SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ આશ્રવ અને અનુબંધ દ્રવ્યથી અને ભાવથી અમારે માટે દરેકમાં શું નિયમો છે તે જાણતો હોય તે જ તેને Appreciate(ઉચિતપણે મૂલવણી કે કદ૨) કરી શકે. તમે આમાંનું કશું જાણતા ન હો અને ધંધા પાછા અમને પાડવાના કરતા હો છો. અમારી પાસે પણ તમે કેટકેટલી ભૌતિક અપેક્ષાઓ માથામાં લઇને ફરતા હો છો ! ભૌતિક ક્ષેત્રના લાભ કે નુકસાન તે તમારી જાતે જ ફોડી ખાવાના છે. અમે તો ધર્મમાં વિધિ-અવિધિ સમજાવીએ, જૈન કુલાચારનું ઉલ્લંઘન કરશો તો કેવાં પાપ લાગશે તે સમજાવી શકીએ. બાકી તો શુભ આરંભ-સમારંભમાં પણ જે સાધુ પડી જાય, તેને ભાંડ-ભવૈયાની ઉપમા આપી છે. એકદમ ન્યૂન ઉપમા આપી છે. અત્યારે તો તમારે અમારી પાસેથી એકલી ભૌતિક જ માંગ છે. બસ, દોરા-ધાગા ને વાસક્ષેપ. અત્યારે જે સાધુઓ આ કામમાં પડ્યા છે, તેઓ અધ્યાત્મની ભૂમિકા ખોઇ બેઠા છે. છતાં તમારા સમાજમાં Leading illuminary(મહત્ત્વના ઝળહળતા તારલાની જેવા) થઇને ફરે છે. સભાઃ- તેમને નુકસાન નહીં થાય ? સાહેબજીઃ- તેમનું તો જે થવાનું હશે તે થશે, સાથે તમે પણ મરવાના છો. જો તમે થોડા સુધરી જાઓ તો અમારામાં ઘણો સુધારો થઇ જાય. પણ તમે સાધુને છોડતા નથી. તમે ભૂલી ગયા છો, તેમ એ પણ ભૂલી ગયા છે. તમે બધા લોભિયા પાક્યા છો, માટે જ આ બધી મોકાણ ઊભી થઇ છે. તમને મોક્ષનો ખપ નથી, પણ અમારી પાસેથી ખરેખર અર્થ-કામ અને તેના દ્વારા સંસારનો ખપ છે; જેમાં અમને પડવાનો સખત નિષેધ છે. ભગવાને અમને સ્પષ્ટ ના પાડી છે. અમારે અમારા સંસારી સગા ભાઇ-બહેનની, માતાપિતા, કાકા-કાકી કોઇની ભૌતિક ચિંતા કરવાની નથી. કારણ અમે પરિવાર વોસિરાવીને નીકળ્યા છીએ. માટે તેમની ભૌતિક ચિંતા કરવાનો અમને અધિકાર નથી અને જો કરીશું તો સાવઘનું પાપ લાગશે. કરવી હોય તો ફક્ત તેમની આત્મચિંતા કરવાની. નહિતર આર્તધ્યાન થાય, જે તિર્યંચગતિનું કારણ બને. હવે ભૂતકાળના અમારા આટલા ઉપકારીની પણ ઉત્સર્ગથી ભૌતિક ચિંતા કરવાનો અમને નિષેધ છે, તો પછી તમારા માટે તો અમારે એવી ચિંતા કરવાની હોય જ નહીં ને ? તમે નક્કી કરો કે ભૌતિક ક્ષેત્રે અમે અમારું ફોડી લઇશું, તો ૫૦ ટકા સુધારો થઇ જાય. પણ તમે સ્વાર્થીઓ કોઇને છોડો ખરા ? સાધુઓને બગાડવાનો ધંધો તમે કર્યો છો. અમારી સાધુસંસ્થા પડી છે તેમાં અમને ખૂબ નુકસાન થયું છે. એક આ પાપ યાને કે તમારી ભૌતિક પળોજણ અને બીજું દ્રવ્યસ્તવ યાને કે આરંભસમારંભ, આ બંનેમાં અમે સાફ થઇ ગયા છીએ. જે શુભારંભ બતાવ્યો છે તે શ્રાવકનું કર્તવ્ય છે, તે અમારું કર્તવ્ય નથી. જો આ બેમાંથી અમે નીકળી જઇએ તો ૭૫ ટકા સુધારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy