________________
૧૦૬
આશ્રવ અને અનુબંધ માત્ર સંમૂચ્છિમની જેમ કંઇક કરે રાખે છે, તેથી તે તેની ધર્મક્રિયા નિષ્ફળ જશે. જયારે સંસારસાધક અધ્યવસાયમાં તો ભૌતિક આશય ઘૂસી જવાથી શુભયોગ હોવા છતાં પણ તેને સંસારનો અનુબંધ પડે છે, અર્થાત ચારે ગતિમાં તેને પરિભ્રમણ કરવાનું આવે છે. વિચારજો કે, આપણા ધર્મમાં કેટલી Clarity (સ્પષ્ટતા) છે !
પાપાનુબંધીપાપવાળા જીવો :
સમકિતી કે વિવેકીની વાત છોડીને બાકીના અશુભયોગવાળા જીવોને બંધ અને અનુબંધ બંને પાપના જ પડે છે. આવા પાપાનુબંધીપાપકર્મવાળા જીવોને તો દુ:ખની જ પરંપરા રહે છે. તેવા જીવો વર્તમાનમાંય દુઃખી અને ભવિષ્યમાં પણ દુઃખી. કારણ, અત્યારે પણ પાપ કરીને જ જીવનનિર્વાહ કરતા હોય છે, દા.ત. માછીમાર, શિકારી વગેરે પાપ કરીને નિર્વાહ કરતા હોય છે અને સામે અનુબંધ પણ પાપનો જ પાડતા હોય છે. પંચેન્દ્રિય જીવોને મારીને તેમનું ગાડું ચલાવતા હોય છે, માટે આવા અનુબંધના ઉદય વખતે તેમને દુર્બુદ્ધિ જ થાય છે અને આમ, પાપના કારણે તેમને દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે. આ તમને હજી સમજાવવું સહેલું છે, પાપાનુબંધી પાપથી વિમુખ કરવા તે સહેલું છે.
પુણ્યાનુબંધીપાપવાળા જીવો:
હવે, પાપાનુબંધી પાપથી વિમુખ થઈ જીવ તેનાથી ઉપરના સ્તરે પુણ્યાનુબંધી પાપ કદાચ સેવે, પણ પુણ્યાનુબંધીપાપની કાંઇ ઉપાદેય તરીકે સ્થાપના કરી ન શકાય, કારણ કે તેના વર્તમાનના યોગો અધર્મ સ્વરૂપ છે; હા, પણ તેને અનુબંધ પુણ્યનો પડે છે. વ્યવહારનયથી અપુનર્ધધક અવસ્થાથી આની શરૂઆત થશે, જયારે નિશ્ચયનયથી તો સમકિત પ્રગટે તે પછી જ અનુબંધ શુભ થાય તેમ કહેવાય. વિવેક હોવાના કારણે આવા જીવો પાપની ક્રિયા કરવા છતાં અનુબંધ પુણ્યનો પાડે છે, જો કે તેમને બંધ તો પાપનો જ પડે છે. પુણ્યાનુબંધી પાપવાળા જીવોના વર્તમાનના યોગો હિંસા-સ્તય(ચોરી)-અબ્રહ્મ વગેરે બધા અશુભ છે, તેથી ભલે અત્યારે વિવેકના બળે તેઓ પુણ્યના અનુબંધ પાડે, પણ તે પ્રવૃત્તિ અધર્મ સ્વરૂપ હોઈ તે વિકલ્પ પણ છોડી દેવાનો.
પાપાનુબંધી પુણ્યવાળા જીવો :
હવે ત્રીજો વિકલ્પ એ બતાવે છે કે જે જીવો વિવેકશૂન્ય છે, તેઓ જો શુભયોગો સેવતા હોય તો તેના કારણે તેમને બંધ પુણ્યનો પડે છે, પણ અનુબંધ તો પાપનો પડે છે. આ જીવોને કોઈને કોઈ ભૌતિક લાલસા હોય અથવા તેઓ સંમૂચ્છિમની જેમ ક્રિયા કરતા હોય, માટે આવી ક્રિયાની પણ ગણના ન થાય, અને તેમાં જો જીવો અભિનિવિષ્ટ હશે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org