________________
૧૨૮
આશ્રવ અને અનુબંધ ઘેલાઓનો ધર્મ છે જ નહિ. સંજ્ઞાના ઉદયભાવથી રહિત ધર્મ હોવો જોઇએ, તેમ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. જણાવે છે. સાઇડમાં પણ માનસંજ્ઞા આવે તો તેટલો ધર્મ નબળો પડે. એકલી સંજ્ઞાઓ હોય તો તેનો ધર્મ નુકસાનીમાં જાય. જીવદયાના પરિણામ હોય, તેને માટે અર્થથી ઘસાય, છતાં જો આશય અશુદ્ધ હોય તો પરિણામ દયાનો હોવા છતાં તે સંસારવૃદ્ધિનું કારણ બનવાનો વ્યવહારનયથી શુભક્રિયાના સેવનથી ધર્મ અને નિશ્ચયનયથી ગુણના સેવનથી ધર્મ. ક્રમસર ગુણની વૃદ્ધિ થવી જોઇએ. સાનુબંધ ગુણ હોય તો તે મોક્ષનું કારણ બને. આત્મામાં ગુણ આજે દેખાય અને કાલે અદશ્ય થઈ જાય તે ન ચાલે, તે નિરનુબંધ ગુણ મોક્ષનું કારણ ન બને. સાનુબંધ ગુણો જોઈએ, તે વગર પત્તો ન લાગે. તત્કાળ ગુણનું સેવન હોય, પણ આશય અશુદ્ધ હોય તો તે સંસારવૃદ્ધિનું કારણ બને. તેના માથામાં શું છે? તે જોવું પડે. અંદર જેટલા ગોટાળા કરશો તેટલા તેમાં ફેરફાર થવાના. અધ્યવસાયમાં દયાના ભાવની સાથે આશયની અશુદ્ધિરૂપ વિકૃતિ હોઈ શકે. મશીન ઉપર Scan કરે(તપાસ) ત્યારે બધું જુવે અને એકાદ નાનો પણ Donડાઘ) હોય તો પણ કહે ને કે આટલું ખરાબ છે? ઘણું સારું છે તે પણ કહે. તેમ અહીં પણ જરાપણ વિકૃતિ હોય તો તે ભગવાન જણાવે છે અને સાથે તેનું ફળ પણ જણાવે છે. અહીં કોઈની દખલગીરી નથી. જેવું તમારા માથામાં હોય તેવું Reflect(પ્રતિભાસિત) થાય. હું તો હજી ઓછું કહું છું, ડરી ડરી ને. તમને તો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મળવા જોઇએ, તે તો ઝંડો લઈને વાત કરે છે.
સમકિતદષ્ટિ આત્માને પણ ચારિત્રમોહનીયના કારણે અસમાધિ થાય અને તેના નિવારણ માટે ભોગના પાત્રની ઇચ્છા થાય, ભોગની માંગણી ઊભી થાય, વ્યસન પણ સેવે; પણ તેનું પાપ નિરનુબંધી હોય. તેને તે પાપ પાડે નહિ. તેનો સંસાર તે પાપથી વધે નહિ. અનાચારવાળાના પણ ખુલાસા આવે છે. રાવણને આઠ ભવથી સીતા સાથેનો સંબંધ છે. તેને કેવલીએ કહ્યું કે તારું પરદારાથી મૃત્યુ થશે, ત્યારે તરત જ તેણે પ્રતિજ્ઞા કરી લીધી છે કે પરસ્ત્રીનો તેની ઇચ્છા વગર ઉપભોગ નહિ કરું. અંદર તો તેને એટલી બધી અસમાધિ છે કે તેની પીડા મંદોદરી જોઈ પણ શકતી નથી અને તેથી જ મંદોદરી સીતાને સમજાવવા જાય છે. પરંતુ રાવણે તો તેવું ભોગાવલી કર્મ બાંધ્યું છે અને જો હવે તેનું ધર્મનું background(પૂર્વભૂમિકા) ન હોય તો ઉદય વખતે શું થાય ? કટુ ફળ ભોગવવું પડે, આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં જીવ ફેંકાઈ જાય. ઘણીવાર સમકિતી પણ કુટાતા હોય છે. તેને બધાં પાપસ્થાનકોમાં હેયબુદ્ધિ પડી છે, તેમ છતાં ચારિત્રમોહનીયના ઉદયના કારણે તેનું સેવન કરી કુટાતા હોય છે. સમકિતીને ચારિત્રમોહનીયના ઉદયને કારણે અસમાધિ થતી હોય તો સિદ્ધચક્ર આદિનું આલંબન લે, જેમાં શ્રીપાળ મહારાજાનો દાખલો પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org