SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આશ્રવ અને અનુબંધ સભા- પણ સાહેબ, આ રીતેય ભૌતિક સુખની લાલચ આપી કરાવવામાં આવતા ધર્મમાં શાસનપ્રભાવના તો થાય ને? સાહેબજી:- બાહ્યદષ્ટિએ શાસનપ્રભાવના થાય, પણ આ રીતે ધર્મ કરનાર અને ઉપદેશકનું શું થાય તે જોવાનું કે નહિ? તીર્થકરના બાહ્ય વૈભવને જોઇને તેના આકર્ષણથી માત્ર તેવું મેળવવા ધર્મ કરે તો તે ગરલક્રિયા છે, જે slow-Poison(ધીમું ઝેર) છે. જૈનધર્મમાં જરાય ઘેલછા નથી. આ ધર્મ તો Reality (વાસ્તવિકતા)ની જ વાત કરી ચોક્કસ સત્ય તત્ત્વ જ મૂકશે. મોક્ષની પ્રરૂપણા કરવાવાળો જ આ ધર્મ છે. તીર્થંકરની ઉપાસના દ્રવ્યસ્તવ અને ભાવસ્તવથી થાય. દ્રવ્યસ્તવ જો ભાવસ્તવમાં પરિણમન ન પામે તો તે નિષ્ફળ છે. માટે એક નવકારશી પણ ચારિત્રના અભિલાષપૂર્વકની જોઈએ. સૂત્રો તો અનેક પ્રકારે, અનેક નયથી કહેવાયાં હોય. યથાસ્થાને તેનો વિનિયોગ કરી ધર્મ કરો તો તે સુનયપૂર્વકનો ધર્મ કહેવાય. આ સૂત્ર સામાન્યથી છે કે વિશેષથી છે? તે વિચારવું પડે. કયું સૂત્ર કેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં વાપરવાનું છે, તેની પૂરી સમજ જોઈએ. બધું સ્યાદ્વાદથી વિચારવાનું છે. સભાઃ- “સ્વામીવાત્સલ્ય એકલ પક્ષે, એકત્ર ગુણ સમુદાય રે; બુદ્ધિ તોલાએ તોલીએ, તુલ્ય લાભ ફળ થાય રે” (ત્રાજવાના એક પલ્લામાં સ્વામીવાત્સલ્ય (સાધર્મિકભક્તિ) અને બીજા પલ્લામાં સમસ્ત ગુણસમૂહને રાખી બુદ્ધિરૂપી તોલા-માપદંડથી તોળીએ-માપીએ તો બંનેનું સમાન ફળ થાય) તેવું કહ્યું છે તેનું શું? સાહેબજી - આ વિશેષ સૂત્ર છે. વિશેષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ વાપરવાનું છે. ક્યાં તીર્થકરની ભક્તિનું ફળ, ક્યાં જ્ઞાનનું ફળ, ક્યાં સાધુ-સાધ્વીની ભક્તિનું ફળ અને ક્યાં સાધર્મિક ભક્તિનું ફળ. તમે નિગ્રંથ નથી. બાહ્ય અને અત્યંતર બેઉ ગ્રંથવાળા છો. આરંભ-પરિગ્રહમાં રહેલા છે. માટે તમને હીન ગણીને પંચ પરમેષ્ઠીમાં સ્થાન નથી આપ્યું. માટે તીર્થકરની ભક્તિનું આ ફળ, મુનિની ભક્તિનું આ ફળ, તેમ સાધર્મિક ભક્તિનું આ ફળ, તેમ દરેકનાં ફળ અલગ છે. મુનિની ભક્તિ પાસે શ્રાવકની ભક્તિ તુચ્છ છે, માટે સમાન ફળ મળે તેમ બોલાય નહીં. સ્થાનભ્રષ્ટ સૂત્ર ગોઠવે તે ઉન્માર્ગનો સ્થાપક છે. સામાન્યથી અને વિશેષથી એમ બે પ્રકારે સૂત્રો માર્ગ ચલાવવા આપ્યાં છે. અર્થ કરતાં Proper(યોગ્ય) સંદર્ભ આપવો પડે. પહેલાં પદાર્થ, પછી વાક્યર્થ, પછી મહાવાક્યર્થ અને પછી ઐદંપર્યાયાર્થ સુધી પહોંચવું પડે. તે કોણ કરી શકે ? કે જે સર્વનય લગાડે તે જ. (૧) નિર્ચયઃ ધન-ધાન્યાદિ બાહ્યગ્રંથિ અને કપાયાદિની પરિણતિરૂપ અત્યંતરગ્રંથિ તે બંનેથી જે રહિત છે તે નિગ્રંથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy