________________
આશ્રવ અને અનુબંધ
૧૭
પુણ્યાનુબંધીપુણ્યનું ઉપાર્જન કરો. માટે સકામનિર્જરા અને પુણ્યાનુબંધીપુણ્ય બે જ કરવા જેવાં છે. અને તે માટે આશ્રવતત્ત્વને બરાબર સમજો, બધા 'નયથી સમજો .
ક્રિયાનય કહેશે, મન-વચન-કાયાના યોગથી આશ્રવ થાય છે. તું જે કાંઇ ક્રિયા કરે છે તેનાથી કર્મ આવે છે. જ્યારે જ્ઞાનનય કહેશે, જે ભાવમાં વિકૃતિ છે તેનાથી આશ્રવ થાય છે. આ બધું Accidently (અચાનક) બનતું નથી. બધું કાર્યકારણભાવથી ગોઠવાય છે, કર્મનું આવાગમન પણ તેનાથી છે.
સભા:- અહીંયાં પ્રધાન કોણ ?
સાહેબજીઃ- જ્યાં જે નયથી બોલાતું હોય ત્યાં તે નય પ્રમાણ ગણાય. વ્યવહારનય વચનયોગને-કાયયોગને પ્રધાનતા આપશે, જયારે નિશ્ચયનય મનોયોગને પ્રધાનતા આપશે. એક નય બીજા નયનો અપલાપ નહિ કરે, પણ પોતાને બળવાન કરશે. વ્યવહારનય નિમિત્ત-નૈમિત્તિકને પ્રધાનતા આપીને વચન-કાયાના યોગને કારણ ગણશે, જ્યારે નિશ્ચયનય ઉપાદાન(જીવની લાયકાત, Potentiality)ને પ્રધાનતા આપીને મનોયોગને પ્રધાન ગણશે. દરેક નય પોતાની પુષ્ટિ કરશે.
ઉદિત કષાયને નિષ્ફળ બનાવવા માટે દૃષ્ટાંત :
જીવનમાં તમને જ્યારે અશુભ નિમિત્ત મળતાં અસાવધાન અધ્યવસાયથી મોહનીયકર્મ ઉદીરણામાં આવે, ત્યારે તમારાં મન-વચન-કાયાને તેમાંથી પાછાં ખેંચી લેજો. જેમ કે કષાયનો પરિણામ થાય તેવું નિમિત્ત મળ્યું, તેથી ક્રોધ સળવળ્યો, પણ તે વખતે ક્રોધથી વચનપ્રયોગ ન કરો, કે કાયાથી પણ તેને પ્રદર્શિત ન થવા દો. આમ કરવાથી સહકારી કારણ ખસી જવાથી કષાયનું બળ તૂટી જશે. વચન-કાયાને પાછાં ખેંચી લેવા માટે, મનમાં જે કષાયનો ભાવ થયો છે તેને શમાવવા માટે, ક્રોધના પ્રતિસ્પર્ધી ભાવોનો વિચાર કરો. તમારી પાસે જેટલી શક્તિ હોય તેટલા Angle(દૃષ્ટિકોણ)થી વિચાર કરો. જેમ કે ક્રોધથી કેવાં કેવાં પાપો બંધાશે ? જેથી ભવિષ્યમાં તેના કેવા વિપાકો આવશે ? કે ભવોની કેવી પરંપરા સર્જાશે ? બે મિનિટ કરેલા ક્રોધના વિપાકો કેટલા લાંબા ટાઇમ સુધી ભોગવવા પડશે ? આમ, વિચાર કરતાં કરતાં સંક્લિષ્ટ મન શમી જશે. તેથી ઉદયમાં આવેલું કર્મ ખાસ ફળ આપ્યા વગર ખરી પડશે. આમ તો અનુદિત કર્મને ઉદિત ન થવા દેવું તે તમારા હાથની વાત છે. જેમ એક નાની ભૂલથી જો હાડકાં ભાંગી જાય તોLife long(યાવજ્જીવ) સહન કરવું પડે, તેમ ક્રોધ કરવાનો સમય અંતર્મુહૂર્તનો હોય છે, જ્યારે વિપાકનો સમય
(૧) નય :- જુઓ પરિશિષ્ટ X-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org