________________
૧૪૮
આશ્રવ અને અનુબંધ આવે; તેમ ચરણકરણાનુયોગમાં ચારિત્રનો આખો માર્ગ પીરસેલ છે. બધું તર્કથી પુરવાર કરી બતાવ્યું છે. બાકી પ્રત્યક્ષથી જોવા માટે તો કેવળજ્ઞાન જોઇએ.
ધર્મમાં કષશુદ્ધિ છેડશુદ્ધિ અને તાપશુદ્ધિની વાત આવે છે. વિધિ-પ્રતિષેધ તે કષશુદ્ધિ, સાધક આચારસંહિતા તે છેદશુદ્ધિ અને દ્રવ્યાનુયોગમાંથી પસાર થવું યાને કે સાધક તત્ત્વજ્ઞાન તે તાપશુદ્ધિ છે. તાપશુદ્ધિ તે સૌથી અગત્યની છે. જો તાપશુદ્ધિ ન હોય તો કષ અને છેદશુદ્ધિની કોઈ કિંમત નથી.
ચારિત્રાચાર કે બધી આચારસંહિતાનો આધાર શું છે? તો કહે વ્યવહારનયથી પદ્રવ્ય અને નિશ્ચયનયથી પંચાસ્તિકાય. પંચાસ્તિકાય પરથી ઘણી બધી વસ્તુ સમજીએ, તેની સિદ્ધિ-સ્વરૂપનું વર્ણન-લિંગ, લક્ષણો, તેને માનવા કે ન માનવાની યુક્તિઓ, માનવામાં ગુણ અને ન માનવામાં દોષ, આ બધું સમજવા કોશીશ કરો. તેને સમજવા તર્ક કરી ઊહાપોહ કરી બધું સમજો . આ પાયો છે. ચારિત્ર એ જીવનું સ્વરૂપ છે. તેના સાધકને તે
ROLL2412 24 24241451 242LR21121234 647. You can borrow the knowledege from others but not ethics(તમે કોઇની પાસેથી જ્ઞાન ઉછીનું પ્રાપ્ત કરી શકો, નહીં કે સદ્વર્તન). પાલન તમારે જાતે જ કરવાનું આવે. કેવળજ્ઞાન થાય નહિ ત્યાં સુધી તર્ક પર Depend(આધારિત) થવું પડે. માર્ગસ્થ તર્કો તેને માટે મોક્ષનું કારણ બને. સમ્યક્શતની ઉપાસનાતે પરમાત્માની ઉપાસના છે, અને તે મોક્ષનું કારણ છે. સમ્યક્શતદ્વાદશાંગી તે કારણે જ પ્રભુએ આપી છે. તેનાથી જ જીવોનું કલ્યાણ છે.
તમે સતત વિભાવદશામાં જ રાચતા હો છો. સોળ કષાયોએ તમારા મૂળ સ્વભાવને Seal(કુંઠિત) કરી નાંખ્યો છે. તમે મોટેભાગે આ સોળ કષાયોમાં જ રાચ્યા માચ્યા રહો છો. તે તમારું ભાવમરણ છે.
એક મુહપત્તિનાપડિલેહણમાં પણ કેટલું significance(મહત્ત્વ) છે! એ પડિલેહણ કાંઈ એમ ને એમ નથી ગોઠવ્યું. તેના પચાસ બોલમાં કેટલું ભર્યું છે! સમજો તો માથું ડોલી જાય. એકે એક બાબત તર્કબદ્ધ ગોઠવી છે. તમે તો જૈન કુળમાં જન્મ્યા પણ તમને તેનું Appreciation (કદર-ઓળખ) નથી. તમે કાં ગતાનુગતિકપણે, કાં કુલાચારથી કરે રાખો છો. તમારા જૈન કુલાચારનો વિધિ-પ્રતિષેધ દર્શનાચાર ઉપર અવલંબે છે. આ ખાવાનું, આ નહિ ખાવાનું; આ પીવાનું, આ નહિ પીવાનું; આ બધું ભગવાને એમ ને એમ કહ્યું છે ? તમારા માટે ખાલી દર્શનાચાર હોવા છતાં પણ તેમાં નીચલા લેવલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org