SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૩૧ [શ્રી નંદિષણ મુનિએ પ્રબળ વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી પોતે સ્વયં ગીતાર્થ, ૧૦ પૂર્વધર અને શાસ્ત્રજ્ઞ બન્યા હતા. એક દિવસ ગોચરી વહોરવા એક મહેલમાં ગયા હતા. તે મહેલ વેશ્યાનો હતો, ત્યાં ધર્મલાભ બોલી અંદર ગયા. તો વેશ્યા કહે કે અમારે ધર્મલાભ નથી જોઇતો અમારે તો અર્થલાભ જોઇએ છે. ત્યારે માનકષાયના ઉદયે તેઓએ તણખલું લઈને લબ્ધિદ્વારા ધનની વર્ષા કરી. તેથી વેશ્યા હવે તેમને છોડવા તૈયાર નથી. આ ભૂતકાળમાં બાંધી નિકાચિત કરેલું ભોગાવલીકર્મ, તેનો સમય પાકતાં ઉદયમાં આવ્યું છે. તેથી ભોગની વાંચ્છા થઇ, પણ સંયમના રક્ષણ માટે શાસ્ત્રમાં જે જે ઉપાયો બતાવ્યાં છે તે અનુસાર પોતે પોતાની શક્તિથી આઠગણો તપ કર્યો તેથી પણ આગળ વધી સંયમમાં લાંછન લગાવી વ્રતભંગ કરવો તેના કરતાં વ્રતનું રક્ષણ કરી મરી જવું વધારે સારું તેમ માની પર્વત પરથી પાપાત કરવા જાય છે, ત્યારે દેવી તેમને પકડી લે છે. ત્યારે નંદિપેણ મુનિ કહે છે તું કોણ વચ્ચે વિઘ્ન કરવા આવી? ત્યારે દેવી પ્રગટ થઇ કહે છે આપને પૂર્વ બાંધેલ નિકાચિત કર્મનો ઉદય છે, તે ટાળ્યો ટળશે નહીં. ત્યારે આમ શાસ્ત્રવિધિથી સંયમરક્ષણ માટે બધી આચરણા-પ્રયત્નો કર્યા પછી, શાસ્ત્રવિધિની જાળવણીપૂર્વક વેશ્યાને ઘેર રહેવા લાગેલ. ત્યાં પણ રોજ ૧૦વ્યક્તિને પ્રતિબોધ પમાડી સંયમ માર્ગ મોકલ્યા પછી જ જમવા બેસતાં. તેમાં એક દિવસ ૯ જણ પ્રતિબોધ પામી ચૂક્યા છે અને ૧૦માને સમજાવી રહ્યા છે. ત્યારે સમય ઘણો વીતી ગયો હોવાથી વેશ્યા ત્યાં જમવા બોલાવવા આવે છે. ત્યારે તેઓ જણાવે છે નવ જણને પમાડ્યા છે આ દશમા જલદી પ્રતિબોધ પામતા નથી. તે પામે એટલે આવું. ત્યાં વેશ્યા મજાકમાં કહે છે, દશમા તમે. વેશ્યાનું આ માર્મિક વચન સાંભળતાં જ પોતે ઊભા થઇ સંયમમાર્ગે પુનઃ પ્રયાણ કરે છે. (આ તબક્કે તેઓનું ભોગાવલી કર્મ પૂર્ણ થયેલ જાણવું.)]. સભા- સાહેબજી ! ક્ષપકશ્રેણીમાં કેવી રીતે બને? સાહેબજી:- ત્યાં જીવનું બળ ઘણું હોય છે, માટે કર્મ ટકી શકતું નથી. જગતનું કોઇ તત્ત્વ તેના પર કામ ન કરી શકે, તેવી ચેતનની પરિણતિ ત્યાં છે. આમ તો કોઇના કર્મોનું કોઇથી વેદન કરી શકાતું નથી, પરંતુ ક્ષપકશ્રેણી માંડી ચૂકેલ જીવ પર, કલ્પના તરીકે આખા વિશ્વના સમગ્ર જીવોનાં સમગ્ર કર્મો ભેગાં કરી નાખવામાં આવે, તો પણ તે બધાને ભસ્મીભૂત કરી નાખે, તેવો આત્મવીર્યનો ધોધ જીવમાં ક્ષપકશ્રેણિમાં વહેતો હોય છે. આવી સ્થિતિ હોય ત્યાં નિકાચિતકર્મ તો ક્યાંથી ટકે ? જડ કરતાં ચેતન અધિક બલિષ્ટ છે. જેમ એક આંધળો લો અને બીજો દેખતો લો. આ બેઉ લડે તો તેમાં જીતે કોણ? દેખતો. કર્મ આંધળું છે, તમે દેખતા છો. તમે તેની સામે લડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy