________________
આશ્રવ અને અનુબંધ
૭૭ પણ કારણ માને છે. માટે કહે છે કે પ્રસંગે મનમાં કષાય ઉત્પન્ન થાય તો તેને અનુરૂપ વચનની પ્રવૃત્તિ કરવી નહિ, વિશેષમાં કાયાથી પણ તેને અનુરૂપ પ્રવૃત્તિ ન કરવી, અને જો કરશો તો કર્મબંધ વિશેષ થશે. સહકારી કારણ છે માટે તેને પણ સ્થાન છે. સમંજસવૃત્તિથી કરાતા ધર્મમાં જે જે જ્ઞાન-દર્શન આદિની ક્રિયા થાય, તેનાથી તે તે ગુણોની શુદ્ધિ થશે, અસમંજસવૃત્તિથી ધર્મ થાય તો જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધિ થતી નથી, ફક્ત અભ્યદય જ થાય છે.
સભા- સમંજસવૃત્તિ એટલે?
સાહેબજી-સમંજસવૃત્તિ એટલે ભગવાને જેનો નિષેધ કર્યો છે તેના ત્યાગપૂર્વક અને જેનું વિધાન કર્યું છે તેના સેવનપૂર્વક થતી ક્રિયા, તે સમંજસવૃત્તિપૂર્વક થતી ક્રિયા છે. તેમાં પ્રણિધાન આદિ પાંચ આશયો જોઇશે.
સામાન્ય રીતે વ્યુત્ક્રમ કરે તે મોટો દોષ છે, છતાં આવા પૂર્વધર ભગવંતે વ્યક્રમ કર્યો છે, માટે જ શિષ્ય પ્રશ્ન કર્યો હતો. - તેમને તો સંસારનું સ્વરૂપ બતાવી, પુણ્યાનુબંધી પુણ્યબંધથી મળતાં સુખો બતાવી, તેનાથી પણ નિર્વેદ પમાડવો છે, નહીંતર પુણ્યબંધ થતાં ખાલી સંસારના સુખો જ મળશે જે સંસારના પરિભ્રમણનું કારણ છે; માટે ધર્મ પમાડવા માથું જ ફેરવવાનું છે. ઓઘશ્રદ્ધાથી મન ફરે તે વ્યવહારનયથી મન ફર્યું ગણાય, જયારે પ્રતીતિપૂર્વકની શ્રદ્ધાથી મન ફરે તે નિશ્ચયનયથી મન ફર્યું ગણાય. પ્રતીતિ માટે તો દર્શનમોહનીયનો ક્ષયોપશમ જોઇએ.
જ્યારે ઓઘમાં દર્શનમોહનીયની મંદતા જોઇએ. પ્રતીતિવાળાને તો અવિરતિ જ દુ:ખસ્વરૂપ છે તેમ લાગે. અવિરતિમાં મન સંકલિષ્ટ હોય છે અને સંક્લિષ્ટ મન તે જ સંસાર છે, આવી તેને પ્રતીતિ થાય. જેને મોક્ષની ઝાંખી હોય, તે આગળની ભૂમિકામાં છે.
માટે અશુભ અનુબંધવાળા ધર્મથી ચમકો ગભરાઓ) અને તેમાં સુધારો કરો. અનુબંધ શુભ થાય તેવી મહાપુરુષની ઇચ્છા છે. માટે એમ ને એમ ધર્મ કરાવે રાખવાનો નથી. સંસારનાં સુખો તોBy-product(આડપેદાશ) છે, જયારે મહત્તા તો Main-Product(મુખ્ય પેદાશ) ની છે. માટે જયારે જીવ ગુણનું સેવન કરે છે, ત્યારે બંધ શુભ પડે છે, પણ અનુબંધ અશુભ પણ પડી શકે છે; તેથી એ સમજવાનું કે તે ધર્મ સંસારપરિભ્રમણનું પણ કારણ બની શકે. જે ધર્મ મોક્ષ ન આપી શકે તે ધર્મ, ધર્મ નથી. અભ્યદય તો By-product(આડપેદાશ) છે. જેમ ભગવાન મહાવીરે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂક્યો કે માતાપિતાની હાજરીમાં દીક્ષા લઉં તો શું પરિસ્થિતિ થાય? જોયું કે માતાપિતાને તેમના પ્રત્યે અનુરાગ એટલો બધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org