________________
૬૨
આશ્રવ અને અનુબંધ સભા - નહીં, ઇચ્છાઓ તૃપ્ત કરવા જઇએ છીએ.
સાહેબજી:-પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે રાગદ્વેષની પરિણતિ થાય ત્યારે ચતુઃ શરણ લેવું જોઈએ, જેથી પરિણતિ ઓછી બગડેને જલદી settle(ઠરીઠામ કે શાંત) થઈ જાય. તમને તે વખતે ચતુઃ શરણ યાદ આવે ખરું કે પછી તેમાં ચોંટી જાઓ? અનૂકુળ કે પ્રતિકૂળ નિમિત્તો મળતાં તેમાં તમે ખરડાઓ તેમ છો; માટે તેનાથી દૂર રહેવાનું છે, જેથી મહાન નુકસાનમાંથી બચી જશો. ડગલે ને પગલે સાવધાની રાખવાની છે. જીવ પર અનાદિ કાળના સંસ્કાર પડેલા છે. માટે નિમિત્ત મળતાં તે સંસ્કાર જાગૃત થશે ત્યારે, આત્મા ઢીલો હશે તો તે નિમિત્તે તેને માથે ચઢી પાપ કરાવી લેશે. નિમિત્તો આવી પડે તો પણ આત્માને જાગ્રત રાખો, નિમિત્તોની સામે લડાઈ કરો અને તેનાથી બચવા મહેનત કરો. નિમિત્તોથી દૂર રહેવાનો જેનો પરિણામ છે તે સાધક છે; અને જેને તે બંધન લાગે છે તેને સાધના કરવી જ નથી, માટે બહાનાં શોધે છે; હરામખોર છે, તેની કંઇ કરવાની દાનત જ નથી. આ બધી જે વાડો છે તે આત્માનું રક્ષણ કરશે. સત્ત્વ નથી માટે વાડો ગોતીને આધાર લેવાનો છે, નહીંતર ગબડી પડશો. સાધક આત્મા સમજે કે હું પાપસ્થાનકમાં બેઠો છું માટે સાવધાન થઈ જાઉં. પછી તે જાગૃતિપૂર્વક પાપ સેવે, પણ તેને (પાપને) બળવાન ન થવા દે, દોષને નબળો કરીને સેવે, દરેક દષ્ટિકોણથી વિચારી વિચારીને જે કુટિલ પરિણામો આવવાના હોય તેને શિથિલ કરી નાંખે. વેપારમાં તમે કેવા સાવધાન રહો છો? ત્યાં હજારો કાયદા હોવા છતાં હેમખેમ પાર ઊતરી જાઓ છો ને? સરકાર પણ તમને પહોંચી શકતી નથી. ખરેખર તમે મહાબુદ્ધિનધાન છો.
સભા- ત્યાં બધા લાંચિયા છે માટે.
સાહેબજી:- તો અહીંયાં પણ કર્મને લાંચ આપો. કહ્યું છે કે સમકિતી કર્મને ઠગે છે. અત્યાર સુધી કર્મ તેને ઠગતું હતું, હવે તે કર્મને રમાડી રમાડીને ગોઠવી દે, તે અંદરથી બધાને ઓળખે અને પ્રસંગે બધાને ગોઠવ્યા કરે છે. આમ, સમકિતી આત્મા ઠગ છે. સમકિત આવે એટલે આ પ્રક્રિયા ચાલુ થાય છે. તેને શુભાનુબંધ ચાલુ થાય છે. અનુબંધ તત્ત્વની રુચિ ઉપર આધાર રાખે છે. જ્યાં સુધી પ્રતીતિપૂર્વકનો બોધ નથી ત્યાં સુધી તાત્ત્વિક રુચિ ન આવે તેમ નિશ્ચયનય કહે છે. અપુનર્ધધક દશાથી જીવને પુણ્યનો અનુબંધ અને સકામ નિર્જરા ચાલુ થાય છે.
(૧) ચતુઃ શરણ :- અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ, એ ચાર શરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org