________________
૧૩૪
આશ્રવ અને અનુબંધ એક પૈસો કમાવો નથી. બીજું એવું રાખેલ કે જેને ધર્મ કરી મોક્ષે જવાની ભાવના હોય તેને જ હું ભણાવું, તે સિવાય નહિ. પાયામાં આવી વાતો રાખેલી એટલે બચી ગયા. બાકી શાસ્ત્રનો અભ્યાસ પણ સંસારાનુબંધી થઈ શકે. ડીગ્રી મેળવવાવાળાને ભણાવવા ગયા હોત તો વિરતિથી ફેંકાઇ જાત. જેને અવિરતિ પ્રત્યે દુર્ગચ્છા અને વિરતિ પર અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય, તેને જ્ઞાન પરિણત થયેલું ગણાય. જો જ્ઞાનનું પરિણમન વિરતિમાં થાય તો જ તે પરિણત જ્ઞાન. તમારી પાસે હૈયું હોય તો શાસ્ત્રો તમને કષ-છેદ-તાપશુદ્ધિથી ધર્મ પરિણત કરાવી શકે.
આપણાં શાસ્ત્રોમાં એટલું બધું ફર્સ્ટક્લાસ વર્ણન છે કે વાંચતાં વાંચતાં માથું ડોલી જાય. એક અનુબંધનું કેટલું સુંદર વર્ણન કર્યું છે ! પાયો કેવો મજબૂત છે ! સાત ઉપવાસ કરીને બેઠો હોય અને તેથી વધારે દીર્ઘકાળ સુધી પણ કરાયેલો તપ હોય, પરંતુ પાયામાં આશય વગેરેની અશુદ્ધિ પડેલી હોય તો તે સંસારવૃદ્ધિનું કારણ બનશે. આ તો બધી આચારસંહિતાની ચર્ચા છે.
પૂ. યશોવિજયજી ઉપાધ્યાય એવા છે કે જેમની તર્કશક્તિ સામે કોઈ ઊભો રહી શકે તેમ નથી. તેવાઓ પણ ભગવાનની સામે જે રીતે જે નમ્રતાપૂર્વક ભક્તિ કરે છે, તે જોઈએ ત્યારે ખબર પડે કે તેમણે ખરેખર ભગવાનને ઓળખ્યા છે.
જે ભગવાનના વિરોધી તત્ત્વના વિરોધી. તેમને મળેલી સાધન-સામગ્રી તેમને વધુ નુકસાન કરે. માટે યોગશાસ્ત્રગ્રંથમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે, તેવા બહેરા કે મુંગા બને તો સ્વ-પરને ઓછું નુક્સાન કરે. સાધન-સામગ્રી મળ્યા પછી જો તે સદુપયોગમાં વપરાય તો તે લાભકારી છે, અન્યથા વપરાય તો મહાઅનર્થકારી બને.
આજનો માણસ કહે મને કોઈ ધર્મ પ્રત્યે દ્વેષભાવ નથી અને કોઈ ધર્મ પ્રત્યે રાગભાવ પણ નથી. અમને ક્યાંય કદાગ્રહનથી. તો એનો અર્થ શું થયો? તેથયો નાસ્તિક નાસ્તિક થયો એટલે મહાભયંકર. તે મરીને મહદ અંશે દુર્ગતિમાં જશે. તેના કરતાં ધર્મ પ્રત્યે રાગષવાળો સારો. તેને કદાચ કોઇ ધર્મ પ્રતિ કદાગ્રહ હોય. પણ તે છે આસ્તિક. તેને જે ધર્મમાં રાગ છે, તે ધર્મમાં જેટલું સારું હશે તેટલા અંશે તેને લાભ; અને જે ધર્મ પ્રત્યે દ્વેષ છે. તેમાં જે ખરાબી હોય તેનો દ્વેષ થયો, તે પણ તેની કક્ષામાં સારો. પેલાને (નાસ્તિકને) બેમાંથી એકપણ નહિ. પૂ. સિદ્ધર્ષિગણિના શબ્દોમાં કહું તો, આજનો માનવ ચારે પુરુષાર્થથી ભ્રષ્ટ છે અને ચારે પુરુષાર્થથી ભ્રષ્ટ હોય તેની મોટે ભાગે દુર્ગતિ થવાની. આર્યસંસ્કૃતિ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org