SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૭૧ કરાવો છો, સંસારમાં body check(શારીરિક તપાસ) કરાવવા તમે ક્યાંના ક્યાં જઈ આવો? ખૂણે ખાંચરે પણ કેન્સર તો નથી ને? તેમ અહીંયાં પણ આત્માનુંchecking(તપાસ) કરવાનું છે, ખૂણે ખાંચરે શું શું ભર્યું છે તે તપાસવાનું છે. શરીરનું Scanning (શરીર કે તેના અવયવની યંત્ર વડે બારીકાઇથી તપાસ કરવી તે) કરાવવા દોડો છો તેમ અહીંયાં Scanning કરવાનું છે. ધર્મ કરો તો ફળ દેખાવું જોઇએ. જેમ સારો માલ ખાઓ છો તો તેજસ્વી અને પુષ્ટ થાઓ ને? તંદુરસ્તી દેખાય ને ? મોં પર ચમક દેખાય ને? દુબળાપાતળા ન રહો ને? તેમ અહીંયાં પણ ખબર પડવી જોઈએ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ ધોરણ શું બાંધ્યું કે ધર્મ કરતાં આશયશુદ્ધિ, નિદાનશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ જોઈએ. દ્રવ્યક્રિયા કરતાં કરતાં ભાવક્રિયા આવે. જો Defec[tive (ખામીવાળો) ધર્મ હશે તો ફળ પણ Defective (ખામીવાળું) મળશે. જેમ ઓફિસમાં જાઓ ત્યાં શું ઊંઘી જાઓ ખરા? ધંધામાં Alertness(સતર્કતા) તો તમારા જીવનનો ભાગ છે હા, તે સંસારમાં જ છે, અહીંયાં નથી. ત્યાં બધું ધારાધોરણ પ્રમાણે કરો છો, ત્યાં બધું જાળવો છો, અહીં નહીં; તે જ ઉપાધિ છે. બાકી કાંઈ આ ન થઈ શકે તેવું છે જ નહીં. જેટલા જેટલા કલ્યાણ કરી ગયા છે, તે આ રીતે જ કરીને ગયા છે. ગણિતનો દાખલો સાચો છે કે ખોટો, તે તેનો તાળો મેળવી નક્કી કરાય છે; તેમ અહીં પણ તમારી રુચિમાં કેટલો ફેરફાર થયો છે, તેના પરથી તમે માર્ગ પર છો કે નહીં, વિકાસ કેટલો થયો તે નક્કી થઇ શકે છે. પણ અહીંયાં તમારો તાળો ક્યાં મળે છે? ધર્મ કરો છો તેની રુચિ અને પાપ પ્રત્યે અરુચિ થઈ કે નહીં, તે કોઈ દિવસ વિચારો છો ખરા? તમારો ધર્મ નિઃશ્રેયસ(મોક્ષ)નું કારણ ન બને તેવો હશે તો અનુબંધ શુભ નહીં થાય. જે જે નયથી પાપસ્થાનક હોય તેને સ્વીકારી તેમાં હેયબુદ્ધિ કેળવવી પડે, તેમાં અરુચિ કેળવવી પડે. તે જેમ કેળવાશે તેમ અનુબંધ શિથિલ થશે. તત્ત્વનો અબોધ અને અતત્ત્વનીઅધર્મની રુચિ તે પાપના અનુબંધનું કારણ છે. જે જીવને આ બે કારણો વિદ્યમાન હોય તેવો જીવ ધર્મ કરે તોય અનુબંધ પાપનો પાડે. શુભાનુબંધ માટે પાપસ્થાનકોને નયસાપેક્ષ સ્વીકારી, ઓળખી, વિવેકપૂર્વક હેયબુદ્ધિ કરી કરીને છોડવાં પડશે. આ બધી તમારા હાથની વાત છે. આઠ કરણ જીવ પોતે જ લગાડે છે. મહાપુરુષો કહે છે કે પુણ્યબંધમાં અનુબંધ અશુભ હોય તો તે હેય છે, સંસારમાં રખડાવનાર છે. આ વાત એટલે તો વારેવારે ફરી ફરી કરું છું કે જેથી તમારા માથામાં બરાબર બેસી જાય અને તમે આત્મકલ્યાણ સાધી શકો. નિશ્ચયનયથી વિભાવ પર નજર રાખવાની છે, જયારે વ્યવહારનયથી અઢાર પાપસ્થાનક પર નજર રાખવાની છે. આનાથી જ સંસાર ચાલી રહ્યો છે. મિથ્યાત્વશલ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy