________________
આશ્રવ અને અનુબંધ
પ૩ પોડશક્યાં પુ.આ શ્રી હરિભદ્રસુરિજીએ કહ્યું છે કે, દરેક ધર્મક્રિયાને આશય, નિદાન, દ્રવ્ય અને ભાવશુદ્ધિના ભેદ-પ્રભેદની સાથે સમજવી જોઇએ. બધું ગુરુગમથી સમજવાનું છે. માટે તમારે અમારા Touch (સંપર્ક)માં સતત રહેવાનું છે. અમારે *પંચાચાર જ સમજાવવાનો હોય છે. માર્ગાનુસારીના ગુણોથી વાત આગળ ચાલે. તમને બધી પાયાની વાતો બેસે છે?
આશ્રવતત્ત્વમાં ચાર મનના, ચાર વચનના, અને સાત કાયાના એ યોગના પંદર ભેદ બતાવીને ગ્રંથકારે બધું કવર કરી લીધું છે. સાગર ગાગરમાં સમાવી દીધો છે. સંવરનિર્જરા ન થઈ શકે ત્યાં સુધી જીવે શુભાશ્રવ કરવાનો આવશે, તેમાં પણ શુભાનુબંધ જોઇશે. ખાલી શુભાશ્રવ તો અનેક વાર કર્યો. તમે ધર્મ કરો અને છોડી દો, કરો અને છોડી દો તેથી શું ભલીવાર આવે? દેવલોકમાં જઈ પાછા આવી જાઓ, આંટો મારી આવો તેથી શું લાભ? કડીબદ્ધ ઉત્તરોત્તર ચઢતા પરિણામવાળો ધર્મ જોઇએ.ભાવથી પાંચમા ગુણસ્થાનક સુધી શુભ આશ્રવ પ્રધાન છે, નિર્જરા ગૌણ છે. જ્યાં સુધી કર્મયોગની પ્રધાનતા છે, ત્યાં સુધી આશ્રવ પ્રધાન રહેશે. દ્રવ્યથી છઠ્ઠ ગુણસ્થાનક અનેક વાર આવે પછી ૯૯% ભાવથી છઠ્ઠ ગુણસ્થાનક આવે. આવે તો પણ છઠ્ઠ ગુણસ્થાનક અંતર્મુહૂર્તથી વધારે સળંગ ટકે નહિ. માટે વ્યવહારનયની કેટલી બધી આવશ્યકતા છે ! નિમિત્ત-નૈમિત્તિકભાવની અસર છેક છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. ત્યાં સુધી બધું પ્રશસ્ત પ્રશસ્ત લેવાનું છે.
સભા - લેક્ષા શુભ ક્યારે ?
સાહેબજી:-લેશ્યાની બાબતમાં ખાલી શુભલેશ્યા કામ ન લાગે, પણ એવી જોઈએ કે જે Chan(પરંપરા) ચલાવે અને જીવને અલેશી બનાવે. માટે વેશ્યા પણ શુભાનુબંધી જોઇએ.
નિર્વેદ અને સંવેગ :
'નિર્વેદ અને "સંવેગપૂર્વકની ધર્મક્રિયા મોક્ષ સુધી પહોંચાડે છે. આ બે ગુણો મુખ્ય છે. નિર્વેદ એ ભવરૂપી બીજનો નાશ કરનાર છે, જ્યારે સંવેગ એ નિર્વાણપદનો લાભ કરાવનાર છે. ચારિત્રમોહનીયના કારણે લોભિયો પણ જો નિર્વેદવાળો હોય તો ખપે, જ્યારે નિર્વેદ (૧) ષોડશક સોળ શ્લોકનો એક સમૂહ તેવા સોળ સમૂહ યાને ૧૬ x ૧૬ = ૨૫૬ શ્લોકનો બનેલો પૂ. આ. હરિભદ્રસૂરીશ્વરજી રચિત ગ્રંથનું નામ છે. (૨) પંચાચાર પાંચ આચાર તે ૧ જ્ઞાનાચાર, ૨ દર્શનાચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર અને પ વીર્યાચાર. (3) માર્થાનુસારીના ૩૫ ગુણોઃ યાદી માટે જુઓ પરિશિષ્ટ X-૧૪. (૪) નિર્વેદ : સંસારની ચાર ગતિઓના પરિભ્રમણથી થતો ઉગ. (૫) સંવેગ : મોક્ષનો તીવ્ર
અભિલાષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org