SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ આશ્રવ અને અનુબંધ સાહેબજી:- આમાં ક્યાં સંસ્કૃતિ આવી? સંસ્કૃતિમાં તો ન્યાય, નીતિ, સદાચારની વાત આવે, જયારે આ તો ભૌતિક બાબતો છે. તમે Morality(નીતિ-સદાચાર)ની વાત કરો છો કે Civilization(સામાજિક વિકાસ)ની વાત કરો છો ? અમારી ફરજ Morality સુધી જ આવે. તમે ભૈતિકશાસ્ત્રની રીતે ઘણા જ ડબ્બામાં છો, કે જેનાથી આજ એક માણસ સ્વસ્થ રહી ન શકે. તમને અક્કલ આવે અને ડફણાં ખાઈ ખાઈને તેમાંથી પાછા ફરો તો તેમાં હું કાંઈ ના પાડતો નથી, પણ મારા માટે બોલવાની વાત આવે તો મારે બધે મર્યાદા આવે. સભાઃ- બધી ધર્મક્રિયા વખતે “આ હું મોક્ષ માટે કરું છું તેમ યાદ કર્યા કરવાનું? સાહેબજી:- એવું જરૂરી નથી. પ્રણિધાન આદિ પાંચ ભાવધર્મ બતાવ્યા છે, તે તેને અંદર પડેલા જ હોય. જેમ દુકાન પર જાઓ, પેઢીએ બેઠા હો, ત્યારે તમને ખબર જ હોય કે પૈસા કમાવા બેઠો છું. નિષેધ અને વિધાનપૂર્વક ધર્મ થાય તે સમંજસવૃત્તિથી ધર્મ થાય છે. તે કલ્યાણનું કારણ છે. આ તેને નક્કી જ છે. બધા ભૌતિક ક્ષેત્રમાં ધર્મની દરમ્યાનગીરી હોય, પણ ભૌતિક દૃષ્ટિએ નહીં, ધાર્મિક દૃષ્ટિએ હોય. તેનો Criteria(માપદંડ) શું? કે ભૌતિક દષ્ટિએ લાભ-નુકસાન શું તે નહિ, પણ આત્મિક દૃષ્ટિએ લાભ-નુકસાન શું તે જાણવાનું. ૧૪ પૂર્વધરો પાસે કેટલું જ્ઞાન હતું! જંબુસ્વામીની માતા સુધર્માસ્વામીને પૂછે છે કે “હું પ્રૌઢ થવા આવી, હવે મને બાળક થશે કે નહિ?” ત્યારે સુધર્માસ્વામી મૌન રહ્યા. ત્યાં તેઓ જાણતા હોવા છતાં પણ બોલે નહિ. ત્યારે તેનો જવાબ સિદ્ધપુત્રે આપ્યો, કારણ તે તેમનો વિષય છે, ગૃહસ્થનો વિષય છે. અપવાદથી સમગ્ર શાસનનો પ્રશ્ન હોય, ત્યારે અપવાદનો ઉપયોગ કર્યો હોય તેવું બને. ઉત્સર્ગથી અકબરે કહ્યું “અમારી કુંડલી જોઈ આપો” તો સ્પષ્ટ ના પાડી દીધી. સભા - દીક્ષા લેવી હોય તો તમે જોઈ આપો ને? સાહેબજી:- અમે તો મોટું જોઇને કહીએ કે ભાઈ ઘર ભેગો થા. દીક્ષા લેવાવાળો જાણતો હોય કે ૧૮હજાર શીલાંગ શું છે, ૧૮ પાપસ્થાનક શું છે. દુનિયાભરના કોઈ પાપની વાત તેમાં બાકી નથી રહેતી. દ્રવ્ય-ભાવથી શું છે? નિશ્ચય-વ્યવહારથી શું છે? આ બધાથી એટલો પ્રભાવિત થયેલો હોય કે ભગવાને બતાવેલ ચારિત્ર માટે તે ગાંડો હોય. તેને ખબર હોય કે અપ્રમત્ત મુનિ કેવા હોય, પ્રમત્ત મુનિ કેવા હોય. પણ તમને તો ક્યાં આ બધાની પડી છે ? આપણું સાધુપણું શું ચીજ છે, તે તમે જાણતા નથી; એટલે તેને Appreciate(ઉચિતપણે મૂલ્યાંકન કે કદર) પણ કરી શકતા નથી, જબરદસ્ત ઊંચી કોટિના આચારવિચાર ચારિત્રમાં છે. આવો આચાર જ મોક્ષ આપી શકે. ઉત્કૃષ્ટ કોટિનું જીવન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy