SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૪૩ બતાવે છે કે જેથી જીવને ખબર પડે કે આ સંસાર કેવો છે ! કેટકેટલું દુર્ગતિમાં ભટકવું પડશે! ત્યાં પરવશપણે દુ:ખો ભોગવવાં પડશે, તેમાંથી નીકળવાનો કોઈ ઉપાય નહિ હોય, ત્યાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય, વેદના થાય તે પણ સહન કરવી જ પડે; પાછાં સામે નવાં પાપો બંધાતાં જશે; વર્તમાનમાં પણ દુઃખ અને પછી પણ દુઃખ, માટે બેઉ રીતે મૂંડાવવાનું જ થાય છે. આમ ફળ ને સ્વરૂપ બંનેથી સંસારમાં દુ:ખ જ દુ:ખ છે. ભૌતિક રીતે અશુભ અનુબંધ યાને પાપાનુબંધી પુણ્ય તત્કાલ થોડું સુખ આપે, પણ પછી દીર્ઘકાળ માટે દુઃખ આપશે. જયારે તે પુણ્ય ઉદયમાં આવશે ત્યારે, અનુકૂળતામાં તે ભોગવતાં તેમાં જીવ એવો લીન થઈ જશે કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કર્યા કરશે. કારણ કે તે ધર્મ કરતી વખતે તેનો ધર્મભાવ ઉપરછલ્લો, વિવેક વગરનો અને અવિવેકપૂર્વકનો હતો; જેના પરિણામે જીવને મૂંડાવવાનું જ આવે. સભા - વિનય અને વિવેક જુદા? સાહેબજી:- હા, વિનયગુણ નમ્રતા-લઘુતા બતાવે છે, જે માન-કષાયના વિજયથી આવે છે; જ્યારે વિવેક ગુણથી જીવ વસ્તુના ગુણધર્મને ઓળખી શકે છે. હેય શું? ઉપાદેય શું? કર્તવ્ય શું? અકર્તવ્ય શું? વગેરે તે ગુણદોષની પરખરૂપ છે. વિવેકને દર્શનમોહનીય સાથે સંબંધ છે, જયારે વિનયને ચારિત્રમોહનીય સાથે સંબંધ છે. શાસ્ત્રકાર ભગવંત અનુબંધને સામે રાખીને ચાર પ્રકારે બંધ સમજાવે છે. (૧) પાપાનુબંધી પાપ (પાપના અનુબંધવાળું પાપ) (૨) પુણ્યાનુબંધીપાપ પુણ્યના અનુબંધવાળું પાપ) (૩) પાપાનુબંધી પુણ્ય (પાપના અનુબંધવાળું પુણ્ય) (૪) પુણ્યાનુબંધી પુણ્ય (પુણ્યના અનુબંધવાળું પુણ્ય) ચારેમાં ઉપાદેય તરીકે એક માત્ર પુણ્યાનુબંધી પુણ્યને જ મૂક્યું છે. As a mather of fact (વાસ્તવિક રીતે જોઇએ તો) પુણ્યાનુબંધી પુણ્યની શરૂઆત ક્યાંથી થાય છે? તો કહે, જીવ અપુનબંધકદશા પામે પછી પુણ્યાનુબંધી પુણ્યના Track (માર્ગ) પર ચઢે છે. પૂ.આ. શ્રી હરીભદ્રસૂરિજી યોગશતકમાં બતાવે છે કે, જે જીવ હેતુસ્વરૂપ-અનુબંધથી શુદ્ધધર્મ કરે અને સ્યાદ્વાદની અભિમુખ હશે, તે ધીરે ધીરે માર્ગ તરફ આગળ વધી રહ્યો છે, તેની બુદ્ધિની નિર્મળતા થઇ રહી છે. સ્યાદ્વાદનો પક્ષપાત એ સમકિતનું લક્ષણ છે. એકાંતમાં પક્ષપાત એ મોહનો ઉદય છે. માટે વિચારજો, તપ શું કામ? શીલ શું A-4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy