SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૩૭ લાવવાનો છે. નિશ્ચયનયથી ચારિત્ર એટલે શું? તો કહે પોતાના સ્વભાવમાં રમણતા તે જ ચારિત્ર છે. સંસારની દષ્ટિએ ઔદાસિન્યરૂપ ચારિત્ર છે, પદાર્થની દૃષ્ટિએ સ્વરૂપ રમણતા એ ચારિત્ર છે, કર્મની દ્રષ્ટિએ અનાશ્રવરૂપ ચારિત્ર છે. હરેક નયની પરિભાષા જુદી જુદી છે. શ્રાવક ગીતાર્થ થઇ શકે છે. સંસારમાં તમારો Intellectual Growth (બૌદ્ધિક વિકાસ) છે, તેનો આ ક્ષેત્રમાં ઉપયોગ ચાલુ કરો તો તમને જલદી બેસે તેમ છે. તમારો વિકાસ જલદી થાય તેમ છે. ભણવાનું ચાલુ કરી, કેમ કે ક્યારે પરલોકનું તેડું આવીને ઊભું રહેશે તે ખબર નથી. કર્મસત્તા કહેશે, ‘ચલ'. આ સંસારનું સ્વરૂપ કેવું છે? સંસારમાં તમારે ઉપદ્રવ કેટલા? ગમે તેટલા મોટા માણસને પણ ઉપદ્રવ કેટલા ? આટલા ઉપદ્રવો વચ્ચે સુખ સંભવે ? પૂ. ઉપાધ્યાયજી મ.સાહેબે લખ્યું છે કે “સંસારમાં જીવ મજૂરી કરી કરીને માંડ પલાંઠી વાળીને બેસે ત્યાં પરલોકનું તેડું આવી જાય.” સંસારનાં નિમિત્તો એવાં છે કે કર્મોને સતત ટેકો મળ્યા કરે અને માટે જ કર્મ મોટી અસરો બતાવી શકે છે. અહીંનાં (ચારિત્રનાં) નિમિત્તો એવાં છે જે કર્મને તોડ્યા કરે. તમે પણ સારાં નિમિત્તામાં રહેશો તો કર્મને ટેકો નહીં મળે. પણ તમને કેવાં નિમિત્તો ફાવે? આખો દિવસ સાંભળવાનું શું? વાંચવાનું શું? વિચારવાનું શું? જોવાનું શું? સાધુ કરતાં તમારે શુભ નિમિત્તોનો બમણો મારો જોઈએ. તમે કેટલા ટકા મારો આપો છો? તમે તો પાછા વિપરીત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે. અમારે ચારિત્રમાં અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે. આમ અમારા કરતાં કર્મ પર મારો તમારે વધારે જોઇએ, છતાં તમે single(એક ગણો) મારો પણ રાખ્યો નથી. જેવો તમને અર્થ-કામમાં રસ પડે છે તેવો રસ અહીં (ધર્મમાં) પડવા માંડે તો બધો ફ્લોપશમ થવા માંડે. પ-૬ ભવમાં તમારું ઠેકાણું પડી જાય. આમ, વ્યવહારથી બાહ્ય પુરુષાર્થ આવે, પછી તો આત્મવીર્યના આંતરિક પુરુષાર્થથી અને શુદ્ધ ચેતનાના બળથી કર્મો હટવા માંડશે અને જીવને ઉપરનું સ્તર દેખાવાનું ચાલુ થશે. સમકિત કાંઈ ઉપરથી આવીને પડવાનું નથી. ગુરુગમથી મૃત ભણતાં ભણતાં, સાંભળતાં સાંભળતાં, નવ તત્ત્વનું અવગાહન કરતાં કરતાં સમકિત પ્રાપ્ત થશે. અહીં બધી Full proof system(દરેક રીતે સાબિત થઇ ચૂકેલી વ્યવસ્થિત પદ્ધતિઓ, રીતો કે રચનાઓ) છે, Air-light compartment (હવા પણ ઘૂસી ન શકે તેટલી ચુસ્ત જગ્યા) છે, કોઈ જ Loopholes (છટકબારીઓ) નથી. eee ee , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy