________________
આશ્રવ અને અનુબંધ તેમને ઉપાધિરૂપ થતી નથી. જયારે જીવો બાદર પરિણામવાળા થાય ત્યારે જ ઉપઘાતની સંભાવનાના કારણે બીજી space શોધવી પડે છે, જેમ કે તમે એક ચોપડી ઉપર બીજી ચોપડી મુકો. તો તે પ્રથમના આકાશપ્રદેશો છોડી બીજા આકાશપ્રદેશો પર જ રહે છે. ઉપરાંત જેમ વિજ્ઞાન એ Carbon Cycling (કોલસામાંથી હીરો) શીખવે છે, તેમ જૈનશાસ્ત્રોમાં બતાવ્યું કે જગતમાં એક પરમાણુ-પુદ્ગલ જ બધા સ્વરૂપે પરિણમન પામે છે. સોનું, ચાંદી, પિત્તળ તે મૂળથી કશું નથી પણ પરમાણુ જ છે અને તેનું જ એકમાંથી બીજામાં Cycling (પરિણમન) થયા કરે છે. Unit(ઘટક)માં પરમાણુ છે. તે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ અને બાદર, બાદરતર, બાદરતમ પરિણામી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ અનુસાર જેવા સંયોગ મળે તેમ તેના જુદાજુદા પરિણામો થતા હોય છે.
સિદ્ધના જીવોની નજીક કાર્મણવર્ગણાઓ હોવા છતાં તેમને તેનો અસરકારક સંબંધ પણ નથી અને બંધ પણ નથી, જયારે આપણને સંબંધ પણ છે અને બંધ પણ છે. આમાં કારણરૂપ આત્માના પરિણામો જ છે. આત્મા જો અશુદ્ધ ભાવ દ્વારા પરાક્રમ ન કરે તો બંધનો પ્રશ્ન જ નથી. સંસારનું સર્જન જો માત્ર પુદ્ગલના હાથની જ વાત હોત તો મોક્ષનો સવાલ જ ઊઠત નહીં. કેમ કે બંધમાં કાર્મણવર્ગણા પૂરી પાડનાર આપણે જ છીએ. આપણે જે આકાશપ્રદેશ પર છીએ તે જ આકાશપ્રદેશ પર કાર્મણવર્ગણાઓ છે અને તેને જ આપણે ગ્રહણ કરીએ છીએ.
પાયાના સિદ્ધાંત તરીકે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મનો કર્તા છે, (૪) આત્મા કર્મનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. માટે જ મોક્ષની કિંમત છે.
જગતમાં આત્મદ્રવ્ય છે અને માટે જ આ બધી વાતો છે. આત્માને કર્મનો બંધ છે, કારણ કે આત્મા પરિણામી છે. તમે તેનાં કારણો જાણો તો જ ઠેકાણું પડે. અત્યારે તમને દ્રવ્યનો બોધ નથી, ભાવનો પણ બોધ નથી, માટે જ સંસારના ચક્કરમાંથી બહાર નીકળી શકતા નથી. આના માટે તત્ત્વજ્ઞાન મેળવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણી ભૂલ સિવાય કર્મ કાંઈ એમ ને એમ આવીને પડતાં કે ચોંટતાં નથી. તત્ત્વનું અજ્ઞાન એ જ મોહનું શરીર છે, જ્યારે તત્ત્વનું જ્ઞાન એ જ ચારિત્રધર્મનું શરીર છે. તેથી તત્ત્વજ્ઞાન સિવાય જીવ આ સંસારમાંથી છૂટે જ કેવી રીતે?
(૧) સંબંધ અને બંધ કર્મ સાથે આત્માનું અત્યંત જોડાણ તે બંધ. જેમ લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય તેમ આત્માની સાથે કર્મનું એકમેકથવું તે બંધ, અને કાર્મણ વર્ગણાનું આત્મા વડે ગ્રહણ થવું તે સંબંધ. સંબંધ અનેક પ્રકારના હોય છે, દા.ત. ટેબલના પાયા અને ટેબલ પરના લાકડાનો. સંબંધમાં બે વસ્તુ એકરૂપ થતી નથી, જ્યારે બંધમાં બે વસ્તુ ક્ષીરનીરની જેમ એકરૂપ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org