SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આશ્રવ અને અનુબંધ કોટાકોટી સાગરોપમનો હોય છે. આવા જેટલા દૃષ્ટિકોણથી વિચાર કરાય તેટલો કરો. આનાથી કષાયો ધીરે ધીરે શાંત થતા જશે, જેથી ઘણાં કર્મો થોડા સમયમાં ભોગવાઇ જશે અને નવાં બંધાશે નહિ. સંસારમાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. પૂ. સિદ્ધર્ષિગણિ મહારાજાએ કહ્યું છે કે 'અવધિજ્ઞાનીને કર્મ પ્રત્યક્ષ છે, જયારે બીજાને કર્મ તર્કથી સિદ્ધ છે; અર્થાત્ કર્મને આપણે તેના કાર્ય દ્વારા જોઈ શકીએ છીએ. મન-વચન-કાયા દ્વારા ઊંઘમાં પણ વેશ્યા, અધ્યવસાય, પરિણામ ચાલુ છે. માટે સૂતાં પહેલાં પરિણામ, વેશ્યા, અધ્યવસાય વિશુદ્ધ કરીને સૂઓ. (યોગ્ય પુરુષાર્થથી આવી વિશુદ્ધિ થઈ શકે.) કર્મના સિદ્ધાંતમાં કોઇ નાનુંમોટું નથી. આશ્રવની પ્રક્રિયા Natural Phenomenon કુદરતી ઘટનાક્રમ) છે. જીવમાત્રને આ નિયમો સમાન રીતે લાગુ પડે છે, Even(અરે) તીર્થકરના આત્માને કે અભવ્યના આત્માને પણ આપણે એટલા મૂર્ખ નથી કે આપણે આપણું બગાડીએ, પણ આપણને આ બધી બાબતોમાં શ્રદ્ધા નથી. Conviction is strength(દઢ માન્યતા, પાકી સમજણ કે પ્રતીતિ તે જ બળ-શક્તિ છે). તમને આની ખાતરી થઇ જાય, પછી જ પ્રક્રિયામાં રસ પડશે. તમને એક વખત નિશ્ચય થાય કે દુર્ગતિમાં જવું નથી, સદ્ગતિમાં જ જવું છે; બસ, પછી તમને બધા ધર્મનો ખપ પડશે. આ સંસારમાં બધું કાર્યકારણભાવથી જ થાય છે. સિદ્ધોને કારણનો અભાવ છે, માટે કર્મબંધ નથી. જ્યારે આ સંસારમાં તો કર્મને સ્વીકારવાનાં કારણો નજર સામે છે. સામાન્ય બુદ્ધિવાળો ઘણું કમાય ત્યારે વિચાર આવે ખરો કે આમ કેમ? વળી બુદ્ધિશાળી ઘણી મહેનત કરે છે છતાં ઠેકાણું ન પડે, ત્યારે આનું કોઈ કારણ હોવું જોઈએ એવું લાગે છે? દર્શનશાસ્ત્રનો સિદ્ધાંત છે કે, કારણને અનુરૂપ કાર્ય થાય છે. તમે ભૌતિક રીતે ગમે તેટલો વિચાર કરો, બધાને સલાહ આપો અને બધાની સલાહ લ્યો, પણ જો આFieldમાં (ક્ષેત્રમાં) અજ્ઞાન હો અને આત્માની દષ્ટિએ વિચાર ન કરો, તો ખરેખર મહામૂઢ છો. જેમ વકીલો, ડૉક્ટરો તેમના ક્ષેત્રમાં ગમે તેટલા નિષ્ણાત હોય, પણ આ ક્ષેત્રમાં ઝીરો ને? માટે ધર્મક્ષેત્રની અપેક્ષાએ તેઓ મૂઢ છે. જયારે તમને જીવનમાં તક મળી છે, માટે આ તત્ત્વને બરાબર સમજો. તમારા મન-વચન-કાયાના યોગ નિષ્ફળ નથી જતા. તમે પ્રવૃત્તિ કરો છો, બેઠા બેઠા વિચાર કરો છો ત્યારે કેવા વિચારો હોય છે? બસ, વિષય-કષાયોની પ્રેરણાથી વિચારણા કરી, ભાવના ભાવી, ધ્યાન કરીને દુર્ગતિયોગ્ય કર્મો બાંધતા હો છો. તમને ગતિ ચોવીસ કલાક બંધાતી હોય છે, જ્યારે આયુષ્યકર્મ જીવનમાં એક જ વખત બંધાય છે. (૧) અવધિજ્ઞાની : જેને રૂપી પદાર્થોનું ઇંદ્રિયો કે મનની સહાય સિવાય સાક્ષાત્ જ્ઞાન થયું છે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy