SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પરિશિષ્ટ - X (૧) ગુણસ્થાનકોનાં નામો : (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્ર ગુણસ્થાનક (૪) અવિરતિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૬) પ્રમત્ત ગુણસ્થાનક (૭) અપ્રમત્ત ગુણસ્થાનક (૮) નિવૃત્તિ ગુણસ્થાનક (૯)અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંતમોહ ગુણસ્થાનક (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક અને (૧૪) અયોગી કેવલી ગુણસ્થાનક. ૧૭૯ (૨) અઢાર પાપસ્થાનકોની યાદી : (૧) હિંસા (૨) અસત્ય (૩) ચોરી : આપ્યા વિના લેવું તે (૪) મૈથુન : અબ્રહ્મ-કામવિષયસેવન (૫) પરિગ્રહ : ધનધાન્યાદિ સંગ્રહ, તેના પર મમતા (૬) ક્રોધ (૭) માન : અહંકાર (૮) માયા ઃ કપટ (૯) લોભ : અસંતોષ – વધુને વધુ મેળવવાની વૃત્તિ (૧૦) રાગ : પ્રીતિ (૧૧) દ્વેષ : ખાર-અપ્રીતિ (૧૨) કલહ : કજીયો (૧૩) અભ્યાખ્યાન : કોઇની ઉ૫૨ ખોટું આળ ચઢાવવું તે (૧૪) પૈશુન્ય : ચાડી-ચુગલી (૧૫) રતિ : આનંદ, ગમો અને અતિ : અણગમો (૧૬) ૫૨પરિવાદઃ પારકી નિંદા (૧૭) માયામૃષાવાદ : કપટપૂર્વક જૂઠું બોલવું તે અને (૧૮) મિથ્યાત્વશલ્ય ઃ જૂઠી શ્રદ્ધા, ખોટો આગ્રહ, દેવ-ગુરુ-ધર્મ ઉપર અશ્રદ્ધારૂપી શલ્ય. : (૩) અપુનબંધક અવસ્થા મિથ્યાત્વમોહનીય કર્મની ૭૦ કોટાકોટી સાગરોપમની સ્થિતિ ફરીથી ન બાંધવાની જીવની યોગ્યતા, તે અપુનર્બંધક અવસ્થા. કર્મબંધથી સંસારવૃદ્ધિ છે. આ અવસ્થા પામ્યા પછી જીવની યોગ્યતા એવી થાય છે કે તે ૭૦ કોટાકોટી સાગરોપમથી વધારે સંસારવૃદ્ધિ થાય તેવું કર્મ બાંધતો નથી, તેવું પાપ સેવતો નથી. અથવા ફરીથી નહિ બાંધનારો અર્થાત્ મોહનીયકર્મની ૭૦ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે જે જીવ ફરી ક્યારેય બાંધવાનો નથી, યાવત્ ૬૯, ૬૮, ૬૭ કોટાકોટી સાગરોપમ પ્રમાણ બાંધશે, પણ ૭૦ કોટાકોટી પ્રમાણ નહિ બાંધે, એટલે કે એવા સંસારવૃદ્ધિકર પાપને નહિ સેવે. જેથી ઉત્કૃષ્ટ કર્મ બાંધવાનું હવે જેમાં બંધ થાય છે તેવી કાયમી લાભવાળી જીવની સ્થિતિ-અવસ્થા. આ ભૂમિકાથી અધ્યાત્મની દૃષ્ટિએ આત્મવિકાસનો એકડો મંડાય છે, જીવનો વિકાસક્રમ ચાલુ થાય છે. Jain Education International (૪) ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમક્તિ ઃ સમકિતના મુખ્ય ત્રણ પ્રકારો છે. (૧) ઉપશમસમકિત કે જેમાં મિથ્યાત્વનાં યા દર્શનમોહનીયનાં પુદ્ગલોનો વિપાકોદય કે પ્રદેશોદય કોઇ ઉદય હોતો નથી તે. (૨) ક્ષયોપશમસમકિત કે જેમાં મિથ્યાત્વમોહનીયનાં ઉદયગત (પ્રદેશોદયગત) પુદ્ગલોના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy