________________
આશ્રવ અને અનુબંધ
૪૯
ન
જવાનું, સુધરતા જવાનું અને આગળ વધવાનું છે, જડ નથી બનવાનું. બીજી અપેક્ષાએ મોટી ત્રુટીઓ સાથે ધર્મ કરતો હોય તો તેના કરતાં ધર્મ ન કરનારો સારો. મોટી ત્રુટીઓ સાથે ધર્મ કરે અને પાપ બાંધે, તેના કરતાં ન કરે તે સારું. મોટી અશુદ્ધિઓ ચાલી જ ન શકે. આ રીતે કરાતી ધર્મક્રિયા વિષક્રિયા બને છે.
ધર્મક્રિયામાં નાની ત્રુટીઓ જ મંતવ્ય છે, મોટી ત્રુટીઓ સાથે કરાતો ધર્મ માન્ય નથી. માટે મોટી ત્રુટીપૂર્વક ક્રિયા કરનાર કરતાં ક્રિયા ન કરનાર સારો, નાની ત્રુટીપૂર્વક ક્રિયા કરનાર, ક્રિયા ન કરનાર કરતાં સારો. આમાં ઊંધો અર્થ લેશો નહીં.
સભાઃ- સાહેબજી, મોટી ત્રુટી કઇ કહેવાય ?
સાહેબજીઃ- આશયશુદ્ધિ, નિદાનશુદ્ધિ વગેરે જોઇએ. તેમાં ગરબડ હોય તે મોટી ત્રુટી કહેવાય. ધર્મને વેચવાનો નથી. સંસારમાં ઉપાદેયબુદ્ધિ આવે તો ધર્મ ધૂળ થઇ જાય છે. નિદાનશલ્ય (સાંસારિક ફળની અપેક્ષા), માયાશલ્ય અને મિથ્યાત્વશલ્ય, આ ત્રણ શલ્યથી રહિત જ ધર્મ કરાય.
કરોડ કમાઓ પછી સાવધ રહેવાનું છે. નાની અવિધિથી મૂળ ફળ વિચ્છિન્ન નથી થતું, જ્યારે મોટી અવિધિ વિપરીત ફળ આપે છે. તમે ન કરી શકો તો સાચાનો પક્ષપાત કરજો અને ખોટાનો ખેદ કરજો, પરંતુ અશુભાનુબંધ ન થવો જોઇએ. તેના દ્વારા પુણ્યથી મળતા યોગો વિષરૂપ થશે. આપણે ત્યાં ધર્મક્રિયાને વિષક્રિયા, ગરલક્રિયા, સંમૂર્ચ્છિમક્રિયા, તèતુક્રિયા અને અમૃતક્રિયા આવાં વિશેષણો આપ્યાં છે.
વિષક્રિયા : આવી ધર્મક્રિયામાં Spot poison (તત્કાળ મારે તેવું ઝેર) છે. ગરલક્રિયા : આવી ધર્મક્રિયામાં Slow poison (ધીરે ધીરે મારે તેવું ઝેર) છે.
સામાન્ય નિયમ એ છે કે જેવી ક્રિયા તેવો પરિણામ. વ્યવહારનયથી કહેવાય કે ધર્મસ્થાનમાં મરે તો સદ્ગતિ, કારણ કે ધર્મસ્થાનમાં શુભક્રિયામાં શુભઅધ્યવસાયની, શુભપરિણામની વિશેષ સંભાવના છે. જ્યારે નિશ્ચયનય તો સદ્ગતિ માટે કહેશે કે, મરતી વખતે તેના અધ્યવસાય કેવા હતા ? લેશ્મા કેવી હતી ? વગેરે વગેરે. માટે બહુ ધ્યાન રાખીને સાંભળો, ભણો. ધર્મમાં અજ્ઞાનતા ગમે, કે ધર્મ સાંભળવો નથી ગમતો, તો તે મિથ્યાત્વનું ચિહ્ન છે. ધર્મ સમજવાની ઉત્કંઠા જાગે તો મિથ્યાત્વ મંદ પડ્યું છે તેમ કહી શકાય. બુદ્ધિના આઠ ગુણ છે. શુશ્રુષા, શ્રવણ, પછી ગ્રહણ, ગ્રહણ કરીને ધારણા કરો, પછી ઊહાપોહ કરો. Like mindedly(હકારાત્મક મનથી) કરો તે ઊહ, ઊહ એટલે તર્ક અને Counter arguments (પ્રતિદલીલો) કરો તે અપોહ. તેમ કરી ચોક્કસ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org