વાર આવે પછી ૯૯% ભાવથી છઠ્ઠ ગુણસ્થાનક આવે. આવે તો પણ છઠ્ઠ ગુણસ્થાનક અંતર્મુહૂર્તથી વધારે સળંગ ટકે નહિ. માટે વ્યવહારનયની કેટલી બધી આવશ્યકતા છે ! નિમિત્ત-નૈમિત્તિકભાવની અસર છેક છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. ત્યાં સુધી બધું પ્રશસ્ત પ્રશસ્ત લેવાનું છે. સભા - લેક્ષા શુભ ક્યારે ? સાહેબજી:-લેશ્યાની બાબતમાં ખાલી શુભલેશ્યા કામ ન લાગે, પણ એવી જોઈએ કે જે Chan(પરંપરા) ચલાવે અને જીવને અલેશી બનાવે. માટે વેશ્યા પણ શુભાનુબંધી જોઇએ. નિર્વેદ અને સંવેગ : 'નિર્વેદ અને "સંવેગપૂર્વકની ધર્મક્રિયા મોક્ષ સુધી પહોંચાડે છે. આ બે ગુણો મુખ્ય છે. નિર્વેદ એ ભવરૂપી બીજનો નાશ કરનાર છે, જ્યારે સંવેગ એ નિર્વાણપદનો લાભ કરાવનાર છે. ચારિત્રમોહનીયના કારણે લોભિયો પણ જો નિર્વેદવાળો હોય તો ખપે, જ્યારે નિર્વેદ (૧) ષોડશક સોળ શ્લોકનો એક સમૂહ તેવા સોળ સમૂહ યાને ૧૬ x ૧૬ = ૨૫૬ શ્લોકનો બનેલો પૂ. આ. હરિભદ્રસૂરીશ્વરજી રચિત ગ્રંથનું નામ છે. (૨) પંચાચાર પાંચ આચાર તે ૧ જ્ઞાનાચાર, ૨ દર્શનાચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર અને પ વીર્યાચાર. (3) માર્થાનુસારીના ૩૫ ગુણોઃ યાદી માટે જુઓ પરિશિષ્ટ X-૧૪. (૪) નિર્વેદ : સંસારની ચાર ગતિઓના પરિભ્રમણથી થતો ઉગ. (૫) સંવેગ : મોક્ષનો તીવ્ર અભિલાષ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આશ્રવ અને અનુબંધ વગરનો દાતાર હોય તો પણ તે ન ચાલે. નિર્વેદ અને સંવેગ એ બે ગુણો વિનાના બધા ગુણો ભેગા કરો તોય મોક્ષ નહીં થાય. જે ધર્મક્રિયા મોક્ષરૂપી ફળને નથી આપતી તે ધર્મક્રિયાતત્ત્વથી નિષ્ફળ છે. તેનાથી મળતો અભ્યદય તો વ્યવહારના માને છે, નિશ્ચયનય નથી માનતો. આપણા ધર્મ Airtight(હવા પણ ન જઈ શકે તેટલો ચુસ્ત) છે. મોક્ષની ખાલી કલ્પના નથી, તે નક્કર તત્ત્વ છે અને ત્યાં જવા માટે આ જ માર્ગ છે, આ જ નિસરણી છે. ખાલી કોઇએ નવરા બેઠા કલ્પનાના ઘોડા નથી દોડાવ્યા. સભા - અનુબંધમાં વિવેક કારણ બને છે, તેમ લેગ્યામાં કારણ જોઇએ? સાહેબજી:-દર્શનમોહનીયને શિથિલ કરો તો ઠેકાણું પડે. તેમાં દર્શનમોહનીય પ્રધાન કારણ છે. એક વખત લેશ્વા શુભ કરી લો તેટલા માત્રથી ઠેકાણું ન પડે. મેળવો પછી તેને ટકાવવું પડે. વેશ્યા પણ શુભાનુબંધી જોઈએ. આ બધી વાતો બેસે છે? ભણવાનું મન થાય છે ખરું? જ્ઞાનની ઉપાસનાનું ઉત્કૃષ્ટ ફળ તીર્થંકર નામકર્મ છે. ધર્મમાં મુખ્ય અવિધિ ન જોઇએ, નાની અવિધિ થઇ જાય તો તેમાં ખેદ થવો જોઇએ અને સાચાનો પક્ષપાત જોઇએ, કે જેથી સાચાનો અનુબંધ પડે. તેથી વર્તમાનમાં થતી ક્ષતિ ભવિષ્યમાં નહિ આવે. સત્તામાં (સુષુપ્તાવસ્થામાં) પડેલાં કર્મને શિથિલ કરવાનાં છે. તેના રસ-સ્થિતિબંધમાં ફેરફાર થઈ શકે છે. પણ તે માટે દ્રવ્ય અને ભાવથી જે બતાવીએ છીએ તે બધું કરવું પડશે. હા, પણ તમારે તો કરવાનો સવાલ નથી, કારણ તમારે તો મોક્ષે જવું નથી ને? નિર્વેદ-સંવેગવાળો જીવ તો પૂછશે કે, મારું પરિભ્રમણ ક્યારે ઘટશે? મોક્ષની ઇચ્છા થાય તે ભવ્ય જીવ છે, પણ તે ઇચ્છા સંવેગપૂર્વકની, નિર્વેદપૂર્વકની હોવી જોઈએ. નવ તત્ત્વમાં આશ્રવ તત્ત્વ મોટું છે. વ્યવહારનય પાપના આશ્રવને હેય કહેશે, જયારે નિશ્ચયનય તો સાથે પુણ્યને પણ હેય કહેશે; સંવર-નિર્જરા જ ઉપાદેયમાં જશે. વ્યવહારનય પુણ્યાનુબંધી પુણ્યને ઉપાદેય માને છે, કારણ કે તે મોક્ષનું કારણ છે, જેમ દૂધ તે ઘીનું કારણ છે; જ્યારે નિશ્ચયનય તો માખણને જ ઘીનું કારણ માનશે, કારણ કે Instant(તત્કાળ) ફળ આપે તેને નિશ્ચયનય કારણ માને; જ્યારે વ્યવહારનય પરંપરાએ ફળ આપનાર કારણને પણ કારણ માને છે. તમને આ બધી વાતો મગજમાં બેસે છે ખરી ? સંસારનાં તમામ ભૌતિક સુખો તે ગૌણ દુ:ખસ્વરૂપ છે, કારણ કે ઔદયિકભાવ પોતે પીડાસ્વરૂપ છે અને તેને કારણે પીડામાં સુખની ભ્રાંતિ થાય છે, તેમ નિશ્ચયનયનો મત છે; જયારે વ્યવહારનય ભૌતિક સુખને સુખ કહે છે. સમકિતીને ભૌતિક સુખમાં પીડાનો અનુભવ Page #66 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ પપ થાય. સમકિતી વિભાવમાત્રને પીડારૂપે વેદન કરે છે. તમને પણ ક્ષયોપશમ થશે ત્યારે બધું સમજાશે. પણ તે ક્યારે ? 'પાંચ પ્રકારનો સ્વાધ્યાય તે ધર્મપ્રાપ્તિનું કારણ છે, સમકિતનું કારણ છે. માટે ધર્મનું શ્રવણ પ્રતિદિન જોઇએ. જયારે પ્રતીતિ આવશે પછી તમે સંસારમાં Set(ગોઠવાઈ જવું તે) નહિ થઈ શકો. પણ તમે તો બહુ હળવા ગ્રાહક (ઘરાક) છો. પાન-સોપારી ખાવાવાળા ને? આટલું ઓછું, મૂકીએ છીએ, તો પણ તમને થાય છે કે સાહેબ, બહુ થઈ ગયું. ધર્મમાં અસંતોષ જોઇએ, તે ગુણ છે; જ્યારે સંસારમાં સંતોષ જોઈએ. તમારે તો બેઉની ખામી ને? 22號222 * નિશ્ચયનય ક્રમસર ક્રમસર થતી રસની ન્યૂનતાને ત્યાગ કહે છે. તપથી ક્રમસર આત્મરમણતા વધવી જોઈએ. તપાચાર તે ચારિત્રાચારનું અંગ છે. આત્માની સમીપે વસે તે ઉપવાસ છે. આત્મા, આત્મા વડે આત્મામાં રહે તે જ ચારિત્ર છે. આશ્રવનો ત્યાગ અને સંવર-નિર્જરાનું સેવન તે દ્વાદશાંગીનો સાર છે. ક કર્મબંધની જે પણ પ્રવૃત્તિ છે તેનાથી વિરામ પામો તે ચારિત્ર છે. ક કર્મકૃત ભાવો તે પૌદ્ગલિક ભાવો છે, તે ભાવોથી પર થઇ આત્મા પોતાના ભાવમાં રમે તે ચારિત્ર છે. સંસારમાં જીવ ઔદયિકભાવને સ્પર્શે છે, પણ, આત્મીયભાવોને સ્પર્શતો નથી. શાસ્ત્રમાં દુર્લભ એવા મનુષ્યભવની સાર્થકતા ચારિત્રની પ્રાપ્તિમાં બતાવી છે. આત્મા પર સંચિત થયેલા કર્મોનો ચારિત્રમાં નાશ થાય છે. ચારિત્ર એ મોક્ષનું કારણ છે. (૧) પાંચ પ્રકારનો સ્વાધ્યાય : વાચના, પૂના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મકથા. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આશ્રવ અને અનુબંધ તા. ૨-૮-૯૮, રવિવાર, શ્રાવણ સુદ નોમ. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્ર, આ દુઃખમય સંસારમાંથી મુક્ત બની, અનંત સુખમય એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે, તેટલા માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. ગ્રંથકાર મહર્ષિ મન-વચન અને કાયાના યોગને પંદર ભેદે આશ્રવનું કારણ બતાવે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ-ક્રિયાચેષ્ટા તે યોગ છે. તે શુભ હોય તો તે શુભ આશ્રવનું કારણ છે અને અશુભ હોય તો અશુભ આશ્રવનું કારણ છે. પ્રવૃત્તિ હશે તો ફળ તો મળવાનું જ છે. હવે ગ્રંથકારે પહેલાં શુભના બદલે અશુભ આશ્રવનું વર્ણન કેમ કર્યું? કારણ અશુભ આશ્રવના વિપાકો જોઇને જીવને સંસાર તરફથી મન ઊઠી જાય અને નિર્વેદ થાય, તે આશય છે. હવે જેમ અશુભ આશ્રવથી મન ઊઠી જાય તેમ આગળ વધતાં જીવનું શુભાશ્રવથી પણ મન ઊઠવું જોઇએ, તે આશય પણ છે. વળી બંધ શુભ હોય પણ અનુબંધ જો અશુભ હોય તો તે પણ ન ચાલે, કારણ કે અશુભાનુબંધી પુણ્યથી તત્કાળ સદ્ગતિ મળે પણ પછી અનંતકાળ દુર્ગતિ અને દુ:ખ, માટે તેને છોડીને શુભાનુબંધી તરફ જીવને વાળવાનો છે. તેથી શુભાનુબંધી અને અશુભાનુબંધી કેવી રીતે, તેની ચર્ચા પહેલાં કરી છે. અશુભ આશ્રવ સાંભળતાં સાંભળતાં જીવને થાય કે ચાર ગતિમાં, ૮૪લાખ જીવાયોનિમાં કેવી વિડંબના છે, કેવાં દુઃખો છે ! ભૌતિક સુખ તત્કાળ સુખ આપનાર છે, પણ જો અનુબંધ અશુભ હોય તો પરિણામે દુર્ગતિ આપનાર છે. માટે અશુભાનુબંધી આશ્રવ પરથી મન ઊઠી જાય અને શુભાનુબંધી આશ્રવ તરફ મન વળી જાય તેવી વૃત્તિ જીવમાં ગ્રંથકારને પેદા કરાવવી છે, કે જેથી તેને નિર્વેદ પેદા થાય કે જે પરંપરાએ મોક્ષનું કારણ છે. પુણ્યાનુબંધી પુણ્ય કરાવીને તમને મોક્ષમાં લઇ જવા છે. વ્યવહારનયથી આ વાત કરી છે, જ્યારે નિશ્ચયનયથી તો શુભાશ્રવ અને અશુભાશ્રવ બંનેને હેય બતાવ્યા છે. અહીંયાં ચાર પ્રકારના આશ્રવનું વર્ણન કરે છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે અમે પુણ્યનો અનુબંધ કેવી રીતે કરીએ? . Page #68 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ પ૭ પુણ્યબંધમાં કષાયોની મંદતા કારણ છે. કષાયોની પરિણતિ ઓછી હોય તો વિશુદ્ધિ વધારે થાય. આ રીતે મંદ કષાયીને પુણ્યબંધ તીવ્ર રસવાળો બને છે. ત્યારે પ્રશ્ન થાય છે કે પુણ્યમાં આવો નિયમ છે તો પાપમાં નિયમ કેમ જુદો છે? કર્મપ્રકૃતિમાં આની ચર્ચા છે. આપણે સામાન્યથી કહીએ તો કષાય એ સ્થિતિબંધ અને રસબંધનું કારણ છે. પણ આ વચન સ્કૂલ છે. સૂક્ષ્મ રીતે જોઇએ તો જે પુણ્યબંધ અને પાપબંધ થાય છે, તેમાં રસબંધનો આધાર લેશ્યા છે. કષાયના ઉદય વખતે અંર્તગત લેશ્યા પ્રમાણે રસબંધ થાય છે. જેમ કષાયની મંદતા તેમ વેશ્યાની શુદ્ધિ થાય. જે જીવો શુક્લલશ્યામાં હોય તેમની સ્થિતિ તો કેવી કે તેમને 'વિષયો, નોકષાય અને કષાયનો ઉદ્રેક કરી શકતા નથી. કદાચ ઉદ્રક થઈ જાય તો તે વિચાર સામે પાંચ-દશ સારા વિચાર કરે, જેથી તરત જ નિવર્તન પામે. તેમના કષાય-નોકષાય એટલા શાંત હોય કે, તેમનો વિષયોની સાથે સંબંધ થવા છતાં, કષાય કે નોકષાયનો ઉદ્રક થતો નથી. માટે જ શાસ્ત્રકારોએ તેમને શુક્લલેશ્યા કહી છે. કષાયની તીવ્રતા કૃષ્ણલેશ્યામાં હોય છે. તેની મંદતા થતી જાય તેમ વેશ્યા શુદ્ધ થતી જાય અને વેશ્યા શુદ્ધ થતી જાય તેમ પુણ્યનો સ્થિતિબંધ અલ્પ અને રસબંધ અધિક અધિક થતો જાય. કેમ કે રસબંધનો આધાર લેશ્યા છે અને સ્થિતિબંધનો આધાર કષાય છે. પાપમાં કષાય તીવ્ર તો પરિણામે વેશ્યા બગડશે, જેથી સ્થિતિબંધ અધિક અને રસબંધ પણ અધિક થશે. પાપમાં પણ જો કષાય મંદ હશે તો વેશ્યાની અશુદ્ધિ ઓછી હશે, જેથી સ્થિતિબંધ અલ્પ અને રસબંધ પણ અલ્પ જ થાય. પણ પાપમાં કષાયોની આ મંદતા પ્રમાણિકતાપૂર્વકની હોવી જોઇએ, ભારેલા અગ્નિ જેવી નહીં. જેણે કષાયોને અંદર દબાવીને રાખ્યા હોય અને માયા કરીને વ્યક્ત ન થવા દીધા હોય તેવાને પાછો આ નિયમ લાગુ ન પડે. સભા - લેશ્યાની શુદ્ધિનો આધાર કષાય છે? સાહેબજી:- હા, કષાય તીવ્ર હોય તેમ લેશ્યા અશુદ્ધ થશે. કષાય-નોકષાય મંદ થશે તેમ વેશ્યા શુદ્ધ થશે. સાતમા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી શુક્લલેશ્યા જ છે. શુક્લલશ્યાને કારણે પુણ્યનો રસબંધ ક્રમસર અધિકને અધિક થતો જાય છે. અશુભ-અપ્રશસ્ત ક્રોધના તીવ્ર ઉદયના કારણે અશુભ લેશ્યા હોય ત્યાં જીવ સ્થિતિબંધ અધિક બાંધે છે. કષાયોના ટેકા વગર નોકષાયમાં ખાસ કર્મબંધ કરાવવાની તાકાત નથી. કષાયો મંદ થશે તેમ વેશ્યાની શુદ્ધિ થશે. જેમ વેશ્યા શુદ્ધ થશે તેમ પુણ્યનો સ્થિતિબંધ અલ્પ અને રસબંધ અધિક થશે. કષાયના ઉદય વખતે અંર્તગત લેશ્યા કેવી છે તે પ્રમાણે રસબંધ થશે. (૧) વિષયો, નોક્લાય અને ક્યાય : જુઓ પરિશિષ્ટ- ૫. (૨) ઉદ્રક શાન્ત હોય, ઉદયમાં ન હોય તેવા કર્મો-કપાયોને નિમિત્ત પામીને ઉદયમાં લાવવાં તે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આશ્રવ અને અનુબંધ લેશ્યા બે પ્રકારની : (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. તેમાં અહીંયાં આપણે ભાવલેશ્યા લઇએ છીએ. કષાય બેઉ લઇએ છીએ, પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયપુણ્યબંધ વખતે પણ પ્રશસ્ત કપાયનો આવેગ વધારે હોય તેમ લશ્યાની શુદ્ધિ ઓછી. કારણ પ્રશસ્ત કષાય પણ આખરે તો કષાય જ છે. તે વખતે રસબંધ અલ્પ થશે. પ્રશસ્ત કષાયમાં આવેગ મંદ હોય તો લશ્યાની શુદ્ધિ વધારે. દ્રવ્યલેશ્યા અશુભ હોય તો પણ જાગ્રત આત્મા પોતાની ભાવલેણ્યા શુભ કરે. સાતમે ગુણસ્થાનકે પ્રાયઃ શુક્લલેશ્યા જ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકે છએ વેશ્યા હોય છે. અપ્રમત્ત મુનિને આના સિવાય બીજી શુભ લેશ્યા આવે, પણ પ્રાયઃ કરીને તો તે શુક્લલેશ્યામાં જ હોય. સભા- તેમને (અપ્રમત્ત મુનિને) કષાયનો ભાવ અત્યંત મંદ હોય? સાહેબજી:-પ્રાયઃ કરીને તેમને વિષયોની ઇચ્છા થતી નથી, માટે કષાય-નોકષાયનો ઉદ્રક થતો નથી. ક્યારેક કર્મબળવાન હોવાના કે અનુપયોગના કારણે કષાય થાય, તો તે વખતે જરાક પ્રયત્ન કરેથી તેમનું મન શાંત થઈ જાય. સભા- પૂ. શ્રી. કાલિકાચાર્યે પ્રશસ્ત કપાય કર્યો તે બરાબર ? તે વખતે તેમને રસબંધ અલ્પ? સાહેબજી:-હા, શાસનના ઉદ્ધારનો પ્રશ્ન આવે કે શાસનનું માલિન્ય થતું હોય ત્યારે, અપ્રમત્તમુનિએ પણ ગુફામાંથી બહાર નીકળીને તેને અટકાવવું પડે. તેવે વખતે પ્રશસ્ત માયા પણ કરવી પડે. માટે માયાપ્રત્યયિકક્રિયા(દેખાવ માટે કરાતી ચેષ્ટા) માની. એ વખતે રક્ષણ કરવા પ્રશસ્તકપાય તીવ્ર આવેગવાળા કરે ત્યારે રસબંધ અલ્પ જ થાય. કારણ Physics Change (પદાર્થવિજ્ઞાનમાં ફેરફાર) થતું નથી. લખ્યું છે કે દસ પૂર્વધર થાય પછી તેમને જંગલ છોડીને શહેરમાં વસવું પડે, કારણ તેમની દેશના અમોઘ (નિષ્ફળ ન જાય તેવી) હોય છે. યોગ્ય ઉપાદાન હોય તેને તે જાગ્રત કરી આપે. માટે ત્યારે તેમને સાધના ગૌણ અને પરોપકાર પ્રધાન. તેથી શાસ્ત્રમાં લખ્યું છે કે શાસનને નુકસાન થતું હોય ત્યારે અપ્રમત્તમુનિ માટે કષાય અવશ્ય કર્તવ્ય છે. ત્યારે વ્યક્તિ ગૌણ ને શાસન પ્રધાન ગણાશે. કેમ કે પૂર્વ પૂર્વના ભોગે ઉત્તર ઉત્તરની રક્ષા કરી શકાય, જેમ વ્યક્તિ કરતાં રાષ્ટ્ર મહાન છે. તેમાં અનુક્રમે વ્યક્તિ કરતાં કુટુંબ મહાન છે, કુટુંબ કરતાં પરિવાર મહાન છે, પરિવાર કરતાં જ્ઞાતિ મહાન છે અને જ્ઞાતિ કરતાં દેશ-રાષ્ટ્ર મહાન છે. એક બાજુ શાસનનો ઉદ્ધાર કરવાનો છે, માટે પ્રશસ્ત કષાય કરવાના છે. તેથી Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૯ આશ્રવ અને અનુબંધ કાલિકાચાર્યને તેમની સાધનામાંથી નીચે ઊતરવું પડ્યું. તેમ ગચ્છાધિપતિ પણ અનુશાસન આપવાની જવાબદારી ચૂકે તો તેઓ પ્રાયશ્ચિત્તના ભાગીદાર છે. કારણ વ્યક્તિ કરતાં સમુદાય મહાન છે. પેલામાં રાષ્ટ્ર મહાન છે તેમ અહીંયાં સમુદાય મહાન છે. માટે અપ્રમત્તમુનિને ધ્યાનમાંથી બહાર નીકળીને શાસનના ઉદ્ધાર માટે આવવું પડે, વિષ્ણકુમાર મુનિની જેમ. તેઓને, ત્યાં સાધના ગૌણ કરી પરોપકાર પ્રધાન બને છે. મફતમાં કાંઈ સ્થાન આપ્યું નથી. પણ Physics (પદાર્થવિજ્ઞાન)નો નિયમ તો બધે જ સરખો લાગુ પડે. તીવ્ર આવેગ પૂર્વકના પ્રશસ્ત કપાયના પરિણામે તેમને પણ ત્યાં પુણ્યમાં સ્થિતિબંધ અધિક અને રસબંધ અલ્પ જ થશે. પરંતુ તે તેઓને એકંદર લાભનું કારણ છે. પ્રસ્તુત પ્રવૃત્તિથી બંધાતા પુણ્ય ઉપરાંત તેઓને બીજી અનેક પુણ્યપ્રકૃતિઓ બંધાય છે. પ્રસ્તુત કામમાં પણ તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરે છે, જે પાછું અન્યથી સંભવિત નહોતું અને પરંપરાએ મહાન લાભનું કારણ છે. આમ તે બધાનું એકંદર તારણ કાઢવામાં આવે તો, તેમણે નીચે ન ઊતરી, ઉપરની ભૂમિકામાં રહી, સાધના કરી, અધિક રસબંધ બાંધી, આત્મિક લાભ મેળવ્યો હોત; તેના કરતાં પણ આ નીચેની ભૂમિકામાં આવી આ જે કાર્યો કર્યા તેનાથી વધારે આત્મિકલાભ તેઓ અંતે મેળવે. સારાંશ એ છે કે જેમ કષાયો તીવ્ર તેમ લશ્યાની અશુદ્ધિ વધારે અને જેમ કષાયની મંદતા તેમ લશ્યાની શુદ્ધિ વધારે. માટે પુણ્યપ્રકૃતિમાં પણ જેણે તીવ્ર રસવાળો પુણ્યબંધ કરવો હોય તેણે પોતાની વેશ્યા શુદ્ધ કરવાની આવે. સભા - લેશ્યા શુદ્ધ કરવા શું કરવું? સાહેબજી:- વિયોના સેવનથી નોકષાય અને કપાયનો ઉદ્રક થાય છે અને તેની લેશ્યા પર અસર પડે છે. વિષયોથી વિમુખ થતા જવું પડે, કષાયોની અલ્પતા આણવી પડે, તેની Intensity(તીવ્રતા કે પ્રચંડતા) માપતા રહેવું પડે. Resultપરિણામ) જોઇતું હોય તો Reason(કારણ) સેવવું પડે. તે સિવાય ફળ મેળવી શકાતું નથી. શાસ્ત્રો કહે છે You must assert yourself. (તમારે તમારી જાત પાસેથી નિશ્ચયાત્મક રીતે હક્ક અને આગ્રહપૂર્વક કામ લેતા રહેવું જોઇએ.) તે વખતે વેશ્યાને Command(ની ઉપર કાબૂ રાખવો કે વર્ચસ્વ ધરાવવું તે) કરવી પડે. શક્ય તેટલા વિષયોથી વિમુખ બનો. સભા- વેશ્યાની શુદ્ધિ તે કષાયોની Intensity (તીવ્રતા કે પ્રચંડતા) ઉપર આધાર રાખે કે Duration (અવધિ કે કાળ) ઉપર ? સાહેબજી:-Intensity પર આધાર રાખશે, તે મંદ પ્રકારની છે કે તીવ્ર પ્રકારની છે? Duration (અવધિ) તો ગૌણ છે, Intensity(તીવ્રતા) કેવી છે તે જોવાશે. લેણ્યા શુદ્ધ કરવી તે બચ્ચાના ખેલ નથી. વેશ્યા શુદ્ધ કરવા વિષયો ઉપર કેટલો કાબૂ જોઇએ? તે કાબૂ A.5 Page #71 -------------------------------------------------------------------------- ________________ FO આશ્રવ અને અનુબંધ આવે એટલે કષાયોનો અને તેના કારણે નોકષાયોનો ઉદ્રેક મંદ થશે. જેમ જેમ કપાયો મંદ થશે તેમ તેમ લેશ્યા સારી થશે. આમ કરવા જીવ કેટલું ગોઠવી ગોઠવીને કરતો હોય ! તે જો શાસ્ત્રો ભણ્યો હોય તો વિચાર કરે કે હું ક્યાં છું ? વિષય-કષાયોની મને શું અસર છે ? કેવાં નિમિત્તો મને ક્યાં હેરાન કરે છે ? આ બધાથી મારે કઇ રીતે દૂર રહેવું ? તેમ તે બધું જ વિચારી વિચારીને કરતો હોય. પછી તેને થાય કે હવે મારી લેશ્યા Maintain થાય (જળવાય) છે, માટે મારી સદ્ગતિ નક્કી છે. હા, તે પોતાની જાત માટે Over assessment (વધુ પડતું મૂલ્યાંકન) કરે તો તેની ભૂલ છે. તેમ Under assessment(ઓછું પડતું મૂલ્યાંકન) કરે તો પણ તેની ભૂલ એમ તે જાણે. લેશ્યા જેની Maintain થાય તે નિયમા મરીને સદ્ગતિમાં જાય. સભાઃ- વિષય-કષાયની અસર કેટલી થાય છે તે ખબર પડે ? સાહેબજી:- હા, ખબર પડે. કષાયોનો ઉદય છે તેને કારણે જ આ બધી હજામત છે. મુનિઓને શરીરમાં કોઇ રસ હોતો જ નથી. તેઓ સંયમના સાધન તરીકે તેને જુએ, તેથી વિશેષ કાંઇ નહીં. તેમાં તેઓને મમત્વ ન હોય. હા, ક્યારેક ઉદય(કષાયોનો) થઇ જાય તો વિચારીને ઘડી બે ઘડીમાં તેને ઠેકાણે પાડી દે. તમને જે કર્મ પીડે તે મુનિને ન પીડી શકે. તેમની Spiritual Capacity(અધ્યાત્મિક તાકાત) ઊંચી હોય છે. મુનિને સામાન્ય કર્મ પ્રદેશોદય થઇને ખરી પડે, તે વિપાક ન બતાવી શકે. ઘણાં કર્મો તો ઉદયમાં જ ન આવી શકે. મોહનીયકર્મ હોય પણ તે તેમને કાંઇ ન કરી શકે, જ્યારે તમને તે કર્મ હેરાન કરીને તમારી લેશ્યાને બગાડે. તેઓનું આત્મબળ વધારે હોય છે. છટ્ટે ગુણસ્થાનકે અપ્રમત્ત અને પ્રમત્ત એમ બે વિભાગ પડે. તેમાં અપ્રમત્તમુનિ પ્રાયઃ કરીને શુક્લલેશ્યામાં હોય કે જેનો ઇજારો સાતમા અને ઉપરના ગુણસ્થાનકે છે. તમારા મનમાં વાસનારૂપે કેટલું બધું ભરેલું હોય છે ? લબ્ધિમનમાં કચરો ઠાંસી ઠાંસીને ભરેલો છે. જ્યારે અપ્રમત્તમુનિઓને આ કચરો સાફ થઇ ગયો છે. માટે તેમનું મન તંદુરસ્ત છે. લેશ્યાની શુદ્ધિથી ધારણા અને પછી ધ્યાન આવે છે. આ જ ક્રમ છે. માટે બરાબર સમજો. સભા:– લેશ્યાનો સ્વાદ કેવો ? સાહેબજી:-સૂક્ષ્મ પરિણામવાળી લેશ્યાને ગ્રહણ કરવા બાદર પરિણામવાળી ઇંદ્રિયોની યોગ્યતા નથી. તેનો સ્વાદ કેવો હોય તે ઇંદ્રિયોથી ન અનુભવી શકાય, પણ એટલા માત્રથી તેની હયાતી કે અભાવ નક્કી થતા નથી. તે સિવાય પણ બીજાં અનેક કારણો છે, જે તેની હયાતી પૂરવાર કરે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૧ આશ્રવ અને અનુબંધ બંધ ચાર પ્રકારે થાય છે. પહેલાં તો આશ્રવ કરવો જ નહિ. પણ જો આશ્રવ કરવાનો જ હોય તો શુભાશ્રવ જ કરવો અને અશુભમાં તો જવું જ નહીં. આવો નિર્ણય થાય તેણે તેના માટે બંધ કેવી રીતે થાય છે તે જાણવું પડે, માટે આપણે સ્થિતિબંધ અને રસબંધની વાતો કરીએ છીએ. જેમ જેમ નિર્વિકારી થતા જશો તેમ તેમ વેશ્યા શુદ્ધ થશે અને તેમ તેમ શુભમાં રસબંધ અધિક અને સ્થિતિબંધ અલ્પ થશે. છએ લશ્યાને બરાબર ઓળખો. સતત જો કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યામાં રાચતા હો અને જો તે તીવ્ર કક્ષાની હોય તો જીવ નરકગતિ બાંધે અને જો મંદ હોય તો તિર્યંચગતિ બાંધે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી છએ વેશ્યાઓ સંભવે. માટે સાધના કરવાવાળા જીવો જો વેશ્યાને બરાબર ઓળખશે તો તે આગળ વધી શકશે. તેનું Target(લક્ષ્ય) શુક્લલેશ્યા તરફ હોય. સતત તેણે શુભલેશ્યામાં રહેવું પડે, ક્યારેક શુભ આવી જાય તે ન ચાલે. Permanent(કાયમી ધોરણે) શુભલેશ્યા માંગી છે. સાધક એ છે કે જેને શુભલેશ્યા સહજ બની ગઇ હોય. સ્તર જ એવું બની ગયું હોય કે આ જ પ્રકારની તેની લેગ્યા હોય. સભા - મુનિને કૃષ્ણલેશ્યા આવી શકે ? સાહેબજી:-અપ્રમત્તમુનિને ન આવે. પ્રમત્તમુનિને પ્રસંગે કૃષ્ણલેશ્યાસ્પ, તે કદાચિત સંભવ છે; Generally (સામાન્ય રીતે) નહીં. સભા- અપ્રમત્તમુનિને અશુભલેશ્યા આવી શકે ? સાહેબજી:- ના, સાતમા ગુણસ્થાનકે શુભ લેશ્યા હોય, અને સાતમાથી ઉપરના ગુણસ્થાનકે નિયમાં શુક્લલેશ્યા જ હોય, જયારે પ્રમત્તમુનિને છએ છ લેશ્યા શક્ય છે. ગુણસ્થાનક પ્રમાણે એની એ જ વેશ્યાની તરતમતા અલગ અલગ હોય છે. સંસારમાં સંભાળી સંભાળીને ચાલવું. સંસારના વિષયો-પાપો માથું બગાડનારા છે. સંસારનાં પાપસ્થાનકો અને વિષય-કષાયોથી સાવચેત થઈ લબ્ધિમાન અને ઉપયોગમનની શુદ્ધિ જાળવતાં જાળવતાં જ જીવવાનું, નહીંતર વિષય-કષાયના ઉદ્રક થયા કરે. પણ તમને તો નિમિત્ત મળવું જોઈએ, તમે રાગ-દ્વેષ ન કરો તેવું બને ખરું? સભા- નિમિત્તોથી દૂર રહીએ તો લબ્ધિમનની શુદ્ધિનું કારણ બને ? સાહેબજી:- હા, કારણ-નિમિત્તા તીવ્ર રાગાદિ કરાવે છે. નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે ત્યાં સુધી વિષયોથી દૂર રહેવું જોઇએ. જયારે તમે તો વિષયોને સામે ચાલીને મળવા જાઓ છો, બાથ ભીડો છો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આશ્રવ અને અનુબંધ સભા - નહીં, ઇચ્છાઓ તૃપ્ત કરવા જઇએ છીએ. સાહેબજી:-પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે રાગદ્વેષની પરિણતિ થાય ત્યારે ચતુઃ શરણ લેવું જોઈએ, જેથી પરિણતિ ઓછી બગડેને જલદી settle(ઠરીઠામ કે શાંત) થઈ જાય. તમને તે વખતે ચતુઃ શરણ યાદ આવે ખરું કે પછી તેમાં ચોંટી જાઓ? અનૂકુળ કે પ્રતિકૂળ નિમિત્તો મળતાં તેમાં તમે ખરડાઓ તેમ છો; માટે તેનાથી દૂર રહેવાનું છે, જેથી મહાન નુકસાનમાંથી બચી જશો. ડગલે ને પગલે સાવધાની રાખવાની છે. જીવ પર અનાદિ કાળના સંસ્કાર પડેલા છે. માટે નિમિત્ત મળતાં તે સંસ્કાર જાગૃત થશે ત્યારે, આત્મા ઢીલો હશે તો તે નિમિત્તે તેને માથે ચઢી પાપ કરાવી લેશે. નિમિત્તો આવી પડે તો પણ આત્માને જાગ્રત રાખો, નિમિત્તોની સામે લડાઈ કરો અને તેનાથી બચવા મહેનત કરો. નિમિત્તોથી દૂર રહેવાનો જેનો પરિણામ છે તે સાધક છે; અને જેને તે બંધન લાગે છે તેને સાધના કરવી જ નથી, માટે બહાનાં શોધે છે; હરામખોર છે, તેની કંઇ કરવાની દાનત જ નથી. આ બધી જે વાડો છે તે આત્માનું રક્ષણ કરશે. સત્ત્વ નથી માટે વાડો ગોતીને આધાર લેવાનો છે, નહીંતર ગબડી પડશો. સાધક આત્મા સમજે કે હું પાપસ્થાનકમાં બેઠો છું માટે સાવધાન થઈ જાઉં. પછી તે જાગૃતિપૂર્વક પાપ સેવે, પણ તેને (પાપને) બળવાન ન થવા દે, દોષને નબળો કરીને સેવે, દરેક દષ્ટિકોણથી વિચારી વિચારીને જે કુટિલ પરિણામો આવવાના હોય તેને શિથિલ કરી નાંખે. વેપારમાં તમે કેવા સાવધાન રહો છો? ત્યાં હજારો કાયદા હોવા છતાં હેમખેમ પાર ઊતરી જાઓ છો ને? સરકાર પણ તમને પહોંચી શકતી નથી. ખરેખર તમે મહાબુદ્ધિનધાન છો. સભા- ત્યાં બધા લાંચિયા છે માટે. સાહેબજી:- તો અહીંયાં પણ કર્મને લાંચ આપો. કહ્યું છે કે સમકિતી કર્મને ઠગે છે. અત્યાર સુધી કર્મ તેને ઠગતું હતું, હવે તે કર્મને રમાડી રમાડીને ગોઠવી દે, તે અંદરથી બધાને ઓળખે અને પ્રસંગે બધાને ગોઠવ્યા કરે છે. આમ, સમકિતી આત્મા ઠગ છે. સમકિત આવે એટલે આ પ્રક્રિયા ચાલુ થાય છે. તેને શુભાનુબંધ ચાલુ થાય છે. અનુબંધ તત્ત્વની રુચિ ઉપર આધાર રાખે છે. જ્યાં સુધી પ્રતીતિપૂર્વકનો બોધ નથી ત્યાં સુધી તાત્ત્વિક રુચિ ન આવે તેમ નિશ્ચયનય કહે છે. અપુનર્ધધક દશાથી જીવને પુણ્યનો અનુબંધ અને સકામ નિર્જરા ચાલુ થાય છે. (૧) ચતુઃ શરણ :- અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ, એ ચાર શરણ. Page #74 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ સભા-અપુનર્ધધક અવસ્થા ન પામેલ હોય અને દ્રવ્યસમકિત કે દ્રવ્યવિરતિ લે તો શું? સાહેબજી:- દ્રવ્યસમકિત લઇને તે બરાબર પાળે, સારી રીતે સદુહણા(શ્રદ્ધા) કરે તો જે પાપનો અનુબંધ છે તે ક્રમસર મંદ પડતો જાય અને ગુણસ્થાનકનો પરિણામ આવે પછી ભાવથી સમકિત આવે. સભા - દ્રવ્યસમકિત એટલે? સાહેબજી:-ગુણસ્થાનકનો પરિણામ ન હોય, પણ સમકિતની આચારસંહિતા પાળતો હોય; જેમ કે દેવ-ગુરુ-ધર્મમાં શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા, હેય-ઉપાદેયની બુદ્ધિ, કર્તવ્યઅકર્તવ્યનું ભાન વગેરે આવેલું હોય, સાથે વિધિ-પ્રતિષેધપૂર્વક ક્રિયા કરતો જાય, તો અપુનબંધક દશા ન પામ્યો હોવા છતાં પણ, તે પાપનો અનુબંધ શિથિલ કરી શકશે. જ્યાં સુધી જીવને બધા કષાયો રોગની જેવા દુઃખરૂપ આંશિક પણ ન અનુભવાય અને આત્માના ગુણો આરોગ્યની જેમ સુખરૂપ આંશિક પણ ન અનુભવાય ત્યાં સુધી અપુનબંધકદશા ન આવે છતાં પણ પાપનો અનુબંધ શિથિલ થાય. આમ પાપનો અનુબંધ શિથિલ થાય તેમાં પણ લાભ જ છે. શિથિલ અનુબંધમાં ફેરફાર કરવો સહેલો છે. તે જીવને વધુ હેરાન ન કરી શકે. તેને સારી સામગ્રી મળે એટલે તરત જ તેમાં ફેરફાર થવાનું ચાલુ થઈ શકે. શિથિલ અનુબંધ તેનું કંઈ ખરાબ નહીં કરી શકે, કારણ કે શિથિલ અનુબંધની strength(તાકાત) ન હોય. સુબુદ્ધિ આપનાર ગુરુ બેઠા હોય, તેમના માર્ગદર્શન પ્રમાણે સન્માર્ગ પ્રવૃત્તિ કરીને બાંધેલ અનુબંધને શિથિલ કરી નાખે. જો અનુબંધ શુભ હોય તો કર્મના ઉદય વખતે કર્મ જ તેને સદ્ગદ્ધિ આપે, જ્યારે મંદ અશુભ અનુબંધવાળાને તેના ઉદય વખતે ઓછી મહેનતે ગુરુગમથી સબુદ્ધિ મળશે; કારણ કે મંદ અશુભ અનુબંધના કારણે તેનામાં જડતા નથી હોતી. વિકાસ ક્રમિક છે. પ્રારંભ અશુભ અનુબંધને શિથિલ કરવાથી કરવાનો. તે માટે જીવ અશઠ જોઇએ. તે ભગવાને જે રીતે ધર્મ બતાવ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ કરે. ધીરે ધીરે ભૂમિકા આગળ વધતાં તેને શુભાનુબંધ થવાનું ચાલુ થશે. પણ વાંકો ન ચાલવો જોઇએ. ગીતાર્થ ગુરુ કહે તે પ્રમાણે કરે, સંસાર પણ તે કહે તે પ્રમાણે સેવે. જયાં જે ભાવ કરવાના હોય તે પ્રમાણે કરે તો ચોક્કસ અનુબંધ શિથિલ થાય. પછી આગળ વધી શુભાનુબંધ પણ થાય. ધર્મ ગીતાર્થને આધીન રહી કરવાનો છે. આટલું તો ઓછામાં ઓછું ધોરણ આવવાનું જ. ધર્મમાં પ્રણિધાનાદિ પાંચ આશય અને દ્રવ્યાદિ ચાર શુદ્ધિઃ આ લોકના ભૌતિક સુખની અપેક્ષા વગર, પરલોકના સુખની પણ અપેક્ષા વગર મોક્ષના આશયથી ધર્મ કરવાનો ચાલુ કરો તો કોઇક દિવસ ઠેકાણું પડશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આશ્રવ અને અનુબંધ ધર્મક્રિયાદિમાં પ્રણિધાનાદિના પરિણામો રાખી ક્રિયા ચાલુ કરો તો, અત્યારે ભલેને તમારી ક્રિયા તહેતુ ન હોય, તોય ધીરે ધીરે ક્ષયોપશમ થઈ તહેતુ થશે. 'પ્રણિધાનાદિ પાંચ આશય તે વિધાનભાવમાં જશે, જયારે આલોક-પરલોકના આશયથી ધર્મ ન કરવો તે નિષેધભાવમાં જશે. દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિ, આશયશુદ્ધિ અને નિદાનશુદ્ધિ એ ચાર શુદ્ધિ જાળવવાની આવશે. આ રીતે ધર્મ કરો તો કર્મો ખસવાનું ચાલુ થઈ જાય અને સમકિત સહજ બની જાય. તમે જેટલા Extra inputs(વધારાની બાબતો) મૂકતા જાઓ તેટલો Progress fast (વિકાસ ઝડપી) થાય. અસમંજસવૃત્તિથી ધર્મ કરો તો દર્શન-જ્ઞાનચારિત્રની શુદ્ધિ થતી નથી, જયારે સમંજસવૃત્તિથી ધર્મ કરો તો દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ થાય; જે દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને. તેના માટે જે જે છોડવાનું લખ્યું છે તે છોડવું પડે. વિષ-ગરલ-સંમૂછિમ આ ત્રણ પ્રકારની ક્રિયા નિષેધમાં જશે અને તે અસમંજસવૃત્તિમાં આવે, અને તહેતુ અને અમૃતક્રિયા સમંજસવૃત્તિમાં આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે મિથ્યાદષ્ટિ જીવ કર્મને Build-up(ક્રમશઃ સશક્ત કે વિસ્તૃત કરવું તે) કર્યા કરે, પણ જીવ જયારે સમકિતી બને એટલે જાગ્રત થતાં તેનાં કર્મોનું Dissolution (વિઘટન કે વિસર્જન) ચાલુ થાય. તે સ્વરસથી ઉચિત પ્રવૃત્તિ જ કરશે. હા, કર્મ બળવાન આવી જાય તો તે જીવ કુટાય. નહીંતર થોડા જ સમયમાં તેનું ચારિત્રમોહનીય ક્ષય થવાથી તે જીવ દેશવિરતીને પામે. સતત તેનું ચારિત્રમોહનીય તૂટતું હોય છે. સામાન્યતયા પણ સમકિતીનું ચારિત્રમોહનીયતૂટી રહ્યું છે, તે જો Extra inputs(વધારાની બાબતો-વસ્તુઓ) મૂકે તો વધારે જલદી તોડી શકે. સમકિતીને તત્ત્વરુચિ છે. તેને એક બાજુ ધર્મરુચિ છે અને બીજી બાજુ પાપની અરુચિ છે. તે અઢાર પાપસ્થાનકોની અરુચિવાળો છે, માટે પાપનો બંધ તેને શિથિલ પડવાનો અને ધર્મની રુચિ છે, માટે અનુબંધ પુણ્યનો પડવાનો. અઢારમું જે મિથ્યાત્વશલ્ય પાપસ્થાનક છે તે સત્તર વાપસ્થાનકોને પાપસ્થાનકોરૂપે સ્વીકારવા દેતું નથી. સભા- એટલે દર્શનમોહનીય? સાહેબજી:- હા, તે તમને પાપમાં પાપબુદ્ધિ થવા દેતું નથી, સત્તરે પાપસ્થાનકોમાં હેયબુદ્ધિ અને ચારિત્રમાં ઉપાદેયબુદ્ધિ થવા દેતું નથી. અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે તમારો સંસાર છોડી મુનિ થઈ જાઓ? પરંતુ કહીએ, ભાઈ, તમે પાપનો પાપ તરીકે (૧) પ્રણિધાન આદિ પાંચ આશય : પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫. આશ્રવ અને અનુબંધ સ્વીકાર તો કરો. પહેલાં તેમાં તમારી હેયબુદ્ધિ તો આવવી જોઇએ ને? છોડવાની વાત તો પછી. પણ પેલું મિથ્યાત્વશલ્ય તમને હૃદયથી-ભાવથી પાપને પાપ તરીકે સ્વીકારવા દેતું જ નથી. બહુ બહુ તો દ્રવ્યથી તમે પાપ-પાપ એમ બોલ્યા કરતા હો, પણ અંદરથી કાંઈ ખાસ લાગ્યું હોતું નથી. આ મિથ્યાત્વશલ્ય તમને સાચું ભાન જ થવા દેતું નથી. અઢારમું મિથ્યાત્વશલ્ય જાય તો સત્તર પાપસ્થાનક આત્મા પર દીર્ઘકાળ રહેતાં નથી. ચારિત્રમોહનીય ગમે તેટલું બળવાન હોય તો પણ સમકિતીની બાબતમાં તેને ૬૬ સાગરોપમમાં સમાપ્ત થવું જ પડે. સભાઃ- આ કોને લાગુ પડે? ક્ષાયિક સમકિતીને ? સાહેબજી:- જો ક્ષયોપશમ સમકિત ટકી રહે ને વમન ન થાય તો તેથી ચારિત્રમોહનીયની નિર્જરા થતી રહે. આમ, ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમકિત ટકાવે તો ભાવથી ચારિત્ર પામી શકે, યાને કે ચોથા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનકની બઢતી મળે. જિનવચન શ્રવણથી તમે પાપસ્થાનકોને પાપસ્થાનક તરીકે સ્વીકારી લીધાં હોય, તો તે દ્રવ્યથી સ્વીકાર્યા છે તેમ ગણાય, ભાવથી નહીં. પરંતુ જ્યારે તમને અઢારે અઢાર પાપસ્થાનકોમાં પીડાનો અનુભવ થાય, ત્યારે તે ભાવથી સ્વીકાર્યા છે તેમ સમજાય. તમારી શું હાલત છે? તમને તો પાપસ્થાનકોમાં મજા આવે છે ને ? સમકિતી પણ સંસારનાં ભોગસુખો ભોગવતો હોય તેવું બની શકે, પરંતુ તે સુખમાં તેને મજા ન આવે. તે સમજીને બેઠો હોય કે આત્માનો વિભાવમાત્ર અધર્મ-દુઃખ છે અને આત્માનો મૂળ સ્વભાવ તે જ ધર્મ-સુખ છે, તેમ જ તેને સાચા સુખનું ભાન હોય. આના કારણે તે જે કોઈ પાપ સેવશે તે કર્મના કારણે જ હશે. તેથી તે કર્મ તેનું ત્યાં જ ખતમ થઈ જવાનું. તે કર્મ તેને ફરી ફરી પાપ નહીં કરાવી શકે. તેને પાપની સાંકળ નહીં ચાલે. જ્યારે બીજા જીવોને જે પાપનું સેવન કરવાનું આવ્યું હોય, તે પાપ તેમને વારંવાર ઉત્કૃષ્ટથી અનંતીવાર સેવવાનું આવી શકે. કેમ કે તે પાપકર્મ ઉદયમાં આવશે ત્યારે, તેમને બુદ્ધિ જ એવી આવશે કે જેથી તેઓ એકમાંથી બીજું પાપ કરવા પ્રેરાશે અને બીજામાંથી ત્રીજુ... આમ ચક્કર ચાલ્યા જ કરે. સભા - નિશ્ચયનયથી સમકિત કયું? સાહેબજી:- નિશ્ચયનયમાં પણ જ્ઞાનનય અને ક્રિયાનયથી સમકિત માન્યું છે. જ્ઞાનનયથી નિશ્ચયનયનું સમકિત બે પ્રકારે છે. (૧) અનંતાનુબંધી ચાર કષાયો અને સમ્યક્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયની ક્ષપણા કરીને જે સમકિત પામ્યા છે તે ક્ષાયિકસમતિ અને (૨) જે સ્વ અને પરસમયનો વેત્તા છે અને તેના દ્વારા Page #77 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ જિનને બરાબર ઓળખ્યા છે તે. સ્વ-પર સમયનો વેત્તા એટલે જેણે પોતાનાં શાસ્ત્રોનો(જૈનશાસ્ત્રોનો) અભ્યાસ કર્યો છે, સાથે ષડ્રદર્શન આદિ અન્ય શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો છે, અને આમ બંનેનો Comparative Analysis-study(તુલનાત્મક પૃથક્કરણ કે અભ્યાસો કર્યા પછી સ્વમાં સ્થિર થયા છે તે. ક્રિયાનયથી નિશ્ચયનયના સમકિતમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેનો અભેદ છે. તેઓ અચારિત્રથી-ઔદયિકભાવોથી વિરામ પામી સ્વસ્વભાવમાં રમણતા કરવાવાળા છે. અપુનબંધકદશાથી પુણ્યાનુબંધી પુણ્ય ચાલુ થશે. તે જીવને જે માત્રામાં વિવેક પ્રગટ્યો હશે, ધર્મ-અધર્મ અને તત્ત્વની પરખ થઈ હશે, તેQuality(ગુણવત્તા-યોગ્યતા)નો અનુબંધ થશે. જેટલે અંશે વિવેક હશે તેટલું ફળ મળશે, જેટલો અવિવેક હશે તેટલો પાપનો અનુબંધ પડશે, પણ તે શિથિલ હશે; કારણ કે અવિવેકનો પક્ષપાત નહીં હોય. જ્યારે બીજા જીવો ઊંધું કરશે. પાપના હિમાયતી હોય તેને પાપનો અનુબંધ મોટો અને જોરદાર થશે. પાપની હેયબુદ્ધિ હોય તો અનુબંધ શિથિલ થાય. આ કહું છું તે બધું સમજ પડે છે ને? આ Internal Process(આંતરિક પ્રક્રિયા) છે. માટે જે રીતે હોય તે રીતે જ થાય. તીર્થકરને પણ આ જ Process(પ્રક્રિયા)માંથી પસાર થવું પડે છે. મારે અને તમારે પણ મોક્ષે જવું હશે તો આ જ માર્ગ પરથી જવું પડશે. દ્રવ્યસમતિ લેશ્યાશુદ્ધિનું કારણ બને છે, કારણ કે દ્રવ્યથી પણ સદુહણા કરશે એટલે કષાયોની મંદતા જ આવવાની. તેને અશુભની કટુતા થવાનો અવકાશ નહીં રહે. વ્યવહારનયથી દ્રવ્યસમકિત અને દ્રવ્યચારિત્ર આપવાનું વિધાન છે. સામાન્યતઃ વારંવાર દ્રવ્યથી સેવે પછી જ તે તેને ભાવનું કારણ બને છે. માટે વ્યવહારનયની પણ મહત્તા છે. જે વ્યવહારને ઉડાવે છે, તે તીર્થનો ઉચ્છેદ કરે છે; તે જીવ મિથ્યાત્વમોહનીય બાંધે છે. આમ દ્રવ્યસમકિત પાળતાં પાળતાં Up-down(ચઢ-ઉતર) થતાં થતાં તે જ ભાવસમકિતનું કારણ બનશે. અત્યારે તો અમારે તમે જે ઊંધી દિશામાં મોં કરીને બેઠા છો, તે પહેલાં સન્મુખ કરવાના છે. જીવો મોટે ભાગે અઢારે પાપસ્થાનકોની અભિમુખ અને તેમાં લીન છે, તેમાંય પુણ્યની અનુકૂળતા પ્રમાણે કષાયોને પોષતા હોય છે, તેમાંથી તેમને વિમુખ કરવાના છે. તમારે ત્યાં સુખી માણસોને મોટે ભાગે ધર્મ કેમ ન ગમે? તેમને સાચી વાત ગળે ઊતરે જ નહીં, કારણ ભૂતકાળમાં ધર્મ કરતાં પાપની રુચિ તોડી નથી. માટે જેવી ભોગની સામગ્રી મળી જાય એટલે પાપમાં લીન થઈ જાય. તમે ધર્મ શેના માટે કરો છો? મોટે ભાગે સલામતી માટે, પાપ આચરવામાં અનુકૂળતા મેળવવા માટે ધર્મ કરીને પાપરુચિતોડવાની Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૭. આશ્રવ અને અનુબંધ તો ઘેર ગઈ, ઊલટા ધર્મ દ્વારા પાપરુચિઓને પોષવાની પેરવીમાં હો છો. પોતાને પાપનાં સાધનો મળી રહે, ટકી રહે તેના માટે તમે ધર્મનો ઉપયોગ કરતા હો છો. આવો ધર્મ કરી પુણ્ય બાંધો એટલે ભૌતિક સુખ મળે, પછી તેમાં લીન બનો એટલે ફળરૂપે ધર્મથી વિમુખ બનો. પાપની રુચિ નહોતી તોડી માટે તેમાં લીન બની જવાય છે. આલોક-પરલોકનાં સુખ મળે તે જ આશય સાથે ધર્મ કરે તેનું આત્મકલ્યાણ નહીં થાય. આવો ધર્મ થોડો અભ્યદય આપી પછી દીર્ઘ કાળ સંસારમાં રખડાવશે. જયારે પુણ્યનો અનુબંધ શું કરે છે તેના ઉદય વખતે જીવને તે સબુદ્ધિ જ આપે. કર્માનુસારિણી બુદ્ધિ” આ વચન અહીંયાં લાગુ પડે છે. ભોગસામગ્રી વચ્ચે સદ્ગદ્ધિ મળવાથી તે જીવ ભોગસામગ્રીને વિરાગપૂર્વક ભોગવશે, જેથી બીજા જીવોની જેમ તે પાપ-કર્મબંધ નહીં કરે, પણ ઊલટું કર્મને ખપાવશે અને સામે નવો પુણ્યબંધ કરશે. માટે શુદ્ધ ધર્મનું સ્વરૂપ સમજો. ૧૪,૧૫, ૧૬ વર્ષની ઉંમર સુધી વાત જુદી છે, પરંતુ પછી તો સમજપૂર્વક ધર્મ કરો તેવી અપેક્ષા છે. સંસારમાં Mature(પરિપક્વ) થાય પછી તેવાજીવ પાસેથી જ્ઞાનપૂર્વકની ક્રિયા અપેક્ષિત છે. તમે હવે ધર્મ કરો છો તો તમારા પાપ પ્રત્યેના અભિગમમાં ફેરફાર થવો જોઈએ. વિભાવમાત્ર પાપસ્થાનક છે. હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ, આસક્તિ, વિષય-કષાય આ બધાં પાપસ્થાનક છે; સંક્ષેપમાં કહો કે વિસ્તારથી કહો. આ બધાની અભિમુખ તમે હતા તેમાં ફેરફાર થયો છે? તમે તેનાથી વિમુખ થયા છો? પાપમાં મજા ને દોષમાં મધુરતા તૂટતી જાય છે? ધર્મમાં માથાફોડ ફાવે ખરી? બસ, તમે તો કહેશો કે અમે શ્રદ્ધા રાખીને ધર્મ કરીએ છીએ. તે સારી વાત છે, પણ નિશ્ચયનય પહેલાં જ્ઞાન પછી શ્રદ્ધા માને છે. અજ્ઞાનીની શ્રદ્ધા આકાશચિત્રામણ જેવી છે. માટે જ્ઞાનદર્શન-ચારિત્ર મૂક્યું, નહીં કે દર્શન-જ્ઞાન-ચારિત્ર. શ્રદ્ધાનો અર્થ જેવું છે તેવું સ્વીકારવું. પણ જેને જાણતો જ નથી તેને સ્વીકારવાનું શું? માટે મરો ત્યાં સુધી ભણો. મરો ત્યાં સુધી કમાઓ છો ને? સભા-Retire (નિવૃત્ત) થઈએ છીએ. સાહેબજી:-મરો ત્યાં સુધી ખાવાનું છોડો છો? દલ્લો ભર્યો છે માટે મરતાં સુધી ભોગ ભોગવવાના છો ? આત્માનું સ્વરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. માટે સમ્યગ જ્ઞાન સંપાદન કરવાનું છે. ભણવાથી અધ્યવસાય સુધરે છે. જ્ઞાનનું ઉત્કૃષ્ટ ફળ તે તીર્થંકર નામકર્મ છે. આ બધું ભણીને તૈયાર થયેલો જીવ હોય, તે તો પછી બધી પ્રવૃત્તિઓ એવી રીતે ગોઠવી ગોઠવીને કર્યા કરે છે તેને પાપબંધ અલ્પ જ થાય. તેને અંદર પરિણામ પડ્યો જ (૧) આકાશચિત્રામણ આકાશમાં ચિત્ર (ચીતરી)દોરી ન શકાય, તેમાં ચિત્ર કરવાની નિરર્થક ચેષ્ટા. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આશ્રવ અને અનુબંધ હોય, કે મારે પાપરુચિતોડવાની છે. તમારી શું હાલત છે? તમે આટલા વખતથી ધર્મ કરો છો પણ સામે પાપરુચિ તોડો છો? કે પોષો છો? પાપવૃત્તિ ઓછી થશે તેમ અનુબંધમાં ફેરફાર થશે. બંધ-અનુબંધની Guideline (માર્ગરેખા) આપણા ધર્મમાં Solid(નક્કર) આપી છે, માટે સમજો જે Standard(ધોરણ) છે તે પ્રમાણે કરવું જોઇએ. નિશ્ચયનયથી ચારિત્ર તે ધર્મ છે. ચારિત્રનો તીવ્ર અભિલાષ થાય ત્યાં ગુણદોષનો યથાર્થ વિવેક પ્રગટે, અને તેથી અનુબંધ શુભ પડે અને પાપ પ્રત્યે અરુચિથી પાપબંધ શિથિલ પડે. તત્ત્વચિથી સામે અનુબંધ શુભ પડશે. અઢાર પાપસ્થાનકોથી વિરતિનો પરિણામ તે ચારિત્ર છે, અને અઢારપાપસ્થાનકોમાં પીડાના અધ્યવસાયરૂપ તે સમકિત એમ લખ્યું. અધ્યવસાયને કર્મના હુમલા સામે ટકાવવો પડે. માટે ધર્મી બનવું મુશ્કેલ છે, બન્યા પછી ધર્મી બની રહેવું તે વધારે મુશ્કેલ છે. ભૌતિક ક્ષેત્રે વાવાઝોડાં આવે તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ વાવાઝોડાં આવે. તેમાં તમારે તો એક વાવાઝોડું આવે એટલે પત્યું. માટે ટકી રહેવા ખૂબ સાવધાની જોઇએ. ધર્મ કરતાં પાપરુચિ તૂટવી જોઈએ અને ધર્મની રુચિ ખીલવી જોઈએ. પાપની રુચિ તૂટે નહીં તો સામે ધર્મની રુચિ ખીલે નહીં. એક બાજુ અઢાર પાપસ્થાનક છે, તો બીજી બાજુ વિરતિચારિત્ર છે. જેટલા અંશે પાપની રુચિ તૂટે તેટલા અંશે ધર્મની રુચિ ખીલે. તમે આટલાં વર્ષોથી ધર્મ કરો છો. તમને શું થાય છે? તમે ધર્મ ઊંધી રીતે કરો છો માટે પાપની રુચિ તૂટતી નથી. સભા- પાપમાં રુચિ તોડવા જેવી છે તેવું લાગે છે. સાહેબજી:- માટે પાપની રુચિ ખરાબ લાગે છે ત્યાં સુધી તમે આગળ વધ્યા, પણ પછી અટકી જાઓ તે ન ચાલે. આગળ વધવું પડે. વિકાસ શું? stagnant(સ્થિર-ગતિશૂન્ય) નથી થવાનું. ખરાબ લાગે એટલે તેનો હ્રાસ થવો જોઇએ. ખાલી દ્રવ્યક્રિયાથી અનુબંધમાં ફેરફાર નથી થતો, અનુબંધમાં ફેરફાર તો ભાવથી થાય. સભા- સાહેબ ! અમે તો જે કરે તેને હાથ જોડી કહીએ સારું કરે છે. સાહેબજી:- હા, પણ તમારે કાંઈ કરવાનું કે નહીં? અપુનબંધક અવસ્થાને Standard (પ્રાથમિક ધોરણ) તરીકે મૂકી છે. આ અવસ્થાવાળાને પાપની રુચિ ઓછી થાય અને ધર્મની રુચિ વધતી જાય. અપુનબંધકદશાવાળો જીવ એકલો બેઠો બેઠો પણ એવા વિચારો કરશે કે જે તેને સમકિત તરફ લઈ જાય. ધર્મશ્રવણ કરવા માટે તે યોગ્ય જીવ છે. હજી દ્રવ્ય-ભાવ એમ બધું સમજી શક્યો નથી પણ તેનામાં યોગ્યતા છે. માટે જિનવચનથી તે આગળ વધી શકશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ સકૃતબંધક (જે જીવ હવે એક જ વખત મોહનીયની ૭૦ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ બાંધવાનો છે તે), દ્વિબંધક (જે જીવ હજી બે વાર મોહનીયની ૭૦ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ બાંધવાનો છે તે) તે બધું આગળ આવશે. (જીવની આ બે અવસ્થાઓ અપુનબંધક અવસ્થા પૂર્વેની અવસ્થાઓ છે, યાને કે ચરમાવર્તકાળની અવસ્થાઓ છે અને તેનાથી પણ નીચલી ભૂમિકાવાળા જીવો અચરમાવર્તકાળમાં છે.) આ જીવોને ઇન્દ્રિયના વિષય અને કષાયમાં અસારતાનું ભાન છે, પણ પ્રશમનું સુખ હજુ તેમણે પકડ્યું નથી. અપુનર્બંધકને પ્રશમના સુખનું આંશિક વેદન છે, પણ તે પણ કેવું ? સાવ સામાન્ય. છતાં જો પુરુષાર્થ તીવ્ર હોય અને કર્મ મંદ હોય તો તે ઝડપથી આગળ વધશે. પણ જો કર્મ તીવ્ર હોય તો તમે સંસારમાં મંડી પડો છો તેમ તેની સામે મંડી પડવું પડે. તમારે સંસારમાં ભોગનાં સાધનો મેળવવા માટેનો સમય કેટલો ? ને ભોગ ભોગવવાનો સમય કેટલો ? જેમ સૂઝ આવે તેમ મોહનીયકર્મ મોળું પડે. સાચો ધર્મ કરેલો ક્યારેય નિષ્ફળ જતો નથી, પણ તમે ધર્મ ઊંધી રીતે કરો છો માટે ફળ આપતો નથી. 23 સમકિતીને પાપ પ્રત્યે ભારોભાર અરુચિ હોય છે. પાપ તે પોતે નથી કરતો પણ કર્મ તેની પાસે પાપ કરાવે છે. માટે સમકિતી માટે શાસ્ત્રમાં ‘‘વ્યાયપાતિ ન ચિત્તપતિ'' એમ લખ્યું છે. એટલે જ સમકિતીના બંધ શિથિલ પડે છે. જ્યારે અપુનબંધકને પાપની રુચિ મંદ છે, મંદતર થઇ રહી છે. શુભમાં રુચિ ગુણ છે, તેમ અશુભમાં અરુચિ પણ ગુણ છે. ધર્મ કરવા છતાં વિશુદ્ધ પરિણામ કેમ નથી ? મૂળમાં જ ગોટાળા છે. સંસારનો આશય તો નથી ને? આલોકના આશયથી કરાતી ક્રિયા તે વિષક્રિયા કે વિષઅનુષ્ઠાનSpot poision (તત્કાળ અસર દેખાડે તેવું ઝેર) છે, પરલોકના આશયથી કરાતી ક્રિયા તે ગરલક્રિયા Slow poision(ધીરે ધીરે અસર દેખાડે તેવું ઝેર) છે, જ્યારે સંમૂર્ચ્છિમપણે કરાતી ક્રિયાને અનનુષ્ઠાન કે સંમૂર્છિમક્રિયા કહી છે. મોક્ષના આશયથી કરાતી ક્રિયા તે તદ્ભુતુક્રિયા અને અમૃતક્રિયા તે તાત્કાલિક ફળને આપનારી, શીઘ્ર મોક્ષફળ આપનારી અને અમૃતની જેમ અજરામરપણાને આપનારી ક્રિયા છે. (૧) પ્રશમનું સુખ ઃ અનંતાનુબંધી કષાયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી જન્ય ચિત્તની સુખાસિકા રૂપ સુખ. (૨) તન્હેતુક્રિયા : તદ્ભુતુ યાને કે તેનું કારણ અર્થાત્ જે ક્રિયા અમૃત અનુષ્ઠાનનું કારણ બને તેવી ક્રિયા તે તદ્વૈતુક્રિયા. (૩) અમૃત અનુષ્ઠાન : શ્રદ્ધાતિશયથી ભગવચન આગળ કરીને કરાતું - ચિત્તશુદ્ધિથી પ્રવૃત્ત - સંવેગગર્ભવાળું ભાવધર્મથી યુક્ત જે અનુષ્ઠાન છે તે અમૃત અનુષ્ઠાન છે જે અમૃતની જેમ અમરપણું (મોક્ષ) અપાવે. તેના લક્ષણ · જેમાં શાસ્ત્રાર્થ આલોચન હોય, પ્રણિધાનપૂર્વકની ક્રિયા હોય તથા કાલાદિ અંગમાં અવિપર્યાસ હોય. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આશ્રવ અને અનુબંધ ધર્મના ક્ષેત્રમાં તમે બધું જાણો ખરા કે નવા નિશાળિયા છો? વર્ષોથી નર્સરીવાળા છો કે કંઈ ફેરફાર થયો છે? તમને લાગે છે ખરું કે પાપમાં રુચિ ઓછી થઇ છે અને ધર્મ પ્રત્યે રુચિ વળી છે? અમારે તો ખાલી Symptoms (નિશાનીઓ-ચિહ્નો) જ જોવાનાં. અંદર ઘર્ષણ થાય તેને અનુભવ થાય કે મારામાં હવે કાંઇક ફેરફાર થયો છે. તે અનુભવે કે પહેલાંની વાત જુદી હતી, અત્યારે જીવનમાં પાપ જુદી રીતે જ થાય છે. રુચિમાં ચોક્કસ ફેરફાર થવો જોઇએ, નહીંતર બધી ક્રિયા વિષ અને ગરલમાં જશે. સભા- તે માર્ગ જડી ગયો છે. સાહેબજી:-માર્ગ જડી ગયો હોય તો હવે ક્રમે કરીને આગળ વિકાસ કરો. વિષ અને ગરલ ક્રિયાવાળાની તો ગાડી જ ઊંધી છે, જ્યારે સંમૂચ્છિમવાળાને અભ્યદય સાથે સંબંધ છે. તે અનધ્યવસાયવાળો છે, જ્યારે પેલા વિષક્રિયા અને ગરલક્રિયાવાળા તો અવળા માર્ગ પર છે. પ્રણિધાનાદિ પાંચ આશય જોઇએ. તે આવે તો તદૂતક્રિયામાં આવી શકે. માટે ધર્મ કરીને પાપની રુચિ તોડવાની છે, નહીંતર તો એવું બનશે કે જેમ તમે સંસારમાં વેપાર કરીને પૈસા કમાઓ, તેમ આ સંમૂ૭િમક્રિયાવાળો જીવ ધર્મ કરીને પૈસા મેળવશે; જ્યારે વિષ-ગરલક્રિયાવાળો તો ધર્મ કરીને સરખી રીતે કરાશે. દૂધ એ સંપૂર્ણ ખોરાક છે, પણ દૂધમાં જો વિકૃત પદાર્થ ભેળવો તો તે રોગનું કારણ બને, જે રોગ ઉત્પન્ન કરશે. ત્યાં વિકૃત દ્રવ્યનો દોષ છે કે દૂધનો? તેમ ધર્મને જો વિકૃત કરીને કરશો તો તે ધર્મ ફળવાના બદલે ફૂટી નીકળશે. ધર્મના સાચા સ્વરૂપને ઓળખીને આ જ કરવા યોગ્ય છે તેવી કર્તવ્યબુદ્ધિ આવે, પછી ક્રમસર પ્રણિધાનાદિ બધું ગોઠવાય. પાપરુચિ હશે તો અનુબંધ અશુભ જ પડવાનો છે. સૌથી Tough subject (અઘરો વિષય) અનુબંધનો છે. ત્યાં નજર બરાબર જવી જોઇએ. પાપબુદ્ધિ તૂટશે તેમ અશુભ અનુબંધ શિથિલ થશે. તત્ત્વરુચિ આવશે તેમ અનુબંધ શુભ પડશે. સંસારમાં બુદ્ધિને કેવી કેળવો છો? તેમ અહીંયાં પણ બુદ્ધિ કેળવવી પડશે. રોજ survey(તપાસ) કરો. વીતરાગની પૂજા-આંગી કરો છો તે શેના માટે ? તે વીતરાગતાનું કારણ છે, માટે પ્રભુની પૂજા-આંગી કરી ચારિત્રની અભિલાષા સેવો. પૂજા એ દ્રવ્યસ્તવ છે, ચારિત્ર એ ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવ એ ભાવસ્તવ માટે છે. જૈન ધર્મની તમામ ક્રિયાઓ ચારિત્ર માટે છે. તમારું Target(લક્ષ્ય) સંયમ જ હોવું જોઈએ. પાપસ્થાનકોને ઓળખીને તમને વિરતિનો પરિણામ થયો છે? કે ભાવિમાં દુઃખન આવે માટે વિરતિનો પરિણામ થયો છે? જેમ શરીરનો રોગ પકડવા તમે Thorough body checkup(સંપૂર્ણ શારીરિક તપાસ) Page #82 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૭૧ કરાવો છો, સંસારમાં body check(શારીરિક તપાસ) કરાવવા તમે ક્યાંના ક્યાં જઈ આવો? ખૂણે ખાંચરે પણ કેન્સર તો નથી ને? તેમ અહીંયાં પણ આત્માનુંchecking(તપાસ) કરવાનું છે, ખૂણે ખાંચરે શું શું ભર્યું છે તે તપાસવાનું છે. શરીરનું Scanning (શરીર કે તેના અવયવની યંત્ર વડે બારીકાઇથી તપાસ કરવી તે) કરાવવા દોડો છો તેમ અહીંયાં Scanning કરવાનું છે. ધર્મ કરો તો ફળ દેખાવું જોઇએ. જેમ સારો માલ ખાઓ છો તો તેજસ્વી અને પુષ્ટ થાઓ ને? તંદુરસ્તી દેખાય ને ? મોં પર ચમક દેખાય ને? દુબળાપાતળા ન રહો ને? તેમ અહીંયાં પણ ખબર પડવી જોઈએ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ ધોરણ શું બાંધ્યું કે ધર્મ કરતાં આશયશુદ્ધિ, નિદાનશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ જોઈએ. દ્રવ્યક્રિયા કરતાં કરતાં ભાવક્રિયા આવે. જો Defec[tive (ખામીવાળો) ધર્મ હશે તો ફળ પણ Defective (ખામીવાળું) મળશે. જેમ ઓફિસમાં જાઓ ત્યાં શું ઊંઘી જાઓ ખરા? ધંધામાં Alertness(સતર્કતા) તો તમારા જીવનનો ભાગ છે હા, તે સંસારમાં જ છે, અહીંયાં નથી. ત્યાં બધું ધારાધોરણ પ્રમાણે કરો છો, ત્યાં બધું જાળવો છો, અહીં નહીં; તે જ ઉપાધિ છે. બાકી કાંઈ આ ન થઈ શકે તેવું છે જ નહીં. જેટલા જેટલા કલ્યાણ કરી ગયા છે, તે આ રીતે જ કરીને ગયા છે. ગણિતનો દાખલો સાચો છે કે ખોટો, તે તેનો તાળો મેળવી નક્કી કરાય છે; તેમ અહીં પણ તમારી રુચિમાં કેટલો ફેરફાર થયો છે, તેના પરથી તમે માર્ગ પર છો કે નહીં, વિકાસ કેટલો થયો તે નક્કી થઇ શકે છે. પણ અહીંયાં તમારો તાળો ક્યાં મળે છે? ધર્મ કરો છો તેની રુચિ અને પાપ પ્રત્યે અરુચિ થઈ કે નહીં, તે કોઈ દિવસ વિચારો છો ખરા? તમારો ધર્મ નિઃશ્રેયસ(મોક્ષ)નું કારણ ન બને તેવો હશે તો અનુબંધ શુભ નહીં થાય. જે જે નયથી પાપસ્થાનક હોય તેને સ્વીકારી તેમાં હેયબુદ્ધિ કેળવવી પડે, તેમાં અરુચિ કેળવવી પડે. તે જેમ કેળવાશે તેમ અનુબંધ શિથિલ થશે. તત્ત્વનો અબોધ અને અતત્ત્વનીઅધર્મની રુચિ તે પાપના અનુબંધનું કારણ છે. જે જીવને આ બે કારણો વિદ્યમાન હોય તેવો જીવ ધર્મ કરે તોય અનુબંધ પાપનો પાડે. શુભાનુબંધ માટે પાપસ્થાનકોને નયસાપેક્ષ સ્વીકારી, ઓળખી, વિવેકપૂર્વક હેયબુદ્ધિ કરી કરીને છોડવાં પડશે. આ બધી તમારા હાથની વાત છે. આઠ કરણ જીવ પોતે જ લગાડે છે. મહાપુરુષો કહે છે કે પુણ્યબંધમાં અનુબંધ અશુભ હોય તો તે હેય છે, સંસારમાં રખડાવનાર છે. આ વાત એટલે તો વારેવારે ફરી ફરી કરું છું કે જેથી તમારા માથામાં બરાબર બેસી જાય અને તમે આત્મકલ્યાણ સાધી શકો. નિશ્ચયનયથી વિભાવ પર નજર રાખવાની છે, જયારે વ્યવહારનયથી અઢાર પાપસ્થાનક પર નજર રાખવાની છે. આનાથી જ સંસાર ચાલી રહ્યો છે. મિથ્યાત્વશલ્યના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આશ્રવ અને અનુબંધ કારણે જ તમને સત્તરે પાપસ્થાનક પર રુચિ છે. જ્યાં સુધી તેના પર રુચિ અકબંધ ત્યાં સુધી મિથ્યાત્વ પણ અકબંધ રહેવાનું. જયાં સુધી ગાઢ મિથ્યાત્વ અકબંધ હોય ત્યાં સુધી કરેલો ધર્મ મોક્ષનું કારણ બની શકે નહિ. આ તર્કથી બેસે તેવું છે. તત્ત્વમાં Convince થઇને(પાકી ખાતરી કે ભરોસો બેસાડીને) જીવન પરિવર્તન કરી મોક્ષે જવાનું છે. પૂ.ઉપાધ્યાયજીએ લખ્યું છે કે માત્ર વચન-કાયાથી મોક્ષ નથી, તમારું માથું ફરે તો જ મોક્ષ થાય. માટે માથું ફેરવવાનું છે. સભા - સાહેબજી, અમારું માથું ફેરવી દો ને? સાહેબજી:-તમારું માથું ફેરવવા તો બેઠો છું. Intellectual class(બુદ્ધિશાળી વર્ગ)ને ધર્મ Convince(સમજપૂર્વક પાકી ખાતરી કરાવી દઢ વિશ્વાસ બેસાડવો તે) કરાવવાનો છે, તો જ તેઓ મોક્ષે જશે. ધર્મ કરે રાખે પણ તેના સંસારમાં કશો ફેર ના પડે તો તે ધર્મ નિષ્ફળ જઈ રહ્યો છે, કારણ તેનું પરિણામ સંસાર જ છે, જેને મોક્ષ સાથે કશો સંબંધ નથી. ધર્મ કરે અને તેના સંસારમાં કાંઈ ફેર જ ન પડે તો તે ધર્મ, ધર્મ નથી. માટે જ અમારે તર્ક આપી આપીને તમને, તમારી બુદ્ધિને Approach(ની નજીક પહોંચવું તે) કરવો પડે છે. આવાં વ્યાખ્યાન અમને કષ્ટ આપે છે, સતત મગજ વાપરતા જ રહેવું પડે. પરંતુ અમને અમારા પૂર્વાચાર્યોએ કહ્યું છે કે “તમારે આવી રીતનાં વ્યાખ્યાન કરતા જ રહેવાનું. તમારે બધાનાં માથાં ફેરવવાનાં છે,” માટે અમારે વધારે મહેનત કરવી પડે. સમજ વગરનો ધર્મ કરીને પણ તમે અભ્યદય મેળવી શકો, પણ તાત્ત્વિક ધર્મ સિવાયનો અભ્યદય પણ તમને ખબર પાડ્યા જ કરે, ચૂંટિયા ખણ્યા જ કરશે. તેનું સ્વરૂપ જ એવું છે. ઊંચું પુણ્ય કેવી રીતે બંધાય તેના માટે પણ સામગ્રી જોઇએ. પૃથ્વીકાયાદિ જીવો ઊંચી પુણ્યપ્રકૃતિ બાંધી નથી શકતા, કારણ કે તેમને સામગ્રીનો અભાવ છે. આ જીવો પ્રવૃત્તિથી બિલકુલ અલ્પ પાપ બાંધી શકે, પરંતુ તેમાં તે જીવોની લાયકાત કારણ નથી, પણ સામગ્રીનો અભાવ કારણ છે. બાકી તે જીવોમાં પણ વૃત્તિરૂપે તો બધાં પાપો સેવવાની તૈયારી પડી છે, તે માટે તલપાપડ છે, પણ આચરી શકતા નથી. તે સતત કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યામાં રાચતા હોઈ આમ અશુભ કર્મ બાંધ્યા જ કરે. માત્ર Humanitarian (માનવતાવાદી)ની દયા કર્યા કરો એટલા માત્રથી શું થાય? જીવમાત્ર પ્રત્યે દયાનો ભાવ જોઇએ. દ્રવ્યદયા એકલી ના ચાલે, ભાવદયા વગર તે અનુબંધ સારો નહીં પાડી શકે. શુભ અનુબંધ સિવાય મોક્ષ થવાનો નથી. જૈનોમાં માનવદયામાં માનનારો ઘણો વર્ગ ઊભો થયો છે. માનવદયામાં તમારો અભિગમ સંકુચિત છે. શાસ્ત્રમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૭૩ નવ પ્રકારની દયા ગોઠવી છે, પણ તેમાં ભાવદયા ન આવે તો કદાચ દેવલોક મળે, પણ તેનો મોક્ષ સાથે સંબંધ ન હોય. માટે દરેક બાબતમાં વિવેક જોઇશે. વેશ્યા, અધ્યવસાય, ગુણસ્થાનક આ બધાનું વર્ણન આપણા ધર્મ સિવાય બીજા કોઇ ધર્મમાં જોવા નહિ મળે. આપણને કેટકેટલી સામગ્રી મળી છે ! સભા - ભવાંતરમાં જૈન ધર્મ મળે તે માટે શું કરવું? સાહેબજી:- પંચાચારનું પાલન કરવું, જે પંચાચાર સેવતા હોય તેમની અનુમોદના કરો. તેમને તેનું પાલન કરવામાં ટેકો આપો. આવું કરો તો જૈન ધર્મની પ્રાપ્તિ અને અનુકૂળ સામગ્રી મળે તેવી પુણ્યપ્રકૃતિ બંધાય. સંક્ષેપમાં બધાનો સરવાળો પંચાચાર છે. તન-મનધનથી, મન-વચન-કાયાથી, કરણ-કરાવણ-અનુમોદનથી, દ્રવ્યથી-ભાવથી તેમાં સામેલ થવું પડે; જેના કારણે પુણ્યપ્રકૃતિ બંધાય અને ભવિષ્યમાં જૈન ધર્મની સામગ્રી મળે. ઘર જ એવું મળે કે ત્યાં ધર્મની વિપુલ સામગ્રી હોય, માતાપિતા પણ એવા જ મળે કે જયાં દ્રવ્ય અને ભાવ બેઉથી પંચાચારનું પાલન થતું હોય. આવાં ઘરોમાં સમકિતી દેવો પણ જન્મ લેવા આતુર હોય છે, તમારાં ઘરોમાં નહિ. આ બધું મેળવવા ભોગ ઘણો આપવો પડે. વ્યવહારનયથી મન-વચન-કાયાથી સામેલ થવું પડે, નિશ્ચયનયથી માથું ફેરવવું પડે. નહીંતર દુર્ગતિની દીર્ઘ કાયસ્થિતિમાં જીવ કુટાતાં કુટાતાં ક્યારેક સારા પરિણામ કરી પુણ્યપ્રકૃતિ બાંધે, એમ કરતાં કરતાં ઉપર આવે. પણ આ માર્ગ દીર્ઘકાળનો છે. અકામનિર્જરાથી ઉપર આવવું દુષ્કર છે, જયારે પેલો માર્ગ સીધો છે. તમે અત્યારે એવી સદ્ગતિમાં બેઠા છો, કે તમે આ માર્ગ સેવીને આવી પુણ્યપ્રકૃતિ બાંધી શકો, જેથી ભવાંતરમાં ધર્મસામગ્રી સુલભ બને. વ્યવહારનયથી ધન મોક્ષનું કારણ છે, જે ધર્મસામગ્રીને મેળવી આપે. શ્રાવકને પોતાનું ધન સાત ક્ષેત્રમાં વપન કરવાની આજ્ઞા છે. ધનથી પણ દર્શનાચાર, જ્ઞાનાચાર આદિ સેવે તો ભાવિમાં તેને અનુરૂપ ધર્મસામગ્રીની પ્રાપ્તિ સુલભ થાય. સાત ક્ષેત્રમાં જે વપન કરે છે તેને સાત ક્ષેત્રની પ્રાપ્તિ થાય. વપન કરે છે તે મેળવે છે. તમારાથી શું છૂટે તેમ છે? સભા- સાથે લઈ જવાનો ઉપાય બતાવો. સાહેબજી:- ધન સાતક્ષેત્રમાં વપન કરવું એ સાથે લઈ જવાનો ઉપાય જ છે. નહીંતર (૧) નવ પ્રકારની દયા પ્રાથમિક જરૂરિયાતો જેમકે કપડાં, અન્ન, ઠંડી ગરમીથી રક્ષણાર્થે છાપરું, માંદગીમાં દવા વગેરે આપવારૂપ દયા કરવી તે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આશ્રવ અને અનુબંધ બાકીનું અહીંયાં જ રહેશે. સ્વધનનું વપન કરવાનું છે. શક્તિ ગોપવ્યા વિના યથાશક્તિ વાપરવું તે ધર્મની મૂળવિધિ છે. ધન છે તેને ધનનો ધર્મ બતાવ્યો છે. ગામના પૈસે માત્ર તાળી નથી પાડવાની. અત્યારે તમે જે છાતીએ લઈને ફરો છો તેને છોડવાનું છે. આજીવન આવકના ૨૫%, પછી છેલ્લે તો મૂડી જોડવાની છે. સાતે ક્ષેત્રમાં વપન કરો અને સાથે અનુરૂપ પરિણામ અને આશયને ગોઠવો. બોલો ઘણી યોજના બહાર પાડીએ, પણ કોઈ લેવા તૈયાર છે ખરું? કાર્ય કારણથી થાય છે. કાર્યને અનુરૂપ કારણ જોઇએ. કારણના ભેદથી કાર્યભેદ છે. આપણને સમજણ નથી તો સદ્ગુરુ કહે તેમ કરવું જોઈએ. પણ તમે પહેલાં સીધા થઈ જાઓ. નહીંતર ગુરુ તેમનું જ્ઞાન તમારામાં કેવી રીતે સક્રાંત કરે ? જ્ઞાન ગુરુનું ને લાભ તમને. તીર્થંકરના જ્ઞાનનો લાભ કોને મળે છે? સૂક્ષ્માંશ લાભ આપણને મળ્યો છે. ધર્મનું શ્રવણ તર્કથી બેસે, પછી શ્રદ્ધા આવે, પછી ઉપાસના થઈ શકે, જેથી ક્ષયોપશમ થાય અને પછી અનુભવજ્ઞાન મળે. પણ પહેલાં ધીરજ રહેવી જોઇએ, પછી ગાડું ઝડપથી ચાલે. - આપણા ધર્મમાં Principles છે, ત્યાંPostulates છે જ નહિ. અનંતા તીર્થકરોની મર્મથી વાત એક સરખી જ આવે. સિદ્ધાંત એટલે જે સિદ્ધ થઈ ચૂકેલ છે, જેમાં Modificationને કોઈ અવકાશ છે જ નહિ તે. માટે આપણે ત્યાં અનંતા તીર્થકરોમાં વિચારભેદ નથી અને તેથી જ દ્વાદશાંગી અર્થથી નિત્ય અને શબ્દથી અનિત્ય કહી છે. * સાધક એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઉપાદેય છે અને બાધક એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ હેય છે. - જે સંચિત થયેલા કર્મોને ખાલી કરે તે ચારિત્ર. જ કરણ, કરાવણ અને છેલ્લે અનુમોદન આ એનો ચોક્કસ ક્રમ છે. જેને કરણ-| કરાવણની ઇચ્છા ન હોય તેની અનુમોદના માયામૃષાવાદ છે, તેમ વૈરાગ્યકલ્પલતામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૫ તા.૩૦-૮-૯૮ રવિવાર,ભાદરવા સુદ ૮. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇ, અનંત સુખમય એવા મોક્ષપદને પ્રાપ્ત કરે તે માટે, આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ૭૫ હવે ગ્રંથકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ આશ્રવ બે પ્રકારે બતાવે છે. (૧)શુભાશ્રવ અને (૨) અશુભાશ્રવ. મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન જો શુભ હોય તો શુભાશ્રવ થાય છે અને જો મન-વર્ચન-કાયાના યોગનું પ્રવર્તન અશુભ હોય તો અશુભાશ્રવ થાય છે. સંસારની પ્રવૃત્તિ છે તે અશુભાશ્રવનું કારણ છે, જ્યારે તેનાથી વિરુદ્ધની ધર્મની પ્રવૃત્તિ છે તે શુભાશ્રવનું કારણ છે. હવે વ્યાકરણના નિયમ પ્રમાણે પહેલાં શુભાશ્રવ અને પછી અશુભાશ્રવનું વર્ણન આવે, પણ અહીંયાં ગ્રંથકારે વ્યુત્ક્રમ કર્યો છે. માટે શિષ્યે પ્રશ્ન કર્યો કે આમ કરવાનું કારણ શુ ? તો ગ્રંથકાર ફરમાવે છે કે, ખરેખર જીવોને સંસારથી વિરક્ત કરવાના છે, તે માટે પહેલાં અશુભાશ્રવનું વર્ણન ક૨વું, કે જેથી તેનાથી આવતાં દુઃખોનું વર્ણન સાંભળી જીવો નિર્વેદ પામે. ધર્મ કરીને અશુભ અનુબંધ ન પડે અને ધર્મ સંસારના પરિભ્રમણનું કારણ ન બને તે તેમનો ઉદ્દેશ છે. અનુબંધ આખી સાધનાની મુખ્ય આધારશીલા છે. ધર્મ કરીને શુભબંધ સાથે અનુબંધ અશુભ ન પડવો જોઇએ. સભા:- જો મન-વચન-કાયાના યોગ શુભ હોય તો બંધ શુભ પડે, છતાં અનુબંધ અશુભ, તે કઇ રીતે ? સાહેબજી:- શુભયોગ વખતે જીવ ગુણોનું સેવન કરે છે.મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ તે શુભ બંધનું કારણ છે, પણ શુભ અનુબંધનું તે કારણ ન પણ હોય. આવો ધર્મ જીવ અનંતીવાર કર્યા કરે છે પણ તે નિષ્ફળ જાય છે, યાને કે મોક્ષ આપી શકતો નથી. આવા ધર્મથી ખાલી અભ્યુદય થાય પણ તે ધર્મ મોક્ષનું કારણ બનતો નથી. ધર્મનું મુખ્ય ફળ મોક્ષ આપવાનું છે, સંસારનાં સુખો મેળવી આપવાં તે ધર્મનું આનુષંગિક કાર્ય છે. તમે A-6 Page #87 -------------------------------------------------------------------------- ________________ 93 આશ્રવ અને અનુબંધ એક Angle(પાસા)ને પકડો છો, જ્યારે ધર્મ તો બધી વસ્તુની માંગ કરશે. સભા- અનુબંધનું મુખ્ય કારણ શું? સાહેબજી:-અનુબંધનું મુખ્ય કારણ તમારી Mentality(મનોવૃત્તિ) છે. અત્યારે ધર્મ કરવા આવનારની માન્યતા શું હોય છે? ધર્મ કરવાથી આલોકનાં વિઘ્નો દૂર થશે, પરલોકમાં પણ ભૌતિક સુખો મળશે, માન-કીર્તિ-યશ અને અનુકૂળતાઓ મળશે, આવી આવી ભાવનાઓથી ધર્મ કરે. ઘણા તો માત્ર કુલાચારથી ધર્મ કરતા હોય છે. તે કાં તો અનધ્યવસાયથી સંમૂચ્છિમપણે કરે છે, ત્યા જે અધ્યવસાયની ત્યાં અપેક્ષા હોય તે ત્યાં હોતા નથી. મોક્ષસાધક અધ્યવસાય નથી હોતા તેથી તે ક્રિયા અકામનિર્જરા સ્વરૂપ છે. તે ધર્મ સંસારના અભ્યદયનું કારણ બને પણ મોક્ષનું કારણ બને જ નહીં. સભા- પણ સાહેબજી, મનોયોગ શુભ હોય તો બંધ શુભ અને છતાં અનુબંધ અશુભ કઈ રીતે? સાહેબજી:- તે જ સમજાવું છું. Mentality(મનોવૃત્તિ) અશુભ હોય ત્યારે પણ ગુણ સેવે, જેમ કે જીવ દાન આપે છે તે તેનો ભક્તિ-દયાના પરિણામ છે, ઉદારતા પણ છે, ભગવાન પ્રત્યે ત્યારે પૂજયબુદ્ધિ પણ હોય માટે તે ગુણ સેવતો હોય છે, તેથી બંધ શુભ પડે છે, જેનાથી અનુકૂળ ભૌતિક સામગ્રી મળે છે; પણ આ આખો સંસાર અવિરતિમય છે, સંસારમાં પ્રવૃત્તિ કરું છું તે બધું પાપબંધનું કારણ છે; અને તેથી સંસારનું પરિભ્રમણ છે, માટે આ અવિરતિથી છૂટવા માટે ધર્મ કરું, આમ જીવ વિચારતો નથી. સર્વવિરતિ ધર્મ છે. આખો સંસાર અર્થ-કામરૂપ છે, અવિરતિરૂપ છે. અવિરતિ તે અધર્મ છે અને અધર્મ તે પાપ છે. આવું આવું જીવ જો ઓઘથી પણ માને તો તેના અનુબંધમાં ફેર પડે, અશુભ અનુબંધ શિથિલ થવાનું ચાલુ થશે, અને જો તેને Digest કરી (પચાવી) જાણે તો અનુબંધ શુભ પડે. સભા- મન-વચન-કાયામાં અનુબંધનું મુખ્ય કારણ મન છે? સાહેબજી:- પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે તત્ત્વની રુચિ કે અરુચિ તે અનુબંધનું કારણ છે, જે મનમાં છે. નિશ્ચયનયથી તો બંધનું કારણ પણ મન જ છે અને અનુબંધનું કારણ પણ મન જ છે. વ્યવહારનય મન-વચન-કાયાને પણ બંધનું કારણ માને છે, વચન-કાયા સહકારી કારણ છે. વચન-કાયાનું પ્રવર્તન મનને અનુરૂપ જ હોય છે. મારું મન અહિંસક હોય તો મારાં વચન-કાયા પણ મને અહિંસક જ ફાવશે. આમ, મનનું જ Expression (અભિવ્યક્તિ) વચન-કાયામાં થાય છે. વ્યવહારનય સહકારી કારણને Page #88 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૭૭ પણ કારણ માને છે. માટે કહે છે કે પ્રસંગે મનમાં કષાય ઉત્પન્ન થાય તો તેને અનુરૂપ વચનની પ્રવૃત્તિ કરવી નહિ, વિશેષમાં કાયાથી પણ તેને અનુરૂપ પ્રવૃત્તિ ન કરવી, અને જો કરશો તો કર્મબંધ વિશેષ થશે. સહકારી કારણ છે માટે તેને પણ સ્થાન છે. સમંજસવૃત્તિથી કરાતા ધર્મમાં જે જે જ્ઞાન-દર્શન આદિની ક્રિયા થાય, તેનાથી તે તે ગુણોની શુદ્ધિ થશે, અસમંજસવૃત્તિથી ધર્મ થાય તો જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ થતી નથી, ફક્ત અભ્યદય જ થાય છે. સભા- સમંજસવૃત્તિ એટલે? સાહેબજી-સમંજસવૃત્તિ એટલે ભગવાને જેનો નિષેધ કર્યો છે તેના ત્યાગપૂર્વક અને જેનું વિધાન કર્યું છે તેના સેવનપૂર્વક થતી ક્રિયા, તે સમંજસવૃત્તિપૂર્વક થતી ક્રિયા છે. તેમાં પ્રણિધાન આદિ પાંચ આશયો જોઇશે. સામાન્ય રીતે વ્યુત્ક્રમ કરે તે મોટો દોષ છે, છતાં આવા પૂર્વધર ભગવંતે વ્યક્રમ કર્યો છે, માટે જ શિષ્ય પ્રશ્ન કર્યો હતો. - તેમને તો સંસારનું સ્વરૂપ બતાવી, પુણ્યાનુબંધી પુણ્યબંધથી મળતાં સુખો બતાવી, તેનાથી પણ નિર્વેદ પમાડવો છે, નહીંતર પુણ્યબંધ થતાં ખાલી સંસારના સુખો જ મળશે જે સંસારના પરિભ્રમણનું કારણ છે; માટે ધર્મ પમાડવા માથું જ ફેરવવાનું છે. ઓઘશ્રદ્ધાથી મન ફરે તે વ્યવહારનયથી મન ફર્યું ગણાય, જયારે પ્રતીતિપૂર્વકની શ્રદ્ધાથી મન ફરે તે નિશ્ચયનયથી મન ફર્યું ગણાય. પ્રતીતિ માટે તો દર્શનમોહનીયનો ક્ષયોપશમ જોઇએ. જ્યારે ઓઘમાં દર્શનમોહનીયની મંદતા જોઇએ. પ્રતીતિવાળાને તો અવિરતિ જ દુ:ખસ્વરૂપ છે તેમ લાગે. અવિરતિમાં મન સંકલિષ્ટ હોય છે અને સંક્લિષ્ટ મન તે જ સંસાર છે, આવી તેને પ્રતીતિ થાય. જેને મોક્ષની ઝાંખી હોય, તે આગળની ભૂમિકામાં છે. માટે અશુભ અનુબંધવાળા ધર્મથી ચમકો ગભરાઓ) અને તેમાં સુધારો કરો. અનુબંધ શુભ થાય તેવી મહાપુરુષની ઇચ્છા છે. માટે એમ ને એમ ધર્મ કરાવે રાખવાનો નથી. સંસારનાં સુખો તોBy-product(આડપેદાશ) છે, જયારે મહત્તા તો Main-Product(મુખ્ય પેદાશ) ની છે. માટે જયારે જીવ ગુણનું સેવન કરે છે, ત્યારે બંધ શુભ પડે છે, પણ અનુબંધ અશુભ પણ પડી શકે છે; તેથી એ સમજવાનું કે તે ધર્મ સંસારપરિભ્રમણનું પણ કારણ બની શકે. જે ધર્મ મોક્ષ ન આપી શકે તે ધર્મ, ધર્મ નથી. અભ્યદય તો By-product(આડપેદાશ) છે. જેમ ભગવાન મહાવીરે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂક્યો કે માતાપિતાની હાજરીમાં દીક્ષા લઉં તો શું પરિસ્થિતિ થાય? જોયું કે માતાપિતાને તેમના પ્રત્યે અનુરાગ એટલો બધો Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આશ્રવ અને અનુબંધ તીવ્ર છે કે જો વહેલાં સંયમ લે તો માતાપિતાને અશુભ અનુબંધ પડે, જેથી અનેક વખત દુર્ગતિનું કારણ બને. માટે ભગવાન ચારિત્રમોહનીય નિકાચિત ન હોવા છતાં સંસારમાં રહ્યા. તેમને તેમનાથ ભગવાનની જેમ સંસારમાં રહેવું જ પડે, લગ્ન કરવા જ પડે તેવું ચારિત્રમોહનીય નિકાચિત નહોતું. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ કહે છે કે પદાર્થવિજ્ઞાનની દષ્ટિએ વર્તમાનમાં બંધાતા કર્મમાં ભાવિમાં નવું કર્મ બંધાવવાની જે શક્તિ પડે છે તે અનુબંધ છે. માટે બંધ કરતાં પણ અનુબંધની મહત્તા વધારે છે. પાપનો બંધ પડ્યો હોય પણ ત્યારે જો અનુબંધ પુણ્યનો પડે તો તે જીવ બાજી જીતી જાય છે. હેય-ઉપાદેયનો વિવેક તે અનુબંધની આધારશિલા છે. જેમ ભાવથી સમકિતી આત્માને કોઇ પણ બળવાન પાપકર્મ, તેની ઉદય વેળાએ જ માત્ર એક વાર, તેવું પાપ તે જીવ પાસે કરાવી શકે છે, તે પાપ તેનું છેલ્લી વખતનું પાપ હશે; કારણ તે પાપ કરતાં પણ તેને અનુબંધ પુણ્યનો પડે છે, કારણ કે તેને તે વખતે પણ સમકિત જીવંત છે, તત્ત્વની રુચિ પડેલી છે. દા.ત. જેમ કે સમકિતી જીવ કર્મના આવેશથી હિંસા કરી આવશે, પણ તે વખતે જો સમકિત જીવંત હશે તો હિંસામાં તેને હેયબુદ્ધિ જ હશે, જેના કારણે ત્યારે તેને અનુબંધ પુણ્યનો પડશે. શુભ અનુબંધ પડવાના કારણે તેને વર્તમાનમાં બાંધેલા પાપના ઉદય વખતે સદ્ગદ્ધિ આવશે, જયારે બીજાને તે વખતે દુર્બુદ્ધિ જ મળશે, કારણ કે તે અવિરતિમાં લીન હતો. અશુભ અનુબંધ પડે તો પાપની Link(જોડાણ) ચાલુ થાય છે, તે પાપના ઉદય વખતે જીવને ઊંધી બુદ્ધિ આપે. તેને અવિરતિમાં જ સુખ લાગે. અવિરતિ સિવાય બીજું કંઇ તેને ફાવે જ નહિ. જ્યારે સમકિતીને આપત્તિ આવે પણ સબુદ્ધિના કારણે તેનું Vicious circle(વિષચક્ર) ચાલે નહિ. પહેલા નંબરે તો તમે અશુભ અનુબંધને શિથિલ કરો. ભગવાને કહેલી માન્યતાઓનો ઓઘથી પણ સ્વીકાર કરો, તો અશુભ અનુબંધ શિથિલ થવા માંડે. અનુબંધ જો શિથિલ હોય તો સારા નિમિત્તના બળથી તે દુર્બુદ્ધિને દબાવી સારી પ્રવૃત્તિ કરી શકે, પણ અનુબંધ તીવ્ર હોય તો નિમિત્તો કે કારણોને જીવ ખાળી ન શકે. માટે અનુબંધ શિથિલ થાય તેની પણ બહુ કિંમત છે. બધા જીવોને સન્માર્ગ ઉપર ચઢાવવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે અમારે ઉપદેશ આપવાનો છે. આમ કરવા છતાં પણ જીવ પોતાની મેળે ઉન્માર્ગ પર ચઢીને પોતાનો નાશ કરે, તો તે તેની પોતાની જવાબદારી છે. ઉન્માર્ગનું ઉમૂલન કરી સન્માર્ગની સ્થાપના ન કરી શકે તે માવચનિક તરીકે અયોગ્ય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જણાવે છે કે સન્માર્ગનું સ્થાપન અને ઉન્માર્ગનું ઉમૂલન કરો તે દર્શનાચાર છે, અને જો તેનાથી વિરુદ્ધ કરે તો જીવ પ્રાયઃ સીધો એકેંદ્રિયમાં ઊપડે, કીડી-મંકોડાના ભાવમાં પણ Page #90 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ નહિ. માટે અહીં પાટ પર બેસતાં ડર લાગે તેવું છે. સત્ પ્રરૂપણાથી સંસાર કપાતો ચાલ્યો જાય-ભવો કપાય, તેમ ઉન્માર્ગનું સ્થાપન થાય કે સન્માર્ગને ધક્કો પહોંચે તેવી પ્રરૂપણા થાય, તો સીધા એકેંદ્રિયમાં જવાનું આવે. માટે જ્યારે મીમાંસા કરવાની વાત આવે ત્યારે જો શક્તિ ન હોય તો અન્ય Authority(અધિકારી)ને Refer(પૃચ્છા કરવા મોકલવું તે) કરવા જણાવે. અહીંયાં અમે ધર્મનું ભૌતિક ફળ બતાવવાનું ચાલુ કરીએ તો તમે પૈસા ખર્ચો ને ? પણ આ બધું ફળ આનુષંગિક છે. આ બધું અવિરતિરૂપ છે અને ધર્મ એનાથી છૂટવા માટે કરવાનો છે. અમારે સામા પ્રવાહે ચાલવાનું છે. તમે જેમ વેપાર કરીને પૈસા મેળવો છો, તેમ ધર્મ કરીનેય પૈસા મેળવવામાં તમને જરાય વાંધો નથી. પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિજીએ ધર્મબિંદુમાં લખ્યું છે કે વૈમાનિક દેવના ભવો મળે તે પણ ધર્મનુ આનુષંગિક ફળ છે. તેના માટે ધર્મ નથી કરવાનો, ધર્મ તો વિરતિ મેળવવા માટે જ કરવાનો છે. સભાઃ- પૈસાની ઇચ્છા વખતે કેવા પરિણામથી તે મેળવવા ? સાહેબજી:- આપણી જે વર્ણવ્યવસ્થા છે તેની મર્યાદામાં રહીને વેપાર કરવાનો છે. પાપના સેવન વખતે તમારી પરિણતિ કેવી છે, તદનુસાર અનુબંધ થાય છે. સમકિતીનો વ્યવહારનયથી અર્થપુરુષાર્થ પણ નિશ્ચયનયથી ધર્મપુરુષાર્થ છે. કારણ કે વેપાર કરતાં પણ તેને થાય કે હું કમભાગી છું, લોભ મને સતાવે છે અને હું વેપાર કરું છું, આવશ્યકતા છે માટે કરું છું; પણ જો બાલ્ય અવસ્થામાં વિરતિ-દીક્ષા લીધી હોત, તો આ પાપના સેવનનો પ્રસંગ જ ઉપસ્થિત ન થાત. આ વિચારધારાથી અનુબંધ શુભ પડે. સમકિતીને સંસારમાં વ્યવહારનયથી ધર્મ-અર્થ-કામ એમ ત્રણ પુરુષાર્થ છે, પણ નિશ્ચયનયથી તેને તે સઘળામાં એક ધર્મપુરુષાર્થ જ છે. સમકિતીને કર્મ બળવાન છે માટે પાપપ્રવૃત્તિ કરાવે, અને તે વખતે પાપનો બંધ પણ થશે, પણ તેને અનુબંધ તો શુભ જ થશે. સમકિતી એમ ને એમ બેઠો હોય કે ધંધાના વિચાર કરતો હોય ત્યારે પણ, સમકિતનો અધ્યવસાય તેને સમયે સમયે અસંખ્યાત ગુણ નિર્જરા કરાવતો જાય છે. 20 પ્રદેશબંધ શું ? પ્રકૃતિબંધ શું ? રસબંધ શું ? સ્થિતિબંધ શું ? બધાનાં કારણ શું ? જે અંદર બને છે તે બધું બહાર લાવી લાવી, ખોલી ખોલીને ભગવાને બતાવ્યું છે. આ કાંઇ તેમનો ઓછો ઉપકાર છે ? એક એક વિધાનમાં ઘણી ઘણી યુક્તિઓ છે. સભા:- પ્રદેશબંધનાં કારણો કયાં ? સાહેબજી:- યોગની ચંચળતા. મન-વચન-કાયાના યોગની ચંચળતા જેટલી વધારે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આશ્રવ અને અનુબંધ તેટલો જથ્થો વધારે. જેમ ૧૦૦ કણિયાનો લાડુ, ૫૦૦ કણિયાનો લાડુ, ૧000 કણિયાનો લાડુ હોય તેમ લાડ સમાન હોય પણ જથ્થામાં તફાવત પડે છે, તેવી રીતે જેમ યોગનું ચાંચલ્ય અધિક તેમ જથ્થો વધારે, કંપન વધારે થવાથી તે વધારે ગ્રહણ કરે છે. સંસારમાં ક્રિયાનાં ધોરણો હોય છે. ધોરણ મુજબ ક્રિયા કરો તો કાર્ય શ્રેષ્ઠ થાય છે. ખામીવાળાં ધોરણ હોય તો કાર્ય પણ ખામીવાળું અને ઊંધી રીતે કરો તો કાર્ય વિપરીત કે નકામું પણ થાય. દા.ત. બહેનો રસોઇ બનાવે, તે તેના ધારાધોરણ પ્રમાણે બધા મસાલા આદિ દ્રવ્યો યોગ્ય ગુણવત્તાનાં અને પ્રમાણસર વાપરે તો જ રસોઇ સારી બને ને? અને તેમાં ગડબડ કરે તો? તેમ ધર્મમાં પણ ધારાધોરણો છે. ધર્મ સ્વેચ્છાએ કરવાનો નથી. કારણ તમને Starting(શરૂઆત)માં જ Right track(સાચા માર્ગો પર મૂકવાના છે. ધર્મ દ્વારા અર્થકામને પોષવાના નથી, પણ ભૌતિક આકાંક્ષાઓને મૂર્શિત કરવાની છે. પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે તીર્થકર ભગવાન પાસે શું માંગવું? તો કહે તીર્થંકર ભગવાનની પાસે આકાંક્ષા મોક્ષની જ કરાય. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તેની પાસે અર્થ-કામની માંગણી કરવી તે રાજા પાસે રોટલો માંગવા જેવું થશે. મૂરખ ભિખારી જ રાજા પાસે રોટલો માંગે. તેમ ધર્મ કરીને ભૌતિક સુખ માંગવાનાં નથી. તમે શુભાશ્રવ કરો પણ અનુબંધ જો અશુભ હોય તો તે ઇષ્ટ નથી. તમને નિર્વેદ પમાડવાનો છે. સભા- પુણ્યાનુબંધી પુણ્ય કોણ બાંધે ? સાહેબજી:- અપુનબંધકદશાથી જીવને પુણ્યાનુબંધી પુણ્ય ચાલુ થાય છે. જેટલા અંશે વિવેક આવે તેટલા અંશે શુભ અનુબંધ પડે છે. અવિવેકીને સૂક્ષ્મ બુદ્ધિ જ નથી. તે ધર્મ કરીને અનુબંધ શું સુધારવાનો હતો? એટલે અવિવેકીને તો અશુભ અનુબંધ જ પડવાનો. સમકિતી જીવ પૂર્ણ વિવેકના પ્રભાવે શુભ અનુબંધ જ પાડે છે. જયારે અપુનબંધક અવસ્થાવાળા જીવને હજી પૂર્ણ વિવેક પ્રગટ્યો નથી, માટે તેને જેટલે અંશે વિવેક એટલે અંશે શુભ અનુબંધ, અને જેટલે અંશે અવિવેક તેટલે અંશે અશુભ અનુબંધ પડશે. અપુનબંધકને ભલે પૂર્ણ વિવેક નથી, હેતુ-સ્વરૂપ અને અનુબંધનો તેને હજી બોધ નથી, પરંતુ પૂર્ણ વિવેક થઈ શકે તેવી તેની યોગ્યતા છે. જેમ જેમ તેને Push(વેગ) મળે તેમ તેમ તેની ગતિ તે તરફ થાય છે, કારણ કે તેને કદાગ્રહ નથી. અત્યારે તે જે કરે છે તેનાથી ભાવિ માટેનું Groundwork (પાયાનું કામ) તૈયાર થાય છે. વ્યવહારનયથી અપુનબંધક અવસ્થાથી જીવો ધર્મશ્રવણ કરવાને યોગ્ય બને છે, જ્યારે નિશ્ચયનયે તો સમકિતી જીવોને જ ધર્મશ્રવણ માટે યોગ્ય કહ્યા છે. અનુબંધ માટે Page #92 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ વિવેક (તત્ત્વપ્રતીતિ) કારણ છે. જેટલા અંશમાં વિવેક ખીલેલો હશે તેટલા અંશે અનુબંધ શુભ પડશે. અત્યારે તો ધર્મથી અર્થ-કામ પોષાય નહિ તેના માટે જો અમે વધારે વિવેચન કરીએ, તો ઘણા ધર્મ કરનારા જીવો પણ અકળાઈ જાય છે. આવા જીવોને અશુભ અનુબંધ તીવ્ર પડશે, જેના કારણે જયારે તેમને આ પુણ્ય ઉદયમાં આવશે, ત્યારે તે એવા સંસારરસિક હશે કે સંસાર વિરુદ્ધનું કોઈ જ વર્ણન સાંભળી નહિ શકે. આવા જીવો દાનેશ્વરી હશે તો તેમને તે દાન પણ સંસારપરિભ્રમણનું કારણ બનશે. જેમ “જ્ઞાનશિયાખ્યાં મોક્ષમા” (જ્ઞાન અને ક્રિયાવડે મોલમર્ગ છે.)સૂત્ર છે, તેમ વિવેક અને વૈરાગ્યથી મોક્ષ છે તેવું સૂત્ર પણ છે. વિવેકરૂપ જ્ઞાનને દર્શન અને વિવેકરૂપ ક્રિયાને જ ચારિત્ર કહ્યું છે. વિવેક એ જ અહીં ધોરણ તરીકે મૂક્યો છે. વિવેક વગરનો ધર્મ બહુગણનામાં નહિ આવે. વિવેક બે પ્રકારનો છે. ઓઘથી વિવેક અને તત્ત્વપ્રતીતિપૂર્વકનો વિવેક, ઓઘથી વિવેક આવે તો અશુભ અનુબંધ શિથિલ પડશે અને જો વિવેક તત્ત્વપ્રતીતિપૂર્વકનો હશે તો અનુબંધ શુભ પડશે. સભા:- વિવેકની વ્યાખ્યા શું? સાહેબજી-વિવેક એટલે અધ્યાત્મિક ગુણ-દોષની ઓળખ અને તેની યથાર્થ રુચિ. તેને સાચું શું? ખોટું શું? હેય શું? ઉપાદેય શું? બધી ખબર પડે. તે જ વિવેક છે. આવો વિવેક પ્રગટ્યો છે કે નહિ તેનો તાળો કેવી રીતે મેળવવો? તો કહે છે કે આવા જીવને ચારિત્રનો તીવ્ર અભિલાષ હોય. ૧૦૦ ટકા વિવેક ખીલેલો હોય તો ભાવથી સમકિતી છે તેમ સમજવું. જિનવચન ઉપર શ્રદ્ધા રાખીને નહિ પણ પોતાની પ્રતીતિપૂર્વક ચરણ-કરણનો અભિલાષી હોય. સમકિત પામ્યા પછી તેને જરા પણ સંસારમાં રહેવું ફાવે નહિ. સમકિત એ જીવને જો તેનું કર્મ ન હોય તો સંસારમાં રહેવા જ ન દે. તે તો સંસારમાંથી નીકળી જ જાય. સમકિતીને ચારિત્રમોહનીય ન હોય તો એક સેકંડ પણ તે સંસારમાં રહે નહિ. તમને રોગ ગમે છે ખરો ? તેમ સમકિતી સંસારનાં બધાં ભોગસુખો રોગની જેમ સેવે છે, તેમાં તેની મજબૂરી એ કારણ છે. તમે સંડાસમાં વધારે સમય બેસવા તૈયાર થાઓ ખરા ? માણસને જયાં ન ફાવતું હોય ત્યાં તે વધારે રહે ખરો? સભા:- તો પછી શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા, છતાં ચારિત્ર કેમ નહોતું સાહેબજી:-હજારો સમકિતીમાં જે કોઇક વિશેષ દાખલો હોય તેવો શ્રેણિક મહારાજાનો દાખલો છે. ધર્મપરીક્ષામાં લખ્યું છે કે હજારો ભાવથી સમકિતીમાં એકાદ સપ્તવ્યસની પણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આશ્રવ અને અનુબંધ હોઈ શકે. પણ આવા દાખલા અપાય નહિ. તેમાં જીવે પૂર્વે એવું ચારિત્રમોહનીય બાંધ્યું હોય કે સામાન્ય જીવ ન સેવે તેવો સંસાર તે સેવતો હોય છે. પણ આવા દાખલા લેવાય નહિ, જેમ તથાભવ્યત્વ(જીવની તે તે રીતે થવાની યોગ્યતા) માટે મરુદેવામાતાનો દાખલો છે. અજ્ઞાન અવસ્થામાં બાંધેલ બળવાન ચારિત્રમોહનીયકર્મ ઊભું હોય તો જુદી વાત, નહીંતર સમકિત પામ્યા પછી તો તે જીવ સંસાર છોડી નીકળી જ જાય. આ તર્કસંગત છે, કેમ કે જો તેને ચારિત્રમાં જ સુખ દેખાતું હોય તો તે સંસારમાં રહી શકે ખરો? જયાં તેને કષાયનો દરિયો અને પાર વગરના સંક્લેશ દેખાય ત્યાં તે રહે કેમ ? તમે Equation (સમીકરણ) સમજો. તમને વિવેક નથી માટે જ ચારિત્રથી ગભરાઓ છો. વ્યવહારનયથી ‘ટ્ટાર્થ રીક્ષા' (કષ્ટ સહન કરવા માટે દીક્ષા) અને નિશ્ચયનયથી “સુવર્ણ તીક્ષા'. (નિરપેક્ષભાવરૂપ આત્મિકસુખના ભોગવટા માટે દીક્ષા.) જે ભાવથી સંસાર પુષ્ટ થાય તે સંસારભાવના અને જે સંસારને ખંડિત કરે તે તેની પ્રતિભાવના; જે વિવેકથી જ આવે. વિવેકની પરાકાષ્ઠા આવે તે જ મોક્ષ. વિવેક-સમકિત પ્રાપ્ત કરવા માટે કરોડ ભવ સાધના કરવી પડે તો પણ તે સફળ છે. આ Straight way(સીધો માર્ગ) છે. ભાવસમકિત પામ્યા પછી તો માત્ર બળવાન કર્મ જ તેને પટકી શકે, બળવાન કર્મો જ તેને નચાવે. આ બળવાન કર્મ પણ તેને ક્યાં સુધી નચાવી શકશે? ૬૬ સાગરોપમ સુધી જ. પછી તો તેને ખસવું જ પડશે. સમકિતી પૂર્વના અનુબંધોમાં ફેરફાર કરે છે. આ કાંઇ હવે સામાન્ય જીવ નથી. છતાં તેને દુર્ગતિ પણ આવી શકે. જેમ કે ભગવાન મહાવીરનો જીવ ચોથા આરાની શરૂઆતમાં સમકિત અવસ્થાને પામ્યો હતો અને મરિચીના ભવે કોટાકોટી સંસારપરિભ્રમણનું કર્મ બાંધ્યું અને છેક છેલ્લા ભવે તીર્થકર થયા. ભૂતકાળના અશુભ અનુબંધમાં ફેરફાર ન કરી શક્યા તેથી દુબુદ્ધિ આવી. નિમિત્ત એવું મળ્યું કે ત્યાં નિમિત્તના કારણે ઉદીરણાકરણ લાગ્યું. કષાયનાં નિમિત્તોમાં જવાનું, પણ ત્યાં રહેવાનું કેવી રીતે? સત્ત્વશાળી જીવ કષાયનાં નિમિત્તોની વચ્ચે રહે, પણ ઉદીરણાકરણ લગાડી, કમાં ને ઉદયમાં લાવી, કર્મોને સાફ કરતો જાય, એટલે કે કર્મોના ભુક્કા બોલાવી નાખે. સભા- અસમંજસવૃત્તિથી કરાતા ધર્મથી દર્શનશુદ્ધિ થાય? . સાહેબજી:- અસમંજસવૃત્તિથી ગમે તેટલાં વ્યક્તિગત જિનમંદિરો બંધાવે, તો પણ તેને દર્શનશુદ્ધિ ન થાય; કારણ કે તે શુદ્ધભાવને સ્પર્શે જ નથી, તેણે વિધિ-પ્રતિષેધ સેવ્યા નથી. દર્શનશુદ્ધિનું કારણ તો તેને અનુરૂપ અધ્યવસાય છે. માટે થોડા પુણ્યબંધથી કાંઈ વળવાનું નથી. અત્યારે કહેવાતા ધર્મી-સુખી લોકોને પૂછો તો કહેશે કે દેવ-ગુરુ-ધર્મની કૃપાએ ઘણું Page #94 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૮૩ સારું છે. પણ અંદર Scanning(બારીકાઇથી તપાસીને કે નીરખીને જોવું તે) કરો તો ખબર પડે કે શું શું ભર્યું છે. માટે થોડા ગુણો સેવી ખાલી પુણ્યબંધ કરી લો, પણ જો અનુબંધ અશુભ હશે તો શું? માટે વિચાર કરવા જેવું છે. તમને દાન દેતાં પણ દાનમાં નહીં પણ પરિગ્રહમાં રસ વધુ હોય છે અને તેથી અશુભ અનુબંધ પડે છે. જેને પોતાના મોક્ષની ચિંતા નહીં તે ગામના મોક્ષની શું ચિંતા કરવાનો? સંસારમાં ધર્મ કરવા છતાં વૈરાગ્યની વૃદ્ધિ કેમ દેખાતી નથી? કારણ કાં તો તે કુલાચારથી ધર્મ કરે છે યા મનસ્વીપણે ધર્મ કરે છે. સંસારના રસિક જીવોને ૧૮ પાપસ્થાનકમાં જ રસ હોય છે. મિથ્યાત્વશલ્ય તમને હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવે છે, જયારે અપુનબંધક અવસ્થાવાળા જીવોને મિથ્યાત્વ મંદ હોય છે. મિથ્યાત્વ મંદ હોવાને કારણે તેને પાપના અનુબંધ શિથિલ પડશે અને થોડોક વિવેક હશે માટે થોડો પુણ્યનો અનુબંધ પડશે. મિથ્યાત્વશલ્યના કારણે જ અત્યાર સુધી કર્મો Build-up (ક્રમશઃ વધતા જતા) થતા હતા જેનું હવે Dissolution (વિસર્જન) ચાલુ થશે. ચારિત્રમાં એટલે કે ધર્મમાં ધર્મબુદ્ધિ અને અવિરતિમાં એટલે અધર્મમાં અધર્મબુદ્ધિ થવી જ જોઈએ. તે જ વિવેક છે અને તે જ અનુબંધનું કારણ છે. માટે જ્યારે શુભાશ્રવ કરો ત્યારે અનુબંધ પર નજર રાખવાની છે. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિજીએ ફરમાવ્યું છે કે, સંસારના તીવ્ર રસવાળા જીવોને તાત્ત્વિક ધર્મની વાતો કરીએ તો વૈષ થાય; કારણ કે તેમના અર્થ-કામના રસ પર પ્રહાર થાય છે. આ તેમનું ગાઢ મિથ્યાત્વ છે. તત્ત્વાર્થસૂત્ર જૈનશાસનનું હૃદય છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજાએ દશ અધ્યાયમાં ગજબ Cover(સમાવિષ્ટ) કર્યું છે. ગ્રંથકારે વ્યુત્ક્રમ હેતુપૂર્વક જ કરેલો છે. આશ્રવ શુભ હોવા છતાં અનુબંધ અશુભ છે, તેનો નિર્વેદ પમાડવો છે. માટે હું જે કહું છું તેના માટે જિજ્ઞાસા થવી જોઇએ. ધર્મનું મૂલ્ય સમજો ધર્મ મોક્ષ માટે છે. સંસારના ભૌતિક સુખો તો આનુષંગિક ફળ છે. માટે ગમે તે રીતે ધર્મ કરવાનો નથી. અમે ધર્મનાં ફળોનું વર્ણન ચાલુ કરીએ તો ઓઘશ્રદ્ધાવાળા જીવો પાસે ધર્મ કરાવવો સુલભ છે, પરંતુ ભૌતિક લાભો-સુખો બતાવી ધર્મ પ્રત્યે આકર્ષણ કરાવીને ધર્મ કરાવવાનો જ નથી, પણ જેમાં તમારી આસક્તિ છે, તેમાંથી બહાર કાઢવા ધર્મ કરાવવાનો છે. તમારો વિષયરાગ-કષાયરાગ ન પોષાય, પણ તે તૂટતો જાય તે રીતે અમારે ધર્મ કરાવવાનો છે. તમે સારું પામ્યા એટલે તમને ખોટાનો પશ્ચાત્તાપ થવો જ જોઇએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આશ્રવ અને અનુબંધ સભા- પણ સાહેબ, આ રીતેય ભૌતિક સુખની લાલચ આપી કરાવવામાં આવતા ધર્મમાં શાસનપ્રભાવના તો થાય ને? સાહેબજી:- બાહ્યદષ્ટિએ શાસનપ્રભાવના થાય, પણ આ રીતે ધર્મ કરનાર અને ઉપદેશકનું શું થાય તે જોવાનું કે નહિ? તીર્થકરના બાહ્ય વૈભવને જોઇને તેના આકર્ષણથી માત્ર તેવું મેળવવા ધર્મ કરે તો તે ગરલક્રિયા છે, જે slow-Poison(ધીમું ઝેર) છે. જૈનધર્મમાં જરાય ઘેલછા નથી. આ ધર્મ તો Reality (વાસ્તવિકતા)ની જ વાત કરી ચોક્કસ સત્ય તત્ત્વ જ મૂકશે. મોક્ષની પ્રરૂપણા કરવાવાળો જ આ ધર્મ છે. તીર્થંકરની ઉપાસના દ્રવ્યસ્તવ અને ભાવસ્તવથી થાય. દ્રવ્યસ્તવ જો ભાવસ્તવમાં પરિણમન ન પામે તો તે નિષ્ફળ છે. માટે એક નવકારશી પણ ચારિત્રના અભિલાષપૂર્વકની જોઈએ. સૂત્રો તો અનેક પ્રકારે, અનેક નયથી કહેવાયાં હોય. યથાસ્થાને તેનો વિનિયોગ કરી ધર્મ કરો તો તે સુનયપૂર્વકનો ધર્મ કહેવાય. આ સૂત્ર સામાન્યથી છે કે વિશેષથી છે? તે વિચારવું પડે. કયું સૂત્ર કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં વાપરવાનું છે, તેની પૂરી સમજ જોઈએ. બધું સ્યાદ્વાદથી વિચારવાનું છે. સભાઃ- “સ્વામીવાત્સલ્ય એકલ પક્ષે, એકત્ર ગુણ સમુદાય રે; બુદ્ધિ તોલાએ તોલીએ, તુલ્ય લાભ ફળ થાય રે” (ત્રાજવાના એક પલ્લામાં સ્વામીવાત્સલ્ય (સાધર્મિકભક્તિ) અને બીજા પલ્લામાં સમસ્ત ગુણસમૂહને રાખી બુદ્ધિરૂપી તોલા-માપદંડથી તોળીએ-માપીએ તો બંનેનું સમાન ફળ થાય) તેવું કહ્યું છે તેનું શું? સાહેબજી - આ વિશેષ સૂત્ર છે. વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ વાપરવાનું છે. ક્યાં તીર્થકરની ભક્તિનું ફળ, ક્યાં જ્ઞાનનું ફળ, ક્યાં સાધુ-સાધ્વીની ભક્તિનું ફળ અને ક્યાં સાધર્મિક ભક્તિનું ફળ. તમે નિગ્રંથ નથી. બાહ્ય અને અત્યંતર બેઉ ગ્રંથવાળા છો. આરંભ-પરિગ્રહમાં રહેલા છે. માટે તમને હીન ગણીને પંચ પરમેષ્ઠીમાં સ્થાન નથી આપ્યું. માટે તીર્થકરની ભક્તિનું આ ફળ, મુનિની ભક્તિનું આ ફળ, તેમ સાધર્મિક ભક્તિનું આ ફળ, તેમ દરેકનાં ફળ અલગ છે. મુનિની ભક્તિ પાસે શ્રાવકની ભક્તિ તુચ્છ છે, માટે સમાન ફળ મળે તેમ બોલાય નહીં. સ્થાનભ્રષ્ટ સૂત્ર ગોઠવે તે ઉન્માર્ગનો સ્થાપક છે. સામાન્યથી અને વિશેષથી એમ બે પ્રકારે સૂત્રો માર્ગ ચલાવવા આપ્યાં છે. અર્થ કરતાં Proper(યોગ્ય) સંદર્ભ આપવો પડે. પહેલાં પદાર્થ, પછી વાક્યર્થ, પછી મહાવાક્યર્થ અને પછી ઐદંપર્યાયાર્થ સુધી પહોંચવું પડે. તે કોણ કરી શકે ? કે જે સર્વનય લગાડે તે જ. (૧) નિર્ચયઃ ધન-ધાન્યાદિ બાહ્યગ્રંથિ અને કપાયાદિની પરિણતિરૂપ અત્યંતરગ્રંથિ તે બંનેથી જે રહિત છે તે નિગ્રંથ. Page #96 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ માટે કયું સૂત્ર કયા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કામ લાગે તે વિચારવાનું. પહેલાં તીર્થકર, પછી જ્ઞાન, પછી સાધુ-સાધ્વી અને પછી જ સાધર્મિક ભક્તિ આવે. સામાન્યથી કહેવાય કે અધર્મ છોડો અને ધર્મ કરો, પણ પછી વિશેષથી કેવી રીતે ધર્મકરવો તે માટે સૂત્રો સ્યાદ્વાદમય રહેવાનાં. ત્યાં કહે કે અસમંજસવૃત્તિ છોડી સમંજસવૃત્તિથી ધર્મ કરો. વિશેષ સૂત્ર વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળમાં લાગુ પડે, સામાન્યમાં નહીં. તેમ સામાન્ય સૂત્ર સામાન્ય દ્રવ્ય-ક્ષેત્રકાળમાં લાગુ પડે, વિશેષમાં નહીં. તે સિવાય બીજી રીતે લાગુ કરો તો વિરાધક બનો. ફળ સમાન મુકાય નહિ. જેમ હું તીર્થકરથી હીન, તેમ તમે સાધુ-સાધ્વીથી હીન ગણાઓ. માટે શ્રાવકાદિને તીર્થંકર-જ્ઞાન-સાધુ-સાધ્વીની ભક્તિનીEquivalent (સમાન) મૂકે તે બરાબર નથી, માટે Combine force (બધાને એક સામાન્ય પ્રવાહ)માં કદી મુકાય નહીં. અમે બધા (તીર્થંકરાદિ) United(એક) થઈએ તોય તમારી સામે ન ટકી શકીએ અને તમે ચઢી જાઓ, તે Mis-interpretation(ઊંધું અર્થઘટન) છે. આ સૂત્ર વિશેષથી છે, સામાન્યથી નથી. સભા- તો આ સૂત્ર ક્યારે વપરાય? સાહેબજી:-કોઇક કારણસર સાધર્મિકોનો નાશ થવાનો હોય અને તેમનો નાશ થવાથી બધાનો નાશ થવાનો સંભવ હોય, ત્યારે આમને બચાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના હોય, આ બચશે તો સાધુ-સાધ્વી બચશે, જેનાથી તીર્થ ચાલશે, તીર્થકરો થશે, આમાંથી જ સાધુ-સાધ્વી થશે, દેરાસર-ઉપાશ્રય બચશે, આ છે તો બધું છે; માટે આવી કટોકટી ઊભી થાય ત્યારે, આવા વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં આ વિશેષ સૂત્ર લાગુ કરીને વપરાય અને Clarification (ખુલાસો) કરવાનું આવે. પણ સામાન્ય સૂત્રમાં પહેલાં તીર્થંકર પછી જ્ઞાન-સાધુ-સાધ્વી પછી સાધર્મિક આવે. માટે ઉત્સર્ગથી શું? અપવાદથી શું? બધું બરાબર સમજવું પડે; નહીંતર શીર્ષાસન થશે, આશાતના થશે. સભા- તો સાધર્મિકભક્તિનું ફંડ થાય નહીં ને? સાહેબજી- બધાની આશાતના કરીને ફંડ કરવું જરૂરી નથી. સાધર્મિક ભક્તિ છે, પણ તેની ભક્તિ, ઉપરના ત્રણેની ભક્તિની તોલે અથવા તેથી પણ વિશેષ ભક્તિ તેની બતાવો, તો બરાબર નથી. વિશેષ સૂત્ર ગમે ત્યાં લગાડાય નહીં. ઉત્સર્ગથી જે સ્થાન હોય, અપવાદથી જે સ્થાન હોય તે બધું બતાવવું પડે. પાછી સાધર્મિક ભક્તિ કરો તેમાં પણ, જેમાં બેઉના ગુણની વૃદ્ધિ થાય તેવી રીતે થવી જોઈએ. આવી રીતે કરો તો જ સાચા સાધર્મિકો Page #97 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ટકી રહે. સભા - કહેવાય છે ને કે સાધર્મિકમાં તીર્થકર આદિના જીવો હોય છે? સાહેબજી:- ચતુર્વિધ સંઘમાં તીર્થકરનો જીવ હોઇ શકે છે. જ્યારે તમારે ઘરે સંઘની પધરામણી કરાવવાની હોય ત્યારે આ સૂત્ર લગાડીને વિચારવાનું છે. બાકી વ્યક્તિગત ભક્તિ કરવાની હોય તો બંનેના ગુણની વૃદ્ધિ થાય તે રીતે જ કરવાની આવે. Either of them(ત બેમાંથી એક) પણ નહીં, પણ Both of them (તે બને)ના ગુણની વૃદ્ધિની વાત છે. તમારાથી થતા ધર્મમાં Reality(વાસ્તવિકતા) શું છે? અને અવિચારકતા કેટલી છે? તે વિચારજો. તમે શેના ખપી છો? અવિધિના ખપથી તથા તેના પક્ષપાતથી અનુબંધ ખોટો પડશે. માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવાનો છે. “થHો” (આજ્ઞામાં જ ધર્મ) કહ્યું છે. વિચારજો, તીર્થકર શું છે? તેમનું સ્વરૂપ શું છે? તેમનું પ્રદાન શું છે? હું તો તેમની ચરણરજ બરાબર પણ નથી. ક્યાં સર્વ ગુણોથી સહિત તે અને ક્યાં હું અનેક દોષોથી ભરેલો? અંદર શું શું ભરેલું છે? પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ લખ્યું છે કે, હે પ્રભુ! જ્યાં જ્યાં તારી મહોરછાપ લાગે તેટલું જ મારે પ્રમાણ છે. એકાંતવાદ કરતાં સ્યાદ્વાદ (અનેકાંતવાદ) પ્રત્યક્ષ છે, માટે જ તેના ઉપર શ્રદ્ધા કરીએ છીએ. હવે આશ્રવતત્ત્વની વાત કરે છે. તેના બે પ્રકાર. શુભ આશ્રવ અને અશુભ આશ્રવ. શુભાશ્રવ કરતી વખતે પણ અનુબંધ ઉપર ધ્યાન રાખવાનું છે. મિથ્યાત્વી કરોડો રૂપિયાનું દાન આપે, જયારે સમકિતી ૧૧ રૂપિયાનું દાન આપે તો પણ તેનું દાન મહાન છે. મિથ્યાત્વી ગમે તેટલું તપ કરે, તેના કરતાં સમકિતીની એક નવકારશીનું ફળ મહાન છે. સમકિતી ભાવથી પ્રભુની આજ્ઞામાં છે. અન્ય જગ્યાએ રહેલ અપુનબંધક જીવ પણ દ્રવ્યથી પ્રભુની આજ્ઞામાં છે. તામલી તાપસ યોગની બે દૃષ્ટિથી આગળ છે; પણ તે સમકિત નથી પામ્યો, માટે તેના ૬૦૦૦૦ વર્ષના તપ કરતાં સમકિતીની એક નવકારશીનું ફળ ચઢી જાય, સમકિતી superior(ચઢિયાતો) છે. ક્યાં તત્ત્વજ્ઞાનના Background (ભૂમિકા)વાળો જીવ અને ક્યાં તત્ત્વજ્ઞાનના Background(ભૂમિકા) વગરનો જીવ! માટે ગુણસ્થાનકભેદે આખી Mentality (મનોવૃત્તિ) બદલાઇ જાય છે. આમ એકની એક ક્રિયાનું ફળ બંનેને જુદું જુદું આવશે. Page #98 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૮૭ હા, તામલી તાપસ યોગની દૃષ્ટિમાં તો છે, જ્યારે તમે તો યોગની દૃષ્ટિને પણ પામ્યા નથી. તેથી તમારા ધર્મ કરતાં તેનો ધર્મ મહાન છે. તેનો છઠ્ઠનો તપ કેવો હતો ? તે ધર્મ ફક્ત મોક્ષ માટે જ કરતો હતો, ભૌતિક સામગ્રી માટે નહીં. જયારે તમે શેના માટે ધર્મ કરો છો ? તે વિચારજો. તેથી જ તમારા કરતાં તેનો તપ ઘણો ઊંચો છે. હા, જે બાબતમાં વાંધો છે તેની વાત જુદી. તેઓ બધા ઋષિ મુનિઓ હતા. સંસારની બહાર હતા. બધા આર્ય ધર્મોએ મોક્ષને સાર અને તેના સાધન તરીકે સંસારનો ત્યાગ તે સંન્યાસ કહ્યો, પણ વ્યાખ્યામાં ફેર પડે. ત્યાં ચારિત્ર અમુક કક્ષાનું, અહીં તેનાથી પણ ઉપલી કક્ષાની વાત છે. અહીં વ્યવહારનય, નિશ્ચયનય વગેરે વગેરે અનેક નયોથી વર્ણન મળે. તે જીવો પણ લાયક હોવા છતાં સર્વ નય ન મળવાથી આગળ વધી શક્યા નહિ. જ જેને દર્શનશુદ્ધિ થઇ જાય તેના માટે ધર્મ માત્ર એક જ છે અર્થાત્ ચારિત્ર. ધર્મઅધર્મ કોને કહેવાય તેનો તેને ખ્યાલ આવી જાય. તે ધર્માધર્મમાં ક્યાંય ભ્રમિત થાય નહિ. અર્થ-કામ એ અવિરતિ છે. અવિરતિ પાપમય છે. માટે જ અમે તેનો ત્યાગ કર્યો છે. પાપથી જ સંસારભ્રમણ છે. તો અવિરતિ સેવાય ખરી ? તેને પુષ્ટ કરવા ધર્મ કરાય ખરો ? માટે ગમે તે રીતે ધર્મ કરો તો શાસ્ત્ર પીઠ થાબડશે નહિ. શાસ્ત્ર તો ખુલાસા માંગશે.તે તો Natural Justice(કુદરતી ન્યાય) પર ચાલે છે. ભાવ, અધ્યવસાય, પરિણામ બધું જ માંગશે. માટે અમારે ઉપદેશ આપતાં પહેલાં બધું ભણવું પડે, નહિતર ઉપદેશક થતાં અમારું સંસારભ્રમણ વધી જાય. આ પાટ ઉપર બેસવામાં જેટલી નિર્જરાનો સંભવ છે, તેટલું બંધનું જોખમ પણ છે. સભા:- અજ્ઞાનતા હોય, આશય ન હોય તો પણ ? સાહેબજી:-અજ્ઞાનતા એ કાંઇ Plus point(જમા પાસું) થોડો છે? અજ્ઞાનતા એ તો Minus point(ઉધાર પાસું) છે. હું (ઉપદેશક) અજ્ઞાની હોઉં અને મારી રીતે ચલાવે રાખીને ઉન્માર્ગનું સ્થાપન કરું, સન્માર્ગને હાની પહોંચાડું, તો મારે ફળ ભોગવવું જ પડે. અજ્ઞાની હોય ને આશય ન હોય તો પણ સંસારવૃદ્ધિ થાય, હાડકાં ભાંગી જાય. ક્યાંય સંશય લાગે તો કહે કે, ભાઇ ! મારું આટલું જ Level(સ્તર) છે. પાછી તમારે પણ તે સાંભળતાં અક્કલ તો ઠેકાણે રાખવાની જ છે. અજ્ઞાનથી પણ ખોટો ઉપદેશ આપે અને તમે તેનાથી દોરવાઇ ખોટું કરો, તો તમને પણ તેનું અવળું જ ફળ મળવાનું. સંસારમાં તમને કોઇ ઊંધું માર્ગદર્શન આપે તો ? તમે કેટલાને પૂછો ? હજાર વાર ચકાસણી કરો ? ક્યાંય સીસામાં ન ઊતરો ને ? અહીં અર્થ-કામ માટે ધર્મ કરવાનું કહે તો તમને ગમતું હતું તે જ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આશ્રવ અને અનુબંધ તેણે આપ્યું. કહેવત છે ને કે “ભાવતું હતું ને વૈદે કહ્યું, તેમ તમે પણ ખુશ થઇ જાઓ છો. પણ સમજો, અર્થ-કામ તે અવિરતિ છે, અવિરતિ તે અધર્મ છે અને તેના માટે ધર્મ હોય ખરો? કે ધર્મ તો અધર્મથી છૂટવા માટે હોય? કોઈ ઉપદેશક એમ કહે કે, કોઈ દેરાસર બંધાવે તેને વર્ષો સુધીનાં દેવલોકનાં સુખ મળે, અને જો શ્રદ્ધાળુ જીવ દેવલોકનું સુખ મળે તેવા આશયથી દેરાસર બંધાવે, તો તેને બંધ શુભ અને અનુબંધ અશુભ પડશે; જેથી તે અશુભ અનુબંધના ઉદયે તેને દુર્બુદ્ધિ મળશે. માટે અમારે તો હિતાહિતનો વિચાર કરી સત્ય પ્રરૂપણા જ કરવાની છે. અપવાદે કેવળી ગ૭ ચલાવે તેવું પણ કહ્યું છે. સામાન્ય રીતે જો ઉત્તરાધિકારી મળી જાય તો તેને સોંપે, નહીંતર પોતાનો ગચ્છ બીજા ગચ્છને સોંપી દે. માટે અપેક્ષાએ ગીતાર્થ આચાર્યો જંગમ તીર્થ છે, તે માર્ગ ચલાવે છે. પેલાં તીર્થ તો બધાં સ્થાવર તીર્થ છે. આપણા ધર્મમાં કેટલી સૂક્ષ્મતા છે ! સૂત્રના ઉચ્ચારણમાં પણ જો ભૂલ થાય તો શાસ્ત્રકારોએ એને જ્ઞાનનો અતિચાર ગણ્યો છે. ધર્મમાં બ્રાન્તિ, અજ્ઞાન, બોધની ખામી એ અપલક્ષણ છે, શાસ્ત્રકારોએ તેને દોષ તરીકે કહ્યા છે. માટે બરાબર સમજો, નહીંતર ભવાંતરમાં કુટાવાનું આવશે. ક્રિયાને અને તેને અનુરૂપ અધ્યવસાયને સમજો તો કામ કાઢી શકશો. પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધીપાપ, પુણ્યાનુબંધી પુણ્યઃ અનુબંધની દષ્ટિએ ચાર છે. ટૂંકમાં અધ્યવસાયથી ધર્મ સમજો . geesews ક વૈરાગ્યના અભ્યાસથી મોક્ષ છે. જેમ જેમ ધર્મ આચરવાનો કાળ વધતો જાય તેમ તેમ વિષયોનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ પણ વધવો જોઈએ. ગુણનો પક્ષપાત અને દોષ પ્રત્યે અરુચિ તે સમ્યક્તનું એક લક્ષણ છે. જેને પોતાને ગુણનો ખપ ન હોય તેને કદી પણ બીજાનો ગુણાનુરાગ નહિ આવે. કનિશ્ચયનયથી બધી પુણ્યપ્રકૃતિ ગુણથી બંધાયછે, વ્યવહારનયથી બધી પુણ્યપ્રકૃતિ શુભપ્રવૃત્તિથી બંધાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ NOB & તા.૬-૯-૯૮ ભાદરવા સુદ પૂનમ, રવિવાર. અનંત ઉપકારી, અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇ અનંત સુખમય એવા મોક્ષપદને પ્રાપ્ત કરે તે માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. ગ્રંથકાર કહે છે કે આશ્રવ બે પ્રકારના છે. શુભાશ્રવ અને અશુભાશ્રય. હવે ક્રમ પ્રમાણે શુભાશ્રવ પહેલાં અને પછી અશુભાશ્રવ આવે, આ વ્યાકરણનો નિયમ છે. છતાં ગ્રંથકાર વ્યુત્કમ કરીને પહેલાં અશુભાશ્રવ અને પછી શુભાશ્રવ બતાવે છે, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે આમ કેમ? ત્યારે કહે છે કે જે જીવોનો ધર્મ અશુભાનુબંધી હોય તેવા જીવો સરવાળે ધર્મથી વિમુખ થાય છે, તે બતાવવાનો ગ્રંથકારનો અહીંયાં આશય છે. ધર્મમાં બંધની તેમજ અનુબંધની શુદ્ધિ જોઈએ. જો અનુબંધ અશુભ હોય તો તે ધર્મ ઉપાદેય બનતો નથી. તે ધર્મ સંસારના પરિભ્રમણનું કારણ બને છે. માટે સાચા ધર્મની સન્મુખ કરવા અને ખોટા ધર્મથી વિમુખ કરવા માટે ગ્રંથકારે વ્યક્રમ કર્યો છે. આ તેમણે પાયાની વાત કરી છે. બંધ અને અનુબંધ બંને શુભ જોઇએ. ખાલી બંધ શુભ હોય તો તેનાથી સંસારની ભૌતિક સામગ્રી મળે અને તેનાથી જ સંસારનું પરિભ્રમણ વધે છે. હવે બંધ ચાર પ્રકારનો છે અને અનુબંધ બે પ્રકારનો છે, તે (૧) શુભ અનુબંધ અને (૨) અશુભ અનુબંધ શુભ અનુબંધ સદ્ગદ્ધિનું કારણ છે જ્યારે અશુભ અનુબંધ દુર્બુદ્ધિનું કારણ છે. શુભ અનુબંધ તેના ભોગકાળમાં વિવેકનું રસાયણ ભેળવે છે અને ધર્માનુષ્ઠાનો પ્રત્યે રુચિ કરાવે છે. કર્મના ઉદય વખતે કર્મ જીવને જે પ્રેરણા-બુદ્ધિ આપે છે, તે અનુબંધ પર આધારિત છે. માટે જો અનુબંધ શુભ હોય તો તે વખતે સદ્ગદ્ધિ આવે. માટે સબુદ્ધિનો આધાર શુભ અનુબંધ છે, નહિ કે શુભબંધ. બંધ તમને કદાચ ધર્મસામગ્રી મેળવી આપે, ત્યારે ધર્મ કરવાની અનુકૂળતા પણ મળી રહે, પણ તે વખતે અશુભ અનુબંધ હોય તો ધર્મની સામગ્રી મળવા છતાં તેમાં રુચિ થાય નહિ; વિપરીત પ્રવૃત્તિમાં જ જીવને રુચિ થાય. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ • આશ્રવ અને અનુબંધ હવે બંધ ચાર પ્રકારનો છે. (૧) પ્રદેશબંધ, (૨) પ્રકૃતિબંધ, (૩) સ્થિતિબંધ અને (૪) રસબંધ. તેમાં યોગનું ચાંચલ્ય વધારે હોય તો પ્રદેશબંધ અધિક થાય છે, કર્મનો Mass (જથ્થો) ભેગો થાય. તમારા વલણ અનુસાર પ્રકૃતિબંધ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યેનું તમારું વલણ શું છે? તેમ જ તેના વિપરીત ભાવો પ્રત્યેનું તમારું વલણ શું છે? તે જોવું પડે. ટૂંકમાં ગુણ પ્રત્યે કે દોષ પ્રત્યેનું તમારું વલણ કેવું છે? તે પ્રત્યે તમારોTrend(ઝોક) કેવો છે, તદનુસાર પ્રકૃતિબંધ છે. સ્થિતિબંધ કાષાયિક પરિણામ ઉપર આધાર રાખે છે, જયારે રસબંધ કષાય અંતર્ગત વેશ્યાના પરિણામ ઉપર આધાર રાખે છે. સભા- રુચિ અને વલણમાં ફેર? સાહેબજી:- સામાન્ય રીતે રુચિ પ્રમાણે જ વલણ હોય, પરંતુ અપવાદે તેના ભેદ પણ જોવા મળે. દાખલા તરીકે, દર્શનમોહનીયના ક્ષયોપશમથી તત્ત્વની રુચિ થઈ પણ હોય, પરંતુ જો ચારિત્રમોહનીય પ્રબળ હોય તો તે જીવનું વલણ અચારિત્ર પ્રત્યે રહ્યા કરે તેવું પણ બને. વલણમાં ક્રિયાની અભિમુખતા છે જ્યારે રુચિ વિવેક સાથે સંકળાયેલી છે. ઊંઘમાં પણ તેનું વલણ પડેલું હોય છે.ગુણ-દોષના સ્વરૂપના બોધથી ફલિત થયેલ તત્ત્વની કે ધર્મની રુચિથી અનુબંધમાં ફેરફાર થાય છે. ભાવસમકિતીને પ્રતીતિપૂર્વકની રુચિ હોય છે. હવે તમે જે કર્મ બાંધો છો તે કર્મમાં નવું કર્મ બાંધવાની જે શક્તિ છે તે જ અનુબંધ છે. સભા:- રુચિમાં વૈરાગ્ય માંગ્યો છે ? સાહેબજી:-તત્ત્વમાં રુચિ વૈરાગ્ય વગર હોય જ નહિ. કદચ વૈરાગ્ય હોય પણ સાથે તત્ત્વરુચિ હોય તેવું નક્કી નહિ, પરંતુ તત્ત્વરુચિ હોય તો સાથે વૈરાગ્ય નક્કી હોય. સમકિતી હોય તેને વૈરાગ્ય હોય જ, માટે જ અનુબંધ શુભ પડે. ધર્મ-અધર્મનો, તત્ત્વ-અતત્ત્વનો વિવેક અંશથી અપુનબંધકમાં પ્રગટે છે. જેટલે અંશે વિવેક પ્રગટે તેટલે અંશે શુભ અનુબંધ પડવાનું ચાલુ થાય અને વિવેકની પરાકાષ્ઠા સમકિતમાં આવે. બાકી જે જીવો સંસારના ગાઢ રસિક છે, તે તો ભલે ધર્મમાં પ્રવૃત્ત હોય, યાને કે દાન-શીલ-તપ કરતા હોય, ત્યારે બંધ પુણ્યનો પડતો હોય તો પણ અનુબંધ તેમને પાપનો જ પડતો હોય છે. સભાઃ- કષાયના ઉદય વખતે યોગની ચંચળતા હોય? સાહેબજી:- કષાયના પરિણામ જુદી વસ્તુ છે અને યોગનું ચાંચલ્ય જુદી વસ્તુ છે. ઘણાની પ્રકૃતિ જ એવી હોય કે તે કાયાથી સ્થિર રહી જ ના શકે, વચનથી પણ તેને કાંઇને કાંઇ બોલવા જોઈએ જ, મનથી પણ જરાય સ્થિર ન રહી શકે, જયારે ઘણા મજેથી કલાકો સુધી પણ એક જગ્યાએ બેઠા રહી શકે. માટે યોગની ચંચળતા જુદી વસ્તુ છે. છઠ્ઠા ગુણસ્થાનકે Page #102 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૯૧ જીવને એક કોટાકોટી સાગરોપમથી થોડી ન્યૂન સ્થિતિ બંધાઈ શકે તેટલો કષાયનો પરિણામ હોઇ શકે. હા, પછી જીવ ઉપરની ભૂમિકામાં જશે ત્યારે પાછો તેમાં ફેરફાર થશે અથવા જો નીચે એકેંદ્રિયમાં જશે તો પણ તે સ્થિતિના બંધમાં તેને ફેર થશે. કારણ ત્યાં બંધની સામગ્રીને અભાવ છે, જયારે ઉપરના ગુણસ્થાનકે સામગ્રીનો અભાવ નથી. સભા- યોગની ચંચળતા કાઢવી જોઈએ ? પ્રકૃતિ બદલાય ખરી ? સાહેબજી:- કઈ પ્રકૃતિની વાત કરો છો? સહજ પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, બાકી બધી વિકૃતિ છે. ચંચળતા કર્મકૃત છે. વિકૃતિ બદલાઈ શકે છે. જેટલી વિકૃતિ વધારે તેટલી માથાફોડ વધારે, પણ તે અભ્યાસથી બદલી શકાય છે. અભ્યાસ અને વૈરાગ્યથી મોક્ષ છે, પણ તે કરવા પુરુષાર્થ કરવો પડે. ગ્રંથકાર આ બધું શું કામ સમજાવે છે? તમેControl(કાબૂ) કરી શકો માટે. ભગવાને જે કહ્યું છે તેનો અમલ કરવો પડે. તેમણે આપેલી Theory (તત્ત્વજ્ઞાન)ને તમારે Action (કાર્યોમાં Translate(રૂપાંતર) કર્યા જ કરવાની. તમે ચંચળતા ઉપર કાબૂ મેળવી શકો તો પ્રદેશબંધ ઓછો થવા માંડે. તમે ઊંધાં વલણ ચત્તાં કરો, જે હરેક ગુણ પ્રત્યે Anti(વિરુદ્ધ) ન હોય પણ Pro(તરફેણમાં) બની રહે. તેને લાભ એવો કે ભાવિમાં તે તેને ગુણની સામગ્રી ભેગી કરી આપશે. દા.ત. જ્ઞાનમાં સહાયભૂત થવાના વલણવાળા જીવને પુણ્યપ્રકૃતિ એવી બંધાય કે તેને ભવાંતરમાં જ્ઞાનની સુંદર સામગ્રી મળે, ત્યારે તેઓ તે સામગ્રી દ્વારા રુચિ થવાથી આગળ વધી શકવાના. જયાં સુધી જે ગુણ આત્મસાતું ન થાય ત્યાં સુધી મહેનત કરવી પડે, પછી સહજ થવાથી જીવને મહેનત કરવી પડતી નથી. કોઈ પણ વ્યક્તિ વગર પુરુષાર્થે પાર ન ઊતરી શકે. આપણે તો અત્યારે દોષોને જ આત્મસાત્ કર્યા છે. જરાક નિમિત્ત મળતાં શું થાય છે? દોષો તરત ઉદીરણા પામે છે. માટે પહેલાં તો તમારે શું કરવાનું છે કે, કર્મોને ઉદિત થવા દેવાનાં નથી અને કદાચ કર્મો ઉદિત થાય તો તેના ઉદયભાવોને નિષ્ફળ કરવાના છે. સભા- ચાંચલ્ય એ ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે? સાહેબજી:- હા, ચાંચલ્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે. એટલે જ મુનિ માટે કહ્યું છે કે તે નિષ્કારણ તેનો પગ પણ હલાવે નહિ. વજુદવાનું કારણ હોય તો બરાબર, નહિતર એટલી તેના ચારિત્રની ક્ષતિ ગણાય. નિષ્કારણ બોલવાનું પણ નથી. ઉત્સર્ગથી ગુપ્તિ અને અપવાદથી સમિતિ સેવવાની આવે અને તેમાં પણ દ્વાદશાંગી આધારિત ધારાધોરણ મુજબ જ. વિશેષ કારણે બોલવાનું છે, માટે બોલવું એ અમારે અપવાદ છે. કોઇપણ (૧) ગુપ્તિ આત્મસંરક્ષણ એટલે કે મન-વચન-કાયાના યોગોને મુક્તિમાર્ગને અનુકૂળ રીતે પ્રવર્તાવવા કે કાબૂમાં રાખવા તે ગુપ્તિ. (૨) સમિતિ : ઉપયોગપૂર્વક કરાતો પ્રવૃત્તિરૂપ ધર્મ, પ્રશસ્ત ચેષ્ટા . Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આશ્રવ અને અનુબંધ ચેષ્ટા સમિતિપૂર્વકની જોઇએ, નહિતર તે અચારિત્રમાં જાય. તીર્થંકરોએ સમિતિ-ગુપ્તિની અદ્ભુત વ્યાખ્યા કરી છે. આ બધું વિચારતાં થાય કે આપણો ધર્મ કેવો છે, આપણા તીર્થંકરો કેવા છે, કેવી અદ્ભુત વાતો કરી છે ! આમ યોગનું ચાંચલ્ય અચારિત્રમાં જાય અને તેથી કર્મનો Mass(જથ્થો) ઊભો થાય. હવે જેમ કષાયનો પરિણામ તીવ્ર, તેમ સ્થિતિબંધ અવિક, દીર્ઘકાળ સુધીની સ્થિતિ બંધાય. તેમ લેશ્યાશુદ્ધિને રસબંધમાં ગોઠવી છે અને લેશ્યા શુદ્ધ થવા માટે કષાયનો પરિણામ મંદ જોઇએ, પ્રશસ્ત કષાયનો પણ. આ શુદ્ધિ માટે તમારે જીવનમાં કોઇ પ્રયાસ ખરો? આ બાબતોને તમારે Practical Life(વ્યવહારિક જીવન)માં ગોઠવવાની છે. સભા:- પ્રશસ્ત કષાયના પરિણામ પણ મંદ જોઇએ ? સાહેબજી:- હા, શ્રેષ્ઠ લેશ્યા માટે પ્રશસ્ત કષાયો પણ મંદ જોઇએ. સાતમા અને તેથી ઉપરના ગુણસ્થાનકે શુક્લલેશ્યા હોય છે. શુદ્ધ ભાવના પરિણામો ત્યાં અધિક હોય છે, કષાયના પરિણામો મંદ હોય છે. શુદ્ધિ વધારે તેમ આત્માનો સહજભાવ વધારે. કારણ કે કાષાયિક ભાવોનું Replacement(બદલી) આત્માના સહજ સ્વભાવથી થાય છે. આઠમે અને નવમે ગુણસ્થાનકે જેવી ઊંચી પુણ્યપ્રકૃતિઓ જીવ બાંધે છે, તેવી નીચલા ગુણસ્થાનકે બાંધી શકતો નથી. માટે ઊંચા ગુણસ્થાનકે શુદ્ધિ વધારે તેમ રસબંધ તીવ્ર બંધાય છે. આ રસબંધનો આધાર લેશ્યા પર છે. આ બધી વાત પુણ્યબંધની છે, પાપબંધની વાત નથી. પાપબંધની તીવ્રતા માટે અશુદ્ધ લેશ્યા જવાબદાર છે. કેવળીને પરમ શુદ્ધિ છે. માટે તેમને ખાલી શાતાવેદનીય બંધાય. તેમાં ૨સબંધMaximum (ઉત્કૃષ્ટ) હોય છે, જ્યારે સ્થિતિબંધ Bare Minimum(જધન્ય) હોય છે. કારણ કેવળી છે તેમને Maximum(ઉત્કૃષ્ટ) શુદ્ધિ છે. તેઓ એક સમયે બાંધે, બીજે સમયે ભોગવે અને ત્રીજે સમયે ખરી જાય. આખા ભવચક્રમાં કયારેય ન કરેલ હોય, તેવો ઉત્કૃષ્ટ રસબંધ જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં કરે છે. આ જીવોની શુદ્ધિ પરાકાષ્ઠાની હોય છે, એટલે રસબંધ પણ પરાકાષ્ઠાનો હોય છે. સરાગસંયમીઓ કરતાં ક્ષયોપશમભાવના વીતરાગસંયમીઓને સબંધ અધિક હોય છે. આમ A to Z(અથથી ઇતિ સુધી) બધું બતાવવાનું કામ ભગવાનનું, પણ પછી અમલનું શું ? અમલ તો તમારે જ કરવાનો છે. ન સભાઃ- 'સરાગસંયમ બારમા ગુણસ્થાનકે હોય ? સાહેબજી:- ના, નીચલા ગુણસ્થાનકે હોય. અહીં યોપશમભાવના (૧) સરાગસંયમ : પ્રશસ્ત કપાયવાળું ચારિત્ર. તે છટ્ઠા ગુણસ્થાનકથી હોય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ વીતરાગસંયમની વાત છે. વીતરાગસંયમના ત્રણ પ્રકાર છે. ૧) ઉપશમભાવનું, (૨) ક્ષાયિકભાવનું અને (૩) ક્ષાયોપથમિકભાવનું. જંબુસ્વામીના ભાઇ કહે છે ને કે હું વીતરાગસંયમ પાળું છું. તેથી તેમને કશું અડતું નથી. વીતરાગચારિત્રવાળાને રસબંધ અધિક થશે. તેમને ગુણસ્થાનક પ્રત્યયિક કષાય સિવાય બીજા કષાય નથી, યાને કે ગુણસ્થાનકને આશ્રયીને જે કપાય થતા હોય તે જ થાય, તેથી વધારે નહીં. ક્ષયોપશમભાવનું વીતરાગચારિત્ર પ્રાયઃ નિરપેક્ષ મુનિઓને હોય છે. સભા- ઉપશમભાવના સંયમમાં ફેરફાર થઈ શકે ? સાહેબજી:-હા, તેમાં ફેરફાર થઈ શકે. ક્ષપકશ્રેણીમાં ક્ષાયિકભાવનું ચારિત્ર હોય તો તેમાં કોઈ ફેરફાર નથી, માટે રસબંધની મહત્તા સમજો . અત્યારે તો તમારે પ્રશસ્તકષાય કરવા જ મુશ્કેલ છે, માટે તમારે તો અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્ત કષાયમાં આવવાનું છે. પછી પ્રશસ્ત કષાયમાં વિશુદ્ધિકારક મંદતા લાવવાની છે. સામાન્ય જીવોને ઉપર ચડવા માટે આ જ રસ્તો છે. પ્રથમ પગથિયું, યાને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવવું પણ અઘરું છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ કષાયથી બંધાય છે. વિવેકપૂર્વકના પ્રશસ્ત કષાયોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણો Develop કરતાં ખીલવતાં) આવડે તેનું કામ થઈ જાય. તે જીવ લેશ્યા શુદ્ધિ કરીને તીવ્ર રસબંધવાળી પુણ્યપ્રકૃતિઓ બાંધીને મોક્ષમાર્ગે આગળ પ્રગતિ કરી શકશે. પ્રશસ્ત રાગમાં આવેગ ઓછા કરતાં કરતાં શુદ્ધિ અધિક કરવાની. રત્નત્રયીના જે જે પરિણામો છે તે ભાવવાના છે. પણ તમારે Replacement(બદલી કરવા)માં (પ્રશસ્ત ભાવો છોડીને સીધા શુદ્ધ ભાવમાં જવાનો પ્રયત્ન કરવામાં) જોખમ છે. કારણકે તમે શુભ યાને કે પ્રશસ્ત ન સેવો, તો તેને સ્થાને તેનાથી ઉપરના યાને કે શુદ્ધ ભાવોમાં જશો? કે તેનાથી ઊતરતા અશુભ-અપ્રશસ્ત ભાવોમાં જવાના? માટે તમારી કક્ષામાં તમારે પ્રશસ્ત ભાવોને સેવવાના. ભૂમિકાભેદે નિયમ બદલાશે. જે શુદ્ધભાવમાં – ધ્યાનયોગમાં રમણતા કરી શકે તેવા જીવ માટે પ્રતિક્રમણની ક્રિયા પણ વિષકુંભ છે, જયારે નીચલા ગુણસ્થાનકમાં તો આ જ ક્રિયા અમૃતકુંભ છે; કારણ કે પ્રતિક્રમણમાં ઘણા પ્રશસ્તભાવો છે અને નિશ્ચયનય તો પ્રશસ્ત કષાયને પણ નકામો ગણે છે; પરંતુ આ વાક્ય કોને લાગુ પડે? કે જેઓ તે કક્ષામાં પહોચેલા હોય તેમને; તમને કે મને નહિ આપણા માટે તો પ્રતિક્રમણ એ અમૃતક્રિયા છે. તેનાથી જ આપણું કલ્યાણ છે. (૧) વીતરાગસંયમ : અપ્રશસ્ત કે પ્રશસ્ત કપાય વિનાનું ચારિત્ર. તે અગિયારમા અને બારમા ગુણસ્થાનકે હોય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આશ્રવ અને અનુબંધ માટે દૂરથી દેખાતો લાડવો એકદમ ખાઇ જવાતો નથી. Stepwise(ક્રમબદ્ધ) જવું પડે છે. ઉપલા ગુણસ્થાનક માટે તો ઔદાસિન્ય ભાવ લખ્યો છે. બધું ઊંધા ઠેકાણે લાગુ કરો તો આખી જિંદગી બરબાદ થઈ જાય, અપ્રશસ્ત કપાય સહેલાઇથી જીવમાં પ્રવેશી જાય. શુદ્ધભાવમાં રહેનારા નિરપેક્ષ મુનિઓ પ્રધાનતયા ઔદાસિન્યભાવમાં જ હોય છે. ક્યારેક તીર્થરક્ષા કે સંઘના કોઇ વિકટ પ્રશ્નો આવે ત્યારે, રક્ષા માટે તેમને જંગલમાંથી લઈ આવવા પડે, અને ત્યારે તેમને પ્રશસ્ત કપાયના પરિણામ કરવા પડે તો તેમને પણ પૂર્વની અપેક્ષાએ પુણ્યપ્રકૃતિમાં રસબંધ અલ્પ જ થાય. તે વખતે તેમને કષાય કરવા અનિવાર્ય છે. તેમને ન બોલાવો તો શાસનને વધુ નુકસાન થાય તેમ છે, કેમ કે વિદન દૂર કરવા માટે તેઓ જ સમર્થ છે; એટલે ગુરુલઘુચિંતા કરીને તેઓ કાર્ય ફરે. માટે અમારે બતાવવું તો બધું જ પડે. શુદ્ધ નિશ્ચયનયમાં તો પ્રતિક્રમણની ક્રિયા એ ચારિત્રની ક્રિયા નથી. માટે તેમને પ્રતિક્રમણ કરવાની ઇચ્છા થાય તો પણ તે તેમના માટે દોપ છે. પૂ.આ.હરિભદ્રસૂરિએ લખ્યું છે કે પ્રાયઃ કરીને નિરપેક્ષ મહાત્માઓને આ ચારિત્ર હોય છે. પહેલાં અશુભ આરંભ-સમારંભનો ત્યાગ, પછી શુભ આરંભ સમારંભનું સેવન કરવાનું છે અને પછી અંતે તો અનારંભી થવાનું છે. જીવ સીધો અનારંભમાં જઈ શકવાનો નથી અને જો શુભમાં પણ જશે નહિ તો તે પછી અશુભમાં જ રહેશે; માટે તે કક્ષાએ તેણે પ્રશસ્ત કષાય કરવાના છે. તમે પૂજા આદિ કરો છો તેમાં શું છે? પહેલાં અશુભારંભનો ત્યાગ પછી શુભારંભની પ્રવૃત્તિ અને અંતિમ લક્ષ્ય અનારંભથી મુક્તિ-મોક્ષ. સભા- વીતરાગને અનંત ઔદાસિન્ય હોય છે તેનું શું કારણ? સાહેબજી:-તેમને મનથી કોઇ પરભાવમાં પ્રવૃત્તિ જ નથી, ચારિત્રમોહનીયનો સંપૂર્ણ નાશ કર્યો છે. સંસારના ઔદયિક ભાવો(કર્મના ઉદયને કારણે થતાં ભાવો)ને તેઓ અંતરથી સ્પર્શતા નથી. ભગવાનની સ્તુતિ કરતાં “હે પરમાત્મા ! આપ દયાળુ છો, કૃપાળુ છો.” વગેરે વિશેષણો લગાડવામાં આવે છે, તે વ્યવહારનયની ઉપચરિત પરિભાષાથી છે. વાસ્તવમાં વીતરાગ-ભાવતીર્થકરોમાં અનંત ઔદાસિન્ય હોય છે. પરોપકાર કરવાની તેમને કોઇ ઇચ્છા હોતી નથી. તેઓ ધર્મતીર્થની સ્થાપના કરે છે તે કાંઈ પરોપકારની ઇચ્છાથી નહીં, પણ તેઓના તીર્થકર નામકર્મના પ્રભાવે કરે છે. ઉત્કૃષ્ટ શુભ કર્મની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે, ઇચ્છાથી નહીં. અનુબંધને બરાબર સમજો . બંધાતા કર્મમાં નવું કર્મ બંધાવવાની જે તાકાત છે તે અનુબંધ છે. કર્મના બંધ વખતે ભૂતકાળમાં જેવો અનુબંધ પડ્યો હશે, તે પ્રમાણે તે કર્મ Page #106 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૯૫ ઉદય વખતે પ્રેરણા આપશે. તમે અત્યારે જે ધર્મ કરો છો તે સહજતાથી કરો છો કે ખેંચાઇ ખેંચાઇને કરો છો ? સભાઃ- ભૂતકાળના અશુભ અનુબંધને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાહેબજી:- હા, તે જ કરવાનું છે. સંસારમાં અવિરતિનો રસ જેટલો અધિક, અને તેમાં ઉપાદેયબુદ્ધિ જેટલી અધિક, તેટલો અશુભ અનુબંધ તીવ્ર પડશે. તેમાંય જો અભિનિવિષ્ટ (આગ્રહી) થઇ ગયો હોય તો તે મરેલો જ સમજો. તે જીવ સામગ્રી અને ઉપદેશને અયોગ્ય જ હોય. અમારે ત્યાં તેવાઓને અપ્રજ્ઞાપનીય તરીકે ઓળખાવ્યા છે. તેવાને સાચી બુદ્ધિ કોઇ આપી શકે નહિ અને જો આપે તો તે સ્વીકારે નહિ. તેવાઓને ઊંધા માર્ગેથી સીધા માર્ગે વાળી જ ન શકો. એના ઘણા ભેદ છે. પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિએ લખ્યું કે ભગવાને દીક્ષા લેતાં પહેલાં ઉપયોગ મૂક્યો હતો કે ‘“હું અત્યારે દીક્ષા લઉં તો કુટુંબીઓને અનુબંધ કેવો પડે ?’’ તેમાં તેમણે જોયું કે રાગથી કુટુંબીઓને અનેક વખત તેમની દુર્ગતિનું કારણ બને તેવા અશુભ અનુબંધ પડે તેમ છે, જે મહા અનર્થકારી છે. માટે તેમણે નિર્ણય કર્યો કે વડીલ બંધુ નંદિવર્ધનની ઇચ્છા અનુસાર અલ્પદોષને સેવીને નિકાચિતકર્મ ન હોવા છતાં મારે બે વર્ષ વધુ સંસારવાસમાં રહેવું. માટે બંધ કરતાં અનુબંધમાં ધ્યાન રાખો, નહીંતર તમારો સંસાર અનંતકાળ ચાલ્યા જ કરશે. અશુભ અનુબંધ Vicious Circle(વિષચક્ર) ચલાવ્યા જ કરે. જો સારો અનુબંધ હશે તો ચારે બાજુ દુઃખમાં તે પણ તેને સદ્બુદ્ધિ જ આપશે, જેથી તે દુઃખને પણ ભોગવે જ એવી રીતે કે તે તેને પુણ્યબંધનું કારણ બને. માટે જ અનુબંધ ઉપર આટલો ભાર મૂક્યો છે. આમ તો વ્યુત્ક્રમ મહાદોષ છે, છતાં વિશેષ ધ્વનિત કરવા જ આમ કર્યું છે. શિષ્યને આંચકો આપી પછી આશય કથન કરે છે. અપુનબંધકથી શુભાનુબંધનો પ્રારંભ થાય છે અને સમકિતમાં તેની દૃઢતા હોય છે. તત્ત્વની-ધર્મની રુચિ પ્રમાણે અનુબંધ પડે છે. તત્ત્વની રુચિ પ્રમાણે અનુબંધ તે દ્રવ્યાનુયોગથી અને ધર્મની રુચિ પ્રમાણે અનુબંધ તે `ચરણકરણાનુયોગથી. અનુબંધમાં પણ તરતમતા યાને તીવ્રતા-મંદતાના આધારે તેના અસંખ્યાત ભેદો છે. મંદ અશુભ અનુબંધમાં સામગ્રી જો અનુકૂળ મળે તો તેને તમે overtake(ને વટાવી આગળ નીકળી જવું તે) કરી શકો છો, પણ જો અશુભ અનુબંધ તીવ્ર હોય તો સામગ્રી પણ એવી પ્રવૃત્તિ કરાવે કે જેનાથી નુકસાનીની પરંપરા જ ઊભી થાય. જીવ વિકસિત થયેલો હોય તો (૧) દ્રવ્યાનુયોગ માટે જુઓ પરિશિષ્ટ X-૧૫. (૨) ચરણરણાનુયોગ માટે જુઓ પરિશિષ્ટ X-૧૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આશ્રવ અને અનુબંધ અશુભ અનુબંધને ફેરવી શકે છે. શુભાનુબંધ તો સુખ-દુઃખ વેળાએ જીવને સદ્ગદ્ધિ જ આપે. મહાત્માઓ પ્રતિકૂળ-અનુકૂળ પરિસ્થિતિમાં સબુદ્ધિના બળ વડે જ તેને સમજાવે સહી લે છે. મહાત્માઓ પુરુષાર્થ અને આત્મબળના આધારે, ભલે દ્રવ્યલેશ્યા અશુભ હોય કે જે ખરાબ પ્રેરણા આપે, છતાં ભાવલેશ્યા શુભ હોવાને કારણે તેને ગણકારે નહિ. જેમ સારા જીવો હરિજનકુળ જેવા હીનકુળમાં જન્મ લે ત્યારે, તેમને પુદ્ગલો એવા મળેલા હોય કે જે તેમને નીચગોત્રના કારણે હીનબુદ્ધિ કરાવે, પણ તેમનું આત્મબળ એવું ખીલેલું હોય કે (મેતારજમુનિની માફક) વિપરીત દ્રવ્યસંયોગોમાં પણ ઊંચા ભાવો કરી આગળ વધી શકે. મેતારજમુનિનો ઉછેર ભલે શેઠને ત્યાં થયેલ છે, પણ તેમને Genes- (દહની રચના માટે પાયામાં મળેલા પુદ્ગલ-શુક્રાણુઓ) કેવા મળેલ છે? ચંડાળકુળમાં જન્મવા છતાં જીવદળ વિકસિત થયેલ હોવાથી જીન્સની અસરને Overtake કરી(વટાવી) દીક્ષા લઈ શક્યા. વ્યવહારનય Probability (સંભાવના) બતાવે છે, જયારે નિશ્ચયનય Guarantee (ખાતરી), certainty (ચોક્કસતા)ની વાત કરે છે. સુદેવત્વ-સુમાનુષત્વ ધર્મથી પ્રાપ્ત થાય છે. અપુનબંધક આંશિક વિવેકી છે. સમકિતી પૂર્ણ વિવેકી છે, તે હંમેશાં અનુબંધ પુણ્યનો જ કરે. યોગની છઠ્ઠી દષ્ટિવાળા આત્માઓ અપ્રશસ્ત કષાયો નહીં કરે, જયારે યોગની પાંચમી દષ્ટિવાળા અપ્રશસ્ત કષાયો કરે છે. સમકિતી માટે લખ્યું કે કોઇપણ સંજોગોમાં તેને પરમતત્ત્વ સાથે અનુસંધાન ચાલુ હોય છે. પત્ની, પુત્ર અને પરિવારમાં મગ્ન હોય ત્યારે દેખાય તમારા જેવો, પણ તે વખતે પણ તેનું પરમતત્ત્વ સાથેનું અનુસંધાન ચાલુ જ હોય છે, માટે જ અનુબંધ શુભ પડે છે. સભા - પરમતત્ત્વનું અનુસંધાન એટલે શું? સાહેબજી:- દેવતત્ત્વ શું છે? ગુરુતત્ત્વ શું છે? ક્યાં હેયબુદ્ધિ? ક્યાં ઉપાદેયબુદ્ધિ? શુભભાવ શું અને અશુભભાવ શું? વગેરે વગેરેમાં તેની માન્યતા સ્પષ્ટ હોય છે. બળવાન ચારિત્રમોહનીયનો ઉદય જ તેને પુત્ર-કલત્રમાં વ્યસ્ત બનાવે છે. ત્યારે પણ ભલે તે કર્મના કારણે બંધ પાપનો કરે, પણ અનુબંધ તો પુણ્યનો જ કરે. માટે જ તેને કાયપાતી કહ્યો છે, પણ ચિત્તપાતી નથી કહ્યો. વ્યવહારનયથી તેને ત્રણ પુરુષાર્થ છે, જયારે નિશ્ચયનયથી તો તેને એક માત્ર ધર્મપુરુષાર્થ જ છે. ભાવથી સમકિત પામ્યા પછી જે સમકિત સતત ટકાવી શકે છે, તેને તો પછી થોડા જ ભવમાં મોક્ષ છે. આટલી જબરદસ્ત તાકાત તેમાં રહેલી છે. સભા- જીવને અપુનબંધક થયા પહેલાં શુભ અનુબંધ પડતો જ નથી? સાહેબજી:- ના, તે પહેલાં શુભ અનુબંધ પડી શકતો નથી, પણ તે પહેલાં જો તે ગુરુને Page #108 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ સમર્પિત હોય તો, ગુરુ તેને ઓધથી સમજણ આપી આપી, માર્ગ પર મૂકી, સાચી બુદ્ધિ આપી તેના અશુભ અનુબંધ શિથિલ કરાવી શકે, તેથી વિશેપ નહીં. સભા - દોરા-ધાગા અનુબંધ શિથિલ ના કરાવી શકે ? સાહેબજી:-ઊલટા તેનાથી તો અશુભ અનુબંધ ગાઢ થાય. સંસારમાં સ્વાર્થની અપેક્ષા રાખો છો તેમ અહીંયાં પણ તેવી જ અપેક્ષા રાખો છો. તમારે અમારી પાસેથી આધ્યાત્મિક સ્વાર્થની અપેક્ષા રાખવાની, તમારા ભૌતિક સ્વાર્થની નહીં. છતાં જે આવાં કામ કરે છે, તેના માટે ભગવાને કહ્યું કે “તે મારો શ્રમણ પાપી શ્રમણ છે.” અમારે ત્યાં પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું કે કોઈ માણસ દરિયામાં પડ્યો હોય અને પછી કહે કે અહીં તો પાણી જ પાણી છે, તો શું? દરિયામાં શું હોય? પાણી જ હોય ને? તેમ તમે કહો સંસારમાં દુઃખ છે, તો અમે કહીએ, ભાઈ ! સંસારમાં કષ્ટો જ હોય. સંસાર દુઃખફલક, દુઃખસ્વરૂપ અને દુઃખાનુબંધી છે. દુઃખ શાંતિથી વેઠવાનું. “વાયખું મહાનમ્' (કાયાને કષ્ટ મહાફળવાળું છે.) એ વ્યવહારનયનું સૂત્ર છે. શાંતિથી દુઃખો વેઠવાની ભગવાનની સલાહ છે. ભગવાને પણ ઘણાં કષ્ટો વેઠ્યાં છે. તેમાં જ ધર્મ છે. પણ દુઃખ જયારે એટલું તીવ્ર હોય કે જે તમારી મન-વચન-કાયાનreal bearing capacity (ખરેખરી સહનશક્તિ) કરતાં વધારે હોય અને તે આર્તધ્યાનનું કારણ બનતું હોય, ત્યારે અપવાદસૂત્ર સેવવાનું આવે અને ગુરુ સલાહ આપે. પણ અત્યારે તો દુકાન ખોલીને બેઠા છે, તેમ ન ચાલે. અત્યારે તો શરીરને જરા કંઈક વેદના થાય એટલે હો-હા થઈ જાય છે. પણ ત્યારે સમજવાનું કે આપણે પાપો કરીને આ ઊભું કરેલું છે. વેદના-અશાતા શાંતિથી ભોગવે છે, તેને વેદના મુદ્દાત લાગી, તેનાથી કેટલાંય કર્મો ખપી જાય છે અને નવાં કર્યો ત્યારે બંધાતાં નથી. હાયવોય કરો તો બીજાં કર્મો ઊભાં થાય. પણ અત્યારે તમારો ધર્મ શું? ખાલી પૂજા-દર્શન વગેરે. તે સિવાય બીજો ધર્મ ખરો? સાત સમુદ્યાતની વાત આવે છે. સભા- વેદનાસમુદ્ધાતમાં શું આવે? સાહેબજી:-જે કર્મોના કારણે તમને દુઃખ આવ્યું હોય તેને તમારા પરિણામ જાળવીને ભોગવી લો, તો તે કર્મો ઉપરાંત બીજી અશાતાવેદનીય કર્મપ્રકૃતિઓ તોડી નાખે. ભોગવતાં પણ બરાબર આવડવું જોઇએ. You have to architect it from time to time. (વખતોવખત તમારે તેને કુશળતાપૂર્વક ગોઠવતા રહેવું પડે.) આ બળવાન માણસનું કામ છે. વેઠવાનું પણ શક્તિ પ્રમાણે જ છે. ધર્મમાં તમે જે બતાવો છો, તે તમારી real bearing (૧) સાત સમુદ્ધાતઃ સમુદ્ધાત એટલે કર્મને એક સાથે ઉદયમાં લાવી ખપવાવાં તે. તે સાત પ્રકારે વેદના, કપાય, મરણાંતિક(મરણ), વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી. Page #109 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ capacity(ખરેખરી સહનશક્તિ) નથી, માટે જ સામાન્ય દુઃખ વેઠતાં પણ આર્તધ્યાન થાય છે તેમ કહો છો. તમારી real bearing capacity (ખરેખરી સહનશક્તિ)ની ક્યાં ખબર પડે ? સંસારમાં જ ને ? અહીંયાં તો કહેશો, “સાહેબ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઇ જાય છે.'' સંસારમાં અર્થ અને ભોગના લાભ માટે ઘણાં કષ્ટો વેઠવાની તમારામાં તાકાત દેખાય છે. તે જ રીતે તેટલા પ્રમાણમાં અહીંયાં કષ્ટો વેઠી શકો તેટલી શક્તિ અહીં ફોરવવાની. ત્યાં સુધી તમને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવું ન જોઇએ. તેનાથી પણ ઉપર જાય ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય તો અપવાદ સૂત્રો સેવવાનાં આવે. તમે સંસારમાં ધંધા માટે આખો દિવસ ભૂખ્યા રહી શકો ને ? સંસારમાં તમે શું શું સહન નથી કરતા ? ત્યાં છ કલાક ઊભા રહી શકો ને ? સવારથી સાંજ સુધી ભૂખ્યા રહી શકો ને ? તેમ ધર્મબુદ્ધિએ વેદનાસમુદ્ધાતમાં કષ્ટો વેઠવાનાં છે. સભા:- કષાયનો કંટ્રોલ કઇ રીતે થાય ? ૯૮ સાહેબજીઃ- કષાયનાં નિમિત્તો હોય, એવા સંયોગો ઊભા થયા હોય કે જેમાં સામાન્ય રીતે જીવોને કષાયનો ઉદ્રેક થયા વિના રહે નહીં, તે વખતે પણ જો કષાયનો ઉદ્રેક ન થવા દો અને અંદરથી ચિત્તની પ્રસન્નતા બરાબર જાળવી શકો, તો કષાયને કાબૂમાં લઇ તેને Related(સંબંધિત) અનેક કર્મોને ઠેકાણે પાડી દઇ શકો. આનાથી નીચલી ભૂમિકાવાળા જીવો આવા સંજોગોમાં કદાચ ચિત્તની પ્રસન્નતા ન જાળવી શકે, પણ તે વખતે તમે તેને વચન અને કાયાનો Support (ટેકો) ન આપો; યાને કે તેને Action(કાર્ય)માં મૂકતાં અટકો, જેમ કે ગાળ ન બોલો, હાથ ન ઉપાડો, હથિયાર ન ઉપાડો, ખાલી ચહેરાના હાવભાવ આપી શમી જાઓ; જે ભાવ થયા છે તેની પ્રતિભાવના કરીને કષાયના પરિણામને અંદરને અંદર ઉપશમાવી દો, તો પણ ઘણાં કર્મો સાફ થઇ જાય. તમે બધા Lower-class (નીચલા વર્ગ)માં છો. જીવ અભ્યાસથી જ આગળ વધી શકશે. પહેલાં તો અનુદિત કર્મોને ઉદિત નહિ થવા દેવાનાં. તેને પ્રદેશોદયથી જ ખેરવી દેવાનાં. વિપાકનો ઉદય ન થવા દો તો ઘણો જ લાભ છે. તમને તો સંસારની આટલી ભૌતિક સામગ્રી, ગાડી, મકાન, ખાવાપીવાનું બધું મળ્યું છે; છતાં રહ્યા જ કરો છો ને ? શાસ્ત્રની ખરી વિધિ પ્રમાણે મુનિઓએ તો સામે ચાલીને વેદના-કષ્ટો સહન કરવાનાં છે, કષાયનાં નિમિત્તોની વચ્ચે શાંતિથી રહેવાની વાત છે, અને તમારે પણ સામાન્ય સામાન્ય બાબતોની તો ગણના જ કરવાની હોતી નથી. વિચારવાનું કે સંસારમાં આવું બધું તો ચાલ્યા જ કરે. તેમ કરતાં કરતાં તમારી Capacity (શક્તિ) વધતી જાય. પ્રયત્નશીલ બનો તો ઠેકાણું પડે. Gradually(ધીમે ધીમે)પણ આગળ વધવું હોય તો પ્રયત્ન કરતા રહો. Page #110 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ વિચારો, શુક્લધ્યાનના પહેલા પાયામાં પ્રવેશ માટેના Minimum level(લઘુતમ કક્ષા)માં, સંસારના અનુકૂળ-પ્રતિકૂળ કોઇપણ સંયોગો-વિયોગો વિચલિત ન કરી શકે તેવી મનની પરિસ્થિતિ પેદા કરવાની છે, અને તેનીTraining (કેળવણી)અહીં જ લેવાની છે. વિચારવાનું કે આ તો બધા તુચ્છ ઉપસર્ગો છે, હજી તો પ્રારંભ છે, અંત તો શુક્લધ્યાનના છેલ્લા પાયામાં છે. અત્યારે તો તમને જે કાંઈ બને તેના નિમિત્તનો કષાયનો પરિણામ મગજમાં બરાબર Hit થઇ(ચોટી) જાય છે. પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ.સા. અને સૂબાનો પ્રસંગ જુઓ. જે સૂબાએ અમદાવાદમાં જ ભરબજારે નગ્ન અવસ્થામાં તેમને ભગાડેલા, તેને અત્યારે પૂ. આચાર્ય ભગવંત જે કરવું હોય તે કરી શકે તેમ હતા, શક્તિ હતી, છતાં કંઇ જ નહીં, અને જવાબ કેવો આપે ! કે “તે વખતે પણ અમને તમારા માટે કંઈ જ નહોતું, તો અત્યારે શું હોય ?” આમ તમે પણ પ્રસંગે આત્માનું ધીરે ધીરે ઘડતર કરશો, તો તેની અવસ્થા બદલાતી જશે અને પછીનો કોઇક ભવ એવો આવશે કે તમે જન્મતાં જ મહાપુરુષ થશો, યુવાવસ્થામાં પણ નિર્વિકારી હશો. તમે જેટલા Develop થાઓ (આગળ વધો) તેટલું કામ થાય, પણ પ્રયત્ન જ ન કરો તો કાંઇ થાય નહીં. અપુનબંધક જીવ એકલો બેઠાં બેઠાં પણ સંસારના સ્વરૂપના જે વિચારો કરે છે, તે પણ તેના માટે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. જેટલો વિવેક ખીલશે તેટલો તે આગળ વધી શકશે. તમે પણ આ રીતનો અભ્યાસ રોજ કરો તો ૫-૧૦વર્ષેDevelopment થશે (આગળ વધશો). જરાક વેદના થાય ત્યાં તમે આકળવિકળ થઇ જાઓ અને ગમે તેવો ઉપચાર, ઘોર હિંસાત્મક કે જેનો ભગવાને નિષેધ કરેલો હોય, તે પણ કરવા તૈયાર હો, તે શું સૂચવે છે ? કે દુઃખ પ્રત્યે દ્વેષ કેટલો તીવ્ર છે? ભૌતિક અનુકૂળતા પ્રત્યે રાગ અને ભૌતિક પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ તે તમારું વલણ બની ગયું છે, અને તેમાં ઉપાદેયબુદ્ધિ એ જ મિથ્યાત્વની ગાંઠ-ગ્રંથિ છે, જે તમારે તોડવાની છે. તમારે દ્વેષ કરવા માટે કદાચ પદાર્થ કે વ્યક્તિ બદલાય, પણ અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ કદી બદલાયો છે? આની પર જ સંસારનું પરિભ્રમણ ચાલે છે. ભૂતકાળમાં અશાતાવેદનીય બાંધેલું હોય, તે નિમિત્ત મળવાના કારણે ઉદયમાં આવે ત્યારે પ્રસન્નતાપૂર્વક ભોગવવું જોઇએ. તમને “વેદના હું પ્રસન્નતાપૂર્વક વેઠું” તેવો વિકલ્પ આવે છે કે કાઢવાનો વિકલ્પ આવે છે? અશાતા કાઢવી તે જ દોષ છે, તેને કાઢવાની પણ છૂટ ક્યારે? સામે જો બહુ જ આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું હોય ત્યારે. In general(સામાન્ય રીતે) વેદના સહન કરવી તે ગુણ છે, પરિણામ ન જાળવી શકતા હો અને ઇલાજ કરવાનો આવે તો ભૂમિકા પ્રમાણે કરો. વર્તમાનમાં તો Treatment(ઉપચાર) પણ કેવી? જરાક કાંઈ થયું એટલે ગમે તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આશ્રવ અને અનુબંધ રીતે તેને કાઢો ! Pemissible(ચલાવી લેવાય તેવી) ન હોય તેવી પદ્ધતિઓ પણ અપનાવો. તમે તમારી મર્યાદામાં રહીને તેનું નિવારણ કરી શકો, પણ મર્યાદારહિતપણે તેનું નિવારણ ન કરાય. તમને તો તમારી જાતને નીરોગી કરવા બીજા કેટલાય જીવોનો ખાત્મો બોલી જાય તોય વાંધો નહીં ને? જેટલો દુઃખો પ્રત્યે દ્વેષ તીવ્ર, તેટલા જ પ્રકારે સામે દુઃખો મળે તેવો તીવ્ર કર્મબંધ થાય. આજે Synthetic (કુદરતી નહિ પણ કૃત્રિમ તત્ત્વોના સંયોજનથી બનાવેલ) દવાઓમાં પણ જે હિંસા છે તે વાંચતાં સંવાડા ખડાં થઈ જાય છે. તમારે આ Track (માર્ગ) ઉપરથી પાછા ફરવાની જરૂર છે. આયુર્વેદ પણ આપણને as a whole acceptable(આખે આખું સ્વીકાર્ય નથી. તેમાં જૈન ધર્મ Permit કરે(છૂટ આપે) તેટલું, તેના Parameters(માપદંડ)માં રહીને ઉપચાર કરવાનો, નહીં કે Out of the way(મર્યાદા બહાર) જઇને. જયારે આ Allopathy વિદેશી ચિકિત્સાપદ્ધતિ) ક્ષેત્ર તો મહાહિંસક છે. તેમાં Research શોધ-સંશોધન)થી Product(દવા) સુધી શું છે? તપાસો તો ખબર પડે કે પડદા પાછળ હિંસક ભાવો કેવા છે ! આ કાળમાં રોગ શાંતિથી વેઠી લો તો ઘણો લાભ છે. જૂનાં કર્મ ખપાવે અને બીજું આ બધા હિંસક પાપથી બચવાનો પણ લાભ થાય છે. આર્યાવર્ત પણ જેને મંજૂર ન કરે તેવી ભયંકર હિંસા જૈનધર્મ તો ક્યાંથી મંજૂર કરે? માટે બચી શકાય તેટલા તમે દૂર રહો. સરકારનાં Healthcare centre(દવાખાનાં)માં પણ દવા કઈ આપે? સભા - એક ગોળી લે તો પણ આટલો બધો દોષ લાગે? સાહેબજી:-હા, પાપ લાગે જ. એ દવા કાંઇ એમ ને એમ તમારા હાથમાં આવી છે? પણ અત્યારે તમને પાપ કોઠે પડી ગયાં છે. આયુર્વેદની Proven medicine (ખાતરીવાળી દવા) તરીકે મધ છે, મધમાં ઘણા ગુણો છે, છતાં જૈનધર્મે શું કહ્યું? કે આના સિવાય ચલાવો, નહીંતર Substitute(વિકલ્પ)થી ચલાવવાનું. ઓછા લાભથી ચલાવવાનું, પણ તે મધ વાપરવાનું નહીં. સભા- મધ નહીં તો સૂંઠ-હળદર કેમ વપરાય? સાહેબજી:- સૂંઠ-હળદરની કઈ અવસ્થા છે? અને શરીરમાં અનિવાર્ય છે, તેટલા માટે જ સૂંઠ-હળદર, જે મૂળથી અનંતકાય છે, પણ એ જયારે સચિત્ત અવસ્થામાં ન હોય ત્યારે જ, વાપરવાની વાત છે. અને આમ પણ તેનો કોઈ Alternative(વિકલ્પ) નથી, જયારે મધ તો વપરાય જ નહિ. અનુપાન સાથે દવા લેવાની આયુર્વેદમાં વાત છે. મધ માટે અનુપાન તરીકે substitute(વિકલ્પ)માં “જૂનો ગોળ” છે. તે તેના અમુક ટકા કામ કરે અને અમુક ટકા તમારે Compromise (સમાધાન)કરવાનું, ઓછા લાભથી ચલાવવાનું. St: Page #112 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૦૧ મધમાં ત્રસ અને સંમૂચ્છિમ બન્ને જીવોની હિંસા છે. સંસારમાં હિંસા તો છે જ, પરંતુ તમારે જીવનમાં હિંસાને મર્યાદિત કરવાની છે. તમારે તમારી તંદુરસ્તી માટે બીજા ત્રસ-સંમૂચ્છિમ જીવોની આડેધડ અમર્યાદિત હિંસા તો નથી થતી ને ? તે જોવાનું. હળદર જો તમારા શરીરમાં ન જાય તો લોહીના ઘણા રોગો થાય, તેમ સૂંઠ પણ તમારા શરીરમાં ન જાય તો વાયુના ધણા રોગો થાય; જેથી મનુષ્ય ચાર પુરુષાર્થ માટે અયોગ્ય થઇ જાય, તો તેનો મનુષ્યભવ નિષ્ફળ જાય; માટે ઉત્સર્ગમાર્ગે છૂટ આપી. ખોરાકમાં જે તામસી નહિ તેની અપવાદમાર્ગે છૂટ આપી, તેનીRange(મર્યાદા) કે Border(મર્યાદા) overtake(ઉલ્લંઘન) નહીં કરવાની. સભાઃ- મરણપથારીએ હોય તો શું ? સાહેબજી:- અનિવાર્ય સંજોગો હોય, બીજો કોઇ વિકલ્પ ન હોય, પછી તે પ્રાયશ્ચિત્ત લેવાનો હોય, તો અપવાદ સેવવાનો આવે. પણ અપવાદ પણ સાત રીતે હોય છે. પહેલા સ્થાને પહેલો અપવાદ, બીજા સ્થાને બીજો અપવાદ. માટે પહેલા સ્થાને સાતમો અપવાદ સેવે તો ન ચાલે. માટે ત્યારે ગીતાર્થ ગુરુને પૂછવાનું. જીવ સમાધિમાં રહેશે તો લેશ્યા સુધરશે; તેથી સદ્ગતિમાં જશે તેમ લાગે તો, ગીતાર્થ ગુરુ બધા વિકલ્પથી વિચારે. નહીંતર જીવને ભ્રષ્ટ ન કરે. અંતે તો સમાધિપૂર્વક મરે તેની જ કિંમત છે. ખાલી જીવન Prolong થાય (લંબાય), તેની કાંઇ કિંમત નથી. પરંતુ અત્યારે તો તમારે ડોકટરને જ સોંપી દેવાનું ને? અત્યારે લીવ૨ની કેવી દવાઓ આવે છે ? આપણાથી તત્કાળ અડાય પણ નહીં તેવી ને ? તે ખપે ખરી ? પણ તમારે દવામાં તો કાંઇ વિચારવાનું જ નહિ ને ? અત્યારે તો ડોકટર જ તમારા ગુરુ ને ? તે ખવડાવે તે ખાવા તૈયાર ને ? દવામાં તેની Contents(મેળવણીનાં દ્રવ્યો) શું છે ? તેની Research (શોધ-સંશોધન)થી માંડીને Prodcut(દવા) સુધીની પ્રક્રિયા શું છે, તેનો કોઇ દિવસ વિચાર કરો છો ખરા ? સભા:- પાલક લેવાય ? સાહેબજીઃ- પાલકમાં ઘણા ગુણો છે પણ તેને વાપરવાની ના પાડી છે. મધની જેમ Physical(શારીરિક) ઘણા લાભ થાય છતાં તેની મહત્તા નથી ગણી. શાસ્ત્રકારોએPhysical (શારીરિક) લાભ કરતાં હિંસાને વધારે Consider (ગણના) કરી છે. ભક્ષાભક્ષ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય આ બધું ધર્મ દ્વારા વિચારવાનું અને શીખવાનું છે, નહીંતર Without Restriction(બેકાબૂ) અર્થ-કામ તમારાં હાડકાં ભાંગી નાખશે. Re Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આશ્રવ અને અનુબંધ striction (અંકુશ) સાથે પણ અર્થ-કામ હેય છે, તો અમર્યાદિત હશે તો શું થશે? વિચારજો, તે Most Dangerous (મહાભયંકર) બનશે. આપણે ૫૦-૧૦૦ વર્ષ જીવવું છે, પણ પ્રસંગે તમે ગમે તે દવાઓ લેવા તૈયાર ને ? આ તમારી પરિણતિ કેટલી ન્યૂન છે તે બતાવે છે. તમારા સુખ માટે તમે ગમે તેટલી નીચી પાયરી સુધી જવા તૈયાર છો. તમારે ખાવાની વાનગીમાં પ્રોટીન કેટલું ? વિટામિન્સ કેટલાં ? આયર્ન કેટલું ? કેલેરી કેટલી ? તે જ બધું જોવાનું ને ? કે ધર્મે શું કહ્યું છે તે વિચારો ? ધાર્મિક દૃષ્ટિએ Permissible(મંજૂ૨)છે કે Non-permissible(નિષિદ્ધ) છે, તે બધું વિચારો ખરા ? તમે શરીરશાસ્ત્રની રીતે જ લાભાલાભ વિચારો છો કે ધર્મશાસ્ત્રની રીતે વિચારો છો ? તમને કૃત્યાકૃત્ય, પેયાપેયના કોઇ વિવેક ખરા ? તમારું વલણ શું છે ? શરીરને શું નુકસાન થાય તે માટે બધું ડોકટરને પૂછી લેશો, પણ ધર્મ માટે કોઇ પ્રયાસ નહિ. તો વિચારજો કે તમે કેટલા નિષ્ઠુર છો ? સભા:- બિલાડીના ટોપ(Mushroom) ખવાય ? સાહેબજી:- ના, મશરૂમ અનંતકાય છે, ખવાય નહિ. દુનિયામાં ઘણા અનંતકાય છે, પણ ભગવાને તેને અભક્ષ્ય કહ્યા છે. અનંતકાય જેના ઘરમાં રંધાય તેનું ઘર સ્મશાન જેવું છે, તેવું કહ્યું છે. અનંતકાય ઔષધિ માટે અપવાદમાર્ગે પણ, મર્યાદા છે તે રીતે જ લેવાય. આ તો તમે ભૂલથી જૈનધર્મમાં આવી ગયા છો ને ? આવી જ ગયા છો તો, જેમ તમે જે દેશમાં જન્મ્યા હો તે દેશના કાયદા તમને લાગુ પડે, તેમ અહીં જન્મ્યા એટલે અહીંના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બધા નિયમો તમને લાગુ પડે. તીર્થંકરોએ તમારી કેટલી ચિંતા કરી છે ! પણ તમને તમારી ચિંતા કરનારા સારા નથી લાગતા, તમને તો તે હેરાન કરનારા લાગે છે ને ? તમને અશુભ અનુબંધ કઇ રીતે હળવા બંધાય, શુભ અનુબંધ કેવી રીતે બંધાય, તમારું કલ્યાણ કઇ રીતે થાય, તે બધું Calculation (ગણતરી) કરી કરીને કેટકેટલું બતાવ્યું છે ! પણ તમને થવું જોઇએ કે તીર્થંકરની પ્રરૂપણામાં કાંઇ ખામી નથી, ખામી મારામાં જ છે; તેમને અનુસરવામાં જ મારું હિત છે. શરીરથી નીરોગી કે પુષ્ટ થાઓ એટલે કાંઇ તમારી દુર્ગતિ અટકી નથી જવાની. નીરોગી થવા, પુષ્ટ થવા જેટલાં પાપ સેવ્યાં હશે, તેની કિંમત દુર્ગતિમાં ચૂકવવાની આવશે. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું કે‘‘તત્ત્વજ્ઞાનાત્ મોક્ષઃ '' અર્થાત્ “તત્ત્વજ્ઞાનથી મોક્ષ છે.’’ તત્ત્વજ્ઞાન માટે અભ્યાસ કરવો પડે, ભણવું પડે. જે જાણે તે આમાંથી બહાર નીકળી શકે, નહિતર કરોળિયાની જેમ પોતે ઊભા કરેલા જાળામાં પોતે જ ફસાઇને મરવાનું Page #114 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૦૩ આવશે. આપણે જ સંસારને ઊભો કરીએ અને તેમાં જ અનંતીવાર આપણે મરવાનું આવે. ગમે તે ખાધા-પીધા કરીએ તે ચાલે નહિ. શરીરને લાભ કરે, ગુણકારી હોય તેટલામાત્રથી જૈનધર્મને Permissible(માન્યો નથી. માસમાં પણ કેટલાંક ગુણકારી તત્ત્વ છે, તેટલામાત્રથી માંસ ખવાય ખરું? હિંસા-અહિંસાના ધોરણે તેની મર્યાદા બાંધવાની આવે. ધર્મશાસ્ત્ર પાસે શરીરશાસ્ત્ર ગૌણ છે. ધર્મશાસ્ત્ર તો શરીરના ભોગે ધર્મ કરવાનો કહે પણ તેય આડેધડ નહિ. શરીર એ તમારા માટે ચાર પુરુષાર્થનું સાધન છે. ચાર પુરુષાર્થના સેવન માટે સારું આરોગ્ય જોઈએ. માટે શરીર નકામું ન થાય તે પણ જોવાનું લખ્યું છે. માટે જ હળદર અને સૂંઠની ઉત્સર્ગથી છૂટ આપી અને બીજાં અનંતકાયો જે તામસી ન હોય તેની અપવાદે આપી. બધા જીવો કાંઇ મહાત્મા નથી, અલ્પ સત્ત્વવાળા છે. વગર આરોગ્ય કાંઈ ધર્મપુરુષાર્થ સાધી શકે તેવા નથી. માટે જ આરોગ્યની ચિંતા પણ યથાયોગ્ય કરીને શાસ્ત્રકારોએ આ બધું ગોઠવ્યું છે. નીચલી ભૂમિકામાં રહેલા મુનિ માટે પણ શરીર એ મોક્ષનું સાધન છે. અમારે શરીર એક માત્ર ધર્મપુરુષાર્થના સાધન તરીકે સાચવવાનું છે, જ્યારે તમારે ચાર પુરુષાર્થ માટે શરીરને સાચવવાનું છે. પરંતુ અમારે ચારિત્રાચારની મર્યાદામાં રહીને જીવવાનું અને તમારે જૈન તરીકેની મર્યાદાઓમાં રહીને જીવવાનું. પણ તમારે જૈન તરીકે કોઈ Ethics (સદ્ધવર્તનના નિયમો) કે Code of conduct (આચારસંહિતા) છે ખરાં? તમે તમારી રીતે અને અમે અમારી રીતે Committed (પ્રતિબદ્ધ) ખરા ને? પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિ લખે છે કે જેનોનો જે કુલાચાર છે તેમાં પણ જબરદસ્ત તાકાત છે. પણ તેમાં બધા જ કુલાચાર લેવાના. તમે તેમાંથી બે-ચાર રાખી બીજા બધાને તિલાંજલિ આપી દો તો ઠેકાણું ન પડે. તેમાં નિષિદ્ધ(નિષેધ કરાયેલું) અને વિહિત(વિધાન કરવામાં આવેલું) છે તે બધું જ કુલાચારમાં આવી જાય. તે પાળતાં સંસ્કાર આધાન થયા જ કરે, જેથી ગતિ સારી થાય, સામગ્રી સારી મળે. તેમાં ઘણી તાકાત છે. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિજીએ તેની પ્રશંસા કરી છે. તમે બંધ અને અનુબંધને બરાબર સમજો તો થોડા ભવમાં ઉપર આવી જાઓ. જે જીવ ધર્મને સમર્પિત થાય છે, તેની ભૌતિક અને આધ્યાત્મિક બધી જ જવાબદારી ધર્મ ઉપાડી લે છે. તેણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. ધર્મતેને સદ્ગતિ યાને કેસુમાનુષત્વ, સુદેવત્વ પ્રાપ્ત કરાવે, ઉત્તરોત્તર ગુણસ્થાનકે આગળ વધારે વગેરે બધું ધર્મ સંભાળી લે છે. પણ તમારે બધું તેને પૂછી પૂછીને ચાલવું પડે, સંપૂર્ણ સમર્પિત થવું પડે. ખાનપાન બધામાં શું વિહિત છે? શું અવિહિત છે? બધે જ ધર્મની દરમ્યાનગીરી સ્વીકારવી પડે. તમે આ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આશ્રવ અને અનુબંધ રીતે ધર્મને સમર્પિત થયા છો ખરા? તો જ ધર્મ તમારી બધી જવાબદારી ઉપાડે. તમારા જીવનનાં જેટલાં ભૌતિક પાસાં છે તે બધામાં ધર્મને સ્વીકારો તો ધર્મને સમર્પિત થયા કહેવાઓ. આમ, આ ધર્મ સહેલોય નથી અને સહેલાઇથી ગળે ઊતરે તેવો પણ નથી; પણ આના માટે અભ્યાસ કરવો પડે, જયારે જયારે પ્રસંગ આવે ત્યારે ત્યારે વિપરીત નિમિત્તો સાથે Fight out (સંઘર્ષ કરતા રહેવું પડે. સંસારમાં સંયોગો એવા કે તમારી ઈચ્છા મુજબ કશું બને નહિ ત્યારે તમારું માથું ફરે, અને તમને ગમતું બધું બન્યા કરે એટલે પણ તમારું માથું ફરે. માટે બેઉ રીતે માથું ફર્યા જ કરે ને? માટે તેની વચ્ચે તમારે કષાયોના 'અનુનું ધ્યાન રાખવાનું છે અને પ્રશસ્ત કષાયો કરવાના છે. અર્થ-કામ માટે અથવા તેની સાધનસામગ્રી માટે તમે જે કષાયો કરો છો તે બધા અપ્રશસ્ત કષાયો છે. અપ્રશસ્ત કષાયોનાં નિમિત્તો ચારે બાજુ વેરાયેલાં છે, તેમાં જ તમારે ટકીને ધર્મ કરવાનો છે, વૈરાગ્ય અને જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. વૈરાગ્ય અને વિવેકથી મોક્ષ છે. શાસ્ત્રમાં જે કાંઈ નિષિદ્ધ અને વિહિત કહ્યું છે તેનો અભ્યાસ કરી અમલ કરવાનો અને એ કરતાં કરતાં જયારે પરાકાષ્ઠાએ પહોંચીશું ત્યારે જ મોક્ષ થવાનો છે. સભા- અર્થ-કામ માટે Specialist (નિષ્ણાતોની સલાહથી કરીએ તે અપ્રશસ્ત? સાહેબજી-અર્થ-કામમાં નિષ્ણાતોના અભિપ્રાય-સલાહ મુજબ જે કાંઈ કષાયો કરો તે બધા અપ્રશસ્તમાં જ આવે. તમે આખો દિવસ મૂંડાવા સિવાય બીજું કરો છો શું? આ રીતે તમારો સંસાર ઘટે ખરો ? પરિમિત થાય ખરો ? માટે કર્મનાં સ્થિતિ-રસ ઘટાડો, બંધની યોગ્યતા ઘટાડો, તેના માટે સતત જાગૃત-પ્રયત્નશીલ રહો. માનો તો બધું થઈ શકે તેમ છે. જે માર્ગનું રક્ષણ કરવા માટે ઘર્ષણ કરે છે તેને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને જે માર્ગને ધક્કો પહોંચાડે છે અથવા ઉન્માર્ગને ટેકો આપે છે તેને મિથ્યાત્વમોહનીય બંધાય છે. - નિર્ભક રીતે અને કોઈની શેહ-શરમ રાખ્યા વગર જિનાજ્ઞા મુજબ જીવે તેને તીર્થંકરનામકર્મ બંધાય. એક પ્રભાવક લાખો આરાધક કરતાં મહાન છે. ----- ------ (૧) અનુદ્રક : કપાયનો ઉદય ન હોવાવાળી અવસ્થા. Page #116 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૦૫ તા.૧૩-૯-૯૮ રવિવાર, ભાદરવા વદ ૮. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર, આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇને અનંત સુખમય એવા મોક્ષપદને પામે, તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. હવે, ગ્રંથકાર મહર્ષિ આપણે ત્યાં અનુબંધ શુ ચીજ છે તેને ઉદ્દેશીને કહે છે કે, સામાન્યથી જોઇએ તો જીવ ધર્મ કરતો હોય, ગુણોનું સેવન પણ કરતો હોય, અને તે વખતે તેના મનવચન-કાયા એ ત્રણેના યોગ પણ શુભ હોય, છતાં પણ તે વખતે જીવ સંસારનો અનુબંધ પાડતો હોય, તેવું પણ બની શકે. પણ ખરેખર જે જીવને સંસાર પર નિર્વેદ અને સંવેગ ઉત્પન્ન થયો હોય, તેવો જીવ ધર્મ કરે તો તેને સંસારના આલોક કે પરલોકના કોઇ ભૌતિક આશય ન હોવાથી, તેને સંસારનો અનુબંધ પડતો નથી, પણ તેને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય અને મોક્ષસાધક ગુણોનો અનુબંધ પડે છે. બાકી તે સિવાયના જીવો ધર્મ કરે, શુભ યોગ સેવે, પણ અંદર સંસારની મલિનતા હોવાના કારણે, ભૌતિક આશય ઘૂસવાના કારણે, તેમના અધ્યવસાયમાં સંમ્પિષ્ટતા આવે છે. આ ભવના કે પરભવના ભૌતિક આશયથી નિરપેક્ષ અને આત્મકલ્યાણસાપેક્ષ શુભયોગની કિંમત છે. સાથે ગમારની જેમ પણ નહીં, પરંતુ અધ્યવસિત ધર્મ યાને કે મોક્ષસાધક અધ્યવસાયવાળો ધર્મ હોવો જોઇએ, અર્થાત્ શુભયોગમાં આવો અધ્યવસાય ભળવો જોઈએ. સંસારસાધક અધ્યવસાય હોય તે અનિષ્ટ છે, તેમ મોક્ષસાધક અધ્યવસાયન હોયતેવો ધર્મ પણ નકામો છે. પેલો અધ્યવસાય અનર્થકારી બને છે, તેમ આ મોક્ષસાધક અધ્યવસાય ન હોય તોય નિષ્ફળ છે; જેમ રાખમાં ઘી નાખો તો તે નિષ્ફળ છે, માટે જીવ મોક્ષસાધક અધ્યવસાયયુક્ત ધર્મક્રિયામાં પ્રવિષ્ટ હોવો જોઈએ. આમ, સીધું ઘી કાંઈ નુકસાન નથી કરતું પણ તે નિષ્ફળ જાય છે, તેમ અનધ્યવસિત યાને કે સંભૂમિપણે કરાતી ધર્મક્રિયા અકામનિર્જરા દ્વારા તુચ્છ પુણ્યબંધનું કારણ બને, પણ તે ધર્મક્રિયા માલસાધક નથી બનતી, માટે તે નિષ્ફળ જાય છે. આવા જીવને તો તેમાં જેમ સંસારસાધક અધ્યવસાય નથી તેમ મોક્ષ સાધક અધ્યવસાય પણ નથી, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આશ્રવ અને અનુબંધ માત્ર સંમૂચ્છિમની જેમ કંઇક કરે રાખે છે, તેથી તે તેની ધર્મક્રિયા નિષ્ફળ જશે. જયારે સંસારસાધક અધ્યવસાયમાં તો ભૌતિક આશય ઘૂસી જવાથી શુભયોગ હોવા છતાં પણ તેને સંસારનો અનુબંધ પડે છે, અર્થાત ચારે ગતિમાં તેને પરિભ્રમણ કરવાનું આવે છે. વિચારજો કે, આપણા ધર્મમાં કેટલી Clarity (સ્પષ્ટતા) છે ! પાપાનુબંધીપાપવાળા જીવો : સમકિતી કે વિવેકીની વાત છોડીને બાકીના અશુભયોગવાળા જીવોને બંધ અને અનુબંધ બંને પાપના જ પડે છે. આવા પાપાનુબંધીપાપકર્મવાળા જીવોને તો દુ:ખની જ પરંપરા રહે છે. તેવા જીવો વર્તમાનમાંય દુઃખી અને ભવિષ્યમાં પણ દુઃખી. કારણ, અત્યારે પણ પાપ કરીને જ જીવનનિર્વાહ કરતા હોય છે, દા.ત. માછીમાર, શિકારી વગેરે પાપ કરીને નિર્વાહ કરતા હોય છે અને સામે અનુબંધ પણ પાપનો જ પાડતા હોય છે. પંચેન્દ્રિય જીવોને મારીને તેમનું ગાડું ચલાવતા હોય છે, માટે આવા અનુબંધના ઉદય વખતે તેમને દુર્બુદ્ધિ જ થાય છે અને આમ, પાપના કારણે તેમને દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે. આ તમને હજી સમજાવવું સહેલું છે, પાપાનુબંધી પાપથી વિમુખ કરવા તે સહેલું છે. પુણ્યાનુબંધીપાપવાળા જીવો: હવે, પાપાનુબંધી પાપથી વિમુખ થઈ જીવ તેનાથી ઉપરના સ્તરે પુણ્યાનુબંધી પાપ કદાચ સેવે, પણ પુણ્યાનુબંધીપાપની કાંઇ ઉપાદેય તરીકે સ્થાપના કરી ન શકાય, કારણ કે તેના વર્તમાનના યોગો અધર્મ સ્વરૂપ છે; હા, પણ તેને અનુબંધ પુણ્યનો પડે છે. વ્યવહારનયથી અપુનર્ધધક અવસ્થાથી આની શરૂઆત થશે, જયારે નિશ્ચયનયથી તો સમકિત પ્રગટે તે પછી જ અનુબંધ શુભ થાય તેમ કહેવાય. વિવેક હોવાના કારણે આવા જીવો પાપની ક્રિયા કરવા છતાં અનુબંધ પુણ્યનો પાડે છે, જો કે તેમને બંધ તો પાપનો જ પડે છે. પુણ્યાનુબંધી પાપવાળા જીવોના વર્તમાનના યોગો હિંસા-સ્તય(ચોરી)-અબ્રહ્મ વગેરે બધા અશુભ છે, તેથી ભલે અત્યારે વિવેકના બળે તેઓ પુણ્યના અનુબંધ પાડે, પણ તે પ્રવૃત્તિ અધર્મ સ્વરૂપ હોઈ તે વિકલ્પ પણ છોડી દેવાનો. પાપાનુબંધી પુણ્યવાળા જીવો : હવે ત્રીજો વિકલ્પ એ બતાવે છે કે જે જીવો વિવેકશૂન્ય છે, તેઓ જો શુભયોગો સેવતા હોય તો તેના કારણે તેમને બંધ પુણ્યનો પડે છે, પણ અનુબંધ તો પાપનો પડે છે. આ જીવોને કોઈને કોઈ ભૌતિક લાલસા હોય અથવા તેઓ સંમૂચ્છિમની જેમ ક્રિયા કરતા હોય, માટે આવી ક્રિયાની પણ ગણના ન થાય, અને તેમાં જો જીવો અભિનિવિષ્ટ હશે તો Page #118 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૦૭ ગુણોનું સેવન કરીને પણ તેમને પાપનો અનુબંધ તીવ્ર પડશે. જેમ કે તે દયાળુ હોય, ઉદારતા ગુણ સેવતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય ત્યારે દેખીતો તમને ધર્મ કરતો લાગે; પણ શાસ્ત્રકાર લખે છે કે આ શુભ યોગ હોવા છતાં, ત્યાં આશય અશુદ્ધ છે, જે સંસારાનુબંધી છે, જેમાં ફળરૂપે સંસાર મળે છે. સામાન્ય રીતે ધર્મનું ફળ મોક્ષ છે પણ આવા જીવોના ધર્મનું ફળ સંસારવૃદ્ધિ. આવા જીવોને સંસારાનુબંધી શુભયોગવાળા જીવો કહ્યા છે. ખોટામાં અનભિનિવિષ્ટ અને ખોટામાં અભિનિવિષ્ટ જીવો ઃ હવે ચોથો પ્રકાર બતાવે છે કે પ્રધાનપણે ભૌતિક સુખની આકાંક્ષાવાળાને જો કોઇ એવા ગુરુ મળી જાય, અને તે બતાવે કે “આ ધર્મ કરીશ તો તું રાજા બનીશ, શેઠિયો, અધિકારી અથવા પરભવમાં દેવ બનીશ, જેનાથી તને આવાં આવાં સુખો મળશે,” માટે તે ધર્મ કરતો હોય; પણ તે જીવ જો સરળ હોય અને આગ્રહી ન હોય તો તેને સાચા ગુરુ મળી જાય અને સમજાવે કે “આ રીતના આશયથી ધર્મ ના કરાય” તો તે સાચું સમજીને કહે કે “તો મારો કાંઇ આગ્રહ નથી, હું આ આશય છોડી દઇશ,” તો તેવા જીવો મુગ્ધ છે, ભદ્રિક છે; ખોટામાં અભિનિવિષ્ટ નથી, માટે તેવા જીવો હજી બચી જશે. પણ જે જીવો ઊંધું કરતા હોય અને તેને જો કોઇ સાચું સમજાવે તો પણ તે સમજવા તૈયાર જ ન હોય, તો તેવા જીવો અપ્રશસ્ત કષાયને પરવશ થઈને કદાચ શુભયોગથી પુણ્ય બાંધશે, પણ પુણ્યની સ્થિતિ ઓછી બાંધશે અને પાપની સ્થિતિ વધારે બાંધશે; કારણ કે સ્થિતિબંધ કષાય પર નિર્ભર છે અને ખોટામાં આગ્રહ યાને કે કદાગ્રહ તે અપ્રશસ્ત કષાય છે. માટે અપ્રશસ્ત કપાય તીવ્ર હોય તો પાપબંધની સ્થિતિ અધિક થાય છે, તેથી આ વિકલ્પમાંથી પણ બહાર નીકળી જવા જેવું છે. હા, તમે જો ખોટામાં અભિનિવિષ્ટ ન હો તો અને સાચામાં અભિનિવિષ્ટ હો તો તે ગુણ છે. મુગ્ધ પ્રજ્ઞાપનીય જીવો: જે જીવો મુગ્ધ છે અને તેમને ગુરુએ Misguide કર્યા (ખોટી દોરવણી આપી) હોવાથી તેઓ ઊંધી રીતે પ્રવૃત્તિ કરતા હોય છે, પણ તેઓને અવિધિ કે અસત્યનો પક્ષપાત નથી, પરંતુ પક્ષપાત તો સત્યનો જ છે; અને જેવી ખબર પડે કે તરત જ સુધારવાની ઇચ્છા, તત્પરતા કે ખેવનાવાળા હોય છે, તો તેમના બચવાના Scope(અવકાશ) ઘણા સારા છે. તેઓ પ્રજ્ઞાપનીય છે, સુગુરુનો યોગ થતાં, સાચી સમજ મળતાં તે માર્ગ ઉપર ચડી જાય તેવા હોય છે. દા.ત. એક ભાઈને કોઇએ સલાહ આપેલી કે તારે તો મુનિઓ A Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આશ્રવ અને અનુબંધ મળે એટલે બસ, પાતરા ભરી આપવા; પણ તેને કાંઇ ખબર નહીં કે હું આ બધું વહોરાવું છું તે સકારણ છે કે નિષ્કારણ છે? આધાકર્મી ક્યારે વહોરાવાય અને ક્યારે ન વહોરાવાય? તેમાંનું તે કાંઇ જ જાણતો નહોતો. પણ બસ, ખાલી પાતરા ભરી દેવા તેટલું તેને બેસી ગયેલું. પણ જયારે મહાત્મા તેને સમજાવે કે, ભાઈ ! વહોરાવવામાં પણ તારે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ બધાથી વિચારવાનું. ઉત્સર્ગથી શું? અપવાદ ક્યારે ? વગેરે બધું સમજાવે તો તે ઝીલવા તૈયાર હોય, તો સમજવાનું કે તેને ખોટાનો આગ્રહ નથી, તે સાચા માર્ગ પર આવી શકે તેમ છે. અત્યારે તેનાથી જે અવિવેક થઈ રહ્યો છે તે અજ્ઞાનતાના કારણે છે, અપ્રશસ્ત કષાયના તીવ્ર પરિણામ નથી. ખોટાનો આગ્રહ તે જ ભારે અપ્રશસ્ત કષાયો છે, જયારે આને અંદરથી અસત્ય પ્રત્યે પક્ષપાત નથી; માટે પૂ. ઉમાસ્વાતિજી મહારાજ સાહેબે લખ્યું કે આવા જીવો પુણ્યબંધની સ્થિતિ અધિક બાંધે છે. સભા- કોઇ સાચું સમજાવનાર ન મળે તો ? સાહેબજી:- પ્રજ્ઞાપનીય હશે તો તે બચી જવાનો, પણ જો અભિનિવિષ્ટ હશે તો ઊડી જવાનો. કોઇના કહેવાથી અર્થ-કામ માટે ધર્મ થાય તેમ સમજીને સામાન્ય બુદ્ધિવાળો જીવ ધર્મ કરતો થઈ જાય, પણ અંદર તેને કેવો અધ્યવસાય છે ? Open-minded(ખુલ્લા મનવાળો) છે કે Prejudice(પૂર્વગ્રહ) થઈ ગયો છે? ઊંધું કરે છે તેનો તેને આગ્રહ છે? કે સાચું સમજાવવામાં આવે તો તરત જ તેને ઊંધે રવાડે ચઢ્યો છું તેવું Realise(ભાન) થાય. અને તરત જ પાટે ચઢવાની તૈયારી બતાવે, સાચું કરવાની તૈયારી બતાવે તેવો છે? જો તેમ હોય તો તે પ્રજ્ઞાપનીય છે, તે તો ઘણો સારો. તેને પક્ષપાત સત્યનો છે, માત્ર અજ્ઞાનતાથી પ્રવૃત્તિ અસત્યની છે, તે બચી જશે. જ્યારે અભિનિવિષ્ટને તો પ્રવૃત્તિ અસત્યની છે અને પક્ષપાત પણ અસત્યનો છે, માટે તેવા જીવો તો કુટાશે. અવળું સમજયા પછી ભલે તે અવળું ઘણા વર્ષો સુધી ચાલે, છતાં પણ જીવ જો પ્રજ્ઞાપનીય હોય તો તે બચી જવાનો છે, ઊંધી પ્રવૃત્તિ વખતે પણ સત્ય મળે તો ઝીલે તેવો પરિણામ છે, તે મુગ્ધ બચી જવાનો. સભા - સત્ય સમજાવવા Background (પશ્ચાદભૂમિકા) શું? સાહેબજી:-બધા શાસ્ત્રના પાઠ, દાખલા-દલીલોથી સમજાવે; જો, આ રીતે બંધ પડે, આ રીતે અનુબંધ પડે, આખો સંસાર અવિરતિ છે, અવિરતિ તે અધર્મ છે, માટે અર્થ-કામ અધર્મ છે, તો તેવા અધર્મને ભગવાન શું કામ કરવાનું બતાવે? આમ સમજાવે ત્યારે, અંદર તેની પરિસ્થિતિ એવી હોય કે તેને સાચું સમજવા મળે તો તે પ્રમાણે કરવા તૈયાર હોય. જેમ કે ક્યારેક શ્રાવકને પણ કાં તો અનુચિત સંયોગો મળવાના કારણે અથવા પ્રમાદથી કે અજ્ઞાનથી, ધર્મમાં નાની નાની અવિધિ થઇ જતી હોય, પણ જો તેને તેનો Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ આશ્રવ અને અનુબંધ આગ્રહ કે કદાગ્રહ ન હોય, બલકે મનમાં તેના માટે ખેદ હોય અને પશ્ચાત્તાપ થતો હોય, અને થતું હોય કે હું ક્યારે સારી વિધિસર ક્રિયા કરું ? તો તે પ્રજ્ઞાપનીય છે. તેથી તેની આવી અવિધિથી કરાતી ધર્મક્રિયા વખતે પણ અનુબંધ તો વિધિનો જ પડશે; કારણ કે તેને અવિધિનો પક્ષપાત નથી, પક્ષપાત તો વિધિનો જ છે. સભા- પ્રમાદપણે કરતો હોય તો પણ પક્ષપાત વિધિનો હોય? સાહેબજી:-હા, અપ્રમત્તપણે કરવું કાંઇ સહેલું છે? તેનાથી નાની નાની અવિધિથઈ જતી હોય, તેનો તેને મનમાં ખટકો હોય, પશ્ચાત્તાપ હોય, અવિધિ ઘટાડવા-અટકાવવા ઉદ્યમશીલ હોય, અવિધિ પ્રત્યે અરુચિ હોય; તેને થતું હોય કે “ક્યારે મારી આ અવિધિ દૂર થાય અને ક્યારે હું વિધિથી સારી રીતે ધર્મક્રિયા કરું?” સમકિતી કે દેશવિરતિધર પણ ક્યારેક ઉપયોગરહિતપણે ધર્મની ક્રિયા કરતો હોય, પણ અંદર વિધિનો પક્ષપાત પડ્યો જ હોય, આ જ કરવા જેવું છે તેવો ભાવ તેને પડેલો જ હોય. ઉપાદેયબુદ્ધિ પડેલી હોય તો દ્રવ્યક્રિયા પણ તેને ભાવક્રિયાનું કારણ બનશે. બધું વિધિ પ્રમાણે, અપ્રમત્તપણે કરવું કાંઈ રમત વાત નથી. એક પ્રતિક્રમણ પણ જો તમને વિધિ સહિત, જેમ કે આ રીતે સંડાસા, આ રીતે ખમાસમણાં, આ રીતે મુદ્રાઓ વગેરે બતાવી તે જ પ્રમાણે કરવાનું કહીએ તો તમે ભાગી જાઓ તેમ છે. તે રીતે કેટલા જણા કરી શકે ? માટે અપ્રમત્તપણે કરવું કાંઈ રમત વાત નથી. જેમાં અનુપયોગ હોય તે ક્રિયા સામાન્યથી તેની દ્રક્રિયા છે, પણ આ દ્રવ્યક્રિયાનું Groundwork(પ્રાથમિક ભૂમિકા-પાયો) તેને આગળ કામ લાગશે. કારણ અવિધિ કરવા છતાં તેને વિધિનો પક્ષપાત છે, અવિધિ તેને ખટકે છે, તેનો તેને ખેદ છે, તેનો પશ્ચાત્તાપ છે. માટે તેને અનુબંધ વિધિનો પડે છે. વર્તમાનની ક્રિયા તુટીવાળી છે, પણ તે તૂટી ભવિષ્યમાં તેને નીકળી જવાની છે. અંતરાયો તૂટી તૂટીને તેને વિધિની પ્રાપ્તિ થશે. આ બધું ધીમે ધીમે થશે, પણ કોને ? ક્ષતિ હોવા છતાં તે ક્ષતિનો જેને પક્ષપાત નથી તેને. 'ચતુર્ભગીમાં આ ભંગ નીચલી કક્ષામાં આવશે. કેમ કે ખોટામાંથી પાછા ફરવાની તૈયારી છે, હૃદયમાં સત્યનો પક્ષપાત પડેલો છે, પરંતુ સ્વરૂપથી અવિધિ છે; માટે અમે તેને પણ આદર્શ તરીકે નહીં મૂકી શકીએ. આવા જીવો ભલે ૨૫ વર્ષથી સ્વરૂપથી અવિધિથી ધર્મ કરતા હશે. ઘણા જીવો અજ્ઞાનતાના કારણે અવિધિ સેવતા હોય તો તેને સત્ય સમજાવનાર મળશે તો તે અવિધિ તરત છોડી દેશે, કારણ અંદર સત્યનો જ પક્ષપાત છે. સ્વરૂપથી (૧) ચતુર્ભણી ચાર ભાંગી. જેમ કે વિધિ અને પક્ષપાતના ચાર ભાંગા આ રીતે થાય. વિધિ છે તેનો પક્ષપાત છે, વિધિ નથી તેનો પક્ષપાત છે. વિધિ છે તેનો પક્ષપાત નથી, વિધિ નથી તેનો પક્ષપાત નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આશ્રવ અને અનુબંધ અવિધિ હોવા છતાં હૈયામાં પક્ષપાત વિધિનો છે, પરિણામ અવિધિથી નિવર્તન પામવાનો છે, જેને Plus point(જમા પાસા તરીકે) ગણ્યો છે. પાછું તેને જે કહેવામાં આવે તે બધું તે તરત જ માની જ લે તેવું પણ જરૂરી નથી. પોતાના Intellectual level(બૌદ્ધિક કક્ષા) પ્રમાણે સમજવા માટે ઉચિત સ્થાને પ્રશ્ન પણ કરે. સાધુ સમજાવે ત્યારે તેણે આપેલ સમાધાન પર મુક્ત મનથી વિચારે. તેને થાય કે શુભ યોગ તે વળી કાંઇ સંસારાનુબંધી હોય ? શુભ યોગના વિપાકમાં કાંઇ સંસાર હોય ? સામાન્યથી આવું ના હોય છતાં કેમ આમ કહે છે ? માટે જરૂર અહીંયાં દાળમાં કાંઇક કાળું છે, તેમ થાય. આમ પ્રશ્નો પૂછી સમાધાન મેળવતો જાય, તેના પર ચિંતન કરતો જાય, તેમ તેને પોતાની ભૂલનો અહેસાસ થતો જાય. તમે વેપારમાં બધો વિચાર કરો ખરા ને ? કોઇ યોગ્ય માણસ ભૂલ બતાવે તો તરત સુધારી લ્યો ને ? ત્યાં તમે સરળ છો. હા, અહીંયાં જ તમારે બધું લોલંલોલ ચાલે છે. કારણ વેપારમાં અર્થનો લોભ છે, માટે ત્યાં સીધા ચાલો છો, તેમ અહીંયાં તમને તમારા કલ્યાણનો રસ હોવો જોઇએ. બસ, થાય કે આ ખોટું છે, તેનાથી મારું અકલ્યાણ છે, માટે મારે તેમ નથી કરવું, સાચું જ કરવું છે. અશુભ ક્રિયા કરતાં પણ અધ્યવસાય જો શુભ વિદ્યમાન હશે તો તે જીવ બચી જવાનો. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિજી લખે છે કે ધર્મથી વૈમાનિક દેવલોકનાં સુખો પણ મળી શકે, તેની સરખામણીમાં આ બીજાં સુખો તો તુચ્છ છે. સંસારનાં કોઇપણ ભૌતિક સુખો ધર્મના પ્રભાવે જ મળે છે, પણ ધર્મ તો નિરીહતાપૂર્વક(આશંસા રહિતપણે) કરવાનો છે, યાને કે કોઇ ભૌતિક સુખની ઇચ્છાથી કરવાનો નથી. ઇચ્છા કરવી હોય તો તે મોક્ષ માટે જ કરવાની છે. ભવિષ્યમાં આવા જીવોને કોઇ સારો યોગ થશે તો તે તરત પાછા વળી જશે. અંદર સાચાને સ્થાન છે માટે શાસ્ત્રકારોએ તેવા જીવોને પણ સ્થાન આપ્યું છે. સભા:- પ્રમત્તથી હિંસા કઇ રીતે ? સાહેબજી:- પ્રમત્ત હોય તેનાથી બીજા જીવોના પ્રાણોનો નાશ થાય તે હિંસા છે. પ્રવૃત્તિ હિંસાની થાય તો પાપ છે, તે સૂત્ર વ્યવહારનયથી છે. વ્યવહારનયથી તો અપ્રમત્ત હોય તેનાથી પણ કોઇ જીવની વિરાધના-હિંસા થાય તો તે પાપ છે; જ્યારે નિશ્ચયનય તો કહેશે કે પ્રમત્ત હોય ત્યારે, બીજા જીવોના પ્રાણનો નાશ ન થતો હોય તો પણ તે હિંસા છે. પાછું એ પણ કહેશે કે અપ્રમત્ત હોય ત્યારે બીજાના પ્રાણનો નાશ થતો હોય તો પણ હિંસા નથી. કારણ નિશ્ચયનય તો અધ્યવસાય કેવો છે?, અધ્યવસાય મલિન છે કેClear(ચોક્ખો) છે ? તે જ જોશે. અપ્રમત્તની અંદરની શુદ્ધિ પૂર્ણ છે, પ્રમત્તદશાવાળાનો અધ્યવસાય મલિન છે. પ્રમત્તઅધ્યવસાયવાળો ઉપયુક્ત નથી, જ્યારે અપ્રમત્તઅધ્યવસાયવાળો તો ઉપયુક્ત Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ આશ્રવ અને અનુબંધ છે. તે ચાલે તો સાડા ત્રણ હાથ નજર રાખીને ચાલે. માટે અકસ્માતથી કોઇ જીવ આવી તેના પગ નીચે નાશ થઇ જાય તો પણ તેને હિંસા નથી, કારણ ઉપયોગવાળો છે. માત્ર સ્વરૂપહિંસા તે હિંસા નથી. તમે તો ઉપયોગ વગર જ ચાલો ને? માથું-નજર ક્યાંય ફરતાં હોય અને ચાલતા ક્યાંય હો. તમે આવી રીતે ચાલો છો માટે, કદાચ સ્વરૂપથી હિંસા ન પણ થઇ હોય છતાં, અંદરથી તેમને જીવોને બચાવવાની વૃત્તિ પડી ન હોવાના કારણે, તમને હિંસાનું પાપ લાગવાનું. તેની સામે અમે ઇર્યાસમિતિપૂર્વક ચાલતા હોઇએ અને સ્વરૂપથી હિસા થઈ પણ જાય, તેમ છતાં અમને હિંસાનું પાપ નહીં. આમ બંનેના અધ્યવસાયમાં ઘણો ફરક છે. વ્યવહારનય તો કહેશે, જીવ મર્યો કે નહિ?, તે જુઓ. સ્વરૂપહિંસા-અહિંસાની ચર્ચા વ્યવહારનય કરશે, જ્યારે નિશ્ચયનય તો અધ્યવસાય જ માગશે. સભા- પ્રમત્તથી હિંસા નથી થતી ત્યારે તેને કયા જીવની હિંસાનું પાપ લાગે છે ? સાહેબજી:- પ્રમત્ત છે તે જ પાપ છે. અન્ય જીવની હિંસાનું પાપ વ્યવહારનય માને છે, નિશ્ચયનય તો કહેશે કે પ્રમત્ત છે માટે આશય મલિન છે, અંદરથી બીજાના પ્રાણવધની ઉપેક્ષાવાળો છે, માટે તે ઉપેક્ષાવાળો અધ્યવસાય જ પાપવાળો છે, હિંસાવાળો છે. સભા- આપણને કયો નય લાગુ પડે ? સાહેબજી:-બેઉ નય લાગુ પડે. જયણામાં અપ્રમત્ત રહેવાનું. જયણાને ધર્મની માતા કહી છે. જીવદયાના અધ્યવસાયપૂર્વક જયણાથી પ્રવૃત્તિ કરવાની છે. માટે અપ્રમત્ત મુનિ ખાવા છતાં ઉપવાસી છે, તેમ નિશ્ચયનય કહે છે. તેના મતે ઇર્યાસમિતિપૂર્વક ચાલતાં ચાલતાં કોઈ જીવ પગ નીચે નાશ થઇ જાય તો પણ પાપ નથી લાગતું, તે હિંસા નથી. જયારે વ્યવહારનય કહેશે, પગ નીચે જીવ મરે છે તો કર્મબંધ છે. આમ, નયો અત્યંતર અને બાહ્ય બંને રીતે તપાસ કરે છે. હવે વ્યવહારનય અને નિશ્ચયનય જો સામસામે આવે ત્યારે નિશ્ચયનયને પ્રધાનતા આપવી પડે, અને સામસામે ન આવે ત્યાં સુધી બેઉ નયનું પોતપોતાનું સ્થાન છે, જેમ કે અપ્રમત્ત મુનિને પગ નીચે જીવ આવી ગયો અને મરી ગયો, પણ અંદરથી તેઓ અપ્રમત્ત છે, માટે કર્મબંધ નથી. અપ્રમત્તમુનિને હિંસા ગમતી નથી, તેમને અહિંસાનો જ આગ્રહ છે, તે માટે તેઓ પૂર્ણ જાગ્રત હતા, છતાં હિંસા થઇ ગઈ તો તેમાં તેમનો પ્રમાદ કે પુરુષાર્થ જવાબદાર નથી. આપણે આગળ વિચારી ગયા તેમાં, જે મુગ્ધ છે તેને અસત્ પ્રવૃત્તિ કરવા છતાં, કોઇ સત્ય સમજાવે તો સ્વીકારવાના અધ્યવસાયવાળો છે, અસત્યથી નિવર્તન પામવાના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આશ્રવ અને અનુબંધ અધ્યવસાયવાળો છે, માટે બચી જશે. પૂજા, સામાયિક વગેરે તમામ ધર્મક્રિયામાં અધ્યવસાય Clean(ચોખા) છે કે મલિન છે તે જોવું પડે. તમામ ક્રિયાનો મદાર અધ્યવસાય પર છે. હવે તો શેયની બાબતમાં ભૂલ થાય તો સાધુઓ બહુમાયું નથી મારતા, પણ હેય-ઉપાદેયની બાબત તો સુધારવી જ પડે. કારણ કે તે સમગ્ર સાધનાનું મૂળ છે. તેમાં બાંધછોડ થઈ શકે જ નહિ. શેયની બાબતમાં મતભેદ હોઈ શકે, પણ શેયમાં ઊંધો પક્ષપાત હશે તો હાડકાં ભાંગશે, દા.ત. જેમ જમાલીના કિસ્સામાં બનેલું તેમ. શેયનો નિયમ જુદો હોય છે અને હેય-ઉપાદેયનો નિયમ જુદો હોય છે. હેય-ઉપાદેયની બાબતમાં બાંધછોડ થાય નહિ. જોયની બાબતમાં પણ બાંધછોડની અમને સત્તા નથી, તો પછી આમાં તો કેમ હોય? હેય-ઉપાદેયની બાબતો બધી સાધનાનો આધારસ્તંભ છે, નહીંતર જીવ રવાડે ચઢી જશે. જીવને અનુબંધ સંસારનો પડતો હોય, તે જો સાધુ જાણતા હોય અને મૌન સેવતા હોય, તો તે ગુનેગાર છે. માટે કડવું સત્ય અપ્રિય થઈને પણ કહેવું પડે, નહિતર મિથ્યાત્વમોહનીય બંધાય. હું ધર્મનું સ્થાપન કરું તેટલું જ નહિ, પણ મારે અધર્મનું ઉન્મેલન પણ કરવું પડે. હા, ત્યારે, આમ કહેતાં મારી લઘુતા થશે, નિંદા થશે, લોકમાં ખરાબ થવાનું આવશે, તેમ વિચારાય નહિ. માટે સન્માર્ગનું સ્થાપન અને ઉન્માર્ગનું ઉમૂલન કરવું, આ બે અમારા માટે પ્રધાન અને પ્રાથમિક કર્તવ્ય છે. તેમાં જરાય ઢીલાશ ન ચાલે. માટે ઉપદેશક થવું એટલે નિંદા સહન કરવાની તૈયારી જોઇએ. તેણે ગમે તેની સાથે બાથ ભીડવાની આવે. અમારે તમારું મોઢું જોઇને બોલવાનું નથી, અમારે ભગવાનના શાસ્ત્રપાઠો સામે રાખીને બોલવાનું છે. સભા:- ક્યાં સુધી બાથ ભીડવાની ? સાહેબજી:-એને જ્યાં સુધી સામે ફળ છે તેમ દેખાય ત્યાં સુધી તેણે મહેનત કરવાની. આમ તો તમે ખોટી વાતનો વિરોધ કરો તો સામે પડઘો તો પડે જ છે અને ત્યારે જ સન્માર્ગ સન્માર્ગ તરીકે ઊભો રહે છે. કદાચ સામે વધારે બળવાન હોય તો તેને અટકાવી ન શકીએ, પણ વિરોધના કારણે સન્માર્ગને ઊભો તો રાખી જ શકીએ છીએ. લોકો વિચાર કરે, ભલે આ સફળ થયો પણ સામે બીજો મત પણ છે. જે મુનિ સન્માર્ગને ધક્કો મારીને ઉન્માર્ગનું સ્થાપન કરે છે, તેમાં તેને બેઉ રીતે માયા હોવાને કારણે, તેના ફળરૂપે તે એકેન્દ્રિયની દીર્ઘ કાયસ્થિતિ બાંધે છે. પ્રભાવક ચરિત્રમાં, બીજાના ધર્મના ધ્વંસમાં પણ ધર્મ માનનારા રાજાઓ Medival period(મધ્યકાલીન સમય)માં થયા તેવું દૃષ્ટાંત આવે છે. એક સમયે શ્રાવકો તીર્થની રક્ષા ન કરી શકે તેવા સંયોગો ઊભા થયા, ત્યારે આચાર્ય ભગવાન તીર્થરક્ષા માટે સામે પડ્યા Page #124 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૧૩ છે. આપણા તીર્થની રક્ષાનો પ્રશ્ન આવ્યો ત્યારે પ્રભાવક ધર્માચાર્યે વિચાર કર્યો કે અત્યારે શેની જરૂર છે ? લાગ્યું કે ધનની જરૂર છે, ધનથી જ આ તીર્થ બચી શકશે, નહિતર તીર્થનો નાશ થશે. આ લોકોની સામે થવાનું એમ સહેલું નથી તેવું લાગેલું ત્યારે, તેઓએ ઉત્સર્ગનો ત્યાગ કરીને અપવાદસૂત્રને હાથમાં લીધેલ. આમ તો પ્રભાવક ધર્માચાર્ય ગોચરી વહોરવા ન જાય, પણ ત્યારે તેઓ પોતે ગોચરી માટે ગયેલા. આટલા પ્રભાવક ધર્માચાર્ય ગોચરી માટે આવે એટલે લોકો તેમને આ..લો..આ..લો. . તેમ કહે. ત્યારે તેઓ ના કહેતા જાય અને પછી એ વખતે કહે સુવર્ણમુદ્રાનો ખપ છે. તેમ કરી રક્ષા માટે જેટલી આવશ્યકતા હોય તેટલી પૂરી કરી. આમ, રક્ષા માટેનું ધન અપવાદમાર્ગે આ રીતે ભેગું કરેલ. ભૂતકાળમાં આ રીતે પ્રભાવક આચાર્યે તીર્થની રક્ષા કરેલી. પરંતુ આ અપવાદસૂત્ર છે, જે પ્રભાવકચરિત્ર નામના ગ્રંથમાં બતાવેલ છે; પણ તે અત્યારે અપનાવવા જાઓ તો મરી જાઓ, મહા અનર્થ થઇ જાય. યાદ રાખજો, આ ઉત્સર્ગસૂત્ર નથી. માટે સ્થાને નયનો વિનિયોગ કરવાનો છે. આરાધના કરતાં રક્ષામાં અનેક ગણાં પુણ્ય અને નિર્જરા છે. ઉત્સર્ગથી તો સાધુ જીર્ણોદ્ધાર માટે પણ શ્રાવકનું ધ્યાન ન દોરે. પરંતુ અપવાદથી ગુરુએ વિમલમંત્રીનું દેલવાડાના જીર્ણોદ્ધાર માટે ધ્યાન દોર્યું હતું. ત્યારે વિમલમંત્રીએ કહ્યું, “મને અનુપયોગ થઇ ગયેલ, આપે ધ્યાન દોર્યું તે આપનો ખૂબ ખૂબ ઉપકાર છે.” પછી તેમણે બધું સંભાળી લીધું હતું. આરાધના કરતાં રક્ષામાં અનેક ગણાં પુણ્ય અને નિર્જરા બતાવ્યાં છે. આરાધના અને રક્ષાની કોઇ તુલના નથી. આરાધના વ્યક્તિગત બાબત છે, જ્યારે રક્ષા તો સમષ્ટિગત બાબત છે. રક્ષાના કેટલાક સંજોગોમાં અમારે અપવાદનું સેવન કરવું પડે. તમારા માટે અપવાદસૂત્રો છે, તેમ અમારા માટે પણ અપવાદસૂત્રો છે. ઉત્સર્ગ કરતાં અપવાદ વધારે બળવાન છે. અમારે ત્યાં એટલે સુધી કહ્યું છે કે, જ્યારે વિશિષ્ટ સંયોગો અર્થાત્ વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઊભા થયા હોય ત્યારે, જે ઉત્સર્ગને પકડી રાખી અપવાદને સેવતો નથી તે વિરાધક છે. માટે શક્ય હોય ત્યાં સુધી રક્ષા કરવી જ પડે. આ દર્શનાચાર છે. આરાધના કરતાં આનું ફળ અનેકગણું છે. તેના માટે જેટલા પૈસા વેરવા પડે, રાજકીય લાગવગો લગાવવી પડે તે બધું કરવાનું. અહીંયાં સમકિત ન પામે તેવો જીવ પણ તીર્થમાં સમકિત પામી જાય. કારણ ત્યાં પુદ્ગલો વિશુદ્ધિથી વાસિત હોય છે, તીર્થંકરો આદિનું અહીં આવાગમન પણ થયેલું હોય છે, તેમનાં કલ્યાણકોની ભૂમિ હોય છે. જે દેરાસર ૧૦૦ વર્ષ જૂનાં છે તે પણ તીર્થ ગણાય. છતાં જે તીર્થમાં તીર્થંકરો આદિનું આવાગમન હોય તેવાં તીર્થોમાં જે કરો તેનું વિશેષ ફળ. એટલે જ તમારા માટે તીર્થયાત્રા એક કર્તવ્ય તરીકે મૂકી છે. તે દર્શનશુદ્ધિનું પ્રબળ કારણ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આશ્રવ અને અનુબંધ છે. દર્શનાચારમાં તેને સ્થાન આપ્યું છે. તમારી શક્તિ પ્રમાણે કરવાનું છે. પહેલાં ઘરનાંને, પછી પરિવારને, ગામને, સંઘને તમારે યાત્રા કરાવવાની લખી છે. માટે તીર્થ એ કાંઈ ગમે તે વસ્તુ નથી. જયાં જે સૂત્ર લાગુ પડે તે ત્યાં લગાડવું જ પડે. સભા- સાહેબજી, દર વર્ષે વાહનમાં જાત્રા કરવી કે ત્રણ-ચાર વર્ષે 'છ'રી પાળતાં જાત્રા કરવી ? શેમાં લાભ વધારે ? સાહેબજી:-છ'રી પાળતાં યાત્રા કરવી તેમાં જ વધારે લાભ છે. છ'રી પાલિત યાત્રામાં તીર્થ સુધી પહોંચતાં પહોંચતાં અધ્યવસાયની ક્રમસર શુદ્ધિ સુંદર રીતે થતી જાય છે. છ'રીમાં ગોઠવણ જ એવી છે કે ત્યાં પહોંચો ત્યાં સુધી રોજ રોજ તમારું ઘડતર સારું થતું જાય. અહીંયાં છ'રી છે તે Groundwork (પાયો તૈયાર કરવાનું કામ) છે, જ્યારે પેલી યાત્રામાં આ કશાનો અવકાશ નથી. દવામાં પણ જેમ Course(વિધિસર ઉપચાર) કરે, તેને ધીરે ધીરે ફાયદો થાય, તેમ અહીંયાં પણ પ્રવૃત્તિ કરતાં કરતાં અધ્યવસાયની શુદ્ધિ ક્રમસર વધતી જાય, અને Peak (ટોચ) સુધી પહોંચે. ધર્મનું વાતાવરણ તૈયાર થાય તેમ મનથી તૈયાર થઈ જાઓ ને? હા, ઉપાદાન બરાબર ન હોય તો જુદી વાત. ક્યાં છ'રી પાલિત સંઘ સાથે યાત્રા અને ક્યાં આજની તમારી વાહનોમાં જઈ થતી યાત્રા? બેની તુલના થઈ શકે તેમ નથી. છ'રીમાં ઘણો લાભ છે. તેવી રીતે યાત્રા કરનાર, કરાવનાર અને તેની અનુમોદના કરનારને ઘણો વધારે લાભ છે. છ'રી પાળતો સંઘ કાઢીને યાત્રા કરાવવી જોઇએ. સંઘમાં જે બધા આરાધના કરે તેનો હિસ્સો સંઘપતિને મળે. આમ, ઘણા જ લાભ છે. વ્યવહારનયથી સૂત્ર છે કે દાનથી મોક્ષ છે. તેને થાય કે બધા મારા સયાત્રીઓ છે, તેમની ખૂબ ભક્તિ કરે, તેઓને અનુકૂળ સામગ્રી આપે, સાધનામાં સહાયક થાય; તેથી બધાની આરાધનાનો હિસ્સો તેને મળે છે. માટે આવી યાત્રા કરનાર, કરાવનાર અને અનુમોદના કરનાર બધાને ઘણો લાભ છે. સભા - સંઘજમણ વખતે ચાર વાગ્યામાં રસોઈ શરૂ કરે તેવા સંઘજમણમાં જવાય ખરું? સાહેબજી:- તમને અવિધિ બધે ઘુસાડવાની આદત પડી ગઈ છે. સંઘજમણ હોય તો તમારે જવાની ફરજ છે, જવું જોઈએ. અવિધિ થતી હોય તે અટકાવવા પ્રયત્નશીલ થવું. તમારે કહેવું કે, તમે આટઆટલું કરો છો, થોડી વિશેષ કાળજી લઈ આટલી અવિધિ દૂર કરશો અને વિધિ જાળવશો તો લાભ વધારે છે. ભલે ખર્ચ થોડો વધારે થાય, અમે આપવા (૧) છ'રી: (૧) સચિત્ત પરિહારી (૨) એકલ આહારી (૩) પાદચારી (૪) આવશ્યકકારી (૫) ભૂમિસંથારી (૬) બ્રહ્મચારી. Page #126 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૧૫ તૈયાર છીએ. વિધિથી કરેલા ધર્મનું ફળ ઘણું જ છે. માટે ધર્મક્રિયામાં દરેક પ્રવૃત્તિ વિધિપૂર્વક કરવાનો આગ્રહ જોઇએ, તમારું પ્રણિધાન જોઇએ, પ્રણિધાનમાં ખામી તો પરિણામમાં ખામી. વ્યવહારનય પ્રવૃત્તિથી ધર્મ માને છે, પણ તેમાં જિનાજ્ઞા પ્રધાન છે; જ્યારે અવિધિમાં મોટેભાગે સ્વેચ્છાચાર જ પ્રધાન કારણ હોય છે. તમે થોડા ઉદાર થાઓ તો બધું શક્ય છે. સામા માણસને સમજાવો કે માણસો-રસોઇયા થોડા વધારે રાખો અને વિધિ સાચવો. સંઘજમણમાં તમારે સહાયક થવું જ જોઈએ. માર્ગ તો આ જ છે. માટે વિધિનો ઉચ્છેદ ના કરાય, પણ અવિધિ અટકાવવા પ્રયત્ન કરવો જોઇએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની શુદ્ધિ અપેક્ષિત છે. અહીં તેની પ્રધાનતા છે. ભાવ પણ દ્રવ્યક્ષેત્ર-કાળની શુદ્ધિ માંગે છે. નિશ્ચયનય સાધ્યને (ભાવને) મહત્તા આપે છે, જયારે વ્યવહારનય તેનાં સાધનો યાને દ્રવ્ય-ક્ષેત્રકાળને પણ મહત્તા આપે છે, માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળનું પણ સ્થાન છે. વ્યવહારનયથી તીર્થની સ્થાપના છે, તેથી જે વ્યવહારનયને લોપે છે તે તીર્થની આશાતના કરે છે. માટે દ્રવ્ય-ક્ષેત્રકાળ Maintain કરવા(જાળવવા) જોઇએ. અત્યારે સંઘજમણમાં લાખો રૂપિયા વાપરો છો, તો તેમાં બે-ચાર માણસ, રસોઇયા વધારે રાખી વિધિ સાચવવી મુશ્કેલ નથી. વિધિની ખામી હશે તો પરિણામની વૃદ્ધિ નહિ થાય. કોઇપણ ધર્મક્રિયામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળને વ્યવહારનય પ્રધાનતા આપે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેની શુદ્ધિનો આગ્રહ જોઇએ. તમે તેમાંથી કોઈ એકને જ પકડી લો, તો તે ન ચાલે. ચારેની શુદ્ધિ માટે પ્રયત્નશીલ રહેવાનું. વ્યવહારનય પણ ભાવને નથી જ માનતો તેમ નથી. થોડા પૈસા વધારે ખર્ચો તો બધું સચવાઈ શકે. દ્રવ્ય પણ ભક્ષ્યાભઢ્યના વિવેકપૂર્વકનું વિહિત હોય, મર્યાદાપૂર્વકનું હોય. સભા-ગેસનો ચૂલો વગેરેનો ઉપયોગ થાય? સાહેબજી:- એ ભૌતિક વસ્તુ છે. જો હિંસા-અહિંસાની દષ્ટિએ પૂછતા હો તો સૌથી શ્રેષ્ઠ છાણાં અને લાકડાં વગેરે છે. તેમાં પણ ભૌતિકશાસ્ત્રની (શરીરશાસ્ત્રની) દષ્ટિએ ઘણા લાભાલાભની વાત છે, પણ તેમાં અમારાથી પડાય નહિ. ધર્મની દષ્ટિએ, વિધિની દષ્ટિએ તમે ચોક્કસ હો તો આ બધી બાબતોમાં તમને વાંધો ન આવે. બાકી, ગુણની દષ્ટિએ ઘણી બાબતો આવે. પણ શરીરશાસ્ત્ર એ અમારો વિષય નથી. ધાર્મિક દૃષ્ટિએ ઓછી હિંસાની વાત છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. આ બેઉ ભૌતિક બાબત છે. એકમાં અધિક હિંસા છે, બીજામાં અલ્પ હિંસા છે; માટે અલ્પ હિંસાવાળી જીવનવ્યવસ્થામાં ગોઠવાવા જોઇએ. અમે હિંસા-અહિંસાની દૃષ્ટિથી વાત કરીએ, નહિ કે ભૌતિક-શારીરિક લાભાલાભના દૃષ્ટિકોણથી. અમારી મર્યાદા હિંસા-અહિંસા, નીતિ-અનીતિ, ગુણ-દોષ સુધી છે. તેમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આશ્રવ અને અનુબંધ પાછા ભૌતિક ગુણ-દોષની વાત એ અમારી મર્યાદા બહાર છે. એ વૈદ્યોનો વિય છે. શરીરની દષ્ટિએ પદાર્થના ગુણ-દોષનું વર્ણન અમારાથી ન કરાય. જે મુનિને સાવદ્યનિરવદ્યનો ઉપયોગ છે તે જ મુનિ બોલવાનો અધિકારી છે. માટે પેલામાં આયુર્વેદ આવે, તે અમે જાણતા હોઈએ તો પણ અમારાથી બોલાય નહિ, અમારે મૌન સેવવાનું. સભા - સંઘમાં જમણમાં શું વાપરવું તેમ શ્રાવક પૂછવા આવે તો? સાહેબજી:- ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ તમે અમને પૂછવા આવો તે વખતે પદાર્થોના ઉપયોગની બાબતમાં સાવધ ભાષા અમારે વાપરવાની નથી. કહીએ કે સંઘમાં છ'રી પાળવાની. આવાં દ્રવ્ય, આવાં ક્ષેત્ર, આવા કાળ એ બધું બતાવાય, પણ કયું પાણી લાવશો? નદીનું કે કૂવાનું? એક એક દ્રવ્યના ગુણ કેટલા? જેમ શાકના ગુણ કેટલા? દોષ કેટલા? એ બધું અમારાથી બોલાય નહિ. નીતિ-અનીતિ, હિંસા-અહિંસા, વિધિ-અવિધિ વગેરે પૂછવાનું, બાકી પદાર્થના ગુણ-દોષની બાબતમાં સલાહની અપેક્ષા અમારા તરફથી રખાય જ નહિ. તે વૈદ્યોનો વિષય છે. તેમની પાસેથી મળે અમારી પાસેથી નહિ. પહેલાંની જીવનવ્યવસ્થા હતી તેના કરતાં અત્યારની જીવનવ્યવસ્થામાં અધિક હિંસા છે. ભૌતિકશાસ્ત્ર તો ઘણું વિસ્તૃત છે. તેનો અંત જ ન આવે, અને તમે તો પાછા એકની સાથે બીજાને સાંકળી સાંકળીને બધાને ધર્મમાં ખપાવો, પણ અમારાથી તેમાં ન પડાય. કહ્યું છે કે, શ્રાવકને ચાર પુરુષાર્થને યોગ્ય શરીર જોઇએ, પણ તેમાં અમારે કરણ-કરાવણ-અનુમોદન ત્રિવિધ ત્રિવિધ ન આવે તેવી ભાષા બોલવી જોઇએ. ૧૧ પ્રકારની ભાષા છે. અપવાદની વાત જુદી છે, તે પ્રસંગવિશેષે વાત છે. અપવાદમાં પાછી સાત અપવાદની વાત આવે છે. જ્યાં છઠ્ઠો અપવાદ લાગે ત્યાં સાતમો અપવાદ લગાડો તો વિરાધના છે. સાતમો અપવાદ લાગતો હોય ત્યાં તેને ન લગાડો તો પણ વિરાધના છે. જ્યાં જે અપવાદ લાગુ પડતો હોય તે જ ત્યાં લગાડવાનો, બીજો નહિ. ઉત્સર્ગથી વ્યવહારનય-નિશ્ચયનય બંને ભેગા હોય. બંનેને સાથે રાખીને ચાલવાનું છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર બેઉ સાથે હોય. બેઉ એકબીજાના પૂરક છે. ભગવાન પણ બેઉ સેવે છે. અમારે ત્યાં દ્વાદશાંગીના પારગામી મહાત્મા ભૌતિકક્ષેત્રે પણ બધું જ જાણતા હોય, તો પણ જાણવા-જોવા છતાં ભૌતિકોત્રે કાંઈ બોલે નહિ. અનર્થ થઇ રહ્યો હોય તો પણ આ માણસને આ ઔષધ આપવાથી લાભ થશે અને અમુક દ્રવ્ય આપવાથી નુકસાન થવાનું છે એવી જાણકારી હોય, છતાં પણ અમારાથી તે વાપરો અને ન વાપરો (૧) ચાર પુરુષાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે જુઓ પરિશિષ્ટ X-૧૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૧૭ તેમ કહેવાય નહિ. ઉત્સર્ગથી ભૌતિકક્ષેત્રે અમે જો માથું મારીએ તો અમારા બુરા હાલ થાય. અપવાદથી વિશેષવ્યક્તિગત વાત છે. નહિતર તો આ વિષય વૈદ્યોનો છે, મુનિ જો એમાં પડશે તો તેના ઉત્તરગુણ તથા મૂળગુણોમાં ખામી આવશે. સભા:- ભક્ષ્યાભક્ષ્યનો વિવેક આપી શકે ? સાહેબજી:- હા, ધર્મના એંગલથી આપી શકાય, પણ ભૌતિક એંગલથી નહિ. માટે મુનિ બહુ જ ઉપયોગપૂર્વક બોલે. તેના બોલવામાં ક્યાંય સાવધ ભાષા ન હોય. અમારે તો તમારા ધર્મની અનુમોદનામાં પણ ઘણો ખ્યાલ રાખવાનો છે. અનુમોદનમાં પણ કેટલાં ધોરણો બાંધ્યાં છે ! લખ્યું છે કે સાધુ ગમે તેમાં અનુમોદન ક૨શે તો કુટાઇ જશે, અમારા વ્રતોના ભંગ થશે, અને જો આવું વારંવાર સેવીશું તો વ્રતો તૂટી જશે. અમારે કેટલાં વ્રતો છે ? કેટલી મર્યાદાઓ છે ? નિરવદ્ય જીવનની પરાકાષ્ઠારૂપ એવું અમારું જીવન છે. તમને અમારાં વ્રતો-મર્યાદાઓનો કાંઇ ખ્યાલ છે ખરો? અમારા માટે કરાવણ એટલે શું? તમારું આ કર્તવ્ય છે તે તમને બતાવવાનું, તેની સમજ આપવાની, નહીં કે ગોદા મારીને કરાવવાનું. તીર્થંકરોએ બતાવેલ ચારિત્રનો જગતમાં જોટો નથી, તે પૂર્ણ છે. બાકી સંસાર તો આખો સાવઘ છે. તેમાં મુનિ જો ક્યાંય કરણ-કરાવણ-અનુમોદનથી ઘૂસી ગયો તો મરી જ ગયો સમજજો. અમે અપવાદ સેવીએ તો પણ પૂછે કે તુ ગીતાર્થ છો ? ઉત્સર્ગથી કામ નહોતું થતું? આમ, બધું મને પૂછે. ગીતાર્થ પણ અપવાદ ધારાધોરણથી સેવે. અમારું Constitution (બંધારણ) ભણે તેને અમારા ધારા-ધોરણોની ખબર પડે. અહીં અમારે ચારિત્રના પરિણામો સાચવવાના છે, માટે સાવદ્ય ભાષા ચાલે જ નહિ. તમે પાંચમે ગુણસ્થાનકે આવો તો તમારા નિયમો પણ ફરી જાય છે, તો પછી અમારા માટે તો શું આવે ? ઘણા કહે કે આવાને તો ફાંસી આપી દેવી જોઇએ. તે અસત્યભાષા છે. કેમ ? તમે બધા તો બહુ કર્તવ્યનિષ્ઠ અને ઊંચા પ્રકારના માણસો છો ને ? માટે ગમે તે બોલો તે ચાલે ને ? જેટલાં સત્તાસ્થાનો છે તે બધાં જોખમી છે, દુર્ગતિનાં કારણો છે. જો વિવેક ન હોય તો, પ્રવૃત્તિ અને પરિણામ અલગ જાળવી ન શકે તો, “રાજેશ્વરી તે નરકેશ્વરી’’ તે સૂત્ર જ તેમને Apply થાય(લાગુ પડે). માટે યોગ્ય કાર્ય કરવાની શક્તિ હોય એટલા માત્રથી કામ ન ચાલે, તેમાં પરિણામ બરાબર જાળવવા પડે. ન સભાઃ- શ્રાવક સારી પૂજા કરતો હોય તો તેની અનુમોદના કરી શકો ? સાહેબજીઃ- તમારી ભક્તિ માટે વિશેષ કહીએ, કારણ ભક્તિ ભગવાનની કરે છે. પણ પૂજા શુભારંભ છે. શુભારંભની સાક્ષાત્ અનુમોદના પણ સાધુને માટે નિષેધ છે. માટે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આશ્રવ અને અનુબંધ ગુણો દ્વારા જ અનુમોદના કરાય. અમારે સાધુની ઘણી મર્યાદાઓ છે. તમારે આ બધું જાણવું જોઇએ. મારે શું Environment(પર્યાવરણ) ઉપર બોલવાનું છે ? તમે ઝાડ રોપો તેમાં વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપ્લાય બધા જીવોનું શું કરવું છે ? Deforestation (વનવિનાશ) થયું છે તેનું Afforestation(વનીકરણ) કરો તેમ મારાથી ન કહેવાય. તેમાં મને ભેળવવા માંગતા હો તો પછી મને સાધુ રાખવો છે કે તમારા ભેગો લેવો છે? આ બધો ભૌતિક વિષય છે. માટે અમે જાણતા હોઇએ તો પણ અમારાથી બોલાય નહિ. અમારે બોલવાનું શું ? અને શું નહિ બોલવાનું ?, તેનાં ધારા-ધોરણ છે. તે ન જાળવીએ તો -વચન-કાયાથી અમે સાફ થઇ જઇશું. અમને લાગે છે કે આ લોકો બહુહુ બગડી રહ્યા છે, પણ અમારાથી બધામાં પડાય નહિ. તમે સુધરો તેમ તો છો જ નહિ. જો હું એમ બોલું કે છાણિયા ખાતરથી પકવેલા અનાજથી શારીરિક દૃષ્ટિએ લાભ થાય અને કૃત્રિમ ખાતરથી પકવેલા અનાજથી શારીરિક રોગોની સંભાવના છે, તે બાબત સાચી હોવા છતાં, તમને લાભ કરનારી હોવા છતાં, મારાથી તેમ ન બોલાય. તમારા શારીરિક, ભૌતિક લાભાલાભની જાણકારી આપી, તે બાબતોમાં તમને પ્રવૃત્ત કરવાનું કામ અમારું નથી. બહુ બહુ તો આ કૃત્રિમ ખાતર ખેતીમાં જે નાંખે છે તે બહુ હિંસાવાળું છે, જ્યારે પેલું ઓછી હિંસાવાળું છે, એમ, હજી હિંસા-અહિંસાનો દૃષ્ટિકોણ આપીએ. છાણના ખાતરથી પકવેલા અનાજના શારીરિક દૃષ્ટિએ ઘણા ગુણો છે, માટે તે વાપરો કે તેને સ્થાન આપો, તેવું સાવદ્ય વચન અમારાથી કહેવાય નહિ. છાણિયા ખાતરમાં પણ હિંસા તો છે, પણ (Overall (સમગ્ર રીતે) જોઇએ તો પેલા કરતાં તેમાં ઓછી હિંસા છે; માટે છાણિયા ખાતરમાં કર્મબંધ ઓછો છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં કર્મબંધ વધારે છે; એટલું કહીને અમારે નિવર્તન પામી જવું જોઇએ. તમને ભૌતિક દૃષ્ટિ આપી છોડાવું, જેથી તમને લાભ થાય, પણ મારો તો તેમાં દાટ વળી જાય. શુભારંભમાં પણ અમને સાવદ્ય બોલવાની છૂટ નથી, ઘણી મર્યાદાઓ છે, તો આમાં તો ક્યાંથી બોલાય ? નહિતર અમારાં વ્રતો મલિન થશે અને જો તેને વારંવાર સેવીશું તો વ્રતો તૂટી જશે. માટે અનુપયોગથી ક્યાંય બોલાઇ જાય નહિ તેની પૂરી સાવધાની રાખવાની છે. તમે લોકોએ Science(વિજ્ઞાન) અને Technology (ઔદ્યૌગિક કૌશલ્ય)ના રવાડે ચઢીEcology (પર્યાવરણ કે જીવવિજ્ઞાન) ની વિરુદ્ધ જઇને ઘણું બગાડ્યું છે, તો મારે શું હવે તે વિષય લઇને બેસી જવું? તેમાં તમે કેવી રીતે બચી શકો તેમ છો તેવું અમે ઘણું જાણતા હોઇએ, પણ અમારે તેમાં પડવાનું નથી. સભા:- સંસ્કૃતિ સુધર્યા વગર ધર્મની વાત... ? Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આશ્રવ અને અનુબંધ સાહેબજી:- આમાં ક્યાં સંસ્કૃતિ આવી? સંસ્કૃતિમાં તો ન્યાય, નીતિ, સદાચારની વાત આવે, જયારે આ તો ભૌતિક બાબતો છે. તમે Morality(નીતિ-સદાચાર)ની વાત કરો છો કે Civilization(સામાજિક વિકાસ)ની વાત કરો છો ? અમારી ફરજ Morality સુધી જ આવે. તમે ભૈતિકશાસ્ત્રની રીતે ઘણા જ ડબ્બામાં છો, કે જેનાથી આજ એક માણસ સ્વસ્થ રહી ન શકે. તમને અક્કલ આવે અને ડફણાં ખાઈ ખાઈને તેમાંથી પાછા ફરો તો તેમાં હું કાંઈ ના પાડતો નથી, પણ મારા માટે બોલવાની વાત આવે તો મારે બધે મર્યાદા આવે. સભાઃ- બધી ધર્મક્રિયા વખતે “આ હું મોક્ષ માટે કરું છું તેમ યાદ કર્યા કરવાનું? સાહેબજી:- એવું જરૂરી નથી. પ્રણિધાન આદિ પાંચ ભાવધર્મ બતાવ્યા છે, તે તેને અંદર પડેલા જ હોય. જેમ દુકાન પર જાઓ, પેઢીએ બેઠા હો, ત્યારે તમને ખબર જ હોય કે પૈસા કમાવા બેઠો છું. નિષેધ અને વિધાનપૂર્વક ધર્મ થાય તે સમંજસવૃત્તિથી ધર્મ થાય છે. તે કલ્યાણનું કારણ છે. આ તેને નક્કી જ છે. બધા ભૌતિક ક્ષેત્રમાં ધર્મની દરમ્યાનગીરી હોય, પણ ભૌતિક દૃષ્ટિએ નહીં, ધાર્મિક દૃષ્ટિએ હોય. તેનો Criteria(માપદંડ) શું? કે ભૌતિક દષ્ટિએ લાભ-નુકસાન શું તે નહિ, પણ આત્મિક દૃષ્ટિએ લાભ-નુકસાન શું તે જાણવાનું. ૧૪ પૂર્વધરો પાસે કેટલું જ્ઞાન હતું! જંબુસ્વામીની માતા સુધર્માસ્વામીને પૂછે છે કે “હું પ્રૌઢ થવા આવી, હવે મને બાળક થશે કે નહિ?” ત્યારે સુધર્માસ્વામી મૌન રહ્યા. ત્યાં તેઓ જાણતા હોવા છતાં પણ બોલે નહિ. ત્યારે તેનો જવાબ સિદ્ધપુત્રે આપ્યો, કારણ તે તેમનો વિષય છે, ગૃહસ્થનો વિષય છે. અપવાદથી સમગ્ર શાસનનો પ્રશ્ન હોય, ત્યારે અપવાદનો ઉપયોગ કર્યો હોય તેવું બને. ઉત્સર્ગથી અકબરે કહ્યું “અમારી કુંડલી જોઈ આપો” તો સ્પષ્ટ ના પાડી દીધી. સભા - દીક્ષા લેવી હોય તો તમે જોઈ આપો ને? સાહેબજી:- અમે તો મોટું જોઇને કહીએ કે ભાઈ ઘર ભેગો થા. દીક્ષા લેવાવાળો જાણતો હોય કે ૧૮હજાર શીલાંગ શું છે, ૧૮ પાપસ્થાનક શું છે. દુનિયાભરના કોઈ પાપની વાત તેમાં બાકી નથી રહેતી. દ્રવ્ય-ભાવથી શું છે? નિશ્ચય-વ્યવહારથી શું છે? આ બધાથી એટલો પ્રભાવિત થયેલો હોય કે ભગવાને બતાવેલ ચારિત્ર માટે તે ગાંડો હોય. તેને ખબર હોય કે અપ્રમત્ત મુનિ કેવા હોય, પ્રમત્ત મુનિ કેવા હોય. પણ તમને તો ક્યાં આ બધાની પડી છે ? આપણું સાધુપણું શું ચીજ છે, તે તમે જાણતા નથી; એટલે તેને Appreciate(ઉચિતપણે મૂલ્યાંકન કે કદર) પણ કરી શકતા નથી, જબરદસ્ત ઊંચી કોટિના આચારવિચાર ચારિત્રમાં છે. આવો આચાર જ મોક્ષ આપી શકે. ઉત્કૃષ્ટ કોટિનું જીવન છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આશ્રવ અને અનુબંધ દ્રવ્યથી અને ભાવથી અમારે માટે દરેકમાં શું નિયમો છે તે જાણતો હોય તે જ તેને Appreciate(ઉચિતપણે મૂલવણી કે કદ૨) કરી શકે. તમે આમાંનું કશું જાણતા ન હો અને ધંધા પાછા અમને પાડવાના કરતા હો છો. અમારી પાસે પણ તમે કેટકેટલી ભૌતિક અપેક્ષાઓ માથામાં લઇને ફરતા હો છો ! ભૌતિક ક્ષેત્રના લાભ કે નુકસાન તે તમારી જાતે જ ફોડી ખાવાના છે. અમે તો ધર્મમાં વિધિ-અવિધિ સમજાવીએ, જૈન કુલાચારનું ઉલ્લંઘન કરશો તો કેવાં પાપ લાગશે તે સમજાવી શકીએ. બાકી તો શુભ આરંભ-સમારંભમાં પણ જે સાધુ પડી જાય, તેને ભાંડ-ભવૈયાની ઉપમા આપી છે. એકદમ ન્યૂન ઉપમા આપી છે. અત્યારે તો તમારે અમારી પાસેથી એકલી ભૌતિક જ માંગ છે. બસ, દોરા-ધાગા ને વાસક્ષેપ. અત્યારે જે સાધુઓ આ કામમાં પડ્યા છે, તેઓ અધ્યાત્મની ભૂમિકા ખોઇ બેઠા છે. છતાં તમારા સમાજમાં Leading illuminary(મહત્ત્વના ઝળહળતા તારલાની જેવા) થઇને ફરે છે. સભાઃ- તેમને નુકસાન નહીં થાય ? સાહેબજીઃ- તેમનું તો જે થવાનું હશે તે થશે, સાથે તમે પણ મરવાના છો. જો તમે થોડા સુધરી જાઓ તો અમારામાં ઘણો સુધારો થઇ જાય. પણ તમે સાધુને છોડતા નથી. તમે ભૂલી ગયા છો, તેમ એ પણ ભૂલી ગયા છે. તમે બધા લોભિયા પાક્યા છો, માટે જ આ બધી મોકાણ ઊભી થઇ છે. તમને મોક્ષનો ખપ નથી, પણ અમારી પાસેથી ખરેખર અર્થ-કામ અને તેના દ્વારા સંસારનો ખપ છે; જેમાં અમને પડવાનો સખત નિષેધ છે. ભગવાને અમને સ્પષ્ટ ના પાડી છે. અમારે અમારા સંસારી સગા ભાઇ-બહેનની, માતાપિતા, કાકા-કાકી કોઇની ભૌતિક ચિંતા કરવાની નથી. કારણ અમે પરિવાર વોસિરાવીને નીકળ્યા છીએ. માટે તેમની ભૌતિક ચિંતા કરવાનો અમને અધિકાર નથી અને જો કરીશું તો સાવઘનું પાપ લાગશે. કરવી હોય તો ફક્ત તેમની આત્મચિંતા કરવાની. નહિતર આર્તધ્યાન થાય, જે તિર્યંચગતિનું કારણ બને. હવે ભૂતકાળના અમારા આટલા ઉપકારીની પણ ઉત્સર્ગથી ભૌતિક ચિંતા કરવાનો અમને નિષેધ છે, તો પછી તમારા માટે તો અમારે એવી ચિંતા કરવાની હોય જ નહીં ને ? તમે નક્કી કરો કે ભૌતિક ક્ષેત્રે અમે અમારું ફોડી લઇશું, તો ૫૦ ટકા સુધારો થઇ જાય. પણ તમે સ્વાર્થીઓ કોઇને છોડો ખરા ? સાધુઓને બગાડવાનો ધંધો તમે કર્યો છો. અમારી સાધુસંસ્થા પડી છે તેમાં અમને ખૂબ નુકસાન થયું છે. એક આ પાપ યાને કે તમારી ભૌતિક પળોજણ અને બીજું દ્રવ્યસ્તવ યાને કે આરંભસમારંભ, આ બંનેમાં અમે સાફ થઇ ગયા છીએ. જે શુભારંભ બતાવ્યો છે તે શ્રાવકનું કર્તવ્ય છે, તે અમારું કર્તવ્ય નથી. જો આ બેમાંથી અમે નીકળી જઇએ તો ૭૫ ટકા સુધારો Page #132 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૨૧ થઈ જાય તેમ છે. અમે તમને વાસક્ષેપ નાંખતાં એમ બોલીએ છીએ કે “સંસારનો પાર પામ,” નહિ કે સંસારમાં ઘૂસ. હવે તમને સંસારથી પાર પામવાનું કહીએ એટલે તમારે દીક્ષા લેવાની આવે, કે જે દીક્ષા વગર મોક્ષ નથી. પણ જો આ બધું તમે સમજો તો બધા ભાગી જાઓ ને? કોઈ વાસક્ષેપ નંખાવવા આવે ખરો? પણ અત્યારે તો આના માટે લાઇનો લાગે છે, તેમ કહેવાય ને? અને તેના જ કારણે અમારો સ્વાધ્યાય ગયો છે. નહિતર જૈન શાસ્ત્રો તો દરિયો છે દરિયો. અમારું તો માથું ડોલી જાય છે. હેતુ-સ્વરૂપઅનુબંધથી કેટલું બધું તર્કબદ્ધ રીતે બતાડ્યું છે! કહેવું પડે શું વાત છે ! ભગવાને શું ધર્મ સમજાવ્યો છે ! હેતુવાદનો મૂળ Base(પાયો) logic(તક) છે. પંચાસ્તિકાયની વાતો બતાવી, નયવાદ બતાડ્યો, સાત નય બતાવ્યા, તેમાં પદાર્થ વિજ્ઞાનની દષ્ટિએ વિચારીએ તો આખી દુનિયા સમાઈ જાય છે. આખા જગતને તેમાં સાંકળી લીધું છે. છેલ્લો એવંભૂતનય છે, તે છેલ્લો વિકલ્પ છે. આ બધું Realise થતું (સમજાતું) જાય, આ બધાની જેમ શ્રદ્ધા થતી જાય તેમ જીવ સમકિત પામતો જાય. માટે કહ્યું છે કે સમકિત કાં ગુરુગમથી પામે અથવા શ્રુતના બળથી પામે. આ પામવામાં જ ખરી કસોટી છે. આમરાજાએ ૫૦ વર્ષ સુધી બપ્પભટ્ટસૂરિજીને સાંભળ્યા પછી ક્ષયોપશમ થયો અને તેઓ સમકિતને પામ્યા છે. આ જ રાધાવેધ છે. તમને શેમાં રસ છે? વાસક્ષેપ નંખાવવામાં જ રસ ને? હું તો દીક્ષા લીધી ત્યારથી આ વાસક્ષેપથી થાકી ગયો છું. હું કહું છું ભાઈ, આ વાસક્ષેપમાં તારે જોઇએ છે તેવું કાંઈ નથી. આ તો ચારિત્ર માટે છે. વાસક્ષેપ તો મોક્ષ મેળવવા નંખાવવાનો છે. વિચારજો, તમે કેટલા સંસારથી રૂઢ થઇ ગયા છો? તમારે ખરેખર મોક્ષે જવું છે? તો ધર્મ સાધુ પાસે છે. પણ તમને તો ધર્મથી પણ મેળવવો છે સંસાર. સંસાર સાવદ્ય છે, જ્યારે સાધુજીવન તો નિરવદ્ય છે, માટે સાધુ તેમાં પડે નહિ. તેથી અમારો ઉપયોગ ક્યાં કરવાનો? જો હું અર્થ-કામની વાત કરું તો અહીં ટોળાં ઊભરાય અને મોક્ષની વાત કરું તો બધા પાછા ભાગી જાય. તમારે તો Two in one(એકની પાસેથી બે) જોઇએ ને? બૌદ્ધશાસ્ત્રમાં લખ્યું કે ધર્મગુરુઓ બેઉમાં કામ કરે. પણ આપણે ત્યાં Two in one છે જ નહિ. Exclusively religion(એકમાત્ર ધર્મ) માટે, Singularly (એકવચનમાં) કહું છું. દલાઈલામાની જેમ બંનેમાં રહેવાની વાત નથી કરતો. તમે અમારી ભક્તિ પણ કેમ કરો છો ? ક્યા Ground(વર્તન, વ્યવહાર, મંતવ્ય કે નિરૂપણની ભૂમિકા) પર કરો છો તેના પર બંધનો આધાર છે. સભા- સામે પાત્રમાં શું જુએ? સાહેબજી:-ભક્તિ કરવાવાળો જીવ જુએ કે સામે પાત્ર અયોગ્ય તો નથી ને? નહિતર મિથ્યાત્વમોહનીય બંધાય. એક ઉત્સુત્ર ભાપણ અને બીજું માર્ગવિરુદ્ધ પ્રવૃત્તિ, બંનેથી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આશ્રવ અને અનુબંધ મિથ્યાત્વમોહનીય બંધાય. આના માટે આખો ગ્રંથ છે “પંચલિંગી પ્રકરણ”. ભણો, જે પૂર્વધરોએ લખ્યો છે. સભા- વેશને નમસ્કાર નહિ? સાહેબજી:- વેશને એક તરફ મૂકીને બધું કરતો હોય, તે વેશમાં ઘણું ખોટું કરે છે તે જાણવા છતાં નમસ્કાર કરતા હો, તો નમસ્કાર કરીને પાપ બાંધો છો. પોતાના નમસ્કારની તમને કાંઇ કિંમત જ નથી. તમને તો એમ જ થાય ને કે “આમ આમ (હાથ જોડી) નમસ્કાર કરી લીધો તેમાં શું? ક્યાં આપણે કોઈની આંખે ચઢવું?” પણ તેમાં તમે આડકતરી રીતે તેના પાપને પોષણ આપો છો. માટે અમારા પાપમાં તમે એટલા જ જવાબદાર છો. નીતિશાસ્ત્રમાં લાંચ લેનાર અને આપનાર બંને જવાબદાર ગણાય. તેમ આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં પણ તમે અને અમે બંને જવાબદાર છીએ. તમે જો ખસી જાઓ તો બધું ઠેકાણે આવી જાય. સામા જીવને થાય કે હું જે ઊંધું કરીશ તો માથે ધ્યાન રાખનારા ઘણા છે. પણ તમારું પોષણ મળતું ગયું, માટે આ પાપ વધતાં ગયાં, એટલે જ તેઓ આ બધું ચલાવી શક્યા છે. કરણ-કરાવણ-અનુમોદનમાં જિનવચન શું છે? તે વિચારજો. તેમની પાસે જાઓ-આવો તે જ અનુમોદન છે. તેનાથી મિથ્યાત્વમોહનીય બંધાય છે. માટે ક્યા દોષ મોટા, કયા નાના, સંયત(સંયમી)-અસયત(અસંયમી) બધું જાણવું જોઈએ. ઘણા ઠેકાણે આનું વર્ણન છે. મોટા દોષોની અવગણના ન થાય. પણ આ બધું સૂઝે કોને? ધર્મને પોતાના જીવનનું એક મહત્ત્વનું અંગ ગણતો હોય તેને ભગવાને પોતાના સાધુઓનો પણ કાંઈ બચાવ કર્યો નથી, અને એ જ તીર્થકરોની વિશેષતા છે. કેટલો mpartial approach (નિષ્પક્ષ અભિગમ) છે! વિશેષથી બધી વાતો છે. અમે તીર્થકરને કાંઇ જોયા નથી, પણ શાસ્ત્રો ઉપરથી જ અમને ખાતરી થઇ અને નિર્ણય કરી શક્યા કે આ વીતરાગ જ હોવા જોઇએ, સર્વજ્ઞ જ હોવા જોઇએ. તેઓમાં ક્યાંય રાગ-દ્વેષનો અંશ જણાતો નથી. માટે આનાથી વધારે શ્રેષ્ઠ કોણ હોઇ શકે? માટે જ તેમની ઉપાસના કરીએ છીએ. જેની ઉપાસના કરીશું તે જ પામીશું. હું પરમાત્માને કેવી રીતે ઓળખું છું? કેવી રીતે જાણું છું? અને કયા આશયથી તેમની ઉપાસના કરું છું? તેની પર મારી બધી સાધનાનો આધાર છે. જો આ બેમાં ગરબડ હશે તો ભલે તમે ગમે તેટલાં દયા, દાન, પરોપકાર, જ્ઞાનદાન કરતા હો, પણ તે અશુભાનુબંધી થશે. અહીં કોઇને છોડ્યા નથી. શ્રી સ્થૂલભદ્રજી ભલે ૮૪ ચોવીશી સુધી પ્રસિદ્ધ રહેવાના છે, પણ તેમની પણ બે ભૂલોની નોંધ લેવાઇ છે. એક તો “માનકષાય” અને બીજી ભૂલ “મિત્ર પ્રત્યે અપ્રશસ્ત રાગ”. ક્યાંય કશું છુપાવવાનો પ્રયત્ન નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આશ્રવ અને અનુબંધ આપણે આગળ વિચારી ગયા કે એક ના કહેશે કે, હિંસા થાય છે માટે કર્મબંધ છે; જયારે બીજો નય કહેશે કે, હિંસા ન થાય છતાં પણ કર્મબંધ છે. શાસ્ત્રમાં બધી વાતો આવશે. અપ્રમત્ત મુનિને પરદ્રવ્યની પદ્રવ્ય પર અસર નથી, જ્યારે પ્રમત્ત મુનિને પરદ્રવ્યની પદ્રવ્ય ઉપર અસર છે. હમણાં એવું ફરફરિયું આવ્યું છે કે, તીર્થના ઉદ્ધારાદિ કરતાં સાધર્મિકભક્તિમાં વધારે લાભ છે. એક બાજુ બધો ધર્મ અને બીજી બાજુ આ ધર્મ. આ અવળે માર્ગે ચઢાવવાની વાત છે. આવી પ્રરૂપણા કરનાર ભયંકર પાપના ભાગીદાર થવાના. આ તો અપવાદસૂત્ર છે. શાસ્ત્રમાં તો બધા નયપૂર્વકનાં વાક્ય મળશે. જે તે વાક્યને જે તે સંદર્ભમાં જ લાગુ કરાય. “સ્થાને વિનિયોગ” કહ્યું છે. ગમે તે સૂત્ર ગમે ત્યાં ન લગાડાય.આ સૂત્ર ઉત્સર્ગથી નથી. સામાન્ય સંજોગોમાં તે લાગુ ન પડે. આ સૂત્રનો એટલો પ્રચાર કરવા માંડ્યો છે કે, સામાન્ય માણસ પણ ઉત્સર્ગથી તેની વાત કરતો થઇ ગયો છે અને તીર્થકર, જ્ઞાન, મુનિ આદિની આશાતના કરે છે. આગળ સોનામહોરનો દાખલો આપ્યો, તે દાખલો લઈને જો હું વહોરવા જાઉં તો શું થાય? શાસ્ત્રમાં બધું હોય, તો પણ બધાને યથાસ્થાને લગાડવાનું છે. જૈનશાસ્ત્રમાં નયવાદ સિવાય વાત જ નથી. તમે સુધરો તો ઠેકાણું પડે તેમ છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું કે “મUT થો”. જિનાજ્ઞા એ જ ધર્મ છે, બાકી બધો અધર્મ છે. જિનાજ્ઞા જ સમજવા જેવી છે. પદાર્થ, વાક્યર્થ, ઐદંપર્યાર્થઃ સર્વ નયોનો નિચોડ આ જ છે. આજ્ઞા એ જ સર્વસ્વ છે. માટે “ II " કહ્યું. તમે બધા High Intellectual Standard(ઊંચા બૌદ્ધિક ધોરણ) વાળા છો. મને લાગે છે કે તમે જો રસ લેતા થાઓ તો ઠેકાણું પડે તેમ છે. તમને બધાને “સાધુ પાસે ભૌતિક લાભ માટે જવું નહીં.” તેવું વ્રત ઉચ્ચરાવવા જેવું છે. ભૌતિકતામાં તમારે તમારું ફોડી લેવાનું, સાધુઓને તેમાં ભેળવવા નહીં. તેમ દ્રવ્યસ્તવ એ પણ શ્રાવકનું કર્તવ્ય છે, તે સાધુનું કામ નથી. હા, પણ શ્રાવક માટે તે ફરજીયાત છે, યથાશક્તિ કરવું જ પડે. તેમાં તમે તમારા કર્તવ્યથી ભ્રષ્ટ થાઓ તે પણ ન ચાલે. ભૌતિકમાં-વ્યવહારિક અભ્યાસમાં તમે કેટલાં વર્ષો આપ્યાં છે? કેટલો ભોગ આપ્યો છે? તેમ અહીં કરવાનું ચાલુ કરો તો કામ થઈ જાય તેમ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આશ્રવ અને અનુબંધ તા.૧૧-૧-૯૮ રવિવાર, આસો વદ ૭. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત બની અનંત સુખમય મોક્ષસુખને પ્રાપ્ત કરે એ માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવે સંસારના શુભ યોગો અનંતીવાર સેવ્યા છે, પરંતુ તે પણ તેના કલ્યાણનું કારણ બની શક્યા નથી. મન-વચન-કાયાથી ગુણોનું સેવન ઘણીવાર કર્યું છે, છતાં પણ તેના પ્રભાવે તેણે પુણ્યનો બંધ કર્યો છે, પરંતુ અનુબંધ તો પાપનો જ કર્યો છે. જીવ ક્યારેક ક્યારેક શુભયોગો-ગુણોનું સેવન કરી લે, તેનાથી થોડોક સમય સુખ ભોગવી આવે, અને પાછો સંસારમાં રખડતો રહે; કારણ કે શુભયોગોમાં કાં તો પહેલેથી તેના આશયની અશુદ્ધિ છે, અથવા સંમૂચ્છિમની જેમ કર્યું છે, અથવા પાછળથી નિદાનઅશુદ્ધિ છે. સંમૂછિમની જેમ કરતો હોય તેનો આશય શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી. તેનાથી અકામનિર્જરા થાય, પરંતુ તેનાથી સંસાર તો ઊભો જ રહે. સંમૂચ્છિમક્રિયા તે ગરલક્રિયા કે વિષક્રિયા જેટલી નિમ્ન નથી, પરંતુ તેમાં પણ સંસાર તો કપાતો નથી. જેનામાં માર્ગસાપેક્ષતા હોય તેને ગુરુની નિશ્રાએ ધર્મ કરવાનું મન હોય. તહેતુ અને અમૃતક્રિયા એ બે જ ક્રિયાનું ઉપાદેય તરીકે વિધાન છે. તે સિવાયની ક્રિયા સંસારાનુબંધી જ થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીને આગલા ભવમાં સ્ત્રીરત્નનું નિમિત્ત મળ્યું, તેના કારણે તેમણે પોતે સેવેલા ધર્મનું નિદાન-નિયાણું કર્યું, જેના કારણે જે ધર્મ મોક્ષનું કારણ બનવાનો હતો તે સંસારાનુબંધી થઇ ગયો. આમ, ધર્મ કર્યા પછી પણ ધર્મથી ભ્રષ્ટ થાય તો અનુબંધ ફરી જાય. સભા:- સંમૂરિછમક્રિયામાં અનુબંધ અશુભ કેમ પડે? સાહેબજી:- શાસ્ત્રકારોએ સંમૂચ્છિમક્રિયાનો નિષેધ કર્યો છે. તે રીતે ધર્મ કરે એટલે અસમંજસવૃત્તિથી ધર્મ કર્યો ગણાય, જેની ખતવણી અશુભમાં જ થાય. તેને માર્ગસાપેક્ષતા નથી, પણ માર્ગનિરપેક્ષતા છે. માર્ગનિરપેક્ષતા જયાં સુધી પડી હોય ત્યાં સુધી સંસારાનુબંધ Page #136 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૨૫ જાય કેવી રીતે? તેને અનધ્યવસિતપણે થતી ક્રિયા કીધી છે. જો કે તેમાં વિપરીત અધ્યવસાય નથી, પણ ભગવાને તો તહેતુ અને અમૃતક્રિયાનું જ વિધાન કર્યું છે, સંમૂચ્છિમક્રિયાનો નિષેધ કર્યો છે. આશયશુદ્ધિ વગર અથવા કુલાચારથી ગતાનુગતિકપણે ધર્મ કરતો હોય, અથવા ધર્મ કર્યા પછી નિદાન ઊંધું બાંધી, કરેલું બધું ઊંધામાં ખતવી નાંખે; જેમ ધર્મ કરતાં પહેલાં બુદ્ધિ ભ્રષ્ટ હોય તો સંસારાનુબંધિતા રહે છે, તેમ ધર્મ કર્યા પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય તો પણ તે સંસારાનુબંધી થવાનો. અત્યાર સુધી સારું કરેલું તેમાં તે નિદાનના કારણે ઊંધું ખતવાય છે. નિદાનઅશુદ્ધિ બે પ્રકારની છે. (૧) એક એવી કે જેમાં હેયઉપાદેયનો વિવેક જાગૃત હોય, હેય-ઉપાદેયની બુદ્ધિ સર્વથા ભ્રષ્ટ થઇ ન હોય, તે નિદાન છે, નિદાનશલ્ય નથી; દા.ત. દ્રૌપદીના કિસ્સામાં બન્યું છે તેમ. જયારે (૨) બીજા પ્રકારમાં નિદાન મિથ્યાત્વશલ્ય યુક્ત હોય છે, જે નિદાનશલ્ય છે; દા.ત. બ્રહ્મદત્ત ચક્રવર્તીના કિસ્સામાં બન્યું છે તેમ. જે પ્રકારનું નિદાન કર્યું હોય તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની આવે, પરંતુ પહેલા પ્રકારવાળાને તેવે વખતે પણ બુદ્ધિ ભ્રષ્ટ ન થાય. માયા અને માયાશલ્ય પણ અલગ છે. માયા આવે એટલે તે પાપ કરે છે, પણ ગુણસ્થાનકથી ભ્રષ્ટ થતો નથી; જ્યારે માયાશલ્ય આવે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, તે ગુણસ્થાનકથી નીચે ઉતરી જાય છે. શલ્ય નથી આવતું ત્યાં સુધી તેની હેય-ઉપાદેયબુદ્ધિ જાગૃત રહી શકે છે, જયારે શલ્ય આવે એટલે તે જાય જ. અમુક પ્રકારના નિદાનમાં હેય-ઉપાદેયબુદ્ધિ જાગૃત હોય, પરંતુ ભોગના લોભમાં છોડી ન શકે તેવાને, તેના વિપાક વખતે તે ભોગવશે ખરો, પરંતુ તેમાં તેની બુદ્ધિ ભ્રષ્ટ નહિ થઈ જાય. શુભક્રિયાઓમાં પણ નિદાનઅશુદ્ધિ અથવા આશયઅશુદ્ધિ હોય તો સંસારાનુબંધી પરિણામ આવે છે. એક પ્રાયશ્ચિત્ત લેવામાં કેટલા નિયમ મૂક્યા છે! કોઈપણ જાતના Barrier(અવરોધ) સાથે પ્રાયશ્ચિત્ત લો એટલે ગયું. તમે ગુરુ સાથે ઠગાઈ કરો તે ભગવાન સાથે ઠગાઈ કરી ગણાય. જેને ગુરુ કહો તેને આત્મસમર્પણ કરવાની વાત છે. આત્મસમર્પણ કરવાનું એટલે પોતાના જીવનની કોઈપણ બાબત હોય, તે ગુરુથી છુપાવવાના પરિણામ ન હોવા જોઇએ, તેમ પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ લખે છે. તે જણાવે છે કે આ રીતે ગુરુ પ્રત્યે સમર્પણભાવથી જે દીક્ષા લે છે તે પ્રાયઃ કરીને સફળ થાય છે અને તે સિવાયના નિષ્ફળ જાય છે. લક્ષ્મણાસાધ્વીજીએ ગુરુને ઠગ્યા, તો તેમનો સંસાર વધ્યો. પોતાની પાસે ધન કેટલું છે? પોતાની પત્ની કેવી છે? તેના દીકરા-દીકરીના સ્વભાવ કેવા છે? તે બધું ગુરુને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આશ્રવ અને અનુબંધ કહે, અને ગુરુને એમ લાગે કે તેનો દીકરો શાસનને કામ લાગે તેમ છે, અને ગુરુ માંગે તો તે આપે પણ ખરો. ગુરુ એટલે શું? ઠગ્યા કોને? જેની પાસે જઈને શુદ્ધિકરણ કરવાના છો, તેમને જ ઊઠાં ભણાવવાનાં ને ? જેને આલોચના લેવાની હોય તેને જો યોગ્ય ગુરુ ન મળે, તો બાર બાર વર્ષ સુધી Wai(પ્રતીક્ષા) કરવાનું લખ્યું છે. આલોચના એ સામાન્ય વસ્તુ નથી. બધું જેમ હોય તેમ વર્ણન કરવું પડે. બીજાના નામે વાત કરવી તે માયા થઈ ગણાય. આવી રીતે પ્રાયશ્ચિત્ત નથી લેવાનાં. પ્રાયશ્ચિત્ત કોની પાસે લેવાનું, તેનું પણ વર્ણન આવે છે. જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત શુદ્ધ રીતે લેવાની તૈયારી ન થાય, ત્યાં સુધી બેઠો રહે. તે માટે પોતાના આત્માને તૈયાર કરે. જયારે એવી કબૂલાત કરવાની તૈયારી થાય, ત્યારે જ પ્રાયશ્ચિત્ત લેવાનું છે. ઠગીને પ્રાયશ્ચિત્ત લે તેના કરતાં, જે ઠગવાનું છોડી પોતે નિખાલસ બનવાની તૈયારી કરતો હોય તે સારો. માયાથી પ્રાયશ્ચિત્તની પદ્ધતિ ખોટી છે. પ્રામાણિકતાની બહુ કિંમત છે. અપ્રામાણિકતા ધર્મના ફળને ન્યૂન કરે છે. પ્રાયશ્ચિત્તમાં અપ્રામાણિકતા ન જ ચાલે. આયુર્વેદમાં લખ્યું છે કે વૈદ્ય પાસે કોઈ બાબત છુપાવવી નહિ, નહિતર એનું નિદાન ખોટું પડશે અને દવાઓ અવળી અસર કરે, અને રોગ વકરે એવું પણ બને. વૈદ્ય પાસે ભૌતિક બાબતોમાં કોઇપણ બાબત છુપાવાય નહિ, એમ સાથે આયુર્વેદમાં તે પણ લખ્યું છે કે તમારા Character(ચારિત્ર્ય)ની બાબતમાં પૂછે તો પણ તમારે દીલ ખોલીને જણાવવું પડે. તેમ અહીં પણ જે ભાવથી, જે લેગ્યાથી, જે અધ્યવસાયથી, જે પરિણામથી, જે સંયોગોમાં પાપ કર્યું હોય તે બધું પ્રગટ કરીને પ્રાયશ્ચિત્ત લેવું. ધર્મમાં પાયો પ્રામાણિકતા છે. આચાર્યના જીવનમાં સ્વસાધના ગૌણ હોય છે, પણ બીજા જીવોને પંચાચારમાં સ્થિર કરવાનું પ્રધાન હોય છે. “સૂરિની Degree હોદા)વાળાની તે વિશેષ જવાબદારી છે. સભા- બ્રહ્મદત્ત ચક્રવર્તીમાં નિદાનનો શો અર્થ લેવાનો? સાહેબજી:-બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે. અત્યાર સુધીની જે ધર્મઆરાધના કરી, તેના ફળસ્વરૂપે સ્ત્રીરત્નની માંગણી કરી. તેનું આ નિદાન એ નિદાનશલ્ય બન્યું છે. સુકૃત કર્યા પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય અને તેના ફળરૂપે ભોગની માંગણી કરે એટલે તે નિદાન, નિદાનશલ્ય થઈ જાય. જેટલી આશયની અશુદ્ધિ એટલી જણાવવી પડે. બ્રહ્મદત્ત. અને દ્રૌપદી બેમાં એકને નિદાનશલ્ય છે અને બીજાને નિદાન છે. પૂ. આ.શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે સંવેગની(મોક્ષના તીવ્ર અભિલાષની) હાજરીમાં જે ભૌતિક સુખની માંગણી કરાય છે તેને નિદાન કહી શકાય, નિદાનશલ્ય ન કહી શકાય. નિદાનશલ્યવાળાને તેના પ્રભાવે જયારે તે(જનું નિયાણું કર્યું હોય તે) મળે, ત્યારે તે જીવ ભોગમાં પડી જવાનો, તેને તે વખતે ધર્મ નહિ ગમે. મિથ્યાત્વની હાજરીમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૨૭ જ નિયાણશલ્ય સંભવે. નિયાણશલ્યવાળો છેક ઉપર ચડેલો પણ પતનપરિણામી થાય, ત્યારે જો વચ્ચે બ્રેક મારે તો જુદી વાત, નહિતર છેક ભોંયતળિયે પહોંચી જાય. તહેતુ અને અમૃતક્રિયા જ ઉપાદેય છે. તહેતુ ક્રિયા કરી શકવા માટે જીવ ઓછામાં ઓછો ચરમાવર્તકાળમાં તો આવેલો હોવો જ જોઈએ. વિષક્રિયા, ગરલક્રિયા અને સંમૂચ્છિમક્રિયા એ ત્રણે તો સંસારાનુબંધી છે. તેવી ક્રિયારૂપ ધર્મ એ હેય છે. તેનાથી તમારો છૂટકારો થાય અને તમારો સંસાર કપાય તેવા તમારા અંદરથી ભાવો ગોઠવવા જોઈએ, તો વર્તમાનકાળમાં તહેતુરૂપ ક્રિયા ન હોય તો પણ તે તેના કારણરૂપ બને; અન્યથા મન-વચન-કાયાના યોગો શુભ હોય તોય ફળરૂપે સંસાર આવે, ગુણના સેવનનું ફળ પણ સંસારવૃદ્ધિ બને. જો શુદ્ધિ ન હોય તો તેનામાં કાં તો પરલોકની અપેક્ષા પડી હોય, અથવા પ્રણિધાનનું સેવન ન હોય, યા શાસ્ત્રસાપેક્ષતા ન હોય. શાસ્ત્રસાપેક્ષતા એ ઊંચો ગુણ બતાવ્યો છે. જો તે હશે તો તે સાચી ક્રિયાનું કારણ બનશે, તે વિના વિધિનિરપેક્ષતા આવશે, જે મોટો અવગુણ છે. વિધિનિરપેક્ષતાવાળાની ક્રિયા નિષ્ફળ જવાની. સંમૂચ્છિમક્રિયા તો અકામનિર્જરાનું કારણ બને, તેનાથી પુણ્ય બંધાય, જેનાથી તુચ્છ પ્રકારનાં ભૌતિક સુખો મળે; પણ અનુબંધ પાપનો હોવાથી સંસારવૃદ્ધિ કરવાના. વિષક્રિયા પહેલી મૂકી, તે તત્કાળ સચિત્તનું હરણ કરે છે. બીજી ગરલક્રિયા, જે ભાવિમાં સચિત્તનું હરણ કરશે, અને ત્રીજામાં સંમૂચ્છિમક્રિયા આ ત્રણેય ખરાબ છે. પહેલી ઉત્કૃષ્ટથી ખરાબ, બીજી મધ્યમથી ખરાબ અને ત્રીજી જાન્યથી ખરાબ; આમ ત્રણેય ખરાબ, એક પણ સારી નથી. સભા- કુલાચારથી ધર્મ કરતો હોય તો? સાહેબજી:- તેનું માથું જોવું પડે. ૧૫ વર્ષનો થાય એટલે અમારે તેવાને તત્ત્વથી ધર્મ સમજાવવાનો. કુલાચારથી ધર્મ, એ તો અપરિપક્વ માટે છે. જેને સંસારમાં તમે પરિપક્વ તરીકે ગણો છે, તેને તો ગુણ-દોષની પરખથી-સમજથી ધર્મ કરવાનું કહ્યું છે. અમારે સમજાવવાનું છે, તેણે સમજવાનું. ન સમજે તો કલ્યાણથી વંચિત રહે. ધર્મ જો અર્થ અને કામ માટે પણ કરવાનો હોય, તો પછી ધર્મક્રિયાનું પાંચ પ્રકારમાં વિભાજન શું કામ કરે? વિભાજનનું પ્રયોજન શું? સામાન્યથી અર્થ-કામ માટે ધર્મ નથી કરવાનો, હેય-ઉપાદેયની બાબતમાં અજ્ઞાન ન ચાલે. અજ્ઞાનતાથી પણ હેયને ઉપાદેય માને તો સમકિત ચાલ્યું જાય. સાક્ષાત્ ગુણનું સેવન હોય પરંતુ આશય અશુદ્ધ હોય તો તેનાથી પુણ્યબંધ છે, પણ મારક છે. ગુણના સેવનથી પુણ્યબંધ થાય છે. જો ગુણનું સેવન જ ન હોય તો પુણ્યનો બંધ પણ ન થાય. આશય અશુદ્ધ હોય તો સંસારનો બંધ ઊભો જ રહેવાનો. આ જૈન ધર્મ એ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આશ્રવ અને અનુબંધ ઘેલાઓનો ધર્મ છે જ નહિ. સંજ્ઞાના ઉદયભાવથી રહિત ધર્મ હોવો જોઇએ, તેમ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. જણાવે છે. સાઇડમાં પણ માનસંજ્ઞા આવે તો તેટલો ધર્મ નબળો પડે. એકલી સંજ્ઞાઓ હોય તો તેનો ધર્મ નુકસાનીમાં જાય. જીવદયાના પરિણામ હોય, તેને માટે અર્થથી ઘસાય, છતાં જો આશય અશુદ્ધ હોય તો પરિણામ દયાનો હોવા છતાં તે સંસારવૃદ્ધિનું કારણ બનવાનો વ્યવહારનયથી શુભક્રિયાના સેવનથી ધર્મ અને નિશ્ચયનયથી ગુણના સેવનથી ધર્મ. ક્રમસર ગુણની વૃદ્ધિ થવી જોઇએ. સાનુબંધ ગુણ હોય તો તે મોક્ષનું કારણ બને. આત્મામાં ગુણ આજે દેખાય અને કાલે અદશ્ય થઈ જાય તે ન ચાલે, તે નિરનુબંધ ગુણ મોક્ષનું કારણ ન બને. સાનુબંધ ગુણો જોઈએ, તે વગર પત્તો ન લાગે. તત્કાળ ગુણનું સેવન હોય, પણ આશય અશુદ્ધ હોય તો તે સંસારવૃદ્ધિનું કારણ બને. તેના માથામાં શું છે? તે જોવું પડે. અંદર જેટલા ગોટાળા કરશો તેટલા તેમાં ફેરફાર થવાના. અધ્યવસાયમાં દયાના ભાવની સાથે આશયની અશુદ્ધિરૂપ વિકૃતિ હોઈ શકે. મશીન ઉપર Scan કરે(તપાસ) ત્યારે બધું જુવે અને એકાદ નાનો પણ Donડાઘ) હોય તો પણ કહે ને કે આટલું ખરાબ છે? ઘણું સારું છે તે પણ કહે. તેમ અહીં પણ જરાપણ વિકૃતિ હોય તો તે ભગવાન જણાવે છે અને સાથે તેનું ફળ પણ જણાવે છે. અહીં કોઈની દખલગીરી નથી. જેવું તમારા માથામાં હોય તેવું Reflect(પ્રતિભાસિત) થાય. હું તો હજી ઓછું કહું છું, ડરી ડરી ને. તમને તો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મળવા જોઇએ, તે તો ઝંડો લઈને વાત કરે છે. સમકિતદષ્ટિ આત્માને પણ ચારિત્રમોહનીયના કારણે અસમાધિ થાય અને તેના નિવારણ માટે ભોગના પાત્રની ઇચ્છા થાય, ભોગની માંગણી ઊભી થાય, વ્યસન પણ સેવે; પણ તેનું પાપ નિરનુબંધી હોય. તેને તે પાપ પાડે નહિ. તેનો સંસાર તે પાપથી વધે નહિ. અનાચારવાળાના પણ ખુલાસા આવે છે. રાવણને આઠ ભવથી સીતા સાથેનો સંબંધ છે. તેને કેવલીએ કહ્યું કે તારું પરદારાથી મૃત્યુ થશે, ત્યારે તરત જ તેણે પ્રતિજ્ઞા કરી લીધી છે કે પરસ્ત્રીનો તેની ઇચ્છા વગર ઉપભોગ નહિ કરું. અંદર તો તેને એટલી બધી અસમાધિ છે કે તેની પીડા મંદોદરી જોઈ પણ શકતી નથી અને તેથી જ મંદોદરી સીતાને સમજાવવા જાય છે. પરંતુ રાવણે તો તેવું ભોગાવલી કર્મ બાંધ્યું છે અને જો હવે તેનું ધર્મનું background(પૂર્વભૂમિકા) ન હોય તો ઉદય વખતે શું થાય ? કટુ ફળ ભોગવવું પડે, આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં જીવ ફેંકાઈ જાય. ઘણીવાર સમકિતી પણ કુટાતા હોય છે. તેને બધાં પાપસ્થાનકોમાં હેયબુદ્ધિ પડી છે, તેમ છતાં ચારિત્રમોહનીયના ઉદયના કારણે તેનું સેવન કરી કુટાતા હોય છે. સમકિતીને ચારિત્રમોહનીયના ઉદયને કારણે અસમાધિ થતી હોય તો સિદ્ધચક્ર આદિનું આલંબન લે, જેમાં શ્રીપાળ મહારાજાનો દાખલો પ્રસિદ્ધ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૨૯ સમકિતીદર્શનસતકનો ક્ષયોપશમ કરી, એ Stage(કક્ષા) સુધી પહોંચ્યો છે. તેની પણ જે ખામી હોય તે જણાવી છે. સમકિતના પણ અનેક વિકલ્પો જણાવ્યા છે. સામાન્યથી સમકિતી સદાચારી હોય, પછી કોઇક અપવાદ પણ નીકળે જે પાપ કરે. તેને ભાવિમાં તેનું ફળ ભોગવવું પડે, પછી ગમે તે કક્ષાનો જીવ હોય તો પણ. વિપરીત રીતે કરેલા ધર્મનાં ફળ ઉદયમાં આવે ત્યારે તેને ખબર પાડે અને પાછો નીચે પછાડે. કર્મની સામે લડી શકે તે જ ટકે, બાકી ગમે તેવાને તે પછાડે. અગિયારમા ગુણસ્થાનકવાળાને પણ પછાડી છેક નિગોદમાં લઈ જાય. માટે કર્મ સામે લડો. સાચો સાધક હંમેશાં યોદ્ધો જ હોય.ભૂલ કરી તો ફળ ભોગવવું જ પડે. હું અત્યારે સાધુપણું લઈને બેઠો હોઉં તો અહિંસાદિ પાળવું જ પડે, અને તેમ છતાં મને દેવલોક આદિ સુખોની ઇચ્છાસળવળાટ થતો હોય, તો લખ્યું છે કે તે ચાર પ્રકારના અપધ્યાનમાંના એક અપધ્યાનનો પ્રકાર છે. તમે આલોક-પરલોકના ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ ન કરતા. શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે પંચાચાર મોક્ષનું કારણ ખરું, પણ ક્યારે? માથું સીધું હોય તો જ. પંચાચાર નિરીદતાપૂર્વક પળાતા હોય તો જ તે મોક્ષનું કારણ બને, અન્યથા નહિ. શરૂમાં તમે ઓઘથી તો સમંજસવૃત્તિનો ધર્મ ચાલુ કરો, પછી તાત્ત્વિક સમંજસવૃત્તિનો ધર્મ આવશે, કે જે આલોક-પરલોકની ઇચ્છા વગરનો છે. આલોક-પરલોકના ભૌતિક સુખોથી નિવર્તન તે જ વિરતિ છે. તમે વિરતિ પામવા માટે ધર્મ કરો. ભૌતિક સુખની ઇચ્છા નીકળી જાય તેવી ભાવનાથી શરૂઆત કરવાની. ભગવાનને કહો કે “તારી ભક્તિના બદલામાં કાંઇ જોઇતું નથી, આલોક-પરલોકનાં સુખોથી નિવર્તન ઈચ્છું . માત્ર મોક્ષ જ જોઇએ છે. તે મળે તેવું કાંઈક કરો.” આટલું ઓઘથી કરે તે પણ માર્ગસ્થ છે તેમ ગણાય. તેમાં આગળ વધે તો તત્ત્વથી માર્ગ પર આવે. પ્રયત્ન કરતો રહે એટલે ઠેકાણું પડે, એટલે કે Right track (સાચા માર્ગ પર આવી જશે. તમારો ધર્મ મોક્ષ સાથે Connected (સંબંધિત) કરવા આ બધી મહેનત છે. ઓઘમાં પણ આશયશુદ્ધિ વગેરે લાવે. તે ન આવે ત્યાં સુધી તે મોક્ષ સાથે સંબંધિત ધર્મ બનતો જ નથી. આ બધી તો પાછી વ્યવહારનયની વાતો છે. નિશ્ચયનયથી તો મોક્ષ સાધક ધર્મ સમકિતી અને તેની ઉપરની કક્ષાના જીવો જ કરી શકે. એક એક બાબતમાં આટલું પીંજણ કરી કરી Penetrate(સૂક્ષ્મ રીતે ઊંડા ઊતરવું તે) કરી કરીને બતાવ્યું છે. સભા- ઓઘથી આશયઅશુદ્ધિ કાઢવી હોય તો શું કરવું? (૧) દશનસપ્તક : અનંતાનુબંધીના ચાર કષાયો તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય તે સાત. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આશ્રવ અને અનુબંધ સાહેબજી:- ખોટા વિચારો ફેંકી દેવાના અને તેની વિરુદ્ધના સારા વિચારો કર્યા કરવાના. સભા- ઓઘ શ્રદ્ધા ક્યારે મળે ? સાહેબજી:-સાતે કર્મની સ્થિતિ અંતઃકોટાકોટી પ્રમાણ મર્યાદિત થઈ હોય ત્યારે જો તે જગ્યાએ પાછો Stagnant(સ્થિર) થઇ જાય તો આગળ ન વધી શકે. પણ જો તે ત્યાં Active(સક્રિય) રહે તો આગળ વધી શકે. તમે બધી ઊંચી વાતો સાંભળો-સમજો તેનો વાંધો નથી, પરંતુ તે સાંભળી-સમજી તમારે નક્કી કરવાનું કે તમે કઈ કક્ષામાં છો? તમારી કક્ષામાં તમારા માટે શું આવશ્યક છે? તે ગુરુ પાસેથી સમજયા પછી, તેમાં આવતાં જે ઉચિત કર્મ-કાર્યો હોય તે કરવા તત્પર હો, તો તે ભૂમિકાથી આગળ વધી શકો. પોતાની ભૂમિકામાં આવતાં ઉચિત કાર્યો કરવા જે હંમેશાં તત્પર હોય, તે કર્મઠ કહેવાય. અપુનબંધક બનવા ઓઘથી ધર્મ કરવાનો. 'પૂર્વસેવારૂપે તમામ ક્ષેત્રે જવાબદારી અદા કરવી પડશે. દરેક કક્ષામાં ઔચિત્યપાલન જોઇએ. ચરમાવર્ત, અપુનબંધક, સમકિતી, મુનિ દરેકમાં ઔચિત્ય જુદાં જુદાં. ઔચિત્ય એ પ્રધાન છે. એક બાજુ એક હજાર ગુણ મૂકો અને એક બાજુ ઔચિત્ય મૂકો તો ઔચિત્ય ચઢી જાય. ઔચિત્ય વિનાનો ગુણ, દર્શનાચાર વિનાનો જ છે. ઋષિમુનિઓ તેમને સલાહ આપે છે કે આગળ કેવી રીતે વધવું. તેઓ કાંઇ રાજકારણી નથી. તેમને તો તમારા કલ્યાણની જ ઝંખના છે. જીવો પાપ બાંધીને આવ્યા હોય, અહીં તે પાપનાં ફળ ભોગવે અને જીવનનિર્વાહમાં પાછા એવાં નવાં પાપ બાંધવાના કે પાછા ભાવિમાં તેના વિપાકે દુર્ગતિમાં જવાના. આવા જીવો અત્યારે દુ:ખી અને ભવાંતરમાં પણ દુ:ખી. તેમને દુઃખની જ પરંપરા ચાલે. માટે ભગવાન કહે છે, ભાઈ ! સાવધાન થઈ જા, જાગૃત થઈ જા. માટે જ અમારે ત્યાં એક પુણ્યાનુબંધી પુણ્યને જ ઉપાદેય કહ્યું છે. તમને પણ તે જ ફાવે તેમ છે. પણ તે બાંધવા માટે તમારી પાસે બીજ છે ખરું? અમારે ત્યાં કહ્યું કે સકામનિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય એ નિર્વેદ આવે ત્યારે જ આવે. બાકી મોટે ભાગે તમારી ઊંધે માર્ગે ગતિ છે, આકાંક્ષા સાથેનો જ ધર્મ હોય છે. વૈરાગ્યનું ઉત્પત્તિસ્થાનષ છે, અને દ્વેષનું ઉત્પત્તિસ્થાન સંસારનું વિજ્ઞાન છે. સંસારના સ્વરૂપનું જીવને વિજ્ઞાન થાય એટલે સંસારનાં ભૌતિક સુખો પ્રત્યે એને દ્વેષ ઉત્પન્ન થાય. સભા:- સંસારના સ્વરૂપનું વિજ્ઞાન થયું છે કે કેમ તે કેવી રીતે ખબર પડે? (૧) પૂર્વસેવા યોગમાર્ગને પ્રાપ્ત કરવાની લાયકાત કેળવવા માટે જીવ દ્વારા કરાતો વિશેષ પુરુષાર્થ. Page #142 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૩૧ સાહેબજી:- તેને ભવનિર્વેદ થયો છે કે નહિ તેના ઉપરથી. નિર્વેદ(સંસારનાં સુખો પ્રત્યે કંટાળો) થયો છે કે નહિ તે કેવી રીતે ખબર પડે ? તો કહે છે કે તેને સંસારનાં ભૌતિક સુખો પ્રત્યે દ્વેષ થાય. તેને થાય કે આના પાપે જ મારી આ દશા થઇ છે, મેં અત્યાર સુધી હજામત કરી. અત્યાર સુધી તમને ભૌતિક સુખો ઉપર રાગ થતો હતો, તેના ઉપર તમને હવે દ્વેષ થવાનો શરૂ થાય, અને આમ નિર્વેદમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. સભાઃ- ભૌતિક સુખો પ્રત્યે દ્વેષ થાય કે તેના રાગ પર દ્વેષ થાય ? સાહેબજીઃ- તે નિશ્ચયનયની વાત છે. પરંતુ જે સાધનથી કુટાયા હોઇએ તે સાધન ઉપર દ્વેષ થાય તે પણ યોગ્ય છે, તે પણ જરૂરી છે. ધર્મ કરવામાં જે કિલ્લા છે તે ભેદવા જ મુશ્કેલ છે. તમારા સ્વરૂપની મૂળ પ્રતીતિ જ સોળે કષાયોએ ભેગા થઇને Seal(કુંઠીત) કરી દીધી છે, અને મિથ્યાત્વમોહનીયે ભૌતિક સુખોમાં અને તેને ઓળખવામાં તમારામાં ભ્રમ ઊભો કરી દીધો છે. અમે કહીએ તેનાથી તમારો અનુભવ ઊંધો ચાલે છે. તમને આઇસ્ક્રીમમાં જ મજા આવે છે ને ? તે તમારી પ્રતીતિ મિથ્યાત્વજનિત છે. ભૌતિક સુખની ધરી ૫૨ જ સંસાર ફરી રહ્યો છે. ભવનિર્વેદથી વૈરાગ્ય એ સ્વરૂપવૈરાગ્ય છે. સ્વરૂપવૈરાગ્યથી જ ધર્મની શરૂઆત છે. હેતુવૈરાગ્ય અને અનુબંધવૈરાગ્ય પણ જો સ્વરૂપવૈરાગ્ય હોય તો જ કામના છે, અન્યથા નહિ. નિશ્ચયથી સ્વરૂપવૈરાગ્ય એ જ મોક્ષનું કારણ બને છે. ધર્મ ક૨વો એ સહેલી વાત નથી. તાત્ત્વિક ધર્મ આવે તો ઠેકાણું પડી જાય. પણ તમે તો, કાં તો ધર્મ કરો જ નહિ અને કરો તો કેવો કરો ? કોઇ જીવદયા કરે તેને અમે કહીએ કે, ભાઇ ! આ જીવદયા એ તારા આત્માની દયા માટે છે, અને જેને પોતાના આત્માની પડી ન હોય તેની જીવદયાની કોઇ કિંમત નથી, તે તો નાટક છે. આપણો મોક્ષમાર્ગ એકદમ Intact(અડીખમ) છે. તેને બરાબર પકડી લો તો ઠેકાણું પડી જાય. પૂ. આચાર્ય શ્રી સિદ્ધર્ષિગણિ જણાવે છે કે ત્રિકાલાબાધિત ધર્મ એક જ છે. માત્ર બાલજીવો તેનો ભેદ કરી કરીને જુએ છે. જિનશાસનમાં તે પૂર્ણ છે, બીજે ઠેકાણે તેના અંશો છે. મોટે ભાગે પાયો જ નથી, તેવો ધર્મ કરીને ભલે પુણ્ય બાંધી લે, પણ પાયાની ખામી હોવાના કારણે તેના ફળમાં પાછો પ્રશ્ન આવીને ઊભો જ રહેવાનો. પાપાનુબંધીપાપવાળા જીવો આ સંસારમાં કેટલા ? ઢગલાબંધ. જેઓ અત્યારે પાપોનાં ફળસ્વરૂપે દુઃખ ભોગવતા હોય, પાછા તે ભોગવતી વખતે પાપના પક્ષપાતના કારણે ફરીથી નવાં કર્મો બાંધી પાછા દુર્ગતિઓમાં જાય, તેઓ ક્યારે ઊંચા આવે ? તેમની ગતિઓ એવી થાય કે જ્યાં તેમની વિપરીત પરિસ્થિતિના કારણે અને સામગ્રીના અભાવે તે અમુક પાપો બાંધી જ ન શકે, તેમ કરતાં કરતાં ઘણો કાળ વહી જાય ત્યારે પાછો થોડો ઉપર આવે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આશ્રવ અને અનુબંધ કુદરતના નિયમ કોઇને આધીન નથી. અમારે ત્યાં તીર્થકરોને પણ ૧૭ બાબતમાં અસમર્થ કહ્યા છે. જૈનશાસ્ત્રોમાં એમ નથી કહ્યું કે God, almighty can do everything, (ભગવાન બધું જ કરી શકે). બનારસ યુનિવર્સિટીના વેદાંતાચાર્યે મને જણાવેલ કે આપના ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જેટલું વેદાંત જાણે છે તેટલું હું પણ નથી જાણતો. આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથના ૧૦ શ્લોક પર ઉપાધ્યાયજીએ સ્યાદ્વાદકલ્પલતા ટીકા રૂપે ૩૫00 શ્લોક લખ્યા. ધર્મ એ ફીલોસોફી પર આધારિત છે. જિનશાસનની ચૌદ ગુણસ્થાનકની આચારસંહિતાને સ્યાદ્વાદથી મૂલવો તો કષશુદ્ધિ કરી એમ ગણાય. પૈસાની બાબતમાં કોઈને પ્રેરણા નથી કરવી પડતી. સ્વયં અર્થ અને ભોગનો રસ પેદા થાય છે, તે સંજ્ઞાના કારણે છે. જેનો ભોગવટો નથી કરી શકવાના તેની પણ ઇચ્છા થાય છે. પરિગ્રહસંજ્ઞાથી તેને એકઠી કરો છો તે એકલી મજૂરી છે. એટલે અમે સમજીએ આને પરિગ્રહસંજ્ઞા છે અને સાથે ગાઢ મિથ્યાત્વ છે. અમારે ત્યાં કહ્યું છે કે બધી સંશામાં પરિગ્રહસંજ્ઞા એ ભયંકર છે અને તેમાં પણ મિથ્યાત્વ સહચરિત સંજ્ઞા તો મહાભયંકર છે. મોટા ધનિક માણસો છે તેઓ જીવનમાં જેટલી પળોજણ કરે છે તેના પ્રમાણમાં ભોગવટો કેટલો? ઇન્દ્રિયોને સુખ આપે તેવો ભોગવટો તેમને નથી, પરંતુ ખાલી કાલ્પનિક સુખોમાં રાચતા હોય છે. બાકી તો ડાયાબીટીસ હોય તો બધા સુખ વચ્ચે પણ ભાઈ સાહેબ બાફેલું ખાતો હોય છે. અહીં સાધુપણામાં આવ્યા પછી પણ જો મારું માથું ઠેકાણે ન હોય તો મારું ઠેકાણું ન પડે. વધારે ને વધારે મોટા થવાનું, ખ્યાતનામ થવાનું મન થયા કરે. ઉપયોગ એ ધર્મ છે. અહીં ઉપયોગ એટલે જાગૃતિ અર્થ લેવાનો છે. ભાવથી છકે ગુણસ્થાનકે રહેલા મુનિ આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પમાં હોઈ શકે. આર્તધ્યાનમાં પહેલાં તેના સંકલ્પ-વિકલ્પ અને પછી સાક્ષાત્ આર્તધ્યાન, આર્તધ્યાનમાં લેશ્યા અશુભ જ હોય. જેમ ધર્મધ્યાનના સંકલ્પવિકલ્પ ધર્મધ્યાનમાં જાય, તેમ આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પનો આર્તધ્યાનમાં સમાવેશ ઉપચરિત ભાષાથી થાય. તેના સંકલ્પ-વિકલ્પવાળો જીવ શુભ લેગ્યામાં પણ હોય. આમ ભાવથી છકે ગુણસ્થાનકે રહેલા મુનિ પ્રાયઃ શુભ લેશ્યામાં હોય, છતાં આર્તધ્યાનના સંકલ્પવિકલ્પમાં હોઈ શકે. તેમની વેશ્યા બગડે નહિ. સાક્ષાત્ આર્તધ્યાન આવે ત્યારે વેશ્યા બગડી જાય. (૧) ભગવાન પણ છ બાબતમાં અસમર્થ છે તેની વિગત માટે જુઓ પરિશિષ્ટ -૧૨. Page #144 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૩૩ સભા - આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પમાં શુભ લેગ્યા કેવી રીતે સંભવે? સાહેબજી:-એક ખરાબ વિચાર આવે એટલા માત્રથી લેશ્યા બગડી જાય છે તેમ નથી બનતું. લશ્યાને Purify(શુદ્ધ) કરવા માટે મૈત્રીભાવના આદિ ચાર ભાવનાને આત્મસાત કરી લે તેની વેશ્યા શુભ રહી શકે. સભા - લેડ્યા એટલે શું? સાહેબજી:- લેશ્યા સમજાવવા આખો વિષય લેવો પડે. જરા ધરપત રાખો. અમે તેની ઉપર આખું પુસ્તક બહાર પાડવાના છીએ. પણ તમારે તેનો અભ્યાસ કરવો પડશે, ભણવું પડશે. તે પુસ્તક સોફા ઉપર પડ્યા પડ્યા ટેસથી વાંચવાનું નહિ હોય. તે સમજવા મહેનત કરવી પડશે. હવે આપણે ત્યાં જૈન સંઘ મોટે ભાગે Educated(શિક્ષિત) થઇ ગયો છે. Intellectual growth(બૌદ્ધિક વિકાસ) ઘણો છે. તમારા બાપ-દાદાની મિલકતના વારસદાર તો તમે આપોઆપ થઈ જવાના છે, પરંતુ આ જ્ઞાનનો વારસો તમને મળે તે માટે આ બધાં પુસ્તકના પ્રકાશનનું કામ અમે ઉપાડ્યું છે. વ્યાખ્યાન જે આપે છે તે જ ફળનો ભોક્તા. નિશ્ચયનયથી કર્તૃત્વ અને ભોસ્તૃત્વ એકાધિકરણ છે. માટે જ અમે વ્યાખ્યાન આપતાં નિશ્ચયનય સામે રાખીTempo(ઉત્સાહ) ટકાવી રાખીએ છીએ. તમે પામો તો ભલે પણ હું તો ફળ પામું જ છું. પાયામાં બે વાત જોઇએ, એક તો જે સારું હોય તેનો સ્વીકાર કરવાનો-સદણા કરવાની અને બીજું શક્ય હોય તેનું પાલન કરવાનું. તેનાથી જ કલ્યાણ છે. આ બે વસ્તુ પાયામાં જરૂરી છે. પહેલાં આપણે ત્યાં શું હતું? આત્મકલ્યાણના આશયથી ધર્માચાર્યો પાસે બધા જતા અને તેમની પાસે ભણે. ધર્મનું વેપારીકરણ કોણે કર્યું? તો કહે બ્રિટીશરોએ. તમારે ધર્મ પામવો હોય તો મહેનત કરવી પડે. હવે તો બધા એવા થઈ ગયા કે તેને પણ એક Careerની line(કારકિર્દીના ક્ષેત્ર) તરીકે જુએ છે. પૈસા કમાવાના દૃષ્ટિકોણથી જુએ છે, એટલે પાયામાં જ ખામી આવી. તેવાઓને ક્યારેય ક્ષયોપશમ થાય જ નહિ. પાયામાં જ આશયશુદ્ધિ જોઈએ. અમે ભણ્યા, અત્યાર સુધી ભણાવ્યું, તેમાં કોઈ જગ્યાએ ક્યારેય કોઈ ભૌતિ.. અપેક્ષા નથી રાખી. એટલે જ અમે આજે આ લેવલે પહોંચ્યા છીએ. આ વસ્તુ પાયામાં હતી, એટલે સાચો ક્ષયોપશમ થયો છે. હું પચ્ચીસ વર્ષનો હતો ત્યારે ભણાવવા માટે મને અમેરિકાની સેંટ યુનિવર્સિટીમાં મોકલવાની વાત હતી. તો મેં કહ્યું મારે ભણતરની સામે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આશ્રવ અને અનુબંધ એક પૈસો કમાવો નથી. બીજું એવું રાખેલ કે જેને ધર્મ કરી મોક્ષે જવાની ભાવના હોય તેને જ હું ભણાવું, તે સિવાય નહિ. પાયામાં આવી વાતો રાખેલી એટલે બચી ગયા. બાકી શાસ્ત્રનો અભ્યાસ પણ સંસારાનુબંધી થઈ શકે. ડીગ્રી મેળવવાવાળાને ભણાવવા ગયા હોત તો વિરતિથી ફેંકાઇ જાત. જેને અવિરતિ પ્રત્યે દુર્ગચ્છા અને વિરતિ પર અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય, તેને જ્ઞાન પરિણત થયેલું ગણાય. જો જ્ઞાનનું પરિણમન વિરતિમાં થાય તો જ તે પરિણત જ્ઞાન. તમારી પાસે હૈયું હોય તો શાસ્ત્રો તમને કષ-છેદ-તાપશુદ્ધિથી ધર્મ પરિણત કરાવી શકે. આપણાં શાસ્ત્રોમાં એટલું બધું ફર્સ્ટક્લાસ વર્ણન છે કે વાંચતાં વાંચતાં માથું ડોલી જાય. એક અનુબંધનું કેટલું સુંદર વર્ણન કર્યું છે ! પાયો કેવો મજબૂત છે ! સાત ઉપવાસ કરીને બેઠો હોય અને તેથી વધારે દીર્ઘકાળ સુધી પણ કરાયેલો તપ હોય, પરંતુ પાયામાં આશય વગેરેની અશુદ્ધિ પડેલી હોય તો તે સંસારવૃદ્ધિનું કારણ બનશે. આ તો બધી આચારસંહિતાની ચર્ચા છે. પૂ. યશોવિજયજી ઉપાધ્યાય એવા છે કે જેમની તર્કશક્તિ સામે કોઈ ઊભો રહી શકે તેમ નથી. તેવાઓ પણ ભગવાનની સામે જે રીતે જે નમ્રતાપૂર્વક ભક્તિ કરે છે, તે જોઈએ ત્યારે ખબર પડે કે તેમણે ખરેખર ભગવાનને ઓળખ્યા છે. જે ભગવાનના વિરોધી તત્ત્વના વિરોધી. તેમને મળેલી સાધન-સામગ્રી તેમને વધુ નુકસાન કરે. માટે યોગશાસ્ત્રગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે, તેવા બહેરા કે મુંગા બને તો સ્વ-પરને ઓછું નુક્સાન કરે. સાધન-સામગ્રી મળ્યા પછી જો તે સદુપયોગમાં વપરાય તો તે લાભકારી છે, અન્યથા વપરાય તો મહાઅનર્થકારી બને. આજનો માણસ કહે મને કોઈ ધર્મ પ્રત્યે દ્વેષભાવ નથી અને કોઈ ધર્મ પ્રત્યે રાગભાવ પણ નથી. અમને ક્યાંય કદાગ્રહનથી. તો એનો અર્થ શું થયો? તેથયો નાસ્તિક નાસ્તિક થયો એટલે મહાભયંકર. તે મરીને મહદ અંશે દુર્ગતિમાં જશે. તેના કરતાં ધર્મ પ્રત્યે રાગષવાળો સારો. તેને કદાચ કોઇ ધર્મ પ્રતિ કદાગ્રહ હોય. પણ તે છે આસ્તિક. તેને જે ધર્મમાં રાગ છે, તે ધર્મમાં જેટલું સારું હશે તેટલા અંશે તેને લાભ; અને જે ધર્મ પ્રત્યે દ્વેષ છે. તેમાં જે ખરાબી હોય તેનો દ્વેષ થયો, તે પણ તેની કક્ષામાં સારો. પેલાને (નાસ્તિકને) બેમાંથી એકપણ નહિ. પૂ. સિદ્ધર્ષિગણિના શબ્દોમાં કહું તો, આજનો માનવ ચારે પુરુષાર્થથી ભ્રષ્ટ છે અને ચારે પુરુષાર્થથી ભ્રષ્ટ હોય તેની મોટે ભાગે દુર્ગતિ થવાની. આર્યસંસ્કૃતિ ચાર Page #146 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૩૫ પુરુષાર્થમય અને અનાર્યસંસ્કૃતિ ચાર પુરુષાર્થહીન છે. આ જ તે બે વચ્ચેની મોટી ભેદરેખા છે. અહીંયાં કામપુરુષાર્થ છે. કામ તેના ધારાધોરણ પ્રમાણે સેવે તો તે કામપુરુષાર્થમાં જાય, અન્યથા કામ ગણાય; કામપુરુષાર્થ નહિ. ઘણા અમને કહે છે, તમે પેલા લોકોની (નાસ્તિક અને અનાર્યોની) કેમ આમ વાત કરો છો? અમે કહીએ, ભાઈ! અમે વાસ્તવિક સ્વરૂપ બતાવીએ છીએ. અમે સાચું બોલીએ એટલે તમે અમને રાગીમાં ખપાવો અને આ લોકો જુઠું બોલે તેને તમે વીતરાગીમાં ખપાવો છો, પણ અમે કયા Criteria(ધોરણ) ઉપર બોલીએ છીએ તે તમારે સાંભળવું-સમજવું કાંઇ જ નથી, તે જોવું નથી. ભગવાને અમને મૃષાવાદની ના પાડી છે. ક્ષેત્રથી અનાર્ય હોય તે ગુણથી આર્ય હોઈ શકે અને ક્ષેત્રથી આર્ય હોય તે ગુણથી અનાર્ય હોઈ શકે. બધા ભાંગા કરી કરીને બતાડું. ભગવાન જ્યારે તમામ નયોથી વર્ણન કરે ત્યારે તે વાતમાં કોઇ ખામી નહોઈ શકે. તમે ભગવાનના અનુયાયીઓને નીચી દષ્ટિથી ન જુઓ. બધા સાધુઓ તમને બધા જવાબ ન પણ આપી શકે. જવાબ આપવાની જવાબદારી ગીતાર્થો ઉપર મૂકી છે. એક રાજાની વ્યાખ્યા આપી છે. તેમાં કેટલા નયોથી વાત કરી છે ! રાજાનું વ્યવહારથી લક્ષણ શું? અને નિશ્ચયથી લક્ષણ શું? વગેરે વગેરે. ચાણક્ય કહ્યું, જેટલાં સત્તાસ્થાનો છે, તે કુલીન માટે છે. કુલીનને સત્તા પચે. સત્તા ન પચે તો સ્વ અને પરનું અકલ્યાણ થાય. જેટલાં સત્તાસ્થાનો છે તે કુલીન ઉચ્ચ જાતિઉચ્ચ વંશવાળા માટે છે, નહિતર આ ભવમાં ભૌતિક અકલ્યાણ ને પરભવમાં આત્મિક અકલ્યાણ થશે. see eee કે જે સહજ નથી તે પ્રકૃતિ નથી અને જે અન્ય કૃત નથી તે વિકૃતિ નથી. અનુદિત કર્મ ઉદિત થવા ન દેવા અને ઉદિત કર્મને નિષ્ફળ કરવા તે જ સાધના છે. - નિશ્ચયનયથી જેને મોક્ષનો આંશિક પણ અનુભવ થયો નથી તે મોક્ષમાર્ગમાં નથી. મોક્ષપ્રાપ્તિનું starting ચારિત્રમાં અને પૂર્ણતા મોલમાં છે. - ચારિત્ર સ્ટીમર છે અને ભગવાન તેના કેપ્ટન છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આશ્રવ અને અનુબંધ તા.૧૮-૧૦-૯૮, રવિવાર, આસો વદ ૧૩. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇ, અનંત સુખમય એવા મોક્ષને પામે, તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. હવે, ગ્રંથકારે પોતાના શ્લોકમાં પહેલાં શુભ અને પછી અશુભનું એમ ક્રમસર વર્ણન કરવું જોઇએ. પરંતુ તેનો વ્યુત્ક્રમ કરી પહેલાં અશુભ યોગ મૂક્યો છે. જેનું પ્રતિપાદન પહેલાં કરવું જોઇએ, તેનું પછીથી કરેલ છે; અને જેનું પ્રતિપાદન પછીથી કરવું જોઇએ, તેનું પહેલાં કરેલ છે, તેમાં તેમનો વિશેષ આશય સમાયેલો છે. જો વિશેષ આશય વગર આમ વ્યુત્ક્રમ કરે તો મોટો દોષ ગણાય. વિશેષ આશયથી વ્યક્રમ કરેલ હોય તો વાંચનાર ઘડીકમાં વિચારમાં પડી જાય. તેને થાય કે આમ કરવાના બદલે આમ કેમ કર્યું ? તે ઊહાપોહ કરે. આમ Groundwork(પૂર્વભૂમિકા) તૈયાર થાય, જે વિશેષ કહેલું છે તેના માટેની આતુરતા ઊભી થાય. નિશાન તાકવા માટેની આ System(પદ્ધતિ) છે. જેમ અશુભયોગો સંસારનું કારણ છે, તેમ શુભયોગો પણ સંસારમાં રખડાવવાનું કારણ હોઈ શકે છે. માટે તેવા સંસારાનુબંધી શુભયોગોથી પણ તમને વિમુખ કરવા છે; તેનાથી તમે નિર્વેદ પામો, વિરામ પામો અને મોક્ષાનુબંધી શુભયોગોને આચરો, તેમ કરવું છે. આમ શુભયોગો પણ બે પ્રકારના થયા, (૧)એક સંસારાનુબંધી અને (૨)બીજા મોક્ષાનુબંધી. માટે ખાલી સ્વરૂપથી ગુણને સેવો તે પૂરતું નથી, જેમ કે તમે દાન આપ્યું તે ઉદારતાનો પરિણામ છે, તમને કોઈએ ગાળ આપી અને તમે સહન કર્યું તે સહિષ્ણુતાનો ગુણ છે; પરંતુ તે સેવાતા બંને ગુણોનાં બધાં પાસાંનો વિચાર કરવો પડે. ખાલી ગુણ સેવવાથી પુણ્ય બંધાય, પણ તેટલા માત્રથી કામ પતતું નથી, પરંતુ તે પુણ્ય બંધાવનાર ગુણ સંસારાનુબંધી છે કે મોક્ષાનુબંધી છે? તે વિચારવાનું આવે. આમ, ગુણ છે તેટલા માત્રથી તે ઉપાદેય બનતો નથી. ગુણ પણ સાનુબંધી જોઇએ. ગુણ વૃદ્ધિ પામી આગળ વધતાં મોક્ષનું કારણ બને તેવો જોઈએ, ખાલી સંસારનું કારણ ન બનવો જોઈએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૩૭ સભા માટે બધામાં અનુબંધ સૌથી મહત્ત્વનો ? સાહેબજી:- હા, હેતુ-સ્વરૂપ-અનુબંધ બધામાં Top Priority (સૌથી વધારે અગત્યતાક્રમ)માં અનુબંધ છે. અનુબંધમાં આશયશુદ્ધિની Demand(માગણી) છે. ધર્મમાં હેતુ-સ્વરૂપ અને અનુબંધ ત્રણેની શુદ્ધિ આવશ્યક છે. અનવ્યવસિત કે સંમૂચ્છિમની જેમ કોઈ જીવ ધર્મક્રિયા કરતો હોય, તેનાં પણ સ્વરૂપ અને હેતુ સાચાં હોઇ શકે, તે પણ જયણા પરિપૂર્ણ પાળતો હોય, ભગવાને જે પ્રકારની જયણા પાળવાની કહી છે તે પ્રમાણે પાળતો હોય, તેમાં કોઈ ફેર ન હોય; જેમ કે પુષ્પપૂજામાં ફૂલને વીંધવાને બદલે ગુંથીને જ ચઢાવતો હોય, નહાવામાં પાણી ઓછું ઢોળતો હોય, વગેરે બધું As it is(જેમ કહ્યું હોય તેમ જ) બરાબર કરતો હોય, તો આમ સ્વરૂપથી બધું બરાબર જ લાગે; પણ જો અનુબંધ ખોટો હશે તો તેનો ધર્મ સંસારાનુબંધી થવાનો. એવો ધર્મ અભ્યદયનું કારણ બને, કે જેનાથી અલ્પકાળ ભૌતિક સુખ અને દીર્ઘકાળ ભૌતિક દુઃખ મળે. આવી રીતે મળતાં ભૌતિક સુખ-સામગ્રી તો વિષ સમાન છે. નિશ્ચયનય તો ખાલી સારી ક્રિયા કરી લો માટે પુણ્યબંધ નથી માનતો, પણ ક્રિયાની સાથે ગુણનું સેવન હોય તો જ તે તો પુણ્યબંધ માને છે. દા.ત. કોઈ વ્યક્તિ જીવદયામાં લાખ રૂપિયા આપે છે, ત્યારે તેનું હૃદય દયાળુ હોય તો તેને સાક્ષાત્ જીવદયાના પરિણામ છે, અને આમ ગુણનું સેવન કરતો હોય તો તેને બંધ પુણ્યનો પડશે; પરંતુ તેમાં જો તેનો આશય મલિન હશે તો પાછો કરેલો ધર્મ, સેવેલો ગુણ સંસારાનુબંધી થવાનો. મહાપુરૂષોને તમને સંસારાનુબંધી ધર્મથી વિમુખ કરવા છે. માટે કહે છે, સંસાર સાથે જેનો કાર્યકારણભાવ હોય તેવા ધર્મમાં ન ગોઠવાતાં, મોક્ષ સાથે જેને કાર્યકારણભાવ છે તેવા ધર્મમાં ગોઠવાઓ. તમે તપ કરતા હો, જીવદયાનું પાલન કરતા હો, શીલ પાળતા હો, દાન કરતા હો, આમ દયા-ઉદારતા વગેરે ગુણોનું સેવન કરતા હો, તો પણ અમે પૂછીએ ભાઈ, આ ગુણોનું સેવન શેના માટે કરે છે? કેવી રીતે કરે છે? જિનાજ્ઞા પ્રમાણે કરે છે? જિનાજ્ઞા પ્રમાણે કરવાની ભાવના-ઇચ્છા છે કે નહિ? તે તપાસવું પડે. જિનાજ્ઞા શું છે તે બતાવવાની અમારી ફરજ છે. અમે તે બતાવીએ તેમ છતાં તે જો ખોટું કરે તો તેને નુકસાન થાય. તેમાં અમારી જવાબદારી નથી. પણ હું જો પ્રતિપાદન સાચું ન કરું તો તે મારો દોષ છે. જે સાચા માર્ગની પ્રરૂપણા કરે છે તેનો તે પ્રરૂપણાથી સંસાર ઘટે છે. જે સન્માર્ગને ધક્કો પહોંચાડે અને ઉન્માર્ગને સ્થાપે છે તેણે દીર્ઘકાળ માટે એકેન્દ્રિયમાં જવાની તૈયારી રાખવાની, તેમ શાસકારોએ લખ્યું છે. માટે માર્ગની સ્થાપના કરવી, તે ઉપદેશકની જવાબદારી છે. જે શાસ્ત્ર ભણીને તૈયાર થયા છે તેણે તો આ જ કરવાનું છે, તેનો દર્શનાચાર આ જ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આશ્રવ અને અનુબંધ આમ તમે માત્ર ગુણનું સેવન કરી લો તો તે શુભ યોગ છે, પણ તે પાસું ગૌણ છે; તેનું અંતિમ ફળ શું આવશે તે જોવાનું છે. જીવદયા કરે તેને શાતાવેદનીયકર્મ બંધાય તો ખરું, પણ તે તો ભૌતિક ફળ છે. પણ ધર્મક્રિયામાં જો કદાગ્રહ ભળી ગયો હોય, તો સંસારનો અનુબંધ પડ્યા કરશે. માટે અમારે તેને કહેવું પડે કે ભાઇ, તું જીવદયા પાળે છે, ભક્તિ કરે છે, તેમાં પ્રભુએ કહ્યા પ્રમાણે હેતુ-સ્વરૂપ બરાબર હોય તો પણ તારા અનુબંધનું શું? સભા- બેસતા વર્ષે સાડા પાંચમાં પૂજા કરે છે તે બરાબર ? સાહેબજી:- સ્વરૂપથી અવિધિ છે. તમને શું કહીએ? બેસતા વર્ષે તમારે કેટલી હો-હા હોય છે? તમે ધર્મ કરો તેટલામાત્રથી અમે રાજી થઇએ તેવું નથી. ધર્મમાં હેતુ-સ્વરૂપ-અનુબંધ ત્રણે અગત્યના છે. ત્રણેયની શુદ્ધિ આવશ્યક અથવા આવશ્યકલક્ષી છે. તેવો ધર્મ જમાર્ગ તરફ લઈ જઈ શકે. તેવા જીવનો ધર્મ એકાંતમાંથી અનેકાન્ત તરફ જાય. તેને Quantity (જથ્થા) કરતાં Quality(ગુણવત્તા)માં જ રસ પડે અને તે પણ At every facer(દરેક પાસાએ). મોક્ષ સુધી તેનો કાર્યકારણભાવ ટકવો જોઇએ. ભગવાને મોક્ષમાર્ગમાં આડખીલીરૂપ બધાં ભયસ્થાનો બતાવ્યાં છે. બાકી સંસારાનુબંધી ધર્મથી ક્યારેય આત્મકલ્યાણ સંભવિત નથી. જીવે ગુણોનું સેવન ઘણી વખત કર્યું છે. પણ અહીં તો પૂછશે શું કામ કર્યું છે? અને તેના પર જ બધો આધાર છે. સાચો ગુણ તો કેવી વસ્તુ છે? જે એક પછી એક ગુણ માંગશે. માટે સ્વરૂપથી પણ ગુણ કોને ગમે? સમકિતીને, કેમ કે ગુણ સુખ આપે છે અને દોષ દુઃખ આપે છે તેવી ૧૦૦ ટકા પ્રતીતિ તેને જ હોય છે. નિશ્ચયનયથી સ્વરૂપથી ગુણ સમકિતીને જ છે, દોષ તેને પીડે છે. ભગવાન મહાવીરના જીવે છઠ્ઠા ગુણસ્થાનકનો ભાવથી કરેલ ધર્મ નિદાન કરી ધોઇ નાખ્યો ત્યારે નિયાણાના પ્રભાવે વાસુદેવ બન્યા અને અનેક આરંભસમારંભ અને પાપાચરણ કરી સાતમી નરકે જવું પડ્યું. ધર્મે વાસુદેવ બનાવ્યા પણ પરિણામ શું આવ્યું? સાતમી નરક, દુઃખ, દુઃખને મહાદુઃખ. આમ, ભગવાને પોતે પણ થાપ ખાધી તો કુટાણા છે. આપણે ત્યાં જે Cosmic order (વૈશ્વિક વ્યવસ્થા) છે, તેમાં ભગવાન ખુદ પણ કોઇ ફેરફાર કરી શકતા નથી. ભગવાન પણ છ વસ્તુમાં અસમર્થ છે. અન્ય કેટલાંક દર્શનોમાં ભગવાન સૃષ્ટિના સર્જક છે તેવી માન્યતા છે. તેઓ માને છે કે જ્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે જ ઉદ્ધાર થાય. આ બાબત ઉપર આપણે ત્યાં શ્રી હરિભદ્રસૂરિજીએ ઊંડાણથી ચર્ચાઓ કરી છે. પણ આ દાર્શનિક વિષય છે, તેની અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. (૧) ભગવાન પણ છ બાબતમાં અસમર્થ તેના નામ માટે જુઓ પરિશિષ્ટ-X-૧૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૩૯ પરંતુ વ્યવહારનયથી શું? નિશ્ચયનયથી શું? વગેરે, બધું સમજો તો ખબર પડે કે આપણો ધર્મ અને બીજા ધર્મો વચ્ચે કેટલો ફરક છે. આપણે ત્યાં બધું તર્કબદ્ધ રીતે વર્ણન છે. પ્રભુ કહે છે કે હું અન્ય ધર્મસ્થાપકોથી જુદો છું. હેતુવાદની (તર્કથી સિદ્ધ કરી શકાય તેવી) વાત છે, તે હેતુવાદની રીતે બતાવું છું. માટે તમે જે ગુણ સેવો છો તે શેમાં પરિણામ પામશે તેની વાત કરો. આમ તો શુભયોગ તે ધર્મ છે; પણ તે દયા, પરોપકાર, ઉદારતા, વગેરે ગુણો સેવો છો તે તમને ક્યાં લઇ જનારા છે? તે જોવું પડે. શુભયોગરૂપ ધર્મ પણ સંસારાનુબંધી અને મોક્ષાનુબંધી, એમ બે પ્રકારે છે. નિશ્ચયનયના મતે તો જે ધર્મ અભ્યદય જ આપીને વિરત થઇ જાય તે ધર્મ, ધર્મ નથી. અભ્યદયને ધર્મનું ફળ માનનાર વ્યવહારનય છે, જયારે નિશ્ચયનય તો જે ધર્મથી મોક્ષફળ મળે તેને જ ધર્મ માને છે. માટે જેનાથી મોક્ષફળ ન મળે તેવા ધર્મને ધર્મ તરીકે નિશ્ચયનય સ્વીકારતો નથી. સ્વરૂપથી અને હેતુથી જરાપણ આંચ ન આવે તે રીતે ધર્મ કરતો હોય, પણ જો તે ધર્મ અનુબંધથી ખોટો હોય તો તે સંસારાનુબંધી થયો. આવો ધર્મ કરનારને જોઈને લોકો મોંમાં આંગળાં નાખી જાય, પણ તેના અનુબંધની શી હાલત છે? માટે ધર્મ કરતી વખતે આશયશુદ્ધિની મહત્તા છે અને ધર્મ કર્યા પછી નિદાનશુદ્ધિની મહત્તા છે. સભા- ધર્મ કરતાં દરેક વખતે આશય યાદ કરવાનો? સાહેબજી:- આ અધ્યવસાય અંદર પડેલો જ જોઈએ. વ્યક્તપણે ન પણ હોય પણ અવ્યક્તપણે પડેલો તો જોઇએ જ. પણ આ અધ્યવસાયવાળાને પછીથી પણ ગમે ત્યારે સંસાર ન જ ગમતો હોય. તમારી જેમ ખાલી બોલવાથી ન ચાલે, હેય-ઉપાદેયની બુદ્ધિ જોઈએ. ક્યારેક જીવને કેવાંક નિમિત્તો મળતાં કોઇ વસ્તુ ગમી જાય અને અનુપયુક્ત બની જાય તો પાછો પડે. માટે વિવેક જોઇએ, જાગ્રતિ જોઇએ. ધર્મ કર્યા પછી પણ નિદાનશુદ્ધિ જાળવવાની છે. Psychological setback(માનસિક પ્રગતિમાં વિન) અને વિપરીત કર્મ બંને ભેગાં થાય ત્યારે પણ અંદરથી જાગ્રત રહે તે બચી શકે. જેમ કે સીગારેટ પીનારા ખુવાર થાય, પણ સીગરેટ પીવી તે ખોટું છે તેમ માને છે; છોડવા જેવી માને તો તેમાં હેયબુદ્ધિ પડી હોવાના કારણે તે શલ્ય ન બને; ભલે તે હેયને છોડી નથી શકતો અને ઉપાદેયને આવરી પણ ન શકતો હોય, પણ બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ. દ્રૌપદીના કિસ્સામાં શું બન્યું છે? પૂર્વભવમાં તેણે દીક્ષા લીધેલી છે. ચારિત્ર પાળી રહ્યાં છે. ત્યાં કોઈ સ્ત્રીને પાંચ પુરુષ દ્વારા સેવાતી જુએ છે અને તે નિમિત્તને પામી, વિકાર ખોટો માનવા છતાં વિકાર જાગ્રત થઈ જાય છે, અને પોતે કરેલા ધર્મના ફળરૂપે ભાવિમાં પાંચ પતિની ઇચ્છા કરે છે. આ કરેલું A-10. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આશ્રવ અને અનુબંધ નિયાણું તેને દ્રૌપદીના ભવમાં ઉદયમાં આવ્યું છે અને તે પાંચ પાંડવોની પત્ની બની છે. પણ દ્રૌપદીનું આ નિદાન એ નિદાનશલ્ય નથી બન્યું, કારણ કે નિદાન વખતે પણ તેની હેય-ઉપાદેયની બુદ્ધિ જાગ્રત હતી. સભા- નિદાનની વ્યાખ્યા શું? સાહેબજી:- નિદાન એટલે તમે કરેલા ધર્મના ફળ તરીકે ભૌતિક માંગણી કરો તે નિદાનમાં જાય, અને તે વખતે જો તમે હેય-ઉપાદેયબુદ્ધિથી ભ્રષ્ટ થયેલા હો, તો તે મિથ્યાત્વમાં જાય. સંવેગની હાજરીમાં જે ભૌતિક સુખની માંગણી છે તે નિદાનમાં જાય. હેય-ઉપાદેયની બુદ્ધિ જાગ્રત હોય તો તે નિદાનશલ્ય ન કહેવાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીને નિદાનશલ્ય છે, જયારે દ્રૌપદીને ખાલી નિદાન છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વભવમાં દીક્ષાકાળમાં અતિ દુષ્કર એવું તપ આરાયેલ છે. તેવા વખતે સનકુમાર ચક્રવર્તીની પત્ની વંદન કરે છે ત્યારે, તેને તેના માથાની લટના વાળનો સ્પર્શ થઇ જાય છે. તેમાંથી તેમને વિકાર પેદા થાય છે અને બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે, અને પછી નિદાન કરે છે કે મારા આ તપના પ્રભાવે મને ભાવિમાં ચક્રવર્તીપણું મળે, જેથી હું પણ આવી પત્નીનો સ્વામી બનું. (ચક્રવર્તીની પત્નીનાં દેહના એક એક અંગ અત્યંત કામુક હોય છે. તેના વાળના સ્પર્શથી પણ વિકાર સંભવી શકે, જો આત્મા જાગ્રત ન હોય તો). સભા-અમારે દોષ (ક્રોધ) કાઢવા માટે ગુણ(ક્ષમા)નું સેવન કરાય? સાહેબજી:- હા, તમારે દોષો કાઢવા ગુણનું સેવન કરાય; પણ પાછું જોવું પડે કે દોષો કેમ કાઢવા છે? જેમ કે ક્રોધ શું કામ કાઢવો છે? Heart attack (હૃદયનો હુમલો) ન આવે માટે? ધાતુક્ષયના રોગથી પીડાતા દર્દીને બ્રહ્મચર્ય પાળવું જોઇએ માટે તે પાળે, તો તેણે ધર્મ કર્યો ન કહેવાય; જેમ તમે ધંધામાં ચાર કલાક ભૂખ્યા રહો માટે તમારે તપધર્મ થયો તેમ ન કહેવાય. આમ તો તમે સંસારમાં કેટલું વેઠો છો? માટે દરેક ગુણસેવનમાં તપાસો કે તે હેતુથી-સ્વરૂપથી-અનુબંધથી કઈ રીતે છે? ખાલી હેતુથી કે સ્વરૂપથી ગુણનું સેવન હોય તો તે ગુણનું સેવન સંસારાનુબંધી થશે. જેમ જીવદયા પાળો, ભગવદ્ભક્તિના પરિણામ હોય, પણ શાસ્ત્રકાર પૂછે કે અનુબંધ શું છે? મોક્ષ સાથે કાર્યકારણભાવ છે? કાર્ય અને કારણ એકબીજા સાથે જોડાયેલાં છે, નક્કી જ છે કે આમ કરો તો આમ જ થાય. અહીંયાં કોઇનું રાજ ચાલતું નથી. ભગવાન મહાવીરે પણ કહ્યું કે મેં પણ નિદાન ખોટું કર્યું તો મારે પણ તેના ફળરૂપે સાતમી નરક સુધી જવું પડ્યું. પહેલાં વાસુદેવ થયો, પણ પછી શું? સાતમી નરક જ ને ? આમ જ ને? Page #152 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૪૧ સભા- મુગ્ધ જીવો બ્રાન્તિથી કોઈ ક્ષતિયુક્ત ધર્મ કરે તો તે તેનો ધર્મ કેવો? સાહેબજી:- કરે છે તેનો તેને આગ્રહ છે કે નહિ? કષાયપરિણામ તેમાં ભળેલો છે? જે અનભિનિવિષ્ટ મુગ્ધ છે તે ખોટું કરે તો પણ તે મુગ્ધ છે, તે તેનો Plus-point(જમા પાસું) છે. મુગ્ધ જીવ કેવો હોય તો કહે છે કે એકદમ સરળતે ૫૦ વર્ષથી અમુક રીતે ધર્મ કરતો હોય, પણ તેને સમજાવવામાં આવે કે તેમાં આટલી ક્ષતિ છે, તો તે તરત સુધારી લેવા તૈયાર હોય. તમે કેવા છો? તમને ખબર પડે પછી પણ તમે સાચી વાતનો સ્વીકાર કરો ખરા? જયારે મુગ્ધ તો સ્વીકાર કરે કે “મારી ભૂલ થઈ ગઈ છે.” મુગ્ધને ભ્રાન્ત કરવામાં આવ્યો હોય માટે તે તે રીતે કરે છે, માટે ત્યાં દોષ તો ભ્રાન્ત કરનારનો માન્યો છે. અમે તમારી પાસે ગુણનું સેવન માંગીએ અને તેનું પરિણામ(ફળ) પણ બરાબર જોઇએ. જેમ કે ધર્મ સારી રીતે કર્યો હોય પણ કર્યા પછી જો નિદાન-નિયાણું અવળું કરો તો તે સેવેલ ધર્મનું ફળ અવળું મળે છે. તે મુગ્ધ જીવે ભલે ક્ષતિયુક્ત ધર્મનું સેવન કર્યું હોય, પણ તેનો સ્વભાવ સરળ હોવાના કારણે સુગુરુનો યોગ થતાં તે બધી બગડેલી બાજી સુધારી લેવાનો. માટે બધું અધ્યવસાય પર આધાર રાખે છે. ધર્મમાં બોલબાલા અધ્યવસાયની જ છે. યોગની પૂર્વસેવા કે જેનાથી જીવ યોગમાર્ગને પામે છે, તેમાં પણ પરિપુવિજય માંગ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ લખ્યું કે વ્યવહારનયથી સકામનિર્જરા અપુનબંધકથી ચાલુ થાય છે અને પુણ્યાનુબંધી પુણ્ય પણ ત્યાંથી જ ચાલુ થાય છે. અપુનબંધક અવસ્થાવાળો જીવ એમ ને એમ બેઠો હોય તો પણ તેની વિચારધારા કેવી હોય ! તે એકાન્તમાં પડેલ હોય પણ તેની વિચારણા અનેકાન્ત તરફની હોય, માટે તે સમકિત તરફ જઈ રહ્યો છે. ખોટામાં પણ તેને સાચા તરફ જવાની ઇચ્છા છે. જે આગ્રહથી એકાન્તને પકડે છે તેને મહામોહનો ઉદય છે, તેને નિયમા મિથ્યાત્વ છે; જયારે અનેકાન્ત તરફની રુચિવાળો જીવ સમકિત તરફ જઈ રહ્યો છે. યોગની દષ્ટિમાં કાંઈ આપમેળે અવાતું નથી. શ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું કે, અન્ય ધર્મમાં જે વાત જે નયથી સાચી હોય તેનો તે નયથી જે સ્વીકાર કરતો નથી, તે તીર્થની આશાતના કરે છે. જયાં Negative approach (નકારાત્મક અભિગમ) હોય ત્યાં તે રીતે, અને જયાં Positive approach (હકારાત્મક અભિગમ) હોય ત્યાં તે રીતે જોવાનું આવે. ત્યાં દેખાતી સમતામાં પણ મિથ્યાત્વ હોય છે. ભગવાને લખ્યું કે વ્યવહારનયથી પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વષ પણ મોક્ષનું કારણ છે. જે (૧) પરિપુવિજયઃ કામ, ક્રોધ, લોભ, માન, મદ(મત્સર) અને અસૂયા(ઇર્ષા). આત્માના આ છ દુશ્મનો ઉપર વિજય તે પરિપુવિજય. (૨) યોગની દૃષ્ટિ શાસ્ત્રોમાં યોગની આઠ દૃષ્ટિની વાત આવે છે. તેના નામ: મિત્રા, તારા, બલા, દીકા, સ્થિર, કાંતા, પ્રભા, પરા. વિશેષ માહિતી માટે પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નું યોગદષ્ટિસમુચ્ચય' પુસ્તક જોવું. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આશ્રવ અને અનુબંધ પ્રાવચનિક હોય તેને જે જગ્યાએ જે રીતે જેનું ખંડન કરવું પડે, તે કરવું જ પડે. પ્રવચનકારને દુશ્મન ના હોય તેવું બની શકે જ નહિ, પણ પ્રાવનિકને તેની પ્રત્યે ભાવદયા-કરુણા જ હોય. જે સદ્ગુરુ પ્રત્યે દ્વેષી હોય તેના પ્રતિ ભગવાનના ભક્તને દ્વેષ હોય જ, ભક્ત માટે તે ગુણ છે. જેને સંસારમાં સન્માર્ગની સ્થાપના કરવી હોય તેને તો વિરોધ વચ્ચે જ જીવવાનું આવે. તે લડત આપ્યા કરે અને સ્થાપના કર્યા કરે. તેણે સિંહની જેમ જીવવું પડે. માર્ગની સ્થાપના કરવી તેમાં કાંઇ લાડવા ખાવાના નથી, પણ જુત્તાં ખાવાની તૈયારી રાખવી પડે. ખુદ ભગવાનની પણ પાખંડીઓ રોજ ઠેકડી ઉડાડતા હતા, છતાં ભગવાને બધાનું ખંડન કર્યું છે. માટે અમારે પણ સન્માર્ગની સ્થાપના કરવી હોય તો અમારે જંગની વચમાં જ જીવવાનું આવે. ધર્મક્રિયામાં પ્રભુએ જ પાંચ ભેદ શું કામ કરી આપ્યા ? ખાલી ધર્મ કરો એમ ન કહ્યું, પણ આવો ધર્મ કરો તો વિષક્રિયા થશે, આવો ધર્મ કરો તો ગરલક્રિયા થશે અને આવો ધર્મ કરો તો સંમૂકિમક્રિયા થશે તેમ કહ્યું. આ ત્રણે પ્રકારના ધર્મ સંસારનું કારણ બનશે. માટે આવી ક્રિયાને બંધ કરવાનો પણ પ્રભુનો જ આદેશ છે. તદ્ભુતુ અને અમૃતક્રિયાનો જ આગ્રહ રાખવાનો કહ્યો છે. જેને સાધના કરવી છે તેને ચોક્કસ માર્ગ બતાવવા ભગવાન કરુણાબુદ્ધિથી કહે છે. સાધનાના ત્રણ કિલ્લા ભેદવાના છે. (૧) વિષયકષાયનો પહેલો કિલ્લો, (૨) અન્ય ધર્મના પાંખડીઓ-સંન્યાસીઓનો બીજો અને (૩) સ્વધર્મમાં યાને કે અહીં રહેલા, ભગવાને બતાવેલા સાધુના વેશમાં રહેલા પાખંડીઓનો ત્રીજો કિલ્લો છે. જે આ ત્રણેય કિલ્લાનું ઉલ્લંધન કરે તે જ મોક્ષે જાય છે. ભગવાને પોતાના સાધુઓનો પણ બચાવ નથી કર્યો. માટે તમે એમ તો કહેતા જ નહિ કે સાહેબ, અમને કાંઇ ખબર પડે નહિ, અમે કાંઇ જાણીએ નહિ. તમે સંસારમાં આમ કહો તો ચાલે ખરું ? માટે આ ક્ષેત્રમાં પણ તમારે તૈયાર થવું પડે. બધું જાણવું પડે, ઓળખતાં પણ આવડવું જોઇએ. સભાઃ– સાહેબજી ! અમારાથી તટસ્થ નથી રહેવાતું સાહેબજી:- “દષ્ટિરાગ દૃઢ બંધન બાંધ્યો...'' જીવ ત્યાંથી નીકળી યાને ત્રણ કિલ્લા ભેદી દૃષ્ટિરાગમાં ફસાઇ જાય છે. સભા:- દૃષ્ટિરાગનું લક્ષણ શું ? સાહેબજી:- જેના પ્રત્યે દષ્ટિરાગ હોય તેનામાં ખામી હોય છતાં તેને તે ખામી દેખાય (૧) પ્રાવચનિક : વર્તમાન શ્રુતના અર્થના પારગામી અને તેનું યથાર્થ રીતે લોકો સમક્ષ રજુ કરવાની શક્તિ ધરાવનાર મહાત્મા. Page #154 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૪૩ નહિ, જ્યારે તેના વિરોધીમાં રહેલા ગુણમાં પણ તેને ખામી દેખાય. સ્વધર્મમાં પણ દૃષ્ટિરાગ છોડવો પડે. પોતાના ગુરુમાં રહેલા ગુણ-દોષની પરખ કરવાની અને વિવેક કેળવીને દૃષ્ટિરાગ ન થઇ જાય તેની કાળજી રાખવાની. ગુરુ નિઃસ્પૃહ, નિર્ભીક અને સત્યવાદી હોય અને તમે ઓળખી ન શકો તેવું બને ખરું ? આવા ગુરુને સન્માર્ગ સિવાય કોઇની પડી જ નથી હોતી. તેઓની પાસે મોટો ચમરબંધી આવે તો પણ તેના ગમાઅણગમાદિની ચિંતા કર્યા વગર સત્ય ઉપદેશ આપશે. તમારે બધે ગુણ-દોષનો વિવેક કરવો પડે. વ્યક્તિને બરાબર ઓળખવી પડે. સંસારમાં બુડથલ થઇને ફરો છો ખરા ? ત્યાં વ્યક્તિને ન ઓળખો તો ડફણાં જ પડે ને ? પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા ખરા અર્થમાં પ્રાવચનિક છે. સામે દુશ્મનોની ફોજ ખડી હોય છતાં જરાય ભય પામતા નથી. “શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ નવ ઘટે, તસ ભવ અરટ્ટમાલા'' (શુદ્ધપ્રરૂપણારૂપ ગુણની પ્રાપ્તિ વિના ચાર ગતિમાં પરિભ્રમણરૂપ રેંટ ઓછી ન થાય.) શુદ્ધ પ્રરૂપણાથી સંસારના આખે આખા ભવો કપાય છે. સાધુને ‘“સમોન્દ્’’(હું શ્રમણ છું) તે ભાવ પાવરફુલ જોઇએ. શ્રાવક પણ પોતાના ધર્મમાં ગાજતો હોય. મયણાએ શું કામ કર્યું છે ? સંસારર્દષ્ટિએ તો તે જે ડાળી પર બેઠી છે તે ડાળીને જ તેણે કાપી છે. કેમ કે તેને માટે ભગવાને સ્થાપેલા ધર્મના સિદ્ધાંતોને ઠેસ પહોંચે તેવું તે વર્તી ન શકે, તેવું કોઇનું વર્તન તે સહન પણ ન કરી શકે. સમકિતીના અધ્યવસાયની ધારા જ જુદી હોય. માટે જ તેને પ્રતિસમય અસંખ્યાતગુણ નિર્જરા કહી છે. શુદ્ધ પ્રરૂપણા કરવી તે દર્શનાચાર છે. મોક્ષમાર્ગ જ્ઞાનથી ચાલે છે તેમ નિશ્ચયનય માને છે અને વ્યવહારનય ક્રિયાથી મોક્ષમાર્ગ ચાલે છે તેમ માને છે. તમારા મન-વચન-કાયાના યોગ કેવા છે ? ગુણ કેવા છે ? પૂજા કરો છો ? પણ તે બધું સંસારાનુબંધી હશે તો તેની કિંમત નથી. મોક્ષાનુબંધી ગુણની જ કિંમત છે. નિદાન આચારથી ભ્રષ્ટ કરે છે અને નિદાનશલ્ય બુદ્ધિથી ભ્રષ્ટ કરે છે. દ્રૌપદીને નિદાનથી બંધાયેલું કર્મ છે ત્યાં સુધી તે તેને ચારિત્ર લેવા ન દે. સભા:- પાંચ પાંચ પતિ જેના છે તે દ્રૌપદીને સતી કેમ ગણવી ? સાહેબજીઃ- તેને કર્મ નિકાચિત છે માટે તેની આ સ્થિતિ છે. ત્યાં કર્મને પ્રધાનતા આપી છે અને પાંચ પતિવાળી તેને સતી તરીકે સ્વીકારી છે. અગાઉ જણાવેલ તેમ દ્રૌપદીએ પૂર્વભવમાં દીક્ષા લીધેલી અને સુંદર ચારિત્ર પાળી રહેલાં, તેમાં કોઇ વેશ્યાને પાંચ પુરુષો દ્વારા સેવાતી જોવાઇ જતાં ઉત્પન્ન થયેલ વિકારના કારણે નિયાણું કરેલ, કે મને મારા આ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આશ્રવ અને અનુબંધ ચારિત્રના પ્રભાવે ભાવિમાં પાંચ પતિ મળો. તે તેનું નિયાણું આ દ્રૌપદીના ભાવમાં ઉદયમાં આવ્યું છે. દ્રૌપદીના ભાવમાં કાંઈ તેને પહેલેથી પાંચ પતિ કરવાની ઇચ્છા નહોતી. સ્વયંવરમાં પસંદગી તો તેણે એકની જ કરેલી અને વરમાળા પણ એકના જ કંઠમાં પહેરાવેલી, પરંતુ પૂર્વના કરેલા નિયાણાના પ્રભાવે પાંચેના કંઠમાં વરમાળા આવે છે અને તે રીતે તે પાંચ પાંડવોની પત્ની બનેલી. જ્ઞાની ભગવંતો કહે છે કે, તું બીજાનું હિત કે અહિત જે પણ કંઈ કરે છે, તે તારા આત્મામાં જ થાય છે. આ રીતે પણ વિચાર કરીને તૈયાર થાઓ તો પાંચેક વર્ષે પણ તમારું ઠેકાણું પડે. તમારે આ પ્રકૃતિ પુરુષાર્થથી ઘડવાની છે. પહેલાં તો તમને તમારા ધર્મની વાતોની Appeal(અસર) થવી જોઇએ. Appealનો અર્થ શું? કે જે તમારામાં પરિવર્તન લાવે તે જ. અપીલ થાય તો પુણ્યાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય આમ, ચારે ભેદે જે બધો ધર્મ-અધર્મબતાવ્યો છે, હેતુ સ્વરૂપ-અનુબંધની જે વિચારધારા મૂકી છે, તે બધું અક્કલથી વિચારવાનું ચાલુ થાય; અને તે બેસતું જાય એટલે ખબર પડે કે શાસ્ત્રકારોએ કેટલું ઊંડાણથી બધું બતાવ્યું છે! હવે અપુનબંધકને કર્મની લઘુતા એવી થઈ જાય છે કે, તેને ફુરણા જ એવી થાય અને સાથે સામગ્રી પણ એવી જ મળે કે જેથી પ્રાયઃ કરીને તે ધીરે ધીરે આગળ વધતો જાય. દ્વાદશાંગીના ઉપદેશને લાયક કોણ? તો કહે વ્યવહારનયથી અપુનબંધક અને નિશ્ચયનયથી 'પટુબુદ્ધિવાળો સમકિતી. સભા - ગુણ સેવતા હોઈએ ત્યારે પણ કષાયો આવી જાય અને કર્મબંધ કરાવે ? સાહેબજી:- હા, કષાયો એવા છે કે પહેલાં તો તે તમને ધર્મ જ ન કરવા દે. તમે છટકીને ધર્મ કરો તો તે તમારા ધર્મને વિકૃત કરી નાંખે. નિદાનબુદ્ધિ આનુષંગિકહશે તો તે ધર્મને નબળો કરે અને જો તે મુખ્યરૂપે હશે તો ધર્મથી ભ્રષ્ટ કરે. દા.ત. દાન કરે અને તેને માનકપાય આનુષંગિકપણે ઘૂસે તો તેના ધર્મને નબળો કરે. પાંચમા ગુણસ્થાનક સુધી માનકષાય સંભવિત છે. આમ, કષાયો તમને ધર્મ કરવા જ ન દે, ધર્મ કરો તો તે તમારા ધર્મને કાં વિકૃત કરે કાં નબળો કરે; અને કર્યા પછી ધ્યાન ન રાખો તો પણ દાટ વાળી દે. શાસ્ત્રમાં કષાયોને પિશાચ(રાક્ષસ)ની ઉપમા આપી છે, અગ્નિની ઉપમા આપી છે. વિષયોથી કર્મબંધ થાય પણ ખરો અને ન પણ થાય, દા.ત. અપ્રમત્ત મુનિઓને વિષયો કર્મબંધ (૧) પટુબુદ્ધિ શીધ્ર બુદ્ધિવાળો, સાનમાં સમજે તેવો, સહેજ વાતની શરૂઆત થાય અને આખી વાત સમજી જાય. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ આશ્રવ અને અનુબંધ કરાવી શકતા નથી. વિષયોથી કર્મબંધ એ વ્યવહારનયનું વચન છે, જ્યારે નિશ્ચયનય કહે છે કષાયોથી કર્મબંધ છે. એટલે એનો અર્થ એ થયો કે કષાયો ઉદયમાં આવે એટલે કર્મબંધ થાય જ. સભા - વિષયો સેવતાં આસક્તિ હોય છે, પણ કપાયો ન હોય તો? સાહેબજી:- તમે જે આસક્તિ બોલ્યા તે કપાય જ છે. આસક્તિ એટલે તીવ્ર રાગ, અને રાગ-દ્વેષમાંથી જ કષાયો પેદા થાય છે. ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ-આસક્તિલોભ પડ્યાં છે, તેમાંથી નોકષાય અને કષાયોનો ઉદય થાય છે. અપુનબંધક પાસે વિષયોની તીવ્ર આસક્તિનો ત્યાગ માંગ્યો છે, સમકિતી પાસે વિષયોની આસક્તિમાત્રનો ત્યાગ માંગ્યો છે, જ્યારે મુનિ પાસે વિષયોમાં રતિ-અરતિનો ત્યાગ માંગ્યો છે. યોગની દષ્ટિ માટે મિથ્યાત્વમોહનીયના ઉત્કૃષ્ટ રસનો નાશ માંગ્યો છે. ધર્મમાં ચાર પ્રકારે શુદ્ધિ માંગી છે.આશયશુદ્ધિ, નિદાનશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. આ બધાની જેટલે અંશે ત્રુટિ તેટલું ફળ ત્રુટક મળે. તમારો ધર્મ Defective (ખામીવાળો) તો તેનું ફળ પણ Defective, બધું કાર્યકારણભાવ સાથે છે. માટે સ્વરૂપથી ગુણ હશે પણ આશય અશુદ્ધ હશે, તો તે સાનુબંધ નહિ બને. સાનુબંધ ગુણો જ મોક્ષનું કારણ છે, નિરનુબંધ નહિ. સભાઃ- આશયશુદ્ધિ હોય તો અનુબંધ અશુદ્ધ હોઇ શકે ? સાહેબજી:- તત્ત્વથી આશયશુદ્ધિ ન આવે ત્યાં સુધી અનુબંધ પાપનો પડવાનો. તમારી કક્ષામાં પણ તમે આવી રીતે પડતા અવળા અનુબંધને મંદ તો જરૂર કરી શકો. ઓઘથી આશયશુદ્ધિ આવી હોય તેને પણ અનુબંધ પાપનો પડે, પણ તે તેનો અનુબંધ મંદ પડશે. અનુબંધ શું ચીજ છે? તું વર્તમાનમાં જે કર્મ બાંધે છે તે કર્મમાં ભવિષ્યમાં જે કર્મ બંધાવવાની પ્રજનનશક્તિ પડી છે તે અનુબંધ છે. કર્મ બંધાવવાની તાકાત જો પ્રબળ પડી હોય તો તે તમારી હૂસ કાઢી નાંખશે, પણ જો મંદ હશે તો તમે તેની સામે થોડું Struggling(સંઘર્ષ) કરશો તો સારું કરાવી શકશો. માટે અપુનબંધકમાં જેટલો વિવેક હશે તે પ્રમાણે તે કરી શકશે. કારણ આ ભૂમિકામાં બીજો કોઈ વિકલ્પ નથી. જીવનું અને સામગ્રીનું બળ કામ કરે તો અશુભ અનુબંધનું પણ થોડું ઠેકાણું પડી શકે, અશુભ અનુબંધ મંદ થઈ શકે. સભા- સમકિતીનું પણ પતન થાય? તે અનુબંધમાં ફેરફાર કરી શકે ? સાહેબજી:- સમકિતી અનુબંધમાં ફેરફાર કરી શકે. સમકિતી અનુબંધમાં એવા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આશ્રવ અને અનુબંધ ફેરફાર કરે કે અશુભને શુભમાં ફેરવી નાંખે. ઘણીવાર તેની શક્તિ કરતાં વધારે કર્મનો બોજો આવે તો તે પણ સહન ન કરી શકે તેવું પણ બને. તે બળવાન કર્મો તેને પાડી પણ દે. સમકિતીનું જો પતન થાય તો સમજવાનું કે તે કર્મના કારણે જ છે. આમ તો તે કર્મોની સામે Struggle(સંઘર્ષ) કર્યા જ કરે, લડત આપ્યા જ કરે, પણ કર્મ પ્રબળ હોય તો તે તેને પણ પછાડી દે. સમકિતી પણ સંસારમાં તો શત્રુના ઘરમાં જ બેઠો છે ને? તેને જાગ્રત રહેવું જ પડે. પ્રમાદ ન ચાલે. સમકિતી પડે તો તેની પાસે રહેલ સમ્યક્વમોહનીયનું મિથ્યાત્વમોહનીયમાં પરિણમન થાય. એટલે શું થાય ? મેળવેલું બધું જાય ને? તમે પણ શત્રુના ઘરમાં બેઠા છો, માટે તમે જરા નબળા પડો એટલે કર્મ હલ્લો કરે. તમે ઢીલા પડશો તો કર્મ તમારા માથે ચડી બેસશે. આમેય કર્મને મૂર્ખ માણસો વધુ પસંદ છે. તત્ત્વના અજ્ઞાનથી જ સંસાર જીવે છે. તમે ભૌતિક ક્ષેત્રે ગમે તેટલા પારંગત થયા હોય, વિધવિધ ક્ષેત્રે Specialisation (વિશેષજ્ઞતા-વિશેષતા) પ્રાપ્ત કર્યું હોય, જેમ કે કોઇ સી.એ. થયો, કોઇ સી.એસ. થયો, કોઈ ડૉક્ટર થયો હોય, કોઈ એંજીનીયર, કોઈ કોઈ વિષયમાં પી.એચ.ડી. વગેરે થયા હોય, પણ બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન સિવાય તે બધું નિરર્થક છે. આર્યરક્ષિતની માતા તેને શું કહે છે? “તારી આ ૧૪ વિદ્યાનું ફળ તો દુર્ગતિગામી છે.” આ વાક્ય કોણ બોલી શકે? તેની માતા સમક્તિી છે, માટે તેને આ સત્ય સમજાય છે. સમકિતી માતા તેના દિકરાને ખવડાવે, પીવડાવે તે બધું તે માતા માટે મોક્ષનું કારણ છે. અધિકારીભેદથી ફળભેદ છે. સમકિતીનો તમામ ધર્મ મોક્ષગામી હોય છે. તેની રુચિ કેવી હોય? સમકિત પામવાના ત્રણ તબક્કા છે : (૧) પહેલાં તમને તત્ત્વની રુચિ થવી જોઈએ, પછી (૨) તત્ત્વનિર્ણય થાય અને પછી (૩) તત્ત્વનો પક્ષપાત થાય, તો સમકિત આવે. સભા- અમને ઓળથી રુચિ છે. સાહેબજી – ઓઘથી રુચિ છે, પણ સામે કર્મનું બળ કેટલું છે તે જોવું પડે. સમકિતી પણ જો જરા નબળો પડે તો તે કર્મ તેને ફેંકી દે તેમ છે. તો પછી તે વખતે તમારી ઓઘની રુચિ સામે કર્મ શું ના કરી શકે? તમને કષાયો મિત્ર લાગે છે, પણ કષાયો તો ચોર છે. સભા- ઓઘથી રુચિ એટલે? સાહેબજી:- જેમ શાસ્ત્રીય નૃત્ય ચાલતું હોય તો તે ઘણાને ગમે, પણ તે સમજે કાંઇ નહિ. જેમ તમને પોપ મ્યુઝીક ગમતું હોય છે, પણ તેમાં સમજ કેટલાને પડે? કારણ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ આશ્રવ અને અનુબંધ અનાદિકાળની વાસનાને લીધે ગમે છે, વાસનાને બહેકાવે છે, ભૌતિક ગુણ-દોષની પરખ નહિ છતાં આકર્ષણ છે; તેમ અહીં તત્ત્વની સમજ ન હોય પણ અંદરથી ધર્મ ગમે તે ઓઘથી રૂચિ છે. પણ આવી રીતની રુચિવાળો હોય મુગ્ધદશામાં, પછી આગળ વધતાં વિકાસ થાય. આમ, ઓઘદશાવાળાને વિશેષ બોધ નથી, સમજ વગરનું ધર્મનું ખેંચાણ હોય છે. મહારાજ કહે છે માટે ગમે છે. અંદરથી ભદ્રક પરિણામી હોય, અંદરથી ધર્મ કરવાનું સારું લાગે તે ઓઘથી રુચિ કહેવાય. આવી રીતે ઘણા ઓઘથી સંસાર છોડીને દીક્ષા લેતા હોય છે અને પછી શ્રુતજ્ઞાનની સહાય વડે ઓધશ્રદ્ધાને તત્ત્વશ્રદ્ધામાં ફેરવી શકે છે. સભા- આ ખેચાણમાં પૂર્વકૃત સાધના કારણરૂપ હશે? સાહેબજી:- હા, જન્માન્તરમાં જેણે જે રીતની આરાધના કરી હોય તે રીતનું તેને ખેંચાણ હોય એવું પણ બને છે. તમે સંસારની સાધના કરી છે ખરું ને? માટે તમને સંસારનું ખેંચાણ છે. Driving force(પ્રેરક બળ)થી સાધના કરતાં કરતાં પરલોક સિધાયા તો શુરિન શ્રીમતાં દેવો ભ્રષ્ટ: પ્રજ્ઞા” (પૂર્વભવમાં આયુષ્ય પૂર્ણ થતાં યોગ સાધના જેની અપર્ણ છે તેવા યોગભ્રષ્ટ જીવો પવિત્ર શ્રીમંતોના ઘરમાં ઉત્પન્ન થાય છે.) જયાં ધર્મની વિપુલ સાધનસામગ્રી ઉપલબ્ધ હોય. યોગસાધનાની તાકાત ઘણી છે. જેમ ભગવાન યોગની સાધના કરે છે તે યોગની તાકાત કેટલી? ભાવધર્મનું સાક્ષાત્ ફળ તત્કાળ ચિત્તપ્રસાદ અને પરંપરાએ મોક્ષ અને આનુષંગિકપણે પુણ્યાનુબંધી પુણ્ય. ચિત્તપ્રસાદ ભાવથી મળે છે, કેવળ દ્રવ્યથી નહિ. પરિણામથી ચિત્તપ્રસાદ આવે છે. માટે શાસ્ત્રમાં લખ્યું “સામાયિક તે આત્મા” અને “આત્મા એ સામાયિક” મિથ્યાત્વી અંદરથી Bind(આંધળો) છે, જયારે સમકિતીને આંતરચક્ષુ ખુલ્લાં છે. જેને વિષયકષાયમાં પીડાનો અનુભવ ન થાય, તે નિયમા મિથ્યાત્વી છે. પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિજી લખે છે કે જે યોગમાર્ગ પર ગોઠવાય છે, તે જ્યાં સુધી મોક્ષે ન પહોંચે ત્યાં સુધી તેની તમામ જવાબદારી ધર્મલઈ લે છે. ભૌતિક ક્ષેત્રમાં તેને ક્યાં જન્મ આપવો, કેવી સામગ્રી મેળવી આપવી, વગેરે બધી જવાબદારી ધર્મ લઈ લે છે. માટે લખ્યું, જે ધર્મના શરણે જાય છે તેને અન્ય કોઈના શરણની જરૂર નથી. નિશ્ચયનયથી તો કોઈ પણ ભૌતિક વસ્તુની પ્રાપ્તિ પણ કર્મને જ આધીન છે. ધર્મમાં તાકાત કેટલી છે ! બધે પાછો કાર્યકારણભાવ છે, તર્કબદ્ધ છે, પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે છે. આત્મા, આત્માનું સ્વરૂપ, તેનાં લિંગો, તેનાં લક્ષણો, આ બધાનું વર્ણન દ્રવ્યાનુયોગમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આશ્રવ અને અનુબંધ આવે; તેમ ચરણકરણાનુયોગમાં ચારિત્રનો આખો માર્ગ પીરસેલ છે. બધું તર્કથી પુરવાર કરી બતાવ્યું છે. બાકી પ્રત્યક્ષથી જોવા માટે તો કેવળજ્ઞાન જોઇએ. ધર્મમાં કષશુદ્ધિ છેડશુદ્ધિ અને તાપશુદ્ધિની વાત આવે છે. વિધિ-પ્રતિષેધ તે કષશુદ્ધિ, સાધક આચારસંહિતા તે છેદશુદ્ધિ અને દ્રવ્યાનુયોગમાંથી પસાર થવું યાને કે સાધક તત્ત્વજ્ઞાન તે તાપશુદ્ધિ છે. તાપશુદ્ધિ તે સૌથી અગત્યની છે. જો તાપશુદ્ધિ ન હોય તો કષ અને છેદશુદ્ધિની કોઈ કિંમત નથી. ચારિત્રાચાર કે બધી આચારસંહિતાનો આધાર શું છે? તો કહે વ્યવહારનયથી પદ્રવ્ય અને નિશ્ચયનયથી પંચાસ્તિકાય. પંચાસ્તિકાય પરથી ઘણી બધી વસ્તુ સમજીએ, તેની સિદ્ધિ-સ્વરૂપનું વર્ણન-લિંગ, લક્ષણો, તેને માનવા કે ન માનવાની યુક્તિઓ, માનવામાં ગુણ અને ન માનવામાં દોષ, આ બધું સમજવા કોશીશ કરો. તેને સમજવા તર્ક કરી ઊહાપોહ કરી બધું સમજો . આ પાયો છે. ચારિત્ર એ જીવનું સ્વરૂપ છે. તેના સાધકને તે ROLL2412 24 24241451 242LR21121234 647. You can borrow the knowledege from others but not ethics(તમે કોઇની પાસેથી જ્ઞાન ઉછીનું પ્રાપ્ત કરી શકો, નહીં કે સદ્વર્તન). પાલન તમારે જાતે જ કરવાનું આવે. કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી તર્ક પર Depend(આધારિત) થવું પડે. માર્ગસ્થ તર્કો તેને માટે મોક્ષનું કારણ બને. સમ્યક્શતની ઉપાસનાતે પરમાત્માની ઉપાસના છે, અને તે મોક્ષનું કારણ છે. સમ્યક્શતદ્વાદશાંગી તે કારણે જ પ્રભુએ આપી છે. તેનાથી જ જીવોનું કલ્યાણ છે. તમે સતત વિભાવદશામાં જ રાચતા હો છો. સોળ કષાયોએ તમારા મૂળ સ્વભાવને Seal(કુંઠિત) કરી નાંખ્યો છે. તમે મોટેભાગે આ સોળ કષાયોમાં જ રાચ્યા માચ્યા રહો છો. તે તમારું ભાવમરણ છે. એક મુહપત્તિનાપડિલેહણમાં પણ કેટલું significance(મહત્ત્વ) છે! એ પડિલેહણ કાંઈ એમ ને એમ નથી ગોઠવ્યું. તેના પચાસ બોલમાં કેટલું ભર્યું છે! સમજો તો માથું ડોલી જાય. એકે એક બાબત તર્કબદ્ધ ગોઠવી છે. તમે તો જૈન કુળમાં જન્મ્યા પણ તમને તેનું Appreciation (કદર-ઓળખ) નથી. તમે કાં ગતાનુગતિકપણે, કાં કુલાચારથી કરે રાખો છો. તમારા જૈન કુલાચારનો વિધિ-પ્રતિષેધ દર્શનાચાર ઉપર અવલંબે છે. આ ખાવાનું, આ નહિ ખાવાનું; આ પીવાનું, આ નહિ પીવાનું; આ બધું ભગવાને એમ ને એમ કહ્યું છે ? તમારા માટે ખાલી દર્શનાચાર હોવા છતાં પણ તેમાં નીચલા લેવલના Page #160 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૪૯ ચારિત્રાચારનો સમાવેશ થાય. તે તમે જેવા જન્મો એટલે તમને લાગુ પડી જાય. દા.ત. દેવ-ગુરુની વૈયાવચ્ચ, ચોવિહાર વગેરે આવે તે ચારિત્રાચારમાં જાય, પણ તે દર્શનાચાર સાથે સંબંધિત છે. આ તો નીચલા સ્તરની વાત છે. પછી આગળ વધો તેમ દેશિવરતિ અને સર્વવિરતિ આવે. આમ બધા વિધિ-પ્રતિષેધ મૂક્યા છે, જે પાળવાના આવે. તમને સંઘ બહાર ક્યારે મુકાય ? કે જ્યારે તમે દર્શનાચારથી પણ સર્વથા ભ્રષ્ટ થાઓ ત્યારે. ચારિત્રાચારથી ભ્રષ્ટ હોય તેને સંઘ બહાર ન કાઢી શકાય. જેના પદાર્થવિજ્ઞાનમાં, કર્મવાદમાં ત્રુટિ, તેના આચારમાં ત્રુટિ. તે ત્રુટિ બધે જReflect(પ્રતિબિંબિત) થવાની. બોધથી ધર્મ, તર્કથી ધર્મ, સમજથી ધર્મ પછી જ અનુભવજ્ઞાન. અનુભવજ્ઞાન જ નિશ્ચયનયથી મોક્ષનું કારણ છે. જ્યાં સર્વનય છે ત્યાં જ સ્યાદ્વાદ છે. જ્યાં સ્યાદ્વાદ છે ત્યાં સર્વજ્ઞતા છે. જે જિન છે તે સર્વજ્ઞ છે. LLLL * ગૃહસ્થના ધર્મમાં શુભક્રિયા પ્રધાન છે, માટે પુણ્યબંધ ઇષ્ટ છે, પણ મુનિ માટે પુણ્ય ઇષ્ટ નથી. મુનિ છઢે ગુણસ્થાનકે હોય, ત્યારે કુદરતી રીતે-સહજ રીતે તેને પુણ્ય બંધાય; તે પુણ્ય માટે પ્રયત્ન ન કરે. પુણ્યાનુબંધીપુણ્ય વ્યવહારનયથી ઉપાદેય છે કારણ કે તે પરંપરાએ મોક્ષનું કારણ છે. જેને વિરતિનો પરિણામ નથી તેને પુણ્યાનુબંધીપુણ્ય ન બંધાય. મુનિનું જીવન નિર્જરાપ્રધાન છે. સંસારમાંથી મોક્ષે જવા માટે ચારિત્ર સિવાય કોઇ વિકલ્પ નથી. કર્મબંધથી અટકવા માટે ચારિત્ર છે, આશ્રવના બધા કારણોને દૂર કરવાના અને સંવર– નિર્જરા સાધવાના છે. * પચ્ચક્ખાણ અનુપયોગથી તૂટે તો અતિચાર લાગે, તેને પચ્ચક્ખાણ ભંગ નથી ગણ્યું. અતિચારનો દોષ પચ્ચક્ખાણ જ ન લેવાના દોષ કરતાં ઘણો નાનો દોષ છે. પાપથી અટકવા અને સારા કામમાં જોડાવા પચ્ચક્ખાણ છે. * વ્યવહારનય અશુભથી નિવૃત્તિ પામો અને શુભમાં પ્રવૃત્ત થાઓ તેને ધર્મ કહે, જ્યારે નિશ્ચયનયની વ્યાખ્યા સૂક્ષ્મ છે, તે અધ્યવસાય પર કેન્દ્રિત થશે. દા.ત. ભોજનનો ત્યાગ–તપ તે વ્યવહારનયથી ધર્મ છે જ્યારે ભોજનના રસની ક્રમસર ક્ષીણતા કરવી તે નિશ્ચયનયથી ધર્મ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આશ્રવ અને અનુબંધ FGC - %D0 તા.૮-૧૧-૯૮, રવિવાર, કારતક વદ ૫. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઈ અનંતસુખમય એવા મોક્ષપદને પામે, તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. હવે ગ્રંથકાર મહર્ષિ, જીવને સંસાર પ્રત્યે ઉદ્દેગ ઉત્પન્ન થાય; તથા જે ધર્મસેવવા છતાં પણ તેનાથી તેનો સંસાર વિખેરાય નહીં પણ સંસાર ઊભો રહે છે, તેવા ધર્મ પ્રત્યે પણ ઉગ થાય; તેના માટે વ્યક્રમ કરીને, પહેલાં અશુભનું અને પછી શુભનું વર્ણન કરે છે. હવે પ્રશ્ન થાય કે જીવ જો ગુણનું સેવન કરે છે તો પછી તેનો સંસાર કેમ ઊભો રહે છે? તો ગ્રંથકાર કહે છે કે, ખાલી ગુણ સેવે તેટલા માત્રથી જીવનું ઠેકાણું પડતું નથી, પણ ગુણ જો સાનુબંધ હોય તો જ તે ગુણ ક્રમસર આગળ વધારતાં તેને છેક મોક્ષ સુધી લઈ જાય. આમ, માત્ર ગુણ નહીં પણ સાનુબંધ ગુણ જોઈએ. વ્યવહારનયથી દયા પણ મોક્ષનું કારણ બની શકે, પણ તે દયાનો ગુણ સાનુબંધ જોઇએ. સાનુબંધ એટલે વર્તમાનમાં તમે જે માત્રાકક્ષાની દયા સેવતા હો, તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવી તે. ધર્મમાં Extra-ઉમેરો થઈ જે પ્રાપ્ત થાય તેવો વૃદ્ધિગત ધર્મ જ ઠેઠ મોક્ષ સુધી લઈ જઈ શકે. સાનુબંધ ધર્મમાં Chain(હારમાળા) ચાલવી જોઇએ, અને તે રીતે કોઈપણ ગુણ ક્રમશઃ વૃદ્ધિ પામતાં પામતાં પરિપૂર્ણ કક્ષા સુધી લઈ જાય તો ઠેકાણું પડે. જેમ દયાથી મોક્ષ બતાવ્યો તેમ સમતાથી પણ મોક્ષ બતાવ્યો છે. તેમાં પણ શરૂઆતની સમતામાં ઉમેરો થતાં થતાં પરિપૂર્ણ સમતા આવે ત્યારે જ મોક્ષ થાય. સમતાથી મોક્ષ એ નિશ્ચયનયનું વિધાન છે, જ્યારે દયાથી મોક્ષ તે વ્યવહારનયનું વિધાન છે, પણ બંને નય ગુણ તો સાનુબંધ જ માંગે છે. સભા- વ્યવહારનયના ગુણો સાનુબંધ હોય તો નિશ્ચયનય કેમ ન માને? સાહેબજી:- વ્યવહારનય જુદા ગુણ માંગશે અને નિશ્ચયનય જુદા ગુણ માંગશે. નિશ્ચયનય કહેશે કે વ્યવહારનયના ગુણો ઉપચરિત ગુણો છે. આ એક પરિભાષા છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ આશ્રવ અને અનુબંધ વ્યવહારનયના ગુણો નિશ્ચયનય ન માને, પણ બેઉ નય ગુણ તો સાનુબંધ જ માંગશે, કારણ નિરનુબંધ ગુણ તો આવીને ભાગી જશે. વ્યવહારનય પ્રાથમિક કક્ષાનો છે. તદન સ્કૂલ ઉપચરિત વ્યવહારનય કહેશે કે સાત ક્ષેત્રમાં આપેલું દાન મોક્ષનું કારણ છે. સાત ક્ષેત્ર સુપાત્ર છે અને સુપાત્રદાન મોક્ષનું કારણ છે, જેમ કે આયંબિલ ખાતામાં દાન આપો તો પુણ્યબંધ માને. આનાથી વધારે આ નયની Range(કક્ષા-પહોંચ) નથી, એટલે તે ઉપચરિત વ્યવહારનય છે. આ નય તો દર્શાવેલા કારણમાં જીવને આગળ લઈ જવાની સંભાવના હોય એટલે તેને તેમાં ગોઠવી દે. જયારે તેથી ઉપરનો શુદ્ધવ્યવહાર નય તો પૂછે કે, જીવ દાન કરે છે પણ તે ભૂમિકાએ અપુનબંધક અવસ્થાને પામેલો છે? દાન સાથે પ્રશમાદિ-વિવેક વગેરે ગુણો ભળેલા છે કે નહીં? જીવ આ અવસ્થા અને ગુણોને પામેલો હોય તો જ શુદ્ધવ્યવહારનય તે દાનથી પુણ્યાનુબંધી પુણ્ય માને. ક્રિયામાં પ્રથમ ભળે તો જ અપુનબંધક જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે. આમ શુદ્ધવ્યવહારનય પુણ્યાનુબંધી પુણ્ય અપુનબંધકદશાથી માને છે, સાથે શુદ્ધવ્યવહારનય પરિણામ પણ માંગે છે. દ્રવ્યદાન કરતાં પણ વિવેક ગુણ છે કે નહિ? જેટલા અંશે વિવેક તેટલા અંશે તાત્ત્વિક પક્ષપાત, જેટલો તાત્ત્વિક પક્ષપાત તેટલે અંશે રુચિ આવશે અને જેટલા અંશે રુચિ આવશે તેટલા અંશે પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. શુદ્ધવ્યવહારનયતો Mater of fact(હકીકતમાં કે વાસ્તવમાં, શું છે, તે જુએ; જયારે ઉપચરિત વ્યવહારનયસંભાવનાને પણ સ્વીકારે. સભા:- તે (ઉપચરિત વ્યવહારનય) ભલો નય છે. સાહેબજી:- હા, તમને ફાવે તેવી છે. માટે જ તમને જૈન કહીએ છીએ ને ! વ્યવહારનયના પણ અસંખ્ય ભેદો છે. ધર્મમાં મન-વચન-કાયાના શુભયોગ હોય, છતાં પણ તે સંસારાનુબંધી હોઈ શકે. શુભયોગમાં આમ તો ગુણનું સેવન છે, છતાં તે સંસારાનુબંધી બની શકે. એકના એક ગુણનું સેવન સંસારાનુબંધી અને મોક્ષાનુબંધી બન્ને રૂપે પરિણમવાની સંભાવના ધરાવે છે. જો સંજ્ઞામાંથી ઉત્પન્ન થયેલો ગુણ હોય, યાને કે જો સંજ્ઞાએ ગુણનું સેવન કરવા પ્રેરિત કર્યો હોય, તો તે સંજ્ઞામાંથી ફલિત થયેલ ગુણ સંસારાનુબંધી થશે. આમ સગુણ પણ જો વિપરીત સંદર્ભમાં ગોઠવાયેલા હોય, તો તે સંસારાનુબંધી બને. દા.ત. આહાર સંજ્ઞાથી પ્રેરાઈ ધર્મ આદરે. સભા - આહારસંજ્ઞાની કઈ રીતે ખબર પડે ? Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આશ્રવ અને અનુબંધ સાહેબજી:- જેમ કે પુણ્યશાળી ગુરુની નિશ્રા પસંદ કરી તપાદિ ધર્માનુષ્ઠાનોનું સેવન કરે, જેમ જીવ દીક્ષા લે તે વખતે વિચાર કરે કે, જો પુણ્યશાળી ગુરુ પાસે દીક્ષા લઉં, તો આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર આદિની જોરદાર અનુકૂળતા મળશે. આમ આ રીતે પ્રેરાઈને કરાતો ધર્મ સંજ્ઞામાંથી ફલિત થયેલો ગણાય. સભા- સંપ્રતિરાજાના દૃષ્ટાંતમાં તેમ થયેલું? સાહેબજી:- ના, તેના ગુરુ પૂર્વધર હતા. તેમનો નિયમ અમને લાગુ ના પડે. આ વાતનો ખુલાસો આપ્યો છે. સંપ્રતિના જીવને તેનો ધર્મ વાસ્તવમાં સંસારાનુબંધી નથી થયો. તેમના ગુરુએ ઉપયોગ મૂકીને જોયું છે. જો તે ધર્મ (ચારિત્ર) સંસારાનુબંધી થવાનો હોત તો તેને દીક્ષા ન આપે; પણ તેમને જણાયું છે કે આ જીવ સારો છે, તેને હું આ રીતે Treat કરીશ(દીક્ષા આપીશો તો તેના પરિણામમાં ફેરફાર થશે. આ સંજ્ઞાથી લીધેલી પ્રવજયા તેના આત્મકલ્યાણના કારણરૂપે પરિવર્તન પામી છે. તેણે અનુબંધમાં ફેરફાર કર્યા છે. આપણે ત્યાં જૂનાં બાંધેલ કર્મમાં ફેરફાર થઇ શકે છે તેમ કહ્યું છે. કર્મ બંધાય છે ત્યારથી જ તે પરિવર્તનીય હોય છે. All possibilities are there(તેમાં બધી શક્યતાઓ છે), તેમાં ફેરફારનો Scope (અવકાશ) છે. અમારે ત્યાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ બંધ અને અનુબંધમાં ફેરફાર કેમ કરવા તેની આખી પદ્ધતિ બતાવી છે. જૂના બાંધેલા કર્મબંધ અને તેના અનુબંધમાં ફેરફાર થઇ શકે છે, માટે જ અમે તમને કહીએ છીએ કે ખરાબમાંથી વિરક્ત થાઓ, પાછા પડો, અને સારામાં પ્રવૃત્ત થાઓ. રુચિ પર અનુબંધનો આધાર છે. માટે રુચિ ફરે તો અનુબંધમાં ફેરફાર થાય છે. પુણ્યાનુબંધી બાંધેલું પુણ્ય પાપાનુબંધી પણ થઈ જાય. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીના જીવે પૂર્વભવના સંભૂતિ મુનિના ભવમાં, કે જેઓ ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે; પછી ચક્રવર્તીની સ્ત્રી દ્વારા તેમને થતા વંદન વખતે તેના માથાના વાળની એક લટનો સ્પર્શ થતાં આકર્ષણથી, હેય-ઉપાદેયની બુદ્ધિમાં ફેરફાર થાય છે; પછી મિથ્યાત્વશલ્યથી રુચિ વિપરીત થતાં પરિણામે પોતે બાંધેલા શુભ અનુબંધ અશુભ બન્યા છે. આવી જ રીતે અશુભ અનુબંધને શુભમાં પણ ફેરવી શકાય છે; પણ તમે ફેરફાર કરો તો થાય. જેમ કે આ મકાનમાં તમે કાંઈ ફેરફાર કરો તો થાય, નહિતર ૧૦૦ વર્ષે જેવું છે તેવું નાશ પામે. તમે મકાનમાં તો Renovation (નવીનીકરણ) કરાવે જ જાઓ ને ! મકાન પણ પુદ્ગલ છે અને કર્મ પણ પુદ્ગલ છે. કર્મ પણ બંધાય ત્યારથી જ એવું હોય છે કે તેમાં ઘણા ફેરફાર સંભવિત હોય. અનેક ફેરફારનો Scope already(અગાઉથી અવકાશ) તેમાં પડ્યો જ હોય છે. માટે જ સમકિતી આત્મા Page #164 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૫૩ બાંધેલા અશુભ અનુબંધોને શુભ કરી શકે છે. સમકિતી આત્માની રુચિમાં અને બુદ્ધિમાં ફેરફાર થયો હોય છે. અનુબંધમાં ફેરફાર કરવા અંદરનું ખરેખરું હૃદયપરિવર્તન માંગ્યું છે, ખાલી કોરી અનુમોદનાથી ન પતે, “કરે તેને ધન છે, ધન છે’’ તેમ હાથ જોડી બોલ્યા કરો તેથી ન વળે. આમ, મૂળમાંથી બુદ્ધિ ફરે અને Scope(અવકાશ) મળે તેમ, જેનામાં જેટલી શક્તિ હોય તેટલો તે કર્મમાં ફેરફાર કરી શકે છે. જો આત્મા પરિશુદ્ધ આજ્ઞાયોગમાં સ્થિર રહી શકે તો, ભયાનક અશુભ કર્મોનેનરકમાં લઇ જાય તેવાં, મિથ્યાત્વ પમાડી દે તેવાં કર્મોને-તે ઠેકાણે પાડી દે, તેમાં ફેરફાર કરી નાંખે. કર્મ બાંધ્યા પછી ભોગવવાં જ પડે, તે તો વૈદિકધર્મનું સૂત્ર છે; આપણે ત્યાં તો કહ્યું છે કે પ્રદેશોદયથી ભોગવવું પડે, વિપાકોદયથી ભોગવવું જ પડે તેવો નિયમ નહિ. કર્મને જો સંક્રાંત કરી દે, દા.ત. અશાતાવેદનીયકર્મને શાતાવેદનીયકર્મમાં સંક્રાંત કરી દે, તો પેલા (અશાતાવેદનીય)ને ન તો પ્રદેશોદયથી ભોગવવું પડે કે ન તો વિપાકોદયથી. આઠે કર્મમાં ફેરફાર અંગે આપણે ત્યાં ખૂબ લખાણ છે. તેને સમજો તો કર્મસત્તા સામે બાજી રમતાં આવડી જશે. પણ તેના માટે આખો જુદો વિષય લઇ ચર્ચા કરવી પડે. સભા:- પ્રદેશોદયમાં શું થાય ? સાહેબજી:- પ્રદેશોદયમાં યત્કિંચિત્ માલિન્ય હોય. જેમ કે તમે કારેલાંનો રસ પીઓ કે કરિયાતું પીઓ તો શું થાય ? રુવાંટાં ઊભાં કરી દે તેટલું તે કડવું લાગે. જ્યારે તમે તેને જરા સળી પર લઇને ચાખો તો કાંઇ રુવાંટાં ખડાં થાય ? ના, યત્કિંચિત્ કટુ લાગે. તેમ પ્રદેશોદયમાં અશુભ અનુભવ ખૂબ ઓછો કરાવે. જો કર્મમાં ફેરફાર થઇ જ ન શકતો હોય, તો કરણ-બરણ બધાં નકામાં થઇ જાય. કર્મ પુદ્ગલ છે, માટે જે પરિણામથી બંધાયાં છે તેનાથી વિપરીત પરિણામો કરો એટલે તેમાં ફેરફાર થાય જ. માટે પરિણામ શીખવીએ છીએ. તમે “અશુભમાંથી નિવર્તન અને શુભમાં પ્રવર્તન પામો તે ધર્મ” એવું વ્યવહારનયથી સૂત્ર છે. અશુભમાંથી નિવર્તન એ પણ ધર્મ, જયારે “શુદ્ધમાં પ્રવર્તન તે જ ધર્મ” તે નિશ્ચયનયનું સૂત્ર છે. વ્યવહારનયસાપેક્ષ એવા નિશ્ચયનયને સેવો. તમને પ્રવર્તન અને નિવર્તનની આ જે વાતો અમે કરીએ છીએ, તે તમારા આત્મકલ્યાણને સામે રાખીને કરીએ છીએ; કાંઇ નવરા બેઠા છીએ એટલે વાતો કરીએ છીએ તેમ નથી. પૂ. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે “ધર્મ પછી, પહેલાં તું સંજ્ઞામાંથી નિવર્તન પામ.’’ ધર્મ જોઇએ છે ખરો, પણ સંજ્ઞામાંથી ફલિત થયેલો ધર્મ જોઇતો નથી. જે ધર્મ કરો તેનું મુખ્ય પ્રેરક બળ શું છે, તે જોવું પડે. જો સંજ્ઞામાંથી ફલિત થયેલો ધર્મ હશે, તો તેને લાભ નહીં પણ ઊલટાનું નુકસાન થશે. સંજ્ઞા હોય અને સાથે ગુણનું સેવન ન હોય, તો વિનયરત્નની Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આશ્રવ અને અનુબંધ જેમ પાપાનુબંધી પાપ બાંધે. મુનિ વિનયરને લોભસંજ્ઞા કે ક્રોધસંજ્ઞાથી દીક્ષા લીધેલી છે. ૧૨-૧૨ વર્ષ સુધી કેવું સુંદર ચારિત્ર પાળ્યું છે ! સારામાં સારા આચાર પાળે છે. તેના ગુરુ પણ તેને પરિવારમાં ઊંચામાં ઊંચો સાધુ તે છે તેમ માનતા. તેવી છાપ તેણે ઊભી કરી છે. પણ તેણે દંભનો આશરો લીધો છે. અંદર તો રૌદ્રપરિણામ ભર્યા છે. સતત વિચાર્યા કરે છે, ક્યારે લાગ મળે ને રાજાને મારી નાંખ્યું. આમ રૌદ્રધ્યાનના પરિણામે નરકગતિ બાંધી રહ્યો છે. માટે શુભયોગો પણ સંસારાનુબંધી ન બને તે માટે કાળજી રાખવી જરૂરી છે. સાઇડમાં યાને કે આનુષંગિકપણે સંજ્ઞા તો ગુણસ્થાનકવાળાને પણ આવી શકે, તે જુદી વાત; અને સંજ્ઞાથી જ ધર્મ કરે તે જુદી વાત. મૂળમાં સંજ્ઞા ગોઠવાવી ન જોઇએ. સભા - વિનયરત્નને તેમના ગુરુ ઓળખી ન શક્યા? સાહેબજી:-Actors (નાટક/ચલચિત્રાદિના કલાકારો) કેવા મહામાયાવી હોય છે! Acting(અભિનય)માં પોતે રડે અને તમને રડાવે, પણ વાસ્તવમાં અંતરમાં તો તે હસતો જ હોય ને! તેમ જેની પાસે ભાવદર્શક અભિનયની રેખા-ઉપરેખાનું જ્ઞાન હોય, તે ગીતાર્થને પણ થાપ ખવરાવે. કારણ ગીતાર્થ પણ બાહ્યલિંગો-ચિહ્નો ઉપરથી જ નિર્ણય કરે ને ? અવધિજ્ઞાની-મન:પર્યવજ્ઞાની વગેરે પરિણામોને જોઈ શકે, અત્રે તેની વાત નથી. જેમ ખરા રાજકારણીની ઓળખ આપતાં કહ્યું કે તેના જેટલા ગુણ દેખાતા હોય તે દોષ સમજવા. હાથ મિલાવે ત્યારે પણ વિચારવું પડે કે પાછળથી ખોસી તો નહીંદેને? જેમ રાજકારણીના દેખીતા ગુણ પણ દોષ સમજવા, તેમ ખરા મુનિનાદેખીતા દોષ પણ ગુણ સમજવા. જેમ કે ગચ્છમાં સાધુને સારણા-વારસાચોયણા-પડિચોયણા કરે, તેમાં પડિચોયણામાં વખત આવે આચાર્ય શિષ્યને ઠોકી પણ દે, છતાં પણ તે મારવાની તેમની ક્રિયાથી તેમને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. આમ, દેખીતો દોષ, ગુણસ્વરૂપ પણ હોઈ શકે. આ વિનયરત્ન જે રીતે સાડા બાર વર્ષ સુધી રહ્યો, તેમ કાંઈ એમ ને એમ રહી શકાય ખરું? આમ તો અમારી જેમ સાધુની બધી જ આચારસંહિતા પાળે છે, બધી ક્રિયા સારામાં સારી રીતે કરે છે, અંદર હાડોહાડ વિપરીત પરિણામો પડ્યા હોવા છતાં કેટલી માયા કરી હશે ! આમ, અંદર પડેલા તેના વિપરીત-ક્લિષ્ટ પરિણામોને કારણે જ તે નરકગતિયોગ્ય કર્મો બાંધે છે. આમ, સંજ્ઞામાંથી ફલિત થયેલ ધર્મથી ઠેકાણું ન પડે; જેમ કે પરિગ્રહસંજ્ઞામાંથી ફલિત થયેલું દાન, ભય(અપયશાદિનો)માંથી ફલિત થયેલો ધર્મ, વગેરે. જયાં સુધી સાચો કાર્યકારણભાવ ન ગોઠવાય ત્યાં સુધી ધર્મ ફળ ન આપી શકે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરિજી જણાવે છે કે જેટલા પણ ગુણો સેવો, તેમાં નિર્વેદ અને સંવેગ ન ભળે તો તેની કોઈ કિંમત નહીં. નિર્વેદ અને સંવેગના અભાવમાં એક ગુણ સેવો કે હજાર Page #166 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૫૫ ગુણ સેવો, તે મોક્ષનું સાધન બની શકતા નથી. બધા ગુણોને મોક્ષસાધક બનાવનાર આ બે પાયાના ગુણો છે. નિર્વેદ સંસારબીજનો નાશ કરે છે અને સંવેગ નિર્વાણબીજનું આધાન કરે છે. નિર્વેદ વગર સંવેગ સંભવે નહીં. બીજ બળી જાય તો વૃક્ષ ઊગી ન શકે, જયાં સુધી જીવ નિર્વેદ ન પામે ત્યાં સુધી તેના સંસારરૂપી બીજનો અંશમાત્ર પણ નાશ થતો નથી; જેના પરિણામે સંસારથી વિરામ પસાતો જ નથી. જ્યાં સુધી આ બીજ બળે નહીં, અને તમે ગુણનું સેવન કર્યા કરો તો શું થાય? ખાલી અભ્યદય થાય; પણ પરિણામ શું? સંસારવૃદ્ધિ જ ને! માટે સમજી જ રાખો કે પહેલાં નકારાત્મક જાય (સંસારબીજનો નાશ થાય), પછી જ હકારાત્મક આવે (મોક્ષબીજનું આધાન થાય). તમારા આત્માનો જે મૂળ સ્વભાવ(ગુણો) છે, તે અત્યારે આ સોળ કષાયોથી પૂરેપૂરો આવૃત્ત થયેલો છે. મિથ્યાત્વમોહનીયના કારણે વિપર્યા છે, તે આત્માને સત્ય વસ્તુનું ભાન જ થવા દેતો નથી. દર્શનમોહનીયની મંદતા વિના સેવાતા ગુણો પણ દોષરૂપ બને છે. તેની દેખીતી પ્રમાણિકતા પણ તત્ત્વથી અપ્રમાણિકતા છે. કર્મ નચાવે તેમ તું નાચે છે, તે બોલાવે તે બોલે છે, માને છે; જેમ કમળાના દર્દીને બધું પીળું દેખાય છે, તેમાં તે ભલે કહે કે હું સાચું બોલું છું, પણ બધું પીળું નથી તે પણ હકીકત છે. તે કહે પીળું છે, એટલે કાંઈ વસ્તુનું સ્વરૂપ થોડું બદલાઇ જાય? તે કહે મારો Conscious (આત્મા) આમ જ કહે છે, પણ તેથી શું? સંનિપાતના રોગીઓ ત્રિદોષના હુમલા નીચે છે અને જે વલોપાત કરે છે તેમાં તથ્ય શું? જેનાં કર્મનાં પડલ ખયાં હોય, તેનો Conscious (આત્મા) પ્રમાણભૂત ગણાય. તમે અત્યારે મિથ્યાત્વમોહનીયના Spell (જાદુઈ અસર કે આકર્ષણ કે ઇંદ્રજાળ કે વશીકરણ) નીચે છો, માટે invalid (અપ્રમાણભૂત) છો. તમને કદી Authority (પ્રમાણભૂત) ન માની શકાય. ખુદ તીર્થકરો પણ જ્યાં સુધી દર્શનમોહનીયનો ક્ષયોપશમ ન કરે ત્યાં સુધી invalid છે. Rule is equal for all(નિયમ બધા માટે સરખો છે). માટે તમે જયાં સુધી ઉપલી ભૂમિકાને સર ન કરો, ત્યાં સુધી તીર્થકરોને સમર્પિત બનો. મને આમ લાગે છે ને મને એમ લાગે છે તેમ જ કર્યા કરશો તો ઠેકાણું નહીં પડે. મોક્ષ સાથેની રુચિથી જ મોક્ષ સાથે કાર્યકારણભાવ ગોઠવાય. પાલનરૂપ ધર્મનો પાયો પણ રુચિ જ છે. પાલનને સાર્થક કરનાર પણ રુચિ છે. માટે જ વ્યવહારનય દર્શનમોહનીયના ક્ષયોપશમને મહત્ત્વ આપે છે. સભા- ધર્મ મોક્ષ માટે જ કરવાનો ને? સંસાર માટે તો ધર્મ ન જ થાય ને? સાહેબજી:-ના, ન જ થાય. કેટલી વાર કહું? બોલો. સંસાર માટે ધર્મ કરી કરીને તો અત્યાર સુધી દાટ વાળ્યો છે. સંજ્ઞારૂપ ધર્મ ન જોઇએ તે હું કહું છું તે શું છે ? તે તે જ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આશ્રવ અને અનુબંધ સંજ્ઞામાંથી ફલિત થયેલો ધર્મ હોય તેમાં પુણ્યાનુબંધીપુણ્ય બંધાય જ નહીં. સંજ્ઞાથી ફલિત થયેલા ગુણના સેવનમાં પાપનો અનુબંધ પડશે. નિર્વેદ અને સંવેગપૂર્વકનો ધર્મ જ જોઇએ. તે સિવાય તમે આખી દુનિયાનું દાન આપી દોને તોય મોક્ષ ન થાય. તે તો તરત પૂછશે, આ દાન કેમ આપ્યું ? મને કોઇ મારી નાંખે તોય હું કાંઇ ન કરું ને સહન કરી લઉં, તો મારો સહિષ્ણુતા ગુણ ઊંચો ખરો; તેમ છતાં જો પાયામાં નિર્વેદ-સંવેગ નહીં, તો મારો તે ગુણ મોક્ષનું કારણ નહીં બને. તેવા ગુણથી પણ માત્ર પુણ્ય બંધાશે, પુણ્યાનુબંધીપુણ્ય નહીં. સંવેગ-નિર્વેદની ગેરહાજરીમાં ગમે તેટલા અને ગમે તેવા ગુણોનું સેવન મોક્ષ નહીં પમાડી શકે. સભા:– સાહેબજી, અમે તો સંજ્ઞાની વચમાં જ છીએ. સાહેબજીઃ- પહેલાં તમે ઓધથી પણ આનાથી દૂર રહેવાનું સ્વીકારો. નિશ્ચયનય તો ધર્મમાં, પ્રતીતિમાંથી ફલિત થયેલ તત્ત્વરુચિ માંગશે, પણ તે તો ઉપલા નયની વાત છે, માટે તે પછી; પણ પહેલાં તો “પ્રભુ મને અવિરતિના પાપથી છોડાવજે”, એવી ભાવના ભાવો. “હું જે ધર્મ કરું છું તેનાથી સંસારની નિવૃત્તિ અને મોક્ષમાર્ગે પ્રવૃત્તિ થાય’ તેમ ઇચ્છા કરો. આટલું તો ઓધથી ચાલુ કરો, ક્રમશઃ આગળ વધી શકશો. આપણે ત્યાં અપુનર્બંધકદશા પામ્યા પછી જીવની કિંમત છે. કારણ કે તેને અનુકૂળ લાગતા વિષયકષાયરૂપ સંસારમાં જે સર્વસ્વની બુદ્ધિ હતી તે તૂટી છે, અને તેના કારણે મુક્તિનો અદ્વેષી થયો છે. આ સંસાર એટલે કે વિષય-કષાય, તે અનુકૂળ હોય ત્યારે આત્માને આકર્ષિત કરે છે. તેમાંથી જેટલી સર્વસ્વની બુદ્ધિ તૂટી તેટલું દર્શનમોહનીય મંદ પડ્યું, માટે તેને મોક્ષની રુચિ થશે. સભા:- વ્યક્તપણે અમને ઘણી વખત સંજ્ઞા દેખાતી નથી. સાહેબજી:- તો અવ્યક્ત સંજ્ઞા પડેલી હશે. જો અવ્યક્ત કે વ્યક્ત સંજ્ઞાથી યુક્ત ધર્મ ન હોત તો આપણે સંસારમાં શું કામ રખડીએ છીએ ? સમકિતી શેનાથી બધા ફેરફાર કરે છે ? તમે અને તે બંને ધર્મક્રિયાઓ તો લગભગ સમાન જ કરતા હો છો, તો પણ તે જ ધર્મથી તે કર્મજગતમાં ખળભળાટ મચાવી દે છે, અને તમે ? અરે, ઘણી વખત તો તમે દર્શન-પૂજાદિ કરતા હો, જ્યારે તે સમકિતી ક્રિયારૂપ ધર્મ ન પણ કરતો હોય, તો પણ તે તેના પરિણામથી કર્મમાં ફેરફાર કરે છે; સંસારની બધી જ પ્રવૃત્તિ કરતાં કરતાં તે મોક્ષ સાધી શકે છે. સમિતી માત્ર બેઠો હોય તો પણ, અસંખ્યાતગુણ નિર્જરા કરતો હોય. કારણ, તે હવે દેખતો છે, તે પરિણામોને ઓળખે છે. તેની આખી પરિણતિ જ જુદી હોય Page #168 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૫૭ છે. તેની પરિણતિ નિર્મળ છે. તમે પણ groundwork(પાયો) તૈયાર કરો. દષ્ટાંતો આવે છે ને કે, રાજતિલક કરતાં સિંહાસન પર કેવલજ્ઞાન થઇ ગયું, ચોરીના ચોથા ફેરે કેવળજ્ઞાન (પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્રમાં શંખ-કલાવતીના ૨૧ ભવોની વાત છે, તેમાં છેલ્લા ભવે ગુણસાગરને) થયું. એમ ને એમ થાય છે ? ૨૧ ભવોનું background (પૂર્વસાધના) તૈયાર થયું છે તે કામ કરે છે. તે તો યોગની છઠ્ઠી દૃષ્ટિમાં બેઠેલા છે. groundwork બધું તૈયાર છે, તેને ચઢતાં કેટલી વાર લાગે ! આપણે ત્યાં top to bottom(સર્વોચ્ચથી માંડીને નીચામાં નીચી કક્ષાનાં) દૃષ્ટાંતો મળે. રાજતિલક કરતાં પહેલાં જ ‘“હું બધા રાજાને નમાવીશ, ચારે તરફની પૃથ્વી જીતીશ,” ઇત્યાદિ ધ્યાન કરતા હોય ને મરે, તો સીધા નરકમાં જ ઊપડે ને ? પણ અહીં કેવળજ્ઞાન કેમ ? આમ, એક જીવ ધર્મ કરી કરીને મરી જાય તો પણ ઠેકાણું ન પડે, ત્યારે બીજો સડસડાટ ઉપર ચઢી જાય. પૂ. ઉપાધ્યાયજી મ.સા. જણાવે છે કે જૈનશાસ્ત્રોનાં તમામ દૃષ્ટાંતો નયસાપેક્ષપણે વિચારવાં પડે, પ્રધાન અને ગૌણ સંદર્ભો વિચારવા પડે. તમામ નયો સંદર્ભોથી જોડે તો મોક્ષનું કારણ બને, અન્યથા બેસે જ નહીં. સમકિતી આત્મા ૧૧ રૂા.નું દાન આપે જ્યારે બીજો કરોડોનું દાન આપે, તો પણ સમકિતીના દાનના ફળ આગળ તેના દાનની વિસાત નથી. કારણ સમકિતી પાસે Groundwork છે, તેને કાર્યકારણભાવ સાથે સંબંધ છે. કર્મો સત્તામાં પડેલાં છે, તેને ટકવા માટે અને તગડાં થવા માટે અંદરથી તમારી ઊંધી રુચિથી બળ મળી રહ્યું છે. માટે જેવી રુચિ ફરે એટલે તેનું બળ તૂટવા માંડે, તેનું dissolution(વિઘટન, ઉચ્છેદ) ચાલુ થાય. માટે નિશ્ચયનય તો ધર્મ માટે સમકિતીને જ લાયક ગણે છે. કારણ તે દેખતો છે, તે પરિણામોને ઓળખે છે, જાણે છે; જ્યારે મિથ્યાત્વી આંધળો છે. અત્યાર સુધી કર્મે સમકિતીને ઠગ્યો છે, હવે સમકિતી કર્મને ઠગશે. તેને અંદર નિર્વેદ અને સંવેગ પડ્યા છે. જેટલું જ્ઞાન વધે એટલે પરિણામોને ઓળખી ઓળખીને વૃદ્ધિ કર્યા જ કરે. એક ભવમાં કર્મોને રમાડી રમાડી, અસંખ્યાત ભવોનાં કર્મો બાળી નાંખે. જેમ કંપનીનો Advisor(સલાહકાર) હોય તે આખી કંપનીને ઉપર પણ લાવી શકે અને તોડી પણ શકે ને ? તે કરે શું ? માત્ર સલાહ આપે. અસમંજસવૃત્તિથી આખું જિનમંદિર બંધાવે તો પણ આટલીય દર્શનશુદ્ધિ ન થાય, ખાલી સામાન્ય પાપાનુબંધીપુણ્ય બાંધે. બાકી તો જોવું પડે કે ભક્તિનો પરિણામ છે કે ખાલી સંજ્ઞાથી કરે છે ? એકલી સંજ્ઞાથી ધર્મ કરે તો કોરૂં પાપ બાંધે, અને સંજ્ઞાની સાથે ગુણ જોડાય તો પાપાનુબંધીપુણ્ય બાંધે; સિવાય કે તે સંજ્ઞાSideřા(આનુષંગિક) Role(પાત્ર)માં હોય, અને ક્રિયા સંજ્ઞામાંથી ફલિત થયેલી ન હોય. હા, એક વખત link(અનુસંધાન) ગોઠવાઇ જાય, પછી તો જીવ આગળ વધતો જ જાય; જેથી તમારું બળ જેમ વધશે તેમ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આશ્રવ અને અનુબંધ કર્મો પણ આત્મબળ સામે ટકી નહીં શકે. નીચલી અવસ્થામાં જે કર્મો તમને દબાવી દે, તે જ કર્મો ઉપલી અવસ્થામાં આત્માને સહાય કરે. તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી અશાતાને શાતામાં સંક્રાંત થવું જ પડે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પછી પણ તેજોલેશ્યાને કારણે છ-છ મહિના સુધી લોહીના ઝાડા આદિ થયું, તે તો અચ્છે છે. બહારનાં નિમિત્ત પ્રબળ છે. તેણે તેજોવેશ્યા કેવી છોડી છે? માટે શરીર સહન ન કરી શક્યું. આ અચ્છેરાં બધાં વ્યવહારનયથી છે. જે Rarely (ક્વચિત) જ થાય છે અથવા જેનો અપરિચિત(અજ્ઞાત) કાર્યકારણભાવ હોય, તે જ અચ્છેરામાં જાય. તે અનંતા તીર્થકરોમાં કોઈકને જ થાય. બાકી તો બધું કાર્યમાત્ર કારણ ઉપર જ છે. પ્રભુ મહાવીરને બહારનું પ્રબળ નિમિત્ત મળ્યું છે, અને તેના કારણે અશાતાવેદનીયકર્મ આત્મા પર હતું તે શાતાવેદનીયમાં સંક્રાંત ન થયું, ને ઉદયમાં આવ્યું. અનંતા તીર્થકરમાં કોઇકને જ આવું થાય, માટે અચ્છેરું થયું તેમ કહ્યું છે. નિશ્ચયનયથી કોઈ અચ્છેરું જ નથી. નિશ્ચયનયથી તો જગતનું કોઈપણ કાર્ય તેના કારણથી જ છે. તેના મતે તો કાર્યકારણભાવ વગર કાર્ય શક્ય જ નથી. એક કારણ જે માને તેમાં મિથ્યાત્વ છે, કારણના સમવાયમાં જ સમકિત છે. જેમ કહે ને કે ઈશ્વરને મન થાય તેમ બધું કરે. તો પછી મારે(જીવ) તો બેઠા જ રહેવાનું ને? આ સૂત્રને જે એકાંત માને તે મિથ્યાત્વી હોય. વ્યવહારથી પ્રભુ યોગક્ષેમ કરનારા છે, તેમ નિશ્ચયનયથી પ્રભુ યોગક્ષેમ કરનારા નથી; પણ બેઉ નયની તેમના સંદર્ભમાં દલીલ સાચી છે. તે Law of relativity(સાપેક્ષવાદના સિદ્ધાંત) ઉપર આધારિત છે. આપણે ત્યાં વ્યવહારથી યોગક્ષેમનો જે પ્રકાર છે અને વૈદિક ધર્મનો યોગક્ષેમનો જે પ્રકાર છે, તેના fundamental(પાયા)માં તફાવત છે. વ્યવહારનયનું આ વિધાન પ્રથમ દૃષ્ટિએ ભલે સમાન દેખાય, પણ ultimately (આખરે) તેવું નથી, નહિતર નિશ્ચયનય ઊડી જાય. માટે નિશ્ચયનયથી આત્મા જ આત્માનું કલ્યાણ કરે છે, તેથી જ પુરુષાર્થવાદ બતાવ્યો છે, ઉપાદાન મૂક્યું છે; અને વ્યવહારનયથી પ્રભુ યોગક્ષેમ કરનારા છે, માટે ભક્તિમાર્ગમૂક્યો છે. વ્યવહારનયનિમિત્ત માને છે. આપણે ત્યાં તીર્થની જે વાત આવે છે, તેમાં પણ વ્યવહારનયથી લોકમાં ખ્યાત છે તે તીર્થ છે; જ્યારે નિશ્ચયનયથી જે આત્મા છે તે જ તીર્થ છે. આપણે ત્યાં કેટલી Clarity (સ્પષ્ટતા) છે ! પૂ. શ્રી હરિભદ્રસૂરિ નયવાદથી પ્રભાવિત થયેલા છે, માટે કહે છે કે જેણે સ્યાદ્વાદ બતાડ્યો છે તે જ સર્વજ્ઞ છે, અને જે સર્વજ્ઞ છે તે જ જિન છે; બીજા બધા સંતો છે, ઋષિ છે, પણ સર્વજ્ઞ નહીં. માટે એક બાજુ ભગવાન યોગક્ષેમ કરે છે તે માન્યતાને પુષ્ટ કરવા કહે છે કે, ભગવાન Page #170 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૫૯ કોનો યોગક્ષેમ કરે છે ? તો કહે છે કે જેનામાં નિર્વેદ ઉત્પન્ન થયેલ છે તેવા જીવોનો યોગક્ષેમ કરે છે, અપુનર્બંધકથી ૧૨મા ગુણસ્થાનક સુધીના જીવોનો યોગક્ષેમ કરે છે. તેમનાથી ઉપલા ગુણસ્થાનકવાળાને યોગક્ષેમની જરૂર નથી, અને અપુનર્બંધકથી નીચેની ભૂમિકાવાળા યોગક્ષેમ ઝીલવાની લાયકાત ધરાવતા નથી. માટે “અભયદયાણું”, “ચખ્ખુદયાણું” વગેરે કોને . લાગુ પડે ? અપુનબંધક અને તેની ઉપરની અવસ્થાવાળાને જ ભગવાન અભયઆદિ દેનારા છે. આ સંસારમાં કંઇ સાર નથી, સંસારનાં ભૌતિક સુખો પર Negative approach (નકારાત્મક અભિગમ), તેમાં કંટાળો અને તેમાં સ્વરૂપથી દુઃખનું ભાન થાય, તેને તત્ત્વથી નિર્વેદ છે તેમ કહેવાય. ભૌતિક સુખથી મન ખસી જાય, વિમુખ થઇ જાય તે જ નિર્વેદ છે. ભૌતિકતામાંથી તમારી સર્વસ્વની બુદ્ધિ હટે તે નિર્વેદની શરૂઆત છે, તે તબક્કાથી સાચા ધર્મની શરૂઆત વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી નિરુપાષિક દશાથી ધર્મ ચાલુ થાય છે. સમકિતીને નિરુપાધિક દશાનો ધર્મ છે પણ અધ્યાત્મ નથી. અધ્યાત્મ એ આત્મરમણતા સ્વરૂપ છે અને આત્મરમણતા તે ચારિત્રનો ગુણ છે. પહેલાં આ વાત બેસવી જોઇએ કે તમે આટલો ધર્મ કરો છો, જેમ કે દર્શન, પૂજા, દાન, શીયળ તે બધું જે સંજ્ઞાપ્રેરિત છે, તે અમારે તો નિર્વેદપ્રેરિત જોઇએ. જેના પાયામાં નિર્વેદ છે અને તે નિર્વેદથી ફલિત થયેલ જે ધર્મજિજ્ઞાસા છે, તે જ મોક્ષનું કારણ બનશે. અનુબંધમાં ફેરફાર કરવા નિશ્ચયનયની દૃષ્ટિએ સમકિતની ભૂમિકા જોઇએ, વ્યવહારનયથી અપુનર્બંધકની અવસ્થાથી જેટલી તેની તત્ત્વરુચિ બદલાય-વધે, તેટલે અંશે તે ફેરફાર કરી શકે. વ્યવહારનયથી પણ ધર્મ પરિણામસાધક-પરિણામ પેદા કરે તેવો હોવો જોઇએ. આપણે ત્યાં એકે એક પરિણામનું કેટલું પૃથક્કરણ કરીને બતાવ્યું છે ! નિશ્ચયનયથી ધર્મ પરિણતિરૂપ છે. અજ્ઞાનીઓની ક્રિયા ચિત્તનું શોધન કરી શકતી નથી. ચિત્તશુદ્ધિનું કારણ ન બને તેવી ક્રિયા ધર્મ બનતી નથી. નિશ્ચયનયથી ચિત્તનું મૂળથી સંશોધન(શુદ્ધિ) તે ધર્મ છે, જ્યારે વ્યવહારનયથી તે શુદ્ધિસાધક ક્રિયાઓ તે ધર્મ છે. નિશ્ચયનય કાર્યને મહત્ત્વ આપે છે, દા.ત. કોઇપણ જગ્યાએ રાગ-દ્વેષ કરો તો કર્મબંધ થાય; જ્યારે વ્યવહારનય કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને મહત્ત્વ આપે છે, તે કાર્યનું Root cause(મૂળ કારણ) શું છે તેને પકડે છે. તે તો પૂછે ભાઇ, એનો બાપ કોણ છે? કર્મબંધમાં કારણરૂપ જે જે છે તે બધું છોડવાનું કહે. કહે, દ્રવ્યથી છોડો, ક્ષેત્રથી છોડો, કાળથી છોડો અને તત્કાલ છોડી ન શકો તો પહેલાં સંક્ષેપ કરો. ત્યાં જ તમને બધા પ્રશ્નો ઊભા થાય છે. તમને છોડવું કશું ગમતું નથી. તમે તો Comfort(સગવડ-સુખચેન) ઇચ્છો ને ? તમને તો Conven Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આશ્રવ અને અનુબંધ intly (અનુકૂળતાથી, સગવડપૂર્વક) થાય તેવો જ ધર્મ ગમે ને? અહીં તમે કહેશો અમને નિશ્ચયનય ફાવે તેવી છે. તમે કહો કે, મહારાજ સાહેબ કહેતા હતા કે રાગ-દ્વેષ ન કરો તો ધર્મ, તેથી તમે તો કહેશો કે અમે સંસારમાં બધું ભોગવીએ, વાપરીએ, પણ રાગ-દ્વેષ નહીં કરીએ. તમને કોઇ બંધન પસંદ નથી. પણ તે વિના રાગ-દ્વેષ ન કરવાની કક્ષાએ પહોંચવું સીધું સંભવ નથી. તમે ભૂલો છો. આ ભોગવવાની-વાપરવાની ઇચ્છા એ જ રાગ છે. બાકી વ્યવહારનય તો કહે કષ્ટમાં ધર્મ છે. “હે છું મહાપત્ન” (શરીર વિષયક કષ્ટ તે મહાફળવાળું છે). જ્યારે તમને તો પંપાળવામાં સુખ લાગે છે ને? તે તો કહે ભૌતિક સુખ આપનાર સામગ્રી જેટલી છોડો તેટલો તમારા માટે ધર્મ. વિષયોની તૃપ્તિમાં શાંતિ છે તેમ માનવું તે મિથ્યાત્વ છે, વિષયોના અભાવમાં શાંતિ માનવી તે ખરેખર તત્ત્વબુદ્ધિ છે. આમ ઘણે ઠેકાણે તમને વ્યવહારનય નથી ફાવતો, પણ નિશ્ચયનય ફાવે છે; અને તેવી જ રીતે ઘણે ઠેકાણે તમને વ્યવહારનય ફાવે છે પણ નિશ્ચયનય નથી ફાવતો. જેમ કે ઘણાને ક્રિયાપ્રવૃત્તિરૂપ ધર્મ ઘણો ફાવે, (સેવા-પૂજા-પ્રતિક્રમણ-સામાયિક-તપ-ત્યાગ-યાત્રા-વગેરે, વગેરે ) જેટલું કહે તેટલું કરી આપે. પણ તેને કહો કે “ભાઈ ! તારે આ દરેક પ્રવૃત્તિમાં તેને અનુરૂપ ભાવ તેમાં ભેળવવા, અને તે રીતે ઉત્તરોત્તર ચઢતા ભાવે ક્રિયા-પ્રવૃત્તિરૂપ ધર્મ કરવો” (જેમ કે પ્રતિક્રમણમાં તેને યોગ્ય પાપના પશ્ચાત્તાપાદિના ભાવ કરવા, સામાયિકમાં સમભાવ, વગેરે, વગેરે.), તો તે રીતે કરવાનું તે ભાઇસાહેબને ન ફાવે. ભૌતિક સુખો બધાં દુઃખસ્વરૂપ જ છે, તે ગૌણ દુઃખો જ છે, માટે તે ખરાબ છે, તેનાથી નિવર્તન પામો. હા તેમાંથી નિવર્તન પામવામાં કષ્ટ જરૂર છે, પણ તે આત્માને લાભકારી છે. આ ભોગો ભોગવવામાંથી મન ઊઠી જાય તે જ નિર્વેદ છે. આ નિર્વેદ પામ્યા પછી તમે ધર્મ કરો; તો વિચારજો કે જેમાંથી તમારું મન ઊઠી ગયું હોય તેના માટે પછી તમે ધર્મ કરો ખરા? ન જ કરો. સંવેગ(મોક્ષનીઇચ્છા)ના પાયામાં નિર્વેદ છે. જેને નિર્વેદ નથી તેનામાં સવેગ સંભવિત નથી, અને જેનામાં નિર્વેદ અને સંવેગ નથી, તેનો ધર્મ મોક્ષ સાથે Connected(સંબંધિત) નથી. ઓઘથી પણ તમે ધર્મ નિર્વેદ અને સંવેગ પામવા માટે કરો, તો તે સમકિતની પ્રાપ્તિ માટે Stepping stone(ક્રમિક ઉન્નતિનું સાધન)નું કામ કદાચ કરી શકે. આટલી પણ ભાવના હોય તો તમારા અશુભ અનુબંધ શિથિલ બને. તમને થવું જોઇએ કે આ બધા વળગાડમાંથી હું ક્યારે છૂટું ? અવિરતિના પાપમાંથી ક્યારે બચીશ? આ રીતે આગળ વધતાં સમકિત આવે, પછી અવિવેકનો પ્રશ્ન રહેતો નથી. અવિવેકનો કણીયો પણ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. સમકિત આવ્યા પછી તો તેને તત્ત્વનો પક્ષપાત આવશે, તેથી અશુભ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ આશ્રવ અને અનુબંધ અનુબંધની બાબતમાં તે બહાર નીકળી જશે, પછી તેને અશુભ અનુબંધનો Scope (અવકાશ) નથી. સમકિતીને ફક્ત એક જ વાર પાપકર્મ પાપ કરાવી શકશે, અર્થાત બંધમાં એક જ વાર Scope છે, પણ પછી તેને તેની Chin(હારમાળા) નહીં ચાલે. સતત મોક્ષસાધક કાર્યકારણભાવ વિદ્યમાન છે. તેથી જો સમકિત પામી તેને ટકાવી જાણે તો થોડા સમયમાં તેનું ઠેકાણું પડી જાય, થોડા સમયમાં મોક્ષ સાધી શકે. સમકિત પામ્યા પછી તો તે જે કાંઈ કરશે તે બધામાં છેલ્લે link (લીંક) મોક્ષ સાથે ગોઠવાયેલી જ હશે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે છઠ્ઠી દષ્ટિવાળાની ક્રિયા સ્વરૂપથી નિર્જરાવાળી છે, જયારે પાંચમી દષ્ટિવાળાની ક્રિયા નિર્જરાના ફળવાળી છે. તમે કડવી દવા લો તો તે કાયાથી કે મનથી ? તેમ સમકિતી પણ પાપ કરે-કષાયો સેવે તે માત્ર કાયાથી, મનથી નહીં. ચારિત્રમોહનીયકર્મ બળવાન હોય તો કષાયો તેને પાપ કરાવે, પણ તે કાયપાતી જ હોય, ચિત્તપાતી નહીં. તેનું મન હવે બદલાઈ ચૂક્યું છે. તે સંસારની જે કાંઈ પ્રવૃત્તિ કરે તેમાં તેને ભારોભાર અરુચિ જ પડેલી હોય. માત્ર કાયાથી involvement(સંડોવણી) હોય, હૃદયથી નહીં. જેને જેમાં રુચિ તેમાં જ તેને ફાવે, બીજામાં નહીં. કષાયો તેને પણ ક્રિયા કરાવે પણ તે કરે કેવી રીતે? તમે જેમ કડવી દવા કેવી રીતે પીવો? તેવી રીતે. સભા - સાહેબ! અમારે તો શુભ ભાવો ટકતા નથી અને અશુભ ભાવો ચોટી જાય છે. સાહેબજી:- ન ટકે, અને અશુભ ભાવો તમને ચોટેલા જ છે. તમે ઊંધા માથાવાળા છો તેથી ક્યાંથી તમારું ઠેકાણું પડે? આ સંસાર ભૂત છે અને તેના વળગાડથી તમે પ્રસ્ત છો, તેથી તમને સત્યદર્શન થતું જ નથી. ભૂવાને બોલાવવા જેવો લાગે છે? શ્રી સિદ્ધર્ષિગણિ ફરમાવે છે કે જીવ જેની સાથે બેસશે તેનો વિજય થશે. જીવ જો ધર્મની સાથે બેસે તો સમજવાનું કે મોક્ષ હાથવેંતમાં છે, અને જો કર્મની સાથે બેસશે તો તેનો અંત જ નથી. જેટલા નિષેધના ભાવો કહ્યા છે તેને કાઢી નાંખીને, તેની જગ્યાએ જેટલા વિધાનના ભાવો છે તેને આત્મા પર ગોઠવી દો. બસ, પછી વાર નથી. આમ થતાં સંસાર કપાવાનું ચાલુ થશે ને ઠેકાણું પડશે. પણ તમને આ બધું બેસતું નથી. દર્શનમોહનીય તમને તે બેસવા દેતું નથી. કર્મ સામે લડવું પડે. સારા-ખોટાનો વિચાર કરતા થઈ જાઓ. ખોટા ભાવોને કાઢીને ફેંકી દો, અને સારું શોધી શોધીને ગોઠવી દો. જો ખોટા ભાવ ઘૂસી ગયા તો તમારો ખરો ધર્મ બગાડશે, ફળ ઓછું કરાવશે. તે માટે તત્ત્વજ્ઞાન જરૂરી છે. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમકિત છે. પણ તેની પ્રાપ્તિ કેવી રીતે ? ગુરુતત્ત્વથી થશે. માટે ગુરુથી સમ્યક્ત છે. એટલે શાસનમાં ગુરુતત્ત્વનું સ્થાન છે. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણને નવપદમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આશ્રવ અને અનુબંધ સ્થાન આપ્યું છે. માટે તમારે ગુરુના સમાગમમાં સતત રહેવાનું છે, અને અમારે બંને પ્રકારનો ઉપદેશ આપવાનો છે. પ્રભુએ જેનો નિષેધ કર્યો છે તે છોડવાનું કહેવું પડે, અને પ્રભુએ જેનું વિધાન કર્યું છે તેમાં પ્રવૃત્તિ કરવાનું કહેવું પડે. અવિધિનો નિષેધ અને વિધિનું સેવન બંને જીવનમાં જોઇશે જ . અમારે પણ આ બંને કરતા રહેવું પડે. ૧૦હજાર શીલાંગનું ચાર પ્રકારની સંજ્ઞારહિતપણે સેવન કરવાનું કહ્યું છે. શીલ+અંગ=શીલાંગ, શીલ એટલે ચારિત્ર. ૧૮હજાર શીલાંગ એ ચારિત્રાચારનાં અંગો છે. તેના પાલનમાં ચાર પ્રકારની સંજ્ઞાઓનો પરિત્યાગ Inherent(સ્વાભાવિક) છે. પંચાચારનું પાલન તમારે આલોકપરલોકની ઇચ્છા વગર કરવાનું છે. તેમાં પણ ગુણનું સેવન હશે તો ખાલી પુણ્યબંધ થશે, અને ગુણ નહીં સેવે તો તે પાપબંધનું કારણ થશે. જેનાથી ગુણનું શોધન થાય તે જ ક્રિયા વ્યવહારનયથી ઇષ્ટ છે. જેમાં ચિત્તનું શોધન થાય તે નિશ્ચયનયથી ધર્મ છે અને ચિત્તની શુદ્ધિનું જે સાધન બને તે ક્રિયા વ્યવહારનયથી ધર્મ છે. તીર્થંકરનું કોઈ પણ વચન નયવિશેષવાળું જ હોય. આગમની બધી વાતો નથવિશેષથી છે. ભગવાને જેનો નિષેધ કર્યો છે તે બધું અવિધિમાં જશે અને જેનું વિધાન કર્યું છે તે બધું વિધિમાં જશે. જેમ અવિધિ એ દોષ છે તેમ વિધિનો અભાવ તે પણ દોષ છે. જેનું વિધાન કર્યું છે તે બધું અમે તમારી પાસેથી માંગીએ. નિષેધ કર્યો છે તેટલું તમે છોડી દો તેટલામાત્રથી ન ચાલે, જેનું વિધાન છે તે પાછું હોવું જ જોઈએ. વિધાન ન ભળે તો તે ધર્મ અનધ્યવસિતમાં જાય. નિષેધ કરેલ હોય તેનો અભાવ જોઇએ અને સાથે વિધિની હાજરી જોઈએ. વિધિ-અવિધિ નો કશો વિચાર ન હોય તો તેવી ક્રિયા સંમૂચ્છિમમાં જશે, જે મોક્ષનું કારણ નથી. ધર્મક્રિયાના અધ્યવસાયમાં પ્રણિધાનાદિ પાંચે ભાવો માંગ્યા છે. તે તમારામાં છે? જો નથી તો જેમ ખરાબ ભાવ નથી તેમ સાધક એવા સારા ભાવ પણ નથી. તેથી શું વળે? રાખમાં ઘી નાંખો તો શું થાય? ધર્મક્રિયાના અધ્યવસાયમાં બે leg (પગ-પાયા), એક નિષેધ અને સામે બીજું વિધાન જોઇએ જ. મોક્ષ સાથે કાર્યકારણભાવ ગોઠવવો એટલે તમે શું માનો છો? તમે લોકો વર્ષોથી ધર્મ કરો છો, તે કયા ગુણની સાધના માટે કરો છો ? મને કહો તો ખરા ! જેમ કે જ્ઞાનાચાર તે બોધ કે જ્ઞાન માટે, અને દર્શનાચાર તે દર્શનશુદ્ધિ માટે સેવન કરાય, તેમ તમે શેના માટે કરો છો? તમે શું શેના માટે કરો છો તેનું કાંઈ ઠેકાણું નહીં હોય તો બધું કુલાચારમાં જશે, ને તમારું ઠેકાણું નહીં પડે. તમે કર્મ બાંધ્યા પછી પણ કર્મમાં ઘણા ફેરફાર કરી શકો છો. કાર્મણવર્ગણા આત્મા સાથે ઓતપ્રોત થયા પછી જ તે કર્મસ્વરૂપે ઓળખાય છે. જેમ તમારું માથું ફરે તેમ તેમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ આશ્રવ અને અનુબંધ (કર્મમાં) ફેરફાર થયા કરે. જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ બંધાયા પછી તેમાં ઘણા ફેરફાર થવાની શક્યતા રહેલી છે. જેનો વિપાકોદય કે પ્રદેશોદય થયો નથી, ઉદયાવલિકામાં આવ્યાં નથી પણ સત્તામાં પડ્યાં છે, યાને કે જેનો અબાધાકાળ પૂરો થયો નથી, તેવાં અંદર પડેલાં કર્મોમાં ફેરફાર થઇ શકે છે. ભગવાને બધા રસ્તા બતાડ્યા છે. તરવા માટે ઘણા Scope છે. રુચિમાં ફેરફાર વગર અનુબંધમાં ફેરફાર કરવાનું શક્ય નથી. ધર્મ કરવા છતાં રુચિ જો સંસારની જ હોય અને મોક્ષની ન હોય, તો અનુબંધ સંસારનો જ પડશે. રુચિમાં ફેરફાર એટલે હેય-ઉપાદેયની બાબતમાં હૃદયથી યોગ્ય બુદ્ધિ થવી તે. ‘રાતું યોથે રૂતિ ચં' અને “વિતું યોર્ષ રૂતિ સેવ્યમ્' શબ્દો સરસ છે. પદાર્થના સ્વરૂપને સામે રાખીને, છોડવા યોગ્યમાં છોડવાની બુદ્ધિ અને સેવવા યોગ્યમાં સેવવાની બુદ્ધિ થવી, તે સમ્યક્ત છે. હેય શું? ઉપાદેય શું? તે વિચારો તો ક્ષયોપશમ થાય. હેયમાં ‘હા’ ધાતુ છે અને ઉપાદેયમાં “દા' ધાતુ છે. હેયમાં હાનબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદાનબુદ્ધિ તે પાયો છે. એકવાર તમે આ પાયો ગોઠવી દો, પછી બધું એની પર ચાલ્યા કરે. એકવાર તમારે આ મહેનત કરવાની છે. ભગવાને જેનો નિષેધ કર્યો છે તેનો ત્યાગ કરી, જેનું વિધાન કર્યું છે તેને ગોઠવી દો. Setting(ગોઠવણ) બરાબર થવું જોઇએ. ધંધામાં કેવું Seting કરી લ્યો છો ? ધંધામાં એકવાર ગોઠવણ કરી દીધી પછી રોજ માથાફોડ ખરી? ના, એકવાર ગોઠવણ કરી એટલે તે આગળ વધ્યા કરે. ગોઠવણ કરી ફેરવી નાખો તો પાછી માથાફોડ થાય અને ઊંધું પણ પડે. ગોઠવણમાં ફેરફારને નિદાનશુદ્ધિ સાથે સંબંધ છે અને ગોઠવણને આશયશુદ્ધિ સાથે સંબંધ છે. પાપનો અનુબંધ સીધી રુચિથી તૂટે. સભા- ઓવથી ધર્મ કરવાથી અનુબંધમાં ફેરફાર થાય ? સાહેબજી:-ઓઘથી ધર્મ આવવાથી અનુબંધ ન ફરે, પણ પાપનો અનુબંધ મંદ પડે. ઓઘથી માન્યતા ફરે તેમાં પણ લાભ ખરો, પણ ખરો લાભ તો સમકિતીને જ મળે, જેને પોતાના ક્ષયોપશમથી સ્વઅનુભવજ્ઞાન ઉપર શ્રદ્ધા છે. તે તાત્ત્વિક શ્રદ્ધા છે, માટે જ સમકિતીને હેય-ઉપાદેયમાં, તત્ત્વ-અતત્ત્વમાં કોઇના વચનની જરૂરિયાત નથી રહેતી, પણ તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ ચાલે છે. તેને તેનો આત્મા જ સાક્ષી છે, માટે તે દેખતો છે, અનુભવી છે. જયારે માત્ર જિનવચનના બળથી ચાલનારો, દેખતાની પાછળ ચાલનારો, ઓધશ્રદ્ધાવાળો, પોતે દેખતો નથી પણ દેખતાની પાછળ ચાલે છે. દેખતો ન હોય તેણે દેખતાની પાછળ તેનો ખભો પકડીને જ ચાલવું પડે. તે એમ કહે કે હું ખભો નહીં પકડું તો શું થાય? હાડકાં ભાંગી જાય ને? માટે કાં તમે સ્વયં સમકિત પામો, કાં સમકિત પામેલા પર શ્રદ્ધા રાખો. There is no third way out. (ત્રીજો કોઈ માર્ગ જ નથી). તમારે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આશ્રવ અને અનુબંધ Temporal(દુન્યવી, ઐહિક કે સાંસારિક) Mentor(વિશ્વાસુ સલાહકાર કે માર્ગદર્શક) કેટલા ? દરેક બાબતમાં તમારે expert adviser(કુશળ સલાહકાર) જોઇએ ને? પણ Spiritual mentor(અધ્યાત્મિક સલાહકાર) એક પણ રાખ્યો છે ખરો? તમને ધર્મગુરુની જરૂર જણાતી નથી. તેની સામે તમને વાંધો પડે છે. ભૌતિક ગુરુઓ તમને હજાર ફાવે, પણ Spiritual એક પણ ફાવતા નથી. સંસારમાં તમારો લઘુતા ગુણ જોઉં ત્યારે તો હું આભો જ બની જાઉં છું. ત્યાં બધે તમે નમીને ચાલો. પોતાના વિષયમાં પણ Superior (ચઢિયાતો) આવે તો નમીને ચાલો. જરાય આઘાપાછા ન થાઓ ને ? આ તમારો Approach (અભિગમ) અહીં આવી જાય તો વચનશ્રદ્ધા-ઓઘશ્રદ્ધા આવે. ઓધશ્રદ્ધા એ તત્ત્વશ્રદ્ધાનું કારણ બની શકે. શ્રી સિદ્ધર્ષિગણિ ફરમાવે છે કે, ક્ષયોપશમથી તત્ત્વશ્રદ્ધા પામવા માટેનો પણ સહેલો ઉપાય એ જ છે કે, “પહેલાં તો તું જીવનમાં મોહની સામે જિનવચનને આગળ કર.” જાતને ગૌણ કરો અને જિનવચનને પ્રધાનતા આપો. તેનાથી નિયમા મોહનીયનો ક્ષયોપશમ થશે જ, અંદરથી ઉઘાડ થશે. તમારું દર્શન જિનના દર્શન સાથે Match થાય(મેળ બેસે), ભગવાન જે કહે છે તે તેવું જ તમારા જ્ઞાનમાં પ્રતિભાસિત થાય, વિષય-કષાય ઇત્યાદિનું સ્વરૂપ, આત્મામાં તેનાથી ઊભી થતી અસ્વસ્થતા, ઇત્યાદિનું દર્શન થાય તો તમે સમકિતી; અને જો વિપરીત દર્શન થાય યાને કે mismatch થાય તો તમે મિથ્યાત્વી. સંસાર આખાનો સરવાળો વિષય અને કષાય એમાં આવી જાય છે. સભા- સ્વાથ્ય એટલે શું? સાહેબ - સ્વમાં જે રહે તે સ્વસ્થ. આત્મરમણતામાં રહે તે મુનિ અને શરીરની રમણતામાં રહે તે સંસારી. તમે સ્વથી શરીર લીધું અને અમે સ્વથી આત્મા લીધો. નિશ્ચયનયની દષ્ટિએ રાગ-દ્વેષનો અભાવ તે સ્વાથ્ય. રાગ-દ્વેષ રોગ છે, આત્માને બાળનાર છે, માટે તેના અભાવમાં આરોગ્ય, આધ્યાત્મિક સ્વાથ્ય; જ્યારે તમારી દષ્ટિએ no alien particles in the body(શરીરમાં વિજાતીય દ્રવ્યનો અભાવ), ભૌતિક વિજાતીય દ્રવ્ય શરીરમાં ન જાય તે ભૌતિક સ્વાથ્ય અને આત્માને છોડીને કોઈ વિજાતીય-કૃત્યકર્માદિનહીં તે આધ્યાત્મિક સ્વાથ્ય. વ્યવહારનયથી શરીરને ધર્મનું સાધન બનાવે તેવું આરોગ્ય મોક્ષનું સાધન બને. દ્રવ્ય આરોગ્ય મોક્ષનું સાધન બને તો વ્યવહારનયથી ઉપાદેય. ભૌતિક સ્વાથ્ય માટે “શરીરમાä રજુ થર્મસાધન"(ધર્મનું પહેલું સાધન શરીર છે) કહ્યું. તેથી શાસ્ત્રમાં મુનિ માટે કહ્યું કે ધર્મ કરવા તેણે તેના શરીરનું રક્ષણ કરવાનું જ. અમારે મારી જવાનો નિષેધ છે. અમારે પહેલાં (૧) જવાબદારી, (૨) કર્તવ્ય, (૩) સંલેખના(શરીર અને કપાયનો તપદ્વારા સંકોચ કરવો તે) અને પછી (૪) અનશન છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૬૫ કષાયો કાંઈક તો તમારું ધન લઈને જ જાય. તે નવરા ન બેસે. તેને લૂંટારાની ઉપમા આપી છે. સભા- કષાયો-સંજ્ઞા આનુષંગિક રીતે ઘૂસી જાય તો? સાહેબજી:- આનુષંગિકપણે પણ સંજ્ઞા કે કષાયો ઘૂસે તો પણ તે તમારા ફળને weak(નબળાં) કરે. દા.ત. દાન આપ્યા પછી માનની અપેક્ષા થોડી થોડી ઊભી થાય, તો તે તમારા ધર્મના ફળમાં ન્યૂનતા લાવે. આ વિષયો અને કષાયો પહેલાં તો તમને ધર્મ કરવા જ ન દે, ધર્મ કરતાં લૂંટે, ધર્મ કર્યા પછી લૂંટે અને બધું લૂંટી બાવા પણ કરી આપે; યાને કે કરેલા ધર્મને સાફ પણ કરી નાંખે. પાપમાં અપવર્તનાકરણ લાગે તો plus point(જમા પાસું) છે. પુણ્યમાં-ધર્મમાં અપવર્તનાકરણ લાગે તો મૂંડાવાનું ચાલુ થાય. મોક્ષે જવું હોય તેણે ખૂબ સાવધ રહેવાનું, alert(સતર્ક રહેવું પડે. મોક્ષે કાંઇ એમ ને એમ ન જવાય. વેપારમાં તમે કેટલા સાવધ? નોકરિયાતને કોઇ ઉપાધિ નહીં અને વેપારીને ર૪ કલાક ઉપાધિ ને? દુનિયામાં ફેરફાર થાય તો ચિંતા વેપારીને કે નોકરિયાતને? મુનિ વેપારી જેવો છે અને તમે નોકરિયાત જેવા. તમે પુણ્યાનુબંધી પુણ્ય નથી બાંધી શકતા તેમાં કારણ તમારું માથું જ છે, બાકી ધર્મમાં તો ઘણી તાકાત છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે તો ever-ready(સદા-સાવધ) રહેવું પડે ને? જીવ જો સાવધ હોય તો તે પાપ સેવવા છતાં અનુબંધ પુણ્યનો પાડે, યાને કે પુણ્યાનુબંધી પાપ બાંધી શકે. સમકિતી પાપમાં સંક્રમણકરણ લગાડીને તેને પુણ્યમાં ફેરવી નાંખે. સભા- તે બાબતમાં અપુનબંધક ક્યાં છે? સાહેબજી:- અપુનબંધક હજી નબળો છે. તે માંડ માંડ ઊભો થયો છે. તેણે ઉપર ઉપરની ઘણી ઊંચી ભૂમિકાઓ સર કરવાની છે. યોગની એક એક દષ્ટિમાં કે એક એક ગુણસ્થાનકમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલાં અધ્યવસાયસ્થાનો છે. તમારો વિકાસ અધ્યવસાયસ્થાનો પર નિર્ભર છે. પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વ છે, છતાં ગુણીગુણસ્થાનક છે. તેમાં કેટલા બધા ભેદ છે ! નીચેના ગુણસ્થાનકના top (સર્વોત્કૃષ્ટ કક્ષા)ના અને ઉપરના ગુણસ્થાનકના bottom(જઘન્ય કક્ષા)ના અધ્યવસાયોમાં પાછો કેટલો બધો ભેદતરતમતા હોય છે ! આ આઠ દૃષ્ટિ કે ચૌદ ગુણસ્થાનક તો સ્થૂલથી છે, પણ એક એક દષ્ટિમાં અને ગુણસ્થાનકમાં પણ અસંખ્ય ભેદો છે. તમને બધી Theory(સિદ્ધાંતો) બેસે તો તમે બધું ચઢાણ ચઢી શકો તેમ છો. જે ભગવાન મહાવીરે કહ્યું છે તે જ અનંતા તીર્થકરો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આશ્રવ અને અનુબંધ કહેશે. તેમના ઉપદેશમાં મોક્ષમાર્ગ, સંસારમાર્ગ, નવ તત્ત્વ, પંચાસ્તિકાય આ બધામાં કોઇ ફેરફાર નથી. આજે કે ભવિષ્યમાં પણ મારે આ જ પામવાનું છે, તે જો તમારા મગજમાં બરાબર બેસી જાય, તો હમણાં પ્રગતિ ચાલુ થઇ જાય. નિષેધનો પરિત્યાગ અને વિધાનનું સેવન ભૂમિકા મુજબ કરો. એ તો conviction(પાકી ખાતરી-પ્રતીતિ) આવે તો જ બળ મળે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ ઉપાસના ને સાધના બતાવે છે. ભગવાન પહેલાં Statement(વિધાન) કરે, પછી તર્કથી, નય-સમભંગી-નિપા વગેરેથી પુરવાર કરે કે ચારિત્ર અનાશ્રવ છે. માટે આ રીતે ભગવાનના statementને ઝીલીને તમારા આત્માને તેમાં convince કરો(સમજપૂર્વક વિશ્વાસ બેસાડો), convince થાઓ(પ્રતીતિ થાય) એટલે બળ આવે. પછી સાધના કરો. સાધના કરો એટલે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થાય, ક્ષયોપશમ થાય એટલે મોક્ષ તરફ પ્રગતિ થાય. સભા- પણ અમારે convince (પ્રતીતિ થવી-ખાતરી થવી) કેવી રીતે થવું? સાહેબજી:- Statement સામે દલીલો-પ્રતિદલીલો કરો, પછી ઊહાપોહ ને તર્ક કરો. દષ્ટાંત-પ્રતિદષ્ટાંતોથી સિદ્ધિ કરો. પછી ઉપાસના ને સાધનાનું બળ મળે. પછી અનુભવજ્ઞાન થાય, જેનાથી ક્ષયોપશમ થાય અને મોક્ષ થાય. ભગવાને કરેલાં વિધાન તમારે ઝીલવાનાં છે. અમને પણ આ બધામાં Convince થવામાં વર્ષો નીકળી ગયાં છે. અમારી પણ દૂસ નીકળી ગયેલી. એક ચારિત્ર અનાશ્રવ છે તેટલું Convince થવામાં અમારાં વર્ષો વીત્યાં છે. કર્મની દષ્ટિએ, અધ્યવસાયની દષ્ટિએ, પરિણામની દષ્ટિએ, સ્વરૂપથી શું? બધું વિચારતાં વર્ષો વીત્યાં ત્યારે Convince થયા. સર્વનય-નિક્ષેપા-ભંગ ઉતારી પ્રમાણથી વિચાર્યું તો ચારિત્ર અનાશ્રવરૂપ બેઠું. પછી થયું આનાથી જ મોક્ષ છે. તત્ત્વજ્ઞાન તેનું સાધન છે. કોઈપણ વસ્તુની પ્રાપ્તિ તેના સાધનના જ્ઞાનમાત્રથી નહીં, પણ સેવનથી છે. વેપારનું જ્ઞાન હોવા માત્રથી ધનનો ઢગલો નથી થતો, પણ તે માટે દુકાને જવું પડે, જ્ઞાન પ્રમાણે વેપાર કરવો પડે. તેમ અહીં પણ જ્ઞાન પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે. પછી તેમાં ગતિ તેજ કે ધીમી તે જીવના સત્ત્વ ઉપર આભારી છે. પણ જીવને જેટલો તત્ત્વનો પક્ષપાત આવ્યો એટલે કર્મોનું Dissolution (તૂટવાનું) ચાલુ થાય. જેટલી માત્રામાં રુચિ આવી તેટલી માત્રામાં કર્મો શિથિલ થવા માંડે. તત્ત્વનો નિર્ણય કરવો તે પણ એક મોટી સાધના છે. તેનાં પણ ફળ છે. Systematic stepwise (પદ્ધતિસર અને ક્રમસર) આગળ ચઢવાનું છે. ધર્મમાં એક શાખા, બીજી શાખા અને ત્રીજી શાખા એમ સર્વ શાખામાં ગીતાર્થ થવું પડે. બધી શાખા પાછી એક બીજા સાથે interconnected (સંકળાયેલી) છે. આપણે Page #178 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૬૭ ત્યાં કહ્યું છે કે, કાં તું સ્વયં ગીતાર્થ બન, નહિતર તું ગીતાર્થની નિશ્રાએ રહે. ગીતાર્થ કહે, તું આ ભાવ કર, આ ભાવ ના કર.” તમે Rationaly Convince થાઓ(તર્કસંગત સમજદારીથી વિશ્વાસ બેસાડો) તો તેનાથી બળ આપોઆપ મળે. સમકિતીને અંદરથી બળ મળે. માપતુષમુનિનો બોધ સૂક્ષ્મ છે, પણ નવ પૂર્વવાળા જેટલો સૂક્ષ્મ બોધ નથી, પણ તેમને સમકિતની પ્રતીતિ છે. એક દ્રવ્યની બીજા દ્રવ્ય ઉપર અસર ન માનો તો આશ્રવ થાય ખરો? આત્મા અશુદ્ધ બને ખરો? કેમ કે આત્મા કર્મ-પાપથી અશુદ્ધ થાય છે, અને કર્મ કાઢ્યા વિના આત્મા શુદ્ધ થાય ખરો? માટે આ બધું મૂળથી વિચારવું પડે. તત્ત્વ શું? પંચાસ્તિકાય શું? પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ નિશ્ચયથી પરિણમનશીલ છે, જયારે વ્યવહારથી પાંચે અસ્તિકાય પરિણમનશીલ છે. તે પૈકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પર દ્વારા પરિણમનશીલ છે અને જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સ્વયંથી પરિણમનશીલ છે, એમ વિચારો. પછી એકબીજા ઉપર તેની અસર શું છે? તેનો ઊહાપોહ કરો. બુદ્ધિના આઠ ગુણ પૈકી ઊહાપોહથી જ તત્ત્વનિર્ણય થાય. જીવ તેના Level(ભૂમિકા) પ્રમાણે વિચારે કે, આ કઈ રીતે ઘટે ? આની દલીલો શું છે ? આવિર્ભાવ(પ્રગટ થવું તે), તિરોભાવ(અદશ્ય થવું તે) શું છે? એમ વિચારતાં વિચારતાં ઊહાપોહ થતાં ક્ષયોપશમ વધે, અને વધારે ને વધારે તેને દર્શન થતું જાય. તેને થાય કે પદ્રવ્યની પદ્રવ્ય પર અસર ન માનો તો કાર્યકારણભાવથી વ્યવહાર ન ઘટે, અને વ્યવહાર ન ઘટે તો પ્રવૃત્તિ ન થાય; પણ સંસારમાં તો પ્રવૃત્તિ દેખાય છે, માટે ચોક્કસ પદ્રવ્યની પદ્રવ્ય પર અસર છે, તે સત્ય છે. તમારા માથામાં જ Laboratory (પ્રયોગશાળા) છે, તેને સાથે લઇને ફરો ને ઊંડા ઊતરો. આપણો ધર્મ કપ-છેદ-તાપ બધી કસોટીઓમાંથી પસાર થયેલ છે. તમારા સંસારનું Result(ફળ) શું? Science (વિજ્ઞાન)ની Range(પાંચ)નો આપણે વિચાર કરીએ, તો તે પુલમાં જ આવિષ્કાર કરીને ભૌતિક Comfort (સુખચેન-સગવડ) આપશે; તેમાં પણ ભૌતિક બરબાદી થઇ, તે કિંમત ચૂકવીને જ તમે ભૌતિક પ્રગતિ કરી. ઓસ્ટ્રેલિયામાં Ozon વાયુની અસર છે. Ozon વાયુના સ્તરમાં ગાબડું પડ્યું, તેથી ઊભા થયેલા આ Polluted (પ્રદૂષિત) વાતાવરણમાં શાંતિથી મરાય પણ નહીં. જીવો અસમાધિથી મરે. શાંતિથી જીવાય પણ નહીં. હવે કેન્સરના પેશન્ટ ધડાધડ વધશે. physically unbearable (શારીરિક રીતે સહન ન કરી શકાય તેવું) થાય તો સમાધિ ગઈ, અને સમાધિ ગઈ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આશ્રવ અને અનુબંધ હોય તે જીવ મરીને તિર્યંચમાં કે નરકમાં જાય; આ કદી વિચાર્યું છે? આ તમે પ્રગતિ કરી છે? ભૌતિક ક્ષેત્રે પણ તમને કઈ વસ્તુ મળી છે? તમે શાંતિથી જીવી શકો તેમ છો? તમને એવા સંયોગોમાં મૂકે કે મરતાં પણ સમાધિ રાખવા દે તેમ નથી, પરંતુ કોઈપણ સંયોગોમાં સમાધિ તો ટકવી જ જોઇએ. ધર્મીને પણ જો અસમાધિ થાય તો તેનો ધર્મ ટકી શકે ખરો? અસમાધિ એ તિર્યંચ ને નરકગતિનું કારણ છે. અમે લોકો એમ ને એમ જૈન ધર્મ પર ફીદા થયા નથી. એક એક બાબત કેવી સુંદરસંપૂર્ણ રીતે બતાવી છે ! અમને એમ થાય કે આ બતાવનાર કેટલા જબ્બરજસ્ત intellectual standing(બૌદ્ધિક પ્રતિભા)વાળા હશે!towering personality (ઊંચી પ્રતિભા) ! અમને સ્કૂલ-કોલેજોમાં ક્યાંય કોઇએ આવી રીતે સમજાવ્યું-ભણાવ્યું નથી. ડાર્વિનની gradual development(ક્રમિક વિકાસ)ની Theory (સિદ્ધાંતો અંગે મારે તેના Expert (નિષ્ણાત) સાથે ઘણી ચર્ચાઓ થયેલી. All of a sudden climatic change(એકાએક વાતાવરણમાં ફેરફાર) થાય અને ઘઉં વગેરેમાં જીવડાં થઈ જાય તો gradual development (ક્રમિક વિકાસ) કેવી રીતે ઘટે ? બીજું gradual development ોય તો in between (વચ્ચેની) અવસ્થા હોવી જોઈએ, જેનો તેની પાસે કોઇ દાખલો નથી. development(વિકાસ)માં એકેન્દ્રિયમાંથી બે ઇંદ્રિય વચ્ચે કોઇ અવસ્થા ખરી? તે કહે છે, માણસથી આગળ વિકાસ નથી. વાનરમાંથી માણસ થયા તો પણ બાકીના વાનરો તો વાનર જ રહ્યા, તો તે કેમ માનવો ન થયા? વાનર અને માનવ વચ્ચેની કોઈ અવસ્થા ખરી? અમારે કારણ કર્મ છે, તેને process of evolution (ઉત્ક્રાંતિની પ્રક્રિયા) છે, તો બતાવો વાંદરાની નીચેની અવસ્થા કઈ? આવા ઘણા પ્રશ્નો છે, જેના કોઈ સંતોષકારક જવાબો તેમની પાસે નથી. પેલો Scientist(વજ્ઞાનિકો મને કહે, We have not digested but swallowed(અમે પચાવી નથી, પણ ગળી ગયા છીએ). ડાર્વિનની થીયરી hyphothetical(અનુમાનિત) છે, આપણી બધી વાતો principle (સિદ્ધાંત) પર આધારિત છે. We have no postulates, where there is a scope of development, we work on principles. (અમારે કશું ધારણાઓ ઉપર નથી. જયાં અમારે ત્યાં વિકાસનો અવકાશ છે, ત્યાં અમે સિદ્ધાંતો ઉપર કામ કરીએ છીએ.) નિગોદથી તમે અહીં આવ્યા ને? પાછા અહીં અટકી ગયા ને? જૈનશાસ્ત્રોમાં બધું clear (સ્પષ્ટ) છે. અમને તે Strength(બળ) conviction (સમજણ-પાકી ખાતરી)થી મળી છે. આ જ્ઞાનાચાર, આદર્શનાચાર, આ ચારિત્રાચારાદિ આખી દ્વાદશાંગી તીર્થંકરો આપે Page #180 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને અનુબંધ ૧૬૯ છે; જે અર્થથી તો નિત્ય છે, તીર્થકરો તો શબ્દથી આપે છે. અનુભવજ્ઞાન થાય એટલે ભગવાને કહ્યો છે તેવો જ આ સંસાર, સંજ્ઞાઓથી અને કષાયોથી લુષિત દેખાય છે. ધર્મ શરૂમાં કઠણ લાગે છે, પણ જેવું તમારું કાંઈક ચૈતન્યનું સ્તર આવ્યું એટલે તરત સંસાર કઠણ બને છે અને ધર્મ સુલભ લાગે છે. ભૂમિકા આવશે તો સાધનામાર્ગ ઉપર તમે ચઢી ગયા સમજો. પછી તમને ઉત્તમ ચારિત્ર, ઉપશમમાં સુખ લાગશે; અઢાર પાપસ્થાનકો વિડંબનારૂપ લાગશે, તેમાંથી વિરક્ત થવામાં સુખ લાગશે. કષાયો ને વિષયોમાં પીડાનું વેદન ચાલુ થયું કે તમે ભાવથી મોક્ષમાર્ગ પર. ભાવથી મોક્ષમાર્ગ પર ચઢી ગયા પછી તમને બધું As it is reflec(જેવું છે તેવું પ્રતિભાસિત) થશે. ભગવાને કહ્યું તે જ પ્રતીતિમાં આવે તો સમજવાનું કે સાચો ક્ષયોપશમ થયો છે ને મોક્ષમાર્ગ પર જીવ ચઢી ગયો છે. જેવી આ પ્રતીતિ થઈ એટલે સમજવાનું કે દર્શનશુદ્ધિ થવા લાગી છે. પછી તો તે સ્વયં જોતો જશે ને ધર્મ કરતો જશે. સૂઝ બધી અંદરથી આવશે. અંદરથી ઉધાડ થવા માંડે, પછી તો તમે જેમ વેપારમાં ગણતરીબાજ છો, તેમ અહીં પણ ગણતરીબાજ થશો અને તમારી બધી પ્રવૃત્તિ ગણતરી કરીને ગોઠવતા જશો અને આગળને આગળ વધતા જશો. hardship (કઠણાઇ) બધી starting(શરૂઆત)માં જ છે. ચારિત્રમાં જેને સુખ દેખાય અને અચારિત્રમાં જેને દુઃખ દેખાય, તે નિયમા સમકિતી છે. જે groundwork (પાયો) તૈયાર કરીને આવે છે, તેને બધું સુલભ હોય છે. જે જન્મજન્માંતરના સાધક, તે તો પલકવારમાં મોક્ષ પામી જાય; જેમ કે બૂસ્વામી, કેટલો જબ્બરદસ્ત મમત્વનો ત્યાગ ! માબાપ, તથા ૬૪ કલાઓમાં પારંગત એવી આઠ-આઠ પત્નીઓનો ત્યાગ કર્યો ને સંયમ સ્વીકાર્યું, અને ચારિત્રમાં સુખ લાધતાં સંયમની સાધના કરી ૧૪ પૂર્વનું જ્ઞાન, કેવલજ્ઞાન પામીને મોક્ષે પહોંચ્યા. આગળ સાધના કરીને આવેલ હોવાથી જોતજોતામાં આગળ વધી ગયા. સાધના કરે તે જોતજોતામાં ક્યાંય આગળ વધી જાય. એક કરતાં બીજાનાં કર્મ અનંતગણો હોય, છતાં સત્ત્વ એટલું જાગે તો બધાં સાફ કરે. track(માર્ચ) મળ્યા પછી જીવનો વીર્યંતરાયનો ક્ષયોપશમ જાગે તો બધું ફળે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજયશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગીતાર્થ ગંગાથી પ્રકાશિત ગ્રંથો *યોગવિંશિકા શબ્દશઃ વિવચેન અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ વિવેચન શ્રાવકના બારવ્રતોનાં વિકલ્પો યોગદૃષ્ટિ સમુચ્ચય સદ્ગતિ તમારા હાથમાં! કર્મવાદ કર્ણિકા દર્શનાચાર શાસનસ્થાપના અનેકાન્તવાદ પ્રશ્નોત્તરી ચિત્તવૃત્તિ ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ આશ્રવ અને અનુબંધ મનોવિજય અને આત્મશુદ્ધિ ભાગવતી પ્રવ્રજ્યા પરિચય વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧,૨,૩ આરાધક વિરાધક ચતુર્થંગી શબ્દશઃ વિવેચન ભાવધર્મ (પ્રણિધાન) ભાવધર્મ (પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ, વિનિયોગ) સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ શબ્દશઃ વિવેચન પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા યાને અતીતના બંધનોથી મુક્તિ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન जैन शासन स्थापना (हिन्दी आवृत्ति) चित्तवृत्ति ( हिन्दी आवृत्ति ) પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ * અનુપલબ્ધ પુસ્તકો. આશ્રવ અને અનુબંધ વિવેચક પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા યુગભૂષણવજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. મોહજિતવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. યુગભૂષણવિજયજી મ.સા. પ્રવિણભાઇ મોતા યુગભૂષણવિજયજી મ.સા. પ્રવિણભાઇ મોતા भूषण विजयजी म.सा. युगभूषणविजयजी म.सा. પ્રવિણભાઇ મોતા પ્રવિણભાઇ મોતા Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૧ પરિશિષ્ટ - ૧ આભાને ગ્રાહ્ય થાય તેવી ૮ પ્રકારની વર્ગણાઓ : દારિર્ઝણા:- મનુષ્ય, પશુ-પંખી, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય વગેરેનાં શરીરો આ પુદ્ગલમાંથી બને છે. આ વર્ગણા સ્થૂલ અને સંખ્યામાં ઓછા પુદ્ગલ પ્રદેશોવાળી છે. વૈક્રિયવર્ગણા :- દેવ, નારકીના તેમજ કોઇ કોઇ તિર્યંચોના તથા બાદર વાયુકાય (વક્રિય લબ્ધિવાળા)નાં શરીરો આ વર્ગણામાંથી બને છે. આ વર્ગણા ગ્રહણ કરી વિકાર-વિક્રિયા કે બહુરૂપતા ધારણ કરાય છે. આ પુદ્ગલો દારિક કરતાં વધુ સૂક્ષ્મ અને સંખ્યામાં વધારે હોય આહારક્વર્ગણા:- આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વના જ્ઞાનીને ચૌદપૂર્વનો સ્વાધ્યાય કરતાં શંકા પડે તો આ પગલો ગ્રહણ કરી એક હાથે પ્રમાણ શરીર બનાવી તીર્થકર દેવ પાસે સમાધાન મેળવવા જાય. આ પુગલો વેકિય પુદગલો કરતાં સૂક્ષ્મ અને જથ્થામાં અધિક હોય છે. તેજસવર્ગણા:- તેજસશરીર આ પુદ્ગલોમાંથી બને છે, જેને આપણે પાચક શક્તિ (જઠરાગ્નિ) કહીએ છીએ તે સૂક્ષ્મ શરીર આપણા આ શરીરની અંદર છે. આ શરીર તપે ત્યારે તાવ આવે છે. તેજલેશ્યા કે શીતલેશ્યા તે આ શરીરની જ શક્તિ છે. ભાષાર્ગણા-બોલવા માટે આ પુદ્ગલો ઉપયોગી થાય છે. આ પુદ્ગલો ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી ભાષા બોલી છોડી દેવાય છે. શ્વાસોચ્છવાસવર્ગણા:- આ પુદ્ગલો લઇ શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી છોડી દેવામાં આવે છે, જેને આપણે પ્રાણવાયુ (ઓક્સીજન) તરીકે ઓળખીએ છીએ. મનોવર્ગણા - આપણું મન એ પુદ્ગલનું બનેલું છે. એ વર્ગણાના પુદ્ગલોને મનોવર્ગણાના પુદ્ગલો કહેવાય છે. કામણવર્ગણા:- જે કર્મોની રજ આપણા આત્મા ઉપર ચોટે છે તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો છે. આ આઠે વર્ગણા - પુદગલોનો જથ્થો ચૌદરાજલોકમાં ઠાંસી-ઠાંસીને ભરેલો છે. આ પુદ્ગલોનો જીવો તે તે રીતે ઉપયોગ કરે છે. (“તત્વજ્ઞાન તરંગિણી'માંથી સાભાર) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પરિશિષ્ટ - ૨ : લેશ્યા ઃ કર્મબંધમાં સૌથી વધારે જેનું મહત્ત્વ છે ને રસબંધનો જેની પર આધાર છે તે લેશ્યા, એ એક પ્રકારના દ્રવ્યસમૂહને લીધે આત્માનો પરિણામવિશેષ (અધ્યવસાય) છે. તેના બે પ્રકાર (૧) દ્રવ્યલેશ્યા : આત્માએ ગ્રહણ કરેલ લેશ્યાને યોગ્ય પુદ્ગલ દ્રવ્યનો સમૂહ તે દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા : દ્રવ્યલેશ્યાને લીધે થતા આત્માના પરિણામવિશેષને (અધ્યવસાયને) ભાવલેશ્યા કહે છે. દ્રવ્યલેશ્યા છ પ્રકારની છે. (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્મ અને (૬) શુક્લ. દ્રવ્યલેશ્યાને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, પણ તે એટલા બધા સૂક્ષ્મ હોય છે કે સ્થૂલ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. પરિશિષ્ટ ભાવલેશ્યા શુદ્ધિની અપેક્ષાએ બે પ્રકારની છે, (૧) વિશુદ્ધ ઃ તેજો, પદ્મ અને શુક્લ લેશ્યાથી થતો આત્મપરિણામ શુદ્ધ ગણાય છે, અને (૨) અવિશુદ્ધઃ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાથી થતો આત્મપરિણામ અશુદ્ધ ગણાય છે. સંક્લેશની અપેક્ષાએ ભાવલેશ્યા છ પ્રકારની છે. (૧)તીવ્રતમ (૨) તીવ્રતર (૩) તીવ્ર (૪) મંદ (૫) મંદતર (૬) મંદતમ. લેશ્યા સમજવા જાંબુફળ ખાવાની ઇચ્છાવાળા છ પુરુષોનું દૃષ્ટાંત આવે છે, જેમાં પહેલો કહે છે જાંબુવૃક્ષને “મૂળથી કાપો,’” બીજો કહે ‘‘મોટી ડાળી કાપો,” ત્રીજો કહે “નાની ડાળી કાપો,’’ ચોથો કહે “ગુચ્છા તોડો,” પાંચમો કહે “જાંબુ જ તોડો,’” અને છઠ્ઠો કહે “ભૂમિ પર રહેલાં જાંબુ જ વીણો.’’ આ દૃષ્ટાંત સામાન્યથી તે જીવોની પ્રકૃતિ કેવી હોય છે તે બતાવે છે. (૧) કૃષ્ણલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે મન, વચન અને કાયાથી અસંયમી, છ કાયની હિંસાથી નહીં વિરમેલો, પાપકાર્યોમાં સાહસિક, ક્ષુદ્ર, ક્રૂર, અજિતેન્દ્રિય, સર્વનું અહિત કરનારો અને કુટિલ ભાવનાવાળો હોય. (૨) નીલલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે ઇર્ષ્યાળુ, કદાગ્રહી, તપ નહિ આદરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, લંપટ, દ્વેષી, રસલોલુપી, શઠ, પ્રમાદી, સ્વાર્થી, આરંભી, ક્ષુદ્ર અને સાહસિક હોય. (૩) કાપોતલેશ્યાના પરિણામવાળો પુરુષ સામાન્ય રીતે વાણી અને વર્તનમાં વક્ર, માયાવી, અભિમાની, પોતાના દોષોને છુપાવનાર, પરિગ્રહી, ગુણઅનાર્ય, મિથ્યાદષ્ટિ, ચોર, અને કઠોરભાષી હોય. (૪) તેજોલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે નમ્ર, અચપલ, અકુતૂહલી, વિનીત, દાની, તપસ્વી, યોગી, ધર્મપ્રેમી, પાપભીરુ, અને કલ્યાણનો ઇચ્છુક હોય. (૫) પદ્મલેશ્યાવાળો પુરુષ સામાન્ય રીતે અલ્પક્રોધ-અલ્પમાનઅલ્પમાયા-અલ્પલોભવાળો, શાંતચિત્ત, દમિતેન્દ્રિય, તપસ્વી, યોગી, અલ્પભાષી, અને ઉપશમ રસમાં ઝીલનારો હોય. (૬) શુક્લલેશ્યાના પરિણામવાળો પુરુષ સામાન્ય રીતે શાંત ચિત્તવાળો, દમિતેન્દ્રિય, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી સહિત અને રાગ-દ્વેષ વિનાનો હોય. Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૩ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યને છએ લેક્ષાઓ હોય. જેમાં શુક્લલશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વમાં માત્ર નવ વર્ષ ઓછાની હોય છે અને તે સિવાયની પાંચ લેશ્યાઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. છ લેગ્યામાં પહેલી ત્રણ અધર્મલેશ્યાઓ છે અને દુર્ગતિનું કારણ છે, જયારે છેલ્લી ત્રણ ધર્મલેશ્યાઓ છે અને સદ્ગતિનું કારણ છે. જીવ જેવી લેશ્યાથી મરે છે, તેવી જ લેશ્યા સાથે ઉત્પન્ન થાય છે. જીવને પહેલા છ ગુણસ્થાનકમાં છએ વેશ્યાઓ હોય છે. સાતમા ગુણસ્થાનકે તેજસુ, પદ્મ અને શુક્લ તથા આઠમાથી તેમાં ગુણસ્થાનકે ફક્ત શુક્લલેશ્યા હોય છે, અને ચૌદમા ગુણસ્થાનકે કોઇ લેક્ષા હોતી નથી. વેશ્યાનો આટલી સૂક્ષ્મતાથી જેવો વિચાર જૈનદર્શનમાં કર્યો છે, તેવો વિચાર અન્ય દર્શનોમાં જોવામાં આવતો નથી. (“ધાર્મિક પ્રશ્નોત્તરી વિભાગ-૩”માંથી સાભાર) પરિશિષ્ટ - 3 બુદ્ધિના ૮ ગુણ અને ૪ પ્રકાર (૧) શુશ્રુષાગુણ :- સાંભળવાની ઇચ્છા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા. શુશ્રુષા વગર જ્ઞાનપ્રવાહની સેર ન ફૂટે. (૨) શ્રવણગુણ :- ધ્યાનપૂર્વક રસથી સાંભળવું તે. (૩) ગ્રહણગુણ - સાંભળતા જવું અને સમજતા જવું એનું નામ ગ્રહણ, સાંભળેલું જો સમજાયું નહીં તો સમજવું કે ગ્રહણ ન થયું. (૪) ધારણગુણ - જે સાંભળ્યું અને સમજાયું તે ભૂલી ન જવાય તે રીતે યાદ રાખવું. (૫) ઊહ-તર્ક:- જે સાંભળ્યું, ગ્રહણ કર્યું અને યાદ રાખ્યું તેને તર્કથી જયાં જે રીતે ઘટતું હોય ત્યાં તે રીતે ઘટાવવું. વિષયને અનુરૂપ પ્રશ્ન કરવો. (૬) અપોહ-વિતર્ક:-સાંભળેલી વાતની ઊલટી દલીલથી ચકાસણી કરવી. તેમાં કોઈ બાધક તત્ત્વ છે કે નહીં તે તપાસવું. (૭) અર્થવિજ્ઞાન - વસ્તુને સામાન્ય-વિશેષરૂપે, સંપૂર્ણપણે, ભ્રમ કે સંશય ન રહે તે રીતે સત્ય સ્વરૂપમાં સમજવી. (૮) તત્ત્વનિર્ણય :- આ વસ્તુ આમ જ છે, તેવો તત્ત્વનો યથાર્થ નિશ્ચય. બુદ્ધિના આઠ ગુણપૂર્વક કરેલું ધર્મશ્રવણ માતાના દૂધ કરતાં પણ અધિક ગુણકારી છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બુદ્ધિના ચાર પ્રકાર : (૧) ઔત્પાતિડીબુદ્ધિ :- તે તે કાર્યપ્રસંગને અનુલક્ષી સ્વાભાવિક એકાએક ઉત્પન્ન થાય. (૨) વૈનચિકીબુદ્ધિ :- ગુરુ આદિના વિનયથી ઉત્પન્ન થાય તે. . પરિશિષ્ટ (3) કાર્મિડીબુદ્ધિ :- કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થાય તે. દા.ત. લુહાર, સુથાર, વેપારી વગેરેની બુદ્ધિ. (૪) પારિણામિડીબુદ્ધિ :- પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાકથી ઉત્પન્ન થાય છે તે. (“તત્ત્વજ્ઞાન તરંગિણી’’માંથી સાભાર) પરિશિષ્ટ - ૪ આયુષ્યને લાગતા સાત પ્રકારના ઉપઘાત (૧) પ્રબળ અધ્યવસારાથી ઃ- અત્યંત કામાસક્તિ કે સ્નેહાસક્તિ હોય અને પ્રિયપાત્રનો વિયોગ થાય તો તેના આઘાતથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૨) નિમિત્તથી :- શસ્રાદિના પ્રહારથી, વિષપાનથી કે દંડ-ચાબુક વગેરેના સખત પ્રહારથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૩) આહારથી :- અતિ અલ્પ આહારના કારણે શરીર કૃશ થવાથી, સ્નિગ્ધ આહારના કારણે રોગાદિ થવાથી, ભારે, ઘણો અને અહિતકર આહાર કરવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૪) વેદનાથી :- શૂળ વગેરે વ્યાધિની પીડાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૫) પરાઘાતથી :- બીજા તરફથી થયેલા આઘાતથી, ઊંડા ખાડા વગેરેમાં પડવાથી કે પર્વત ઉપરથી ઝંપાપાત કરવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૬) સ્પર્શથી :- ચામડીને તાલપુટવિષનો, અગ્નિનો, ભયંકર સર્પાદિક ઝેરી વસ્તુનો કે વિષકન્યાદિનો માત્ર સ્પર્શ થવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (૩) આપ્રાણથી :- ગળે ફાંસો ઘાલવાથી, શ્વાસનું રુંધન થાય અથવા નાક કે ગળામાં કોઇ આડખીલી ઊભી થવાથી કે રોગાદિને કારણે શ્વાસનું રુંધન થવાથી આયુષ્યનો શીઘ્ર ક્ષય થાય છે. (“તત્ત્વજ્ઞાન તરંગિણી’’માંથી સાભાર) Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૫ પરિશિષ્ટ - ૫. ઇન્દ્રિયોના વિષયો તથા કપાય અને નોકપાય વિષય અને ક્યાય શબ્દનો ઉપયોગ જૈન સાહિત્યમાં પ્રચુર માત્રામાં જોવા મળે છે. સમગ્ર સંસારનો સરવાળો વિષય-કપાય બેમાં આવી જાય છે. આ શબ્દોને તેમના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સમજવા પ્રયાસ કરીએ. સંસારમાંથી જયાં સુધી જીવનો મોક્ષ થતો નથી, ત્યાં સુધી તેને શરીરનો વળગાડ છે. સંસારમાં જીવ પોતાના કર્માનુસારે શરીરમાં એક યા અધિક ઇન્દ્રિયોને પામે છે. એક ઇન્દ્રિયવાળાને માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે, બે ઇન્દ્રિયવાળાને પહેલી સ્પર્શનેન્દ્રિય અને બીજી રસનેન્દ્રિય હોય છે. તેમ ક્રમશઃ પાંચે સમજવી. આ દરેક ઇન્દ્રિયોને પાછા પોતાના સ્વતંત્ર વિષયો છે. આ પાંચે ઇન્દ્રિયોના મળીને કુલ ૨૩વિષયો બતાવ્યા છે. આ પાંચે ઇન્દ્રિયો અને તેમના વિષયોની યાદી ક્રમશઃ નીચે મુજબ છે. (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી) :- તેના આઠ વિષયો (યાને કે સ્પર્શના આઠ પ્રકારો) (૧) હલકું (૨) ભારે (૩) ખરબચડું (૪) લીસું (પ) ઊનું (૬) ઠંડું (૩) ચીકણું અને (૮) લૂખું. (૨) રસનેન્દ્રિય (જીભ) - તેના પાંચ વિષયો (૯) કડવો (૧૦) તીખો (૧૧) ગળ્યો (૧૨) ખારો (૧૩) અને ખાટો એ પાંચ રસ. (૩) ઘ્રાણેન્દ્રિય (નાક) - તેના બે વિષયો તે (૧૪) સુગંધ અને (૧૫) દુર્ગધ. (૪) ચક્ષુઇન્દ્રિય (આંખ) - તેના પાંચ વિષયો તે (૧૬) લાલ (૧૭) પીળો (૧૮) કાળો (૧૯) ધોળો અને (૨૦) લીલો એ પાંચ વર્ણ-રંગ. (૫) શ્રોબેન્દ્રિય (કાન)ના ત્રણ વિધ્યો (ર૧) સચિત્ત શબ્દ (૨૨) અચિત્તશબ્દ અને (૨૩) મિશ્રશબ્દ. રાગ-દ્વેષથી આ વિષયોમાં લેપાવું નહીં પરંતુ ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. તે ગુણ છે. આ ૨૩ વિષયોમાં જડ જગતમાં ઇન્દ્રિયગમ્ય જેટલી બાબતો છે, તે દરેકનો સમાવેશ થઇ જાય છે. સામાન્ય રીતે જીવ ભૌતિક સુખની લોલુપતા ભૂખને સંતોષવા માટે પોતાની ઇન્દ્રિયોને આ ર૩ વિષયોમાં પ્રવર્તાવી અનુકૂળ લાગતા વિષયોમાં રાગ અને પ્રતિકૂળ લાગતા વિષયોમાં પના પરિણામ કરે છે, જેના કારણે નોકષાયોનો અને કષાયોનો ઉદ્રક (શાંત હોય, ઉદયમાં ન હોય તેવા કર્મો-કષાયોને નિમિત્ત પામીને ઉદયમાં લાવવાં તે) થાય છે અને તેને અનુરૂપ જીવ કર્મો બાંધે છે. કષ એટલે સંસાર અને આય એટલે લાભ, યાને કે જેનાથી સંસારવૃદ્ધિ થાય તે કપાય; અને કપાયને ઉપજાવે કે કપાયના સહચારી , કષાયના પ્રેરક તે નોક્યાય, શાસ્ત્રોમાં નવ પ્રકારના નોકષાયનું વર્ણન આવે છે, તે સંક્ષેપથી આ પ્રમાણે જાણવા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પરિશિષ્ટ (૧) હાસ્ય : દર્શન કે શ્રવણાદિ બાહ્ય નિમિત્ત, સ્મરણાદિ આંતર નિમિત્ત કે નિમિત્ત વિના હસવું આવે છે. (૨) રતિઃ બાહ્ય કે આંતર વસ્તુમાં પ્રીતિ, ખુશી, આનંદ થાય છે. (૩) અરતિઃ બાહ્ય કે આંતર વસ્તુમાં અપ્રીતિ વગેરે થાય તે. (૪) શોક પ્રિય વસ્તુના વિયોગથી રડે, આળોટે, નિસાસા નાંખે. (૫) ભયઃ સકારણ કે નિષ્કારણ પોતાના સંકલ્પથી ભય કે બીક લાગે છે. (૬) ગુપ્તા સારી કે નરસી વસ્તુ પર સુગ થાય તે. (૩) પુરુષવેદ : કફવાળાને ખાટું ખાવાની ઇચ્છા થાય તેમ સ્ત્રીભોગની ઇચ્છા થાય તે. આ વેદ ઘાસના અગ્નિ જેવો છે. વેદોદય જાગે શીધ્ર અને શાંત પણ તરત થાય. (૮) સ્ત્રીવેદ : પિત્તવાળાને મધુર વસ્તુ ખાવાની ઇચ્છા થાય તેમ પુરુષભોગની ઇચ્છા થાય. આ વેદ બકરીની લીંડીના અગ્નિ જેવો છે, જાગે મોડો તેમ શમે પણ મોડો. જેમ પુરુષનો સ્પર્શ થાય તેમ વધે. (૯) નપુંસક્વેદ : પિત્ત અને કફના રોગીને ખાટું-મીઠું ખાવાની ઇચ્છા થાય તેમ સ્ત્રીપુરુષ બંનેના ભોગની તીવ્ર ઇચ્છા થાય. આ ભોગ નગરદાહ જેવો છે, સળગે જલદી અને શાંત પડે મોડો. નોકષાય વિષયક માહિતી “તત્ત્વજ્ઞાનતરંગિણી”માંથી સાભાર) ક્યાયો મુખ્ય ક્રોધાદિ ચાર છે. આ કષાયો ક્ષમા-નમ્રતા-સરલતા અને નિર્લોભતાના ભાવોને ઢાંકી દઇ ક્રોધાદિક ભાવોનું વેદન કરાવે છે. તે ક્યારેક ક્રોધ સ્વરૂપે, ક્યારેક માન (અભિમાન) સ્વરૂપે, ક્યારેક માયા સ્વરૂપે તો ક્યારેક લોભરૂપે વર્તે છે. (૧) ક્રોધઃ ગુસ્સો, કજીયો, ઇર્ષ્યા, પરસ્પર મત્સર, ખેદ, રોષ, હૈયાનો ઉકળાટ, રીસાળપણું, બળાપો વગેરે દ્વારા કોઇનો તિરસ્કાર કરવો, ઠપકો આપવો, સાથે ન રહી શકવું, સામાના ઉપકારને વિસરી જવો, બીજાની સાથે સમાનપણે નહીં વર્તવું, વગેરે ઘણી લાગણીઓનો ક્રોધમાં સમાવેશ થાય છે. ક્રોધ એ આંતરિક આગ સમાન છે અને તેનું મારણ ક્ષમાથી કરવાનું છે. (૨) માન: બીજાઓની હલકાઇ અને પોતાની પ્રશંસા બોલવી, બીજાઓનો પરાભવ કરવો, પરની નિંદા, બીજાઓ પ્રત્યે અસદુભાવ, બીજાને વગોવવા, કોઇનો ઉપકાર ન કરવો, બીજાના ગુણોને ઢાંકવા, પોતાની મોટાઈની લાગણી વગેરેને માન કહેવાય. Page #188 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭૭ માન તે આંતરિક નશા જેવું છે અને તેનું મારણ નમ્રતાથી જવાનું છે. (3માયા : ગુમ પાપાચરણ, કૂડકપટ, બીજાને ઠગવા, હૃદયના ભાવને છુપાવવો, પોતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણાવું, મૂર્ખની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણ, શઠબુદ્ધિ, વિશ્વાસઘાત, બહારનો દેખાવ કૃત્રિમ કરવો, બીજાને ઠગવાની યુક્તિઓ કરવી, બીજા ઉપર તરાપ મારવાનો પ્રપંચ કરવો, શબ્દની મીઠાશ રાખી વિપરીત વર્તન કરવું, વગેરેનો માયામાં સમાવેશ થાય છે માયા તે આંતરિક અભિનય સમાન છે અને તેનું મારણ સરળતાથી ક્રવાનું છે. (૪) લોભ એકઠું કરવાનો સ્વભાવ, કઠોરતા, અતિ મમતા, કૃપણતા, છતી સામગ્રીએ ભૂખ્યા રહેવું, ત્રણ લોકની વસ્તુ પોતાને મળી જાય તો સારું એમ ઇચ્છવું વગેરે લોભનાં રૂપો લોભ તે આંતરિક ભૂખ સમાન છે અને તેનું મારણ સંતોષ ગુણથી ક્રવાનું છે. કષાયોની ગુણવત્તા, યોગ્યતા ને તેના આંતર પરિણામ-સ્વરૂપને આધારે દરેકના ચાર ચાર ભેદ થાય છે, તે કપાયોની ચાર જાતિ નીચે પ્રમાણે જાણવી. (૧) અનંતાનુબંધી યાને કે જેનાથી અનંત સંસારનો અનુબંધ થાય; તેવા ક્રોધ, માન, માયા અને લોભ. તે સમકિતને અટકાવે. (૨) અપ્રત્યાખ્યાની યાને કે જેનાથી ભાવથી અલ્પ પણ પચ્ચખાણ થઇ ન શકે; તેવા ક્રોધ, માન, માયા અને લોભ તે દેશવિરતિને અટકાવે. (3) પ્રત્યાખ્યાની યાને કે જેનાથી ભાવથી સર્વવિરતિરૂપ પચ્ચખ્ખાણ થઇ શકે નહીં; તેવા ક્રોધ, માન, માયા અને લોભ. તે સર્વવિરતિને અટકાવે (૪) સંજ્વલન યાને કે જે ચારિત્રમાં કાંઇક લાગે, ચારિત્રમાં અતિચાર લગાડે; તેવા ક્રોધ, માન, માયા અને લોભ તે યથાપ્યાત ચારિત્રને અટકાવે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પરિશિષ્ટ કષાયોનો સ્વરૂપ તથા અસરદર્શક કોઠો કપાય ક્રોધ માન માયા લોભ ગુણનો |સ્થિતિ ગતિ ઘાત અનંતા- પર્વતની | પત્થરના | કઠણ | કીરમજીના સિમ્યક્ત જીવન નરક નુબંધી |ફાટ જેવો થાંભલા વાંસના રંગ જેવો પર્યત જેવું | મૂળ જેવી અપ્રત્યા- પૃથ્વીની | અ0િ | ઘેટાનાં ! ગાડાની દિશવિરતિ વર્ષ તિર્યંચ ખ્યાની ગુફાટ જેવો શિંગડાં | મળી જેવો જેવું જેવી પ્રત્યા- | રેતીમાં | લાકડાં | ગાયના | કાદવ જેવો સર્વવિરતિ ચાર મનુષ્ય ખ્યાની લીટી જેવો જેવું મૂત્રની ધાર માસ જેવી સંજ્વલન પાણીમાં નેતરની | લાકડાની | હળદરના યથાખ્યાત પંદર | દેવ રેખા જેવો સોટી જેવું છાલ જેવી | રંગ જેવો | ચારિત્ર દિવસ (તત્ત્વજ્ઞાનતરંગિણીમાંથી સાભાર) આત્મા જો જાગ્રત ન હોય તો વિષયો અને કષાયો ભેગા મળી આત્માને ઘણું નુકસાન પહોંચાડે. વિષયો સ્વતંત્ર રીતે કોઈ પાપબંધનું કારણ નથી, પરંતુ તે વિષયોનાં નિમિત્તને પકડી આત્મા જે કાષાયિક પરિણામો કરે છે તે પાપબંધનું કારણ છે. માટે જ આપણે ત્યાં ઇન્દ્રિયોનો નિગ્રહ અને અશુભ નિમિત્તોથી અળગા રહેવાની વાત છે. કર્મમાં સ્થિતિબંધનો મુખ્ય આધાર કષાયના આવેગોની તરતમતા પર છે. કષાયોના આવેગોની તીવ્રતા વધારે તો સ્થિતિબંધ અધિક. વળી, વેશ્યા કે જે કર્મમાં રસબંધનું કારણ ગણી છે, તેની શુદ્ધિ-અશુદ્ધિના મુખ્ય આધાર તરીકે પણ કષાયોને જ ગણ્યા છે. તેથી કષાયની તીવ્રતા વધારે તો પરિણામે વેશ્યા અશુદ્ધ થશે, અને કષાયોની જેટલી મંદતા તેટલી વેશ્યાની વિશુદ્ધિ વધારે. આમ કષાય એ સ્થિતિ અને રસબંધ બંને માટે કારણરૂપ છે, તેથી હેય છે; અને પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરા આ બે જ કરવા જેવાં છે. વિવેકપૂર્વકના પ્રશસ્ત કપાય ભાવો પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે અને પ્રશસ્તતા કે અપ્રશસ્તતા બંનેનો અભાવ ઊભો થાય ત્યારે સામનિર્જરા થાય છે. માટે પહેલાં અપ્રશસ્તતામાંથી પ્રશસ્તતામાં આવવાનું, વિવેક ખીલવતા જવાનું અને અંતે તે કષાયોનો સર્વથા ત્યાગ કરવાનો છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પરિશિષ્ટ - X (૧) ગુણસ્થાનકોનાં નામો : (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્ર ગુણસ્થાનક (૪) અવિરતિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૬) પ્રમત્ત ગુણસ્થાનક (૭) અપ્રમત્ત ગુણસ્થાનક (૮) નિવૃત્તિ ગુણસ્થાનક (૯)અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંતમોહ ગુણસ્થાનક (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક અને (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક. ૧૭૯ (૨) અઢાર પાપસ્થાનકોની યાદી : (૧) હિંસા (૨) અસત્ય (૩) ચોરી : આપ્યા વિના લેવું તે (૪) મૈથુન : અબ્રહ્મ-કામવિષયસેવન (૫) પરિગ્રહ : ધનધાન્યાદિ સંગ્રહ, તેના પર મમતા (૬) ક્રોધ (૭) માન : અહંકાર (૮) માયા ઃ કપટ (૯) લોભ : અસંતોષ – વધુને વધુ મેળવવાની વૃત્તિ (૧૦) રાગ : પ્રીતિ (૧૧) દ્વેષ : ખાર-અપ્રીતિ (૧૨) કલહ : કજીયો (૧૩) અભ્યાખ્યાન : કોઇની ઉ૫૨ ખોટું આળ ચઢાવવું તે (૧૪) પૈશુન્ય : ચાડી-ચુગલી (૧૫) રતિ : આનંદ, ગમો અને અતિ : અણગમો (૧૬) ૫૨પરિવાદઃ પારકી નિંદા (૧૭) માયામૃષાવાદ : કપટપૂર્વક જૂઠું બોલવું તે અને (૧૮) મિથ્યાત્વશલ્ય ઃ જૂઠી શ્રદ્ધા, ખોટો આગ્રહ, દેવ-ગુરુ-ધર્મ ઉપર અશ્રદ્ધારૂપી શલ્ય. : (૩) અપુનબંધક અવસ્થા મિથ્યાત્વમોહનીય કર્મની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ ફરીથી ન બાંધવાની જીવની યોગ્યતા, તે અપુનર્બંધક અવસ્થા. કર્મબંધથી સંસારવૃદ્ધિ છે. આ અવસ્થા પામ્યા પછી જીવની યોગ્યતા એવી થાય છે કે તે ૭૦ કોટાકોટી સાગરોપમથી વધારે સંસારવૃદ્ધિ થાય તેવું કર્મ બાંધતો નથી, તેવું પાપ સેવતો નથી. અથવા ફરીથી નહિ બાંધનારો અર્થાત્ મોહનીયકર્મની ૭૦ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે જે જીવ ફરી ક્યારેય બાંધવાનો નથી, યાવત્ ૬૯, ૬૮, ૬૭ કોટાકોટી સાગરોપમ પ્રમાણ બાંધશે, પણ ૭૦ કોટાકોટી પ્રમાણ નહિ બાંધે, એટલે કે એવા સંસારવૃદ્ધિકર પાપને નહિ સેવે. જેથી ઉત્કૃષ્ટ કર્મ બાંધવાનું હવે જેમાં બંધ થાય છે તેવી કાયમી લાભવાળી જીવની સ્થિતિ-અવસ્થા. આ ભૂમિકાથી અધ્યાત્મની દૃષ્ટિએ આત્મવિકાસનો એકડો મંડાય છે, જીવનો વિકાસક્રમ ચાલુ થાય છે. (૪) ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમક્તિ ઃ સમકિતના મુખ્ય ત્રણ પ્રકારો છે. (૧) ઉપશમસમકિત કે જેમાં મિથ્યાત્વનાં યા દર્શનમોહનીયનાં પુદ્ગલોનો વિપાકોદય કે પ્રદેશોદય કોઇ ઉદય હોતો નથી તે. (૨) ક્ષયોપશમસમકિત કે જેમાં મિથ્યાત્વમોહનીયનાં ઉદયગત (પ્રદેશોદયગત) પુદ્ગલોના Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પરિશિષ્ટ રસનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલાં એવાં તે પુગલોનો ઉપશમ, એમ ક્ષય અને ઉપશમ બંનેવાળું છે. વળી તે સમ્યક્વમોહનીયના પગલોના વિપાકોદયવાળું છે. જો કે આ પગલાશ્રયી ક્ષયોપશમસમકિત કરતાં શુદ્ધ આત્મપરિણામરૂપ ઉપશમ સમ્યક્ત શ્રેષ્ઠતર છે અને (૩). એનાથી પણ શ્રેષ્ઠતર (સર્વશ્રેષ્ઠ) ક્ષાયિક સમ્યક્ત છે જે મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય એમ ત્રિવિધ દર્શનમોહનીય તથા અનંતાનુબંધી ચાર કષાયો એ સાતના ક્ષયથી પ્રાપ્ત થાય છે. ક્ષયસાધ્ય હોવાથી ક્ષાયિક કહેવાય છે. (૫) ધ્યાનના અશુભધ્યાન અને શુભધ્યાન એમ બે પ્રકારઃ : અશુભધ્યાન: (૧) આર્તધ્યાન- દુઃખથી ઉત્પન્ન થયેલું અને દુઃખાનુબંધી અશુભ ચિંતન. જે ચાર રીતે થાય છે. (૧) અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધને ઇંદ્રિય સાથેનો સંબંધ થતાં, (૨) વેદનાથી, (૩) ઇષ્ટ શબ્દ આદિનો વિયોગ થતાં, અને (૪) કામોપહત ચિત્તવાળા અને પુનઃ ભવ વિષયક સુખમાં વૃદ્ધ જીવોનું કરાતું નિદાન. (૨) રૌદ્રધ્યાન - બીજાનું ખરાબ કરવાની ભાવનાવાળું અથવા બીજાને દુઃખનું કારણ બને – બીજાને રડાવે તેવું ચિંતન, તે ચાર રીતે હિંસાર્થે, જુઠું બોલવા માટે, ચોરી માટે અને વિષય સંરક્ષણાર્થે થતું દુર્બાન અને તેના સંકલ્પ-વિકલ્પો. શુભધ્યાન (૧) ધર્મધ્યાન - ધર્મના સ્વરૂપનું ચિંતન જિનપ્રણિત માર્ગને વિષે સ્થિરતાપૂર્વક આગળ વધવામાં નિમિત્તરૂપ ધ્યાનને ધર્મધ્યાન કહેવાય. તે પણ ચાર પ્રકારે છે. (૨) શુક્લધ્યાન - નિર્મળ ધ્યાન. વ્યાક્ષેપ અને સંમોહાદિથી રહિત ધ્યાનને શુક્લધ્યાન કહેવાય. તે પણ ચાર પ્રકારે છે. (૬) સોળ ભાવનાઓનાં નામો: ૧.અનિત્યભાવના, ૨.અશરણભાવના, ૩.સંસારભાવના, ૪.એકત્વભાવના, ૫.અન્યત્વભાવના, ૬. અશુચિભાવના, ૭. આશ્રવભાવના, ૮.સંવરભાવના, ૯ નિર્જરાભાવના, ૧૦.લોકસ્વરૂપભાવના, ૧૧.બોધિદુર્લભભાવના, ૧૨.ધર્મભાવના, ૧૩.મૈત્રીભાવના, ૧૪.પ્રમોદભાવના, ૧૫.કરુણાભાવના, ૧૬.માધ્યશ્મભાવના. (૭) નય : નય એટલે અપેક્ષા, પાસું, દૃષ્ટિકોણ, Aspect, Angle. અનેક ધર્માત્મક વસ્તુને એક ધર્મથી અવધારણાપૂર્વક એટલે કે નિત્ય = નિત્ય જ છે કે નિત્ય વ= અનિત્ય જ છે, Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૮૧ તેમ કહેવું તે નય. તે અધ્યવસાય વિશેષ છે. આપણાં શાસ્ત્રોમાં અનેક નયોથી વાતો આવે છે. તેમાં મુખ્યત્વે સાત નય છે. તે આ મુજબ જાણવા. (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) ઋજુસૂત્રનય, (૫) શબ્દનય, (૬) સમભિરૂઢનય અને (૭) એવંભૂતનય. તે ઉપરાંત પણ નિશ્ચયન -વ્યવહારનય, જ્ઞાનનય-ક્રિયાય, શબ્દના-અર્થનય વગેરે ન્યોની વાત આવે છે. આ બધા નયો પોતપોતાના દૃષ્ટિકોણનું ભારપૂર્વક પ્રતિપાદન કરે છે, પણ બીજા નયની વાતને ઉવેખતા નથી, એટલે કે ગૌણપણે સ્વીકારે છે. બધા નયોનો સમવાય કરી જે નિષ્કર્ષ કઢાય તે પ્રમાણ છે. (૮) જાતિસ્મરણજ્ઞાન: પાછલા જન્મોની હકીકત યાદ આવવી તેને જાતિસ્મરણજ્ઞાન કહે છે. જૈનદર્શનમાં આ જ્ઞાનનું મતિજ્ઞાનના એક પ્રકારમાં વર્ણન આવે છે. ઇન્દ્રિય અને મન વડે કરીને જાણવું તે મતિજ્ઞાન છે. ઇન્દ્રિયો અનુભવ કરવામાં આત્માનું સાધન છે. સાધન બદલાઈ જાય પણ અનુભવ કરનાર આત્મા બદલાતો નથી, તેથી ભિન્ન દેહને ધારણ કરનાર આત્મા પૂર્વભવોમાં અનુભવેલ વસ્તુને સંસ્કારો દ્વારા યાદ લાવી શકે છે. આ રીતે સંખ્યાત-અસંખ્યાત કાળ સુધી ધારી રાખેલા તે સંસ્કારોને જૈનશાસ્ત્રમાં “વાસના” તરીકે ઓળખાવ્યા છે. આ વાસના દ્વારા ભવાંતરે પણ આત્માને જે વસ્તુ-સ્વરૂપ યાદ આવે તેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય; જે પૂર્વે ઇન્દ્રિયપ્રત્યક્ષ અનુભવેલ વિષયોનું જ જ્ઞાન હોવાથી જૈનદર્શનમાં તેને મતિજ્ઞાનનો પ્રકાર ગણ્યો છે. (૯) મન-વચન-કાયાના પંદર યોગઃ ચાર મનોયોગ ચાર વચનયોગ સાત ાયયોગ સત્યમનોયોગ સત્યવચનયોગ અસત્યમનોયોગ અસત્યવચનયોગ સત્યાસત્યમનોયોગ સિત્યાસત્યવચનયોગ અસત્યામૃષામનોયોગ અસત્યામૃષાવચનયોગ ઔદારિકકાયયોગ ઔદારિકમિશ્રકાયયોગ વિક્રિયકાયયોગ વૈક્રિયમિશ્રકાયયોગ આહારકકાયયોગ આહારકમિશ્નકાયયોગ કાર્પણ કાયયોગ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પરિશિષ્ટ (૧૦) આવલિઝ: આવલિકા તે સમયનું માપ દર્શાવતો શબ્દ છે. સૌથી જઘન્ય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ એટલે સમય, આવા અસંખ્ય સમયની એક આવલિકો થાય. એક મિનિટમાં ૩,૪૯,૫૨૫.૧ ૩ આવલિકા થાય. જૈનશાસ્ત્રોમાં કાળના માપનું કાંઇક અનોખું ગણિત છે. કાળના નાનામાં નાના યુનિટ તરીકે સમયથી લઈ ક્રમસર આવલિકા, ક્ષુલ્લકભવ, લવ, મુહૂર્ત, અંતર્મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વાગ, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, આરો, કાળચક્ર અને પુદ્ગલપરાવર્તકાળ સુધીનાં કાળનાં માપ આપેલાં છે. (૧૧) દશ દષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ તે દશ દષ્ટાંતના નામ: (૧) ચોલ્લક - ચોલ્લક એટલે ચૂલો. (ઉપલક્ષણથી ભોજન) ચક્રવર્તીનું રાજય ૩૨,000 દેશ અને ૯૬ કરોડ ગામડાઓમાં પથરાયેલું હોય છે, તેમાં ચક્રવર્તીના ઘરે જમ્યા પછી વારાફરતી બધાના ઘરે જમવાનું હોય તો ચક્રવર્તીને ત્યાં ફરીથી જમવાનું મળવું કેટલું દુર્લભ! તેવી રીતે ગયેલા મનુષ્યભવને ફરી પામવાનું કામ આવું જ દુર્લભ તેવી રીતે અન્ય વસ્તુ પરનાં જે દષ્ટાંતો શાસ્ત્રમાં આપ્યાં છે, તેનાં નામો નીચે પ્રમાણે જાણવાં. (૨) પાસા (૩) ધાન્ય (૪) જુગાર (૫) રત્ન (૬) સ્વમ (૭) ચક્ર (૮) ચર્મ (૯) યુગ અને (૧૦) પરમાણુ. (૧૨) ભગવાન પણ છ વસ્તુઓ કરવામાં અસમર્થ છે તે નીચે પ્રમાણે જાણવી: (૧) જીવને અજીવ કરવો. (૨) અજીવને જીવ કરવો. (૩) એક સમયમાં બે ભાષા બોલવી. (૪) સ્વયં કરેલાં કર્મોનું વેદન કરવું કે ન કરવું. (૫) પુદ્ગલ પરમાણુનું છેદન-ભેદન કરવું કે અગ્નિકાયથી જલાવવું. અને (૬) લોકાંતની બહાર જવું. Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૧૩) દશત્રિક : ૨.પ્રદક્ષિણાત્રિક, ૧.નિસીહિગિક, ૩.પ્રણામત્રિક, ૪.પૂજાગિક, ૫.અવસ્થાભાવનત્રિક, ૬. દિશાનિરીક્ષણ-ત્યાગત્રિક, ૭.પાદભૂમિપ્રમાર્જનત્રિક, ૮.વર્ણત્રિક, ૯. મુદ્રાત્રિક અને ૧૦.પ્રણિધાનત્રિક, ૧૮૩ (૧૪) માર્ગાનુસારીના ૩૫ ગુણો : (૧)ન્યાયસંપન્ન વૈભવ (૨) શિષ્ટાચાર પ્રશંસા (૩) સમકુલશીલ સાથે વિવાહ (૪) પાપભીરુ (૫) પ્રસિદ્ધ દેશાચાર પાલન (૬) રાજાદિનો અવર્ણવાદ ન કરે (૭) અનેક નિર્ગમહારવિવર્જિત ગૃહ (૮) સદાચારી સાથે સંગી (૯) માતાપિતાનો પૂજક (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ (૧૧) ગર્હિતમાં અપ્રવૃત્ત (૧૨)આવક અનુસાર ખર્ચનાર (૧૩) સંપત્તિ અનુસાર વેશ રાખનાર (૧૪) બુદ્ધિના આઠ ગુણયુક્ત (૧૫) પ્રતિદિન ધર્મશ્રવણ કરનારો (૧૬) અજીર્ણે ભોજનત્યાગી (૧૭) નિયમિત કાલે પથ્યભોજી (૧૮) અબાધિતપણે ત્રિવર્ગસાધક (૧૯) અતિથિ આદિનો પૂજક (૨૦) અભિનિવેશ રહિત (૨૧) ગુણપક્ષપાતી (૨૨) પ્રતિષેધ દેશકાળચર્યા ત્યાગી (૨૩) બલાબલ જાણનાર (૨૪) વ્રતધારી અને જ્ઞાનીનો પૂજક (૨૫) પોષ્યપોષક (૨૬) દીર્ઘદર્શી (૨૭) વિશેષજ્ઞ (૨૮) કૃતજ્ઞ (૨૯) લોકવલ્લભ (૩૦) લજ્જાશીલ (૩૧) દયાળુ (૩૨) સૌમ્ય (૩૩) પરોપકારકર્મઠ (૩૪) અંતરંગ પુિવર્ગ પરિહાર પરાયણ (૩૫) ઇન્દ્રિયસમૂહને વશ કરનાર. (૧૫) દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગમાં મૂળ દ્રવ્યો અને તેનાં વિવિધ સ્વરૂપોનું (પર્યાયોનું) વર્ણન કરેલું છે. આ વિશ્વની વ્યવસ્થામાં મૂળ કેટલાં દ્રવ્યો છે ? તે દ્રવ્યોનું સ્વરૂપ કેવું છે ? તે શાશ્વત છે કે અશાશ્વત ? તે સર્જિત (બીજાનું બનાવેલું) છે કે અસર્જિત ? આત્મા શું છે ? કેવો છે ? કર્મનું રહસ્ય શું છે ? પુદ્ગલનું રહસ્ય શું છે ? આકાશ શું છે ? કાળ શું છે ? પ્રત્યેક પદાર્થની ગતિ અને સ્થિતિ કેમ થાય છે ? વગેરે સૂક્ષ્મ પદાર્થોની વિચારણા દ્રવ્યાનુયોગશાસ્ત્રોમાં કરેલી છે. (૧૬) ચરણણાનુયોગ : ચરણકરણાનુયોગમાં, ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે ક્રિયા, ક્રિયાના વિવિધ પ્રકા૨ોનું વર્ણન કરેલું છે. તેમાં સંવર અને નિર્જરાતત્ત્વમા સમાવેશ પામતી અધ્યાત્મ અને યોગની ભિન્ન ભિન્ન અવસ્થાઓ અને પ્રક્રિયાઓનું વર્ણન કરેલ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ (૧૭) ધર્મ : આત્મપ્રદેશોમાં થતા કર્યસમૂહના નવા આગમનને રોકી, પુરાણા વળગી રહેલા કર્મસમૂહને આત્મપ્રદેશોમાંથી છૂટા પાડી, આત્માને સર્વથા કર્મબંધરહિત બનાવવાનો વિવિધ રીતે થતો જીવનો જે પ્રયત્ન, તેને ધર્મ કહેવાય છે; અને એવા ધર્મ દ્વારા અંતે આત્માની વિશુદ્ધતાને પ્રાપ્ત કરવી તેને મોક્ષ કહેવાય છે. પરિશિષ્ટ સામાન્ય વાચક પણ પૂજ્યશ્રીના તત્ત્વગંભીર એવા આ પ્રવચનોને તેના યથાર્થ સંદર્ભમાં સમજી આત્મકલ્યાણ કરી શકે તે આશયથી પ્રવચનકારે ઉપયોગ કરેલ અંગ્રેજી શબ્દોના મર્મનો ગુજરાતીમાં ઉલ્લેખ તથા તેમાં વપરાયેલ જૈન ધર્મના કેટલાક પારિભાષિક શબ્દોની આછી સમજ યા તેના વિષે સામાન્ય માહિતી જે તે ઠેકાણે જે તે શબ્દની પાસે કૌંસમાં અથવા જે તે શબ્દને Italics અક્ષરોમાં છાપી તેની પાસે ક્રમ નંબર લખી તે ક્રમમાં જે તે પાનાના અંતે અથવા પુસ્તકના અંતે પરિશિષ્ટરૂપે આપવા પ્રયાસ કર્યો છે, જેનું સંકલન જિનશાસનના કેટલાક જ્ઞાનરસિક સભ્યોના સહયોગથી શ્રી ગિરીશભાઈ રમણલાલ શાહે કર્યું છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિશિ - કર્મબંધનાં પ્રકાર, કારણો અને તેની રસ ક્રમ નં. કર્મબંધનો કર્મબંધનું મુખ્ય કારણ બંધના કારણે શું નક્કી થાય પ્રકાર પ્રદેશબંધ | મન-વચન-કાયાના યોગોનું ચાંચલ્ય- | બંધાતા કર્મનો જથ્થો નક્કી થાય પ્રવર્તન યાને કે આત્મપ્રદેશોનું કંપન સ્પંદન યાને કે ક્રિયા-પ્રવૃત્તિ ૨ | પ્રકૃતિબંધ જીવનું એકંદર વલણ બંધાતા કર્મનો ભાવિ અસરકારક સ્વભાવ નક્કી થાય સ્થિતિબંધ કષાયોનો આવેગ કાષાયિક પરિણામ બંધાતા કર્મને અનુદિત કે ઉદિતપણામાં આત્મા પર રહેવાનો કાળ નક્કી થાય રસબંધ લેશ્યાના પરિણામ યાને લબ્ધિમનમાં | બંધાતું કર્મ કઈ માત્રાનું ફળ આપશે. પડેલા અધ્યવસાય યાને કે જીવનું | યાને કે ફળની તીવ્રતા-મંદતાનની ભાવાત્મક વ્યક્તિત્વ થાય Remarks:- (૧) ચાર પ્રકારના બંધમાં સૌથી વધારે મહત્ત્વ રસબંધનું છે અને સૌથી અલ્પ મહત્ત્વ પ્રદેબ (૨) રસબંધનો આધાર એવી વેશ્યા એ કષાય અને યોગ પર અવલંબિત છે. તેમાં યોગા લે જેમ કષાયોની તીવ્રતા વધારે તેમ વેશ્યાની અશુદ્ધિ વધારે અને જેમ કષાયોની મંદત (૩) માટે પુણ્યબંધમાં જેમ પ્રશસ્તકષાયોના પણ આવેગોમાં મંદતા વધારે તેમ સ્થિતિબંધ રસબંધ અલ્પ થશે. (૪) જ્યારે પાપબંધમાં જેમ અપ્રશસ્તકષાયોની તીવ્રતા વધારે તેમ સ્થિતિબંધ અધિક અનેરા પણ અલ્પ. (૫) કષાયોમાં મંદતા આણવા માટે બધા કાષાયિકભાવોનું Replacement (એકને દૂર કરી (૬) વિવેકપૂર્વકના પ્રશસ્તકષાયો તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને અને જે તે વિવેકવર કારણ બને અને જો તે વિવેકપૂર્વકના હોય તો પુણ્યાનુબંધીપાપનું કારણ બને, અને જો Page #198 -------------------------------------------------------------------------- ________________ Ron XX ી કરો દર્શાવતું પત્રક અને સંક્ષિપ્ત નોંધ થાય બંધાતું કર્મ પુણ્યબંધ ક્યારે બને? | બંધાતું કર્મ પાપબંધ ક્યારે બને? થાય યોગોનું પ્રવર્તન-ક્રિયા પ્રવૃત્તિ શુભ હોય | તો પુણ્યબંધ થાય. યોગોનું પ્રવર્તન-ક્રિયા પ્રવૃત્તિ અશુભ હોય તો પાપબંધ થાય. રકાર.. ગુણો પ્રત્યે આકર્ષણ-અભિમુખતા અને | દોષો પ્રત્યે વિમુખતા હોય તો પુણ્યપ્રકૃતિબંધ થાય. દોષો પ્રત્યે આકર્ષણ-અભિમુખતા અને ગુણો પ્રત્યે વિમુખતા હોય તો પાપપ્રકૃતિબંધ થાય. કષાયોના પરિણામ જો પ્રશસ્ત હોય તો | પુણ્યની સ્થિતિ બંધાય. કષાયોના પરિણામ જો અપ્રશસ્ત હોય તો પાપની સ્થિતિ બંધાય. ડેવાની પાપશે 1 નક લેશ્યાની વિશુદ્ધિ યાને કે તેજો, પદ્મ અને ! શુક્લ લેશ્યાના પરિણામ હોય તો | પુણ્યના તીવ્ર રસનો સંભવ છે. લેશ્યાની અશુદ્ધિ યાને કે કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાના પરિણામ હોય તો પાપના તીવ્ર રસનો સંભવ છે. વ પ્રદેશનું છે, છતાં બીજા ત્રણેનું અસ્તિત્વ જો કે પ્રદેશબંધ પર આધારિત છે. પોગોશ્યા તો મામૂલી છે, મુખ્ય તો કષાયજન્યલેશ્યા જ છે. આમ કષાય અને વેશ્યા Inter-connected છે. મંદવધારે તેમ વેશ્યાની વિશુદ્ધિ વધારે. તિબંધલ્પ અને રસબંધ અધિક અને જો પ્રશસ્તકષાયોના આવેગ વધારે તો પરિણામે સ્થિતિબંધ અધિક અને - અને રસબંધ પણ અધિક અને જો અપ્રશસ્તકષાયોની મંદતા વધારે તો સામે સ્થિતિબંધ અલ્પ અને રસબંધ - દૂરી બીજાને ગોઠવવું) આત્માના સહજ સ્વભાવરૂપ ગુણોથી કરવાનું છે. ક વના હોય તો પાપાનુબંધી પુણ્યનું કારણ બને, તેમ અવિવેકપૂર્વકના અપ્રશસ્તકષાયો તે પાપાનુબંધીપાપનું અને કાષાયિક પ્રશસ્તતા અને અપ્રશસ્તતા બેમાંથી એક પણ ન હોય તો સકામનિર્જરા થાય. Page #199 -------------------------------------------------------------------------- ________________ Page #200 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠચિત્રમાં વ્યક્ત થતી ખૂબીઓ મધ્યમાં રંગબેરંગી ધુમાડાથી ઘેરાયેલો વ્યક્તિ વિવિધ પ્રકારના કષાયોથી પ્રેરાઈને શુભાશુભ કર્મોના બંધથી ઘેરાયેલો સાધક. ડાબે હાથે ઉપર પગથિયાં ચઢતો, સડસડાટ ઉપર તરફ ગતિ કરતો પ્રભાવશાળી વ્યક્તિ. 11 ગુણશ્રેણિ પર સરળતાથી આરૂઢ થઈ, કોઈ પણ જાતના સંકટ વિના ભૌતિક અનુકૂળતાઓ ભોગવતા ભોગવતા ઝડપથી સિદ્ધિગતિ તરફ આગળ વધતો પુણ્યાનુબંધી પુણ્યકર્મવાળો સાધક, જે વર્તમાનમાં સુખી અને પરંપરાએ પણ સુખી. જમણે હાથે ઉપર ખાડા-ટેકરાવાળા માર્ગથી ઉપર તરફ ગતિ કરતો વ્યક્તિ. કંટકોથી પથરાયેલો અર્થાત્ ભૌતિક પ્રતિકૂળતાયુક્ત કપરા માર્ગમાં પરિશ્રમ કરી મોક્ષમાં જવા ઊર્ધ્વગતિ કરતો પુણ્યાનુબંધીપાપકર્મવાળો સાધક. જે વર્તમાનમાં દુ:ખી પરંતુ અંતે સુખી. જમણે હાથે નીચે લપસીને નીચે પટકાતો વ્યક્તિ ભૌતિક અનુકૂળતાયુક્ત લપસણા માર્ગે જતો હોવા છતાં જેનો માર્ગ કાંટાળો છે, જેની અંતે અધોગતિ નિશ્ચિત છે તેવો પાપાનુબંધીપુણ્યકર્મવાળો સાધક. જે વર્તમાનમાં સુખી પરંતુ અંતે દુઃખી. ડાબે હાથે નીચે ઊંધે માથે પટકાતો નીચે તરફ ગતિ કરતો વ્યક્તિ. ભૌતિક પ્રતિકૂળતાઓ વચ્ચે અથડાતો-કૂટાતો, અધો# ગમનના જ માર્ગે જતો પાપાનુબંધીપાપકર્મવાળો સાધક. જે વર્તમાનમાં દુઃખી અને અંતે પણ દુ:ખી. વ્યક્તિઓમાં રંગોળી પૂરવણી પરિણામોની તારતમ્યને સૂચવતા રંગોની સાધકોમાં પૂરવણી, પ્રકાશક : Serving Jin Shasan 5, જૈનમરચન - 380 007, 124090 gyanmandirikobatirth.org મુદ્રક: સૂર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૮. ફોન : (079) 3732112