SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આશ્રવ અને અનુબંધ હોય તે જીવ મરીને તિર્યંચમાં કે નરકમાં જાય; આ કદી વિચાર્યું છે? આ તમે પ્રગતિ કરી છે? ભૌતિક ક્ષેત્રે પણ તમને કઈ વસ્તુ મળી છે? તમે શાંતિથી જીવી શકો તેમ છો? તમને એવા સંયોગોમાં મૂકે કે મરતાં પણ સમાધિ રાખવા દે તેમ નથી, પરંતુ કોઈપણ સંયોગોમાં સમાધિ તો ટકવી જ જોઇએ. ધર્મીને પણ જો અસમાધિ થાય તો તેનો ધર્મ ટકી શકે ખરો? અસમાધિ એ તિર્યંચ ને નરકગતિનું કારણ છે. અમે લોકો એમ ને એમ જૈન ધર્મ પર ફીદા થયા નથી. એક એક બાબત કેવી સુંદરસંપૂર્ણ રીતે બતાવી છે ! અમને એમ થાય કે આ બતાવનાર કેટલા જબ્બરજસ્ત intellectual standing(બૌદ્ધિક પ્રતિભા)વાળા હશે!towering personality (ઊંચી પ્રતિભા) ! અમને સ્કૂલ-કોલેજોમાં ક્યાંય કોઇએ આવી રીતે સમજાવ્યું-ભણાવ્યું નથી. ડાર્વિનની gradual development(ક્રમિક વિકાસ)ની Theory (સિદ્ધાંતો અંગે મારે તેના Expert (નિષ્ણાત) સાથે ઘણી ચર્ચાઓ થયેલી. All of a sudden climatic change(એકાએક વાતાવરણમાં ફેરફાર) થાય અને ઘઉં વગેરેમાં જીવડાં થઈ જાય તો gradual development (ક્રમિક વિકાસ) કેવી રીતે ઘટે ? બીજું gradual development ોય તો in between (વચ્ચેની) અવસ્થા હોવી જોઈએ, જેનો તેની પાસે કોઇ દાખલો નથી. development(વિકાસ)માં એકેન્દ્રિયમાંથી બે ઇંદ્રિય વચ્ચે કોઇ અવસ્થા ખરી? તે કહે છે, માણસથી આગળ વિકાસ નથી. વાનરમાંથી માણસ થયા તો પણ બાકીના વાનરો તો વાનર જ રહ્યા, તો તે કેમ માનવો ન થયા? વાનર અને માનવ વચ્ચેની કોઈ અવસ્થા ખરી? અમારે કારણ કર્મ છે, તેને process of evolution (ઉત્ક્રાંતિની પ્રક્રિયા) છે, તો બતાવો વાંદરાની નીચેની અવસ્થા કઈ? આવા ઘણા પ્રશ્નો છે, જેના કોઈ સંતોષકારક જવાબો તેમની પાસે નથી. પેલો Scientist(વજ્ઞાનિકો મને કહે, We have not digested but swallowed(અમે પચાવી નથી, પણ ગળી ગયા છીએ). ડાર્વિનની થીયરી hyphothetical(અનુમાનિત) છે, આપણી બધી વાતો principle (સિદ્ધાંત) પર આધારિત છે. We have no postulates, where there is a scope of development, we work on principles. (અમારે કશું ધારણાઓ ઉપર નથી. જયાં અમારે ત્યાં વિકાસનો અવકાશ છે, ત્યાં અમે સિદ્ધાંતો ઉપર કામ કરીએ છીએ.) નિગોદથી તમે અહીં આવ્યા ને? પાછા અહીં અટકી ગયા ને? જૈનશાસ્ત્રોમાં બધું clear (સ્પષ્ટ) છે. અમને તે Strength(બળ) conviction (સમજણ-પાકી ખાતરી)થી મળી છે. આ જ્ઞાનાચાર, આદર્શનાચાર, આ ચારિત્રાચારાદિ આખી દ્વાદશાંગી તીર્થંકરો આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy