________________
આશ્રવ અને અનુબંધ
૭૩ નવ પ્રકારની દયા ગોઠવી છે, પણ તેમાં ભાવદયા ન આવે તો કદાચ દેવલોક મળે, પણ તેનો મોક્ષ સાથે સંબંધ ન હોય. માટે દરેક બાબતમાં વિવેક જોઇશે. વેશ્યા, અધ્યવસાય, ગુણસ્થાનક આ બધાનું વર્ણન આપણા ધર્મ સિવાય બીજા કોઇ ધર્મમાં જોવા નહિ મળે. આપણને કેટકેટલી સામગ્રી મળી છે !
સભા - ભવાંતરમાં જૈન ધર્મ મળે તે માટે શું કરવું?
સાહેબજી:- પંચાચારનું પાલન કરવું, જે પંચાચાર સેવતા હોય તેમની અનુમોદના કરો. તેમને તેનું પાલન કરવામાં ટેકો આપો. આવું કરો તો જૈન ધર્મની પ્રાપ્તિ અને અનુકૂળ સામગ્રી મળે તેવી પુણ્યપ્રકૃતિ બંધાય. સંક્ષેપમાં બધાનો સરવાળો પંચાચાર છે. તન-મનધનથી, મન-વચન-કાયાથી, કરણ-કરાવણ-અનુમોદનથી, દ્રવ્યથી-ભાવથી તેમાં સામેલ થવું પડે; જેના કારણે પુણ્યપ્રકૃતિ બંધાય અને ભવિષ્યમાં જૈન ધર્મની સામગ્રી મળે. ઘર જ એવું મળે કે ત્યાં ધર્મની વિપુલ સામગ્રી હોય, માતાપિતા પણ એવા જ મળે કે જયાં દ્રવ્ય અને ભાવ બેઉથી પંચાચારનું પાલન થતું હોય. આવાં ઘરોમાં સમકિતી દેવો પણ જન્મ લેવા આતુર હોય છે, તમારાં ઘરોમાં નહિ.
આ બધું મેળવવા ભોગ ઘણો આપવો પડે. વ્યવહારનયથી મન-વચન-કાયાથી સામેલ થવું પડે, નિશ્ચયનયથી માથું ફેરવવું પડે. નહીંતર દુર્ગતિની દીર્ઘ કાયસ્થિતિમાં જીવ કુટાતાં કુટાતાં ક્યારેક સારા પરિણામ કરી પુણ્યપ્રકૃતિ બાંધે, એમ કરતાં કરતાં ઉપર આવે. પણ આ માર્ગ દીર્ઘકાળનો છે. અકામનિર્જરાથી ઉપર આવવું દુષ્કર છે, જયારે પેલો માર્ગ સીધો છે. તમે અત્યારે એવી સદ્ગતિમાં બેઠા છો, કે તમે આ માર્ગ સેવીને આવી પુણ્યપ્રકૃતિ બાંધી શકો, જેથી ભવાંતરમાં ધર્મસામગ્રી સુલભ બને.
વ્યવહારનયથી ધન મોક્ષનું કારણ છે, જે ધર્મસામગ્રીને મેળવી આપે. શ્રાવકને પોતાનું ધન સાત ક્ષેત્રમાં વપન કરવાની આજ્ઞા છે. ધનથી પણ દર્શનાચાર, જ્ઞાનાચાર આદિ સેવે તો ભાવિમાં તેને અનુરૂપ ધર્મસામગ્રીની પ્રાપ્તિ સુલભ થાય. સાત ક્ષેત્રમાં જે વપન કરે છે તેને સાત ક્ષેત્રની પ્રાપ્તિ થાય. વપન કરે છે તે મેળવે છે. તમારાથી શું છૂટે તેમ છે?
સભા- સાથે લઈ જવાનો ઉપાય બતાવો. સાહેબજી:- ધન સાતક્ષેત્રમાં વપન કરવું એ સાથે લઈ જવાનો ઉપાય જ છે. નહીંતર
(૧) નવ પ્રકારની દયા પ્રાથમિક જરૂરિયાતો જેમકે કપડાં, અન્ન, ઠંડી ગરમીથી રક્ષણાર્થે છાપરું, માંદગીમાં દવા વગેરે આપવારૂપ દયા કરવી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org