________________
૧૦
આશ્રવ અને અનુબંધ બધું વ્યવસ્થિત કરો છો. ત્યાં તમને Conviction (પાકી ખાતરી કે ભરોસો; પ્રતીતિ) છે. માટે જ લખ્યું છે કે જ્યાં Conviction છે ત્યાં Strength(સામર્થ્ય, જોર, બળ) છે.
સભા- ઉદિત કર્મોને કેવી રીતે નિષ્ફળ કરવાં?
સાહેબજી:- ઉદયકાળ પાકી ગયો છે, પણ જો જીવની સાવધાની હોય તો તે કર્મને વિપાકના બદલે પ્રદેશોદયથી ખરી જવું પડે છે. સાત્ત્વિક માણસને ગમે તેવાં નિમિત્ત મળે તો પણ તે તેના જાજવલ્યમાન ઉપયોગથી કર્મના વિપાકોનો રસ તોડીને તેને પ્રદેશોદયમાં ફેરવી દે છે. સાત્વિકમાણસોનો કર્મરૂપી અટવી ઉપર પૂરો કાબૂ હોય છે. નિદ્ધત સુધીના કર્મોદયને નિષ્ફળ કરી શકાય છે. નિકાચિતમાં ફેરફાર તો શ્રેણીમાં જ થાય છે. તેના માટે શ્રેણીનો જ તપ માગ્યો છે, બીજો તપ ના ચાલે. શુભ નિકાચિતનો વાંધો નથી. સમકિતી સારા કર્મોની સતત નિકાચના કર્યા કરે છે, જે તેને સાધનામાં સહાયરૂપ થાય છે. શુભકર્મોની નિકાચના માટે ૩૧૬ ભાવના ક્રિયારૂપે સાધન છે. તેના ઉપર ચિંતન કરી કરીને પુણ્યબંધ અને નિર્જરા કરવાની છે. જ્ઞાનીથી કદાચ ભૂલ થાય તો પણ અપવર્તનાકરણ અને પ્રાયશ્ચિત્ત વગેરે કરીને તે ભૂલને નિષ્ફળ કરી દે છે.
સભા- મૃત્યુ સમયે નવકાર સંભળાવવાથી કલ્યાણ થઈ શકે?
સાહેબજી:- નિશ્ચયનયથી મૃત્યુ વખતે આત્મજાગૃતિ માગી છે. નવકાર વગેરે સંભળાવવાની વ્યવસ્થા તો વ્યવહારનયથી છે. “નાતસ્ય ધ્રુવો મૃત્યુ...(જનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે)” (આવી રીતે સંભળાવેલો નવકાર આત્મજાગૃતિનું પ્રબળ નિમિત્તકારણ બની શકે છે.)
“આયુષ્યકમને સાત ઉપઘાત છે. આપણી ઇચ્છા વગર જ આપણે ઉંમરમાં મોટા થયા છીએ, તેમ આપણે ગમે ત્યારે આગળ પરલોકમાં ઊપડી પણ જઇશું. ખબર નથી ક્યારે.
તમે આ બધું શ્રવણ કરીને Digest (પાચન) કરો છો ખરા? કે પછી Swallow(ગળી
(૧) નિદ્ધત કર્મબંધની તીવ્રતાની કક્ષાનો સૂચક શબ્દ છે. સંચિત કર્મોનું દઢ થવું, જે કર્મ સાથે ગાઢ સંબંધ સૂચવે છે. નિધત્તથી પણ વધારેં ગાઢ કક્ષા સૂચક શબ્દ નિક્તચિત કર્મ છે. સંચિત કર્મોનું તીવ્ર દઢીકરણ, જે સમુચિત પુરુષાર્થ કર્યા પછી પણ તૂટતું નથી, એક માત્ર સામર્થ્યયોગનો જ્ઞાનરૂપ તપ જ તેને તોડી શકે. (૨) શ્રેણી: કર્મની ક્ષપણા કરવાની (ખપાવવાની) આત્માના શુદ્ધ અધ્યવસાયની નિસરણી-ક્ષપકશ્રેણી વગેરે. (૩) ૧૬ ભાવના : અનિત્યાદિ ૧૨ અને મૈત્રી આદિ ચાર એમ ૧૬ ભાવના. યાદી માટે જુઓ પરિશિષ્ટ X-૬ (૪) અપવર્તનાકરણ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસ ઘટાડવો તે. (૫) આયુષ્યર્મને લાગતાં સાત ઉપઘાત જુઓ પરિશિષ્ટ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org