SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ આશ્રવ અને અનુબંધ કુદરતના નિયમ કોઇને આધીન નથી. અમારે ત્યાં તીર્થકરોને પણ ૧૭ બાબતમાં અસમર્થ કહ્યા છે. જૈનશાસ્ત્રોમાં એમ નથી કહ્યું કે God, almighty can do everything, (ભગવાન બધું જ કરી શકે). બનારસ યુનિવર્સિટીના વેદાંતાચાર્યે મને જણાવેલ કે આપના ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જેટલું વેદાંત જાણે છે તેટલું હું પણ નથી જાણતો. આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીના શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથના ૧૦ શ્લોક પર ઉપાધ્યાયજીએ સ્યાદ્વાદકલ્પલતા ટીકા રૂપે ૩૫00 શ્લોક લખ્યા. ધર્મ એ ફીલોસોફી પર આધારિત છે. જિનશાસનની ચૌદ ગુણસ્થાનકની આચારસંહિતાને સ્યાદ્વાદથી મૂલવો તો કષશુદ્ધિ કરી એમ ગણાય. પૈસાની બાબતમાં કોઈને પ્રેરણા નથી કરવી પડતી. સ્વયં અર્થ અને ભોગનો રસ પેદા થાય છે, તે સંજ્ઞાના કારણે છે. જેનો ભોગવટો નથી કરી શકવાના તેની પણ ઇચ્છા થાય છે. પરિગ્રહસંજ્ઞાથી તેને એકઠી કરો છો તે એકલી મજૂરી છે. એટલે અમે સમજીએ આને પરિગ્રહસંજ્ઞા છે અને સાથે ગાઢ મિથ્યાત્વ છે. અમારે ત્યાં કહ્યું છે કે બધી સંશામાં પરિગ્રહસંજ્ઞા એ ભયંકર છે અને તેમાં પણ મિથ્યાત્વ સહચરિત સંજ્ઞા તો મહાભયંકર છે. મોટા ધનિક માણસો છે તેઓ જીવનમાં જેટલી પળોજણ કરે છે તેના પ્રમાણમાં ભોગવટો કેટલો? ઇન્દ્રિયોને સુખ આપે તેવો ભોગવટો તેમને નથી, પરંતુ ખાલી કાલ્પનિક સુખોમાં રાચતા હોય છે. બાકી તો ડાયાબીટીસ હોય તો બધા સુખ વચ્ચે પણ ભાઈ સાહેબ બાફેલું ખાતો હોય છે. અહીં સાધુપણામાં આવ્યા પછી પણ જો મારું માથું ઠેકાણે ન હોય તો મારું ઠેકાણું ન પડે. વધારે ને વધારે મોટા થવાનું, ખ્યાતનામ થવાનું મન થયા કરે. ઉપયોગ એ ધર્મ છે. અહીં ઉપયોગ એટલે જાગૃતિ અર્થ લેવાનો છે. ભાવથી છકે ગુણસ્થાનકે રહેલા મુનિ આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પમાં હોઈ શકે. આર્તધ્યાનમાં પહેલાં તેના સંકલ્પ-વિકલ્પ અને પછી સાક્ષાત્ આર્તધ્યાન, આર્તધ્યાનમાં લેશ્યા અશુભ જ હોય. જેમ ધર્મધ્યાનના સંકલ્પવિકલ્પ ધર્મધ્યાનમાં જાય, તેમ આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પનો આર્તધ્યાનમાં સમાવેશ ઉપચરિત ભાષાથી થાય. તેના સંકલ્પ-વિકલ્પવાળો જીવ શુભ લેગ્યામાં પણ હોય. આમ ભાવથી છકે ગુણસ્થાનકે રહેલા મુનિ પ્રાયઃ શુભ લેશ્યામાં હોય, છતાં આર્તધ્યાનના સંકલ્પવિકલ્પમાં હોઈ શકે. તેમની વેશ્યા બગડે નહિ. સાક્ષાત્ આર્તધ્યાન આવે ત્યારે વેશ્યા બગડી જાય. (૧) ભગવાન પણ છ બાબતમાં અસમર્થ છે તેની વિગત માટે જુઓ પરિશિષ્ટ -૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy