SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પરિશિષ્ટ રસનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલાં એવાં તે પુગલોનો ઉપશમ, એમ ક્ષય અને ઉપશમ બંનેવાળું છે. વળી તે સમ્યક્વમોહનીયના પગલોના વિપાકોદયવાળું છે. જો કે આ પગલાશ્રયી ક્ષયોપશમસમકિત કરતાં શુદ્ધ આત્મપરિણામરૂપ ઉપશમ સમ્યક્ત શ્રેષ્ઠતર છે અને (૩). એનાથી પણ શ્રેષ્ઠતર (સર્વશ્રેષ્ઠ) ક્ષાયિક સમ્યક્ત છે જે મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય એમ ત્રિવિધ દર્શનમોહનીય તથા અનંતાનુબંધી ચાર કષાયો એ સાતના ક્ષયથી પ્રાપ્ત થાય છે. ક્ષયસાધ્ય હોવાથી ક્ષાયિક કહેવાય છે. (૫) ધ્યાનના અશુભધ્યાન અને શુભધ્યાન એમ બે પ્રકારઃ : અશુભધ્યાન: (૧) આર્તધ્યાન- દુઃખથી ઉત્પન્ન થયેલું અને દુઃખાનુબંધી અશુભ ચિંતન. જે ચાર રીતે થાય છે. (૧) અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધને ઇંદ્રિય સાથેનો સંબંધ થતાં, (૨) વેદનાથી, (૩) ઇષ્ટ શબ્દ આદિનો વિયોગ થતાં, અને (૪) કામોપહત ચિત્તવાળા અને પુનઃ ભવ વિષયક સુખમાં વૃદ્ધ જીવોનું કરાતું નિદાન. (૨) રૌદ્રધ્યાન - બીજાનું ખરાબ કરવાની ભાવનાવાળું અથવા બીજાને દુઃખનું કારણ બને – બીજાને રડાવે તેવું ચિંતન, તે ચાર રીતે હિંસાર્થે, જુઠું બોલવા માટે, ચોરી માટે અને વિષય સંરક્ષણાર્થે થતું દુર્બાન અને તેના સંકલ્પ-વિકલ્પો. શુભધ્યાન (૧) ધર્મધ્યાન - ધર્મના સ્વરૂપનું ચિંતન જિનપ્રણિત માર્ગને વિષે સ્થિરતાપૂર્વક આગળ વધવામાં નિમિત્તરૂપ ધ્યાનને ધર્મધ્યાન કહેવાય. તે પણ ચાર પ્રકારે છે. (૨) શુક્લધ્યાન - નિર્મળ ધ્યાન. વ્યાક્ષેપ અને સંમોહાદિથી રહિત ધ્યાનને શુક્લધ્યાન કહેવાય. તે પણ ચાર પ્રકારે છે. (૬) સોળ ભાવનાઓનાં નામો: ૧.અનિત્યભાવના, ૨.અશરણભાવના, ૩.સંસારભાવના, ૪.એકત્વભાવના, ૫.અન્યત્વભાવના, ૬. અશુચિભાવના, ૭. આશ્રવભાવના, ૮.સંવરભાવના, ૯ નિર્જરાભાવના, ૧૦.લોકસ્વરૂપભાવના, ૧૧.બોધિદુર્લભભાવના, ૧૨.ધર્મભાવના, ૧૩.મૈત્રીભાવના, ૧૪.પ્રમોદભાવના, ૧૫.કરુણાભાવના, ૧૬.માધ્યશ્મભાવના. (૭) નય : નય એટલે અપેક્ષા, પાસું, દૃષ્ટિકોણ, Aspect, Angle. અનેક ધર્માત્મક વસ્તુને એક ધર્મથી અવધારણાપૂર્વક એટલે કે નિત્ય = નિત્ય જ છે કે નિત્ય વ= અનિત્ય જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy