________________
પર
આશ્રવ અને અનુબંધ ઉપાદેય માને છે. તમારાથી કરાતા ધર્મમાં જો તેનો અભાવ હોય તો તેવા ધર્મની અમારાથી અનુમોદના પણ ન થાય, અમારે મૌન રહેવું પડે.
બંધાતા કર્મમાં, તેના ઉદય વખતે જે નવું કર્મ (કેવું) બંધાવવાની શક્તિ છે, તે અનુબંધ છે. પદાર્થવિજ્ઞાનની દૃષ્ટિએ ભવિષ્યમાં કેવું કર્મ બંધાશે તેની શક્તિ બંધાતા કર્મમાં પડી હોય છે. અનુબંધ તીવ્ર, મંદ, શુભ કે અશુભ કઇ રીતે ? તેની ઘણી બધી ચર્ચાઓ શાસ્ત્રોમાં આપેલી છે. અનુબંધ પરિવર્તનીય છે.
મુગ્ધ જીવો તો હજુ બચી શકશે પણ દુરભિનિવિષ્ટ તો કુટાઇ જ મરશે. મુગ્ધને ખોટું કરવાનો આગ્રહ નથી, માટે તેને અનુબંધ દુરભિનિવિષ્ટ જેટલા તીવ્ર નહીં બંધાય. જેથી ભાવિમાં તેને એવી સામગ્રી મળશે કે તે તરી શકશે.
સભાઃ- દુરભિનિવિષ્ટ એટલે શું ?
સાહેબજી:-જે પોતાની ખોટી વાત પણ છોડે નહિ, પોતાની ખોટી વાતનો જ આગ્રહ રાખે, તે અમને(સાચાને) સાંભળવા કે સમજવા તૈયા૨ જ ન હોય; તેને થાય કે મહારાજ સાહેબ તો બધું કહ્યા કરે. તેવાને અમે સુધારી ન શકીએ. તેને બચવાનો અવકાશ નહીં. તેની ક્રિયાને વિષ કે ગરલ ક્રિયા તરીકે બતાવી છે. આવા જીવને તીવ્ર રસવાળો અનુબંધ પડશે, જેથી તેને ભવિષ્યમાં પણ કોઇ સુધારી ના શકે.
સભા:- મુગ્ધ જીવ હોય તે અભિનિવિષ્ટ બને ?
સાહેબજીઃ-મુગ્ધ હોય તે અબોધને કારણે હોય કે બીજાનો ચઢાવ્યો ચઢ્યો હોય, છતાં તે કષાયને પરવશ નથી; સાચું સમજાય ત્યારે ખોટું છોડવાની તેની તૈયારી હોય છે. માટે તેનું શક્ય તેટલું સમારકામ કરી શકીએ. આ બધું natural justice(કુદરતી ન્યાય) પર ચાલે છે. rule of physics (પદાર્થવિજ્ઞાનના નિયમો) ૫૨ જ આખો કર્મવાદ રચાયેલો છે. અનંતા તીર્થંકરો આ જ કહે છે અને અનંતા આ જ કહેશે. માટે જ તમને પૂછીએ કે પચીસ પચીસ વર્ષથી ધર્મ કરો છો તો કેવી રીતના કરો છો ? જે આ શાસન નીચે આવવા તૈયાર હોય તે બચી શકશે. ઘણા તો એવા આવે છે કે અમે તેમને કશું જ ના કહી શકીએ. અમે તો જોઇએ કે તે પ્રજ્ઞાપનીયછે કે અપ્રજ્ઞાપનીયછે? પ્રજ્ઞાપનીય હશે તો સમારકામ કરી શકાશે, જ્યારે અપ્રજ્ઞાપનીય વર્જ્ય છે; ઉપેક્ષણીય છે. મહાપુરુષોને જીવોની દયા આવતી હોય છે, માટે જ બધા પદાર્થો ખોલી ખોલીને બતાવ્યા છે.
(૧) પ્રજ્ઞાપનીય એટલે જેને સમજણ આપવાથી ફાયદો થવાની શક્યતા છે તેવો કદાગ્રહ વિનાનો જીવ અને અપ્રજ્ઞાપનીય એટલે જ્ઞાન-બોધને માટે અયોગ્ય, કદાગ્રહી જીવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org