SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૮૧ તેમ કહેવું તે નય. તે અધ્યવસાય વિશેષ છે. આપણાં શાસ્ત્રોમાં અનેક નયોથી વાતો આવે છે. તેમાં મુખ્યત્વે સાત નય છે. તે આ મુજબ જાણવા. (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) ઋજુસૂત્રનય, (૫) શબ્દનય, (૬) સમભિરૂઢનય અને (૭) એવંભૂતનય. તે ઉપરાંત પણ નિશ્ચયન -વ્યવહારનય, જ્ઞાનનય-ક્રિયાય, શબ્દના-અર્થનય વગેરે ન્યોની વાત આવે છે. આ બધા નયો પોતપોતાના દૃષ્ટિકોણનું ભારપૂર્વક પ્રતિપાદન કરે છે, પણ બીજા નયની વાતને ઉવેખતા નથી, એટલે કે ગૌણપણે સ્વીકારે છે. બધા નયોનો સમવાય કરી જે નિષ્કર્ષ કઢાય તે પ્રમાણ છે. (૮) જાતિસ્મરણજ્ઞાન: પાછલા જન્મોની હકીકત યાદ આવવી તેને જાતિસ્મરણજ્ઞાન કહે છે. જૈનદર્શનમાં આ જ્ઞાનનું મતિજ્ઞાનના એક પ્રકારમાં વર્ણન આવે છે. ઇન્દ્રિય અને મન વડે કરીને જાણવું તે મતિજ્ઞાન છે. ઇન્દ્રિયો અનુભવ કરવામાં આત્માનું સાધન છે. સાધન બદલાઈ જાય પણ અનુભવ કરનાર આત્મા બદલાતો નથી, તેથી ભિન્ન દેહને ધારણ કરનાર આત્મા પૂર્વભવોમાં અનુભવેલ વસ્તુને સંસ્કારો દ્વારા યાદ લાવી શકે છે. આ રીતે સંખ્યાત-અસંખ્યાત કાળ સુધી ધારી રાખેલા તે સંસ્કારોને જૈનશાસ્ત્રમાં “વાસના” તરીકે ઓળખાવ્યા છે. આ વાસના દ્વારા ભવાંતરે પણ આત્માને જે વસ્તુ-સ્વરૂપ યાદ આવે તેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય; જે પૂર્વે ઇન્દ્રિયપ્રત્યક્ષ અનુભવેલ વિષયોનું જ જ્ઞાન હોવાથી જૈનદર્શનમાં તેને મતિજ્ઞાનનો પ્રકાર ગણ્યો છે. (૯) મન-વચન-કાયાના પંદર યોગઃ ચાર મનોયોગ ચાર વચનયોગ સાત ાયયોગ સત્યમનોયોગ સત્યવચનયોગ અસત્યમનોયોગ અસત્યવચનયોગ સત્યાસત્યમનોયોગ સિત્યાસત્યવચનયોગ અસત્યામૃષામનોયોગ અસત્યામૃષાવચનયોગ ઔદારિકકાયયોગ ઔદારિકમિશ્રકાયયોગ વિક્રિયકાયયોગ વૈક્રિયમિશ્રકાયયોગ આહારકકાયયોગ આહારકમિશ્નકાયયોગ કાર્પણ કાયયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy