SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આશ્રવ અને અનુબંધ ધર્મશાસ્ત્રો-આલંબનો-સદ્ગુરુઓ બધું તમારી પાસે છે; પણ મોહનીયના કારણે મૂઢતા છે. અને મોહનીયના અભાવમાં 'મૂઢતભાવ આવે છે. તે આવે તો બધું ઓળખાય. સંસાર તમારું જ સર્જન છે અને તેનું વિસર્જન પણ તમારે જ કરવાનું છે. ત્યાં નિગોદમાં તો આમ પણ જીવ સામગ્રીહીન છે, ત્યાં વ્યક્તિગત દેહ પણ નથી અને અનુબંધ પણ એવા જ હોય. ઓઘથી પણ એવા જ મૂઢ ભાવ હોય. ત્યાં અકામનિર્જરા જ હોય. આમ કરતાં કરતાં અનંતો કાળ પસાર કરતાં જીવ ઉપર વિકસેન્દ્રિયમાં આવે. સંસારમાં પણ શું સ્થિતિ છે? દુર્ગતિ નજર સામે દેખાય છે? એક ભાઈ મને કહે કે “મને નરક નજર સામે દેખાય તો શ્રદ્ધા આવે” ત્યારે મેં કહ્યું કે “ભાઈ ! નજર સામે દેખાતી આટલી દુર્ગતિઓને ગળી ગયા છો, તો શું નરકને નહિ ગળી જાઓ?” સભા-નરકમાં પરમાધામીનો ડર છે. સાહેબજી:- કેમ અહીંયાં કસાઈનો ડર નથી ? પણ સંસારમાં મોહના કારણે મૂઢતા છે. તમને એમ થાય છે ખરું કે “આ આખા વિશ્વમાં જડથી જુદું જીવતત્ત્વ છે, મારા જેવા અનંતા જીવો છે, બધાને કુદરતનો નિયમ લાગુ પડે છે, માટે જો હું પણ તેનાથી વિરુદ્ધ જઇશ તો મને પણ તે નિયમ લાગુ પડશે?” માટે વિકૃતિ તે સંસાર છે, પ્રકૃતિ તે મોક્ષ છે. પ્રકૃતિની બહાર નીકળવું તેનું ફળ સંસાર છે, પ્રકૃતિની અંદર પાછા આવવું તેનું ફળ મોક્ષ છે. તીર્થકર ભગવંતો પોતાના ગણધરોને કહે છે કે “આ નિયમ મને પણ લાગુ પડે છે. તે તારા માટે પણ છે. મને કષાયનો ઉદય હતો તો મેં પણ આવા વિપાકી ભોગવ્યા છે.” આટલું સમજાવ્યા પછી પણ મને ખબર નથી પડતી કે આમાં તમને ક્યાં વાંધો છે? Technical hitch(હતુ સર કરવાના કુશળ તંત્રમાં થતો અટકાવ કે અવરોધ)ક્યાં છે તે તો તમે મને સમજાવો, તો મારો પણ ક્ષયોપશમ થાય. માટે આશ્રવતત્ત્વને બરાબર સમજે, વિચારો. જેમ ભવિતવ્યતા કામ કરે છે, તેમ કર્મ શું છે? તેનું સ્વરૂપ શું છે? બહારનાં કારણો કયાં? અંદરનાં કારણો કયાં? અને કેવી રીતે? પ્રકૃતિબંધ, રસબંધ કેવી રીતે? જ્ઞાનાવરણીય બંધ, દર્શનાવરણીયબંધ બધું સમજો. કારણ કે તે તમારું જ સર્જન છે ને તમારે જ વિસર્જન કરવાનું છે. દરેકનું જીવદળ જુદું છે, માટે હરેકનાં કર્મો પણ જુદાં છે. અવિરતિના અધ્યવસાય, પરિણામ, વેશ્યાથી વિરામ પામવાનું છે, ઔદાસિન્યભાવ (૧) મૂઢેતરભાવ : મોહના ઉદયથી જીવ મૃઢ બને અને તેનાથી ઇતર યાને કે ભિન્ન ભાવ તે મૂઢેતર ભાવ. (૨) વિક્લેન્દ્રિય : બેઇન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો માટે વપરાતો શબ્દ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy