________________
૭૮
આશ્રવ અને અનુબંધ તીવ્ર છે કે જો વહેલાં સંયમ લે તો માતાપિતાને અશુભ અનુબંધ પડે, જેથી અનેક વખત દુર્ગતિનું કારણ બને. માટે ભગવાન ચારિત્રમોહનીય નિકાચિત ન હોવા છતાં સંસારમાં રહ્યા. તેમને તેમનાથ ભગવાનની જેમ સંસારમાં રહેવું જ પડે, લગ્ન કરવા જ પડે તેવું ચારિત્રમોહનીય નિકાચિત નહોતું.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ કહે છે કે પદાર્થવિજ્ઞાનની દષ્ટિએ વર્તમાનમાં બંધાતા કર્મમાં ભાવિમાં નવું કર્મ બંધાવવાની જે શક્તિ પડે છે તે અનુબંધ છે. માટે બંધ કરતાં પણ અનુબંધની મહત્તા વધારે છે. પાપનો બંધ પડ્યો હોય પણ ત્યારે જો અનુબંધ પુણ્યનો પડે તો તે જીવ બાજી જીતી જાય છે. હેય-ઉપાદેયનો વિવેક તે અનુબંધની આધારશિલા છે. જેમ ભાવથી સમકિતી આત્માને કોઇ પણ બળવાન પાપકર્મ, તેની ઉદય વેળાએ જ માત્ર એક વાર, તેવું પાપ તે જીવ પાસે કરાવી શકે છે, તે પાપ તેનું છેલ્લી વખતનું પાપ હશે; કારણ તે પાપ કરતાં પણ તેને અનુબંધ પુણ્યનો પડે છે, કારણ કે તેને તે વખતે પણ સમકિત જીવંત છે, તત્ત્વની રુચિ પડેલી છે. દા.ત. જેમ કે સમકિતી જીવ કર્મના આવેશથી હિંસા કરી આવશે, પણ તે વખતે જો સમકિત જીવંત હશે તો હિંસામાં તેને હેયબુદ્ધિ જ હશે, જેના કારણે ત્યારે તેને અનુબંધ પુણ્યનો પડશે. શુભ અનુબંધ પડવાના કારણે તેને વર્તમાનમાં બાંધેલા પાપના ઉદય વખતે સદ્ગદ્ધિ આવશે, જયારે બીજાને તે વખતે દુર્બુદ્ધિ જ મળશે, કારણ કે તે અવિરતિમાં લીન હતો. અશુભ અનુબંધ પડે તો પાપની Link(જોડાણ) ચાલુ થાય છે, તે પાપના ઉદય વખતે જીવને ઊંધી બુદ્ધિ આપે. તેને અવિરતિમાં જ સુખ લાગે. અવિરતિ સિવાય બીજું કંઇ તેને ફાવે જ નહિ. જ્યારે સમકિતીને આપત્તિ આવે પણ સબુદ્ધિના કારણે તેનું Vicious circle(વિષચક્ર) ચાલે નહિ.
પહેલા નંબરે તો તમે અશુભ અનુબંધને શિથિલ કરો. ભગવાને કહેલી માન્યતાઓનો ઓઘથી પણ સ્વીકાર કરો, તો અશુભ અનુબંધ શિથિલ થવા માંડે. અનુબંધ જો શિથિલ હોય તો સારા નિમિત્તના બળથી તે દુર્બુદ્ધિને દબાવી સારી પ્રવૃત્તિ કરી શકે, પણ અનુબંધ તીવ્ર હોય તો નિમિત્તો કે કારણોને જીવ ખાળી ન શકે. માટે અનુબંધ શિથિલ થાય તેની પણ બહુ કિંમત છે. બધા જીવોને સન્માર્ગ ઉપર ચઢાવવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે અમારે ઉપદેશ આપવાનો છે. આમ કરવા છતાં પણ જીવ પોતાની મેળે ઉન્માર્ગ પર ચઢીને પોતાનો નાશ કરે, તો તે તેની પોતાની જવાબદારી છે. ઉન્માર્ગનું ઉમૂલન કરી સન્માર્ગની સ્થાપના ન કરી શકે તે માવચનિક તરીકે અયોગ્ય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જણાવે છે કે સન્માર્ગનું સ્થાપન અને ઉન્માર્ગનું ઉમૂલન કરો તે દર્શનાચાર છે, અને જો તેનાથી વિરુદ્ધ કરે તો જીવ પ્રાયઃ સીધો એકેંદ્રિયમાં ઊપડે, કીડી-મંકોડાના ભાવમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org