________________
આશ્રવ અને અનુબંધ
૧૦૫
તા.૧૩-૯-૯૮ રવિવાર, ભાદરવા વદ ૮. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર, આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇને અનંત સુખમય એવા મોક્ષપદને પામે, તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે.
હવે, ગ્રંથકાર મહર્ષિ આપણે ત્યાં અનુબંધ શુ ચીજ છે તેને ઉદ્દેશીને કહે છે કે, સામાન્યથી જોઇએ તો જીવ ધર્મ કરતો હોય, ગુણોનું સેવન પણ કરતો હોય, અને તે વખતે તેના મનવચન-કાયા એ ત્રણેના યોગ પણ શુભ હોય, છતાં પણ તે વખતે જીવ સંસારનો અનુબંધ પાડતો હોય, તેવું પણ બની શકે. પણ ખરેખર જે જીવને સંસાર પર નિર્વેદ અને સંવેગ ઉત્પન્ન થયો હોય, તેવો જીવ ધર્મ કરે તો તેને સંસારના આલોક કે પરલોકના કોઇ ભૌતિક આશય ન હોવાથી, તેને સંસારનો અનુબંધ પડતો નથી, પણ તેને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય અને મોક્ષસાધક ગુણોનો અનુબંધ પડે છે. બાકી તે સિવાયના જીવો ધર્મ કરે, શુભ યોગ સેવે, પણ અંદર સંસારની મલિનતા હોવાના કારણે, ભૌતિક આશય ઘૂસવાના કારણે, તેમના અધ્યવસાયમાં સંમ્પિષ્ટતા આવે છે. આ ભવના કે પરભવના ભૌતિક આશયથી નિરપેક્ષ અને આત્મકલ્યાણસાપેક્ષ શુભયોગની કિંમત છે. સાથે ગમારની જેમ પણ નહીં, પરંતુ અધ્યવસિત ધર્મ યાને કે મોક્ષસાધક અધ્યવસાયવાળો ધર્મ હોવો જોઇએ, અર્થાત્ શુભયોગમાં આવો અધ્યવસાય ભળવો જોઈએ. સંસારસાધક અધ્યવસાય હોય તે અનિષ્ટ છે, તેમ મોક્ષસાધક અધ્યવસાયન હોયતેવો ધર્મ પણ નકામો છે. પેલો અધ્યવસાય અનર્થકારી બને છે, તેમ આ મોક્ષસાધક અધ્યવસાય ન હોય તોય નિષ્ફળ છે; જેમ રાખમાં ઘી નાખો તો તે નિષ્ફળ છે, માટે જીવ મોક્ષસાધક અધ્યવસાયયુક્ત ધર્મક્રિયામાં પ્રવિષ્ટ હોવો જોઈએ. આમ, સીધું ઘી કાંઈ નુકસાન નથી કરતું પણ તે નિષ્ફળ જાય છે, તેમ અનધ્યવસિત યાને કે સંભૂમિપણે કરાતી ધર્મક્રિયા અકામનિર્જરા દ્વારા તુચ્છ પુણ્યબંધનું કારણ બને, પણ તે ધર્મક્રિયા માલસાધક નથી બનતી, માટે તે નિષ્ફળ જાય છે. આવા જીવને તો તેમાં જેમ સંસારસાધક અધ્યવસાય નથી તેમ મોક્ષ સાધક અધ્યવસાય પણ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org