________________
આશ્રવ અને અનુબંધ
NOB
&
તા.૬-૯-૯૮ ભાદરવા સુદ પૂનમ, રવિવાર. અનંત ઉપકારી, અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇ અનંત સુખમય એવા મોક્ષપદને પ્રાપ્ત કરે તે માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ગ્રંથકાર કહે છે કે આશ્રવ બે પ્રકારના છે. શુભાશ્રવ અને અશુભાશ્રય. હવે ક્રમ પ્રમાણે શુભાશ્રવ પહેલાં અને પછી અશુભાશ્રવ આવે, આ વ્યાકરણનો નિયમ છે. છતાં ગ્રંથકાર વ્યુત્કમ કરીને પહેલાં અશુભાશ્રવ અને પછી શુભાશ્રવ બતાવે છે, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે આમ કેમ? ત્યારે કહે છે કે જે જીવોનો ધર્મ અશુભાનુબંધી હોય તેવા જીવો સરવાળે ધર્મથી વિમુખ થાય છે, તે બતાવવાનો ગ્રંથકારનો અહીંયાં આશય છે. ધર્મમાં બંધની તેમજ અનુબંધની શુદ્ધિ જોઈએ. જો અનુબંધ અશુભ હોય તો તે ધર્મ ઉપાદેય બનતો નથી. તે ધર્મ સંસારના પરિભ્રમણનું કારણ બને છે. માટે સાચા ધર્મની સન્મુખ કરવા અને ખોટા ધર્મથી વિમુખ કરવા માટે ગ્રંથકારે વ્યક્રમ કર્યો છે. આ તેમણે પાયાની વાત કરી છે. બંધ અને અનુબંધ બંને શુભ જોઇએ. ખાલી બંધ શુભ હોય તો તેનાથી સંસારની ભૌતિક સામગ્રી મળે અને તેનાથી જ સંસારનું પરિભ્રમણ વધે છે.
હવે બંધ ચાર પ્રકારનો છે અને અનુબંધ બે પ્રકારનો છે, તે (૧) શુભ અનુબંધ અને (૨) અશુભ અનુબંધ શુભ અનુબંધ સદ્ગદ્ધિનું કારણ છે જ્યારે અશુભ અનુબંધ દુર્બુદ્ધિનું કારણ છે. શુભ અનુબંધ તેના ભોગકાળમાં વિવેકનું રસાયણ ભેળવે છે અને ધર્માનુષ્ઠાનો પ્રત્યે રુચિ કરાવે છે. કર્મના ઉદય વખતે કર્મ જીવને જે પ્રેરણા-બુદ્ધિ આપે છે, તે અનુબંધ પર આધારિત છે. માટે જો અનુબંધ શુભ હોય તો તે વખતે સદ્ગદ્ધિ આવે. માટે સબુદ્ધિનો આધાર શુભ અનુબંધ છે, નહિ કે શુભબંધ. બંધ તમને કદાચ ધર્મસામગ્રી મેળવી આપે, ત્યારે ધર્મ કરવાની અનુકૂળતા પણ મળી રહે, પણ તે વખતે અશુભ અનુબંધ હોય તો ધર્મની સામગ્રી મળવા છતાં તેમાં રુચિ થાય નહિ; વિપરીત પ્રવૃત્તિમાં જ જીવને રુચિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org