________________
આશ્રવ અને અનુબંધ
૧૨૫ જાય કેવી રીતે? તેને અનધ્યવસિતપણે થતી ક્રિયા કીધી છે. જો કે તેમાં વિપરીત અધ્યવસાય નથી, પણ ભગવાને તો તહેતુ અને અમૃતક્રિયાનું જ વિધાન કર્યું છે, સંમૂચ્છિમક્રિયાનો નિષેધ કર્યો છે.
આશયશુદ્ધિ વગર અથવા કુલાચારથી ગતાનુગતિકપણે ધર્મ કરતો હોય, અથવા ધર્મ કર્યા પછી નિદાન ઊંધું બાંધી, કરેલું બધું ઊંધામાં ખતવી નાંખે; જેમ ધર્મ કરતાં પહેલાં બુદ્ધિ ભ્રષ્ટ હોય તો સંસારાનુબંધિતા રહે છે, તેમ ધર્મ કર્યા પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય તો પણ તે સંસારાનુબંધી થવાનો. અત્યાર સુધી સારું કરેલું તેમાં તે નિદાનના કારણે ઊંધું ખતવાય છે. નિદાનઅશુદ્ધિ બે પ્રકારની છે. (૧) એક એવી કે જેમાં હેયઉપાદેયનો વિવેક જાગૃત હોય, હેય-ઉપાદેયની બુદ્ધિ સર્વથા ભ્રષ્ટ થઇ ન હોય, તે નિદાન છે, નિદાનશલ્ય નથી; દા.ત. દ્રૌપદીના કિસ્સામાં બન્યું છે તેમ. જયારે (૨) બીજા પ્રકારમાં નિદાન મિથ્યાત્વશલ્ય યુક્ત હોય છે, જે નિદાનશલ્ય છે; દા.ત. બ્રહ્મદત્ત ચક્રવર્તીના કિસ્સામાં બન્યું છે તેમ. જે પ્રકારનું નિદાન કર્યું હોય તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની આવે, પરંતુ પહેલા પ્રકારવાળાને તેવે વખતે પણ બુદ્ધિ ભ્રષ્ટ ન થાય.
માયા અને માયાશલ્ય પણ અલગ છે. માયા આવે એટલે તે પાપ કરે છે, પણ ગુણસ્થાનકથી ભ્રષ્ટ થતો નથી; જ્યારે માયાશલ્ય આવે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, તે ગુણસ્થાનકથી નીચે ઉતરી જાય છે. શલ્ય નથી આવતું ત્યાં સુધી તેની હેય-ઉપાદેયબુદ્ધિ જાગૃત રહી શકે છે, જયારે શલ્ય આવે એટલે તે જાય જ.
અમુક પ્રકારના નિદાનમાં હેય-ઉપાદેયબુદ્ધિ જાગૃત હોય, પરંતુ ભોગના લોભમાં છોડી ન શકે તેવાને, તેના વિપાક વખતે તે ભોગવશે ખરો, પરંતુ તેમાં તેની બુદ્ધિ ભ્રષ્ટ નહિ થઈ જાય. શુભક્રિયાઓમાં પણ નિદાનઅશુદ્ધિ અથવા આશયઅશુદ્ધિ હોય તો સંસારાનુબંધી પરિણામ આવે છે.
એક પ્રાયશ્ચિત્ત લેવામાં કેટલા નિયમ મૂક્યા છે! કોઈપણ જાતના Barrier(અવરોધ) સાથે પ્રાયશ્ચિત્ત લો એટલે ગયું. તમે ગુરુ સાથે ઠગાઈ કરો તે ભગવાન સાથે ઠગાઈ કરી ગણાય. જેને ગુરુ કહો તેને આત્મસમર્પણ કરવાની વાત છે. આત્મસમર્પણ કરવાનું એટલે પોતાના જીવનની કોઈપણ બાબત હોય, તે ગુરુથી છુપાવવાના પરિણામ ન હોવા જોઇએ, તેમ પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ લખે છે. તે જણાવે છે કે આ રીતે ગુરુ પ્રત્યે સમર્પણભાવથી જે દીક્ષા લે છે તે પ્રાયઃ કરીને સફળ થાય છે અને તે સિવાયના નિષ્ફળ જાય છે. લક્ષ્મણાસાધ્વીજીએ ગુરુને ઠગ્યા, તો તેમનો સંસાર વધ્યો. પોતાની પાસે ધન કેટલું છે? પોતાની પત્ની કેવી છે? તેના દીકરા-દીકરીના સ્વભાવ કેવા છે? તે બધું ગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org