SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આશ્રવ અને અનુબંધ રીતે ધર્મને સમર્પિત થયા છો ખરા? તો જ ધર્મ તમારી બધી જવાબદારી ઉપાડે. તમારા જીવનનાં જેટલાં ભૌતિક પાસાં છે તે બધામાં ધર્મને સ્વીકારો તો ધર્મને સમર્પિત થયા કહેવાઓ. આમ, આ ધર્મ સહેલોય નથી અને સહેલાઇથી ગળે ઊતરે તેવો પણ નથી; પણ આના માટે અભ્યાસ કરવો પડે, જયારે જયારે પ્રસંગ આવે ત્યારે ત્યારે વિપરીત નિમિત્તો સાથે Fight out (સંઘર્ષ કરતા રહેવું પડે. સંસારમાં સંયોગો એવા કે તમારી ઈચ્છા મુજબ કશું બને નહિ ત્યારે તમારું માથું ફરે, અને તમને ગમતું બધું બન્યા કરે એટલે પણ તમારું માથું ફરે. માટે બેઉ રીતે માથું ફર્યા જ કરે ને? માટે તેની વચ્ચે તમારે કષાયોના 'અનુનું ધ્યાન રાખવાનું છે અને પ્રશસ્ત કષાયો કરવાના છે. અર્થ-કામ માટે અથવા તેની સાધનસામગ્રી માટે તમે જે કષાયો કરો છો તે બધા અપ્રશસ્ત કષાયો છે. અપ્રશસ્ત કષાયોનાં નિમિત્તો ચારે બાજુ વેરાયેલાં છે, તેમાં જ તમારે ટકીને ધર્મ કરવાનો છે, વૈરાગ્ય અને જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. વૈરાગ્ય અને વિવેકથી મોક્ષ છે. શાસ્ત્રમાં જે કાંઈ નિષિદ્ધ અને વિહિત કહ્યું છે તેનો અભ્યાસ કરી અમલ કરવાનો અને એ કરતાં કરતાં જયારે પરાકાષ્ઠાએ પહોંચીશું ત્યારે જ મોક્ષ થવાનો છે. સભા- અર્થ-કામ માટે Specialist (નિષ્ણાતોની સલાહથી કરીએ તે અપ્રશસ્ત? સાહેબજી-અર્થ-કામમાં નિષ્ણાતોના અભિપ્રાય-સલાહ મુજબ જે કાંઈ કષાયો કરો તે બધા અપ્રશસ્તમાં જ આવે. તમે આખો દિવસ મૂંડાવા સિવાય બીજું કરો છો શું? આ રીતે તમારો સંસાર ઘટે ખરો ? પરિમિત થાય ખરો ? માટે કર્મનાં સ્થિતિ-રસ ઘટાડો, બંધની યોગ્યતા ઘટાડો, તેના માટે સતત જાગૃત-પ્રયત્નશીલ રહો. માનો તો બધું થઈ શકે તેમ છે. જે માર્ગનું રક્ષણ કરવા માટે ઘર્ષણ કરે છે તેને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને જે માર્ગને ધક્કો પહોંચાડે છે અથવા ઉન્માર્ગને ટેકો આપે છે તેને મિથ્યાત્વમોહનીય બંધાય છે. - નિર્ભક રીતે અને કોઈની શેહ-શરમ રાખ્યા વગર જિનાજ્ઞા મુજબ જીવે તેને તીર્થંકરનામકર્મ બંધાય. એક પ્રભાવક લાખો આરાધક કરતાં મહાન છે. ----- ------ (૧) અનુદ્રક : કપાયનો ઉદય ન હોવાવાળી અવસ્થા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy