SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૭૧ પરિશિષ્ટ - ૧ આભાને ગ્રાહ્ય થાય તેવી ૮ પ્રકારની વર્ગણાઓ : દારિર્ઝણા:- મનુષ્ય, પશુ-પંખી, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય વગેરેનાં શરીરો આ પુદ્ગલમાંથી બને છે. આ વર્ગણા સ્થૂલ અને સંખ્યામાં ઓછા પુદ્ગલ પ્રદેશોવાળી છે. વૈક્રિયવર્ગણા :- દેવ, નારકીના તેમજ કોઇ કોઇ તિર્યંચોના તથા બાદર વાયુકાય (વક્રિય લબ્ધિવાળા)નાં શરીરો આ વર્ગણામાંથી બને છે. આ વર્ગણા ગ્રહણ કરી વિકાર-વિક્રિયા કે બહુરૂપતા ધારણ કરાય છે. આ પુદ્ગલો દારિક કરતાં વધુ સૂક્ષ્મ અને સંખ્યામાં વધારે હોય આહારક્વર્ગણા:- આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વના જ્ઞાનીને ચૌદપૂર્વનો સ્વાધ્યાય કરતાં શંકા પડે તો આ પગલો ગ્રહણ કરી એક હાથે પ્રમાણ શરીર બનાવી તીર્થકર દેવ પાસે સમાધાન મેળવવા જાય. આ પુગલો વેકિય પુદગલો કરતાં સૂક્ષ્મ અને જથ્થામાં અધિક હોય છે. તેજસવર્ગણા:- તેજસશરીર આ પુદ્ગલોમાંથી બને છે, જેને આપણે પાચક શક્તિ (જઠરાગ્નિ) કહીએ છીએ તે સૂક્ષ્મ શરીર આપણા આ શરીરની અંદર છે. આ શરીર તપે ત્યારે તાવ આવે છે. તેજલેશ્યા કે શીતલેશ્યા તે આ શરીરની જ શક્તિ છે. ભાષાર્ગણા-બોલવા માટે આ પુદ્ગલો ઉપયોગી થાય છે. આ પુદ્ગલો ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી ભાષા બોલી છોડી દેવાય છે. શ્વાસોચ્છવાસવર્ગણા:- આ પુદ્ગલો લઇ શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી છોડી દેવામાં આવે છે, જેને આપણે પ્રાણવાયુ (ઓક્સીજન) તરીકે ઓળખીએ છીએ. મનોવર્ગણા - આપણું મન એ પુદ્ગલનું બનેલું છે. એ વર્ગણાના પુદ્ગલોને મનોવર્ગણાના પુદ્ગલો કહેવાય છે. કામણવર્ગણા:- જે કર્મોની રજ આપણા આત્મા ઉપર ચોટે છે તે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો છે. આ આઠે વર્ગણા - પુદગલોનો જથ્થો ચૌદરાજલોકમાં ઠાંસી-ઠાંસીને ભરેલો છે. આ પુદ્ગલોનો જીવો તે તે રીતે ઉપયોગ કરે છે. (“તત્વજ્ઞાન તરંગિણી'માંથી સાભાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy