SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આશ્રવ અને અનુબંધ મિથ્યાત્વમોહનીય બંધાય. આના માટે આખો ગ્રંથ છે “પંચલિંગી પ્રકરણ”. ભણો, જે પૂર્વધરોએ લખ્યો છે. સભા- વેશને નમસ્કાર નહિ? સાહેબજી:- વેશને એક તરફ મૂકીને બધું કરતો હોય, તે વેશમાં ઘણું ખોટું કરે છે તે જાણવા છતાં નમસ્કાર કરતા હો, તો નમસ્કાર કરીને પાપ બાંધો છો. પોતાના નમસ્કારની તમને કાંઇ કિંમત જ નથી. તમને તો એમ જ થાય ને કે “આમ આમ (હાથ જોડી) નમસ્કાર કરી લીધો તેમાં શું? ક્યાં આપણે કોઈની આંખે ચઢવું?” પણ તેમાં તમે આડકતરી રીતે તેના પાપને પોષણ આપો છો. માટે અમારા પાપમાં તમે એટલા જ જવાબદાર છો. નીતિશાસ્ત્રમાં લાંચ લેનાર અને આપનાર બંને જવાબદાર ગણાય. તેમ આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં પણ તમે અને અમે બંને જવાબદાર છીએ. તમે જો ખસી જાઓ તો બધું ઠેકાણે આવી જાય. સામા જીવને થાય કે હું જે ઊંધું કરીશ તો માથે ધ્યાન રાખનારા ઘણા છે. પણ તમારું પોષણ મળતું ગયું, માટે આ પાપ વધતાં ગયાં, એટલે જ તેઓ આ બધું ચલાવી શક્યા છે. કરણ-કરાવણ-અનુમોદનમાં જિનવચન શું છે? તે વિચારજો. તેમની પાસે જાઓ-આવો તે જ અનુમોદન છે. તેનાથી મિથ્યાત્વમોહનીય બંધાય છે. માટે ક્યા દોષ મોટા, કયા નાના, સંયત(સંયમી)-અસયત(અસંયમી) બધું જાણવું જોઈએ. ઘણા ઠેકાણે આનું વર્ણન છે. મોટા દોષોની અવગણના ન થાય. પણ આ બધું સૂઝે કોને? ધર્મને પોતાના જીવનનું એક મહત્ત્વનું અંગ ગણતો હોય તેને ભગવાને પોતાના સાધુઓનો પણ કાંઈ બચાવ કર્યો નથી, અને એ જ તીર્થકરોની વિશેષતા છે. કેટલો mpartial approach (નિષ્પક્ષ અભિગમ) છે! વિશેષથી બધી વાતો છે. અમે તીર્થકરને કાંઇ જોયા નથી, પણ શાસ્ત્રો ઉપરથી જ અમને ખાતરી થઇ અને નિર્ણય કરી શક્યા કે આ વીતરાગ જ હોવા જોઇએ, સર્વજ્ઞ જ હોવા જોઇએ. તેઓમાં ક્યાંય રાગ-દ્વેષનો અંશ જણાતો નથી. માટે આનાથી વધારે શ્રેષ્ઠ કોણ હોઇ શકે? માટે જ તેમની ઉપાસના કરીએ છીએ. જેની ઉપાસના કરીશું તે જ પામીશું. હું પરમાત્માને કેવી રીતે ઓળખું છું? કેવી રીતે જાણું છું? અને કયા આશયથી તેમની ઉપાસના કરું છું? તેની પર મારી બધી સાધનાનો આધાર છે. જો આ બેમાં ગરબડ હશે તો ભલે તમે ગમે તેટલાં દયા, દાન, પરોપકાર, જ્ઞાનદાન કરતા હો, પણ તે અશુભાનુબંધી થશે. અહીં કોઇને છોડ્યા નથી. શ્રી સ્થૂલભદ્રજી ભલે ૮૪ ચોવીશી સુધી પ્રસિદ્ધ રહેવાના છે, પણ તેમની પણ બે ભૂલોની નોંધ લેવાઇ છે. એક તો “માનકષાય” અને બીજી ભૂલ “મિત્ર પ્રત્યે અપ્રશસ્ત રાગ”. ક્યાંય કશું છુપાવવાનો પ્રયત્ન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy